________________
ܬܪܪ
શારદા શિખર પૂછી લીધું. રાજાએ કહ્યું, “તું અહીં ઉભી રહે. હું મારા પ્રધાનને તારા પિતાને બેલાવવા એકલું છું.” રાજાની આજ્ઞાથી પ્રધાન વિદ્યુતપ્રભાના પિતાને બેલાવવા માટે ગામમાં ગયે. શોધતા શોધતે તે વિદ્યુતપ્રભાને ઘેર પહોંચે. એના પિતાને મળ્યા ને બધી વાત કરી. પ્રધાનની વાત સાંભળીને તેના પિતાના મનમાં થયું કે હું તે કે ગરીબ છું શું આવા મેટા રાજા મારી દીકરી સાથે લગ્ન કરે ! પ્રધાનને પૂછે છે: “ભાઈ ! તમે મારી ગરીબની મશ્કરી તે નથી કરતા ને ?” પ્રધાન કહે છે કે હું મશ્કરી નથી કરતો સત્ય કહું છું. તમે મારી સાથે ચાલો. આપને તેડવા માટે મને મહારાજાએ મોકલ્યો છે. બ્રાહ્મણના મનમાં થયું. “અહો ! મારી પુત્રી કેવી પુણ્યવાન છે કે આવા મોટા રાજા તેની માંગણી કરે છે. પિતાની પુત્રી રાજા સાથે પરણે તે કયા પિતાને આનંદ ન હોય ! બ્રાહ્મણ પ્રધાનની સાથે જિતશત્રુ રાજા પાસે આવ્યા.
મહારાજાએ કહ્યું “આ તમારી પુત્રી ભાગ્યશાળી ને પવિત્ર છે. હજુ કુંવારી છે. તે મારી સાથે પરણાવે.” બ્રાહ્મણે વિચાર કર્યો કેઃ “હાલીચાલીને લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે તે મોં ધેવા શા માટે જાઉં? આવા રાજા જે જમાઈ શેળે નહિ જડે.” રાજાની માંગણી માન્ય રાખી અને ત્યાં ને ત્યાં વિદ્યુતપ્રભાના રાજા સાથે લગ્ન કર્યા. રાજાએ કહ્યું “હવે તમે મારા સસરા થયા. હું મોટે રાજા અને મારા સસરા ગાયો ચરાવે તે સારું ન લાગે. એટલે હું તમને બાર ગામ ભેટ આપું છું. એ બાર ગામને વહીવટ તમે કરજો. ને જે આવક આવે તે તમારી.” રાજા જેના ઉપર તુષ્માન થાય તેનું કામ થઈ જાય. કહેવાય છે ને કે.
દેશપતિ જબ રીઝત છે, તબ દેત ગામ કરતે નિહાલી; ગામપતિ જબ રીઝત હૈ, તબ દેત ખેત કે વાડી, ખેતપતિ જબ રીઝત હૈ, તબ દેત ધાન પાલી દે પાલી, બનીયા ભાઈ જબ રીઝત હૈ, તબ દેત તાલી દે તાલી
મેટા રાજા રીઝયા તે બ્રાહ્મણને બાર ગામ આપી દીધા. ગામનો રાજા રીકે તે એક-બે વીઘાં જમીન આપી દે, અને ખેડૂત રીઝે તે પાલી–બેપાલી અનાજ આપી છે. પણ જો તમે રીઝે તે શું આપો? (હસાહસ) વાણીયાભાઈ રીઝે તે તાળી આપે. અમને તાળી ન આપ પણ ચેમાસું પૂરું કરીને ઉઠીએ એટલે કહેશે કે મહાસતીજીનું મારું બહુ સારું થયું. એમ કહીને પતાવી દેશે. ગરીબ બ્રાહ્મણને બાર ગામ મળ્યા એટલે તે ખુશખુશ થઈ ગયે.
* પુણ્ય શું નથી કરતું ?” એક વખત જંગલમાં ગાયે ચરાવનારી છોકરી રાજાની રાણી બની ગઈ. તેના પણ ભાગ્ય ખુલી ગયા. મહાન દુઃખમાંથી એકાએક આવું મહાન સુખ વિદ્યુતપ્રભાને મળી ગયું. તેનું કારણ શું? આ એની પૂર્વ