________________
૧૯ર
શારદા શિખર મરણ પામ્યા હવે નવા રાજા આવશે ને આપણે શાંતિથી રહીશું. વિચાર કરો, માણસ જેવું જીવન જીવી જાય છે તેવા પાછળ પડઘા પડે છે. જે રાજાએ નીતિથી રાજ્ય કર્યું હતું તે પ્રજા તેની પાછળ આંસુ સારત. પણ અહીં તે રાજાના મૃત્યુથી પ્રજાને આનંદ થયે. કારણ કે રાજાની આકૃતિ મનુષ્યની હતી પણ પ્રકૃતિ રાક્ષસની હતી.
રાજાના મૃત્યુ પછી તેનો પુત્ર ગાદીએ આવ્યો. એ કુમારમાં એટલી બધી નમ્રતા હતી કે એ એના પ્રધાન આદિ મોટા માણસેને કહે કે મારી કઈ પણ ભૂલ થાય તે મને કહેજે. હું નવો નિશાળી છું. બાળક છું તમે મારા મા-બાપ બનીને હિતશિખામણ આપજે. કુમારના આ શબ્દોથી જ સૌને શાંતિ થઈ ને વિચારવા લાગ્યાં કે કહેવત છે કે “ બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા”, પણ આપણે ત્યાં એવું નથી. કયાં રાજાનો કઠોર સ્વભાવ ને ક્યાં કુમારની કમળતા ! આ રાજા નગરજનેને સંતોષ થાય તેવી રીતે રાજ્ય ચલાવશે. એક દિવસ નવા રાજાની સવારી નીકળી. આ કુંવર રાજા થયા પછી પહેલી વાર સવારી કાઢીને ગામમાં ફરવા નીકળ્યા હતા. ખૂબ ધામધૂમથી સવારી આખા નગરમાં ફરીને રાજમહેલના મુખ્ય દરવાજે આવી. આ મહેલના દરવાજે ચેકી કરનારે દ્વારપાળ ખૂબ ચતુર હતો. તેને વિચાર થયે કે આ નવા રાજા અત્યારે તે શાંત દેખાય છે પણ ભવિષ્યમાં એ એના પિતાની જેમ ક્રોધી ને અન્યાયી ન બની જાય એટલે હું તેની અત્યારથી ચકાસણી કરી લઉં.
નવા રાજા હાથી ઉપરથી ઉતરીને રાજમહેલમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં પેલે દ્વારપાળ પ્રસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. આ રાજા નવાં હતા. હજુ તેને રાજ સત્તાને ગર્વ ન હતો. દ્વારપાળને રડતો જોઈને તેની પાસે આવીને નમ્રતાથી પૂછયું છે દ્વારપાળ ! હું રાજા બને તેથી આખા ગામના નગરજનોના દિલમાં આનંદ છે ને તું કેમ રડે છે ? શું હું રાજા થયો તે તને નથી ગમતું ? તું શા માટે રડે છે ? તે મને જલદી કહે. નવા રાજાનું વચન સાંભળીને રાજાના ચરણમાં પડીને દ્વારપાળ બ. સાહેબ ! આપ અમારા રાજા બન્યા તેને તે મને ખૂબ આનંદ છે. પણ આજે તમે સવારી લઈને આવ્યાં ત્યારે મને એક વાત યાદ આવે છે કે આપના પિતાજી જ્યારે મહેલમાં પધારતા હતા ત્યારે મને વિના અપરાધે બે-ચાર ચાબૂક જોરથી મારતાં હતા. આ સાંભળી નવા રાજા હસી પડયા ને બેલ્યા ભાઈ! એ સમય ગયો. મારા પિતાની જેમ મારે કોધ કરે નથી, ને પ્રજાને પીડવી નથી. હું તે ક્રોધને એવા સંદેશ પાઠવું છું કે : છે કેધને કહેજો આવે લઈ હથિયાર, ઢાલ ક્ષમાની રાખી મેં તૈયાર,
કઈ ગાળ દે, એને પ્યાર કરૂં, શક્તિ છતાં સમતા ધં,