________________
શારદા શિખર
૧૮૫ અમારિપડહ વગડાવ્યું હતું કે મારા રાજ્યમાં કેઈ જીવની હિંસા કરવી નહિ. જે હિંસા કરશે તેને શિક્ષા થશે. આ કારણથી માંસ વેચાતું બંધ થયું ને રેવતીને તે માંસ વિના ચાલે નહિ તેથી પિતાના પિયરમાંથી આવેલા ગોકુળની ગાયના તરત જન્મેલા બબે વાછરડાનો વધ કરીને પણ તેણે માંસાહાર ચાલુ રાખે.
બીજી બાજુ મહાશતકજી ભગવાન મહાવીરની એક વાર દેશના સાંભળીને બાર વ્રતધારી શ્રાવક બની ગયા. વહેપારને મર્યાદિત કર્યો ને પરિગ્રહ વધારો બંધ કર્યો. અને પૌષધશાળામાં બેસીને ધર્મધ્યાન કરવા લાગ્યા. છેવટે એક મહિનાનો સંથારે કર્યો. રેવતીના મનમાં થયું કે મારું સર્વસ્વ સુખ લૂંટાઈ જાય છે. તેથી એકવાર દારૂ પીને મસ્ત બનીને મહાશતકના મેળામાં આવીને બેસી ગઈ. પરંતુ મહાશતક ધ્યાનમાંથી જરા પણ ચલિત ન થયા. છેવટે સેવતી જેમ તેમ બેલીને ચાલી ગઈ.
ડા દિવસ પછી બીજીવાર રેવતી દારૂના નશામાં મસ્ત બનીને મહાશતક પાસે જઈ તેમનો ખોળો ખૂંદવા લાગી. ને જેમ તેમ બકવાદ કરવા લાગી. આ સમયે મહાશતકજીને અવધિજ્ઞાન થયું હતું. તેથી અવધિજ્ઞાનથી જાણીને મહાશતક બોલી ગયા. અરે રેવતી ! આવી ઉન્મત દશામાં તું ધ્યાનીનું ધ્યાન તેડાવવા માટે પ્રયત્ન કરી રહી છે. પરંતુ આજથી સાતમે દિવસે મરીને તારે પહેલી નરકે જવું પડશે. આ સાંભળી રેવતી ડરી ગઈ. ને આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવા લાગી.
ભગવાનને આ વાતની જાણ થઈ. સત્ય હોવા છતાં અપ્રિય બલવા માટે તેમને પ્રાયશ્ચિત આપવા ગૌતમસ્વામીને મોકલ્યા. ગૌતમસ્વામીએ આવીને મહાશતકને કહ્યુંતમને રેવતી ઉપર ક્રોધ આવવાથી તમે તેના માટે સત્ય હોવા છતાં અપ્રિય ભાષા બેલ્યા છે અને રેવતીના આર્તધ્યાન-રૌદ્રધ્યાનના નિમિત્તભૂત બન્યા છે. માટે ભગવાનની આજ્ઞાથી હું તમને પ્રાયશ્ચિત આપવા આવ્યો છું. મહાશતકજીએ તરત પ્રાયશ્ચિત લઈ લીધું. ને કાળ કરી પહેલા દેવલોકે દેવ બન્યા. જે આરાધક હોય તે પાપનું પ્રાયશ્ચિત તરત લે છે. ચૌદપૂવી લબ્ધી ધારી સાધુ પ્રશ્નની શંકા ટાળવા આહારક શરીર બનાવીને સીમંધરસ્વામી પાસે જાય. પ્રશ્ન પૂછીને આવે ને આલોચના કરે તે આરાધક. નહીં તો વિરાધક થઈ જાય. ભૂલને આંખ સામે રાખતાં શીખો. પ્રતિક્રમણ શુદધ ભાવપૂર્વક કરો જેમ જેમ અતિચાર બેલતા જાવ તેમ તેમ અંતરમાં પાપોનું પ્રાયશ્ચિત કરતા જાવ તે અનંતા કર્મોની નિર્જરા થશે.
બલરાજાને માનવજીવનની મહત્તા સમજાઈ છે. તેમને સાચી સમજણ આવી છે. તેથી સંયમ લેવા તૈયાર થયા છે. ___ "जं नवरं महब्बलं कुमारं रज्जे ठावइ जाव एकार संगवी बहूणि वासागि ___ सामण्णं परियाय पाउणित्ता जेणेव चारु पव्वए मासिएणं भत्तेणं सिध्धे".