________________
૧૫ર
શારદા શિખર - બંધુઓ ! જૈન ધર્મ સો ટચના સોના જેવું છે. જે આ ભવમાં ને પરભવમાં સુખી થવું હોય તે ધર્મનું આચરણ કરે. ધર્મ એ સાચો મિત્ર છે. આ ભવમાં ને પરભવમાં જીવની સાથે રહેનારા હોય તે ધર્મ છે. માટે ધર્મના કામમાં પ્રમાદ ન કરે. ધર્મમાં વાયદો કરવાથી ફાયદો નહિ થાય. ધર્મનાં કામ રેકડેથી પતાવતાં શીખો. અને પાપના કામમાં વિલંબ કરે. આયુષ્ય અને આરોગ્યને કેઈ ભરે નથી. માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી. “સારા કાર્યમાં સો વિ ” એમ સમજ સારા કામમાં વિલંબ ન કરે. સુકૃત શીધ્ર કરવું. જ્યારે અંતરમાં ધર્મારાધના કરવાને ભાવ જાગે ત્યારે તે ભાવને તરત અમલમાં મૂકવે. કારણ કે આવેલા ભાવ જ્યારે ચાલ્યા જાય તેને ભરોસો નથી. એક તે ધર્મ સુકૃત્ય કરવાને દિલમાં ભાવ જાગ મુશ્કેલ છે પછી તેને ઉંઘાડી રાખે તે ખેલ ખતમ સમજ. માટે સુકૃત કરવાને ભાવ જાગે ત્યારે કાલે કરીશું એવો વિચાર ના કરો. કારણ કે એક ક્ષણ પછી શું થવાનું છે તે આપણે જાણતા નથી. માટે કોઈ વ્રત લેવાને, દાન દેવાને, શીયળ પાળવાને, તપ કરવાને, સામાયિક કરવાના કે દીક્ષા લેવાના ભાવ જાગે ત્યારે તરત તેને આચરણમાં મૂકો.
जरा जाव न पीडइ, वाही जाव न वढ्ढइ । વારિજિયા ન હાયન્તિ, તાવ ધર્મો સમાયો | દશ. સૂ. અ. ૮ ગાથા ૩૬
આ શરીર જરાથી જર્જરિત થયું નથી. ટી. બી, કેન્સર, લકવા જેવા રોગોથી ઘેરાઈ ગયું નથી અને પાંચે ઈન્દ્રિયે જ્યાં સુધી ક્ષીણ થઈ નથી ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લે. અવસર વીત્યા પછી પસ્તાવું પડશે. ધર્મ કરવાને અવસર વારંવાર મળતો નથી. માટે સમજી લેજો. પછી ગમે તેટલી ઈચ્છા કરશો તે પણ આ અવસર નહિ મળે. પાપ કરવાના અવતાર જીવને હલકા કુળમાંને હલકી જાતિઓમાં અનંતીવાર મળ્યા. પરંતુ જલ્દી ધર્મ કરી જન્મ મરણના ત્રાસથી છૂટવાને અવસર વારંવાર મળ મુશ્કેલ છે. માટે જ્ઞાની કહે છે કે-દેહમાળામાં આત્મા રૂપી હંસલો કીડા કરે છે ત્યાં સુધી સકલ દુઃખોને નાશક અને સકલ સુખેને સાધક
એવા વીતરાગ ધર્મની સાધના કરી લે. આવી ધર્મ કરવાની સામગ્રી અને સંગો ફરી ફરીને મળવા મુશ્કેલ છે. માટે પ્રમાદને ત્યાગ કરી ધર્મ કરવા કટિબધ્ધ બનો. જોરદાર પાવરથી એ ધર્મ કરે કે કર્મની જંજીરે તૂટીને જમીન દસ્ત બની જાય. અને આત્મા સદાને માટે કર્મશત્રુના ત્રાસથી મુક્ત બને.
બંધુઓ ! જે સમજીને ધર્મનું આચરણ નહિ કરે તે પિલા શેઠના જેવા બૂરા હવાલ થશે. શેઠે સંઘના ફાળામાં રૂ. ૧૦૦૧) લખાવી દીધા. પોતાની પાસે રાતી પાઈ નથી અને દુકાનમાં સર્વોપરિ સત્તા દીકરાની છે. હવે જે લખાવીને પૈસા