________________
શારદા શિખર
૧૭ હે ભગવાન ! આમનિંદા કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે ભગવાન કહે છે ગૌતમ ! આત્મનિંદા કરવાથી પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ થવાથી વરાગ્યવંત બનીને ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરે છે. ને ક્ષેપક શ્રેણીવાળો જીવ મેહનીય કર્મને નાશ કરે છે. આત્મનિંદા કરવામાં આવે મહાન લાભ થાય છે ને પરની નિંદા કરવાથી કર્મબંધન થાય છે. આત્માને ઉજજવળ બનાવ હોય તે એકેક ગુણને અપનાવતા જાઓ ને દોષને દફનાવતા જાઓ. જીવનમાંથી એકેક દેષને દૂર કરતા રહે તે એક દિવસ આપણે આત્મા ગુણની ખાણ સમાન બની જશે.
જેના જીવનમાં ગુણો ભરેલાં છે તેવા ગુણોની ખાણ સમાન ધર્મઘોષ મુનિ ૫૦૦ શિષ્યાના પરિવાર સહિત ઈન્દ્રકુંભ ઉદ્યાનમાં પધાર્યા છે. વીતશેકા નગરીના મહારાજા તેમના દર્શને ગયા. વાણું સાંભળી ને તે હૃદયમાં ઉતરી ગઈ. વીતરાગ વાણીને ટહુકાર તેમના અંતર સુધી પહોંચે એટલે વિષય-કષાયના સર્પો પલાયન થઈ ગયા. અને તેમને સમજાઈ ગયું કે આ સંસાર સળગતે દાવાનળ છે. આધિ-વ્યાધિ ને ઉપાધિને ઉકરડે છે તે મતલબનું મેદાન છે. સાચું સુખ તે ત્યાગમાં છે. આ સંતે પાસે કાંઈ નથી છતાં કેવા પ્રસનન છે, કેવા સમાધિમાં સ્થિર છે! સાચા સંત કોને કહેવાય ? જે શાંતિ પમાડે તે સંત. જે સંતને અંત લાવે તે સંત; જે ભવને અંત કરાવી ભગવંત બને અને બીજાને બનાવે તે સાચા સંત છે. જેમણે સંસારના નેહની ગ્રંથી તે કાપી નાંખી છે પણ રાગ-દ્વેષ-મેહ-ક્રોધ-માન -માયા-લોભ આદિ કષાયોની ગ્રંથી પણ કાપી નાંખી છે તે સાચા નિગ્રંથ છે, આવા સંતે આત્મ મસ્તીમાં એવા મસ્ત હોય કે એને આહાર કરવા ઉભા થવું પડે તે પણ તેની આંખમાં આંસુ આવી જાય ! અહો પ્રભુ ! મારા આત્માનો સ્વભાવ તે અનાહારક છે. હું હજુ એ દશાને પ્રાપ્ત કરી શક્યો નથી તે મારે આહાર કરે પડે છે ને ? આ કાયાને ટકાવવા માટે ખાવું પડે છે. આહાર છે તે નિહાર છે. હું અનાહારક દશાને કયારે પ્રાપ્ત કરીશ ને આત્માની અખંડ સમાધિ ક્યારે પામીશ? સાચે સંત આવું ચિંત્વન કરે.
બલરાજાએ વિતરાગ વાણી સાંભળીને નિર્ણય કર્યો કે હું ઘેર જઈને પુત્રને ગાદીએ બેસાડીને આત્મશાંતિ પ્રાપ્ત કરવા સંસાર છોડીને સંયમી બનીશ. બાલે, તમારામાંથી કેઈએ નિર્ણય કર્યો છે કે મારે દીક્ષા લેવી છે. તમે તે ઘણીવાર વીતરાગ વાણી સાંભળી. એમણે તે એક વખત સાંભળી હતી. તમારું હૃદય કેવું કઠેર છે કે વીતરાગ વાણીને આટલો વરસાદ વરસે છતાં ભીંજાય નહિ પણ યાદ રાખજો કે પૂર્વની કમાણી ખાઈ રહ્યા છે ને આ ભવમાં કંઈ કરતા નથી તે પરભવમાં શું થશે? ભગવતી સૂત્રમાં તામલી તાપસને અધિકાર આવે છે. એ જૈન ન હતું, એક રાત્રે તેની ઉંઘ ઉડી ગઈ. તે જાગૃત થયે ત્યારે તેને વિચાર આવ્યો કે પૂર્વભવમાં