________________
૧૨
શારદા શિખર તે કાળને તે સમયમાં ધર્મ ઘેષ નામના સ્થવિર ૫૦૦ અણગારની સાથે અનુક્રમે રામાનુગ્રામ વિચરતાં વિચરતાં સુખપૂર્વક વીતશેકા નગરીની બહાર ઈન્દ્રકુંભ ઉદ્યાનમાં મુનિ પરંપરાને અનુસરતાં અવગ્રહ મેળવીને વનપાલકની આજ્ઞા લઈને ઉદ્યાનમાં ઉતર્યા, સા નિયા ઘોવિ નિજ
વીતશેકા નગરીમાં ખબર પડી કે ઉદ્યાનમાં સ્થવિર ભગવંતે પધાર્યા છે. એટલે નગરજને પોતપોતાના ઘેરથી નીકળીને મુનિને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવવા લાગ્યા.
બંધુઓ! સંતો વિચરતા ભલા...તે જ્યાં જાય છે ત્યાં અનેક લોકોને ધર્મનો ઉપદેશ આપે છે કે સંસાર સાગરથી તારે છે. પણ એક જગ્યાએ રહેવાથી ચારિત્રમાં શિથિલતા આવે છે. ભગવાનના કાયદા બહુ સારા છે. ભગવાન કહે છે હે સંત! તું જેટલું વધારે વિચરીશ તેટલું તારું ચારિત્ર વધુ નિર્મળ રહેશે. ને ધર્મને લાભ થશે. એક જગ્યાએ રહેવાથી રાગ વધે. કારતક સુદ પુનમના દિવસે ચાતુર્માસ પૂર્ણ થશે એટલે કેઈ કારતક વદ એકમ કે બીજના પિતાપિતાના સંપ્રદાયની પરંપરા પ્રમાણે વિહાર કરશે. પણ ભગવાનની આજ્ઞા છે કે જેમાસુ પૂર્ણ થયા પછી એ ગામનું પાણી પણ સંતને ન ક૯પે.
અહીં પવિત્ર સંતે પધાર્યા છે. બલરાજાને સંતના આગમનની ખબર પડી એટલે દર્શન કરવા માટે તૈયાર થયા. નગરમાં પણ ખબર આપી કે મહારાજા દર્શન કરવા માટે જાય છે. તે જેને આવવું હોય તે તૈયાર થાઓ. જ્યાં ગામના રાજા સંતના પ્રેમી હોય, દર્શન કરવા જતા હોય ત્યાં પ્રજા ઉપર અનેરી છાપ પડે છે. પ્રજાજનો પણ દર્શન કરવા જવા માટે તૈયાર થયાં. દેવાનુપ્રિયે ! તમારા ગામમાં સંતનું આગમન થાય ત્યારે ઘરમાં બેસી ન રહેશે. એક કલાક તે અવશ્ય સંત સમાગમ કરજે. ધંધાની મમતા છોડી દેજે. કુટુંબ પરિવાર માટે કાવાદાવા કરીને ધન ભેગું કરે છે પણ આજે મીસાના કાયદામાં પકડીને જેલમાં બેસાડે છે. કેને ક્યાં બેસાડે છે તેની ખબર નથી. મીસાના કાયદામાં પકડાયા છે તે કયારે છુટશે તેની પણ ખબર નથી. ખાનારને જેલમાં નહિ જવું પડે. તમારે જવું પડશે. આ મીસામાં કઈ જાતની અપીલ કે દલીલ ચાલતી નથી છતાં અહીંથી તે બે ત્રણ વર્ષે છૂટકારો મળશે, પણ કર્મની મીસા તમને એવી પકડશે ને કઈ ગતિની જેલમાં બેસાડી દેશે તેની ખબર નથી. માટે સમજીને મમતા છેડશે ને ધર્મ કરશે તેટલે તમને લાભ છે.
બલરાજા મેટા જનસમુહ સાથે મુનિના દર્શન કરવા માટે ગયા. મુનિ ભગવંતના દર્શન કરીને બેઠા. મુનિએ ધર્મદેશના સંભળાવી. મુનિની અમૃતમય વાણી સાંભળીને સંસારની અસ્થિરતાનું બલિરાજાને ભાન થયું. જેમ જેમ સાંભળતા ગયા તેમ તેમ આત્મામાં અનેરો આનંદ આવવા લાગે. અહે, શું આપની વાણી