________________
શારદા શિખર
૧૭૩ બંને મિત્રો ઘેરથી નીકળ્યા ને મારવાડમાં ગયા. ત્યાં તેમને પૂ. વેણીરામજી મહારાજ સાહેબને ભેટે છે. તેમણે કહ્યું-ગુરૂદેવ ! અમે બંને દીક્ષા લેવાના અભિલાષી છીએ. અમને દીક્ષા આપ. મહારાજે કહ્યું કે તમે તમારા માતા-પિતાની આજ્ઞા લઈને આવ્યા છે? તે કહે ના. આજ્ઞા લીધી નથી. અમે તો આ રીતે ભાગીને આવ્યા છીએ. ત્યારે મહારાજે કહ્યું-ભાઈ! સગા સ્નેહીની આજ્ઞા વિના અમારાથી તમને દીક્ષા દેવાય નહિ. આજ્ઞા વિના દીક્ષા આપું તે ચોરી કરી કહેવાય. માટે આજ્ઞાપત્ર લખાવી લો પછી દીક્ષા આપીશ. એટલે ત્યાંથી રવાના થયા ને અમદાવાદ ડોશીવાડાની પિળે આવ્યા. આ તરફ તેમના નીકળ્યા પછી ખંભાતમાં બંને મિત્રોની તેમના સગા વહાલાઓએ ખૂબ તપાસ કરાવી પણ ક્યાંય પત્તો ન લાગ્યો. તે સમયે ટેલીફેનની સગવડ ન હતી કે બીજે ગામ સમાચાર પૂછી શકાય. એટલે શેાધવા માટે માણસને મેકલ્યા. તે અમદાવાદમાંથી પત્તો મળે. બંનેને ખંભાત લઈ આવ્યા.
બંનેને માતા-પિતા તરફથી ખૂબ ધમકી અપાઈ” - છગનભાઈના બા-બાપુજી તે તેમને નાનપણમાં મૂકીને ગુજરી ગયેલા. કાકા-કાકીએ તેમને ઉછેર્યા હતા. બંને મિત્રોને ઘેર ખૂબ ઠપકે મને. ખૂબ દમદાટી આપી, એટલે સુંદરભાઈ તે પીગળી ગયા, પણ જેને વૈરાગ્ય દઢ છે તે ક્ષત્રિયકા બચ્ચા પીગળ્યા નહિ. કાકા-કાકીએ ખૂબ સમજાવ્યા ને કહ્યું કે તારી સગાઈ કરી છે તે કન્યાનું શું ? તે કહે છે હું બહેન કહીને ચુંદડી ઓઢાડી આપીશ. ત્યારે કાકા કહે છે આપણે તે ક્ષત્રિય છીએ. તારે વળી જૈન સાધુનો સંગ શે ? જૈન સાધુ તે મેલા ઘેલાં હેય છે. એના કરતાં આપણા ધર્મમાં દીક્ષા લે. તેમણે કહ્યું કે મેં જેને ગુરૂ માન્યા છે તે સાચા છે. હવે હું બીજે ક્યાંય દીક્ષા લેવા માંગતા નથી. તેમની તવ ને ઉત્કૃષ્ટ વૈરાગ્યની ભાવના જોઈને કાકા-કાકીએ દીક્ષાની આજ્ઞા આપી. એટલે સંવત ૧૯૪૪ ને પિષ વદ દશમના પવિત્ર દિવસે પૂ. હરખચંદ્રજી મહારાજ સાહેબ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને ગુરૂને અર્પણ થયા.
ગુરૂના સાનિધ્યમાં રહીને ખૂબ જ્ઞાનાભ્યાસ કર્યો, ને મહાન પ્રતાપી પુરૂષ થયા. જેમ જેમ જ્ઞાન વધતું ગયું તેમ તેમ જીવનમાં નમ્રતા, ક્ષમા આદિ ઘણું ગુણે પ્રગટ થયા. તેમણે ઠેર ઠેર વિચરી અન્ય ધમઓને જૈન ધર્મ પમાડે. વસે ગામમાં જૈનના દશ ઘર પણ નથી. ત્યાં તેમણે પટેલ, કાછીયા આદિને જૈન ધર્મ પમાડે. હજુ પણ તે લેકે માં જૈન ધર્મની પરંપરા ચાલી આવે છે. હિંદુ-મુસ્લીમ, પટેલ, શેખ, લુહાણું આદિ ઘણું માણસને ધર્મ પમાડે. પોતે શૂરવીર ક્ષત્રિય હતાં. શરીરનું બળ પણ સારું હતું. તેઓ વ્યાખ્યાન વાંચે ત્યારે સિંહની ગર્જના લાગતી. પૂ. ગુરૂદેવ એવા પ્રતાપી, તેજસ્વી ને ઓજસ્વી હતાં. તેમની વાણીમાં