________________
શારદા શિખર
શત્રુઓને જીત્યા નથી તે જિન નથી. આપણે જે ભગવાનની ઉપાસના કરીએ છીએ, જેમના શાસનના મેમ્બર બન્યા છીએ તે આપણે પણ રાગ-દ્વેષ અને મોહ પાતળા પાડવા જોઈએ ને ! જિનેશ્વર પ્રભુનું શાસન મળવા છતાં રાગ-દ્વેષ અને મોહ પાતળા ન પડે તે આવું રૂડું શાસન મળ્યાની કઈ વિશેષતા નથી.
જ્ઞાતાજી સૂત્રના આઠમાં અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં ભગવંત ફરમાવે છે કે વીતશેકા નગરી સાક્ષાત દેવલોક જેવી હતી. તેના ઈશાન ખૂણામાં ઈન્દ્રકુંભ નામનું ઉદ્યાન હતું. તે ઉદ્યાન કેવું હતું તે વાત કાલે કરી હતી. હવે તે નગરીમાં રાજા કેણ હતા તે કહેવામાં આવે છે. “તથાં વાયરા વાળો વચ્ચે નામ (ા” તે વીતશેકા રાજધાનીમાં બલ નામના રાજા રાજ્ય કરતા હતા. તે પ્રજાનું પિતાના પુત્રની માફક પાલન કરતા હતા. તે ખૂબ પ્રમાણીક અને ન્યાયી હતા. મારી પ્રજા કેમ સુખી રહે તે માટે ખૂબ ધ્યાન આપતા હતા. જેમ બને તેમ પ્રજાને કેમ દેવું તેવી તેમની ભાવના હતી. પણ પ્રજાને લૂંટવાની વૃત્તિ ન હતી. રાજાથી પ્રજા અને પ્રજાથી રાજા શેભે છે. જે રાજા પ્રજાનું પોષણ કરવાને બદલે શેષણ કરે છે તે રાજા નહિ પણ રાક્ષસ છે. તે પ્રજાના દિલને જીતી શકતા નથી. તે પ્રજાના આશીષ નહિ પણ અભિશાપ મેળવે છે. તે સુખી કે દીર્ધાયુષ બની શકતા નથી. એક ન્યાય આપું.
એક રાજધાનીમાં જે રાજા ગાદીએ બેસે તે વધુમાં વધુ દશ વર્ષ જીવે ને મરી જાય. પછી યુવાન આવે કે પ્રૌઢ આવે પણ દશ વર્ષથી વધુ ન જીવે. એ રાજાને વિચાર થયો કે મારી નજીક શહેર છે ત્યાં તે ૪૦-૫૦ વર્ષથી એક રાજા એકધારું રાજ્ય ભગવે છે ને આપણા રાજ્યમાં રાજા દશ વર્ષમાં મરી જાય છે તે તેનું કારણ શું? પ્રધાનને કહે છે જા, તું એ રાજાને પૂછી આવ કે તમે દીર્ધાયુષ છો અને તમારી પહેલાં જે રાજાઓ રાજ્ય કરી ગયા તે પણ દીર્ધાયુષ હતા. અને અમારા રાજ્યમાં રાજા દીર્ધાયુષ નથી હોતા તેનું કારણ શું? પ્રધાન પેલા દીર્ધાયુષ રાજા પાસે ગયા ને પ્રશ્ન કર્યો કે તમારે ત્યાં આમ ને અમારે ત્યાં આમ કેમ? રાજા કહે છે. તમે એમ કરે. આ સામે મારા બગીચામાં ગહેર ગંભીર વડલાનું વૃક્ષ છે તે આખું સૂકાઈ જાય ત્યારે અમારી પાસે આવજે, અમે દીર્ધાયુષ છીએ ને તમારા રાજા દીર્ધાયુષ નથી તેને જવાબ મળશે. પ્રધાનના મનમાં થયું કે આવું મોટું લીલુંછમ વડલાનું ઝાડ છે. તે જ્યારે સૂકાશે ને મને ક્યારે જવાબ મળશે–એ તે રોજ વડલા નીચે જાય ને નિસાસા નાખે છે વડલા ! હવે તું જલદી સૂકાઈ જા, તે મને મારા પ્રશ્નનો જવાબ જલદી મળે. રોજ આ રીતે નિસાસો નાખીને બોલવા લાગ્યો એટલે પેલું વડનું ઝાડ સૂકાઈ ગયું. તેનું કારણ શું છે? વનસ્પતિમાં પણ