________________
શારદા શિખર દિવસ દયા ગાયે ચરાવવા ગઈ છે. મધ્યાન્હને સમય હતે. વગડામાં એક પણ ઝાડ ન હતું એટલે ઘાસ ઉપર બેઠી હતી ને એટલામાં ગયે ચરતી હતી. તે સમયે એક મેટે લેરીંગ નાગ તેની પાસે આવ્યા. જેની આંખ લાલચળ હતી. તેણે જીભ બહાર કાઢી હતી તે કાળે ભ્રમર નાગ કુંફાડા મારી રહ્યો હતો. જેના કુંફાડાથી ભલભલા ભાગી જાય તે આ બાર વર્ષની બાળાનું શું ગજું ! આ નાગને વાચા થઈને તે મનુષ્ય ભાષામાં બેલ્યો-બેટા ! અત્યારે હું તારા શરણે આવ્યો છું. તું મારું રક્ષણ કર. નાગને જોઈને દયાદેવી ગભરાઈ ગઈ. નાગ કહે છે બેટા ! મને જલદી સંતાડ. તું મારાથી ડરીશ નહિ. હું નાગકુમાર દેવ અધિષ્ઠિત છું પણું મદારીઓ અને મંત્રવાદીઓ મારી પાછળ પડયા છે. તેના મંત્રના અધિષ્ઠાયક દેવની આજ્ઞા ભંગ કરવા હું અસમર્થ છું. માટે મારું રક્ષણ કર. હમણાં તે લેકે આવી પહોંચશે. માટે વિલંબન કર.
એક તરફ નાગને ડર લાગે, બીજી તરફ દયાદેવીના દિલમાં દયાના ઝરણું ફૂટયા. મનમાં વિચાર કર્યો કે આમેય જીવનમાં શું સુખ છે? જીવતી મરેલા જેવી છું. તે આ એક જીવને જીવતદાન આપવાને લાભ લઈ લઉં. તરત દયાએ પિતાને પાલવ ધર્યો ને કહ્યું. નાગબાપા ! આવી જાવ. નાગ કહે છે બેટા! ખોળામાં તો એ લકે જોઈ જશે. એમ કર. મને તારા અંબોડે વીંટી દે. ખેાળામાં નાગ લે સારે પણ અંબોડે વીંટ ટે. છતાં દયાદેવીએ હિંમત કરીને અંબેડો ધર્યો, નાગદેવ તેના અંબોડે વીંટાઈ ગયા. એટલે માથે ઓઢીને દયા બેઠી છે. હવે મંત્રવાદીઓ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૧ અષાડ વદ ૪ ને ગુરૂવાર
તા. ૧૫-૭-૭૬ અનંત કરૂણાનિધી, શાસ્ત્રકાર ભગવાન જગતના જીવના ઉધારને માટે દાંડી પીટાવીને કહે છે હે ભવ્યજી! તમારે આ પંચમકાળમાં સુખ જોઈતું હોય તે ધર્મ કરે. સુહ પત, પુર્વ ધમર્ પાપથી દુઃખ મળે છે ને ધર્મથી સુખ મળે છે. આવી સુંદર વાત સમજાવવા છતાં કંઈક જીવોને ધર્મ કરવાની રૂચી થતી નથી. ઉત્તમ પિતેની મેળે સમજીને ધર્મ કરે છે. મધ્યમ અને પ્રેરણા કરવાથી ધર્મ કરે છે. અને અધમ છ પ્રેરણા કરવા છતાં પણ ધર્મ કરતા નથી. ધર્મ ઉપરના સહજ પ્રેમથી ધર્મ થાય તે ધર્મ આત્માને ભવસાગરથી પાર ઉતારે અને સંસારિક સુખ