________________
૧૪૬
શારદા શિખર હદય સુધી નથી પહોંચ્યો ત્યાં સુધી કમ ઉભા રહેવાનાં. પણ હજુ વીતરાગ વાણીનું મૂલ્ય છ સમજ્યા નથી વધુ શું કહું ?
જૈન ધર્મમાં એકેક ક્રિયાઓ મૂલ્યવાન છે. શ્રેણીક રાજા જેવા મહારાજા હાલી ચાલીને એક નાનકડી ઝૂંપડીમાં રહેનાર પુણીયા શ્રાવકને ઘેર એક સામાયિકનું ફળ લેવા માટે ગયા. શ્રેણીકને જોઈને પુણીયા શ્રાવકે કહ્યું મહારાજા ! મારું શું કામ પડયું કે આ રંકની ઝુંપડીએ આપને આવવું પડયું ? સમાચાર મોકલાવ્યા હતા તે હું આવી જાત. ત્યારે રાજા કહે. શ્રાવકજી ! હું આપની એક સામાયિકનું ફળ લેવા આવ્યો છું. પુણીયો શ્રાવક કહે છે સામાયિકનું ફળ કેટલું તે મને ખબર નથી. ત્યારે રાજા કહે છે મારે મફત નથી જોઈતું. મૂલ્ય આપીને લઈશ. ત્યારે શ્રાવક કહે છે સાહેબ! મને મૂલ્યની ખબર નથી. આપને જેમણે એક સામાયિકનું ફળ લેવા મેકલ્યા હોય તેમને પૂછી લેજો કે સામાયિકનું મૂલ્ય કેટલું ? પણ એટલું તે જરૂર કહું છું કે તમારા ભંડાર સહિત રાજ્ય આપી દે તે પણ સામાયિકનું મૂલ્ય ચૂકવી શકાય નહિ. તમે જે મૂલ્ય આપવા માંગો છો તે અનિત્ય છે ને સામાયિકનું સુખ નિત્ય છે. અનિત્ય ચીજની સાથે નિત્યને સદો થાય ? ના. જેમ કોઈ માણસ ઝવેરીને એમ કહે છે કે હું તમને ગુણ ભરીને ઘઉં આપી જાઉં, તેના બદલામાં મને એક નાનકડો હીરે આપજે. તે શું ગુણી ઘઉંથી હીરે ખરીદી શકાય ? ના. તે ભૌતિક સુખની સામગ્રી રૂપી ઘઉંની મોટી ગુણીના બદલામાં હીરા કરતાં પણ અમૂલ્ય સામાયિકનું ફળ આપી શકાય ? તમે જ વિચાર કરે. પુણીયા શ્રાવકને જવાબ સાંભળીને ચાર બુદ્ધિના ધણી શ્રેણીક રાજા સજજડ થઈ ગયા. કંઈ જવાબ આપી શકયા નહિ. ટૂંકમાં ધર્મની કઈ પણ ક્રિયા શુધ્ધ ઉપયોગ ને ભાવપૂર્વક કરાય તે ક્ષણે ક્ષણે કર્મની નિર્જરા થાય છે. વસ્તુ સારી હેય પણ પાત્ર બરાબર ન હોય તે સારી ચીજ બગડી જાય છે. જેમ ખટાશવાળા વાસણથી દૂધ.
બંધુઓ ને બહેન ! આ ધર્મસ્થાનક ઉત્તમ છે. શાંતિ આપનાર છે. પણ અહીં આવીને પરની પંચાતે અને પરની નિંદા કરી તે શું થાય ? પાપ જ ને? હું તો તમને કહું છું કે તમે અહીં આવીને વાત કરે તે આત્માની કરો. ઘરની નહિ. સાંભળો તે એક વીતરાગ વાણી સાંભળો પણ કોઈનું ખરાબ સાંભળશે નહિં. સ્વનિંદા કરવાથી જીવને શું લાભ થાય છે? निंदणयाएणं भंते जीवे कि जणयइ ? निंदणयाएणं पच्छाणुतावं जणयइ पच्छाणुतावेण विरज्जमाणे करणगुणसेढि पडिवज्जइ, करणगुणसेढि पडिवण्णेयणं अणगारे माहणिज्ज कम्मं उग्धांएड् ॥
ઉત્ત-સૂ-અ-૨૯ સૂત્ર ,