________________
શારદા શિખર
૧૧ મળશે. ત્યાર પછી એવું ચિંતવે કે હું આ નિર્દોષ શુધ્ધ આહાર લઈ જઈને મારા મહાન ઉપકારી ગુરૂદેવ, પૂ. વડીલ સંતે, અભ્યાસી, તપસ્વી, બાલ, વૃધ્ધ બિમાર, નવદીક્ષિત વિગેરેની ભકિત કરવાને મને લાભ મળશે. તે મારા લાવેલા આહાર પાણી વાપરીને જે જ્ઞાન-ધ્યાન-આરાધના કરશે તેને લાભ પણ મને મળશે. બીજું આ ગૌચરી પાણીની નિર્દોષ ગષણા કરતાં મારા વીતરાય કર્મોને ક્ષય થશે. તેથી હું તપ-ત્યાગ અને વૈયાવચ્ચમાં વધારે ઉદ્યમ કરી શકીશ. અને ગૌચરી લેવા જતાં શારીરિક શ્રમ પડવાથી મારામાં સહિષ્ણુતાને ગુણ આવશે. પૂર્વે ભરત અને બાહુબલીના આત્માઓએ ૫૦૦-૫૦૦ સંતોની સેવાભકિત કરી હતી તે હું પાંચ સંતને આહાર પાણી લાવી આપવાની ભકિતનો લાભ ન લઈ શકું ? આવા ત્યાગી, સંયમી, પાપ રહિત, બ્રાચારી સાધુ મહાત્માઓની ભકિતને લાભ મહાન પુણ્યને ઉદય હોય ત્યારે મળે છે. તે આજે મને મારા પરમ સદ્ભાગ્યે આ સુવર્ણ અવસર મળ્યો છે. તે કાયાની કમળતા છેડીને મહાન નિર્જરાને લાભ લઈ લઉં.
આ મારે દેહ અસ્થિર છે તે અસ્થિર દેહથી સ્થિર ધર્મ થતો હોય તો પછી એનાથી બીજે માટે કે લાભ છે ? અનંતકાળથી સ્વાર્થનાં કામ તે મારા જીવે ઘણાં કર્યા. પણ સંયમી સંતને તેમની સંયમ સાધનામાં સહાયક થવાનું આ ભવ સિવાય બીજે ક્યાં મળવાનું છે ? તે પછી મારા આહાર–પાણી અને મારી સુખ સગવડનો વિચાર કરીને મારાથી કેમ બેસી રહેવાય? આહાર પાણી લાવ્યા પછી પણ મારા ભાગમાં જે આવે તે મારે એકલાએ વાપરવાનું નહિ પણ મારા પાત્રમાં જે સારી ચીજ આવી હોય તે પૂ. ગુરૂદેવ કે ગુરૂણીને આપવાની. પછી તપસ્વી, ગ્લાન અને નવદીક્ષિત સાધુઓને આપીને બાકીનું વધેલ પિતે વાપરવાનું. “સારું ભક્તિ માટે અને બાકીનું વધેલું મારા માટે આ રીતે હદયના ઉલાસપૂર્વક શુધ્ધ ભાવનાથી ગૌચરી પાણી લાવી બધાને વપરાવી એવી અનુમોદના કરો કે અહો! આજે મારે માટે ધન્ય દિવસ છે કે મને આવી ભકિતનો મહાન લાભ મળે. આ લાભ મને રોજ મળતું રહે તે કેવું સારું ? આ મારા વડીલ અને બીજાં સંતોએ મારા ઉપર મહાન અનુગ્રહ કરીને મારા લાવેલાં આહાર પાણીને સ્વીકાર કર્યો. તે બદલ તેમને મહાન ઉપકાર માનું છું. આવી ભાવના સહિત આહાર પાણી લાવે ને બધાને વપરાવે તે મહાન નિર્જરા કરે છે.
બંધુઓ ! સાધુ ગૌચરી જાય ત્યારે આવી ભાવના ભાવે છે. આ રીતે સંયમના દરેક કાર્યમાં સાધુ શુદ્ધ ભાવના પૂર્વક સંયમના કાર્યો કરે છે એટલે મહાન કર્મની નિર્જરા કરે છે. સંયમીનું એકપણ કાર્ય એવું નથી કે જેમાં કર્મબંધન થાય, અને તમારા સંસારનું એક પણ કાર્ય એવું નથી કે જેમાં કર્મનું બંધન ન થાય. તમારા સંસારમાં બાપ વૃધ્ધ થાય, કમાતે બંધ થાય એટલે તેની કેડીની કિંમત નહિ. બાપ માંદે થાય તે દીકરા સામું પણ ન જુએ. જો કે આ કેઈ એકાંતે વાત નથી કરતી. ૨૧