________________
શારદા શિખર
૧૦૧
કર્યાં છે તે તે તેને સમય થતાં ધર્મ કરવા છતાં પણ ઉયમાં આવે છે. એમ સમજીને દુઃખથી જરા પણ ગભરાયા વિના ધને ખરાખર વળગી રહેવું. ધમ પાસે છે તા છેવટે સૌ સારું થવાનું છે એવી દૃઢ શ્રધ્ધા રાખવી. ધર્મ એ મનુષ્યના જીવનના ચાવીસે કલાકના જીવનસાથી બની રહેવા જોઈએ. માત્ર ઉપાશ્રયમાં આવીએ ત્યારે ધ થાય એવું નહિ પણ ઉપાશ્રયની બહાર જીવનના પ્રત્યેક ક્ષેત્રામાં ધર્મની સુવાસ પ્રસરેલી રહેવી જોઈ એ. ખાતાં-પીતાં-ઉઠતાં-બેસતાં-ખોલતાં-સૂતાં વહેપાર ધંધા કરતાં દરેક ક્ષેત્રમાં ધમ સાથે રહેવા જોઈએ. ધર્મ એક ક્ષણ પણ છૂટા ન પડવા જોઈએ. ધમ કરનારે ધમનું સ્વરૂપ સમજી લેવુ જોઇએ. અને ધર્મ કરવાના સાધના પણ આળખી લેવા જોઈ એ. સંગ પણ ધી મનુષ્યના રાખવા. ધર્મોનું વાંચન અને ધર્મના અભ્યાસ કરવા જોઈ એ. કોઈ પણ જાતની લાલચ કે લાભ વિના ધમ થાય તે આત્માનું ઉત્થાન જલ્દી થાય. માટે ભૌતિક સુખ માટે નહિ પણ આત્મિક સુખ માટે ધમ કરવાની જરૂર છે.
જ્ઞાતાજી સુત્રના આઠમા અધ્યયનને અધિકાર ચાલે છે. વીતશેકા નગરીમાં અલ નામે રાજા રાજ્ય કરે છે, તેના તાખામાં અનેક નાના-મેટા ગામડાઓ છે અને અનેક મેટા નગરા છે. આટલા રાજ્યથી તેને સંતાષ છે. ખીજા રાજાએ સાથે ચઢાઇ કરી વધારે રાજ્ય મેળવવાની લાલસા કે તૃષ્ણા નથી. તેમના અંતે ઉરમાં રૂપરૂપના અંબાર જેવી અપ્સરા સમાન ઊભતી એક હજાર રાણીઓ છે તે પણ ઘણી વિનીત, સુશીલ અને સંસ્કારી છે. શીયળવતી અને ગુણવાન છે. રૂપ હાય પણ ગુણુ ન હેાય તેા તેની કાઈ કિ`મત નથી. એક સંસ્કૃત શ્લોકમાં પણ કહ્યું છે કે :
"अगुणस्य हृतं रुपथशीलस्य हृतं कुलम् |
असिध्धेस्तु हता विद्या, अभोगस्य हतं धनम् ॥”
જેની પાસે ગુણેા નથી તેનું સ્વરૂપ નાશ પામે છે. જેની પાસે શીલ-સદાચાર નથી તેનું મૂળ નાશ પામે છે. જેની પાસે સિધ્ધિ નથી તેની વિદ્યા નાશ પામે છે. અને જેની પાસે ભેાગ નથી તેનું ધન નાશ પામે છે.
બલરાજાની બધી રાણીએ રૂપ અને ગુણથી યુકત હતી. એક હજાર રાણીઓમાં ધારણી રાણી મુખ્ય હતી. તેની દૃષ્ટિ ખૂબ વિશાળ હતી. બહેનોને એમ થાય કે ધારણી રાણી રાજાની મુખ્ય પટ્ટરાણી હતી, ૯૯૯ રાણીઓમાં હેડ હતી એને કેટલું સુખ હશે ! મારી બહેનેા ! દુનિયામાં મેટા થવું સહેલ છે પણ મેટાપણાની ફરજો અદા કરવી કઠીન છે. જેટલા મેટા તેટલી વધુ સહનશીલતા કેળવવી પડે છે. તમે કહેા છે ને કે માભને ખીલા ખમવા પડે. પહેલાં મકાન બંધાય ત્યારે લાકડાનો માલ ઉંચે મૂકવા હોય ત્યારે સારુ મુહુત જોઈ મેાભને નાડા છડી ખાંધી, કંકુનો