________________
૧૨૧
1.
•
શારદા શિખર કાળજણાતાળ દુન્યવી સર્વ સ્થાન અશાશ્વતા-અનિત્ય છે. સર્વાર્થસિધ્ધ વિમાનના દેવેની સ્થિતિ ૩૩ સાગરેપમની છે ને એટલે કાળ તેમને ત્યાં સુખ ભોગવવાનું છે તેવું સ્થાન લઈએ તે પણ તે અનિત્ય છે. કારણ કે ત્યાંથી મનુષ્યભવમાં આવ્યા સિવાય શાશ્વતા સુખનું ધામ પ્રાપ્ત થઈ શકતું નથી. ચૌદ, રાજકમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં છાનું સુખ રહ્યા કરે. એટલે કે ચૌદ રાજલકની સર્વ સ્થાન સરવાળે શૂન્ય જેવાં અનિત્ય છે. | સરવાળે એક રહે તેવું એક પણ સ્થાન સંસારમાં નથી. શૂન્યતાવાળા સર્વ સ્થાન જાણ્યાં, અનુભવ્યાં છતાં ‘પણે જગતમાં એના એ સુખ નવા લાગે છે. જેમ કે વિષયે આ જીવે અનતી વખતે ભગવ્યાં, દેવેલેકનાં ને મનુષ્યના સુખે જીવે અનંતી વખત અનુભવ્યા છતાં જયારે ફરીને મળે ત્યારે નવા લાગે છે. તમારી દીકરે પરણે વહુ આવે એટલે માને કે અમે નો સંસાર માંડ ને તેમાં આનંદ માને છે, હરખાય છે પણ વિચાર કરે. આ ભવમાં જ આ કામગ મળ્યા છે? આ જીવે શું નથી ખાધું–પીધું ને ભેગળ્યું, નથી પહેર્યું કે નથી ઓઢયું! ચૌદ રાજલેકમાં ફરીને કંઈ ભેગવવામાં બાકી રાખી નથી. જેમ એક રૂપિયાની નોટ તમે શાકવાળાને આપી, શાકવાળાએ અનાજ ખરીદીને વહેપારીને આપી, અનાજના વહેપારી પાસેથી કાપડના વહેપારીને ત્યાં ગઈ, ત્યાંથી કસાઈ પાસે ગઈ. એ રીતે એકબીજા પાસે ફરતી તમારી પાસે આવે છે. એ નેટ ફાટે મહિ ત્યાં સુધી એ કેટલી જગ્યાએ ફરે છે તેમ આ જીવ તેના શુભાશુભ કર્માનુસાર ગતિઓમાં ભમીને એક પણ પુદ્ગલની સ્પર્શના કરવામાં બાકી રાખી નથી. આ જીવે જમ્યા ત્યારથી અત્યાર સુધીમાં કેટલું ખાધું? ઘણું ખાધું છે પણ જે એક દિવસ ઉપવાસ કરે તે પારણાને દિવસે એમ લાગે છે કે જાણે આ જિદંગીમાં ખાધું નથી. એટલે આ જીવને સ્વભાવ એ વિચિત્ર છે કે અનંત વખત અનુભવે તે પણ નવું ને નવું લાગે. આ જીવને એક ને એક ચીજ વારંવાર મળે તે પણે નવાઈ જેવી લાગે છે. ' :: બંધુઓ! જ્ઞાનીના વચનને તમે વિચાર કરશે તે તમને સમજાશે કે સંસારના સુખની ચીજો અનંતી વખત મળી અને ગઈ તો પણ પૌગલિક સુખમાં હજુ આ જય રા મા રહે છે. જગતમાં એકની સાથે સબંધ બાંધે, પાછો વિખૂટ પડે છે વળી બીજાની સાથે સબંધ બાંધે છે ને છૂટે પડે છે. એમ ઘણી વખત ભેગો થશે ને છૂટે પડયો અને ૮૪ લાખ જીવાનીમાં પરિભ્રમણ કરે છે છતાં હજુ એને વિષયની લાલસા છૂટતી નથી. આત્માને સ્વભાવ તે જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમણતા કરવાનો છે. પણ પરના સંગે ચઢી પુદ્ગલના એંઠવાડામાં પડી ગયેલ છે. તમને લાગે છે કે અમને બધું નવું મળ્યું છે. પણ પુદ્ગલના એંઠવાડામાં મોટું નાંખી રહ્યા છે. પુદ્ગલ એક પ્રકારને એંઠવાડ છે ને! તમારા બાપદાદાઓ જે મૂકીને ગયા