________________
૧૪૮
શારદા શિખર સત્કાર્ય–દાન-પુણ્ય કર્યા હશે તેનું આ બધું ફળ છે, પણ આ ભવમાં નહિ કરું તે પરભવમાં મારું શું થશે ? આ સુખ મને છોડીને ચાલ્યું જાય તેના કરતાં હું તેને છોડીને ચાલ્યો જાઉં. આ વિચાર થતાં સવારમાં એના ધર્મની દીક્ષા અંગીકાર કરી પહાડ ઉપર ચાલ્યા ગયે. છઠ્ઠને પારણે છઠ્ઠ એમ ૬૦,૦૦૦ વર્ષો સુધી તપ કર્યા, પણ એણે પરભવના સુખની ઈચ્છાથી તપ કર્યા હતા એટલે એના તપને બાલતપ કહ્યો છે.
ટૂંકમાં તે અન્ય ધમી હતો છતાં પરભવને વિચાર આવતાં સંસાર છોડીને સાધુ બની ગયે. પણ તમને તે પરભવને વિચાર પણ આવતે નહિ હોય. બસ દીકરાના દીકરા ખાય તેટલું ધન ભેગું કરી લઉં. તમને આ એક જ લગની છે. પણ આ તમારા દીકરા તમને કેટલું સુખ આપશે એ તે પુણ્યાધીન છે. આ ભવમાં સુખી થવું હોય તે જીવનમાં ધર્મ જોઈશે. તમે ધર્મ કરે ને સંતાનોને ધર્મના સંસ્કાર આપે તે તમે સુખી થશે. પણ જે ધર્મને નહિ સમજ્યા છે તે સંસારમાં આગ ફાટી નીકળશે. પુણ્યનો યોગ હશે તે સંતાનો મા-બાપને સાચવશે પણ પુણ્ય ખલાસ થશે ત્યારે છતાં પૈસે મા-બાપને રડવાનો વખત આવે છે. આ સંસાર ભડભડતી આગ જેવો છે. એક દષ્ટાંત આપીને સમજાવું. | મગનલાલ નામનાં એક શેઠ ઘણું સુખી હતાં. ગરીબાઈમાંથી મજુરી કરતાં ઊંચે આવ્યા હતા, ધન ખૂબ કમાયા. પેઢી સારી જમાવી હતી. સમાજમાં પણ મગનભાઈનું સારું માન હતું. પુદયે પૈસે ખૂબ હતો પણ મમતા જીતવી ખૂબ કઠણ છે. શેઠને પૈસાની ખૂબ મમતા હતી. કરકસર ખૂબ કરતાં. શેઠને એક દીકરો હતો. તેનું નામ સુરેશ હતું. સુરેશ મોટે થયે. શેઠે તેને ભણાવ્યો. તે બી. કેમ. પાસ થયા. શેઠે એને પરણાવ્યું. પછી દીકરાને દુકાનમાં બેસાડે. સુરેશ બી. કોમ. ભણેલે અને ખૂબ હોંશિયાર હતે. એનું મગજ કેઈ એર હતું. શેઠ મનમાં માનતાં હતાં કે હવે દીકરો ભેટો થઈ આવ્યા છે એટલે વધારે મટે વહેપાર ખેડીશું, ને મને શાંતિ મળશે પણ ભાવિમાં કઈ જુદું સર્જાયું હતું. સુરેશ ધંધામાં લાગી ગયો. ધીમે ધીમે તેણે બધી લગામ હાથમાં લઈ લીધી. પિતે વહેપારમાં પ્રવીણ બની ગયું હતું પણ એને એના પિતાની કેટલીક રીતભાત ગમતી ન હતી. મગનભાઈ સુરેશને કહેતાબેટા ! દુકાનનું દરેક કામ આપણને હાથે કરી લેતાં આવડવું જોઈએ. નોકર ન હોય તે પરવશ ન બની જવાય. ગાડીઓને તલ કરાવવા કે ગોડાઉનમાં માલ ઉતારવા માટે પણ આપણે જાતે જવું. નોકરના ભરોસે કામ કરવું નહિ. આ રીતે હિતા શિખામણ આપતાં પણ સુરેશને આ ગમતું નહિ. સુરેશ આધુનિક પધ્ધતિને માણસ હતો. એટલે સો રૂપિયાને પગારદાર માણસ જે કામ કરી શકે તેમાં પિતાને કાઈ રહેવું પડે તે તેને ગમતું નહિ. નામાના લાંબા ચોપડા અને ચામડાના પૂંઠામાં હાથે