________________
શારદા શિખર વિદ્યુતપ્રભાને નખથી શીખ સુધી નિહાળી લીધી. તે તેમાં તેને આસમાન-જમીન જેટલું અંતર દેખાયું. અહે! કયાં અપ્સરા જેવી મારી વિદ્યુતપ્રભા ને આતે કાળી ઠીબરા જેવી છે. આ શું ? રાજા ગમગીન બની ગયા. અને મનમાં વિચાર છે કે જે આ વિદ્યુતપ્રભા હોય તે એને હમેંશને સાથીદાર એના મસ્તકે પેલે બગીચે કેમ નથી ? બગીચે ન જોયો એટલે રાજાને શંકા થઈ કે આ વિદ્યુતપ્રભા નથી. આમાં કંઈક કપટ લાગે છે. રાજાએ પૂછયું. વિદ્યુતપ્રભા ! તારી સાથે કાયમને માટે રહેનાર તારો બગીચે કેમ દેખાતો નથી ? ત્યારે પેલી સ્ત્રી કહે છે સ્વામીનાથ ! હમણાં એ બગીચાને મારા પિયર મૂકીને આવી છે. થોડા દિવસ પછી બોલાવી લઈશ. આ છોકરી એની માતા જેવી દંભી હતી. એટલે જવાબ આપવામાં ચતુર હતી. પણ રાજાને એના જવાબથી સંતોષ થયે નહિ. એની માતા માને છે કે દીકરી રાજાની રાણી થઈ. પણ અહીં રાજાને તેના ઉપર વહેમ પડે છે એટલે નવા નવા પ્રશ્નો પૂછે છે. છોકરી જેમ તેમ ઉત્તર આપે છે પણ પાપ કયાં સુધી છૂપું રહે? વાદળમાં ચંદ્ર છૂપ રહે, રૂએ લપેટેલી આગ છૂપી રહે તે પાપ છૂપું રહે. હવે વિદ્યુતપ્રભા કૂવામાં પડી છે. આ તરફ રાજાને સંતોષ થતો નથી. હવે પાપ કેવી રીતે પ્રગટ થશે ને વિદ્યુતપ્રભાનું કૂવામાં પડયા પછી શું થયું તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૭ અષાડ વદ ૧૦ ને બુધવાર
તા. ૨૧-૭-૭૬ અત્રે ઉપસ્થિત સતી મંડળ, સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
આજે ઘાટકોપર સંઘને આંગણે બે પવિત્ર પુરૂષની પુણ્યતિથિ ઉજવવા પવિત્ર દિન છે. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ અને પૂ. શામજી મહારાજ સાહેબ. બંને મહાન પુરૂષ હતા. આવા પવિત્ર સદ્દગુરૂદેવના ગુણલા ગાતાં આપણું હૃદય નાચી ઉઠે છે. તેનું કારણ શું છે? એ આપણું પરમ ઉપકારી પવિત્ર ગુરૂદેવે સંયમ લઈને ઉત્તમ સાધના સાધી સંસાર બંધનેને કાપી મેક્ષ તરફ પ્રયાણ કરવાને પરમ પુરૂષાર્થ કરીને જીવન જીવી ગયાં છે ને બીજા જીવોને પણ પ્રેરણા આપતા ગયા છે. એ સદ્દગુરૂના જીવનનું સ્મરણ કરતાં પહેલાં એક વાત વિચારીએ કે સાચા ગુરૂ કેને કહેવાય ?
સિધાંત મુજબની જેમની પ્રરૂપણું હાય, અને જે પંચ મહાવ્રતધારી હોય તે બધા સુગુરૂ છે. રાગ-દ્વેષાદિ અઢાર દૂષણથી રહિત વીતરાગ એવા શ્રીજિનેશ્વર દેવ એ આપણું ભગવાન છે. અને એમણે પ્રરૂપેલા આગમ મુજબ જેમની