________________
૧૭૬
શારદા શિખર પૂ. શામજી સ્વામીનું જીવન સંયમ–તપ-ત્યાગથી ભરપૂર હતું. “કુલ ગયું ને ફોરમ રહી ગઈ.” તેઓ જીવન જીવીને ચાલ્યા ગયા. જીવન તે ઘણું જીવીને જાય છે પણ કંઈ બધાને યાદ કરતા નથી. પણ જેમણે જીવન જીવી જાયું છે તેમને યાદ કરીએ છીએ. પૂ. શામજી સ્વામીને જન્મ ક્યાં થયે હતું, તેમણે કે સંયમ પાળ્યો, તેમના જીવનમાં શું વિશેષતાઓ હતી તે જોઈએ. કચ્છમાં રાપર તાલુકે છે. રાપર તાલુકામાં સઈ નામનું નાનકડું ગામ છે. તે પૂ. શામજી સ્વામીની જન્મભૂમિ છે. તે પવિત્ર ભૂમિમાં સંસારમાં લપસવા નહિ પણ સ્વ-પરને ઉધ્ધાર કરવા સંવત ૧૯૩૪ ના મહા સુદ ૧૨ ના માંગલિક દિવસે નવલબહેન માતાની કુક્ષીએ જન્મ લીધે. પિતાજીનું નામ લક્ષ્મીચંદભાઈ હતું. ત્રણ ભાઈ અને એક બહેન હતા. તેમનું નામ શામજીભાઈ પાડવામાં આવ્યું. તેઓ બાલપણમાં ખૂબ તોફાની હતા. ચપળ હતા. તેમને શાંત બનાવનાર ગુરૂનો ભેટે કેવી રીતે થયો?
શામજીભાઈ વહેપાર અર્થે કચ્છ છોડીને મોરબી ગયા. ત્યાં ગયા હતા ગેળ ખરીદવા પણ શું લઈ આવ્યા ? ગોળ ખરીદ કર્યા પછી ખબર પડી કે અહીં મંગળજી સ્વામી અને કરસનજી સ્વામી બિરાજે છે. એટલે ગોળ એક ઠેકાણે મૂકીને દર્શન કરવા ગયા. પૂ. મંગળજી સ્વામીના દર્શન કર્યા. તેમને જોતાં પૂર્વને સંસ્કાર જાગૃત થયા. અંદરથી અવાજ આવ્યો કે હે આત્મા ! તારે શું કરવું છે ? સંસારમાં રહેવું છે કે સંયમ લે છે? સંસારનું સુખ ક્ષણિક છે ને સંયમનું સુખ શાશ્વત છે તે મારે સંયમ લે છે એ નિર્ણય કરીને ઘેર આવ્યા. માતા-પિતાને વાત કરી કે મારે દીક્ષા લેવી છે. હવશ માતા-પિતાને ખૂબ દુઃખ થયું કે અહો ! આપણે દીકરે દીક્ષા લેશે ? એના સંયમના ભાવને દબાવવા માતા-પિતાએ કાઠામાં પૂરી દીધા. એક દિવસ ગયે, બીજો દિવસ ગયે, પાસે જઈને પૂછે છે બોલ શામજી ! તારે શું વિચાર છે ? શામજીભાઈ કહે તમારી સો વાત ને મારી એક વાત મારે દીક્ષા લેવી છે. ત્રીજે દિવસે પણ પૂછયું. ત્યારે કહ્યું–તમે મને કેડારમાંથી કાઢે યા ન કાઢે પણ મારે નિશ્ચય દઢ છે. પુત્રની મકકમતા જોઈને માતા પિતાને આજ્ઞા આપવી પડી. માતા-પિતાની આજ્ઞા મળતાં પૂ. મંગળજી સ્વામી પાસે જઈને અભ્યાસ કરવા લાગ્યા. છેવટે ૧૯૫૦ની સાલમાં વૈશાખ વદ દશમને સોમવારે કચ્છમાં આવેલા અંજાર શહેરમાં પૂ. ગુરૂદેવે મંગળજી સ્વામી પાસે દીક્ષા લીધી. ને અમારા ગુરૂ બની ગયા. દીક્ષા લીધા પછી એક જ લક્ષ હતું કે જલ્દી મારા કર્મો ખપાવીને શાશ્વત સુખ પ્રાપ્ત કરું, જ્ઞાન મેળવવાની ખૂબ ધગશ હતી. જ્ઞાન લેવા માટે હોડ કરતા.
જ્ઞાન મેળવવા હૈડા હેડમાં, ખીલે નિત્ય નવા નવા કોડમાં, લેતા શાસ્ત્ર સૌરભ, અજોડ આરાધના...વંદન શ્યામ ગુરૂદેવને સંયમ સાધના, વિરલ આરાધના...વંદન શ્યામ ગુરૂદેવને,