________________
૧૧૨
શારદા શિખર અનંત શક્તિનો સ્વામી છે. મોટા ચક્રવર્તિ કે ઈન્દ્ર કરતાં પણ મહર્ધિક છે. પાંચ ઈન્દ્રિય અને મન આ બધા એના નેકર છે. આત્મા જે હુકમ છેડે તે એમને ઉઠાવવો પડે. પરંતુ આત્માની દશા એવી થઈ છે કે પોતે પિતાના સ્વરૂપનું ભાન ભૂલીને પુગલની પૂજામાં ને પરની પંચાતમાં પડી ગયો છે. પોતાની શક્તિનું ભાન ભૂલી પ્રમાદમાં પડી ગયો એટલે પાંચ ઈન્દ્રિયો રૂપી પાંચ મુનિમે કહો કે દીકરા. કહો એમણે સત્તાની લગામ હાથમાં લઈ લીધી છે. એટલે આત્મા પોતે સત્તાધીશ, ચક્રવર્તિને ચક્રવર્તિ, ઈન્દ્રને પણ ઈન્દ્ર હોવા છતાં ઈન્દ્રિઓની હકુમત પ્રમાણે તેને ચાલવું પડે છે. એમની મહેરબાની હોય તે ચેતનરાજા પિતાની ઈચ્છા મુજબ કરી શકે છે.
ચેતનદેવને વિચાર થાય કે આજે મારે વ્યાખ્યાન સાંભળવા જવું છે પણ કાનની મહેરબાની ન હોય તે ન અવાય. કાન કહે કે રેડિયા પર છાયાગીત સાંભળવા છે ત્યાં જવું નથી. ચેતનદેવ કહે મારે સંતદર્શન કરવા જવું છે પણ નયન કહે મારે ટી.વી. ઉપર પીકચર જોવું છે. ચેતન કહે મારે આજે ઉપવાસ આયંબીલ કરવા છે પણ રસેન્દ્રિય કહે છે ના..ના. ઉપવાસ કરીશ તો અશક્તિ આવશે, ને આયંબીલનું ભોજન ભાવતું નથી. આજે તે ટેસ્ટફુલ ભોજન જમવું છે. એટલે એમને હુકમ થતાં ચેતન રાજા બેસી ગયા. આ રીતે દરેક ઈન્દ્રિ આત્મા ઉપર હકુમત ચલાવે છે. બેલે, શક્તિ હોવા છતાં સત્તા ખરી? માલીકપણું ગુમાવી દીધું છે ને ? કેટલા અફસોસની વાત છે. આનું કંઈ દુઃખ ખરું? પિતાની શક્તિને પોતે સારા કાર્યમાં સદુપયોગ ન કરી શકે. કેટલી બધી પરાધીનતા છે!
પાંચ ઇન્દ્રિયો રૂપી પાંચ ટ્રસ્ટીઓ”: ઘણી વખત માણસ પોતાની મિલકતનું ટ્રસ્ટ બનાવે છે. માની લે કે કઈ માણસ પાસે ૨૫ લાખ રૂપિયા છે, તેનું ટ્રસ્ટ બનાવ્યું. પાંચ ટ્રસ્ટી નીમ્યા. પિતે જીવે ત્યાં સુધી પિતાની અને પિતે મરી જાય તો પત્નીની. આ રીતે મિલ્કત ટ્રસ્ટને સોંપી. મિત પિતાની હવા છતાં પૈસા લેવા હેય તે ટ્રસ્ટીની સહી જોઈએ. એ મિલ્કતને માલિક મરી ગયે પછી તે મિલ્કતની માલિકી પત્નીની ખરીને ? પતિ ગયા પછી ટ્રસ્ટીઓની દાનત બગડી એટલે પિતે માલિક બનીને બેસી ગયા. પેલી સ્ત્રીને પૈસાની જરૂર પડે ત્યારે ટ્રસ્ટી પાસે જઈને માંગણી કરે છે પણ પૈસા દેતા નથી. એવું પણ બની જાય છે ને ? ટ્રસ્ટી સારા હોય તો વાંધો નહિ પણ ખાઉધરા નીકળ્યા તે તે બહેનની બૂરી દશા થાય છે. છતે પૈસે ભીખ માંગવાનો વખત આવે છે. પતિની કમાણી છે માલિકી પિતાની છે પણ પિતે ભીખ માંગે છે ને ટ્રસ્ટીઓ મોજ કરે છે. તેમ આ પાંચ ઈન્દ્રિયે રૂપી પાંચ ટ્રસ્ટીઓ આત્માની અનંત શક્તિના માલિક