________________
૧૩૮
શારદા શિખર પ્રજા ઉમટી. વેળા તંબુમાં તે માણસ સમાતું નથી. કીડીઓની જેમ માણસ ઉભરાયું છે. અને આટલા મોટા વિશાળ કાળા તંબુમાં તે ફક્ત ચાર માણસ બેઠા હતાં. મહારાજા શ્રેણીક અને અભયકુમાર પરીક્ષા કરવા માટે આવ્યા. મહારાજા પૂછે છે અભય ! પહેલા કયા તંબુમાં જઈશું ? અભયકુમારે કહ્યું પિતાજી ! ધોળા તંબુમાં ખૂબ ભીડ છે ને કાળા તંબુમાં ચાર માણસ દેખાય છે તે પહેલાં કાળા તંબુમાં જઈએ. શ્રેણીક રાજા કહે છે આપણી આખી નગરી ખૂબ પુણ્યવાન છે. અધમ માણસ આખી નગરીમાં ચાર જ હશે ! શું તેથી ધેળા તંબુમાં ઉભા રહેવાની જગ્યા નથી. બંધુઓ ! તમે કાળા તંબુમાં બેસે તેવું તમારું જીવન છે કે છેલા તંબુમાં ? તેને તમારા અંતરથી વિચાર કરી લેજો. જેનું જીવન ધોળું હોય તે ધળા તંબુમાં બેસી શકે છે.
રાજાએ કરેલી પરીક્ષા ને કાળો તંબુમાં બેઠેલા માનવીના હૃદયની પવિત્રતા” : શ્રેણીક રાજા અને અભયકુમાર બંને કાળા તંબુમાં આવ્યા ને પૂછયું ભાઈ! તમે શું પાપ કર્યો કે આ કાળા તંબુમાં આવ્યા ? ચારમાંથી એકને રાજાએ ઉભો કર્યો ને પૂછયું તમે શું પાપ કર્યું ? પેલો માણસ ઉભે થઈને પહેલાં ખૂબ રડ પછી ગદ્ગદ્ કંઠે બે સાહેબ! મારાથી એક મેટું પાપ થઈ ગયું છે. હું મહાન પાપી છું, અધમ છું. એને પશ્ચાતાપ જોઈ રાજાનું હૃદય પીગળી ગયું. આ માણસથી પાપ થઈ ગયું છે પણ દિલમાં પાપને એકરાર કેટલો છે ! માનવ માત્ર ભૂલને પાત્ર છે પણ પાપ કરીને પશ્ચાતાપ કરે છે તે માનવ છે. અને પાપ કરીને હરખાય છે તે દાનવ છે. અભયકુમાર કહે ભાઈ! તે શું પાપ કર્યું છે તે કહે. તેણે કહ્યું–સાહેબ ! એક દિવસ રાત્રે હું બહારથી ઘેર આવ્યા. ઉતાવળથી બારણું ખેલ્યું ત્યાં એક ચકલી બારણું ઉપર બેઠેલી તે બારણામાં ચગદાઈ ગઈને તરફડીને મરી ગઈ. સવારે ઉઠીને જોયું તે માંસના લેચા નીકળી ગયા હતા. લેહી પડયું હતું. એ જોઈને મારું કાળજું કંપી ગયું. ઝાડની એક ડાળેથી બીજી ડાળે બેસી આનંદ કિલ્લેલ કરનારી એ ચકલીના મેં પાપીએ પ્રાણ લીધા! મને જીવવું ગમે છે તે શું એને જીવવું ન્હોતું ગમતું? એને કેવી વેદના થઈ હશે ! વીંછીની વેદના કરતાં ભયંકર વેદના મારાથી થયેલા પાપની છે. વીંછી કરતાં સર્ષ વધારે ઝેરી છે. છતાં વીંછીની વેદના શા માટે કહી તે જાણે છે ? સર્પ માણસને ડંખ દે ને તેનું ઝેર ચઢે એટલે માણસ બેભાન બની જાય છે. એટલે બેભાન દશામાં વેદનાની ખબર પડતી નથી. જ્યારે વીંછી કરડવાથી માણસ બેભાન બનતો નથી. પણ વીંછીની વેદના એવી ભયંકર થાય કે ઉંઘ ચાલી જાય ને વેદના અત્યંત થાય. પેલો માણસ કહે છે એ ચકલી મારાથી મરી ગઈ છે તેનું પાપ મને વીંછીના ડંખની વેદના જેવું સાલે છે. હવે કહે. આ ઘોર પાપી હું ધળા તંબુમાં જઈને બેસવાનો અધિકારી છું?