________________
વ્યાખ્યાન નં-૧૫ અષાડ સુદ ૮ ને સોમવાર
તા. ૧૮૭–૭૬ - ઘનઘાતી કર્મોની ઘટાને ત્યાગની કરવત વડે વિદારી અનંત જતિ સ્વરૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા પછી જે વાણ તેમના મુખમાંથી નીકળી તેનું નામ સિધ્ધાંત. ૩૨ સિદ્ધાંતમાં છઠું અંગ જ્ઞાતાજી સૂત્રના આઠમા અધ્યયનમાં ભગવતે ભરપૂર ભાવે બતાવ્યા છે. એ વાણી કેઈ છદ્મસ્થની નથી પણ વીરની વાણી છે.
આ છે વીરની વાણું, કરી આત્માની પિછાણી, સ્વસ્વરૂપની જ લે માણું તે મને સુખની ખાણી.
જ્ઞાની કહે છે હે ચેતન! જો તારે સુખ જોઈતું હોય તે આ ઉત્તમ માનવ ભવ પામીને વીતરાગ પ્રભુની વાણી સાંભળીને આત્મ સ્વરૂપની પિછાણ કરી લે. જેને આત્મસ્વરૂપની પિછાણ થાય છે તે અનંત સુખ મેળવે છે. વીતરાગ પ્રભુની વાણી સો ટચના સોના જેવી નક્કર ને સત્ય છે. જ્ઞાનીના એકેક વચનના મૂલ્ય કોઈ આંકી શકે તેમ નથી. કેઈ માણસ ગમે તે માટે વકતા હોય અથવા દ્વાદશાંગીને ભણેલે હોય છતાં તે જ્યાં સુધી છદ્મસ્થ છે ત્યાં સુધી તેનામાં ભૂલ થવાને સંભવ છે. પણ જ્યારે ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન થાય છે ત્યારે કઈ જાતની ભૂલ થવાને સંભવ નથી. હીરા ઘસાઈને તૈયાર થયા પછી તેને તપાસવાના સાધન દ્વારા તેને તપાસીને ચકાસણી થાય છે. સોનાને પણ સાચું છે કે ખોટું તે જોવા માટે કસોટીના પથ્થર ઉપર તપાસ કરવામાં આવે છે. એ કસોટીમાંથી પાર ઉતરે છે ત્યારે તેની કિંમત અંકાય છે. ભગવાને કેવળજ્ઞાન પ્રગટ કરતાં પહેલાં કેવી ઉગ્ર સાધના કરી ! કેટલી કસોટીમાંથી બહાર નીકળ્યા ત્યારે સફળતાને અંતે ઘાતની ઘટાને વિદારી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. પછી શું એ વચનમાં ખામી હોય? ના. આવા વીતરાગ પ્રભુની વાણી સાંભળ્યા પછી પુદ્ગલના એંઠવાડમાં જીવ રમણતા કરે નહિ, પણ પિતાના સ્વરૂપની પિછાણ કરે.
દેવાનુપ્રિયે! જો તમે સમજે તે આપણે આત્મા ચંદનના વૃક્ષ સમાન છે. ચંદન વૃક્ષનું જ્યાં વન હોય ત્યાં સુગંધ અને શીતળતા હોય છે. પણ ચંદન વૃક્ષ ઉપર ઝેરી સર્પોએ સામ્રાજ્ય જમાવ્યું છે. એટલે ત્યાં કોઈ મઝા માણવા જઈ શકતું નથી. પણ જે તે વનમાં એક મેર પહોંચીને માટે ટહુકાર કરે તે બધા સાઁ ભાગી જાય છે. કલ્યાણુમંદિરતે ત્રમાં સિદ્ધસેન દિવાકર પારસનાથ ભગવાનની સ્તુતિ કરતા બાલ્યા છે.