________________
પર
તીરથ અનેક હશે, તીરથ ન કÉ ભયે,
કીરિતિકે કાજ દિયો દાન રતનકે; જ્ઞાન વિના વેરવેર ક્રિયા કરી ફેર ફેર, કિય કે કારજ ન આતમ જતન, ૬૪
(શત અષ્ટોત્તરી.) કરડે કટ સહન કર્યા, ચિતામા શરીર બાળી દીધુ, ધૂણીના. ધૂમાડાની મણે તપ કર્યું છતાં લેશ પણ ભેદ જાણે નહિ. વૃક્ષના મૂલમાં રહ્યો, જટાઓમાં લટકી રહ્યો, પણ માનમાં ભૂલી રહેવાથીઅભિમાન સહિત હોવાથી તે માત્ર શરીર કષ્ટ જ થયુ. અનેક તીર્થમાં નાહ્યો પણ એકપણ તીર્ણ થયું નહિ. કીર્તિ માટે હીરામાણેકના દાન આપ્યાં. એમ આત્માના જ્ઞાન વિના અનેક ક્રિયાઓ વારંવાર કરી પણ એમાં આત્માનું કંઈ હિત થયું નહિ.
સવૈયા ૨૩. બાલક હૈ તબ બાલક્ષ્મી બુધિ, જોબન કામ હુતાશન જારે;
વૃદ્ધ ભયે તબ અંગ રહે થકિ આયે હૈ ત ગયે સબ કારે પાંય પસારિ પ ઘરની મહિ, રોવે રટે દુખ હોત મહારે; વીતી ચાં વાત ગયા સબ ભૂલિ તૂ, ચેતત કર્યો નહિ ચેતનહારે, ૫૧
(શત અષ્ટોત્તરી.) બાળક હતો ત્યારે બાળબુદ્ધિ હતી, યુવાન થયો ત્યારે કામાગ્નિથી પ્રદીપ્ત રહો, વૃદ્ધ થયા ત્યારે બધાં અંગે શિથિલ થયાં અને કાળાવાળ ધોળા થયા, પગ પસારી ધરતી પર પડ્યો પડયો દુખથી પીડાઈ રહ્યો છે, અને મહા દુખ થાય છે એમ બોલીને રડે છે. આ બધી તને વીતેલી દુખની વાત તું ભૂલી ગયો. હે ચેતનવંત તું કેમ ચતો નથી ?
સવૈયા ૩૧ દેખતે હૈ કહાં કહાં કેલિ કરે ચિદાનંદ,