________________
શારદા શિખર
૧રયું રૂચી જાગી નથી. જ્યારે મોક્ષમાં જવાની રૂચી જાગશે ત્યારે આ દશા તમારી નહિ હોય? જ્ઞાનીના વચન ઉપર શ્રધ્ધા જાગશે ત્યારે તેમના ગુણોને, એમની પવિત્રતાને ને એમના ઉપકારને ભૂલશું નહિ.
બંધુઓ ! મને મોક્ષ મલે” એટલે કે મારે મોક્ષમાં જવું છે. આ વિચાર કેને આવે? જ્ઞાની કહે છે કે જીવને સંસારમાં ભમવાનું અર્ધપુદ્ગલપરાવર્તન હોય ત્યારે આવે છે. અર્ધપુદ્ગલપરાવર્તનથી વધારે સંસાર હોય તો મને મોક્ષ મળે એવી ઈચ્છા થાય નહિ અને જેને મોક્ષ મેળવવાની ઈચ્છા થાય છે તેને અર્ધપુદ્ગલપરાવર્તન કાળથી વધારે સંસારમાં ભમવાનું હોય નહિ.
- મારે મોક્ષમાં જવું છે, મને જલ્દી મોક્ષ મળે, આ શબ્દ માત્ર હેઠેથી બોલવા પૂરતાં ન હોય. તમે એમ ન સમજતાં કે મહાસતીજી એમ કહેતા હતાં કે મોક્ષમાં જવાનો વિચાર આવે એટલે અર્ધપુદ્ગલપરાવર્તન કાળમાં મોક્ષે જવાનું. એમ નથી પણ મોક્ષમાં જવાની રૂચીવાળા જીવની રગેરગમાં સંસાર અસાર છે, છોડવા જેવા છે. એવું લાગતું હોય. મોક્ષને અભિલાષી જીવ ચારિત્ર મોહનીયના ઉદયથી સંસારમાં રહે પણ રમે નહિ. કોઈ માણસને તાવ આવે એટલે કવીનાઈનની કડવી ગોળી લે. કઈ હોમિયોપેથિક અગર બાયોકોમિકની મીઠી દવા લે અગર કોઈ મીઠું સીરપ પીએ. તેને કોઈ પૂછે કે તું શું પીવે છે ? તે કહેશે કે હું દવા પીઉં છું પણ એમ નહિ કહે કે સરબત પીઉં છું. દવા કડવી હોય કે મીઠી હોય પણ દવા એટલે દવા છે. તેમ સંસારમાં ભલે તમને સ્વર્ગ જેવાં સુખ મળ્યા હોય પણ સંસાર એટલે સંસાર છે. જેમાં કાંઈ સાર નથી. સંસાર એટલે જીવને ચતુર્ગતિની જેલમાં પૂરવાનું પિંજર છે. મોક્ષાભિલાષી જીવ ને કર્મના ઉદયથી સંસારમાં રહેવું પડે તો રહે પણ ખૂબ અલિપ્ત રહે.
મહાવીર પ્રભુ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમના મોટાભાઈએ કહ્યું કે ભાઈ માતા-પિતા તો ચાલ્યા ગયા અને તું પણ મને છોડીને જઈશ?' ભાઈના ખૂબ આગ્રહથી તેમને આશ્વાસન આપવા માટે બે વર્ષ સંસારમાં રહ્યા. પણ કેવી રીતે ? જળકમળની જેમ રહ્યા. અહીં તમે એવો વાદ ન કરશે કે ભગવાન મહાવીર એમના ભાઈના આગ્રહથી બે વર્ષ સંસારમાં રોકાયા તો અમારે કેમ ન રહેવાય ? ભાઈ! એમને જ્ઞાન હતું. તમને અને મને જ્ઞાન છે ? તીર્થંકર પદ પામવાના હતા. મોક્ષમાં જવાના હતા છતાં ભગવાને સંસાર છોડીને સંયમ લીધે ને કરેમિતિને પાઠ ભણ્યા ત્યારે ચોથું મન:પર્યાય જ્ઞાન થયું. સાડા બાર વર્ષને પંદર દિવસ સુધી કેવી ઉગ્ર સાધના કરી ત્યારે કેવળજ્ઞાન થયું. હવે તમને સમજાય છે કે ચારિત્ર લીધા વિના ત્રણ કાળમાં છૂટકારે નથી. એ નકકી સમજી લેજો. સંસાર ગંધાતી ગટર છે