________________
વ્યાખ્યાન ન. ૧૬ અષાડ વદ ૯ ને મંગળવાર
તા. ૨૦-૭–૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
પૂર્વના મહાન પુણ્યના પ્રભાવે આપણને જૈન ધર્મ જે સર્વોત્તમ ધર્મ મળે. છે. વીતરાગ ભગવાન જેવા જગત વત્સલ, અહિંસા મૂર્તિ મહાવીરસ્વામી ભગવાનને વારસો મળે છે. ત્યાગી, તપસ્વી, ઉપકારક, જીવ માત્રનું કલ્યાણ કરાવનારા એવા સાધુ મહાત્માઓને સત્સંગ મળે છે. દેવેને પણ દુર્લભ સામગ્રી યુક્ત ઉત્તમ માનવભવ મળે છે. તે બંધુઓ! લાડી-વાડી અને ગાડીના મેહમાં ક્યાં સુધી પડ્યા રહેશે? આ ભવમાં આ બધું પામ્યા છે તે તે પૂર્વભવની કમાણી છે. તે તો સાફ થઈ રહી છે. આવતા ભવે માટેનું ભાતું કયારે બાંધશે ? વર્તમાન ભવમાં સુકૃત્યો કરીને ભાતું નહિ બાંધે તે આવતા ભવમાં દુઃખી બનીને કરૂણ કલ્પાંત કરશે તે કઈ સાંભળશે નહિ. માટે સમજે. લક્ષમી ચંચળ છે. આયુષ્યને કઈ ભરોસો નથી. ભલભલા ચક્રવર્તિઓ, વાસુદે, રાજા-મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ પણ હાથ ઘસતાં ચાલ્યા ગયા છે. કાળરાજા તે મુખ ફાડીને બેઠા છે તે ક્યારે દેડીને આવશે તેની ખબર નથી. ભરયુવાન વયે પણ પુત્ર, પિતા, માતા-સ્વજને બધું મૂકીને જવું પડે છે. અઢળક લક્ષમીને સ્વામી પણ ખાલી હાથે જવાને છે.
ધર્મને મહિમા અલૌકિક છે.” : આ લેકમાં વૈમાનિક આદિ દેવકના ઉંચામાં ઉંચા સુખો અને ઉત્કૃષ્ટ એવું મોક્ષનું સુખ એ બંને ભાવ ધર્મના પ્રસિધ્ધ ફળ છે. ધર્મનું ફળ બે પ્રકારનું છે. અનંતર ફળ અને પરંપર ફળ, તેમાં ધર્મના અનંતર ફળમાં ભાવ ઐશ્વર્ય એટલે અનુકુળતા, ઉદારતા, પાપની નિંદા વિગેરે ગુણોને લાભ થાય છે અને રાગ-દ્વેષાદિને નાશ થાય છે. અને પરંપરા ફળમાં સારી ગતિમાં જન્મ છે અને ઉત્તમ સ્થાનની પરંપરાએ કરી મોક્ષની પ્રાપ્તિ થવી તે છે.
દેવલોકમાં ઉત્તમ રૂપની સંપત્તિ, સ્થિતિ વગેરેને ભેગ, નિર્મળ ઈન્દ્રીઓ, અવધિજ્ઞાન, ઉત્કૃષ્ટ ભેગનાં સાધન, દિવ્ય વિમાને, મનહર ઉધાન, સુંદર જલાશ, સૌંદર્યવંતી અપ્સરાઓ, રમણીય નાટક, નિપુણ સેવકે અને ઉદાર ભેગે આ બધું પુણ્યથી મળે છે. પુણ્યના વેગે દેવલેમાંથી ચવીને પણ આર્યદેશ ઉત્તમકુળ, જૈન ધર્મમાં જન્મ, સુંદર રૂપ, રેગ રહિતપણું, ઉત્તમબુધ્ધિ વિગેરે ધર્મથી પ્રાપ્ત થાય છે.
બંધુઓ ! આટલા માટે જ્ઞાની પુરૂષો કહે છે કે ધર્મ એ શ્રેષ્ઠ ચિંતામણી, ઉત્તમ કલ્યાણ સ્વરૂપ, એકાંત હિતકારક અને પરમ અમૃત છે. સાધુ અને ગૃહસ્થ બંનેને ઉપયોગી છે. ધર્મ તો પારસમણીથી પણ શ્રેષ્ઠ છે. અને સંસાર ભયંકર