________________
૧૮૪
શારદા શિખર કરતાં આવડતી નથી તેવા કળીએ નંગ લઈને જેવા માંડયું. અને કહ્યું કે ઝવેરી તે નંગને સૂર્યના તેજ જેવું તેજ કહે છે પણ દિવાસળી જેટલું ય અજવાળું નથી. બીજા એક ઝવેરીએ મતી લીધું ને કહ્યું કે પાણીને દરિયે છે તેથી તેની પાસે કેળી કપડું ભીંજાવા ગયે. પણ કપડું ભીનું થાય ખરું? ન થાય, જે હીરાના તેજને અગ્નિના તેજથી અને મોતીના પાણીને વરસાદના પાણી સાથે માપવા જાય તેને આપણે મૂર્ખ કહીએ તે રીતે જે મનુષ્ય ભૌતિક સુખ માટે ધર્મ કરે છે તેવાને મૂર્મો જ કહે ને? બીજી રીતે સમજાવું. જેમ કળીને હીરાનું તેજ અને મોતીનું પાણી એ કહેનાર છેટે લાગે તેમ જે પગલિક દષ્ટિએ ધર્મ જેવા જાય તેને ધર્મ હંબક લાગે છે. આરંભાદિક માર્ગે વળેલાને સદ્ગુરૂઓ સમજાવવા જાય છતાં ધર્મ ન ગમે. મોતીની કિંમત જુદા જુદા પાણીને અંગે છે, હીરાની કિંમત જુદી જાતના તેજના કારણે છે નહીં કે અગ્નિના તેજના કારણે. તેમ ધર્મની કિંમત આત્મકલ્યાણના કારણે છે. જેની દષ્ટિ આત્મકલ્યાણ તરફ ગઈ નથી કે આત્મકલ્યાણ કરવાની ભાવના થઈ નથી તેવા માટે ધર્મ નકામે છે. જ્યારે આત્મા જાગે છે ત્યારે ધર્મના રક્ષણ ખાતર ગમે તેવા કષ્ટ આવે તે પણ સમભાવે સહન કરી લે છે.
સિધાંતમાં શ્રાવકની વાત આવે છે. મહાશતક એક શ્રાવક થઈ ગયે. જેને ત્યાં ધનની કોઈ સીમા ન હતી. ૨૪ કોડ સેનૈયાની મિલ્કત તેમની પાસે હતી. તેમાંથી આઠ કોડ સેનૈયા ધરતીમાં રાખ્યા હતા. ૮ કોડ વહેપારમાં અને ૮ કોડ ઘર વખરામાં રાખ્યા હતા. આજે તે કેવી સ્થિતિ છે ! હુંડીયામણ ૧ લાખનું ને ધંધે પાંચ લાખને. કરોડો રૂપિયાના વહેપાર ખેડતા હોય પણ પાસે મુડી ન હોય. પરંતુ મહાશતકજી પાસે એવું ન હતું. તેમણે ૨૪ કોડ મિલ્કતના ત્રણ ભાગ પાડયા હતા. તે ઉપરાંત તેમની બાર સ્ત્રીઓ એક એક કોડ સોનૈયા ને એકેક ગોકુળ જેટલી ગાયે લાવી હતી. તેરમી સ્ત્રી ૮ કોડ સોનૈયા ને ૮ ગોકુળ ગાયે લાવી હતી. ૧૩ સ્ત્રીઓમાં રેવતી મુખ્ય પત્ની હતી. રેવતી બે થઈ છે. પણ ભગવાનને કેળાપાક વહરાવ્યું તે રેવતીની આ વાત નથી. પણ મહાતકજીની પત્ની રેવતીની વાત છે. આ રેવતી ખૂબ વિચિત્ર હતી. તે માંસાહારી અને ભેગમાં લુખ્ય બનેલી હતી. તેને થયું કે મારી આ બારે ય શોક મારા સુખની આડે આવે છે. તેથી તેણે ગુપ્ત રીતે છ શેક્યને શસ્ત્રથી અને છ ને ઝેર આપીને મારી નાખી. એક સ્ત્રી જાતિ હોવા છતાં તેણે કેટલું વિષમ પાપ કર્યું! જ્યારે જીવ વિષયમાં રાચતે થાય છે ત્યારે એ સાન અને ભાન ગુમાવી બેસે છે. મહાશતકજીને ખબર પણ પડી નહિ કે આ બાર સ્ત્રીઓનો વધ કોણે કર્યો છે ?
મહારાજા શ્રેણકે ભગવાનને ઉપદેશ સાંભળીને પિતાના રાજ્યમાં અહિંસાને