________________
શારદા શિખર
પરની શકિતમાં શમવુ' છે પ્રભુ ચ`દન મારે બનવુ છે. કોઈ અગ્નિમાં અને બળે, નથી ફરિયાદો કરવી મારે, આનંદથી મારે બળવુ છે, પ્રભુ ચંદન મારે બનવુ છે.
૧૦૩
જે પરને માટે પેાતાની જાતનું બલિદાન આપે છે તેની જગતમાં કિંમત અંકાય છે, જો તમારે માનવજીવનને મૂલ્યવાન બનાવવુ હાય તા ચંદન જેવા અનેા. ચંદનને કાઈ ઘસી નાંખે તે સુગધ આપે. શરીરે લેપ કરે તે શીતળતા આપે પણ તમને કાઈ એ કટુ શબ્દો કહે તેા શું કરશે ? સમતાની સૌરભ આપશે કે ગાળ આપશે અહી વ્યાખ્યાન પૂરું થયું. સામાયિક પાળી, મુહપત્તિ છોડીને બહાર ગયા, કાઈ એ તમારું સ્હેજ અપમાન કર્યું, એ કટુ શબ્દો કહ્યા તા ભાઈના ક્રોધનેા પારો આસમાને ચઢી જાય. રાજ વીતરાગ વાણી સાંભળેા, સામાયિક કરે ને સમભાવ ન આવે તે મારે તમને કેવા કહેવા ? એક કેળું ખાઈ એ તેા ભૂખ મટી જાય, એક ગ્લાસ પાણી પીએ તે તૃષા શાંત થાય. એક એનેસીન કે એસ્પ્રેની ટીકડી લઈ એ તે। માથું ઉતરી જાય. એ. પી. સી. ની ગાળી લઈ એ તા તાવ ઉતરી જાય છે ને તમે એક કલાક વીતરાગ વાણીનું પાન કરેા તેની કઈ અસર થતી નથી તેનું કારણ શું? તમે કઈ જાતના શ્રેાતા છે ? ત્રણ પૂતળીનો ન્યાય આપ્યા છે. એક આરસની પૂતળી છે, ખીજી લાકડાની પૂતળી છે ને ત્રીજી રૂની પૂતળી છે. આરસની પૂતળીને દૂધમાં નાંખવામાં આવે તે તે દૂધમાં રહે ત્યાં સુધી ભીની રહે પણ બહાર કાઢા ત્યારે હતી તેવી ને તેવી સ્હેજ પણ દૂધ ચૂસે નહિ. મીજી લાકડાની પૂતળીને દૂધમાં નાંખવામાં આવે તા થોડું દૂધ ચૂસશે. બહાર કાઢયા પછી ઘેાડીવાર ભીની રહેશે. ત્રીજી રૂની પૂતળી દૂધમાં નાંખવામાં આવે તે તે દૂધ ચૂસી લે છે. ખોલો, આ ત્રણ પૂતળીમાંથી તમે કઈ પૂતળી જેવા શ્રોતા છે ? (હસાહસ). તમે રૂની પૂતળી જેવા ન અનેા તેા ખેર, પણ લાકડાની પૂતળી જેવા ખનશે તે પણ મને સંતાષ થશે. જેનામાં ઘેાડી પણ વીતરાગ વાણી પચી છે તેવા જીવા કના ઉદયથી દુઃખ આવશે ત્યારે હાય....હાય નહિ કરે પણ હાય....હાય એમ કહેશે. કારણ કે પૂર્વ ભવમાં મેં કમ ખાંધ્યા છે તેના ઉદ્ભયથી દુઃખ આવ્યું છે એમાં હાય....હાય શેની કરવાની ? હાય....હાય કરાય એમ સમજે છે. પારકાને દોષ દેતા નથી. જે આવે! સમભાવ રાખે છે તેનાં કાં ખપે છે.
અહીં ધારણી રાણી ખૂખ ડાહી, ગંભીર અને ધૈયવાન હતી. રાજયના કામમાં તે રાજાને સલાહ આપતી હતી. સમય આવે રાજ્યનું તંત્ર ચલાવવું પડે તેા ચલાવી શકે તેવું તેનામાં ખમીર હતું. આવી ધારણી રાણી ૯૯૯ રાણીઓ સાથે પ્રેમથી હળી મળીને દૂધ-સાકરની જેમ રહેતી હતી. જ્યાં રાણીઆને આવેા પરસ્પર પ્રેમ હોય