________________
૧૧૬
શારદા શિખર રહેશે. દરેક મનુષ્યના મુખે તારી દીકરીઓના નામ ગવાશે. એવી પવિત્ર સતીઓ છે. આવી પવિત્ર ચેલણ રાણીના ગર્ભમાં કોણીક આવ્યું ત્યારે તેને શ્રેણીકરાજાના કલેજાનું માંસ ખાવાનું મન થયું. એમાં ચેલણાને દેષ ન હતે. ગર્ભમાં રહેલા જીવને એ ભાવ હતે. કણકને શ્રેણીક રાજાના કલેજાનું માંસ ખાવાનું મન કેમ થયું તે જાણે છે ? એને શ્રેણક રાજા સાથે પૂર્વનું વૈર હતું.
કણકને જીવ તાપસ હતો. તે મા ખમણને પારણે મા ખમણ કરતે. તેની તપશ્ચર્યા આગળ ભલભલાનાં શીર મૂકી જતાં. તે વખતે શ્રેણકને જીવ પણ રાજા હતે. તે આ તાપસના દર્શન કરવા જતા. તેના પ્રત્યે રાજાને ખૂબ ભક્તિભાવ હતો. રાજાએ તાપસને પિતાને ત્યાં પારણું કરવા આમંત્રણ આપ્યું. તાપસને એવો નિયમ હતો કે જેને ત્યાં પારણું નકકી થયું હોય ત્યાં કરવું. જે ત્યાં પારણું ન થાય તે બીજે પારણું કરવું નહિ ને બીજું માખમણ કરવું. આ રાજા તાપસને પારણાનું આમંત્રણ આપતાં ને પારણને દિવસે તે કંઈકને કંઈક તકલીફમાં મૂકાઈ જતા. એક વખત રાજાને માથામાં દુઃખવા આવ્યું, બીજી વખત યુદ્ધમાં જવાનું બન્યું. ત્રીજી વખત રાણીએ પુત્રને જન્મ આપે તેના ઉત્સવમાં પડી ગયા. જેમ ગુણસેન અને અગ્નિશનું બન્યું હતું તેમ બન્યું. તાપસના પારણાની વેળા વીતી જાય ને બીજું મા ખમણ શરૂ કરે અને રાજાની તકલીફ દૂર થઈ જાય. પછી રાજા તાપસની પાસે ક્ષમા માંગવા જતા. આ રીતે ત્રણ વખત બન્યું. ત્રીજી વખત પારણું ન થયું ત્યારે તાપસને કોધ આવે. કોધમાં ને ક્રોધમાં તેણે આહારને ત્યાગ કર્યો ને નિયાણું કર્યું કે રાજાએ ત્રણ ત્રણ વખત પરાણું કરવા આવવાનું આમંત્રણ આપ્યું ને પારણું કરાવ્યું નહિ. હવે બીજા ભવમાં એનું વૈર લઈશ તે તાપસ શ્રેણીક રાજાને પુત્ર કેણીક થયા. માટે થયાં પછી પણ શ્રેણુક રાજાને પાંજરામાં પૂરીને ચાબખાના માર માર્યા, શ્રેણુક રાજાએ ખૂબ માફી માંગી પણ તાપસ માન્ય નહિ. વૈરના વિપાક જીવને ભોગવ્યા વિના છૂટકે થતું નથી. તમે કહો છે ને કે “પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણુમાં” નવી વહુ ઘરમાં પરણીને આવે ત્યારે તેનાં નેણ, વેણ અને ચાલ ઉપરથી તે કેવી છે તે પરખાઈ જાય છે. ચતુર માણસ માણસની આંખ જોઈને સમજી જાય છે કે આ માણસ આ હશે. તેના બોલવા ઉપરથી વધુ ખાત્રી થાય છે ને ત્રીજું ચાલ ઉપરથી પણ માણસની પારખ થાય છે. તેમ કંઈક જીવ ગર્ભમાં આવે ત્યારે માતાને જે વિચાર આવે તે ઉપરથી પરખાય છે. ને કંઈક જન્મ થયા પછી પરખાય છે.
અહીં ધારિણી રાણીને ગર્ભમાં જીવ આવીને ઉત્પન્ન થયો ત્યારથી તેને પવિત્ર વિચારો આવવા લાગ્યા. ધારિણી રાણી ગર્ભવતી થઈ તેથી ૯૯૯ રાણીને ખૂબ આનંદ થ. ગર્ભનું પાલન કરતાં સવા નવ માસ સુખેથી પૂર્ણ થયા ત્યારબાદ રાણીએ