________________
શારદા શિખર
૧૮૧
હા, પેઢી ચાલે છે ને વહીવટ ફલાણા ભાઈને સાંખ્યા છે. ત્યારે તે ભાઈ કહે તમે કાઈ દિવસ સરવૈયું તપાસ્યું છે ખરું? ના, ભાઈ. તે તરફ મેં દૃષ્ટિ પણ કરી નથી. તા ધંધાની જોખમદારી તમે રાખા છે ને તેને જોતા પણ નથી ? જે ધંધો આપણા છે, જેની જોખમદારી આપણા માથે તે જોઈએ કે નહિ ? જરૂર જોવા જોઈએ. આ ભાઈના કહેવાથી તે છે.કરાએ ચાપડા ખેાલ્યા, જોયુ તે જેને રૂ. ૮૦૦૦ ધીર્યાં હતા તે માનવીનું નામનિશાન પણ નથી. સત્તર-અઢાર હજાર રૂપિયા ધીરેલા છે તે માણસ રાજ આવે–જાય, વાતચીત કરે પણ અત્યારે જેટલા રૂપિયા ધીર્યાં છે તેટલા નળીયા પણ તેને ઘેર નથી. હવે શું કરવું ? દશ હજાર રૂપિયા છે તેનું નામ તપાસ્યું તે તે માગે તેા તરત મળે. પણ સ્થિતિ એવી છે કે એકેક ગામમાં એકેક રૂપિયે છે એમ દશ હજાર છે. મુનિમ રાખી ખર્ચ કરે તે તે રકમ મળે તેમ છે. પણ એક રૂપિયા ખરચે તે એક રૂપિયા મળે. હવે આ વહેપારીની સ્થિતિ શી ? મુડી ભેગી કરવા મથે તેા પણ મળી શકે ખરી ? ના. આ ન્યાય આપણા ઉપર ઘટાવવા છે.
અત્યારે આપણું આયુષ્ય લગભગ ૧૦૦ વર્ષનું હાય છે. કદાચ કોઈનું વધારે હાય પણ આપણે ૧૦૦ વર્ષનો હિસાખ લઈ એ. ૧૦૦ વર્ષના દિવસ કેટલા ? ૩૬૦૦૦ થાય. જન્મ પછી દોઢ-એ વર્ષે ખેલતા થયા. તે સમયે ધર્મનું કે વહેપારનું કંઈ જ્ઞાન ન હતું. પછી ૧૫-૨૦ વષઁના થયા ત્યારે ખ્યાલ આળ્યે હું મનુષ્ય છું, હું જૈન ધર્મ પામ્યા છું. આ મારું ને આ તારું. આ મારા પિતાનું ઘર છે. એવા ખ્યાલ આવ્યે પણ તે પહેલાં સાત-આઠ હજાર દિવસે ગયા તે તા ગયા. અને ૫૦ વર્ષ પછીના જે દિવસેા તે દેખાવના, માત્ર ગણતરીનાં પણ કમાણીના નહિ. પછી જ્ઞાનાભ્યાસ કે શાસનની સેવા શું કરી શકે ? વચલા દશ હજાર દિવસ રહ્યા ૨૦ વર્ષોથી ૫૦ વર્ષ ની ઉંમર વચ્ચે ૩૦ વર્ષ` આવે. તે વર્ષે વિષય ભાગના સુખમાં કાઢયા. તે સુખના પરિણામે સાચા સુખનું નળીયું પણ મળવાનું નથી. ઉલ્ટુ શુ મળશે ?
जहा किम्पाग फलाणं, परिणामो न सुन्दरो । एवं भुत्ता भोगाणं, परिणामो न सुन्दरो ॥
ઉત્ત. સૂ, અ. ૧૯ ગાથા ૧૭
ક્રિપાક વૃક્ષના ફળ દેખાવમાં, ખાવામાં સ્વાદિષ્ટ ને મધુર છે પણ તે ખાવાથી જીવ અને કાયા જુદા થઈ જાય છે. તે રીતે ભાગમાં પડેલાને ખખર નથી કે હું જે કામલેાગ ભાગવું છું તેનું પરિણામ સારું નથી. અર્થાત્ તેની પાછળ દુઃખ ઉભેલું છે. આ રીતે વચલા ૩૦ વર્ષો સંસાર સુખમાં વીત્યા કે જેની પાછળ કંઈ નફા તે ન થયા પણ પરિણામમાં ખેાટ આવતી ગઈ. તે ૩૦ વર્ષ માં પણ એક સાથે એ દિવસ લેવા માંગે તેા મળે ખરા ? ન મળે. એક દિવસ જાય પછી બીજો આવે. શાહુકારાને ઘેર ગામમાં ૧૦,૦૦૦ રૂ. છે પણ એક ખર્ચા તા એક મળે. તેથી તેને