________________
શારદા શિખર તમે પાપ કરીને સોનું, ચાંદી, હીરા- મોતી અને રૂપિયા ભેગા કર્યા તેની પરલોકમાં નિકાસ કરી શકે છે ? બોલો, કંઈ લઈ જઈ શકશે? ત્યાં એક દમડી સાથે નથી આવવાની. તમારા બાપા અને બાપાના બાપા કેઈ લઈ ગયું છે ?
ના.” બધું અહીં રહી જવાનું છે. જેને આટલું પાળો–પષે છે તે શરીર પણ અહીં રહી જવાનું છે. છતાં કાયાની માયા ઉતરતી નથી. આ કાયા સાજી છે ત્યાં સુધી તેના દ્વારા પાપ ન કરે પણ ધર્મ કરી લો. આ મેઘ માનવભવ એળે ના ગુમાવે. આ માનવભવ એક પ્લેટ જેવો છે. પ્લેટ ખરીદે ત્યારે તે ખરીદતી વખતે કેટલી શરતે મંજુર કરે છે. એક ન્યાય આપીને સમજાવું.
“પ્લેટ આપતાં પહેલાં શરતે.” : કેઈ ભૂમિ ઉપર કઈ રાજાને નગર વસાવવું હતું. કેટલા વિસ્તારમાં ગામ વસાવવું છે તે નક્કી કરીને જમીનના પ્લેટ પાડયા. અને જાહેરાત કરી કે આટલી શરતે જે કબૂલ કરે તે પ્લેટ લઈ શકે. પણ એ શરતે એવી હતી કે પ્લેટ કેઈથી લઈ શકાય નહિ. માની લો કે એક પ્લેટ નીચે એવી શરત લખી છે કે પ્લેટ જેટલા વર્ષ રાખ હોય તેટલા વર્ષનું બધું ભાડું પહેલેથી ભરી દેવું. એક વર્ષના ભાડાના ૨૦૦] રૂ. ઠરાવ્યા હોય ને પ્લેટ ૧૦૦ વર્ષ રાખ હેય તે રૂ. ૨૦,૦૦૦ પહેલેથી ભરી દેવા અને આ નીચે બતાવેલ નકશા પ્રમાણે મકાન બનાવવું. એ મકાનમાં ચાહે તે મિલકત હોય કે ન હોય તે પણ તેની વૃદ્ધિ કરવી જોઈએ. વર્ષે વર્ષે આટલું મકાન વધારવું જોઈએ. તેના રક્ષણ માટે અમુક વ્યવસ્થા કરવી જોઈએ. અને તેમાં જે ભૂલ થશે તે આપેલું ભાડું તેમાંથી દંડ કરી વસુલ કરી લેવું. એ દંડ કેટલે કરે તે અમારી મરજી પ્રમાણે કરીશું. તે દંડની તમને ખબર આપવામાં નહિ આવે. જે વખતે રકમ પૂરી થશે તે વખતે સિપાઈ તમારે ત્યાં આવશે. તે વખતે તમારે ઘરમાંથી કોઈ મિલ્કત લેવાની નહિ. પત્ની-પુત્ર કે ભાઈ--બહેનને યાદ નહિ કરવાના. સિપાઈ સિસોટી વગાડે કે તરત ઘર છોડીને નીકળી જવું પડશે. અને તાજા કલમ નીચે પ્રમાણે છે–અમારે સિપાઈ આવે ત્યારે તમે ગમે તે ભાડું આપશે તે નહિ ચાલે. એ મકાન અમારી માલિકીનું. તેમાં જે કાંઈ મિલક્ત કે કુટુંબ હોય તેને ઉપર તમારી માલિકી રહેશે નહિ. બોલો, આવી શરતે કબૂલ કરીને કોઈ પ્લોટ લેવા તૈયાર થશે ? (શ્રોતામાંથી અવાજ) - “ના.” એકપણ પ્લોટ કોઈ લેવા તૈયાર નહિ થાય. હવે આ ન્યાયને આપણે મનુષ્યભવ સાથે ઘટાવીએ.
કર્મરાજાએ મનુષ્યભવને પ્લોટ આપે છે. તેમાં પહેલી શરત એ છે કે પ્લેટ જેટલા વર્ષ રાખ હેાય તેનું ભાડું પહેલાં ભરી દે. પુણ્ય કરીને મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું. તે વખતે પુણ્ય ભાડામાં ભરી દીધું. પ્લોટનો કબજો લીધા પહેલાં ભાડું આપ્યું એટલે માનવનું શરીર મળ્યું. સાથે આયુષ્ય કર્મ તથા શુભ નામ કર્મ બધું