________________
શારદા શિખર
“મળે નામે પણ ગાઈ ૩મુ નાવ મા સિમળે ” મહાબલકુમારને જન્મ થયા પછી સમય જતાં મહાબલ બચપણ વટાવીને યુવાન થશે. તે ખૂબ હોંશિયાર હતે. છેડા સમયમાં એણે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને બધી કળાઓમાં કુશળ બુધ્ધિવાળે અને પાંચે ઈન્દ્રિઓના સુખ અને ભાગોને
થઈ ગયો.
મહાબલકુમાર હોંશિયાર ને પરાક્રમી હતો. તેનું રૂપ ઘણું હતું અને વિનયવાન હતે. આવા ગુણવાન પુત્રને જોઈને માતા-પિતાની આંખડી કરી જાય છે. પુત્ર ભણીગણીને બચપણ વટાવીને યુવાન થાય એટલે મા-બાપ એને પરણાવવાની તૈયારી કરે છે. પણ કઈ મા-બાપ એમ કહે છે કે દીકરે હવે માટે થયો છે. જે એને વૈરાગ્ય આવે તે દીક્ષા આપું. (હસાહસ) અરે વૈરાગ્ય આવે તે રેકવા તૈયાર થાય. તમારી માફક તે માતપિતા પણ મહાબલકુમારને પરણાવવા તૈયાર થયા.
तए णं तं महब्बलं अम्मापियरो सरिसियाणं कमलसिरी पामोक्खाणं पंचण्हं रायवर कन्ना सयाणं एगदिवसेणं पाणि गेण्हावेति ।
મહાબલને તેના માતાપિતાએ ફક્ત એક દિવસમાં સરખાં કુળ અને સરખી ઉંમરવાળી કમળશ્રી વિગેરે પાંચસો ઉત્તમ રાજકન્યાઓની સાથે પરણાવી દીધું.
બંધુઓ ! તમને એમ થશે કે અમારે તે એક સ્ત્રી છે ને એમને પ૦૦ પનીઓ ! પણ વિચાર કરે. એમને ૫૦૦ પત્નીઓ હતી. ભેગાવલી કર્મના ઉદયથી ભેગ ભેગવતાં હતાં પણ તેમાં આસક્ત નહેતા થતાં, એક એકથી ચઢીયાતી ૫૦૦ પત્નીઓ હતી પણ સમય આવ્યે એક સાથે પ૦૦ને છેડી દેતા ને તમને જિંદગી સુધી એકનો મેહ છૂટ નથી.
'પંપાયન ઉવારા ગર્વ વિદ્યાર બલરાજાએ ૫૦૦ પુત્રવધૂઓને રહે માટે ૫૦૦ મહેલ બનાવી આપ્યા. મહાબલકુમારની ૫૦૦ પત્નીઓ એકેક પત્ની ૫૦૦ જાતને કરીયાવર લાવી હતી. આ પ્રમાણે મહાબલકુમાર યાવત્ બધા મહેલમાં રહીને મનુષ્યભવના બધા ભેગે ભેગવવા લાગ્યા.
બલરાજા અને ધારિણી રાણી પ્રમુખ હજાર રાણીએ બધા ખૂબ આનંદથી રહે છે. એ સમયમાં ત્યાં શું બન્યું?
"तेण कालेणं तेणं संमएणं धम्मघास गामे थेरा पंचहि अणगार सएहि संधि संपरिखुड़े पुन्वाणुपुब्बिं चरमाणे गामाणुगाम दूइज्जमाणे सुहं सुहेण विहरमाणे जेणेव इंदकुंभेणामं उज्जाणे तेणेवं समासढे संजमेणं तवसा 'अप्पाणं 'भविमाणे વિહાંતિા”