________________
શારદા શિખર
૧૪૩ બીજાને ઘર મંડાવી આપું છું અને હું ધમ છું આ રીતે ઘણુને પૂછયું. તેમાં બધાય પાપ કરીને ધમી કહેવડાવનાર ન હતા પણ થોડાં સાચા ધમી હતાં. તેઓ કહેવા લાગ્યા કે સાહેબ! આપનું ફરમાન હતું એટલે અમારે આવવું પડ્યું. બાકી ધર્મ એ દેખાડવાની વસ્તુ થોડી છે? ધર્મ તો અંતરમાં વસેલો હોય. હું ધમી છું તેનો બિલ્લો લગાડવાની ન હોય. હીરાના મૂલ્ય ઝવેરી આંકી શકે છે તેમ જ મનુષ્ય ધમષ્ઠ છે તેને કેઈને કહેવા જવાની જરૂર પડતી નથી. એના ગુણેથી પરખાઈ આવે છે.
શ્રેણીક રાજા અને અભયકુમારે જોયું તે પાપ કરીને પશ્ચાતાપ કરનાર શેડાં નીકળ્યા. સાચા ધમી એાછાં છે ને અધર્મ–પાપ કરીને પિતાને ધમ કહેવડાવનારની સંખ્યા વધારે છે. શ્રેણીક રાજાએ અભયકુમારને કહ્યું–બેટા! તારી વાત સાચી છે. આવા અધર્મ–પાપ કરીને છૂપાવનાર પાપીનું શું થશે ? પાપને પાપ અને ધર્મને ધર્મ જેમ હોય તેમ યથાર્થ રીતે માનવું તે સાચી સમજણ. અને અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ માનો તે મિથ્યાત્વ છે. જે ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજીને તેનું આચરણ કરે છે તે સાચે ધમી છે. - દેવાનુપ્રિયે ! આ દષ્ટાંત ઉપરથી એ સાર ગ્રહણ કરજો કે જે તમારાથી પાપ થયું હોય તે છૂપાવશે નહિ, પાપને કબૂલ કરી પશ્ચાતાપ કરીને તેનું પ્રાયશ્ચિત લેજે ને ફરીને નવું પાપ ન થાય તેને ખ્યાલ રાખજે. ને પાપભીરૂ બનજો. પાપભીરૂ બન્યા વિના પવિત્ર નહિ બનાય ને ભવભીરૂ બન્યા વિના ભકટ્ટી નહિ થાય. માટે ક્ષણે ક્ષણે પાપ ન થાય તેની સાવધાની રાખજે. એટલે પરને સંગ અને પરની પ્રીત છૂટશે તેટલું પાપ પણ ઓછું થશે.
બલરાજા ધર્મઘેષ મુનિના દર્શન કરવા ગયા. તેમની વાણી સાંભળીને મનમાં નિર્ણય કર્યો કે મેં અનંતકાળથી પરને સંગ કર્યો છે ને પરની પંચાતમાં પડીને મેં મારા આત્માનું બગાડયું છે. હવે મારે પરનો સંગ ન જોઈએ. મારે જલ્દી પુગલની પ્રીત છેડીને આત્મા સાથે પ્રીત કરવી છે. તે દીક્ષા લઈ લઉં. એક વખત વાણી સાંભળીને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. હવે બલરાજા પોતાના પુત્રને રાજ્યને ભાર સેંપીને સંયમ લેશે. જેને વૈરાગ્યને રંગ લાગે છે તેને સંસારમાં એક ક્ષણ કાઢવી પણ ભારે લાગે છે, હવે બલરાજા દીક્ષા લેશે તેના ભાવ અવસરે કહેવાશે.