________________
૧૫૮
શારદા ક્રિખર શરીર કરતાં ઘર સારું છે. કારણ કે જે ઘરમાં આગ લાગે કે ઘરમાં બીજે કઈ પણ ભય લાગે તે ઘરધણી ઘરની બહાર નીકળી જાય છે. અને ભય ચાલ્યો જાય એટલે પાછા ઘરમાં દાખલ થઈ શકે છે. તેમ શરીર ઘર હોત તે સારું પણ આ તે કેદખાનું છે, જેમાં પિતાની મરજી પ્રમાણે પેસવાનું કે નીકળવાનું નથી તેને ઘર કહેવાય? ના. જેની અંદર પારકા હુકમે પિસવાનું રહેવાનું અને નીકળવાનું છે તે કેદ કહેવાય. કેટે કહેલી મુદત મુજબ જેલમાં રહેવાનું, દાખલ થવાનું ને છૂટવાનું તેનું નામ કેદ છે. તેમ અહીં પણ કર્મરાજાના ઓર્ડર પ્રમાણે શરીરમાં દાખલ થવાનું, રહેવાનું અને બહાર નીકળવાનું. આવી રીતે તત્ત્વ દષ્ટિએ વિચારીએ તે આ શરીર તે કેદખાનું ને અશુચીનું કારખાનું છે. કારણ કે સારામાં સારા પદાર્થો ખાવા છતાં અશુચીમય થઈને બહાર આવે છે. એટલે અશુચીનું કારખાનું છે. પુણ્યનાં પિટલાં આપીને ખરીદેલું આ શરીર છે. છતાં આત્માને દુખ કરનાર છે. માટે હવે જો આવું દુઃખ ભોગવવું ન હોય, દુઃખને ડર લાગ્યું હોય તે નવા કર્મબંધન ન કરો ને જુના કર્મોને સમતા ભાવે સહન કરીને ખપાવી દે.
બંધુઓ ! ગત ભવમાં જીવે કર્મો બાંધ્યા છે તે અત્યારે ભોગવીએ છીએ. એ ભોગવતાં આર્તધ્યાન થાય તે જીવ નવા કર્મો બાંધે છે. જુના ભગવ્યાં તે નફામાં ગયા ને નવા ઉભા કર્યા. માટે જે આપણને દુઃખને સાચે ડર લાગતો હોય તે આવેલા દુઃખને સત્કાર કરીને તેને વિદાય કરે. અને નવા દુઃખને આમંત્રણ ન આપો. જુનાં કર્મો ઉદયમાં આવે એટલે દુઃખ પડે ને એ દુઃખથી જે આપણે ગભરાઈને હાયય કરીએ, આર્તધ્યાન કરીએ તે આપણે કર્મને કાઢવાને નહિ પણ નવાં કર્મોને બોલાવવાને ઉદ્યમ કરીએ છીએ. માટે સાવધાન બનીને હવે નવા કર્મો ન બંધાય અને આવું દુઃખ વારંવાર ન આવે તે ઉદ્યમ કરો. જે દુઃખથી ડરતાં હોય તે દુઃખના કારણભૂત શરીરને મેહ ન રાખે. એને ખવડાવે-પીવડા તે પણ આત્મસાધના કરી દુઃખથી મુક્ત થવાના હેતુથી કરે સાધુઓ શરીરનું પોષણ કરવા માટે આહાર કરતાં નથી. એ તે આ શરીરને એક ભાડૂતી મકાન માનીને ભાડું આપે છે. જે મકાનમાં પિતે રહે છે તે પડી ન જાય તે માટે તેને ઉભું રાખવા માટે આહાર આપે છે. બસ, એક જ વાત છે કે આ દેહમાં છું ત્યાં સુધી તેનો કસ કાઢીને કર્મના દેણાં પતાવી દઉં. ફરીને લેણીયાત લેવા આવે જ નહિ.
માનવ ભવની એકેક ક્ષણ અમૂલ્ય છે. લાખો કે કરોડ રૂપિયા આપવા છતાં માનવભવની એક ક્ષણ પણ ખરીદવાની કોઈનામાં તાકાત નથી. તે ક્ષણ કેટલી કિંમતી છે? કઈ એમ કહે કે તારી જિંદગી ધૂળમાં મળી ગઈ તે તેના ઉપર તમને ગુસ્સો આવે કે નહિ? પણ આ જિંદગીની ધૂળ જેટલી તમને કિંમત નથી. બધી વસ્તુની જેટલી કિંમત આંકી છે તેટલી તમે જિંદગીની કિંમત આંકી નથી. ઘી-તેલ-દૂધ