________________
૧૩૬
શારદા શિખર સામાયિક–પ્રતિક્રમણ-છકાયના બેલ, નવતત્વ આટલું તે અવશ્ય આવડવું જોઈએ. બ્રાહ્મણના દીકરાને જેમ જઈ વિના ચાલે નહિ તેમ જ કુળમાં જન્મેલાને આટલું જ્ઞાન તો અવશ્ય હોવું જોઈએ. આટલું નહિ આવડે તે જીવ-અજીવને કેવી રીતે જાણશે? દશવૈકાલીક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે,
जो जीवे वि न याणाइ, अजीवे वि न याणाइ।।
કરવા શાન્તો, હું તો નાહક સંગમા દશ સૂ.અ. ૪ ગાથા ૧૩ જે જીવને નથી જાણત, અજીવને નથી જાણત, જીવાજીવને નથી જાણતે તે કેની દયા પાળશે ? પણ આજે તે સામાયિક, પ્રતિક્રમણ શીખવાનું કહેવામાં આવે તે કહેશે કે શું કરીએ ? અમને જ્ઞાન ચઢતું નથી. અનંત શકિત અને અનંત જ્ઞાનને અધિપતિ હોવા છતાં જીવની કેટલી કાયરતા છે ! પર પુદ્ગલના સંગે ચઢીને આત્મા પિતાની શકિતનું ભાન ભૂલી ગયા છે. પેલા સિંહના બચ્ચા જેવી આત્માની દશા થઈ છે. બાળપણથી સિંહનું બચ્ચું ઘેટાના ટોળાં ભેગું ભળીને પોતાની શકિતનું ભાન ભૂલી ગયું હતું.
સેનેરી (પંજરમાં પૂરાયો, સિંહ બની કેશરીયો, ગાડરના ટળમાં ભળી, વિવેક કાં વીસરીયો........(૨) દેડી દેડીને દેડયો તે યે આવ્યો ન ભવનો આરો રે... એક જાગ્યો ન..
સિંહનું બચ્ચું માનવું હતું કે હું આના જેવું એક ઘેટું છું પણ એકવાર નદી કિનારે ઘેટાનાં ટેળાં ભેગું પાણી પીવા ગયેલું. એક સિંહણે આ બચ્ચાને ઘેટાંના ટેળામાં જઈને સિંહણે ગર્જના કરી. સિંહણની ગર્જના સાંભળીને ઘેટાનું ટેળું ભાગી ગયું. પણ પેલા સિંહના બચ્ચાને થયું કે અમારાથી કયું જબરું પ્રાણી છે કે જેની ગજેનાથી બધા ડરીને ભાગી ગયા. તેણે સિંહણની સામે જોયું. પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. એને થયું કે મારામાં ને એનામાં કાંઈ ફરક નથી તે શું મારામાં એના જેવી શક્તિ નથી ? હું પણ એવી ગર્જના કરું. સિંહના બચ્ચાએ પણ એવી ગર્જના કરી. એની પિતાની શકિતનું ભાન થયું.
બંધુઓ ! સિંહણે સિંહના બચ્ચાને તેની શકિતનું ભાન કરાવ્યું. તેમ ભગવાનના સંતે પણ વીરવાણી દ્વારા સિંહનાદ કરીને તમને જાગૃત કરે છે કે હે આત્માઓ ! આપણામાં અનંત શકિત રહેલી છે. પણ કર્મને વશ થઈને આ અનંત શક્તિને સ્વામી હોવા છતાં આપણે આત્મા શરીર રૂપી સોનેરી પિંજરમાં પૂરાઈ રહ્યો છે ને ભેગ-વિષય રૂપી ગાડરના ટેળામાં ભળીને પિતાની અનંત શક્તિનું ભાન ભૂલી ગયે છે. સિંહના બચ્ચાને ભાન થયું કે હું વનમાં વિચરનાર કેશરીસિંહ છું ત્યારે