________________
૧૪૦
શારદા શિખર પગારની રાહ જુએ છે. ખાવા ખીચડી નથી. આ પૈસા લઈને જઈશ ત્યારે ખાવા ભેગાં થઈશું. પત્ની રાહ જોઈને બેઠી હશે. શું જવાબ આપીશ? ભૂખ્યાં બાળકોને શું ખવડાવીશ? એમ ખૂબ રડતો હતો. એનું રૂદન જોઈને લોકોને ખૂબ દયા આવી. કેણે આનું ખિસ્સ કાપ્યું? હું પણ ભેગે ફેલમાં લેલ કરવા લાગે કે કેણ ચાર આબેને ખિસું કાપી ગયે? કલ્પાંત કરતે ગરીબ માણસ રેવે છે છતાં મને દયા ન આવી આ મારું પાપ મને ડંખે છે. મેં એ ગરીબના પેટ ઉપર પાટું મારી એના પગારનાં બસો રૂપિયા લઈ લીધા. એને કેવું દુઃખ થયું હશે ! “દગા કિસકા સગા નહિ.” મેં જે દગો કર્યો છે તેના પાપ ક્યાં જઈને ભોગવીશ.
બંધુઓ ! આજે તે જ્યાં ને ત્યાં દગાબાજ ખૂબ ચાલે છે. આજે સો રૂપિયાની નેટ અને દશ રૂપિયાની નોટ સરખી દેખાય છે. ઘણીવાર ઉતાવળમાં દશની નોટ માનીને દુકાનદારને સોની નેટ આપી જાય છે. પછી એને ખબર પડે ત્યારે બિચારો દેડતો આવીને કહે-શેઠજી? મેં ભૂલથી દશને બદલે સો રૂપિયાની નેટ આપી દીધી છે. મને પાછી આપે. ત્યાં શેઠજી તાડૂકે. સોની નોટ શી ને વાત શી? ચાલ્યો જા અહીંથી. તમે તે આવું કરતા નથી ને? ભૂલ થતી હોય તે સુધારજો. પાપ છાનું નહિ રહે. માટીના માટલામાં મીઠું ફૂટી નીકળે છે તેમ પાપ ફૂટી નીકળશે. પેલા માણસે ગરીબનું ખિસું અજ્ઞાન દશામાં કાપી લીધું હતું તેને તેને ખૂબ પશ્ચાતાપ થવા લાગે.
રાજાએ ત્રીજા માણસને પૂછયું–ભાઈ! તે શું પાપ કર્યું? ત્યારે કહે છે સાહેબ ! હું તે આ બંને કરતાં ઘોર પાપી છું. એક વખત એક ખૂબ સ્વરૂપવાન સ્ત્રી સુંદર વસ્ત્રો-દાગીના બધું પહેરીને ચટકમટક થઈને જતી હતી. એને જોઈને મારા મનમાં વિકાર ઉત્પન્ન થયે ને મેં એવું મનમાં ચિંતન કર્યું કે મને આ સ્ત્રી એક દિવસ મળે તે મારું જીવન સફળ બની જાય. તેની સાથે ભેગ ભેળવી લઉં ને આનંદ કરું. એ સ્ત્રી તે ચાલી ગઈ. અભયકુમાર કહે છે પછી તેં શું કયું? સાહેબ ! પછી મેં એનો પીછો કર્યો નથી ને એની સાથે અબ્રહ્મચર્ય સેવન કરેલ નથી. માત્ર મનમાં વિકૃતિ આવી. એક દિવસ એના વિચારે કર્યા પણ બીજે દિવસે મેં જ મારા આત્માને કહ્યું–હે નિર્લજ! તને પરાઈ સ્ત્રી સાથે રમવાનું મન કેમ થયું ? ભારતીય સંસ્કૃતિને કેમ ભૂલ્યા ? માતાના સંસ્કારને કેમ વીસર્યો? માતા પિતાએ બાળપણમાં સંસ્કાર આપ્યા હતા કે આપણાથી મોટી સ્ત્રી હોય તો માતા સમાન ગણવી ને નાની હોય તે બહેન ગણવી. એ મારી બહેન સમાન હતી. બહેનની સામે કુદષ્ટિથી કેમ જોવાય ? સાહેબ! મેં આ ભયંકર પાપ કર્યું છે. તે મને આંખમાં કણાની જેમ ખૂંચે છે.
રાજાએ ચોથાને પૂછયું–બેલ ભાઈ! તેં શું ભૂલ કરી છે? ચોથે કહે સાહેબ!