________________
શારદા શિખર
પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં રહી શાસ્ત્રનું ગૂઢ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. તેમણે ઘણું જ્ઞાન મેળવ્યું. જ્ઞાનની સાથે તપ પણ અજોડ હતા. ઘણાં જ્ઞાન ભણે પણ તપ ન કરી શકે ને તપ કરે તે જ્ઞાન ન ભણી શકે. પૂ. શામજી સ્વામીના જ્ઞાન સાથે તપ અજખ હતા. એક દિવસ ચૌવિહારા ઉપવાસ ને ખીજે દિવસે એકાસણું કરતા. એકાસણામાં ફક્ત છાશનુ પાણી વાપરતા હતા. આઠમ-પાખીના છઠ્ઠું કરતા ને પારણાને દિવસે માત્ર પાંચ દ્રવ્ય વાપરતા. આવેા તપ, જ્ઞાન અને સેવાને પણ અજોડ ગુણ હતા. પાતાને અવકાશ મળે ત્યારે સારા પુસ્તકાનું લેખન કરતા. દરેક પુસ્તકમાં પૂ. મંગળજી સ્વામીનું નામ લખતા હતા. નાનકડી પેાથી ઉપર પણ મંગળપાથી લખતાં. આ રીતે ખૂબ સુંદર સંયમનું પાલન કરતાં કચ્છ, મારવાડ, કાઠીયાવાડ, ગુજરાત દરેક સ્થળે વિચરીને ભવ્ય જીવેાને ખૂબ લાભ આપ્યા છે. તેઓ ૧૧ થી ૧૨ ઠાણાનું ગ્રુપ હતું. તેમાંથી એક પછી એક સાથીઓએ વિદાય લીધી. વૃધ્ધાવસ્થાને કારણે તેઓ રૂપચંદ્રજી સ્વામી સાથે લીંબડીમાં સ્થિરવાસ થયા. પૂ. વેલમાઈ સ્વામી અને પૂ. માણેકબાઈ સ્વામી શિષ્યાઓને તેમની સેવામાં અવારનવાર મોકલતા હતા. એક દિવસ તે પડી ગયાને ફ્રેકચર થયું, વેદના ખૂબ થતી પણ શાંતમૂર્તિ ગુરૂદેવ સમતા ભાવે સહન કરતાં. થોડા દિવસ પછી સારું થયું. સૌને લાગ્યુ કે ગુરૂદેવને સારુ છે હવે વાંધા નહિ આવે. આપણે ધારીએ છીએ જુદુ ને થાય છે જુદું. અચાનક પૂ. ગુરૂદેવને હાર્ટ એટેકનો હુમલા આવ્યેા. પૂ. ગુરૂદેવ અંદરથી જાગૃત ખની ગયા કે હવે હું ખસું તેમ નથી. આજુબાજુમાં સમાચાર પહેાંચી ગયા કે પૂ. શામજી સ્વામીની તમિયત ખરાખર નથી, સાધુસાધ્વીજી નજીક હતા તે પહેાંચી ગયા. પોતે અનશન આદરી દીધું હતું. પોતાના શિષ્યવૃંદને કહે કે નવકારમંત્રનો જાપ ચાલુ રાખા, સૌની વચ્ચે અપૂ સમાધિમાં પૂ. ગુરૂદેવે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. સારા એ જૈન સમાજને આવા ગુણીયલ ગુરૂવ`ની ખાટ પડી છે. તે ખાટ પૂરાય તેમ નથી. તેમના પરિવારમાં અત્યારે ૫૦ મહાસતીજીએ અને ૨૫ વૈરાગી બહેનો છે. આજના પવિત્ર દિને એ પ્રાના કરુ છું કે તે ગુરૂદેવના જેવું આત્મખળ મળે, દઢ સંયમ, અને તપ તથા જ્ઞાનમાં આગળ વધીએ એવી આશા સહિત પૂ. ગુરૂદેવને શ્રધ્ધાંજલી અપુ॰ છું. એવા ગુણીયલ ગુરૂદેવના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે.
પૂ. કૌશલ્યાબાઈ મહાસતીજીનું પ્રવચન
પ્રિય આત્મ બંધુએ, સુશીલ માતાએ ને બહેનો !
૧૭
આજે પૂ. છગનલાલજી મહારાજ સાહેખની તથા પૂ. શામજી સ્વામીની પુણ્યતિથિ છે. તે પુણ્યાત્માઓનુ સ્મરણ કરવા શ્રમણી વિદ્યાપીઠમાંથી સતીવૃંદ
૨૩