________________
શારદા શિખર
૧૭ પુત્રને જન્મ આપે એ પુત્ર ખૂબ તેજસ્વી હો માતાએ સ્વપ્નમાં બળવાન સિંહ જે હતે. અને એના પિતાનું નામ બલરાજા હતું. તે ઉપરથી એ પુત્રનું નામ મહાબલકુમાર પાડવામાં આવ્યું. કંઈક જગ્યાએ માતાના નામ ઉપરથી પુત્રનું નામ રાખવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧લ્મા અધ્યયનમાં મૃગાપુત્રનું નામ તેની માતાના નામ ઉપરથી પડયું છે. મૃગાદેવી માતાનું નામ હતું. તે ઉપરથી મૃગાપુત્ર નામ પાડયું. અહીં પિતાના નામ ઉપરથી મહાબલકુમાર નામ પાડયું. એના જન્મથી વીતશોકા નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયે. પુત્રનું પાલન કરવા જુદા જુદા દેશની દાસીએ રાખી છે. ખૂબ લાડકોડથી મહાબલકુમાર મેટા થાય છે. રાજા રાણીને આનંદને પાર નથી. હવે તે મહાબલકુમાર મેટા થશે ને આગળ શું બનશે તેના ભાવ અવસરે વિચારીશું.
વિઘતપ્રભા સાથે લગ્ન કરવાની રાજાની ભાવના બે દિવસથી આપણે એક દષ્ટાંત ચાલે છે. પેલી છોકરી તેની ગાયોને પાછી વાળવા દેડી એટલે બગીચો પણું દેડ. સાથે રાજાના હાથી-ઘડા બધું દેડવા લાગ્યું. રાજાની આજ્ઞાથી મંત્રી દયાદેવીને ઉભી રાખવા બૂમ પાડે છે. બહેન ! જરા ઉભી રહે. છોકરીનું નામ દયાદેવી હતું. નામ તેવા તેનામાં ગુણ હતા. જે દયા ન હતા તે સર્પને અંડા ઉપર વીંટે? તેની દયાના પ્રભાવે નાગદેવે તેના ઉપર પ્રસન્ન થઈને વરદાન આપ્યું અને તેનું નામ વિદ્યુતપ્રભા પાડયું હતું. એને પણ વિદ્યુત પ્રભા નામ ખૂબ ગમી ગયું હતું. પ્રધાને ઘણું બૂમ પાડી એટલે વિદ્યુતપ્રભા ઉભી રહી એટલે બગીચે પણ ઉભો રહ્યો. મંત્રીએ તેની પાસે આવીને પૂછયું: “બહેન! તું શા માટે દેડે છે ? વિદ્યુતપ્રભાએ કહ્યું કે “મારી ગાય દૂર જતી રહી છે. તેને પાછી વાળવા જાઉં છું પ્રધાને કહ્યું “બહેન ! તું ઉભી રહે. તું ના જઈશ. અમારા માણસે તારી ગાયોને પાછી વાળશે. પણ તું દેડે છે એટલે આ બગીચે દોડે છે અને ઝાડ સાથે બાંધેલા અમારા હાથી-ઘડા પણ દેડવા લાગે છે. અને અમે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. પ્રધાન વિદ્યુતપ્રભાને રાજા પાસે લઈ ગયે.
વિઘતપ્રભા ખૂબ સૌંદર્યવાન હતી. તેને જોઈને રાજા સ્થિર થઈ ગયા. એના ચિન્હો પરથી રાજાને લાગ્યું કે આ છોકરી કુંવારી છે. તેના સામી દષ્ટિ કરીને રાજાએ પ્રધાન સામું જોયું એટલે પ્રધાન સમજી ગયા ને વિદ્યુતપ્રભાને પૂછયું: “બહેન ! તારે અમારા આ મહારાજાની રાણી બનવું છે?” ત્યારે વિદ્યુતપ્રભાએ કહ્યું: “એ બાબતમાં હું કંઈ ન જાણું. જ્યાં મારા માતા-પિતા પરણાવશે ત્યાં પરણીશ.”
પવિત્ર બાળાએ આપેલો જવાબઃ એ આજની છોકરીઓ જેવી ન હતી કે મારેબાર પિતાની જાતે મુરતિ પસંદ કરી લે. પ્રધાને તેના પિતાનું ઠામઠેકાણું