Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રુત-ભાની આંખોમાં
વીજ ચમકે. સંકલન : વિજય દોશી
|| I
AIR
WITH
A) Aaj (ર છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
|| શ્રી આદિનાથાય નમઃ |
શ્રત ભીની આંખોમાં
વીજ ચમકે
-: સંકલન :
શ્રદ્ધાંધ” વિજય દોશી શાર્લોટ, નોર્થ કેરોલીના,
U.S.A. e-mail : nalvij@yahoo.com
Page #3
--------------------------------------------------------------------------
________________
સંકલન : વિજય દોશી
નકલ : ૩૨૫
મૂલ્ય : અમૂલ્ય
પ્રાપ્તિ સ્થાન : નવિનભાઈ એફ. દોશી બી-૨/૪૨, મેઘદૂત, એસ. વી. રોડ, બોરિવલી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૯૨.
12015, Darby Chase Drive Charlotte, N.C. 28277 U.S.A. 704-844-8120 nalvij@yahoo.com
મુદ્રક : Satrang Media & Publication Pvt. Ltd. ૧૩૭, નમન પ્લાઝા, એસ. વી. રોડ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૬૭. મોબાઈલ : ૯૧૬૭૭૭૨૯૭૫
૯૪૨૯૧૬૦૧૦૦
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય પિતાશ્રી! આપે પિતૃ વાત્સલ્ય આપ્યું, આપે ધર્મભાવે પાલન કર્યું આપે નરમાંથી નારાયણ થવા પ્રેરણા આપી તેનું
યથાશક્તિ ઋણ આ ગ્રંથને અર્પણ કરી ધન્ય બનું છું.
પૂજ્ય માતુશ્રી! જનનીની જોડ ન મળે. કારણ, આપે સંસ્કારોનું સિંચન કર્યું એ ઉપકારના કારણે
આ ગ્રંથ જ્ઞાનપિપાસુઓને
આપના નામે
للترفت
છે અર્પણ દર
કરતાં કૃતજ્ઞતા અનુભવું છું.
- વિજય
-kkkkkkkkkkkkkkkkkk 3 Ekkkkkkkkkkkkkkkkkk
Page #5
--------------------------------------------------------------------------
________________
|| ૐ હ્રીં એ શ્રી સરસ્વતે નમઃ |
કુંદિંદુ ગોબ્બીર તુસાર વન્ના.
સરોજ હત્યા કમલે નિસન્ના વાએસિરિ પુત્થય વન્ગ હત્યા
સુહાય સા અન્ડસયા પસન્થા...!
=================K 4 Ekkkkkkkkkkkkkkkkk
Page #6
--------------------------------------------------------------------------
________________
મહુવા નિવાસી
સ્વ. ફતેચંદભાઈ પ્રાગજીભાઈ દોશી
હ
સ્વ. કંચનબેન તેચંદભાઈ દોશી
માતૃ-પિતૃદેવો ભવ
‘જનનીની જોડ સખી નહીં મળે રે લોલ...’
માં સંસ્કારની સરિતા અને ગુણોની ખાણ છે.
માં સહન કરી પુત્રોનું ઘડતર કરે છે.
માં તે માં, બીજા વગડાના વા.
અનેક ઉપમાને લાયક છે માં.
પિતા બાહ્ય અને અત્યંતર રીતે સંસ્કાર અને ધન અર્પણ કરે છે.
પિતાના કુળને અજવાળવું એ પુત્રનું કર્તવ્ય છે.
કુટુંબમાં તથા સમાજમાં પોતાનું તથા પરિવારનું નામ વધે તે માટે યોગદાન આપે છે.
આપના અદૃશ્ય આશિષ પરિવારને મળતા રહે તેવી પ્રાર્થના.
વિજયકુમાર ફતેચંદ દોશી (મહુવા નિવાસી) અ.સૌ. નલિનીબેન વિજયકુમાર દોશી સુપુત્રી : મોના – સુપુત્ર : માલવ હાલ : શાર્લોટ, નોર્થ કેરોલીના, (યુ.એસ.એ.)
Page #7
--------------------------------------------------------------------------
________________
તસ્મૈ શ્રી ગુરુવે તમઃ
ACCHA
(
ELAR
પૂ. આચાર્ય શ્રી દાનસૂરીશ્વરજી મ.સા.
કર્યુ પૌષધ વ્રત તમ નિશ્રામાં,
પામી આશિષ, કરીએ પ્રયાણ ઉર્ધ્વ દિશામાં.
પ્રવર્તક, સાહિત્યોપાસક
પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્ર વિજયજી મ.સા.
ગુરુજી અમાશે અંત નાદ અમને આપો આશીર્વાદ
ફતેચંદ દોશી સમસ્ત પરિવાર
Page #8
--------------------------------------------------------------------------
________________
>>>>
।। ૐ હ્રીં શ્રી આદિનાથાય નમઃ ।।
અંત૨ અને આંખોથી, નમન કરું હું ભાવથી વિદ્વત્તા સર્વ સાધુભગવંત, જ્ઞાની ભવિક સહુ પંડિતજન અભ્યાસ સભર ને ક્ષીરવંત, જ્યાં વિચારોનું જિન-વૃંદાવન
સાતે ક્ષેત્રો, ઉત્તમોત્તમ મહીં આગમ ક્ષેત્રનું અહીં કરીએ સ્તવન અતિ આનંદ, હર્ષ અને ઉલ્લાસમાં ‘શ્રુત-ભીની આંખોમાં વીજ ચમકે'નું
અવતર્યું
આ
સંકલન
આ ગ્રંથ સંકલન રૂપ છે. એમાં અન્ય આમ્નાયના સિદ્ધાંતો કે માન્યતાઓને અનુરૂપ લખાણ ના જણાય તો ક્ષમા કરી તકલીફ દરગુદર કરશોજી.
વિજય દોશીના જય જિનેન્દ્ર!
****************** 7 ******************
Page #9
--------------------------------------------------------------------------
________________
અનંતની ગુલઝારમાં ......!
(રાગ : હોંઠો સે છુ લો તુમ.) એક પળ પણ તારા વિના,
રહેવાય ના, રહેવાય ના, ઊર્મિ ઊની અંતરની,
પાંપણમાં સચવાય ના. એક પળ.. અંતર અને આંખોમાંથી,
ભીની અસરનું જળ જાય ના, પંખી ચહેરાનું ઊડી જતાં,
માળો ખાલી એ સહેવાય ના, પણ” લીધાં છે ભવો ભવનાં,
ગુણીજનના, સગપણના. એક પળ.. શ્રુત-ભીની આંખોમાં,
વીજ ચમકે” જગાડે મન, પ્રતિબિંબની આભામાં,
ઊભરાયે મનનું ગગન, શ્રદ્ધાંધ' ચહે અંતને, અનંતની ગુલઝારમાં. એક પળ.
શ્રદ્ધાંધ”
==============
8
======
====
Page #10
--------------------------------------------------------------------------
________________
>>>>
ૐૐ હ્રીં શ્રી આદિનાથાય નમઃ
ૐ હ્રીઁ એ શ્રી સરસ્વત્યે નમઃ
‘શ્રુત-ભીતી આંખોમાં વીજ ચમકે’
પ્રકાશકીય નિવેદન
ચરમ તીર્થાધિપતિ ભગવાન મહાવીરસ્વામી દેશનામાં સમજાવી રહ્યાં છે. “તમે ઘો૨ અંધારામાં બેઠા છો, આકાશમાં વીજનો ચમકારો થાય ફક્ત એ જ સંભાવના છે. થોડા અમથા સમયમાં જ, એ વીજના ચમકારામાં સોયમાં દોરો પરોવવાનો આવે તો ?’' એ અતિ અઘરું અને ખાસ શક્તિમય અનન્ય પુરુષાર્થથી પણ દુષ્કર છે. એથીયે દુષ્કર જિનપ્રણિત ‘સમ્યક્દર્શન' પામવામાં છે.
દ્વાદશાંગી શ્રુતને વાંચતાં, સાંભળતાં કે એની શીખ પામતાં જાણે અધ્યાત્મની વીજનો ચમકારો, ભવ્યાત્માની આંખોને ભીની કર્યા વગર ના રહે ત્યારે, અગમ્ય અનુભવની અજાયબીમાં મન પોકારી ઉઠે, ‘શ્રુત-ભીની આંખોમાં વીજ ચમકે...!'
દુષ્ક૨ એવા સમ્યક્દર્શનને પામવાની તાલાવેલીમાં, જૈન ધર્મના ગહન રહસ્યોનો ઉકેલ, સ્વાધ્યાય શ્રદ્ધા અને સમર્પણ ભાવ સિવાય હાંસિલ ના જ થાય. વીતરાગની વાણીનો પ્રભાવ અચિંત્ય છે. જેમ જેમ હૃદયમાં એ વસવા લાગે તેમ તેમ એમનાં શ્રુતમાં આંખો ભીની થતી જાય અને ધીરે ધીરે અંદર ઉઘાડ થવા લાગે ત્યારે, જો ‘સમ્યક્દર્શન' જ વીજના ચમકારા રૂપ શ્રુત-ભીની આંખોમાં ચમકે તો, એ ફાળ કેવી હશે? એ અનુભવ કેવો હશે? કંઈક અધ્યાત્મ સભર, એ અનુપ્રેક્ષામાં પ્રસ્તુત સંકલનને નામ મળ્યું, ‘શ્રુત-ભીની આંખોમાં વીજ ચમકે..!'
૧૯૬૭માં અમેરિકા આવ્યા બાદ અભ્યાસ આદિ ક્ષેત્રે Engineering degree પ્રાપ્ત કરી. ૧૯૭૦માં લગ્ન, ૧૯૭૩માં પુત્રી જન્મ અને ૧૯૭૬માં પુત્ર જન્મ થયો. સંસારિક જવાબદારી વધતી ચાલી, સાથે બંને બાળકોના ધર્મના સંસ્કારની ચાહને વેગ આપવાનો હતો. ૧૯૮૨માં જૈન સમાજના સહુ, મોટેરાં
****************** 9 ******************
Page #11
--------------------------------------------------------------------------
________________
***
તથા બાળકોને પણ જૈન ધર્મના શિક્ષણમાં વેગ મળે એ હેતુથી Jain Study Groupનું નિર્માણ થયું. ધાર્મિક શિક્ષણનું સ્વપ્ન સાકાર થવામાં મદદરૂપ થાય એ માટે ૧૯૮ ૪થી નિયમિત સ્વાધ્યાય આદિ શરૂ થઈ ગયા. એ નિમિત્તે સ્વાધ્યાય, વાંચન, લેખન, સ્તવનો, સ્તુતિઓ વગેરેને વિધ વિધ રાગોમાં રચવા આદિથી માંડી અનેક જ્ઞાનીઓના વ્યાખ્યાનો, મુનિ ભગવંતોની શ્રુત લહાણીનું સંકલન કરવાની ભૂખ જાગી. દેવ, ગુરુ, ધર્મ પસાયે ઈ.સ. ૧૯૯૬ થી ૨૦૦૧ દરમિયાન જૈન ગ્રુપ સહ ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર'ના સ્વાધ્યાય બાદ ‘સ્વાધ્યાય અધ્યયન સંગ્રહ'નું સંકલન પ્રકાશિત થવા પામ્યું. ત્યાર બાદ બે વર્ષ એનું પુનરાવર્તન અને ‘પહેલા કર્મગ્રંથ’નો સ્વાધ્યાય એક વર્ષ સુધી થયો. જૈન ગ્રુપનાં સભ્યોના એ ઉપાદેય લક્ષ્યનો આદર કેમ ભૂલાય?
૨૦૦૫માં ‘આરોહ અવરોહ અને અરિહંત' કૃતિઓનો સંગ્રહ અવતરિત થયો. એ સર્જનમાં અધ્યાત્મનો આત્મસાતમય પવિત્ર અહેસાસ, ચંદનના લેપની જેમ ‘ઉપશમ’ અને ‘ક્ષયોપશમ' ભાવ વડે અંતરને અડક્યા કર્યો. રુદિયાના રોમે રોમને રંગતો રહ્યો ! Nov-2011મા ‘અંતર અને આંખોમાં' સ્વ-લિખિત કૃતિઓનો સંગ્રહ પ્રકાશન કર્યાના આનંદ વડે, જીવનના સંધ્યા કાળે, જાણે યુવાની બક્ષી. ત્રણ વિભાગમાં પ્રસંગોપાત્ત બદલાતા ભાવોનાં સર્જનમાં ત્રીજો વિભાગ : ‘અપ્પાણં વોસિરામિ' અધ્યાત્મનાં અમી ઝરણારૂપ અધ્યવસાયના સ્વાદને, જાગૃત રાખવામાં એક અચિંત્ય બળ પૂરતો રહ્યો છે!
પ્રસ્તુત સંગ્રહ ‘શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે'નું પ્રકાશન રજૂ કરતાં અંતરનાં શુભ અધ્યવસાયોનો મેઘ જીવનનાં અંત સુધી આતમને ભીનો કરતો રહે એવી પ્રભુને પ્રાર્થના...
– વિજય દોશી
****************** 10 ******************
Page #12
--------------------------------------------------------------------------
________________
બે શબ્દો પ્રસ્તુત સંગ્રહ વિષે.. આગમનાં અંગો ૧૨ કહ્યાં. એ ૧૨ના અંક સાથે પ્રસ્તુત સંગ્રહનાં વિભાગો પણ ૧૨ અનાયાસે જ અસ્તિત્ત્વ પામ્યા. એ પણ મારા માટે એક શુભ પ્રસંગ, પ્રસાદીરૂપ બની ગયો. પરિશિષ્ટ' પૂર્તિ સિવાય ગ્રંથની પૂર્ણાહૂતિ કેમ થાય? એ વિચારે અંતમાં એમાં વ્યાખ્યાઓ, વિશેષ વિગતો, આદિની ભરણી ભરી સંતોષ અનુભવ્યો.
શ્રુત-ભીની આંખોમાં વીજ ચમકેના અંગને શરૂઆતથી અંત સુધી, “શ્રુત' પ્રક્ષાલન અને તારક એવી જિનવાણીની ઉદ્યોતમય ચમક' પ્રદાન થઈ શકે એ હેતુને સફળ કરવા, ભગવતી “એ” દેવી સરસ્વતીની “અર્ચના' સહ ભાવભીની કોશિષ કરી છે. “સુજ્ઞ વાચક વર્ગને આ દળદાર ગ્રંથનો શુભ અનુભવ થાય અને સાથે એનાં થકી “શુભાનુબંધ' થવા પામે એવી અંતરની અભ્યર્થના....!
સંગ્રહમાં અલગ અલગ વિષયોનું હેતુપૂર્વક જ ખૂબ “સંક્ષિપ્ત સ્વરૂપે સંકલન કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી વાચક વર્ગનો રસ તથા વિષય પ્રત્યેની એકાગ્રતા સહેલાઈથી સહજ ભાવે જ જળવાઈ રહે!
ખળ ખળ વહેતી “શ્રુત-સરિતા'નું અગાધ વક્તવ્ય, કેમે કરી આ સંકલનમાં સર્વ ગુણ સંપન્ન રીતે એકત્રિત ના જ થઈ શકે. પરંતુ આજના વ્યસ્ત અને દોડમદોડભર્યા જીવનમાં થોડું તો થોડું પરંતુ સાત્ત્વિક તત્ત્વ, એક નવો અહેસાસ કરાવી શકે એવી આશા જરૂર રાખી શકાય ને? વાચક વર્ગના પ્રતિસાદો, ક્ષતિઓ સુધારવામાં ખૂબ ઉપયોગી નીવડશે. અગાઉથી જ આપને સાભાર પ્રણામ.
વિધ વિધ વિષયોમાં, જૈન શાસન ચિંતામણી રત્ન જેવું, એના અચિંત્ય પ્રભાવને કારણે શાશ્વત, ચમકતું અને જયવંતુ રહેશે. માટે જ પ્રસ્તુત સંકલનમાં “જૈનમ્ જયતિ શાસનમ્"ના હાર્દને નિરંતર ધ્યાનમાં રાખવાનો શરૂઆતથી અંત સુધી પ્રયત્ન કર્યો છે. માનવમાંથી તીર્થંકર પરમાત્મા કેવી રીતે બને છે? તેનું સંક્ષિપ્ત પરંતુ સચોટ વિવેચનથી, જિન શાસન પ્રત્યે આપણું મસ્તક અતિ શુભ ભાવમાં સહજ રીતે જ ઢળી પડે છે. વિભાગના અંતે સુવાક્યો અને આત્મજ્ઞાન, જાણે આ બધાની સાક્ષી પૂરે છે..! =================K 11 -KNEF==============
Page #13
--------------------------------------------------------------------------
________________
>>>
નવકાર મહામંત્રનો શાશ્વત પ્રભાવ મનને આનંદ વિભોર કરી હંમેશાં માર્ગદર્શન આપતો રહે છે. તીર્થંક૨ પ્રણિત ૩ મુખ્ય બાબતો, જીવન જીવવાની પદ્ધતિ Art of Livingને એક અતિ ઉજાગર માર્ગ ૫૨ આત્મકલ્યાણનો સંદેશ આપે છે. સારભૂત ધૂત (કર્મ નિર્જરાનો હેતુ), એની ભીની ભાત પાડવામાં વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે...!
>>>
જૈન ક્રિયાઓમાં વિજ્ઞાનનું વિવેચન ‘જયણા’ અને જીવદયાના સિદ્ધાંતોને જીવંત કરી દે તેવું છે. જ્ઞાની ભગવંતોનું ‘નિશાન’ આત્મકલ્યાણને સિદ્ધ કરવા, બાળ જીવો પ્રત્યેના પ્રશસ્ત ભાવનું દર્શન કરાવી જાય છે...!
ઉત્તરાધ્યયન સૂત્રને પ.પૂ.આ.શ્રી વિશાલસેનસૂરીશ્વરજી મહારાજાએ ‘અંતિમ દેશના’ ગ્રંથમાં તત્ત્વજ્ઞાન સભર આબેહૂબ દ્રષ્ટાંતોથી, માનવ જીવનને ધન્ય બનાવવાની પ્રેરણા પ્રદાન કરી છે. આ વિભાગમાં સંકલનો માર્ગદર્શક બન્યા છે, જે રત્નત્રયી તરફનો એક રસ્તો બતાવી જાય છે...!
વિદ્વત્તા સાધુ ભગવંત, અતિ ઉપકારી તમ ધર્મ કવન, અભ્યાસ સભર ને ક્ષીર વંત, વિચારોનું જિન-વૃંદાવન.
કલ્યાણ યાત્રાની શરૂઆત જીવનને સાર્થક કરવા માટે અતિ ઉપકારી જિનપ્રણિત માર્ગદર્શનથી જ થાય છે ને? યોગદૃષ્ટિ અને ભાવ-શ્રાવકતાની પાંખે, અગાધ શ્રુતજ્ઞાનના વિશાળ ગગનમાં વિહાર કરવા મળે તો આનંદ આવ્યા વિના ના જ રહે !
આમ જુઓ તો ભવી જીવની યાત્રા ‘સમકિતથી મોક્ષ' સુધી ગણી શકાય. આ વિભાગમાં ‘જીવની પાંચ ઈચ્છાઓ’, ‘મળ્યાનુંય મોટું દુઃખ છે’ની વિચારધારા તત્ત્વની ગહનતાને સ્પર્શી જાય છે. મનની ભૂમિકાનું વિવેચન પ.પૂ.શ્રી યુગભૂષણવિજયજી મહારાજે જૈન ધર્મની રુએ, ખૂબ ઊંડાણથી અને સમજવામાં મુશ્કેલી ના થાય એવી મનો૨મ શૈલીમાં કર્યું છે. અનેકાંતવાદ, ભેદજ્ઞાન અને મોક્ષ શા માટે? આ વિવેચન, અહોભાવ પેદા કરે એવું રસપ્રદ છે.
પ.પૂ.શ્રી મેઘદર્શન વિજયજી મહારાજનું પુસ્તક ‘તત્ત્વ ઝરણું’ વાંચવા જેવું, આચરવા જેવું અને જીવને ‘શુભાનુબંધ’ કરાવી આપે એવું છે. એ દિલમાં વસી ગયા બાદ એની અનુપ્રેક્ષા, એક ‘આનંદ’ના સ્તર પર લઈ જાય એવો એ ચોટદાર ગ્રંથ છે. ****************** 12 ******************
Page #14
--------------------------------------------------------------------------
________________
પાંચ સમવાયનું રહસ્ય, આશ્રવ અને અનુબંધનું સંધાન, “ખામેમિ ત્રિક'ની ઘેરી અસર આત્માની પ્રતીતિ પણ કરાવી દે તો આશ્વર્ય નહીં...!
કર્મ નિવારણ - સાચી સમજણનું હાર્દ જૈન ધર્મનાં પારિતોષિક સમા કર્મવાદને પ્રસ્તુત સંકલનમાં ૮નો અંક મળ્યો. ૮ ઉર્ધ્વગતિનો સૂચક અંક છે. સર્વ કર્મ નિવારણ થતાં જીવ પણ ઉર્ધ્વગતિને પામે છે. કર્મવાદ કણિકાઓ ખરેખર માનવ જીવનને શણગારવાની અધ્યાત્મ મોતીની માળાઓ છે. કર્મ રજ મૂર્ત હોવાની સાબિતી મહાવીર ભગવાન સિવાય કોણ સમજાવી શકે? એ રહસ્ય જૈન ધર્મની દેન છે.
પ.પૂ.શ્રી યુગભૂષણ વિજયજી મહારાજ લિખિત “મનોવિજય અને આત્મશુદ્ધિ’ ગ્રંથમાં નાના પંડિત મહારાજાએ મનોવિજયનાં ૫ પગથિયાં, આત્મશુદ્ધિ બાદ જ સમકિત પ્રાપ્તિ, વૈરાગ્ય વિના સકામ નિર્જરા નહીં અને સકામ નિર્જરા વિના મોક્ષ નહીં વગેરે આત્મસ્પર્શી અને દિલચસ્પ વિવેચનોને સંક્ષિપ્તરૂપે વિભાગ નવમાં સંકલિત કરતાં હૃદય ખૂબજ અહોભાવનો અનુભવ કરે એ તો સ્વાભાવિક જ ગણાય ને?
જૈન ધર્મ પામ્યા અને મોક્ષનું સ્વરૂપ જ ના સમજ્યા તો અવતાર એળે ગયો જ ગણાય ને? વિભાગ ૧૦માં ઉપસંહાર સહ મોક્ષ સ્વરૂપને સમજીએ, મુક્તિની તાત્વિક જિજ્ઞાસા એવી પ્રગટાવીએ કે એ મોક્ષનો તલસાટ જગાડે.
જ્ઞાની કહે છે : દિશા બદલો, દશા બદલાશે. કેવી મજાની વાત?
જૈન ધર્મનું સાહિત્ય ચાર અનુયોગમાં વહેંચવામાં આવ્યું છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ. આ વિભાગને કથાનુયોગના વિધ વિધ શાસ્ત્રોક્ત દૃષ્ટાંતોથી શણગારવા કોશિષ કરી છે. થોકબંધ દૃષ્ટાંતોને, સંકલનની અવધિ (Limit)ને ધ્યાનમાં રાખી, વધુ દૃષ્ટાંતો સાથે ન્યાય આપી શકાયો નથી તો ક્ષમા કરવા વિનંતી. એક વાત તો નક્કી જ કહેવાશે, કથાનુયોગથી વસ્તુ સરળ ભાસે...!
૧૨માં અંત વિભાગમાં ૧૨ અંગો વિષેનું અતિ સંક્ષિપ્ત વિવેચન જિન આગમને નમસ્કારરૂપ નિવડે અને “જૈનમ્ જયતિ શાસનમ્"નો નાદ આપ સર્વના દિલોમાં ભીના ભાવ જગાડે એવી અભિલાષાની ચાહ રાખવાનું મન થઈ આવે છે. જ્ઞાનીઓએ ઉત્તમ સાત ક્ષેત્રોમાં જિન આગમનું સ્થાન, જિનાલય અને જિન મૂર્તિ બાદ દર્શાવી એની ખૂબજ
=================k 13 -KNEF==============
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠા કરી છે. ૪૫ જિન આગમમાં મુખ્ય ૧૨ “અંગો' વિષે સંક્ષિપ્ત વિગતો, ૧૨ અંગોમાનું પાંચમું ભગવતી સૂત્ર અતિ પ્રચલિત છે, તેમાંથી વિવિધ અધ્યાત્મનો સ્વાધ્યાય મન પ્રસન્ન કરી દે એવો છે. આગમનું અધ્યાત્મ આત્મા પ્રતિ પ્રયાણ કરાવે, કરનારો તરે અને અન્યને તરાવે..!
આ સંકલનને જન્મ મળ્યો તેમાં વર્ષોથી મારા ધર્મપત્ની નલિની તથા મારી પુત્રી મોના અને પુત્ર માલવનો સહકાર સાંપડ્યો છે એ કેમ ભૂલાય?
સહુ પ્રથમ પ.પૂ.શ્રી હરીશભદ્રવિજયજી મહારાજની અસીમ કૃપા અને પ્રીતિ સહના આશિષથી કાર્યની સફળતા સરળ અને સહજ પ્રાપ્ત થઈ છે. એમનો હું ઋણી છું. ગુરુદેવને “મર્થેણ વંદામિ'.
પાશ્રી કુમારપાળભાઈ, સુજ્ઞ ધર્મ પ્રભાવક સ્નેહી માનનીય શ્રી નૌતમભાઈ વકીલ, ભારતથી અમેરિકા આવી, વર્ષોથી સ્વાધ્યાય પ્રદાન કરી અનેક જીવોને ધર્મ પમાડવામાં નિમિત્ત બની રહેતાં તરલાબેન દોશી તથા શ્રી ભરતભાઈ શાહ, કે જેઓ વર્ષોથી અનેક જીવોને ધર્મ પ્રભાવના કરે છે તે સહુનો અંતઃકરણ પૂર્વક આભાર.
શ્રી પદમભાઈ તથા મધુબેન ધાકડે દળદાર ગ્રંથનાં પાનાઓનું સ્કેનિંગ નિષ્ઠાપૂર્વક કરી આપવા બદલ આભાર વ્યક્ત કરું છું.
ભરતભાઈ ચિત્રોડાનો પ્રિન્ટીંગ અને સુજ્ઞ સૂચનો આદિથી ગ્રંથને સજાવવામાં મદદ કર્યાનો આભાર!
મંદમતિ, અજ્ઞાન કે મંદબુદ્ધિને કારણે અવિનય, અવિવેક યા જિન-આજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ અંત:કરણ પૂર્વક મન, વચન અને કાયાના યોગે મિચ્છામી દુક્કડમ..! જૈનમ્ જયતિ શાસનમ્
- વિજય દોશી
શ્રદ્ધાંધ”
=================K 14 -KNEF==============
Page #16
--------------------------------------------------------------------------
________________
અંતરના આ કૉડીએ, એક દીપ બળે છે માંનો જીવનના જ્યૉરિયર, એને નિશદિન જલતો રાખો ઉંચે ઉંચે ઊડવા માટે, પ્રાણ રાહે છે પાંખો તમને ઓળખું નાશ બિરંજ્બ, એવી આંખો આપો!
THE LIGHT IS SIMMERING
WITHIN ME.
OH THE ENLIGHTENED ONE,
LET IT BE LIT, LET IT BE
I LONG FOR THE WINGS,
TO FATHOM THE HEIGHTS. GIVE ME.....
THE EYES OH "JINESHVAR" WHICH CAN FEEL
YOU IN ME !!!
eeeeeeeeeeeeeeeeeek 15 eleleeeeeeeeeeeeeelek
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધામાં અટલ હી. અંશ જયોતિના પ્રકાશમાં
વિહાર કરું છું ત્યારે બહાથ્થી અંધ લે તું
શ્રદ્ધાંધ
.
-
*
શિવમસ્તુ સર્વ જાલ: પહિલ બિલ ભવંતુ
ભૂલ થાણા દોષા પ્રયાળું ગાશમ્ સર્વત્ર સુખી લાવતુ લોક
Page #18
--------------------------------------------------------------------------
________________
બે શબ્દો અનુમોદનાના” આપની અનુમોદના, શોભે જેમ મોતીની માળા, શણગારતી શુભ ભાવથી, આ ગ્રંથના શ્રુતકંઠને, કૃતજ્ઞતાની ઓથે રહી, કરું હું ભીના ભાવથી આભાર દર્શન ઉર્જા સભર, પ્રસન્ન મને આપને.
કલ્પના.
શ્રુતાનુરાગી વિજયભાઈ,
શ્રત ભીની આંખોમાં વીજ ચમકે પુસ્તકનું તમે સંકલન કર્યું એ ઘણી આનંદની વાત છે. પુસ્તકના પાનામાં શું હશે તેનો વિચાર ન કરતાં તેના નામની ચર્ચા કરીશું તો ખોટું નહીં ગણાય.
શ્રત – એટલે સમ્યગુજ્ઞાન. મોક્ષ માર્ગનો પરિચય.
ભીની આંખો – જ્ઞાનનું અધ્યયન કરનારના નેત્ર જન્મ-મરણ સુધારવા માટે ભીના થાય એ જ જરૂર છે.
વિજ ચમકે – મેઘ-વરસાદનું આગમન વિજળીના ચમકારાથી સમજી શકાય, તેમ જ્ઞાનના અનુભવથી, મનન, ચિંતનથી જીવનમાં જાગૃતિ આવે. આત્મા પરમાત્મ પદનો અધિકારી બને એ નિશ્ચિત છે.
| વિજયભાઈ તમારી અદૃશ્ય ભાવના પૂર્ણ થાય, શાસનદેવ તમોને યશ આપે એ જ ભાવના.
પ્રવર્તક મુનિરાજ શ્રી હરીશભદ્ર વિજયજી
ધર્મલાભ
માગસર સુદ-૧૩ કલ્યાણ
Page #19
--------------------------------------------------------------------------
________________
રવાધ્યાય તપનો પરમાનંદ' હંસ મોતીનો ચારો ચરે, એ રીતે દેવ, ગુરુ અને ધર્મની અવિરત કૃપાને પરિણામે શ્રી વિજયભાઈ દોશીએ કરેલું “શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે એ સંકલન જૈન ધર્મના વિરાટ આકાશની ઓળખ આપે છે. ધર્મના શાશ્વત સિદ્ધાંતોની ત્રિકાળ અર્શિતાનો હૃદયંગમ અનુભવ વિજયભાઈના આ અનુપમ સર્જનમાં થાય છે.
જૈન ધર્મના મહાસાગરમાં શ્રાવક એકવાર ઊંડી ડૂબકી લગાવે અને એક પાણીદાર મોતી પામે, પછી જીવનભર મરજીવાની માફક મહાસાગરના તળિયે જઈને એનાં ઉત્તમ મોતી શોધતો અને પામતો રહે છે. આવા વિરલ ધર્મસ્પર્શ અને પ્રબળ આધ્યાત્મભાવનું સુંદર મિલન એમના આ સંગ્રહ “શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે'માં જોવા મળે છે.
જ્યાં ક્યાંયથી શ્રુતજ્ઞાનનું અજવાળું મળ્યું, એ સઘળું એકત્ર કરવાનો એમણે અહીં પ્રયાસ કર્યો છે. બાર વિભાગમાં થયેલું જુદા જુદા વિષયોનું આ સંકલન દરેક વિષયની એક દિશા ચીંધે છે અને દર્શાવે છે કે આ દિશામાં જઈએ તો વિશાલ આકાશ અને અવર્ણનીય આનંદનો અનુભવ પામીશું. આવી શ્રુતજ્ઞાનની ધારા આ ગ્રંથના બાર વિભાગોમાં અને એના જુદા જુદા વિષયોમાં પ્રાપ્ત થાય છે.
આ ચયન અને સંકલનની પાછળ વિજયભાઈની સૂક્ષ્મ વિવેક દૃષ્ટિ પ્રગટ થાય છે. આવા સંચયો એ શ્રુતજ્ઞાનના વિરાટ આકાશની આપણને ઝાંખી કરાવે છે. એની રચના એના સંકલનકર્તાના હૃદયને તો આનંદ આપે જ, પણ સાથોસાથ એ રચના જીવનના આચરણમાં પ્રગટ થતાં પરમ આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત થાય છે. આ ઉત્કૃષ્ટ કાર્ય કરતી વખતે વિજયભાઈ શ્રુતજ્ઞાનની કેટલી બધી કેડીઓમાં ઘૂમ્યા હશે, એ અંગે એકાંત સ્થાનમાં સ્વાધ્યાય કર્યો હશે. શ્રત ભીની આંખોમાં કેટલી બધી વાર આનંદની વીજળીનો ચમકાર થયો હશે તે વિચારીએ.
આવા સુંદર સંકલન માટે એમને ધન્યવાદ આપું છું અને શ્રુતજ્ઞાનની ધારા વધુ પુષ્ટ બનીને એમના લેખનને અને એ દ્વારા આપણા સહુના આત્માને પરિપ્લાવિત કરતી રહે, એવી અભ્યર્થના રાખું છું.
- પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
Page #20
--------------------------------------------------------------------------
________________
>>>>
>>>
‘ગાગરમાં સાગર’
ગાગરમાં સાગરની જેમ આગમના અનેક પાસાઓના આસ્વાદ સુશ્રાવક વિજયભાઈ દોશીએ આ પુસ્તકમાં કરાવી મનુષ્ય જીવન અધિક સુખ સંપન્ન થાય એવો ભગીરથ પ્રયાસ કર્યો છે.
‘શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે' આવું શિર્ષક આપી, વિજયભાઈ કેવા નૈસર્ગિક કવિ છે તેની એક ઝાંખી આપે છે. હું જ્યારે શાર્લોટમાં સ્કોલ૨ તરીકે પ્રવચન આપવા ગયેલો ત્યારે પ્રવચન શ્રેણિના છેલ્લા દિવસે તેમણે ત્યાં બેઠાં બેઠાં જ એક મૌલિક કવિતા મારા પ્રવચનો ઉપર બનાવી અને સંગીત સાથે સકળ સંઘને સંભળાવી ત્યારથી જ તેમના કવિત્વ હૃદયને તથા તેમના શાસ્ત્રીય સંગીતના ઊંડા જ્ઞાનનો મને પરિચય થયો હતો. તેમના ધર્મપત્ની તપસ્વી નલિનીબેને પણ આ ભગીરથ કાર્યમાં સિંહફાળો આપેલ છે.
આ પુસ્તકની શરૂઆત જૈનમ્ જયતિ શાસનસ્થી કરીને વિજયભાઈએ એમનું સમ્યગ્દર્શન કેટલું મજબૂત છે તેની સાક્ષી પૂરી છે. બાર વિભાગોનું દળદાર પુસ્તક એક ગ્રંથ સમાન ભાસે છે. ઉત્તરાધ્યયન સૂત્રની વાત વિભાગ-૪માં, સમકિતની વાત વિભાગ-૬માં, કર્મ નિવારણની વાત વિભાગ-૮માં તથા કથાનુયોગ વિભાગ-૧૧માં મને ખૂબજ આકર્ષી ગઈ છે. ખૂબ મનન અને ચિંતન દ્વારા લખાયેલ આ પુસ્તક વાચકવર્ગ માટે પણ પુરુષાર્થ માંગી લે છે. વિભાગ-૧૧ના શિર્ષક પ્રમાણે ખરેખર કથાનુયોગથી તત્ત્વ સ૨ળ ભાસે છે.
વિભાગ-૧માં પરમ પૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજીની વાત કરેલ છે. તે ખરેખર યુગપ્રધાન આચાર્ય હતાં. શાસ્ત્રીય મર્યાદામાં રહીને શ્રી વિજયભાઈએ કરેલો આ ભગીરથ પ્રયાસ લઘુકર્મી આત્માઓને આત્માની પ્રતીતિ કરાવે તો નવાઈ નહીં.
શ્રી વિજયભાઈના આ પ્રયાસથી વાચકવર્ગને એક નવી દિશા સાંપડશે અને લઘુકર્મી આત્માઓની દશા બદલાય એટલે કે આત્માનું ઉત્થાન થાય, આત્માનું કલ્યાણ થાય, આત્મા ગુણસ્થાનકે આગળ વધે તો આશ્ચર્ય નહીં!
અમેરિકા જેવા ભૌતિક સામગ્રીના ઢગલા વચ્ચે રહેનારી પ્રજાને આ પુસ્તકના વાંચનથી જીવનચર્યામાં શ્રાવકપણું લાવવાનું મન થાય એવી રીતે આ પુસ્તકની ગૂંથણી છે.
પ્રભુ તેમને લાંબુ સ્વાસ્થ્યપૂર્વકનું આયુષ્ય આપે જેથી હજુ આવા ઘણાં તાત્ત્વિક પુસ્તકો સમાજને મળે.
પ્રો. નોતમભાઈ વકીલ
(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ધર્મ તત્ત્વ ચિંતક
****************** 19 ******************
–
Page #21
--------------------------------------------------------------------------
________________
>>>>
‘ભૂરી ભૂરી અનુમોદના’
પરમ આરાધક, આત્મપ્રિય અને વીરવાણીના ઉપાસક,
ભાઈશ્રી વિજયભાઈ, પ્રણામ... જય જિનેન્દ્ર...
શાર્લોટ નોર્થ કેરોલીના સંઘ તીર્થની સેવામાં આપનો તથા આપના સહધર્માચારિણી નલિનીબેનનો પુરુષાર્થ ઘણો જ છે. વર્ષોથી આપ શાર્લોટ જૈન સંઘને સ્વાધ્યાય ક૨ાવો છો. આપ સ્તવનો અને કાવ્યો રચો છો. આપના ઘણા કાવ્યો અને સ્તવનો પુસ્તકરૂપે પ્રકાશિત પણ થયેલા છે.
૨૦૦૫માં આપે શાર્લોટ જૈન સ્ટડી ગ્રુપને કરાવેલ ૧૯૯૬-૨૦૦૧ સુધીના સ્વાધ્યાયને ‘સ્વાધ્યાય અધ્યયન સંગ્રહ' પુસ્તકમાં મૂકીને અનેક શ્રાવક-શ્રાવિકાને ધર્મલાભ આપેલ છે. આપની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું.
હવે આપ ‘શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે' પુસ્તકને શ્રાવક-શ્રાવિકાના હાથમાં મૂકા રહ્યા છો. આ પુસ્તક જરૂર અનેકના જીવનમાં વિકાસની કુમકુમ પગલીઓ પાડશે. આ પુસ્તકમાં આપે દર્શાવેલ ૧૨ વિભાગના નામ વાંચીને ઘણો ધર્મ ઉલ્લાસ થયો. તમારા ઉદાર યોગદાનની હુ ભૂરી ભૂરી અનુમોદના કરું છું.
આપ હંમેશાં સમયનો અત્યંત સદુ૫યોગ ક૨ના૨ા છો. શ્રાવકપણાના યોગ્ય આરાધક છો. આપ પ્રમાદનો ત્યાગ કરી સ્વાધ્યાયમાં લીન રહેનારા હોવાથી તેના પરિણામે સૌ સ્વાધ્યાય પ્રેમીને ઉત્તમ સામગ્રી મળી રહી છે.
આપશ્રીના આ સત્કાર્યની અમો ખૂબ અનુમોદના કરીએ છીએ. આ પુસ્તક સહુના જીવનમાં શાશ્વતતા દર્શાવનારું અને આધ્યાત્મિકતાનો પ્રકાશ પ્રગટાવનારું બની રહે તેવી અભિલાષા.
પ્રભુ કૃપાએ આપનું શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે, સ્વસ્થ દીર્ઘાયુ મળે અને સંઘના ઉત્તમ કાર્ય કરતા રહો તેવી અભ્યર્થના સાથે.
– ભરત શાહે
****************** 20 ******************
Page #22
--------------------------------------------------------------------------
________________
સંકલન-સર્જનની સંધિરૂપ સાહિત્ય વિષે બે શબ્દો
“અનુમોદના-અભિનંદના' શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે પ્રસ્તુત સંકલિત ગ્રંથનું નામાભિધાન કાને પડતાં જ અથવા શબ્દ સંકલનના પર નજર પડતાં જ ભાવ જગતમાં એક દૃશ્ય ખડું થાય છે. વર્ષાકાલની કોઈ એક સાંજ હોય, આખું ગગન મેઘાડંબરથી છવાઈ ગયું હોય! સૂર્યનો પ્રચંડ તાપ અને પ્રકાશ પ્રગટ ન હોય ત્યારે અચાનક પડું પડું થતાં વરસાદથી સંતૃપ્ત ભીનાશવાળા વાદળો વચ્ચે અચાનક ઝબકારો થાય, વીજ ચમકી જાય, ગગન ભરાય જાય, સાથે જ ગડગડાટથી વાતાવરણ પણ વિક્ષિપ્ત થઈ જાય. પણ આ અનુભવ રોમાંચ કરાવનાર જરૂર બની રહે.
આવો જ રોમાંચ અનુભવનાર શ્રી વિજયભાઈ દોશીની આખી સ્વાધ્યાય યાત્રાના છેલ્લા કેટલાંય વર્ષોની હું પ્રત્યક્ષ-પરોક્ષ સાક્ષી છું. વર્ષો પહેલાં હું શાર્લોટ સ્વાધ્યાય અર્થે આવી હતી. પછી પર્યુષણ પર્વ આરાધના પણ શાર્લોટ જૈન સેન્ટરના જિજ્ઞાસુ અને ભાવુક આરાધકો સાથે માણી હતી.
શ્રી વિજયભાઈ દોશીના વાવેલા સ્વાધ્યાય ખેતરના ખેડાણ અને પાકને પ્રત્યક્ષ જોતાં, કૃષિકારની અથાગ મહેનતનો અનુભવ થયો હતો. આ વિકાસની કેડીના પ્રત્યેક પગલે અનુભવેલા પડકારો, અનુભૂતિઓ અને વૈવિધ્યપૂર્ણ પ્રવાસની ઝલક આપણે પણ અનુભવવાની છે “શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે'ની સંગાથે.
‘તત્ત્વાર્થાધિગમ' જેવા પાયારૂપ ગ્રંથના ઊંડા અભ્યાસ બાદ તત્કાલ પ્રતિભાવરૂપ “સ્વાધ્યાય અધ્યયન સંગ્રહ'ના મુદ્રણ બાદ શ્રુત ભીનીના ભાવ જગતને ચાલો માણીએ.
સંકલન અને સર્જનની ઉભય સાધનાનો જેમાં સમન્વય છે એવા આ પ્રકાશનમાં પ્રકાશકિય નિવેદન' વડે વાચકને આખા ગ્રંથનો જાણે કે ચિતાર મળી જાય છે. લેખક નહીં, ચિત્રકારની જેમ આખું નિવેદન શ્રી વિજયભાઈએ રજૂ કર્યું છે. એટલે વાચક મનપસંદ વિષય પર મહોર મારી ત્યાંથી શરૂઆત કરે છે, કરી શકે છે.
ઝવેરીની દુકાનમાં ઝવેરાતની ખરીદી તેની સુંદરતા કરતાં વધારે ગ્રાહકની ખરીદવાની શક્તિ પર થતી રહે છે. બાકી પ્રત્યેક ઝવેરાત મૂલ્યવાન હોય છે.
અનુક્રમણિકામાં દર્શાવ્યા મુજબ વિભાગ-૧૨માં પ્રથમ વિભાગ જૈનમ્ જયતિ શાસનમ્ વડે પ્રસ્તુતકર્તા જિન શાસન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી કલમને આગળ ચલાવતાં ચલાવતા
=================K 21 -KNEF==============
Page #23
--------------------------------------------------------------------------
________________
આખરે ડંકો વગાડી જગતને જાણે કે કહે છે. આ બધાં જ તલસ્પર્શી અભ્યાસોના સારરૂપ કે આટલા વર્ષોના મંથન વડે પ્રાપ્ત નવનીતરૂપ ભાવ છે, તે એ છે કે ‘જિન આગમ જ તારે'. તો આ ૧૨ અંગના યોગાનુયોગ આયોજનરૂપ ૧૨ વિભાગોનું પૂરું અધ્યયન જ જિજ્ઞાસુ માટે અનિવાર્ય બની રહેશે.
એક એક વિભાગમાં ઘણું સંકલનરૂપ તો ઘણું તેમાં સર્જનરૂપ પણ છે. આધારભૂત માહિતી વળી તેના બધાં આધાર ગ્રંથોની પણ વિગત વડે જિજ્ઞાસુ તેનો પણ લાભ લઈ શકે એ લક્ષ્ય બહુ જ પ્રેરક બની રહેલ છે.
૧૨ વિભાગની વિષયસૂચિ, વિષયોની ભિન્નતા સાથે ઊંડાણનો અનુભવ કરાવે છે. નિખાલસતાપૂર્વક કર્તાપણાના દાવા વિના સર્જનશક્તિનું કૌશલ્ય દાખવનાર શ્રી વિજયભાઈ દોશીને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછાં છે. શ્રી વિજયભાઈ મૂળથી-પ્રકૃતિથી ભાવુક અને કવિહૃદય ધરાવતાં હોવાથી તેમની શૈલી કાવ્યમય પ્રવાહિતાથી ઘડાયેલી છે અને છતાં યોગ્ય શબ્દ પસંદગી અને અર્થગાંભીર્ય પણ સચવાયા છે. આધ્યાત્મ જગતના ભાવો તર્કબદ્ધ અને તથ્ય સાથે જોડાયેલા હોવાથી ત્યાં શબ્દની પસંદગી કાવ્યાત્મક કરતાં વધુ પ્રમાણભૂત હોવા જોઈએ એની પણ સભાનતા અહીં જળવાયેલી છે, એ સર્જકપક્ષે શ્રેષ્ઠ જાગૃતિ છે.
કોઈપણ સર્જકની સફળતામાં પરદા પાછળનો સહયોગ બહુ મોટું પરિબળ હોય છે તેમ અહીં પણ તેમનાં જીવનસંગિની નલિનીબેનના અદભૂત સહયોગ, સમર્પણ અને સમયદાનની નોંધ લીધા વિના પ્રસ્તાવના અધૂરી જ ગણાય..!
શ્રી વિજયભાઈ દોશીના આ ઉપક્રમ બાદ પણ હજુ એમના સુદીર્ઘ આયુકાળની પ્રત્યેક પળના સફળરૂપે વધુને વધુ ગ્રંથોની પ્રાપ્તિ થાય એવા હૃદયોદ્ગાર સાથે હું તેમના પ્રયત્નની પૂર્ણ અનુમોદના સાથે અદૃષ્ટના આશીર્વાદની અપેક્ષા કરી વિરમું છું.
વિદેશમાં વસવા છતાં વિતરાગ ન વિસરાયા અને વતન છોડવા છતાં સંસ્કાર ન છૂટ્યા એવા જિજ્ઞાસુ જૈન સમાજની માંગણીમાંથી નિપજેલા આવા મોતીઓના મરજીવા જેવા શ્રુતસાગરના અથાગ પ્રયત્નશીલ પુરુષાર્થના કરનાર સર્જકોને અભિનંદનપૂર્વકની અભિવંદના.
સાથે, – તરલાબેન દોશીના જય જિનેન્દ્ર
Page #24
--------------------------------------------------------------------------
________________
આધાર ગ્રંથો તથા લેખો References • સકલાહિત સ્તોત્ર
• સ્થાનાંગ - સમવાયાંગ સૂત્ર • અરિહંત વંદનાવલિ
(આગામિક વ્યાખ્યાઓ) • પ્રબુદ્ધ જીવન સામાયિક
• આચારાંગ સૂત્ર • ડૉ. પ્રીતિ શાહ લિખિત લેખ
• પ્રેરણા પત્ર સામાયિક પ્રતો • પંડિતવર્ય શ્રી પનાલાલ જ. ગાંધી • “પ્રબુદ્ધ જીવન’ ૨૦૧૨ ઓ-સપ્ટે. • પૂ. ધીરૂભાઈ પંડિત
• સામાયિક-આગમ સૂત્ર પરિચય • બાબુભાઈ સંઘવી કડીવાળા
• યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, • જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ
મહેસાણા. ભાગ-૩
નવ તત્ત્વ પ્રકરણ.
૫.પૂ. સાધુ ભગવંતોની વાણી • પ.પૂ. આ. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. • પ.પૂ. હરીશભદ્ર વિજયજી મહારાજ • પ.પૂ. રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સા. • પ.પૂ. યુગભૂષણ વિજયજી મ.સા. (નાના પંડિત મ.સા.) • પપૂ. નંદીઘોષ વિજયજી મ.સા. લિખિત જૈન દર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો” • પ.પૂ. હેમરત્નસૂરીશ્વરજી લિખિત લેખ • પ.પૂ. હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ • પ.પૂ.આ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ • પપૂ.આ. ગુરૂવર્ય વિશાલસેનસૂરિજી • પપૂ. ગણિવર્યશ્રી નયવર્ધન વિજયજી મ.સા. • પ.પૂ. વિદ્યાવિજયજી મહારાજ • પ.પૂ. પુણ્ય વિજયજી ક્ષમાશ્રમણ મ.સા. લિખિત ‘ભગવતી સૂત્ર સાર” ભાગ-૧. • પ.પૂ. આ. શ્રી.રાજશેખરસૂરીશ્વરજી મ.સા. લિખિત “તત્ત્વાર્થાધિગમ સૂત્ર” • પ.પૂ.આ. શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. Kakkkkkkkkkkkkkkkk 23 kkkkkkkkkkkkkkkkkk
Page #25
--------------------------------------------------------------------------
________________
• પ.પૂ. ચિત્રભાનુજી લિખિત વિવેચન • પ.પૂ. આ. શ્રી વિજય લક્ષ્મીસૂરીશ્વરજી મ.સા. લિખિત “તત્ત્વાર્થાધિગમ સૂત્ર” • પ.પૂ. મેઘદર્શન વિજયજી મ.સા. લિખિત “તત્ત્વ ઝરણું', કર્મનું કોમ્પયુટર” • પ.પૂ. ન્યાયવિજયજી મ. લિખિત “જૈન દર્શન' ગ્રંથ • પ.પૂ.આ. વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મ.સા. લિખિત “આત્મ તત્ત્વ વિચાર • પ.પૂ.આ. મહાપ્રજ્ઞજી લિખિત “મહાવીરનો પુર્નજન્મ' • પ.પૂ. નમ્રમુનિ લિખિત એક લેખ : “આગમ મોક્ષમાર્ગનો નિર્દેશ કરે છે” • પ.પૂ. રત્નભાનુ વિજયજી મહારાજ • પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા. લિખિત લેખ: ‘ચિત્તશુદ્ધિ • પ.પૂ.આ. કીર્તિયશસૂરીશ્વરજી મ.સા. લિખિત “આગમ જાણો' ભા. ૧-૩
‘ઉચિત આચરણ ગ્રંથ' ભા. ૧-૮ • પ.પૂ. યુગભૂષણવિજયજી (નાના પંડિત મ.) લિખિત ગ્રંથો : “ધર્મ તીર્થ' ભાગ ૧-૨
“મનોવિજય અને આત્મશુદ્ધિ’, ‘આશ્રવ અને અનુબંધ', “કર્મવાદ કણિકા' • બા.બ્ર.પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. લિખિત “આગમના મોતી'
(આશ્વર્યાની અવધિ) • પ.પૂ. યુગભૂષણ વિજયજી મ.સા. (નાના પંડિત મ.સા.) લિખિત “મોક્ષનું સ્વરૂપ સમજીએ.”
=================E 24
Kekek-seks-sekekekekekekek
Page #26
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૧૩૩
૧૫૩
ક્રમ
વિષય વિભાગ-૧ જિનશાસન છે આનંદઘન વિભાગ-૨ નવકાર જ્ઞાન જ તત્ત્વજ્ઞાન વિભાગ-૩ જયણાથી દર્શનાચાર સુધી વિભાગ-૪ અંતિમ દેશનાનાં કેટલાંક અધ્યયનો વિભાગ-૫ કલ્યાણ યાત્રા વિભાગ-૬ ગીત સમક્તિનું, લક્ષ્ય મોક્ષનું વિભાગ-૭ તત્ત્વ ઝરણું વિભાગ- ૮ કર્મ નિવારણ વિભાગ-૯ મનનું મારણ વિભાગ-૧૦ મોક્ષ, ધ્યાન, કેવળજ્ઞાન વિભાગ-૧૧ ધર્મ કથાનુયોગ વિભાગ-૧૨ જિન આગમ તારે, ભવ પાર ઉતારે
પરિશિષ્ટ
૨૦૭
૨૪૭
૨૯૧ ૩૦૫
૩૨ ૧
૩૫૯
૪૧૯
***--
**--**-* 25 -
-
--
-
Page #27
--------------------------------------------------------------------------
________________
“શ્રત ભીની આંખોમાં વીજ ચમકે' ગ્રંથના ખાસ ધ્યાનમાં રાખી, વાંચી અને મનન કરવા જેવા પાનાઓના અંક અને વિગતો.
પાના નં.
૧૦ ૨૪ ૨૮-૩૦ ૬૩
૮૨ ૮૬-૯૨ ૧૦૩-૧૦૭ ૧૦૪
૧૧૦ ૧ ૧૪ ૧૨૨-૧૨૩ ૧૨૯ ૧૩૦-૧૩૧ ૧૫૧
વિગત પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજા પ્રભુએ કહેલ ૩ મુખ્ય બાબતો આણાએ ધમ્મો દર્શનાચાર દુનિયા દેખતી રહી જશે, તમે કિનારા પર પહોંચી જશો તત્ત્વ સભર વિચાર મંથન જ્ઞાનનો મહિમા મોક્ષમાર્ગ ગતિ, ખૂબ મનનીય અને શીખળા મળે એવું તત્ત્વજ્ઞાન સૂત્રો કંઠસ્થ કરો. જીવન ભર્યું ભર્યું લાગે, જેમ દોરો પરોવાયેલ સોય ખોવાય નહિં તેમ. લેશ્યા, “અનુમોદના'નું મહત્ત્વ શ્રદ્ધાંધ' બનવું પડે એવી વિચારશીલતા ક્ષમાં જીવ-અજીવની સમજણ અંતમાં આટલી વાત સમજીએ ૧૨ ખમાસણા રોજ આપજો. હાથ, પગ ને શરીર એવા મળશે કે તમે સ્વસ્થ, સુંદર અને સમર્થ બનશો. પ્રભુના ગીત, સ્તવનો રચજો-ગાજો; આત્મામાં થયું સર્જન કદીયે વિસર્જન નહીં પામે. સઝાયો આદિ અવનવા રાગમાં ગાવાથી, સાંભળવાથી આત્મા સીઝે છે. અંતર ભીનું થાય એવું તત્ત્વજ્ઞાન મળે છે Ultra Positive Thinking મનોવિજયના પાંચ પગથિયાં જડ ચેતનાનું ભેદ જ્ઞાન - ‘ચિત્રભાનુ’ Excellent Discourse એકલી ભક્તિ ના ચાલે.... સાથએ વિવેકજ્ઞાન જોઈશે જ.
૧૬ ૧-૧૬ ૨
૧૬૪ ૧૮૦ ૧૮૧ ૧૮૧-૧૯૧ ૧૮૬
=================K 26 -KNEF
============
Page #28
--------------------------------------------------------------------------
________________
પાના નં.
૧૯૬ ૧૯૭ ૧૯૯ ૨૨૯ ૨૩૧ ૨૩૭
૨૩૯ ૩૨૫ ૩૩૪ ૩૩૮ ૩૪૧-૩૪૨ ૩૪૪
વિગત શરીરમાં પાંચ વાયુનું સંચાલન પાપ પુણ્યની સ્થિરતા શરીરની સાત ધાતુઓ મોક્ષની ઈચ્છા થાય, મોક્ષ મળે જ સમકિત દર્શન મોહનીય કર્મનો ઉદય, જીવને અજ્ઞાન દશામાં નાખે છે, એને કારણે મોક્ષનો ઉફાય જાણતો નથી, સંસારમાં રઝળે છે. જેનું ચિંતન “કામ” નિર્જરા કરાવે તે “તત્ત્વ' શરીર, સંબંધ અને સંપત્તિ” મનને અસ્થિર કરે છે. એ નબળી કડી છે. તપને મહિમા, રાગ : માલકૌંસ વિવેકનું વિવેચન ત્રણ પ્રકારે : જ્ઞાન વિવેક, દર્શન વિવેક, ચારિત્ર વિવેક પુણ્ય એ શુભ કર્મ છે, મોહ નથી મારા દુઃખોનું કારણ.... વેદના શાંત થઈ, રોગ ધીરે ધીરે જવા લાગ્યો. મુનિએ કહ્યું, ‘જિનેશ્વર દેવનું શાસન જયવંતુ છે' એમાં “શ્રદ્ધા રાખ. આજ કલ્યાણનો માર્ગ છે. જિન આગમના ૧૨ અંગો પૃથ્વીકાયિક જીવોની ગતિ આદિ, રસિક અને જાણવા જેવું. હસવું સારું કે ખરાબ? પૃથ્વીકાય, વાયુકાય, વનસ્પતિકાય, નિગોદ. દા.ત. દ્રષ્ટાંતથી માતાની કુક્ષિમાં પુત્ર ક્યારે પરિણમે? નું વિશ્લેષણ. Eye Opener જીવને નીકળવાના પાંચ રસ્તા પ્રશસ્ત ક્ષેત્રો, તિથિઓ.
ક્યાં અને ક્યારે સ્વાધ્યાય આદિ કરવા જોઈએ? વિભાગ-૧૩ સંપૂર્ણ. વ્યાખ્યાઓ, પરિષહો, ગુણસ્થાનો, આગમના મોતીઓ જાણવા માટે અતિ અધ્યયન રૂપ છે.
૩૬ ૧-૩૬૬ ૩૭૦-૩૭૧ ૩૯૪-૩૯૬ ૪૦૧-૪૦૨
૪૦૮ ૪૧૫-૪૧૬
૪૧૯-૪૫૩
=================K 27 -KNEF==============
Page #29
--------------------------------------------------------------------------
________________
5
OOOOOOO
સર્વ મંગલ માંગલ્યમ્
સર્વ કલ્યાણ કારણમ્ પ્રધાનમ્ સર્વ ધર્માણામ્
જૈનમ્ જયતિ શાસનમ્
=================K 28 -KNEF
============
Page #30
--------------------------------------------------------------------------
________________
‘પરિચય'
વિજય દોશી, શાઊંટ, નોર્થ કેરોલીના, યુ.એસ.એ.
૧૯૬૯થી અમેરિકામાં structural Engineeringના અભ્યાસાર્થે ગયા બાદ ૧૯૮૩માં ભારત, કાયમ વસવાટ માટે પાછા આવવાનું થયું. દોઢેક વર્ષ બાદ યુ.એસ.એ. પાછા જવાનું થયું. નિમિત્ત બળવાન છે. શાર્લોટમાં, ૧૯૭૧થી અત્યાર સુધી જીવન વ્યતીત થઈ રહ્યું છે. જૈન ધર્મની રુચિ પહેલેથી જ હતી. ઉત્તરોત્તર વધતી ગઈ. તત્ત્વાર્થ સૂત્ર, કર્મ ગ્રંથ તથા અન્ય જૈન સિદ્ધાંતોનો સ્વાધ્યાય જીવનને અધ્યાત્મ સભર કરતો રહ્યો. આપની સમક્ષ “શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે પુસ્તક રજૂ કરતાં એક સ્વપ્નની પૂર્તિ સમ આનંદ ઉલ્લાસની અનુભૂતિ થાય છે. જૈનમ્ જયતિ શાસનમ્.
“શ્રત ભીની આંખોમાં વીજ ચમકે' પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી હરીશભદ્ર વિજયજી મહારાજનાં શબ્દોમાં, શ્રત – એટલે સમ્યજ્ઞાન. મોક્ષ માર્ગનો પરિચય.
ભીની આંખો – જ્ઞાનનું અધ્યયન કરનારના નેત્રો, જન્મ-મરણ સુધારવા માટે ભીના થાય તે જરૂરનું જ છે.
વીજ ચમકે – મેઘ-વરસાદનું આગમન, વીજળીના ચમકારાથી સમજી શકાય તેમ જ્ઞાનનાં અનુભવથી, મનન, ચિંતનથી જીવનમાં જાગૃતિ આવે અને આત્મા પરમાત્મ પદનો અધિકારી બને એ નિશ્ચિત છે.
આ ભાવોનાં સંકલનરૂપ પ્રસ્તુત ગ્રંથ વાચક વર્ગનાં સર્વ જીવોને શુભાનુબંધનું નિમિત્ત બને એવી અંતર અભ્યર્થના...
શ્રત ભીની આંખોમાં વીજ ચમકે, વીતરાગની વાણીનું ઝાંઝર ઝમકે.
=================K 29 -KNEF
============
Page #31
--------------------------------------------------------------------------
________________
>>>>
જૈનમ્ જયતિ શાસનમ્
વિભાગ-૧
‘શ્રદ્ધાંધ’ના અંતરનો નાદ, ૩ સ્તુતિઓ
પાંચ જિનરાજની સ્તુતિ
અરિહંત વંદનાવલિ
જૈન ધર્મની સંક્ષિપ્ત પાટ પરંપરા
• ભારતીય જગતના વિવિધ મુખ્ય દર્શનો
શાસન સેવા
•
શાસન પ્રભાવના
♦‘એને ધ્યાનથી વિચારીએ’
પ.પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.
· માનવમાંથી તીર્થંક૨ પરમાત્મા કેવી રીતે બને છે ?
૭ સુવાક્યો અને આત્મજ્ઞાન!
♦ આધ્યાત્મિક મંથન – સુવાક્યો
૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪
૧૦
૧૧
૧૪
૧૫
****************** • ******************
Page #32
--------------------------------------------------------------------------
________________
સવિ જીવ કરું
હે પ્રભુ મને... | વિચારોનું ઔદાર્ય, શાંતિમય શક્તિનો સંચાર, ભક્તિમય પ્રેમની પ્રેરણા અને સમતા ગુણની શીતળતાનાં અંકુરો ખીલવવાની સતત વિચારધારા આપ.. મારે હજુ કેટલાંય જીવોને ખૂબ ખૂબ પ્રેમ કરવાનો બાકી છે!!
એપ્રિલ - ૮૯
પ્રતિકમણ દૃષ્ટિ અંતર્મુખ કરી ત્યાં મારૂં અનશન વલોવાયું.. સુષુપ્ત મનના અતીતની કેડી પર ઊગી ચૂક્યાંતાં પુષ્પો અતિ, વિષયનાં! ઝરતું હતું માંહેથી અપ્રશસ્ત રાગનું મીણ જે નીતરતું રહ્યું નથી, ખારું પાણી.... ગહની રાબથી કર્યું પારણું ચહી, દૃષ્ટિમાં ઉધોત અને પા..પા... પગલી, સમકિત કને....!!
સપ્ટેમ્બર - ૯૯
=================K
૨
-KNEF==============
Page #33
--------------------------------------------------------------------------
________________
અપાણે વોસિરામિ....
જિન આજ્ઞા અનુસાર આરાધના કરી સર્વ કર્મો ક્ષય કરી, હું મોક્ષસુખ પ્રાપ્ત કરૂં અને સર્વેને પણ મોક્ષસુખ પ્રાપ્ત થાઓ.
પૂર્વના અનંત ભવોમાં, અનંતા શરીરો ધારણ કર્યા, અનંતા સંબંધો બાંધ્યા, અનંતી ઉપાધિઓ, સાધન-સામગ્રીઓ ભેગી કરી, પણ વોસિરાવી નહીં.
આ ભવમાં પણ આજ સુધી, શરીરમાંથી અનંતા પુદ્ગલો, વડનીતિ, લઘુનીતિ, શ્લેષ્મ આદિ નીકળ્યા, નકામી વસ્તુઓ, ઘરનો કચરો, શાકભાજી આદિનો કચરો પડ્યો રહે અને સંમુશ્કેિમ જીવો ઉત્પન્ન થાય તેમાં ભાગીદાર બન્યો,
પુદગલો વોસિરાવ્યા નહીં તે સર્વ પુદ્ગલો હવે વોસિરાઉં છું અરિહંત સિદ્ધ ગુરુદેવની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ વોસિરામી, વોસિરામી પચખાણ પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ અપ્રાણ વોસિરામિ....
Page #34
--------------------------------------------------------------------------
________________
>>>>
પાંચ જિતરાજની સ્તુતિઓ
આદિનાથજી :
આદિમં પૃથ્વીનાથમ્, આદિમં નિષ્પરિગ્રહમ્, આદિમં તીર્થનાથમ્ ચ, ૠષભઃ સ્વામિનું સ્તંભઃ શાંતિનાથજી :
સુધાસોદર વાગ્ય જ્યોત્સના, નિર્મલીકૃતઽદિમુખઃ મૃગ લક્ષ્મી તમ શાંત્યું, શાંતિનાથ જિનોઽસ્તુવઃ નેમિનાથજી :
::
યદુવંશ સમુન્દ્રન્દુઃ, કર્મકક્ષ હુતાશનઃ અરિષ્ટનેમિર્ભગવાન્, ભૂયાદ્દોઽરિષ્ટ નાશનઃ
પાર્શ્વનાથજી :
કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ, પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિઃ, પાર્શ્વનાથ શ્રિયેસ્તુ વઃ મહાવીર સ્વામિજી :
શ્રીમતે વી૨નાથાય, સનાથાયાદ્ ભૂતક્રિયા, મહાનન્દ સરોરાજ, મરાલાયાર્હતે નમઃ
****************** • ******************
Page #35
--------------------------------------------------------------------------
________________
અરિહંત વંદનાવલિ
| (છંદ હરિગીત) બહુશ્રુત ચિંતનાચાર્ય કૃત પ્રાકૃત સ્તોત્રનો ગુજરાનુવાદમાંથી
| સ્વાધ્યાય : રવિવાર, ઓગસ્ટ ૧૦, ૨૦૦૮ દીક્ષા કલ્યાણકઃ નિર્મલ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન સહેજે દીપતાં, જે પાંચ સમિતિ ગુપ્તિ ત્રયની રયણમાળા ધારતાં; દશ ભેદથી જે શ્રમણ સુંદર ધર્મનું પાલન કરે,
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ! લોકોપકારઃ
જે બીજ ભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશ પૂર્વના, ઉપન્નઈ વા વિગમેઈ વા ધુવેઈ વા મહાતત્ત્વના; એ દાન સુ-શ્રુતજ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે,
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ! તીર્થ સ્થાપનાઃ
જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલમહીં કે નાથ સમ કો છે નહીં; જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી,
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ! જીવનના બધા પાસાઓને વાસ્તવિક સ્વરૂપે જોવા અને વાસ્તવિક સત્યોને સ્વીકારવા. આ અવસ્થા તે વૈરાગ્ય. આગ હોવા છતાં આગને ન માનીએ તો દઝાય જ. સંસાર છોડવા જેવો, સંયમ લેવા જેવું. મોક્ષ મેળવવા જેવો માનવો તે વૈરાગ્ય.
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મની સંક્ષિપ્ત પાટ પરંપરા
મહાવીરસ્વામી
સુધર્માસ્વામી
જંબુસ્વામી
પ્રભવસ્વામી
શય્યભવસૂરિ
શાસ્ત્ર સર્જનકાર પ્રભાવકો :
સિદ્ધસેન દિવાક૨જી
ઉમાસ્વાતિજી
હેમચંદ્રાચાર્યજી
યશોભદ્રસૂરિ
વાદિદેવસૂરિજી
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
હરિભદ્રસૂરિજી
યશોવિજયજી ઉપાધ્યાય
મલયિગિર મ.સા.
વિનય વિજયજી
સંભૂતિ વિજયજી
ભદ્રબાહુસ્વામી સ્થૂલિભદ્ર મુનિ આર્ય મહાગિરિ આર્ય સુહસ્તિગિરિ
સમ્મતિ તર્ક
તર્ક શિરોમણિ
વલ્લભીપુરમાં આગમો લિપીબદ્ધ કરાવ્યા તત્ત્વાર્થ સૂત્રાદિ ગ્રંથોના રચિયતા
સિદ્ધહેમ વ્યાક૨ણ રચિયતા
૧૪૪૪ ગ્રંથ રચયિતા
અધ્યાત્મસાર
ઉત્કૃષ્ટ ક્ષયોપશમધારી
નામ તેવા ગુણોનાં ધા૨ક
પ્રાકૃત શબ્દકોશ
રાજેન્દ્રસૂરિજી
કુંદકુંદાચાર્ય
સમયસાર, પ્રવચનસાર
જૈન શાસનની અનુપમ સેવા કરી.
પૂજ્યપાદ સ્વામી ****************** • ******************
Page #37
--------------------------------------------------------------------------
________________
વિહંગાવલોકન ભારતીય જગતના વિવિધ મુખ્ય દર્શનો
અતિ સંક્ષિપ્ત ૧. બૌદ્ધ ૨. નૈયાયિક, ૩. વૈશેષિક દર્શન, ૪. સાંખ્ય, ૫. યોગ દર્શન
(૨ થી ૫ સરખા અભિપ્રાયવાળા દર્શનો છે)
૭. પૂર્વ મીમાંસા અથવા જેમિની દર્શન ૮. ઉત્તર મીમાંસા અથવા વેદાંત દર્શન ૯. ચાવાર્ક આત્માને સ્વીકારતું નથી • જૈન દર્શન અને બૌદ્ધ દર્શન સિવાયના ૨ થી ૮ દર્શનો વેદને મુખ્ય રાખી પ્રવર્તે છે. • બૌદ્ધ અને જૈન દર્શનો સ્વતંત્ર દર્શનો છે, વેદાશ્રિત નથી. • બૌદ્ધ દર્શનના મુખ્ય ૪ ભેદ છે :
૧. સોતાંત્રિક ૨. માધ્યમિક ૩. શૂન્યવાદી ૪. વિજ્ઞાનવાદી • જૈન દર્શનના સહજરૂપે બે ભેદ છે : ૧. શ્વેતાંબર, ૨. દિગંબર • ચાવાર્ક સિવાયના બધા જ આસ્તિક દર્શનો છે. જગતને અનાદિ માને છે.
સૃષ્ટિકર્તા કોઈ ઈશ્વર નથી - બોદ્ધ, સાંખ્ય, જૈન, પૂર્વ મીમાંસા તટસ્થપણે ઈશ્વર કર્તા અને સર્વ વ્યાપક છે - નેયાયિક દર્શન કલ્પિતપણે ઈશ્વર કર્તા છે – વેદાંત દર્શન નિયંતાપણે ઈશ્વર પુરુષ વિશેષ છે - નયાયિક દર્શન ત્રિકાળ વસ્તુરૂપ આત્મા નથી, ક્ષણિક છે – બૌદ્ધ દર્શન અનંત દ્રવ્ય આત્મા. પ્રત્યેક જદા છે - જૈન દર્શન સર્વ વ્યાપક અસંખ્ય આત્મા છે તે નિત્ય અપરિણામી છે – સાંખ્ય જીવ અસંખ્ય છે, ચેતન છે - પૂર્વ મીમાંસા એક જ આત્મા સર્વવ્યાપક સન્ચિદાનંદમય ત્રિકાળાબાધ્ય છે – વેદાંત દર્શન
Page #38
--------------------------------------------------------------------------
________________
શાસન સેવા ! इय संपत्तिअभावे, जत्ता पूयाइ जणमणोस्सणं । जिणजइविसयं सयलं, पभावणा सुद्धभावेणं ।। स.स. ३९ જૈન શાસન પામીને જે આત્મા પાસે જેવા પ્રકારની શક્તિ હોય, તેવા પ્રકારની શક્તિ દ્વારા યત્કિંચિત્ પણ તે આત્માએ જૈન શાસનની પ્રભાવના કરવી જોઈએ.
પરમાત્મા મહાવીરે સંયમી જીવોના કલ્યાણ અર્થે “જૈન શાસન'રૂપ દીપક પ્રગટાવ્યો છે. તે દીપકમાં આપણી પ્રાપ્ત શક્તિ અનુસાર ૧-૨૩ ચમચી ઘી પૂરવાનું કામ કરવું જ જોઈએ. જેથી દીપક પાંચમા આરાના અંત સુધી પ્રકાશમાન રહ્યા જ કરે. જગતના જીવોને તારવાનું, પ્રકાશ આપવાનું કાર્ય કર્યા જ કરે. આ જ મનુષ્ય જીવનનો સાર છે !
જીવનમાં મેળવેલી રિદ્ધિ-સિદ્ધિ, લબ્ધિ, માન-પાન, પ્રતિષ્ઠાનો ઉપયોગ સંસાર હેતુ માટે કે સ્વ-પ્રશંસા માટે આપણા વિદ્યામય જૈન આચાર્યો, ઉપાધ્યાયો, મુનિ ભગવંતો અને શ્રેષ્ઠિઓ કરતા નહીં. પરંતુ શાસન પ્રભાવના માટે જ કરતા.
આપણે પણ આ દ્રષ્ટિથી જીવન કેળવી આપણું યોગદાન, શાસન પ્રભાવના પાછળ આપવાને ઉમંગ અને ઉત્સાહ બતાવીએ.
Page #39
--------------------------------------------------------------------------
________________
શીસન પ્રભાવના
• અમેરિકામાં ઉછરતા બાળકોને પાઠશાળામાં ધર્મક્ષેત્રે તેયાર કરવાનું યોગદાન
Jain Scholar Visitation માં રસપૂર્વક અગ્રગણ્ય ભાગ લેવો, તેઓને ઘરે આગતા સ્વાગતાપૂર્વક રાખી સાર સંભાળમાં મદદ કરવી. સંઘમાં ઉત્સુત્ર પ્રરૂપણારૂપ આચરણ, “મારું તે સાચું કરનારની હઠમાં દઢ એવા જીવોની અનુમોદનાથી દૂર રહેવું. જિન શાસનની હિલના ન થાય એની પૂરેપૂરી સાવચેતી જાળવવા જાગૃત રહેવું.
શક્તિ પ્રમાણ સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ, આયંબિલ, એકાસણા, ઉપવાસ આદિ ધર્મ અનુષ્ઠાનોમાં ઉત્સાહ અને ઉમંગથી જોડાવું. પૂજાપ્રક્ષાલન વગેરે વિધિ-વિધાનમાં મદદ કરવી. સંઘની પ્રશસ્ત' પ્રવૃત્તિઓમાં તન-મન-ધનથી યોગદાન કરવું, જેથી મન પ્રસન્ન રહે.
ધર્મ પ્રભાવનાનાં મુખ્યત્વે બે ફળ. એક તાત્વિક અને બીજું આનુષંગિક. ચિત્તની પ્રસન્નતા, પ્રસન્નતાનું ફળ ચિત્તની સમાધિ અને સમાધિનું ફળ કેવળજ્ઞાન અને અંતે મોક્ષ તાત્ત્વિક ફળરૂપે સહુના આત્માને આકર્ષે અને શાસન સેવા જીવનના મુખ્ય અંગરૂપે વિકસાવતા રહે એ જ અભ્યર્થના....!
=================K
૯ -KNEF==============
Page #40
--------------------------------------------------------------------------
________________
એને ધ્યાનથી વિચારીએ... પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરિજીના
વ્યાખ્યાનમાંથી ઉદ્ભૂત... • ભગવાનનો સંઘ એ જગતનું જવાહર છે. વાણિયાનાં ટોળા ભેગા મળી સંઘ થઈ જાય અને પોતાને પચ્ચીસમો તીર્થકર કહેવડાવે, એવો પચ્ચીસમો તીર્થકર તો ચોવીસ તીર્થકરોની આજ્ઞાનો ભૂક્કો બોલાવે છે. એવા આજ્ઞાહીન ટોળાથી કદી સંઘ ના બને !
૦ કમ ખાના એ સારું, ગમ ખાના એ પણ સારું, પરંતુ સત્ય છોડવું એ ખરાબ.
અસત્ય સ્વીકારવું એ એથી પણ ખરાબ. સત્ય અને અસત્ય વચ્ચે સમાધાન ન હોય. પૈસાની લેવડ દેવડમાં સમાધાન હોય. કારણ કે, એ છોડી દેવા જેવી ચીજ છે.
• સત્ય છોડી દેવા જેવી ચીજ નથી. સત્ય છોડવામાં નાશ છે. ૩૬૩ પાંખડીઓ
ભગવાનના સમવસરણમાં બેસતા એમાંના એકની સાથે પણ ભગવાને સમાધાન ન કર્યું. એમની સાથે એકતાની વાટાઘાટ પણ ના કરી. બે ને બે ચાર સ્વીકારે તેની સાથે જ સમાધાન થાય. પાંચ બોલે કે ત્રણ બોલે તેની સાથે કદી ન થાય.
એવી શ્રી જિનની વાણી પ.પૂ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજે હૈયે આણી.
Page #41
--------------------------------------------------------------------------
________________
>>>>
માતવમાંથી
તીર્થંકર પરમાત્મા કેવી રીતે બને છે ?
મહાવીરનો સંદેશ-શાશ્વત વાણી...
સહુને પોતાનું જીવન પ્યારું છે માટે તમો સૂક્ષ્માતિ સૂક્ષ્મથી લઈને નાનામોટા ચેતના ધરાવતા કોઈ પણ જીવની હત્યા કરો નહિ, ક૨ાવશો નહિ. એનું યથાર્થ પાલન કરી શકાય એ માટે સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના આ પાંચે આદેશોને આચરણમાં મૂકો.
શાસ્ત્રોક્ત કથનના આધારે જીવન વિકાસની ગતિ
માનવમાંથી મહામાનવ બનનાર આત્મા તીર્થંકર પરમાત્મારૂપે કેવી રીતે બને છે ?
♦ અખિલ વિશ્વનાં પ્રાણીમાત્રમાંથી કેટલાક આત્મા વિશિષ્ટ કોટિના હોય છે. જે ઈશ્વરીય સ્થિતિએ પહોંચવાની યોગ્યતા ધરાવે છે.
જડ કે ચેતનનું નિમિત્ત મળતાં, મનુષ્યનો ભવ હોય ત્યારે એ વિશિષ્ટ આત્માની વિકાસની ગતિ ખૂબ ઝડપી બને છે.
♦ એક જ જન્મમાં મૈત્રી ભાવના પરાકાષ્ઠાએ પહોંચે છે. તેમના આત્મામાં, સાગર કરતાં પણ વિશાળ મૈત્રીભાવ જન્મે છે. વિશ્વના સમગ્ર આત્માઓને સ્વ-આત્મતુલ્ય સમજે છે. એક ઉત્કૃષ્ટ ભાવ જાગે છે કે, આ આત્માઓને દુઃખમાંથી મુક્ત ક૨વાને હું ક્યારે શક્તિમાન થઈશ ? Niagara ના ધોધથી અનેકગણો જો૨દા૨ અને વાયુથી પણ વેગીલો વહી રહેલો ભાવનાનો મહાસ્ત્રોત પરમાત્મ દશા પ્રાપ્ત કરી શકાય તેવી સ્થિતિ નિર્માણ કરે છે. આવી સ્થિતિ નિર્માણ થનારો જન્મ એ પરમાત્મા થવાના ભવ પહેલાનો
****************** 19 ******************
Page #42
--------------------------------------------------------------------------
________________
ત્રીજો ભવ હોય છે. આ પછીના ત્રીજા ભવે, પૂર્વે અહિંસા, સત્ય, કરૂણા, દેવ-ગુરુ ભક્તિ, દયા, સરળતા વગેરે ગુણો દ્વારા જે સાધના કરી હતી એ સાધનાના ફળરૂપે, પરમાત્મા તરીકે જન્મ લે છે. આ તેમનો ચરમ-અંતિમ ભવ હોય છે.
જન્મતાંની સાથે જ અમુક કક્ષાનું મતિ-શ્રુત-અવધિ વિશિષ્ટ જ્ઞાન લઈને જ જન્મે છે. આના કારણે વર્તમાન, ભૂત, ભવિષ્યની ઘટનાઓ અમુક અંશે જોઈ શકે છે.
• મોટા થતાં ગૃહસ્થ ધર્મમાં હોવા છતાં આધ્યાત્મિક સાધના ચાલુ જ હોય
છે. પોતાનાં પ્રાપ્ત જ્ઞાનથી પોતાનું ભોગાવલિ કર્મ અવશેષ છે એવું જાણે તો કર્મક્ષય માટે લગ્ન સ્વીકાર કરે છે. જો જરૂરિયાત ન હોય તો અસ્વીકાર કરે છે.
• ત્યાર પછી ચારિત્ર, દીક્ષા કે સંયમની આડે આવતાં ચારિત્ર મોહનીય કર્મનો
ક્ષયોપશમ થતાં એક મહા ઉપયોગે, વિશ્વ કલ્યાણાર્થે યોગ્ય સમય પાકતાં ચારિત્ર ગ્રહણ કરે છે. સ્વયં યથાર્થ માર્ગને જાણવો જ જોઈએ એવા ઉત્કૃષ્ટ આચારને યોગે સંપૂર્ણ જ્ઞાન એવું કેવળજ્ઞાન પામવાને તૈયાર થઈ જાય છે. સર્વથા મોહનો ક્ષય કર્યા વગર આવું જ્ઞાન પ્રગટ થતું નથી એટલે ભગવાન સાધનામાં પ્રચંડ પણ ઝૂકાવે છે. અતિ નિર્મળ સંયમની સાધના, વિપુલ અને અગ્રકોટિની તપશ્ચર્યાને કાર્ય સિદ્ધિનું માધ્યમ બનાવી ગામેગામ, નગરે નગરે, જંગલ આદિમાં વિચરે છે. “સર્વજ્ઞ'ની પદવી ધારણ થતાં વિશ્વના તમામ દ્રવ્યો-પદાર્થો તેનાં પર્યાયો, સૈકાલિક ભાવોને સંપૂર્ણપણે જાણનારા અને જોનારાં બને છે.
=====
==========૧૨ >k-kkekek-sekekekekekekek
Page #43
--------------------------------------------------------------------------
________________
• સર્વ ગુણ સંપન્ન પ્રભુ હજારો આત્માઓને મંગલ અને કલ્યાણકારી ઉપદેશ
સતત રીતે પોતાની ૩૫ ગુણ સંપન્ન વાણીમાં પ્રસરાવતા રહે છે.
• આ અરિહંતના આત્માઓ ૧૮ દોષોથી રહિત છે. પરમ પવિત્ર અને પરમ
ઉપકારી છે, વીતરાગ છે, પ્રશમ રસથી પૂર્ણ છે, પૂર્ણાનંદમય છે. તેઓની મુક્ત માર્ગ બતાવવાની શૈલી અનોખી છે. તત્ત્વ પ્રતિપાદન હંમેશાં સ્યાદ્વાદ-અનેકાંતવાદની મુદ્રાથી અંકિત છે. મન, વચન અને કાયાના નિગ્રહમાં તેઓ અજોડ છે. સૂર્ય કરતાં વધુ તેજસ્વી અને ચંદ્ર કરતાં વધુ સૌમ્ય અને શીતળ છે. સાગર કરતાં વધુ ગંભીર છે. મેરુની માફક અડગ અને અચલ છે. અનુપમ રૂપના સ્વામી છે. અરિહંત ભગવાન પરમ ઉપાસ્ય છે અને એથી જ નિતાત્ત સ્તુતિને પાત્ર છે.
જૈનમ્ જયતિ શાસનમ્
Page #44
--------------------------------------------------------------------------
________________
>>>>
સુવાક્યો વડે આત્મજ્ઞાત !
* જેવો ભાવ તેવો ભવ, જેવી મતિ તેવી ગતિ.
* સમ્યક્ત્વ દ્વારા આત્માનું આત્મિક સુખ પ્રગટ થાય છે !
★
વજન ઓછું થતાં જેમ સંવેદન થાય છે, તેમ કર્મ ઓછું થતાં જીવને સંવેદન થાય છે.
* કર્મનો નાશ શુભ ધ્યાન વડે થાય છે. ધ્યાન ૧૧મું તપ છે. મૃત્યુ હોય ત્યાં સુખ નથી, અજન્મા બનવાનું છે.
* જ્યારથી ધર્મભાવના શરૂ થઈ ત્યારથી ઉંમ૨ની ગણત્રી થાય.
* આત્માના સામર્થ્યમાં વૃત્તિ જોડાય ત્યારે ઉપયોગ (ચેતના) આખા શરીરમાં વાયુ સાથે ફરતો નથી એટલે સંવેદના અટકી જાય છે. ગજસુકુમાલને માટે સગડી બળતી હતી, સંવેદન નહોતું !
* આ ભવમાં કર્મક્ષય કરવો હોય તો જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય જોઈએ. આવા ધર્મમાર્ગમાં પ્રવેશ ક૨વા, આપણામાં રસ-કસ હોવા જોઈએ.
* મનોબળ સંસારમાં જ ગયું એટલે વૃદ્ધાવસ્થામાં ધર્મ કરતી વખતે રસ-કસ ખૂબ ઓછા બાકી રહ્યાં હોય છે.
* ચક્રવર્તી જેવાઓએ પણ સંસારમાં સુખ જોયું નથી.
* સ્વભાવથી છૂટે તે સંસારમાં ડૂબે.
* પ્રતિકૂળ સંજોગો કે વ્યક્તિ સામે સમતામાં સ્વસ્થ રીતે જીવતાં શીખો.
* વસ્તુનું સ્વરૂપ જાણીએ. ફ્રીજમાં પણ દહીં ખાટું થાય જ છે !
* આયુષ્ય પૂરું થતાં સ્વ લખાય છે. સ્વર્ગમાં પણ સુખ ક્યાં છે? ત્યાંથી ફરી જન્મ લેવો જ પડે છે. સમકિત વગરના સ્વર્ગનાં જીવો અવશ્ય વનસ્પતિકાય કે અાયમાં જન્મે છે !
*વૈભવ તને છોડે તે પહેલાં તું વૈભવને છોડ.
******************
8 ******************
Page #45
--------------------------------------------------------------------------
________________
આંધ્યાત્મિક મંથન - સુવાક્યો * જીવનમાં ચિંતા નહીં, ચિંતન કરવાનું છે. * સાપ સાથે સૂઈ શકાય, પાપ સાથે કદી નહીં. * લક્ષ્મીનો વ્યય ત્રણ પ્રકારે : દાનથી, ભોગથી, નાશથી. * કાળે વરસે તો મેઘ નહીં તો માવઠું. * દ્રષ્ટિ પડી ત્યાં દોષ છે, પગલું પડ્યું ત્યાં પાપ છે. * બીજાના અધિકાર છીનવવા તે અદત્ત છે. * ધર્મ પુરુષાર્થાધિન છે, લક્ષ્મી ભાગ્યાધિન છે. * ઊભા ઊભા નીકળો નહિંતર આડા કરીને કાઢશે. સંતો ઊભા ઊભા સંસાર છોડે છે. * ચેતન કાયાને હંમેશાં સાથ આપે છે, કાયા ચેતનને સાથ આપે છે ખરી ? કાયા
ચેતનને નચાવે છે. * આત્માના શુદ્ધ પર્યાયને ધારણ કરે તે સત્ય. * આરાધના (સ્વાધ્યાય) ન કરવાથી વિરાધક થઈ જવાય છે. * જ્ઞાની થા અથવા જ્ઞાનીના શરણમાં જા. * અહિંસા દરેક ધર્મનું કેન્દ્રબિંદુ છે. અહિંસા જો જતી રહે તો એક પણ વ્રત રહે
નહીં.
* તપમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ અને અભયદાન દાનમાં. મનુષ્ય જન્મમાં જ “અવેદિ' બની
શકાય છે. એટલે કે સ્ત્રીવેદ, પુરુષવેદ યા નપુંસક વેદને ટાળી શકાય છે. * વિકાર ભાવમાં ધિક્કાર વચનોથી આત્માને બચાવવો જોઈએ. * મહા આરંભ – મહા પરિગ્રહ. * સંસારમાં કોઈ દ્રવ્યની તાકાત નથી કે આપણને પકડી શકે. * લાહો લોડો પવઠ્ઠઈ – લાભથી લોભ-કષાય” વધે છે. * પ્રતિક્રમણ-ભૂતકાળનું, સંવર-વર્તમાનમાં, પ્રાયશ્ચિત્ત-ભવિષ્યકાળનું. વીર ક્ષમાથી
થયા, બળથી નહીં. * ભવિષ્ય નહીં, વર્તમાનને સંભાળો. * નિમિત્તને નિમિત્ત સમજો, કારણ નહીં.
=================^ ૧૫ -KNEF==============
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ દૃષ્ટિ અંતર્મુખ કરી ત્યાં મારૂં અનશન વલોવાયું.. સુષુપ્ત મનની અતીતની કેડી પર ઊગી ચૂક્યા'તા પુષ્પો અતિ, વિષયનાં! ઝરતું હતું માંહેથી અપ્રશસ્ત “રાગ”નું મીણ જે આવરતું રહ્યું “સમકિતને... પશ્ચાતાપમાં બળ્યો અને પીગળતું રહ્યું નયનેથી, ખારૂં” મી . ગહની રાબથી કર્યું પારણું ચહી, દૃષ્ટિમાં ઉદ્યોત અને પાપા પગલી, સમકિત કને..!
શ્રદ્ધાંધ” Sept. 1999
Page #47
--------------------------------------------------------------------------
________________
>>>>
વિભાગ-૨
‘શ્રદ્ધાંધ’ની સ્તુતિઓ
નવકાર મહામંત્ર
પ્રભુએ કહેલ ૩ મુખ્ય બાબતો
આત્માને ભાવિત કરીએ
આણા એ ધમ્મો
કામરાગ અને સ્નેહરાગનું વૈચિત્ર્ય
મુનિ ભગવંતોની વાણી
તત્ત્વજ્ઞાન ચિંતન
૧૮
૨૦
૨૪
૨૭
૨૮
૩૧
૩૨
૩૯
****************** 19 ******************
Page #48
--------------------------------------------------------------------------
________________
દશાઓ આત્માતી...
અંતર આત્મદશા સુખ માણવા માટે બહિરાત્માને મૂળથી પીછાણવો પડશે પરમ પરમાત્મ પદને પામવા માટે મહાત્માની અવસ્થા સાધવી પડશે...
અંતર આત્મદશા...
બહિરાત્મા રહે આસક્ત, પુદ્ગલનાં પ્રવાહોમાં કરે એ ક્ષુદ્રતા, તિ લાભમાં, દીનતા અલાભોમાં ભૂલ્યો તું મૂર્ખ થઈ, મત્સર બની, ભયમાં ને શઠતામાં અવસ્થા મૂઢતાની તો હવે બસ નાથવી પડશે....
અંતર આત્મદશા...
બહિરાત્મા રહે લપટાઈને મોહાંધ સંસારી રહે સંસારમાં, અંતર આત્મા, સમકિત આધારી ત્યજી સંસાર સાધુ મહાત્મા, મનથી છે અણગારી દયામાં હાથ આ ‘શ્રદ્ધાંધ’નો બસ ઝાલવો પડશે...
અંતર આત્મદશા...
‘શ્રદ્ધાંધ’
Apr. 2005
પ.પૂ. પં. શ્રી નયવર્ધન વિજયજી મહારાજા લિખિત ‘આત્માથી પરમાત્મા’ પુસ્તકના આધારે પ્રેરણામાં પલળતાં લખાયું...
****************** 22 ******************
Page #49
--------------------------------------------------------------------------
________________
સંયમ-ચારિત્રને ભાવતાં ભાવતાં...
(રાગ ભૂપાલી) (સરલ શુદ્ધ થર રાગ ભૂપાલી, મધ્ધમ નિષાદ વર્જીત છે આત્મ સ્વરૂપે પ્રગટ કરનકો સુરવર, મુનિ, ભૂપ ગાવત છે.)
લેવા જેવું ના લીધું મેં, સંયમ ચારિત્ર આ ભવમાં છોડવા જેવો છોડ્યો નહીં, ખારો સંસાર મેં આ ભવમાં...
લેવા જેવું.. શાશ્વત સુખને સમજ્યો નહીં તું રાચ્ય સહુ સુખ આભાસમાં મેળવવા જેવો ક્યાંથી મળે તને મોક્ષ દૂષિત આ મારગમાં
લેવા જેવું.. દસ દષ્ટાંતે દુર્લભ એવો માનવ ભવ એળે જાય ના.. શ્રદ્ધાંધ' ચહે દોષ નિવારણ, આત્મ ઉજાગર અંતરમાં..
લેવા જેવું.
શ્રદ્ધાંધ'
૨૦૧૦
દિપ્તીબહેનની દીક્ષા બાદ અનુપ્રેક્ષા રૂપે વિચારતાં જે પ્રેરણા થઈ તેના અનુસંધાનમાં લખાયું..
==============% ૧૯
======
====
Page #50
--------------------------------------------------------------------------
________________
નવકાર મહામંત્ર * સર્વોપરિ સ્થાન ધરાવનાર અતિ મહત્ત્વનો પવિત્રત્તમ મંત્ર છે, શક્તિશાળી
શ્રેષ્ઠ મંત્ર છે, શાશ્વતો મંત્ર છે. * ૪ આગમિક નામ:
૧. શ્રી નવકાર મહામંત્ર, ૨. નમસ્કાર મહામંત્ર,
૩. શ્રી પંચપરમેષ્ઠિ મહામંત્ર, ૪. પંચ મંગલ મહાશ્રુત સ્કંધ * ૯ પદ અને આઠ સંપદા છે. * આઠ સંપદા મહા સિદ્ધિદાયક છે. * ૬૮ અક્ષરો ૬૮ તીર્થ સમાન છે. ૪ ૬૮ અક્ષરોમાં ૭ ગુરુ અને ૬૧ લઘુ અક્ષરો છે. * દરેક અક્ષરે ૧૦૦૮ વિદ્યાઓ રહેલી છે. * પ્રથમ પાંચ પદમાં પંચ પરમેષ્ઠિ ભગવંતોનો સમાવેશ થાય છે. જગતમાં આ પાંચથી શ્રેષ્ઠ કોઈ પદ છે જ નહીં. વ્યક્તિ-વાચક પદો નથી, ગુણવાચક પદો
છે, માટે સનાતન છે. * નવકાર મંત્રનો એક અક્ષર ૭ સાગરોપમના પાપોનો નાશ કરવા સમર્થ છે. ધર્મનું બીજ
પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે, જ્યાં સુધી જિનેશ્વરનું વચન સત્ય જ છે, એવી શ્રદ્ધા ન થાય ત્યાં સુધી આત્મા આગળ વધી શકતો નથી. આને જ ધર્મનું બીજ કહ્યું છે. નવકાર મંત્ર ક્યારે ફળે ?
મનમાં ગાંઠ ના હોય તો જ નમકાર મંત્ર ફળે. મનમાં ગાંઠ હોય તે કેમ ખબર પડે?
જ્યારે જ્યારે અનુકૂળતા ગમે અને પ્રતિકૂળતા ના ગમે ત્યારે સમજવાનું કે, મનમાં ગાંઠ રહી છે. સહનશક્તિ વધારવાથી ગાંઠ ઢીલી પડે છે. તેને માટે જીવનમાં
=================K ૨૦ -KNEF==============
Page #51
--------------------------------------------------------------------------
________________
>>>
સરળતા વધા૨વા અને સ્ત્રી સહજ માયા ઘટાડવા-નષ્ટ કરવાનો બોધ જ્ઞાનીઓ સમજાવે છે.
****
જિનશાસનનો સાર નવકાર મંત્ર છે. નવકાર મંત્રનો સાર સામાયિક છે. નવકારના પાંચે પરમેષ્ઠિને ‘સામાયિક’ હોય છે. સામાયિક ક૨વાથી ૧ આયંબિલનું ફળ મળે છે.
૧.
મંત્ર સંસાર સારું
નમસ્કાર મહામંત્ર
પ્રબુદ્ધ જીવન સામાયિકમાંથી...
૨. ત્રિજગત્ અનુપમમં
૩.
સર્વપાપ અરિ મંત્ર
સંસાર ઉચ્છેદ મંત્રં
વિષ: વિષહર
કર્મ નિર્માલ્ય મંત્રં
મંત્ર સિદ્ધ પ્રદાનં
૪.
૫.
૬.
૭.
૮. શિવસુખ જનનં
૯.
કેવળજ્ઞાન મંત્રં
જીવનું ઉદ્ભવ સ્થાન નિગોદ, ત્યાંથી વ્યવહા૨ રાશિમાં જેટલા ભવો કર્યા તે સંસારનો સારભૂત નવકાર છે. ત્રણ જગતમાં જેની ઉપમા નથી
સર્વ પાપી શત્રુઓનો વિજેતા
સંસારને ભાગાકારમાં ઘટાડનારો મંત્ર મિથ્યાત્વ મોહરૂપી વિષને હ૨ના૨ કર્મને નિમૂર્ત ક૨ના૨ો મંત્ર
અનેક સિદ્ધિઓ પ્રદાન કરનારો
– શિવસુખને જાણે
કેળળજ્ઞાન આપે
-
૧૦. મંત્રં શ્રી જૈન જપ જપ જનિતં – જીવ આ મંત્ર તું સતત જપ્યા કર. ૧૧. જન્મનિર્વાણ મંત્ર જ્યાં સુધી તારા જન્મ-મરણનો અંત ન આવે. ૧૧ વિશેષણોથી નવાજેલ આ નવકાર મંત્ર અદ્ભૂત મંગલકારી છે. કેવળજ્ઞાન પ્રાપ્તિ ઃ તીર્થંકર ભગવંતો સિદ્ધપદ તરફ પ્રયાણ કરે. જગતના જીવોને મોક્ષ પ્રાપ્તિ અર્થે ઉપદેશ આપે. સમોવસરણ દેવનિર્મિત હોય, ગણધરોની સ્થાપના થાય, ધર્મતીર્થની સ્થાપના થાય, ત્રિપદી : ઉપનેઈ વા, વિગમેઈ વા, વેઈ વાના સુશ્રુતદાન અને અકલ્પ્ય ક્ષયોપશમથી આગમો રચાય.
****************** 29 ******************
Page #52
--------------------------------------------------------------------------
________________
>>>>
***
૪૫ આગમો : ૧૨ અંગો + ૧૧ ઉપાંગો + ૬ છેદસૂત્રો + ૧૦ પયજ્ઞા + ૪ મૂળ સૂત્રો + ૨ અનુયોગ દ્વાર. છેદ સૂત્રોમાં ‘મહાનિશીથ’ સૂત્ર મુખ્ય છે. એમાં ૧૦ પૂર્વધ૨ વજસ્વામીએ (અંતિમ ૧૦ પૂર્વધ૨) નમસ્કાર મહામંત્રના અક્ષરદેહને ‘પંચમંગલ મહાશ્રુત સ્કંધ' તરીકે બિરદાવ્યો છે.
૧૪૪૪ ગ્રંથોના રચયિતા હરિભદ્રસૂરિજીએ ૧૫ નિર્જળા ઉપવાસ કરી શાસનદેવીને પ્રગટ કર્યા હતા. એમની કૃપાથી આચાર્ય મહારાજાએ નાશ થઈ ગયેલા નવકારના અધ્યયનો પુનઃ સ્થાપિત કર્યા હતા.
ભગવાને નવકાર સાથે અનુસંધાન (જોડાણ) ક૨વા કહ્યું છે. નવકારના ૬૮ અક્ષરો સાથે શબ્દાનુસંધાન આટલું પવિત્ર કેમ ગણાય છે ? ૫૨મ સ્તુતિવાદ રૂપ પંચ પરમેષ્ઠિ પદો પર પરમેષ્ઠિઓએ પણ આરાધના કરી છે, થઈ રહી છે અને થશે જ. આત્માનું જોડાણ ભાષ્ય, ઉપાંશુ અને માનસ જાપ દ્વારા કરી શકાય છે.
ભાષ્ય જાપ : બોલીને થાય તે. ૩૦૦ મીટર/સેકંડ આંદોલનો
ઉપાંશુ જાપ ઃ ગણગણાટ પૂર્વકનો જાપ. ૧૩,૫૦૦ મીટર/સેકંડ આંદોલનો માનસ જાપ : માનસિક ધારણામય જાપ. ૩ લાખ મીટર/સેકંડ આંદોલનો.
આંદોલનો સાધકની આસપાસ Circular Movement ધારણ કરી તેની કરોડરજ્જુમાંથી અંદ૨ પ્રવેશી ઔદારિક, તેજસ, કાર્યણ શરીરને ભેદી આત્મપ્રદેશો ૫૨ પહોંચે છે અને એની ઉર્જા કર્મોનો ક્ષય કરે છે. આ વૈજ્ઞાનિક સત્ય ગણાય છે. નવકારથી કર્મક્ષયમાં સહાય થાય છે. ઉર્જા તેજસમાંથી કાર્યણ શરીરમાં પ્રવેશી કર્મક્ષય કરાવે છે. આને કારણે તપ નિર્જરા સ્વરૂપ ગણાય છે.
શબ્દાનુસંધાનનું ઉદાહરણ : દેવ, આયુષ્ય પૂરું થતાં વાનર, દેવપણાના છેલ્લા દિવસોમાં નવકા૨ના અક્ષરો જંગલની શીલાઓ પર કોતરાવી દેહાંત થતાં વાનર, ઉહાપોહ-જાતિસ્મરણ જ્ઞાન, નવકારના અક્ષરોમાં વાનર મગ્ન થયો. અનશન કર્યું, રાજાને ત્યાં પુત્ર તરીકે જન્મ્યો, વાલી નામે પૂજનીય થયો.
‘નમો અરિહંતાણં’ પદમાં ‘નમો’નો અર્થ દ્રવ્ય સંકોચ અને ભાવ સંકોચ છે. ****************** 22 ******************
Page #53
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય સંકોચ : પાંચ અંગને સંકોરી વિનયપૂર્વક નમન કરીએ તે. ભાવ સંકોચ : પાંચ ઈન્દ્રિયોને સંકોરી મન સાથે સમેટી અમનસ્ક ભાવ
કરીએ તે. પ્રથમના ૫ પદોમાં પરમેષ્ઠિને યાદ કરી વંદન કરાય છે. ચૂલિકાના ૪ પદોમાં પાપ પ્રણાશન અને મોક્ષમંગલ પ્રાપ્તિથી ભીંજાવું.
Contemplate to act as if the soul is taking a form of 5 Mahatman : Arihant, Siddh, Acharya, Upadhyay, Sadhu.
શબ્દાનુસંધાન બાદ અર્થાનુસંધાન, તત્ત્વોનુસંધાન અને સ્વરૂપાનુસંધાન વિચારવાથી પંચ પરમેષ્ઠિ તત્ત્વનો સ્પર્શ અનુભવાય છે.
નમામિ સવ જિહાણ, નમામિ સવ્ય જીવાણું. (ખમામિ : ક્ષમા માંગવી) બે મંત્રોથી ૪થા થી ૧૪માં ગુણસ્થાનક પરના સર્વ જીવોને નમસ્કાર થાય છે.
સ્વરૂપાનુસંધાન પરાકાષ્ઠા પર પહોંચાડે છે. અનાદિકાળથી જીવ દેહાધ્યાસમાં જીવે છે. દેહ સાથે એકતાની અનુભૂતિના પર્યાયમાં ભૂલથી ખોવાયેલો છે.
મારું એશ્વર્ય તો અકાય જીવનું છે. દેહાધ્યાસ છોડી આત્મધ્યાસ પામવાનો છે. આત્મા સાથે એક્ય કેળવવાનું છે. એની અનુભૂતિ, આત્માના અનંત ગુણો અને ચેત્યન્ય શક્તિરૂપ, પરમાત્મા સાથેનો અભિન્ન અનુભવ કરાવે છે.
“અહો આત્મન્ અહો આત્મન્ !” ભાવને પુષ્ટ કરતાં ઘાતકર્મો નષ્ટ થાય. સ્વરૂપનુસંધાનના અંતિમ તબક્કામાં હરિભદ્રસૂરિ મહારાજાએ બતાવેલ આરાધના ક્રમના ૫ સોપાન પ્રણિધાન પ્રવૃત્ત વિધ્વજય સિદ્ધિ વિનિયોગ થાય. “સવિ જીવ કરું શાસન રસી'નો ઉત્કૃષ્ટતમ પરાર્થભાવ, નિષ્કપ વિકાસની ટોચે મૂકે અને પરમાત્મા પદ પામે.
જિન શાસનનો સાર નવકાર છે, નવકારનો સાર સામાયિક છે. નવકારનાં પાંચ પરમેષ્ઠિને સામાયિક હોય છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
સામાયિક ક્યાં કરવાનું? સાધુ સમીપે, ઉપાશ્રયમાં, પૌષધશાળામાં, સ્વગૃહે, દહેરાસરમાં નહીં. સામાયિક કરવાથી ૧ આયંબિલનું ફળ મળે છે. ચરવળો : ચારુ વાલક. સુંદર રીતે વાળે તે, મનને વાળે તે.
ખંડન-મંડન ગ્રંથઃ યશોવિજયજી મ. શાષ્ટાંગ પ્રણામ : જગ્યા વધારે રોકે અને વધુ વાયુકાય જીવોની હિંસા થાય. પંચાંગ પ્રણામ : કરાય છે. ભાવવીર્ય-દ્રવ્યવીર્ય ઉત્થાને લઈ જાય છે. આંગળીઓ, ચક્ષુ, પગની આંગળીઓમાંથી શક્તિ પ્રવાહ થાય છે. વિધિ શુદ્ધિઃ ૧. સૌથી ઓછામાં ઓછી ચક્ષુઓમાંથી શક્તિઓ પ્રવાહિત થાય છે.
તેનાથી વધારે હાથની આંગળીઓમાંથી શક્તિઓ પ્રવાહિત થાય છે. સૌથી વધુ પગની ૧૦ આંગળીઓમાંથી શક્તિઓ પ્રવાહિત થાય છે.
માટે પૂજા પગથી શરૂ કરીએ છીએ. ૨. જેના ગુણ જોઈતા હોય તેના ચક્ષુ અને ચરણનું સંધાન (cosmic relation) હોય છે. માટે ભગવાનના ચરણના જમણા પગને જમણે અંગૂઠે પ્રથમ પૂજા કરાય છે.
પ્રભુએ કહેલ ૩ મુખ્ય બાબતો ૩ મુખ્ય બાબતો : ૧. પરલોક છે, ૨. સંસાર દુઃખરૂપ છે, ૩. મોક્ષ મેળવવા ૫ મહાવ્રતો અને ત્યાગમય જીવન જીવવું જોઈએ.
બધા તીર્થકર ભગવાને શેનો મુખ્ય ઉપદેશ આપ્યો ? પ્રથમ (૧) સર્વત્યાગ- સર્વવિરતિનો. સંસારના સુખો ભોગવતાં છતાં આત્મ
હિતકારી નથી. (કંચન, કામિની, કાયા, કુટુંબના સુખો)
(૨) જો સર્વવિરતિ માટે અસમર્થ હો તો દેશવિરતિ લેવી જોઈએ. =================K ૨૪ KNEF==============
Page #55
--------------------------------------------------------------------------
________________
(૨) “ત્રિપદી' – જગતના તમામ પદાર્થો
ઉત્પન્ન થાય - ઉપઈ વા નાશ પામે - વિગમેઈ વા તથા અવશ્ય ધ્રુવ રહે છે - ધુવેઈ વા પદાર્થ પૂર્વ અવસ્થાથી વ્યય પામે. ઉત્તરાવસ્થાથી ઉત્પન્ન થાય.
દ્રવ્યપણે અવશ્ય ધ્રુવ જ રહે. * જેમ ભોગવીએ તેમ અભિલાષા વધે છે. ભોગની અભિલાષા તૃપ્ત થતી જ
નથી. ખસના રોગના દર્દીની ખણજની જેમ. * જીવોની હિંસા વગર ભોગસુખ શક્ય જ નથી. માનવભવ અવશ્ય દુર્લભ છે.
પરંતુ ભોગો માટે નહીં, ધર્મ કરવા માટે છે. તિર્યંચ-દેવ આદિ ભવોમાં પણ ભોગો ઉપલબ્ધ છે. માનવભવમાં જે ધર્મની પ્રાપ્તિની સુલભતા છે તે અન્ય ભવોમાં નથી જ.
માટે ભોગસુખ ત્યાજ્ય છે. * આવું ક્યારે સમજાય ?
સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં તરત જ સમજણ કેળવાય છે. જ આત્માને ભાવિત કરીએ?
ધ્યાન ધરતાં પહેલાં આત્માને ભાવિત કરવો જરૂરી છે. નમો અરિહંતાણં'ની પાંચ માળા ગણતાં પહેલાં આત્માને ભાવિત કરીએ. હે સીમંધર સ્વામી, હે પ્રભો ! મને આપનું માર્ગદર્શન મળતું રહે. આપ તો સર્વજ્ઞ છો. અરિહંત પદનું ધ્યાન ધરતાં મને સમ્યક્દર્શન પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થયેલ સમ્યક્દર્શન વિશુદ્ધ થાઓ. મને “અભયપણું' મળે અને મળેલ માર્ગદર્શનમાં સ્થિર રહેવાની શક્તિ મળો. નમો અરિહંતાણં નમો અરિહંતાણે
નમો અરિહંતાણું કહી માળા ગણવી. Kakkkkkkkkkkkkkkkk ૨૫ -kkkkkkkkkkkkkkkkkk
Page #56
--------------------------------------------------------------------------
________________
****
૨.
‘નમો સિદ્ધાણં’ની માળા ગણતાં પહેલાં આત્માને ભાવિત કરીએ. હે સિદ્ધપ્રભો ! તમારા જેવું નિર્મળ અને અણિશુદ્ધ આરોગ્ય તન અને મનનું મને પણ પ્રાપ્ત થાઓ. આપના અનંત ચતુષ્ય આંશિકપણે પણ મને મળે. મારા મનની સ્થિરતામાં આપનો પ્રભાવ સતત વરસતો રહે. નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં કહી માળા ગણવી.
૩.
ૐ હ્રીં એ ક્લીં સર્વ રોગ નિવારીણિ પદ્માવત્યે નમઃ કહી પદ્માવતી માતાની માળા ગણતાં પહેલાં મારા મન, વચન, કાયાના સર્વ રોગોનો ક્ષય થાઓ ક્ષય થાઓ ક્ષય થાઓ કહી માળા ગણવાની શરૂઆત ક૨વી.
૪.
સામાયિક શરૂ કરતાં પહેલાં સીમંધર સ્વામીને ૧૨ ખમાસણા અરિહંત ભગવાનના ૧૨ ગુણો યાદ કરતાં કરતાં આપવા.
પછી ત્રણ વખત સ્થાપનાજીને સરસ્વતી દેવીના મંત્રથી પ્રદક્ષિણા દેવી. ૐ હ્રીં એ ક્લીં શ્રી સરસ્વત્યે નમઃ
અરિહંતના ૧૨ ગુણો
અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ,
દિવ્ય ધ્વનિ, ચામર, આસન
ભામંડલ, દુંદુભી, છત્ર,
પ્રતિહાર્યો વડે શોભે અરિહંત...
પૂજા, વચના, જ્ઞાન અતિશય
અપાયાપગમા અતિશય ચાર
જ્ઞાની ભગવંતોની વાણી
અરિહંતોના મૂળ ગુણ છે બાર...
‘શ્રદ્ધાંધ’
****************** • ******************
Page #57
--------------------------------------------------------------------------
________________
*
૧.
૨.
૪.
૫.
૬.
૩. પૂજાતિશય ઃ આપની સાક્ષાત ઉપસ્થિતિ હોય અને અમને વારંવાર આપની પૂજાનો લાભ પ્રાપ્ત થાઓ... પ્રાપ્ત થાઓ.
૭.
વિહરમાન વીસ જિનેશ્વરોને
પ્રતિદિન સીમંધર સ્વામીની ઉપસ્થિતિ ધારી, ૧૨ ખમાસણા વડે નમન કરી આત્માતે ભાવિત કરીએ...
૧૨ ખમાસણા – અરિહંત પ્રભુના મૂળ ૧૨ ગુણોને યાદ કરી સીમંધર સ્વામીના ચરણોમાં પ્રતિદિન અર્પણ કરીએ.
પ્રથમ ૪ અતિશયોને યાદ કર્યા પશ્ચાત ૮ પ્રતિહાર્યોને યાદ કરીએ.
અપાયાપગમાતિશય : હે વહાાલા સીમંધર સ્વામી, અમારા સર્વ અપાયો (દુ:ખો)નો અપગમ (નાશ) થાઓ.
જ્ઞાનાતિશય : પંચાંગ પ્રાણાતિપાત મુદ્રાથી સર્જાતો આ મંગળ કળશ પ્રભુ, તમારા જ્ઞાનથી સતત ભરાતો રહે એવા આશિષ મળો.
૯.
વચનાતિશય : આપની ‘ભાષા સમિતિ’ ભવોભવ અમારા વચનોમાં મળો.
અશોક વૃક્ષ ઃ અમારા સર્વ ભવો અશોકમય હોજો.
સૂરપુષ્પ વૃષ્ટિ : સુ૨ પુષ્પ સમું આપનું પ્રણિત અધ્યાત્મ, આપની જિનવાણીથી સુગંધિત થઈ ભવોભવ પ્રાપ્ત થાઓ.
દિવ્ય ધ્વનિ : હે વીતરાગ પ્રભુ, અમારી સ્તુતિઓમાં, સ્તવનોમાં, રાગરાગીણીઓમાં આપના દિવ્ય ધ્વનિનો રણકાર હોજો.
૮. ચામર : આપની સાક્ષાત્ ઉપસ્થિતિ હો, અમને ચામર નૃત્યનો લાભ વારંવાર પ્રાપ્ત થાઓ.
આસન ઃ આસન ૯મું ખમાસણું. ૯ નો અંક અપ્રતિપાતિ છે તેમ આપના આશીર્વાદ અપ્રતિપાતિરૂપે ભવોભવ વ૨સતા રહો.
૧૦. ભામંડળ ઃ અમારા અજ્ઞાનનો અંધકાર ભામંડળની ‘કાંતિ’થી સતત દૂર થાઓ. ૧૧. દેવદુંદુભિ : હે પ્રભુ, અમને આપની દંવદુંદુભિનું શ્રવણ વારંવાર સાંભળવા મળે એ ભાગ્ય પ્રદાન કરો.
૧૨. ત્રણ છત્ર ઃ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી ત્રણ છત્રોનો પ્રભાવ ભવોભવ પ્રાપ્ત થાઓ.
****************** 20 ******************
Page #58
--------------------------------------------------------------------------
________________
ઓણા એ ધમો * ભવ્ય આત્માઓની સભામાં વીતરાગ ભગવંતોની પવિત્ર વાણી વહેંચવાની
તક પુણ્યોદય હોય તો જ મળે. એના માટે સૌનું ઋણ માથે અને ઈચ્છીએ કે
સૌ આત્મ કલ્યાણના માર્ગે ખૂબ પ્રગતિ કરીએ.... જિનાજ્ઞા : જેમ તને તારો આત્મા વહાલો છે તેમ
સોને પોતાનો આત્મા વહાલો જ છે, માટે સર્વાત્મામાં સમદ્રષ્ટિ રાખ,
સર્વ જીવને તારી જેમજ સુખ ગમે છે. ૪ ધ્યાનમાં બે શુભ ધ્યાન છે તેમાનું ધર્મધ્યાન સમ્યગ્દષ્ટિ આત્મા જ કરી શકે છે.
જેના ૪ પ્રકાર છે. તેમાંનો પહેલો ભેદ : ૧. આજ્ઞા વિચય ૨. અપાય વિચય
૩. વિપાક વિચય ૪. સંસ્થાન વિજય આજ્ઞા વિચયઃ (જિનેશ્વરની આજ્ઞાં ચિંતન)
દયાધર્મ આજ્ઞામાં રહીને પાળવાનો છે. દરેક જીવો પ્રત્યેની દયા. ફ્રીજમાં દહીં ખાટું થઈ જ જાય. કાળ આવતાં રાત્રે તમસ્કાયના જીવો ઉત્પન્ન થાય જ.
રોજિંદા જીવનમાં વ્યવહાર લૂખો ન રાખવો હોય તો જિનાજ્ઞામાં રહી ધર્મ આચરવો જોઈએ.
ધ્યાનથી કર્મનાશ થાય. શ્રવણ-મનન-ચિંતન-ધ્યાનથી કર્મબંધ ઢીલા થાય. * ધર્મને પાળવો હોય તો સૌ પ્રથમ જિનાજ્ઞામાં આવી જવું જોઈએ. પછી નૈતિક
કર્તવ્ય પાળો, માનવતાના ગુણ કેળવો, કૌટુંબિક કર્તવ્યો અદા કરો. દયા,
પરોપકાર, કરુણા, મૈત્રી, નિયમ, ભક્તિ સર્વ કર્તવ્યોનું પાલન કરો. =================K ૨૮ -KNEF==============
Page #59
--------------------------------------------------------------------------
________________
***
܀
܀
***
દા.ત. ઉત્તમ શાસ્ત્રો કોઈ ચોરી ગયું હોય ત્યારે નૈતિકતાનું પૂછડું પકડીને બેસી રહો તે ન ચાલે. જિન શાસનની પતાકા, શાસન પ્રભાવના અટકી પડે તે પણ અનુચિત્ત ગણાય છે.
܀
જે જેને માટે અવશ્ય હિતકારી હોય તેને જ જિનાજ્ઞા કહેવામાં આવે છે. દા.ત. દીકરો માંદો પડ્યો હોય તેની સા૨વા૨ કૌટુંબિક ધર્મ જ નહીં પણ જિનાજ્ઞા અનુસારની ફરજ છે. શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ કોણ દીકરો ને કોણ બાપ ? બધાં આત્મદ્રવ્ય સ૨ખા છે એમ વિચારી નિર્લેપતાથી બેસી કંઈ જ ના કરો ત્યારે શુદ્ધ શ્રેષ્ઠધર્મ પણ હિતકારી ના કહેવાય. અભવ્ય-દુર્વ્યવ્ય જીવો જૈનધર્મની શ્રદ્ધા કેળવે, શ્રાવકાચારના અનુષ્ઠાનો પાળે, યાવત્ જીવન મહાવ્રતો પાળે છતાં જીવો જિનાજ્ઞાની બહાર છે.
જૈનેત૨ હોય પરંતુ જિનાજ્ઞા પ્રમાણે વર્તતો હોય તો તે ધર્મ તેના આત્મકલ્યાણની ગેરંટી આપે છે. જે ‘પાપરૂપ હિંસા ના કરાય’ તેવી દયા પાળતો હોય તો જિનાજ્ઞામાં જ કહેવાય.
કોઈને દુઃખ દેવાનો મને અધિકા૨ નથી. માટે આ અસાર સંસારમાં મારા ભૌતિક સુખ માટે બીજાને શા માટે દુઃખી કરવા? આવું માનનાર જૈનેતર જીવો જિનાજ્ઞામાં જ છે.
જેનું ચિંતન વિવેકદૃષ્ટિને ખોલી દે અને આત્મકલ્યાણના લક્ષ્યથી દયા પાળે તેવા જીવમાં ચોક્કસ જિનાજ્ઞા મુજબનો ગુણ છે, માટે તેની પ્રવૃત્તિ ધર્મ છે. જે જૈનધર્મમાં જન્મેલો હોવા છતાં “મારે મોક્ષે જવું નથી' મારે તો અહિં રહીને અનેક જીવોનો ઉદ્ધાર, જીવો પર પરોપકાર કરવો છે. મેં માનવ દયાને જીવનનું ધ્યેય બનાવ્યું છે. મને તો ફક્ત સત્કાર્યમાં જ રસ છે.’’ વાસ્તવમાં જ આવું કર્યું હોય પણ અધ્યાત્મ તત્ત્વની કાંઈ ખબર ના હોય, જિનાજ્ઞા સાથે કાંઈ સંબંધ ધરાવતો ના હોય તેથી આ મનમાં ઊગી નીકળેલી દયા છે. ભગવાને કહેલ દયા નથી. શુભભાવથી પુણ્ય બંધાશે પણ તેનું આત્મકલ્યાણ નહીં થાય.
****************** ** ******************
Page #60
--------------------------------------------------------------------------
________________
****
**
ભગવાને દયા આત્મકલ્યાણના ઉદ્દેશથી ક૨વાની કહી છે. જેને સંસારમાં ૨સ છે તેને સ્થૂલ જીવોની દયા કરતો હોવા છતાં તત્ત્વથી હિંસાનો જ રસ છે. આવી દયામાં જિનાજ્ઞા નથી જ. આવો ધર્મ તત્ત્વથી ધર્મ નથી જ.
ભૌતિક સ્વાર્થ તે સ્વાર્થ, આધ્યાત્મિક સ્વાર્થ તે પરમાર્થ.
તમારા આત્મિક સુખમાં, સ્વકલ્યાણમાં જ જગતનું કલ્યાણ છે અને સ્વાર્થમાં પરપીડનની પરંપરા છે.
તમારા આત્માનું કલ્યાણ ના થાય, હિત ના થાય તેવા અહિંસા-સત્યનો જૈનધર્મને આગ્રહ નથી. કોઈપણ ધર્મ દ્વારા છેલ્લે આત્માની ઉન્નતિ જ કરાવવી છે. જો આત્માની અવનતિ થતી હોય તો તે ધર્મ, ધર્મ નથી. જિનાજ્ઞા :
* ‘જિન’ એ વ્યક્તિવાચક શબ્દ નથી માટે જિનાજ્ઞા મોક્ષ માર્ગાનુસારિતાનું લક્ષ્ય વિકસાવે છે અને તેથી તે આત્મા તરશે.
જિનાજ્ઞા ત્યાગ-સંયમ ધર્મની છે. અત્યારે ભગવાન અને સદ્ગુરુ પ્રત્યેનો રાગ કરો. મોહના ક્ષયથી જ ધર્મ છે.
* મેઘકુમારના જીવે હાથીના ભવમાં એક સસલાની દયા પાળીને મોક્ષસાધક ગુણો કેળવ્યા.
* જે જીવને અત્યારે જે આત્મહિતકારી છે તે તેના માટે માર્ગ છે, આજ્ઞા છે.
* પ્રશસ્ત કષાયરૂપ દયાનો ભાવ છોડવાનો છે, પ્રશસ્ત કષાય શુભભાવ છે.
સાધુ અને શ્રાવક બંને માટે નિયત જિનાજ્ઞા છે. સૂક્ષ્મ જયણા સંપન્ન આચાર પાળતી વખતે સાધુ કે શ્રાવકે ક્રમશઃ સ્વાધ્યાય રૂપે પ્રતિદિન સિદ્ધાંતશાસ્ત્રનો અભ્યાસ ક૨વાનો છે.
રોજ ભણો અને નવો નવો બોધ મેળવો.
****************** 30 ******************
Page #61
--------------------------------------------------------------------------
________________
>>>>
કામરાગ અને સ્નેહરાગનું વૈચિત્ર્ય
તત્ત્વષ્ટિ !
કર્મનો સિદ્ધાંત છે કે, અતિશય સ્નેહ હોય તેનો યોગ (મેળાપ) કરાવે.
કપિલનો, મરિચીના ભવમાં ભગવાન મહાવીરને પ્રથમવાર શિષ્યરૂપે યોગ થયો. ભવોભવ સ્નેહ વધતો ગયો અને મહાવીરનાં છેલ્લા ભવમાં, ગૌતમ ગણધર તરીકે વળી ખૂબજ નિકટનો સંબંધ બંધાયો. ગૌતમનો મહાવીર-ગુરુ પ્રત્યેનો સ્નેહ પ્રબળ હોવાને કારણે નિર્વાણપદને પામવામાં બોધરૂપ થયો અને એ જ્ઞાન થતાં, રાગ છૂટ્યો અને મોક્ષપદ હાંસલ કર્યું.
પ્રબળ રાગનું પુણ્ય એવું છે કે, જો શુભ હોય તો પુણ્યાનુબંધી બની, જીવને સફળતાના શિખરોનું આરોહણ કરાવે છે. પરંતુ અંતે તો તે પુણ્યને પણ ખપાવવાનું જ હોય છે ! શુભ સ્નેહરાગ જેમાં સ્વાર્થ અને અશુભ ભાવોનો અભાવ હોય, તે શરૂઆતમાં જીવનને જ્યોતિર્મય માર્ગ પર આગેકૂચ કરવામાં, અંતરનો આનંદ તથા અગમ્ય આકર્ષણનાં ફળરૂપ બની અંતમાં યથાર્થ ફળ અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. નિર્દોષતા તથા સમર્પણના ગુણો વડે રાગને શણગારતા રહેવું પડે.
અનુકૂળ પાત્રમાં શરૂઆતમાં કામરાગ થાય, પછી સાનુકૂળ સહવાસ વધે તેમ કામરાગ સ્નેહરાગમાં પલટાઈ જાય, જેની શૃંખલા ભવોભવ ચાલે. ગુણિયલ જીવ ૫૨ સ્નેહ બંધાય તો જોખમ ઓછું. ભૂલોનો પશ્ચાતાપ આરાધનાના માર્ગે પણ દોરે છે અને યથાર્થ જાગૃતિ પણ બનાવનારો હોય છે. તીવ્ર કલુષિત ભાવનો અભાવ ખૂબ જરૂરી છે.
આ સ્નેહરાગ કે કામરાગને જારી રાખવા માટેની Excuse યા ઉચિત દ્દષ્ટાંતને અનુચિત રીતે ખપાવવાનો પ્રયત્ન ન હોવો જોઈએ. આર્જવ તથા માર્દવ ગુણના રસાયણ સાથે જ જીવનાં રોગ સમા રાગને કેળવવો પડે. વર્તમાનનો આનંદ પુરુષાર્થ તથા દીર્ઘદૃષ્ટિ વડે સુવાસિત કરીએ. કિમ્ બટ્ના ?
****************** 32 ******************
Page #62
--------------------------------------------------------------------------
________________
મુનિ ભગવંતોની વાણી
જીવન-મૃત્યુ પ. પૂ. મુનિરાજ શ્રી હરીશભદ્ર વિજયજી લિખિત પુસ્તક “ફૂલ અને ફોરમ'માંથી...
नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः ।
न चैनं कलेदयन्त्यापो, न शोषयति मारुतः ।। ભાવાર્થ : કોઈપણ શસ્ત્ર આત્માને છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ તેને સુકાવી શકતો નથી. આત્મા અમર છે.
(કર્મ) બંધ સમયે ચિત્ત ચેતીએ રે, ઉદયે શો સંતાપ?
આઉર પચ્ચકખાણ, પન્ના સૂત્રમાં ધ્યાનનાં પ્રકારોનો અધિકાર આવે છે. તેમાં આર્તધ્યાનનાં ૬૦ પ્રભેદ બનાવ્યા છે.
આવશ્યક સૂત્રોમાં જય વિયરાય, નમુત્થણ સૂત્ર વીતરાગ પરમાત્માનો પરિચય કરાવનાર અને દેવાધિદેવ સમક્ષ પ્રાર્થના કરાવનાર સૂત્ર છે. તેમાં આરાધક ૧૩ માગણીની સાથે માત્ર સમાધિમરણની યાચના કરે છે.
૧. ભવનું ઉદાસીપણું, ૨. માર્ગાનુસારીપણું, ૩. વાંછિત ફળની પ્રાપ્તિ, ૪. લોક વિરુદ્ધ કામોનો ત્યાગ, ૫. ગુરુજનની પૂજા, ૬. પરોપકાર, ૭. સગુરુનો મેળાપ, ૮. તેમના વચનોની સેવા, ૯. તેમના ચરણોની સેવા, ૧૦. દુ:ખનો ક્ષય, ૧૧. કર્મનો ક્ષય, ૧૨. સમાધિમરણ, ૧૩. સમકિતનો લાભ.
જ્ઞાનપ્રાપ્તિ, સંસ્કાર નિધિ, સમજશક્તિ, બુદ્ધિ અને સંતોષની વૃત્તિ કેળવવાથી જીવન સફળ બનાવાય છે. સંતોષી જીવનું જ્ઞાનધન ખૂટતું નથી, આપત્તિ ન આવે તેથી કાળાંતરે ઘટે અને મુક્તિ મળે એ નિશ્ચિત છે. માટે જ “સંતોષી નર સદા સુખી' કહ્યું છે. “તૃપ્તિ કેળવવાથી, ઈન્દ્રિયોની શિથિલતા જીવનમાં બાધા ઉત્પન્ન કરી શકતી નથી.
આહાર સંજ્ઞાને ઘટાડવી હોય તો વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઉણોદરી વગેરે તપ કરવાનો આદેશ છે. ==================== ૩૨ --------------- ----*
Page #63
--------------------------------------------------------------------------
________________
આહાર ત્રણ પ્રકારે : ઓજાહાર : માતાના ગર્ભમાં લેવાતો આહાર લોમાહાર ઃ શરીરના છીદ્રો દ્વારા લેવાતો આહાર કવલાહાર : મુખ દ્વારા કવલથી (કોળિયા વડે) લેવાતો આહાર ૨૮ કવલ સ્ત્રી માટે, ૩૨ કવલ પુરુષ માટે, વૃત્તિસંક્ષેપ તપ. ઈન્દ્રિયોમાં ઉપયોગ રાખીએ : સ્પર્શથી કરેલા પાપ, પ્રભુની પુષ્ય પૂજાથી બળે છે. રસનેન્દ્રિયથી કરેલા પાપ, વીતરાગની સ્તવનાથી બળે છે. ધ્રાણેન્દ્રિયથી કરેલા પાપ, સચિત્ત-અચિત્ત ગંધમાં સમભાવ રાખવાથી ખપે. ચક્ષુરેન્દ્રિયથી કરેલા પાપ, પ્રભુ દર્શનથી ઘટે છે. શ્રોત્રેન્દ્રિયથી કરેલા પાપ, વીતરાગ વાણીના શ્રવણથી ખપે છે. અવિરતિથી કરેલા પાપ, વિરતીની આરાધનાથી મટે છે. પાંચ દ્રવ્યનાં પરિણામ જાણવા-સમજવા જેવાં છે ? પૃથ્વી : પૃથ્વીમાં સમયસર પોષક તત્ત્વ મળે તો વનસ્પતિ થાય. પાણી : જીવની જઠરાગ્નિને ઠારે. (પીવાથી સંતોષ થાય)
અગ્નિને પણ બુઝાવી દે, શરીરને પણ પવિત્ર કરે. અગ્નિ ? નકામા દ્રવ્યને બાળીને ભસ્મ કરે. વાયુ શરીરમાં વાયુ થાય તો નુકસાનને આમંત્રે છે.
જંગલમાં અગ્નિને વાયુ ફેલાવે છે. આકાશ : વ્યાપક જગ્યા. દરેક દ્રવ્યને પોતાનામાં સ્થાન આપે.
બધે સાનુકૂળતા કરે તે આકાશ. * જન્મ-મરણ ઘટે ત્યારે જીવન સફળ થયું કહેવાય. Kakkkkkkkkkkkkkkkk ૩૩ kkkkkkkkkkkkkkkkkk
Page #64
--------------------------------------------------------------------------
________________
***
તત્ત્વાર્થાધિગમ સૂત્રના ૯મા અધ્યયનમાં પ્રાયશ્ચિતનાં ૯ અધિકાર કહ્યા છે. ૧. આલોચના : દોષોને ગુરુ સમક્ષ પ્રગટ કરી પ્રાયશ્ચિત લેવું. (મૃગાવતી–ચંદનબાળા)
૨. પ્રતિક્રમણ : અઈમુત્તા મુનિ
****
★
૩. તદુદભય : બંને આલોચના + પ્રતિક્રમણ (વિશેષ શુદ્ધિ-રહનેમિ)
૪. વિવેક
૫. વ્યુત્સર્ગ
૬. તપ
૭. છેદ ૮. પરિહાર
૯. ઉપસ્થાન
: અશુદ્ધ - અભક્ષ્યનું તારણ
: કાઉસ્સગ્ગમાં વચન-વ્યાપારનો ત્યાગ (મેતારજ મુનિ)
: આત્મશુદ્ધિ, કર્મક્ષય, પાપ શુદ્ધિની ભાવના (સુંદરી સ્ત્રી રત્ન)
: દીક્ષા પર્યાયના છેદથી લાગેલ પાપની શુદ્ધિ પ્રાયશ્ચિત પૂર્ણ ન કર્યું તેના પાપ.
(સફળ કરવા ચંડકૌશિકે પ્રયત્ન કર્યો.)
: પૂર્વ પર્યાયનો ત્યાગ, નવા પર્યાયમાં પ્રવેશ. શુદ્ધિકરણ માટે પ્રયત્ન કરતાં શીખીએ.
પ.પૂ.આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન ૫.પૂ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.
અનંત જ્ઞાનીઓની વાણી છે ઃ ઉત્તમ નરભવની પ્રાપ્તિ અને ઉત્તમ કુળ, ધર્મ સામગ્રી અનંત પુણ્ય રાશિના યોગે પ્રાપ્ત થાય છે.
જીવનમાં ઉત્તમ સદ્ગુરુનો યોગ મળવો અતિ દુર્લભ છે.
જૈન શાસન ખરેખર અજોડ છે. તેમાં સર્વ નયોની સાપેક્ષ વાતો, સપ્તભંગી, સ્યાદ્વાદ-અનેકાંતવાદ, યોગદ્દષ્ટિ, ધ્યાનની સૂક્ષ્મ વાતો જાણવા મળે છે.
કષાયોની તીવ્ર માત્રા મંદ થતાં આત્મા શાંત સ્વભાવવાળો બને છે. કદાગ્રહહઠાગ્રહ છોડનારો બને છે.
****************** 38 ******************
Page #65
--------------------------------------------------------------------------
________________
આત્મા સ્વરૂપને ઓળખી સર્વ જીવો મારા જેવા ચેતન સ્વરૂપ છે. મારે કોઈની સાથે સંબંધ બગાડવો નથી. બધા જીવો મારા મિત્ર છે. ધર્મનું બીજ મૈત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થ ભાવમાં રહેલું છે.
વૈર વિરોધ, તિરસ્કાર, ધિક્કાર, અહંકાર, નિંદાના ભાવો મૈત્રી આદિ ભાવનો નાશ કરે છે.
કષાયની માત્રા વધતી રહે તો વેરની ગાંઠ આત્મામાં બંધાય છે અને તેથી આ જીવ વારંવાર દુર્ગતિનો અધિકારી બને છે. માટે પ્રાણના ભોગે પણ મૈત્રી ભાવના ખંડિત કરવા જેવી નથી!
મોક્ષ માટેની પાત્રતા વિકસાવવા ગુણાનુરાગી બનવું જોઈએ. આત્માએ પરના ગુણો દેખી આનંદ અનુભવવાનો છે. પ્રમોદ ભાવનાને કેળવવાની છે.
સમતાયોગને બળવાન બનાવવો છે?
અરિહંત આદિ ચારના શરણભાવથી સહિષ્ણુતા ગુણ કેળવો એટલે સમતાયોગ બળવાન બનશે.
સમતાયોગ મોક્ષ માટે અસાધારણ કારણ છે ! સમતામાં સામર્થ્ય છે કે બે ઘડીમાં જ સકલ કર્મોનો નાશ કરી શકે છે.
સમતાને સિદ્ધ કેમ કરવી ? પ્રત્યેક આરાધકે જીવનમાં કષાયોનો નિગ્રહ, ઈન્દ્રિયો-વિષયો-મનનો નિગ્રહ વારંવાર કરતા રહેવાની.
ઈન્દ્રિય નિગ્રહ વગરનો જીવ પોદ્ગલિક પદાર્થોને આધીન બને છે. મનના નિગ્રહ વગરનો જીવ વારંવાર દુષિત ભાવમાં પડે છે. વિષયના નિગ્રહ વગરનો જીવ પોગલિક પદાર્થો પાછળ દોડતો રહે છે. કષાય નિગ્રહ વગરનો જીવ વારંવાર ક્રોધ-માન-માયા-લોભને વશ થતો
રહે છે. આ ચારે નિગ્રહ આત્માની જાગૃતિ લાવે છે. =================k ૩૫ -KNEF==============
Page #66
--------------------------------------------------------------------------
________________
★
**
અરિહંત હૃદયમાં વસી જાય એટલે બધું જ મળી ગયું. આ જીવે ન૨કનિગોદના કષ્ટો અનિચ્છાએ અનંતીવા૨ ભોગવ્યા છે.
★ સંતોષથી શાશ્વત સુખની પ્રાપ્તિ સરળ બને છે.
★
દુષ્કૃત ગર્તા ઃ પ્રાયશ્ચિત દ્વારા અનુબંધની પરંપરા અટકે છે. જેમ આત્માના અધ્યાવસાયો ઉજળા તેમ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થવામાં વધુ સરળતા. માટે પ્રત્યેક ક્ષણ આત્માને શુભ પરિણામમાં રાખો. તે માટે કોઈનું અશુભ ચિંતવવું નહીં, અશુભ બોલવું નહીં. દુઃખ-અપમાન થાય તેવી પ્રવૃત્તિ કરવી નહીં.
★
જો સદ્ગુરુનો યોગ થઈ જાય તો કષાયોની કાલિમા દૂર થાય.
અર્થ, કામ અને પાકાની ચિંતા અનિષ્ટ ફળને આપનારી છે તેવી સાચી સમજણ મળી જતાં આત્મા પોતાનાં શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરનારો બની જાય છે. છતાં ચિંતા થાય તો વિચારવું કે જગતનાં કાર્યો પાંચ સમવાય કારણોથી થયા કરે છે. જેમાં જે કારણ મુખ્ય હોય તે વિચારવાથી ચિત્તનું સમાધાન થાય છે.
★
દા.ત. ધન ચાલ્યું ગયું તો વિચારવું કે વસ્તુનું પુણ્ય પૂરું થયું તેથી તે વસ્તુ નાશ પામી. તેમાં શોક-સંતાપ ક૨વાની જરૂર નથી. જે પોતાનું નથી તે પોતાનું થવાનું નથી. આત્માથી ભિન્ન છે ચિંતા શા માટે ?
કષાયોનાં ઉકળાટને દૂ૨ ક૨વાનો રામબાણ ઈલાજ નવકાર મહામંત્રનો જાપ છે.
જીવનમાં યોગાનુયોગ ‘નિમિત્ત’ મળવાથી, શુભ અને કલ્યાણ મિત્રરૂપ નિમિત્તથી એક ‘ઉલ્લાસ' પ્રસરે છે. મુક્તિ-સિદ્ધિનો માર્ગ પ્રજ્વલિત થાય છે. ચરવળો, મુહપત્તી, કટાસણું, આસન, મંદિર આદિ જડ નિમિત્તો છે. દેવ-ગુરુ-ધર્મ આદિ ચેતન નિમિત્તો છે! ચારિત્ર સ્વીકાર્યું છે. ****************** 35 ******************
Page #67
--------------------------------------------------------------------------
________________
ધર્મતીર્થ ગ્રંથ : પૂ. યુગભૂષણવિજયજી મ. સંસારમાં તો નિયમ છે કે સ્નેહ, સ્નેહની અપેક્ષા રાખે છે. રાગ એનું નામ કે જેમાં અપેક્ષા પડી જ હોય. રાગ થયો એટલે સામેથી કાંઈક માંગે છે, ન માંગે તો રાગ હોતો જ નથી. બધા રાગમાં અપેક્ષા હોય છે. અરે! છેલ્લે એવી ઈચ્છા હોય કે સતત મારી પડખે રહે, તેનું મિલન રહે, મારી સાથે સ્નેહ રાખે.
નિઃસ્વાર્થ સ્નેહમાં પણ અપેક્ષા હોય જ. હું એને ચાહું અને તે મને ન ચાહે તેવો રાગ સંસારમાં હોતો નથી; તેવો રાગ ધર્મમાં હોય, માત્ર ઉચિત્ત કર્તવ્ય કરીને છૂટી જવાનો ભાવ. ધર્મના ક્ષેત્રમાં જ અપેક્ષાશૂન્ય રાગ સંભવે. સંસારમાં એક પક્ષી રાગ ન હોય.
મરૂદેવા માતા રાગના ભ્રમમાં રહ્યાં. ઋષભદેવને નિર્લેપ જોઈ (કેવળજ્ઞાન બાદ તેમનાં સમવસરણમાં) તેમનો રાગ તૂટ્યો છે. મરૂદેવાએ તો ભગવાનની વાણી પણ સાંભળી નથી અને મોક્ષે ગયાં છે.
પાંચ લોકોત્તર ભાવ તીર્થોઃ ગણધર (ગીતાર્થ ગુરુ), દ્વાદશાંગી, ચતુર્વિધ સંઘ જે એને (દ્વાદશાંગીને) અનુસરે, રત્નત્રયી અને અનુબંધ શુદ્ધ ક્રિયા કલાપ (અનુષ્ઠાન). આ તીર્થોને લોકોત્તર કહ્યાં. કારણ કે, પાંચે પાંચમાં જીવ માત્રને સંસારમાંથી તારવાની ક્ષમતા છે.
શ્રેયાંસકુમાર સહ ભરત ચક્રવર્તી, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી સાથે પૂર્વ ભવનો સંબંધ ભગવાન ઋષભદેવને હતો. શ્રેયાંસકુમાર સાથે ૯ ભવનો સંબંધ હતો. અનુરાગથી બંનેને દરેક ભવમાં મળવાનું થયું છે. બંને લાયક જીવ છે એટલે અહિતનું કારણ નથી બન્યા. શરૂઆતના ભવોમાં રાગાદિ વશ કામ-ભોગની પ્રવૃત્તિ પણ હતી, આગળ વધતાં તે ઘટવા લાગી. ૯મા ભવમાં છ મિત્રો ભેગા થાય છે, ધર્મની વાતો કરે છે, ઉદાર ભોગોનો ત્યાગ કરી ચારિત્ર સ્વીકાર્યું છે.
-kkkkkkkkkkkkkkkkkk ૩૭ Ekkkkkkkkkkkkkkkkkk
Page #68
--------------------------------------------------------------------------
________________
* અપેક્ષાકારણ અને નિમિત્તકારણ સુધી પહોંચવામાં સહાયભૂત આપણાં
શુભકર્મો છે. * નિમિત્તકારણ રૂપ દેવ-ગુરુ-ધર્મ ઉપદાન કારણમાં જવા પ્રેરે છે. અજ્ઞાની
ફળને ચોંટે છે પરંતુ ફળના મૂળ કારણને જોતો નથી, તે શ્વાનવૃત્તિ છે. જ્ઞાની ફળમાં કારણને – મૂળને જુએ છે અને કારણ અર્થાત્ કર્મબંધના સમયે તેના કાર્ય એટલે ફળનો વિચાર કરે છે, એ સિંહવૃત્તિ છે. અજ્ઞાની પુણ્યોદયમાં ફળને ચોંટે છે અને પુણ્ય કર્મબંધ વેળાના શુભભાવને ભૂલે છે. ભગવાને જેનો નિષેધ કર્યો છે તેનો ત્યાગપૂર્વક અને જેનું વિધાન કર્યું છે તેના સેવનપૂર્વક થતી ક્રિયા તે સમંજસવૃત્તિ પૂર્વકની ક્રિયા કહી છે. આનાથી વિપરીત ક્રિયાને અસમંજસવૃત્તિ પૂર્વકની ક્રિયા કહી. આવી વૃત્તિથી ગમે તેટલા દહેરાસરો, જિનમંદિરો બંધાવો તો પણ દર્શનશુદ્ધિ ના થાય. કારણ,
વિધિ-પ્રતિષેધ સેવ્યા જ નથી, શુભ ભાવોનો સ્પર્શ થયો જ નથી. * દાન દેતાં પણ દાનમાં નહીં પણ પરિગ્રહમાં રસ વધુ હોય તેને અનુબંધ
અશુભ જ પડે. તે મનસ્વીપણે ધર્મ કરી રહ્યો છે. ધર્મ અધ્યવસાયો વડે
સમજવાનો છે. * રુચિ અને વલણ : સામાન્ય રીતે રુચિ પ્રમાણે જ વલણ હોય. અપવાદે
રુચિ અને વલણમાં ભેદ હોઈ શકે. વલણમાં ક્રિયાની અભિમુખતા છે જ્યારે રુચિમાં વિવેક સંકળાયેલો છે. વિવેકની પરાકાષ્ઠા સમકિતમાં આવે. આચરણમાં વિનય-વિવેક ભૂલી, રાગ-દ્વેષને મહત્ત્વ આપી પોતાનાં અહમને પોષે તે કર્મબંધ કરી દુઃખી થાય છે. જે સંયમ રાખે છે તે સંતોષી જીવ શુભ કર્મબંધ કરે છે. ચત્તારી પરમંગણિ દુલ્હાનિહ જંતુણો; માણસ સુઈ સદ્ધા, સંયમંમિઅ વિરિય. ભાવાર્થ ઃ ૧. મનુષ્યત્વ-મનુષ્યનો જન્મ, ૨. સુઈ-શ્રુતિ-સધર્મનું શ્રવણ, ૩. સદ્ધા-ધર્મમાં શ્રદ્ધા, ૪. સંયમ-વિરતિનો સ્વીકાર કરવાનો અપૂર્વ ઉલ્લાસ. આ ચાર વસ્તુ સામાન્ય માણસોને દુર્લભ છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
તત્ત્વજ્ઞાન ચિંતન * જ્યાં વિવેક ન હોય પણ ટૂંકા વિચારથી ધર્મ કરવા પ્રેરાય ત્યારે તે સંજ્ઞામાં
ચાલ્યો ગયો છે તેમ કહેવાય. ધર્મને તે નબળો બનાવે છે. * જીવ જેવી વેશ્યાથી મરે છે તેવી વેશ્યાથી જ ઉત્પન્ન થાય છે.
કર્મબંધ વખતે પ્રદેશ, સ્થિતિ, રસબંધ, સ્વભાવનો નિર્ણય થાય છે. રસબંધ'નો આધાર લેશ્યા પર છે, ‘સ્થિતિબંધ'નો આધાર કષાય પર છે. લેશ્યાની શુદ્ધિનો આધાર કષાય પર છે. કષાય તીવ્ર-લેશ્યા અશુદ્ધ થાય.
(Intensity of Passion) કષાય મંદ-લેશ્યા શુદ્ધ થાય. ૬ઠ્ઠા ગુણસ્થાનક સુધી છ એ છ વેશ્યાઓ હોય. કૃષ્ણ, નીલ, કાપોત, પીત્ત (તેજો), પદ્મ, શુક્લ શુક્લ સિવાયની પાંચ લશ્યાની સ્થિતિ જઘન્ય, ઉત્કૃષ્ટ, અંતમુહૂર્ત. ૭ થી ૧૩ ગુણસ્થાનક સુધી શુક્લ લેશ્યા જ હોય છે. જ. સ્થિતિ અંતમુહૂર્ત – ૧. સ્થિતિ ક્રોડ પૂર્વ-૯ વર્ષ ૧૪માં ગુણસ્થાનકે જીવ અલેશી હોય. જીવ જો સતત અશુભ લેશ્યાઓમાં રાચે અને જો એ તીવ્ર કક્ષાની હોય તો જીવની ગતિ નરક. જો એ મંદ કક્ષાની હોય તો જીવની ગતિ તિર્યચ. શું કરવું ? રાગ-દ્વેષની પરિણતી વખતે ચતુદશરણ લો. નિમિત્તોથી દૂર
રહેનાર સાધક છે. * જૈન ધર્મની સર્વ ક્રિયાઓ ચારિત્ર માટે જ છે. લક્ષ્ય સંયમનું જ હોવું જોઈએ. * ભવાંતરમાં જૈન ધર્મ મળે તે માટે પંચાચારનું પાલન કરો. જે પંચાચાર પાળતા
હોય તેની અનુમોદના કરો. * અનુબંધનું મુખ્ય કારણ મનોવૃત્તિ Mentality છે. વ્યવહારનયઃ મન-વચન
કાયાને અનુબંધનું કારણ માને. નિશ્ચયનય? મનને અનુબંધનું કારણ માને.
કાયરૂપી પાયદળ, વચનરૂપ (તોપો) નૌકાદળ અને મનરૂપી હૃદયદળનો મુકાબલો કરવા કાય-વચન-મનગુપ્તિ દ્વારા તૈયાર થા. એના પર વિજય મેળવ.
=================k ૩૯ -KNEF==============
Page #70
--------------------------------------------------------------------------
________________
>>>>
મહાવીર વાણી
ભગવાન કહે છે :
પ્રિત, હેત કે મૈત્રિ કરજો રાગ-આસિકત કે સ્વાર્થ હશે તો રાગમાંથી દ્વેષ-તિરસ્કાર અને તેમાંથી વે૨ સર્જાશે... વે૨નું વિસર્જન કરવા મહાવીર ભગવાને વિશ્વ પર મૈત્રિભાવ અને વાત્સલ્યનો વેગ વિસ્તાર્યો... તેમના શરીરનું લોહી માતાના દૂધ જેવું થઈ ગયું... પોતે અચલ, અમલ અને અખંડ પ્રભુતાનાં ધણી થઈ બેઠા. વાત્સલ્ય પ્રેમની પરાકાષ્ઠાનું ફળ અચિંત્ય અને અદ્ભૂત છે તેની પ્રતીતિ જગતને કરાવી...
****************** 80 ******************
Page #71
--------------------------------------------------------------------------
________________
>>>>
વિભાગ-૩
‘શ્રદ્ધાંધ’ની સંવેદનાઓ
જૈન ક્રિયાઓમાં વિજ્ઞાન
જૈન દર્શનના વૈજ્ઞાનિક રહસ્યો
૭
♦ દ્વિદળનું વિજ્ઞાન (સંક્ષિપ્ત)
· જાપના પ્રકારો અને વૈજ્ઞાનિક મૂલ્ય
· પચ્ચક્ખાણ આદિ
· સમજવા જેવું સામાયિક
પાંચ સમવાય : અનેકાન્ત દ્રષ્ટિ
♦ મુક્તિ પ્રાપ્તિનાં ચાર સાધના કારણો
૭ દર્શનાચાર (Overview)
૪૨
૪૩
૪૬
૪૯
૫૦
૫૨
૫૪
૫૭
૬૨
૬૩
****************** 89 ******************
Page #72
--------------------------------------------------------------------------
________________
>>>>
‘ શ્રદ્ધાંધ’તી સંવેદનાઓ
તીર્થંકરનાં વર્ણ...
પદ્મપ્રભુ, વાસુપૂજ્ય સ્વામીજી વર્ષે બંને રાતા મલ્લિનાથ ને પાર્શ્વનાથજી નીલા વર્ણનાં ત્રાતા ચંદ્રપ્રભુ ને શીતલનાથજી, શ્વેત વર્ણનાં ધામ મુનિસુવ્રત ને નેમિનાથજી, બંને વર્ષે શ્યામ સુવર્ણ રંગે સોળ શોભતાં બાકીના ભગવંત ચોવીસ તીર્થંકરના રંગે ભીંજાતાં અંગે અંગ! ★ * ★
જલપૂજા ચંદનપૂજા પુષ્પપૂજા ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફલ પૂજા થાયે નિમિત્ત સમકિત !
પણ ‘પણ’ ના રહે...!
અગમ્ય છે રિશ્તાઓ જીવનનાં, તું કહે...
ક્યારે શું આવે ઉદયમાં અને... ક્યારે જીવ શું ચહે ? કયા ભવનું ક્યારે ઉભરાયે અને... ક્યારે આ દિલ વહે ? ક્યારેક આતમની સ્થિરતા પણ ચળે... અને વળી ધ્રુવ... પણ ‘પણ’ ના રહે.
પ્રક્ષાલ પ્રભુની...
પ્રક્ષાલનો આનંદ, પ્રભુ સ્પર્શનાં સ્પંદન પ્રભાવમાં અજોડ, પ્રભુ રૂપનું અંજન સમાવ્યા ના રહે, આ દિલનાં રંજન ત્યાં નિહાળું પ્રભુનાં, એ મુખનાં ખંજન!
****************** ** ******************
Page #73
--------------------------------------------------------------------------
________________
જૈન ક્રિયાઓમાં વિજ્ઞાન પ્રબુદ્ધ જીવન, ૧૬ જાન્યુ. ૨૦૦૭ – ડૉ. પ્રીતિ શાહ * લાંછન ઃ જૈન તીર્થકરોનાં લાંછન અર્થાત્ પ્રતીકરૂપે કોઈને કોઈ પ્રકૃતિ,
વનસ્પતિ કે પશુ-પક્ષી મળે છે. તીર્થકરોને કોઈને કોઈ ચૈત્યવૃક્ષ હેઠળ કેવળજ્ઞાન થયું છે. પ્રાણી અને પ્રકૃતિ સાથે કેવો ગાઢ અનુબંધ છે ! પર્યાવરણ ઃ (Ecology) જૈન ધર્મ જગતનો સર્વોત્કૃષ્ટ પર્યાવરણ ધર્મ છે, તથા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષાની ચિંતા, વિચારણા કરાય છે. જૈન ધર્મનું પ્રથમ મંદિર વૃક્ષ મંદિર છે. પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાને શત્રુંજય તીર્થના રાયણ વૃક્ષ નીચે બેસીને વિશ્વને અહિંસાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. નેમકુમારે પ્રાણી રક્ષાની ઉત્કૃષ્ટ ભાવના ભાવી. મહાવીર ભગવાને તો સમગ્ર સૃષ્ટિના જીવો સાથે એકાત્મ ભાવની ભાવના ભાવવા કહ્યું છે. તત્ત્વાર્થ સૂત્રના પર્યાવરણરૂપ પરસ્પરોગ્રહો Mવનામ્ નું સૂત્ર આજની ઝુંબેશ Save the Planet નું હાર્દ બનીને બેઠું છે. કીડીનો જીવ હાથી પર અને હાથીનો જીવ કીડી પર આધારિત છે! દુર્ભાગ્યે માનવ હાથીએ કેટલાંય નિર્દોષ પશુપક્ષીનો નાશ કર્યો. વનસ્પતિ સંવેદના : Polygraph Machine ના તાર છોડ સાથે જોડ્યા બાદ જૈન ધર્મની વનસ્પતિકાય તરફથી સૂક્ષ્મ તથા દીર્ઘ દ્રષ્ટિને વિજ્ઞાને પણ એવું જ તારણ કાઢ્યું છે કે : ૧. ઝાડપાન : વિદ્યુતપ્રવાહ, વધુ ઓછું તાપમાન, તીવ્ર આઘાતો આદિ
પ્રત્યે પ્રતિક્રિયા (Reaction) વ્યક્ત કરે છે. ૨. સંગીતનો તેના પર પ્રભાવ પડે છે. ૩. Infrared કે Ultra violet rays ને જોઈ શકે છે અને ઝાડપાન TV ની
ઉચ્ચ Frequency અનુભવે છે. =================K ૪૩ -KNEF==============
Page #74
--------------------------------------------------------------------------
________________
--- -- ---------- -- ----------- ---
૪. માણસ અને જંતુની ગતિવિધિ પણ અનુભવે છે. ૫. વનસ્પતિ જીવોમાં આહાર (અમરવેલ જે બીજા છોડમાં જઈને સ્વયોગ્ય
જરૂરી આહાર લઈ લે છે); લજામણીનો છોડ ભય સંજ્ઞા અનુભવે છે. નાગફણી કાંટાથી પોતાની રક્ષા કરે છે. મૈથુનઃ પરિગ્રહ સંજ્ઞાઓ ઉપરાંત કષાયો પણ જોવા મળે છે. ક્રોધ : ડંખ મારતી વનસ્પતિ. માન : અહમનો વિસ્તાર, વડના ઝાડમાં. માયા : કીટભક્ષી. લોભઃ જમીનમાંથી ઝાડ ભોજન મેળવી પુષ્ટ બને છે. યુકેલીપ્ટસ્ બીજી આસપાસની વનસ્પતિ માટે જોખમકારક છે. પાણી શોષી લે છે. અશોકવૃક્ષ નીચે બેસતાં Tension દૂર થાય છે, બહેડાના ઝાડ નીચે બેસવાથી Tension વધે છે. વિજ્ઞાન હવે પૃથ્વી, પાણી, વાયુમાં પણ જીવ હોવાનું સ્વીકારે છે.
રાસાયણિક ખાતરોથી જમીન ઉજ્જડ પણ બનતી દેખાઈ છે. * સુયગડાંગ સૂત્ર મુજબ પાણી વાયુમાંથી બને છે, તે વાત Henry Quodinse
એ HO થી સિદ્ધ કરી છે. મંદિર માટે ભૂમિ ખનનની ક્રિયા કરતી વખતે ધરતીની ક્ષમા યાચવાનું જૈન ધર્મ પાળે છે. “મંગલકાર્ય માટે ભૂમિ ખનન કરીએ છીએ માટે ધરતી ક્ષમા કરજો.” આજે, જવાળામુખીની ટોચ પરમનુષ્યોએ સુઘરીએ માળો બાંધ્યા જેવો ન્યાય અપનાવ્યો છે. આગમસૂત્ર કહે છે : તુમસ નામ સત્યેવં વંમ તન્ય તિ મનસિ | જેને તું મારે છે, પીડે છે અને જેને તું ત્રાસ આપે છે અને તું મારતો નથી, પીડતો નથી, ત્રાસ આપતો નથી. પરંતુ તું તારી જાતને મારે છે, પીડે છે, ત્રાસ આપે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
****
જૈન સાધુની પ્રત્યેક ક્રિયા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિના આદર સાથે જોડાયેલી છે !
⭑
****
*
છ આવશ્યકો : સામાયિકનો આધાર તીર્થંકરો પણ લે છે. કર્મ નિર્જરાનું અમોઘ સાધન છે. જૈન ધ્યાન પ્રણાલીનું ઝળહળતું શિખર સામાયિક છે. ૪૮ મિનિટની એકાગ્રતા આધિ, વ્યાધિ, ઉપાધિ દૂ૨ ક૨વાને સમર્થ છે. Blood pressure, Cholestrol level, Depression આદિમાં લાભદાઈ (સામાયિક) છે. આ જ વિચારધારામાં લોગસ્સ, વાંદણા, પ્રતિક્રમણ આદિ વૈજ્ઞાનિક જયણા વગર ન જ રહે !
ખમાસણાં : આખી પ્રક્રિયા શરીરનાં જુદા જુદા કેન્દ્રો ૫૨ અસર કરે છે. જયણા : નાના જીવોની જયણા, ગેસને પૂંજવો, પાણી ગાળવું, પાણી ઉકાળીને પીવું, શાક સમારતી વખતે સૂક્ષ્મ જંતુઓ માટેની ચીવટ જૈન આચાર ઉચ્ચ કક્ષાએ, જુદો તરી આવે છે.
ઉપકરણો : ચરવળો, કટાસણું આત્મા પર લાગેલી કર્મ૨જને જયણાના ભાવથી સાફ કરે છે. કટાસણું સફેદ રંગનું ઊનનું જ કેમ? સામાયિક દરમિયાન જાગેલી શક્તિને શરીરમાંથી બહાર નીકળતી અટકાવે છે. શ્વેત રંગ શાંતિ અને આધ્યાત્મિક પરિણતી પ્રગટાવે છે. મુહપત્તી વચનગુપ્તિને પોષે છે. હવામાંના સૂક્ષ્મ જંતુઓની જયણા પળાય છે. સ્થાપનાચાર્ય ગુરુનો મહાન યોગ અનુપસ્થિત હોવા છતાં ઉપસ્થિતિ પૂરી પાડે છે.
* આહાર વિજ્ઞાન : ફણગાવેલા અનાજ અંકુરિત થવાથી અનંતકાય જીવો તેમાં ઉત્પન્ન થાય છે, માટે નિષેધ કરી જેનો ખાતા નથી. લોટ અમુક દિવસો માટે જ રખાય છે. દહીંની મર્યાદા ૪૮ મિનિટ, ખીચડી-દાળ-શાકભાજી ૬ કલાક, રોટલી-ભાત ૧૨ કલાક, લાડુ-ખાજા ૨૪ કલાક વગેરે. ઉકાળેલા પાણીનો કાળ સામાન્ય રીતે ૧૨ કલાક ગણ્યો છે.
મૃત્યુને મહોત્સવ બનાવતી ક્રિયા-વિધિ જૈન ધર્મે દર્શાવી છે. સંલેખના દ્વારા મૃત્યુ કઈ રીતે ઉજમાળ કરવું, એ વાત ગૌરવ લેવા જેવી છે.
****************** ** ******************
Page #76
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનના વૈજ્ઞાનિક રહસ્યો (Scientific Secrets of Jainism) hiel
- મુનિશ્રી નંદિઘોષ વિજયજી પર્વતિથિઓમાં લીલોતરીનો ત્યાગ શા માટે ? જૈન ધર્મનું પાલન કરનાર ગૃહસ્થ દર મહિનાની ૧૨ પર્વતિથિ (૨ બીજ, ૨ પાંચમ, ૨ આઠમ, ૨ અગિયારસ, ૨ ચૌદસ, પુનમ અને અમાવસ્યા) અથવા
૫ પર્વતિથિ (સુદ પાંચમ, ૨ આઠમ, ૨ ચૌદસ) ચૈત્ર માસ અને આસો માસની સુદ ૭ થી પૂનમ (બે શાશ્વતી ઓળી) કાર્તિક, ફાગણ, અષાઠ માસની સુદ ૭ થી પૂનમ પર્યુષણાના આઠ દિવસોમાં જેનો લીલોતરી ખાતા નથી. સર્વજ્ઞ તીર્થકરોએ આગમ શાસ્ત્રમાં પર્વો આ પ્રમાણે કહ્યા છે.
મહાનિશિથ સૂત્ર પ્રમાણે પર્યુષણા, ત્રણ ચોમાસી અને બે શાશ્વતી અઠ્ઠાઈ, કુલ-૬ અઠ્ઠાઈ, મહિનામાં ૧૦ પર્વતિથિ ૨, ૫, ૮, ૧૧, ૧૪ સુદ અને વદની. જે દિવસોમાં મનુષ્ય પ્રાયઃ પરભવનું આયુષ્ય તથા શુભકર્મનો બંધ કરે છે. - લીલી વનસ્પતિ સચિત્ત હોવાથી ત્યાગ કરવાનો હોય છે. લીલા શાકભાજી દરેક પ્રકારના બધાં જ સજીવ હોય છે. લોટ, ચોખા, દાળ વગેરે સજીવ હોતા નથી. ઘઉં, જવ, મગ, મઠ, અડદ, ચણા, ચોળા, તુવેર વગેરે ધાન્ય અજીવ કે નિર્જીવ, પાક થયા પછી ધાન્ય સ્વયમેવ સમય થતાં નિર્જીવ બને છે.
જવ, ઘઉં, ડાંગર, જુવાર, બાજરી ધાન્ય કોઠીમાં નાખી, બરાબર ઢાંકી, છાણ લીપી બરાબર બંધ કરી દેવામાં આવે તો ત્રણ વર્ષ સુધી સચિત્ત રહે છે. આ જ પ્રમાણે સાચવીને રાખેલા તલ, મગ, મસુર, વટાણા, અડદ, ચોખા કાળથી પાંચ વર્ષ સજીવ રહે છે. અળસી, કપાસીયા, કંગ, કોદરા, શણ, સફેદ સરસવ સાત વર્ષ સજીવ રહે છે. આ ૩, ૫, ૭ વર્ષ ઉત્કૃષ્ટ સમય છે. =================K ૪૬ -KNEF==============
Page #77
--------------------------------------------------------------------------
________________
સામાન્ય રીતે ધાન્યનો દાણો ૪૮ મિનિટ અંતમુહૂર્ત સમયમાં નિર્જીવ બની જાય છે. આ જ્ઞાની જ જાણી શકે છે.
ધાન્ય નિર્જીવ હોવાની શક્યતા ખૂબ વધુ હોવાથી લીલોતરી ત્યાગ હિંસાથી બચાવે છે. આમ કરવાથી આસક્તિ પણ ઓછી થાય છે.
કર્મવાદના નિયમ પ્રમાણે જે પદાર્થોમાં આસક્તિ થઈ જાય તેવા પદાર્થોમાં જન્મ લેવો પડે છે.
વિગઈ-મહાવિગઈ વિગઈ – પ્રાકૃત શબ્દ છે. સંસ્કૃત રૂપાતર — વિકૃતિ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર, તળેલું વગેરે. મહાવિગઈ – માખણ, મધ, મદ્ય, ઈંડા, માંસ, મચ્છી વગેરે. દૂધ ઃ ગાય, ભેંસ, બકરી, ઊંટડી, ઘેટીના દૂધનો ઉપયોગ જરૂર પૂરતો
જ કરવો અથવા ન કરવો. દૂધમાં ૮૦% કેસીન (પ્રોટીન) જે
સુપાચ્ય છે. દહીં : ૪ પ્રકારે. ગાય, ભેંસ, બકરી અને ઘેટીના દૂધમાંથી બને. ઊંટડીના
દૂધમાંથી દહીં બનતું નથી. દૂધ બગડી જાય અને ખટાશ આવી જાય તે જીવાણું ઉત્પન્ન થવાને કારણે. દહીં સાથે બગડેલા દૂધની સરખામણી કરવી અનુચિત જ છે.
દહીંમાં બેક્ટરીયા (જે દૂધમાંથી દહીં બનાવે છે) હોય છે, તે વિશિષ્ટ પ્રકારના હોય છે. આપણાં શરીરમાં પણ એવી જાતના જીવાણુઓ હોય છે, જે HCLની હાજરીમાં પણ મરતાં નથી. માટે દહીંનો જૈન શાસ્ત્રમાં નિષેધ નથી. વેજ્ઞાનિક દ્રષ્ટિએ બધા જ ખાદ્ય પદાર્થોમાં ઓછાવત્તા અંશે જીવાણું-કીટાણું અને બેક્ટરીયા હોય છે. તેનાથી દરેક ખાદ્ય પદાર્થ અભક્ષ્ય બનતો નથી.
આ દહીં બે રાત પસાર થયે અભક્ષ્ય બને છે. કારણ જીવોત્પત્તિની શક્યતા ખૂબ વધી જાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
ઘી : દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી
માખણ ૪૮ મિનિટ સુધી સચિત્ત અને ત્યારબાદ અચિત્ત. આવા
માખણનું બનાવેલ ઘી પાસુક-અચિત્ત છે માટે ભક્ષ્ય છે. તેલ : ૪ પ્રકારના તેલને વિગઈમાં ગણાવ્યા છે.
તલનું તેલ, અળસીનું તેલ, સરસવનું તેલ, કુસુમ્ભ નામના ઘાસનું
તેલ ગોળ-સાકર કામવાસના ઉત્તેજન કરનારા હોઈ શકે. કાચો ગોળ (નરમ
ગોળ) આ કક્ષામાં આવે છે. તળેલું પહેલા ત્રણ ઘાણમાં તળેલ વિગઈ ગણ્યા છે. ચાર, પાંચ, છ ઘાણમાં
તળેલ વિગઈ નથી. કંદમૂળ ઃ કંદમૂળ અનંતકાય વનસ્પતિ હોવાથી અભક્ષ્ય છે.
બટાકા, કાંદા, લસણ આદિ વનસ્પતિઓના પ્રત્યેક કોષમાં અનંત જીવરાશિ હોય છે. કારણ કે તે અનંતકાય છે. આદુ લીલું હોય ત્યારે અનંતકાય હોવાથી અભક્ષ્ય છે. સૂકાઈ જતાં તેમાં સ્વયં dehydration થાય છે.
જૈન દર્શન અને બે ભિન્ન વિચારો ૧. બ્રહ્મ સત્ જગ મિથ્થા સંસારના સર્વ સંબંધો મિથ્યા છે. કોઈ કોઈનું
નથી. એકલા આવ્યા, એકલા જ જવાનું છે. જૈન દર્શન પ્રમાણે આ વિચારધારા અનાસક્ત ભાવને પ્રેરણા આપે છે. અંત સમયે આ ભાવ કલ્યાણ કરી જાય છે. બાંધેલા સંબંધો મૃત્યુ બાદ પણ સાથે રહે છે. પૂર્વ ભવના સંબંધોથી વર્તમાનના સંબંધો બંધાય છે.
મરિચિ અને કપિલ : મહાવીર અને ગૌતમ ભવોભવ સાથે. ત્રિપૃષ્ઠ વાસુદેવ – શવ્યાપાલક : મહાવીર અને કાનમાં ખીલા
ત્રિપૃષ્ઠ અને સિંહ : મહાવીર અને ગૌતમનો શિષ્ય થવા માગતો ખેડૂત. =================K ૪૮ -KNEF==============
Page #79
--------------------------------------------------------------------------
________________
૨. આત્મવત્ સર્વભૂતેષઃ બધા જ તારા ભાઈઓ છે. બધા તારા છે, તું બધાનો છે. જેવો તું, તેવા જ બીજા છે.
વસુદૈવ કુટુમ્બકમ્ની ભાવના વીતરાગ દશા પામવા પ્રશસ્ત, અપ્રશસ્ત રાગ, મોહનો સર્વથા ક્ષય જરૂરી છે. સર્વ જીવોનું ભલુ, મૈત્રિ ભાવના. તેના આનંદથી પ્રમોદ ભાવના, કરૂણા, માધ્યસ્થ ભાવનાઓ આદિ. સમગ્ર જીવસૃષ્ટિ સાથે આત્મિયતા-અહિંસાનો પાયો.
દ્વિદળનું વિજ્ઞાન (સંક્ષિપ્ત)
“Research of dining Table” yiel દ્વિદળ જેની દાળ બને તે બધા દ્વિદળ, મગ, તુવેર, અડદ, ચણા, મઠ, વાલ, ચોળા, વટાણા, મેથી, મસૂર, કળથી, લોંગની દાળ.
આ બધાના લીલા પાન, લીલા દાણા અને તેનો લોટ બધું જ દ્વિદળ ગણાય.
રાઈ, સરસવ, તલ, મગફળીમાંથી તેલ નીકળે માટે દ્વિદળ નહીં. દ્વિદળના ૪ લક્ષણોમાં બધા જ જેમાં ઘટે એજ દ્વિદળ.
(૧) વૃક્ષના ફળરૂપે જે ન હોય. (૨) જેને પીલવાથી તેલ ન નીકળે.
(૩) ભરડવાથી દાળ બને. (૪) બે ભાગ વચ્ચે જેમાં પડ ન હોય. જ દ્વિદળ કઠોળની વાનગી + કાચા દૂધ, દહીં, છાસ = બેઈન્દ્રિય જીવોની
ઉત્પત્તિ (સંયોગિક દોષ) દ્વિદળનો દોષ લાગવાના સંભવવાળી વાનગીઓ : * દહીંવડા ઃ વડા + કાચું દહીં = જીવોત્પત્તિ * રાયતું અને બુંદીઃ કાચું દહીં + બુંદી = જીવોત્પત્તિ * મેથીના થેપલાં :
ઘઉં બાજરાનો લોટ + મેથીના પાંદડાં છાસ (કાચી) = જીવોત્પત્તિ * કઢી : કાચી છાસ + ચણાનો લોટ = જીવોત્પત્તિ. =================K ૪૯ -KNEF==============
Page #80
--------------------------------------------------------------------------
________________
--- -- ---------- -- ----------- --- * શિખંડ+ લીલા સૂકા કઠોળના શાક, કેળાવડા, ચણાના ખમણ, મગની
દાળ, પાપડ, ચણાની લોટવાળી કઢી = જીવોત્પત્તિ
કઢી શિખંડનું ભોજન : કઢીમાં ચોખાના લોટનું અટામણ વાપરવું * ઢોકળા : કાચી છાશ + કઠોળનો લોટ = જીવોત્પત્તિ * દહીં અને મેથીના ઢેબરાં + કાચું દહીં = જીવોત્પત્તિ * મેથી નાખેલ અથાણું + શિખંડમાનું કાચું દહીં = જીવોત્પત્તિ
* છાશ જમણ બાદ મોં બરાબર સાફ કર્યા વગર પીવાથી = જીવોત્પત્તિ - દહીં દૂધ + મેળવણ = પદ્ગલિક પરાવર્તન (જેન થિયરી)
Chemical Reaction, not Bacterial generation (એક પ્રચલિત માન્યતા) દહીંની કાળ મર્યાદા : દૂધમાં મેળવણ પડ્યા બાદ (૧૬ પ્રહર-૪૮ કલાક) ૦૨ રાત રહે તો અભક્ષ્ય બે રાત પહેલા છાશ બનાવો
– બીજી ૦૨ રાતદિવસ બે દિવસ પહેલા છાશના થેપલા - બીજા ૦૨ દિવસ બે દિવસ પહેલા થેપલાને શેકી નાખો – બીજા ૧૫ દિવસ ૧૫ દિવસ પહેલા શેકેલા થેપલાનો ચેવડો – બીજા ૧૫ દિવસ
દહીંની મર્યાદા આવી રીતે કુલ ૩૬ દિવસ રહે. જાપતા પ્રકારો અને વૈજ્ઞાનિક મૂલ્ય पूजा कोटिसमं स्तोत्रं, स्तोत्र कोटिसमो जपः ।
जप कोटिसमं ध्यानं, ध्यान कोटिसमो लयः ।। વીતરાગ પરમાત્મા કે અન્ય દેવ-દેવીની કરોડનાર પૂજા કરવા બરાબર તેઓનો એક સ્તુતિપાઠ છે. કરોડ સ્તુતિપાઠ બરાબર એક જા૫ છે. કરોડવાર જાપ કરવા બરાબર ધ્યાન છે અને કરોડવાર ધ્યાન કરવા બરાબર એક લય. પરમાત્મ સ્વરૂપમાં રમણતા અથવા ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેની એકરૂપતા છે. =================K ૫૦ -KNEF==============
Page #81
--------------------------------------------------------------------------
________________
આઠ વર્ગણાઓ જીવો માટે ગ્રાહ્ય અને ઉપયોગી છે. ૧. ઓદારિક ૨. વેક્રિય ૩. આહારક ૪. તેજસ ૫. ભાષા ૬. શ્વાસોચ્છવાસ ૭. મનોવર્ગણા ૮. કાશ્મણ.
આ બધી વર્ગણાઓના પ્રત્યેક પરમાણુ એકમમાં અનંત પરમાણુઓ હોય છે. છતાં દારિક વર્ગણાના પરમાણુ એકમ કરતાં વૈક્રિયમાં વધુ પરમાણુ અને વૈક્રિય કરતાં આહારક, આદિ.
આગમો વિક્રમ સંવતની પાંચમી-છઠ્ઠી સદીમાં લિપિબદ્ધ થયા ત્યાં સુધી જૈન સાધુ-સાધ્વીએ આગમોને કંઠસ્થ રાખવાની પરંપરા હતી. Quantam Mechanicsની શોધ વિક્રમ સંવત ૨૦મી સદીના અંતમાં થયેલ છે.
ભાષા વર્ગણાના પરમાણુ એકમો ૩૩૦ મિટર/સેકન્ડ તેજસ વર્ગણાના પરમાણુ એકમો ૩૦ કરોડ મિટર/સેકન્ડ (Electro magnetic waves)
ભાષા વર્ગણામાં પરમાણુઓ વધારે પરંતુ શક્તિ તેજસ વર્ગણાના પરમાણુઓથી ઓછી. મનોવર્ગણાના પરમાણુ એકમોમાં પરમાણુઓ પણ ખૂબ વધારે અને ગતિ પણ અત્યંત વધુ માટે ખૂબજ શક્તિશાળી/અનંત શક્તિમય હોય.
આધ્યાત્મિક ઋષિ મુનિઓએ જાપના ૩ પ્રકાર બતાવ્યા છે ? ભાષ્ય જાપ : ભાષા વર્ગણા – શક્તિ ઓછી ઉપાંશુ જાપ: આમાં પણ ભાષા વર્ગણાનો ઉપયોગ. પરંતુ અશ્રાવ્ય
ધ્વનિ તરંગો હોવાથી શક્તિ વધુ. (Ultra Sonic) માનસ જાપ શ્રેષ્ઠ જાપ ઃ મનોવર્ગણાના પરમાણુ સમૂહ એકમનો ઉપયોગ Creates very high frequency vibrations - અનંત શક્તિ .
=================K ૫૧ -KNEF==============
Page #82
--------------------------------------------------------------------------
________________
પચ્ચક્ખાણ આદિ જ વિનય કોના જેવો?
ગૌતમસ્વામી જ ત્યાગ કોના જેવો?
જંબૂસ્વામી - બ્રહ્મચર્ય કોના જેવું?
સ્થૂલિભદ્ર જિન ઉપાસના કોના જેવી? શ્રેણિક જ સ્તોત્ર રચના કોની?
માનતુંગસૂરિ સાહિત્યજ્ઞાન કોનું?
હરિભદ્રસૂરિ પ્રભાવકતા કોની?
નેમિસૂરિ ચરિત્ર કોનું?
ચંદનબાળા જાતિસ્મરણ જ્ઞાન કોનું? આદ્રકુમાર પચ્ચકખાણ (નિયમ) : કર્મ આશ્રવ ક્ષય થાય, કર્મબંધનો ક્ષય થાય.
“મનની પાળ એટલે પચ્ચખાણ : સંયમની સુવાસ, મનની દૃઢતા અને જીવનની સાર્થકતા વધે. વિકારો, તૃષ્ણા છેદાય તેથી ઉપશમ ભાવ પ્રગટે, તેનાથી પચ્ચકખાણ શુદ્ધિ થાય.
મૂળ સંસ્કૃત શબ્દ : પ્રત્યાખ્યાન સવારના નવકારશી અને સાંજે ચોવિહાર કરો – તીર્થંચ-નરકગતિ ન મળે. સો વર્ષમાં જેટલા કર્મો ખપાવે તે નવકારશીના પચ્ચખાણ વડે થાય.
સૂર્યોદય બાદ ૪૮ મિનિટ સુધી ચારેય (અસણં, પાછું, ખાઈમ, સાઈમ) પ્રકારના આહારનો ત્યાગ. પચ્ચખાણ ક્યારે
કાળ નવકારશી સૂર્યોદય પહેલા સૂર્યોદય બાદ ૪૮ મિ. ૧૦૦ વર્ષની અકામ નિર્જરા પોરિસી
સૂર્યોદયથી ૧ પ્રહર ૧૦૦૦ " '' '' સાઢપોરિસી
સૂર્યોદયથી ૧/, પ્રહર ૧૦૦૦૦ '' '' ' પુરિમષ્ઠ
સૂર્યોદયથી ૨ પ્રહર ૧ લાખ વર્ષ પ્રમાણના પાપ નાશ
ફળ
=================K ૫૨ -KNEF==============
Page #83
--------------------------------------------------------------------------
________________
બેસણું
નિવિ
અટ્ટમ
અવઢ સૂર્યોદય પહેલા સૂર્યોદયથી ૩ પ્રહર ૧૦ લાખ વર્ષ પ્રમાણના પાપ નાશ
૦૧ '' '' ' , એકાસણું
( ૧૦ ) , , , છ વિગઈ રહિત, દ્વિદળની બાદ ન આવે ૦૧ કરોડ '' આયંબિલ (તિવિહાર કરે, પોરિસી પછી ૦૧ હજાર કરોડ વર્ષ " , ઉપવાસ ઉકાળેલું પાણી જ વાપરે) પચ્ચક્ખાણ
૧૦ હજાર કરોડ " , છટ્ટ
૧ લાખ કરોડ વર્ષ પ્રમાણના ''
૧૦ લાખ " '' ' ' પોષધ ગૃહસ્થપણાનો ૧ દિવસ ત્યાગ ૨૭, ૨૭ક. ૭૭૭. ૭૭૭ વર્ષનું
દેવલોકનું આયુષ્ય. નવકારશી અને ચોવિહારનો અપૂર્વ લાભ
| મુદ્ધિસહિએ પચ્ચકખાણ પારવાનું સૂત્ર : મુક્રિસહિએ પચ્ચખાણ ફાસિએ પાલિએ સોહિએ તિરિએ કીષ્ટિએ આરાહિએ જે ચ ન આરહિએ મિચ્છામિ દુક્કડં.
ઃ મુક્રિસહિએ પચ્ચકખાણ લેવાનું સૂત્ર : મુઢિસહિએ પચ્ચખાણ અન્નત્થણાભોગેણે સહસાગારેણં
મહત્તરાગારેણં સવ્વસમાહિ વત્તિયાગારેણં વોસિરામિ. નવકારશી અને ચોવિહાર સહિત મુદિસહિઅંનું પચ્ચકખાણ આખો દિવસ કરવાથી મહિને ૨૫ થી ૨૮ દિવસના ઉપવાસનો લાભ મળે છે. આવો અકથ્ય લાભ લેવા માટે અત્યારથી જ આ પચ્ચકખાણોનો ઉપયોગ શરૂ કરી દો.
પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રવચન પ્રવાહમાંથી પ્રેરણા ઝીલીને સંકલિત.
સૂચના : મુક્રિસહિએ પચ્ચકખાણ આખો દિવસ કરનારે બેસીને જ ખાવું-પીવું. હરતા ફરતા કે ઊભા ઊભા ખાવું-પીવું નહીં. ખાવા-પીવાનું કામ પૂર્ણ થાય એટલે બે હાથ જોડી મુક્રિસહિએ પચ્ચકખાણ લઈને ઊભા થવું અને ખાવા-પીવાનું શરૂ કરતાં પહેલાં બેસીને જમીન ઉપર મુઢિ વાળી એક નવકાર ગણી મુક્રિસહિએ પચ્ચકખાણ પારવું. ===== ==========K ૫૩ ===================
Page #84
--------------------------------------------------------------------------
________________
સમજવા જેવું સામાયિક
- પૂ.આ.શ્રી હેમચંદ્રસાગરસૂરિ સામાયિક બને તો ઉપાશ્રયમાં જ કરવું ઘટે. શક્ય ના હોય તો શુદ્ધ
વાતાવરણમય એક ખંડમાં ઘરે કરી શકાય. (વાતાવરણ શુદ્ધિ) જ સામાયિક બને તો ગુરુ નિશ્રામાં કરવું ઘટે. ગુરુની હાજરી ના હોય તો
નવકાર અને પંચિંદીય આલેખ્યા હોય તે સ્થાપનાજી સમક્ષ કરી શકાય. ગુરુ નિશ્રા છોડવાથી ક્યારે કેવો અનર્થ તથા ગેરલાભ થાય છે તે સમજાવતું દ્રષ્ટાંત : મહા તપસ્વિની અને અખંડ ચારિત્ર પાલિકા સુકુમાલિકા.
કઠોર જીવન, કઠોર સાધના છતાં ગુરુણીની આજ્ઞા ઉલ્લંઘી અને ભવભ્રમણ વધારી દીધું. વૈરાગ્ય પ્રબળ હતો. આત્મોદ્ધાર માટે શરીરનું સત્ત્વ નિચોવી કાઢવામાં તત્પરતા પણ હતી. વાચનામાં જિનકલ્પીની આચાર સંહિતા સાંભળી અને મનમાં ગાંઠ વાળી. હું પણ જિનકલ્પી જેવું ઉચ્ચ કક્ષાનું ચારિત્ર પાળું.
ગુરુણીએ સમજાવી, સ્ત્રી દેહમાં આવી સાધના ન થાય અને તે પણ જંગલમાં! સ્મશાન ખંડિયેરમાં શૂન્ય ગ્રહમાં તો ના જ થાય. ગુરુણીની વાત ન માની. સુકુમાલિકાનો આગ્રહ ચાલુ જ રહ્યો. સ્મશાનમાં કાઉસ્સગ્ન કરવા જતી. એક દિવસ ફસડાઈ પડી.
સામેથી દૂર સંગીતના સૂરો સાંભળ્યા. દ્રષ્ટિ માંડી અને એક વરવું દ્રશ્ય નજરે પડ્યું. એક સ્ત્રીની સાથે પાંચ પુરુષો ક્રીડા કરી રહ્યા હતા. આ જોઈ મન ચલિત થયું, નિયાણું બાંધ્યું. મને પણ આવતા ભવે આવું સુખ મળો. બીજા ભવે દ્રૌપદી બની, પાંચ પાંડવો પતિ થયા. હાથવગું મોક્ષ ગુમાવ્યું. પાંચમા દેવલોકમાં ઝૂરી ઝૂરીને સમય પસાર કરી રહી છે.
આ છે ગુરુ અવજ્ઞાનું દુષ્ટ પરિણામ!
Page #85
--------------------------------------------------------------------------
________________
પેથડશા ૩૨ માઈલના ઘેરાવાવાળા, ૯૨ લાખ ગામડાઓની રાજધાની માંડવગઢના ૫૦૦ મંત્રીઓના નાયક હતા. રાજકારણમાં ખૂબ વ્યસ્ત હતા. ગુરુ મહારાજ ૫ માઈલ દૂર હોય તો પણ ત્યાં જઈને નિયમિત પ્રતિક્રમણ કરતા. પખિ પ્રતિક્રમણ માટે ૧૦ માઈલ દૂર જવું પડે તો જતા. ગુરુ નિશ્રાનું મહત્ત્વ સમજાય જાય તો સમયનો ભોગ અલ્પ બની જાય છે.
ગોમતી ચક્ર : સુધર્માસ્વામીના ચરણની ઉપાસના ગુરુજી પાસે ચાર દાંડીની ઠવણી પર પોટલી હોય છે તે સ્થાપનાજી. ‘પ્રતિષ્ઠા કલ્પમાં બતાવેલ વિધિથી પૂઆ. ભગવંત અઢાર અભિષેક કરી સર્વદા સ્થપાયેલા સ્થાપનાજી હોય છે.
પોટલીમાં “ચંદગણ” દરિયાના બેઈન્દ્રિય જીવોનું મૃત શરીર શંખ-છીપ જેવું હોય. તેમાં આવર્ત-વર્તુળો હોવાથી તેની પસંદગી કરાઈ છે. સ્થાપનાજીમાં સુધર્માસ્વામીજીના ચરણમાં આવર્તા હતા અને તેઓના પ્રતિકરૂપે સ્થાપના કરાઈ હોય છે. આને “ગોમતી ચક્ર' પણ કહે છે જે અનેક રીતે લાભદાઈ છે.
કટાસણું: “કટાસન' પણ કહે છે. ઊનનું હોવું જોઈએ. ઊન શુભ તત્ત્વને ગ્રહણ કરે છે, અશુભ તત્ત્વને છોડે છે. તેજસ-વિદ્યુત શરીરની વીજળીને ધરતીમાં વહેતી વીજળી ખેંચી ન લે તેમાં ઉપયોગી થાય, અવરોધક બને માટે તેજસ શરીર સક્રિય રહે. માપ ઃ બેસનાર વ્યક્તિના દોઢ હાથ જેટલા માપનું ચોરસ, સફેદ ઊનનું.
| મુહપત્તી ? (૪ ગતિનું પ્રતિક છે.) માપ : ૧ વેંત ૪ આંગળ. (બૃહત્ કલ્યભાષ્ય), (યતિ દિનચર્યા) બાંધેલી કિનાર – મનુષ્ય ગતિનું પ્રતિક બાકીની ત્રણ ખુલ્લી કિનારો – તિર્યંચ, દેવ, નરક ગતિના પ્રતિક સફેદ રંગની (આચાર દિનકર ગ્રંથની ટીકામાં છે.)
જ્ઞાનના સાધનો પર થંક ના ઉડે, આશાતનાથી બચાવે. બોલીએ ત્યારે જ મુહપત્તી મોઢા પાસે રાખવાની બાકી મોન રહેવાનું. જો બાંધીને રાખીએ તો બોલવાની ચેષ્ટા વારંવાર થાય. મોઢાની લાળ લાગ્યા કરે, સમૂર્છાિમ જીવો થાય.
સાધુવેષનું પ્રતિક છે માટે હંમેશાં મુહપત્તી તેઓની સાથે જ હોય. =================K ૫૫ -KNEF==============
Page #86
--------------------------------------------------------------------------
________________
>>>>
ચરવળો
સામાયિકમાં મન આઘુંપાછું થાય તેને ચરવળો અટકાવે છે. કઈ રીતે ? ચર-ચરવું, વળો–તેમાંથી વળો...
વૃત્તિ અવરોધક તે ચરવળો. સામાયિકમાં સતત યાદ કરાવે કે હું સામાયિકમાં છું. ભૂમિ પ્રમાર્જનમાં ઉપયોગી થાય છે.
મુહપત્તીના ૫૦ બોલમાં છેલ્લા છ બોલ ચરવળાના ઉપયોગ વડે સાર્થક કરવાના હોય છે.
***
માપ : ૨૪ આંગળની દાંડી જીવ ૨૪ દંડક (માર્ગ)થી દંડાય તેને દૂર કરવા. ૮ આંગળની દિશિઓ – ૮ કર્મના બંધથી જીવ બંધાયો છે તેને મુક્ત ક૨વાનો છે.
—
ચોરસ દાંડી ઃ સ્ત્રીઓ સ્ત્રી ૪ ગતિનું કારણ બની જાય છે. ગોળ દાંડી : પુરુષો – વાસનાની અધિકતા સ્ત્રીરૂપ મનાય છે. ખેસ (ઉત્તરાસંગ)
ઉત્તર
નાભિ ઉ૫૨નું શરીર, આસંગ – સાથે રહેલું. વિનયસૂચક વેશ છે. (શ્રાવકનો Uniform)
=
કંદોરો
જિન શાસનનું પ્રતિક કહ્યું છે. કંદોરો બાંધવાથી આત્મામાં કૌવત જાગે છે. કમ૨ ૫૨ બાંધીને સાધુ ભગવંતો વિહાર કરે તો થાક ઓછો લાગે છે.
સામાયિક એ સમતાને કેળવવાની યુદ્ધની ક્રિયા છે. કંદોરો તેમાં સહાયક બને છે. કંદોરો સૂતરનો હોવો જોઈએ. સૂરતથી મૂલાધાર ચક્ર સક્રિય બને છે. કારણ કે, કંદોરો મેરૂદંડની નીચેનો ભાગ અને નાભિ વચ્ચે જોડાણ કરી આપે છે.
જૈન દીક્ષા અંગીકા૨ ક૨ે તે દિવસથી કંદોરો બાંધવાનો હોય છે. વીર્યરક્ષા, બ્રહ્મચર્યપાલન, વાસના-વિકારોને અટકાવે છે. જ્ઞાન અને ક્રિયા દર્શાવતી બે ગાંઠ કંદોરાને છેડે બંધાય છે.
****************** us ******************
Page #87
--------------------------------------------------------------------------
________________
પાંચ સમવાયઃ અનેકાન્ત દ્રષ્ટિ કાળ : બીજ આજે, વૃક્ષ કાલે, સમય કર્તાહર્તા, કર્મ પાક્ય કાળ થયે. સ્વભાવ : માછલી પાણીમાં તરે છે. અમુક બીજ ઊગતા નથી. શિયાળ
લુચ્યું છે. સ્વભાવ જ મુખ્ય છે. નિયતિ : ભાગ્ય, ભવિતવ્યતા અગાઉથી જ નક્કી છે. કર્મ ઃ જેવા કર્મ તેવું ફળ. પુરુષાર્થ : પુરુષાર્થ નહીં તો કંઈ નહીં.
કાળ : શુભાશુભ કર્મો તરત ઉદયમાં આવતા નથી. પરિપક્વ થયા પછી ઉદયમાં આવે છે. કર્મને પણ ફળ બતાવવામાં કાળની અપેક્ષા છે.
ગોટલીમાંથી આંબો કાળ વિના કેમ થાય? મોક્ષ માટે પણ ભવસ્થિતિના પરિપાકની આવશ્યકતા તે કાળની લબ્ધિ જ છે ને!
સ્વભાવઃ ચોખા વાવો તો ચોખા અને ઘઉં વાવો તો ઘઉં જ ઊગે. તેનો મહિમા સ્વભાવનો છે.
ગોટલીમાંથી આંબો જ થાય. કાળની અને ઉદ્યમની જરૂર પડે છે. પણ સ્વભાવ વિરુદ્ધ કાર્ય થાય નહીં. જડ-ચેતનના સ્વભાવ વિરુદ્ધ કાર્ય થતું નથી.
પૂર્વકર્મઃ સુખ-દુઃખની વિવિધ દશાઓ કર્મની વિચિત્રતા પર આધારિત છે. સવળાનું અવળું, આકસ્મિક લાભ, આકસ્મિક આફત, કર્મબળના અભૂત નમૂના છે.
વ્યક્તિગત યા સામૂહિક વિચિત્ર ઘટનાઓ બને છે, જેને દેવાધિન કહેવામાં આવે છે. એ પરથી કર્મના અસ્તિત્ત્વનો ખ્યાલ આવે છે.
ઉદ્યમઃ ઉદ્યમની મહત્તા માનવી જ પડે તેમ છે. કર્મને કેવળ પ્રધાન માનીએ તો પૂછીએ- કર્મને ઉત્પન્ન કરનાર કોણ? જીવ પોતે. જીવ વ્યાપારથી કર્મો બાંધે છે, ઉદીત કરે છે. અશુભ કર્મને પ્રયત્નથી શુભ કર્મમાં ફેરવે છે. =================K ૫૭ -KNEF==============
Page #88
--------------------------------------------------------------------------
________________
જ્યાં કર્મની પહોંચ નથી ત્યાં ઉદ્યમની ધ્વજા ફરફરે છે. કર્મનું કામ જીવને ભવચક્રમાં ફેરવવાનું છે. ત્યારે ઉદ્યમ-પ્રયત્ન-પુરુષાર્થ કર્મોને ધ્વસ્ત કરી આત્માને મુક્તિધામે લઈ જાય છે. નિરૂદ્યમી અને કેવળ કર્મવાદી સફળતાથી વંચિત રહે છે.
પુરુષાર્થને કાળ, સ્વભાવની અપેક્ષા રહે જ છે પણ તે વિજય આપવામાં એક્કો છે.
પાંચ સમવાય અને ૪ સાધના
- પ. પનાલાલ જગજીવનદાસ ગાંધી (૧) સ્વભાવ, (૨) કાળ, (૩) કર્મ, (૪) પુરુષાર્થ, (૫) નિયતિ અથવા ભવિતવ્યતા અથવા પ્રારબ્ધ. જ કર્મ બનવામાં પાંચ કારણો ભાગ ભજવે છે. તે ઉપર જણાવેલ પાંચ
સમવાય છે. * સંસારી છબસ્થ જીવ તેના મૂળ શુદ્ધિ સ્વરૂપમાં આવે નહીં ત્યાં સુધી કાર્ય
કારણની પરંપરા ચાલુ રહે છે. પાંચ અસ્તિકાય (પ્રદેશ સમૂહ) છે. ધર્માસ્તિકાય ? ગતિ સહાયક – સ્વભાવ ઘટે જ છે. અધર્માસ્તિકાય : સ્થિતિ સહાયક – સ્વભાવ ઘટે જ છે. આકાશાસ્તિકાય ? અવગાહના દાયિત્વ – સ્વભાવ ઘટે જ છે. કારણ ત્રણે
જડ, અક્રિય, અરૂપિ છે. પરિવર્તન કે પરિભ્રમણ નથી. પુદ્ગલાસ્તિકાયઃ સ્વભાવ, કાળ, ભવિતવ્યતા ત્રણે ઘટે છે. – કારણ છે. જીવાસ્તિકાય ? પાંચે સમવાય ઘટે છે. કારણ કે છઘસ્થ જીવો માટે ૫ સમવાય, સિદ્ધ જીવો માટે માત્ર સ્વભાવ ઘટે છે. કર્મરહિત હોવાથી કર્મ ન ઘટે. અક્રિય, અરૂપિ, સ્થિર, અકાલ હોવાથી કાળ, પુરુષાર્થ અને
ભવિતવ્યતા ઘટતાં નથી. જ જીવ જ્યારે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે ત્યારે
નિગોદમાંથી નીકળે છે, ત્યારે ભવિતવ્યતા જ ઘટે છે. =================K ૫૮ -KNEF==============
Page #89
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાઓ ૧. સ્વભાવ : જેનું અસ્તિત્વ ત્રિકાળ હોય, જેને બનાવી શકાય નહીં, જેને
મીટાવી શકાય નહીં, જે અનાદિ, અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ હોય તેને સ્વભાવ કહે છે. જે દ્રવ્યમાં જે લક્ષણરૂપ ભાવ તે તેનો સ્વભાવ. ગતિ સહાયકતા : ધર્માસ્તિકાયનો સ્વભાવ સ્થિતિ સહાયકતા : અધર્માસ્તિકાયનો સ્વભાવ અવગાહના દાયિત્વ : આકાશાસ્તિકાયનો સ્વભાવ પૂરણગલન, ગ્રહણગુણ : પુદગ્લાસ્તિકાયનો સ્વભાવ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ જીવાસ્તિકાયનો સ્વભાવ છે. કોઈપણ પદાર્થ અસ્તિત્ત્વરૂપે છે તેનો નિશ્ચિત સ્વભાવ અને તે અનુસરે તેનું નિશ્ચિત કાર્ય પણ છે.
આપણે જે છીએ તે આપણું અસ્તિત્ત્વ છે અને આપણે જેવા છીએ તે
આપણો સ્વભાવ છે. કાળઃ પાંચે અસ્તિકામાં થતી અર્થક્રિયા, જેને કાળ કહેવાય છે. જીવઅજીવના પર્યાયનું નામ જ કાળ. જ્યાં પર્યાયાંતરતા, રૂપરૂપાંતરતા, ક્ષેત્રાંતરતા, પરિવર્તન છે ત્યાં કાળ છે. સંસારી છદ્મસ્થ જીવોમાં કર્તા-ભોક્તાના ભાવો છે તે કાળ છે. દ્રવ્યની અવસ્થાતરનો ગાળો તે કાળ. જ્યાં જ્યાં ક્રમિક અવસ્થા છે ત્યાં કાળ છે.
માટે સંસારી જીવદ્રવ્યને કાળ ખરો, સિદ્ધ જીવદ્રવ્યને કાળ નહીં. ૩. કર્મઃ કર્મવર્ગણા (પુદ્ગલ) જ્યારે આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબંધમાં આવે
ત્યારે કર્મરૂપે પરિણમે છે. જીવે આત્મપ્રદેશે જમા કરાવેલ પોતાની શુભાશુભ માનસિક, વાચિક અને કાયિક ક્રિયા તે કર્મ. જે જીવ અને
પુદ્ગલનું મિશ્રણ છે. ૪. પુરુષાર્થ : જેમાં ફેરફાર કરી શકાતો હોય એમાં ફેરફાર (ઉદ્યમ) કરવાની
ક્રિયાને પુરુષાર્થ કહે છે. સંજ્ઞા તથા બુદ્ધિ વાપરીને ઈષ્ટની પ્રાપ્તિ માટે =================K ૫૯ -KNEF==============
૨.
"
Page #90
--------------------------------------------------------------------------
________________
****
***
કરાયેલો પરિશ્રમ તે પુરુષાર્થ. પુરુષાર્થ એટલે વીર્યંતરાયનો ક્ષયોપશમ. કર્મ અને ભવિતવ્યતા હોવા છતાં ઉદ્યમ વિના કાર્યસિદ્ધિ નથી. જાગૃતિ એ ઉદ્યમ છે.
૫. ભવિતવ્યતા (નિયતિ-પ્રારબ્ધ) : સર્વજ્ઞ જે બનાવને જે પ્રમાણે એમના જ્ઞાનમાં જુએ તે પ્રમાણે બનાવનું નિશ્ચિત બનવું તેને ભવિતવ્યતા કહી. ભગવાન જુએ તે પ્રમાણે થાય તે ભગવંતની સર્વજ્ઞતા. ભગવાન જે પ્રમાણે થાય છે તે જ પ્રમાણે જુએ છે તે ભગવંતની વીતરાગતા છે. નિષ્પ્રયોજનતા, નિર્દેહિતા, માધ્યસ્થ આદિ. જે ફેરફાર નથી જે ટાળનાર નથી તે ભવિતવ્યતા. સ્વભાવ અનાદિ-અનંત છે, સ્વભાવ અક્રમથી છે. ભવિતવ્યતા સાદિ-સાનંત છે. તે ક્રમથી છે. બનાવ બને ત્યારે ઉત્પાદ, પૂરો થાય ત્યારે વ્યય. ભવિતવ્યતા અબાધાકાળ હોવાથી ‘૫૨’ વસ્તુ છે. ‘ભવિતવ્યતા વાયદાનો વેપા૨ છે, ઉદ્યમ રોકડાનો.''
܀
સ્ત્રીના માતૃત્વ પ્રાપ્તિના બનાવમાં ૫ કારણો છે. ઃ સ્ત્રી જ માતા બની શકે છે.
સ્વભાવ
કાળ
કર્મ
: ઋતુવંતી થયા બાદ જ, ગર્ભ રહ્યા પછી, ગર્ભકાળ પૂર્ણ થયે જ માતા બની શકે.
:
પૂર્વકૃત માતૃત્વ પ્રાપ્તિનું કર્મ બાંધ્યું હોય અને કર્મ ઉદયમાં આવે ત્યારે જ માતા બના શકે.
પુરુષાર્થ : પુરુષ સાથેના ક્રિયાત્મક સંયોગે માતૃત્વ મળે.
ભવિતવ્યતા : યોગ્ય પ્રકારની ભવિતવ્યતા ન હોય તો સ્ત્રી માતા થઈ શકે નહીં.
ભવિતવ્યતામાં આપણે પરાધીન છીએ, પરંતુ ભાવમાં સ્વાધીન. બહા૨ બનતા બનાવો આપણાં વશમાં નથી. પરંતુ ઘટતી ઘટનાઓ ઉ૫૨ ભાવ કેમ જાળવવા તે આપણા હાથમાં છે.
****************** o ******************
Page #91
--------------------------------------------------------------------------
________________
****
܀
܀
܀
બહા૨ની સંપત્તિ તથા પ્રકારના કર્મના વિપાકોદયે મળવી તે પ્રારબ્ધ છે. જ્યારે આત્માને કર્મરહિત કરવો તે આપણો પુરુષાર્થ છે.
આવી મળવું પ્રારબ્ધ છે જે અક્રિયા છે, પ્રયત્નપૂર્વક ઈચ્છા પ્રમાણેનું મેળવવું તે પુરુષાર્થ છે.
܀
પ્રારબ્ધ ‘૫૨’ વસ્તુના સંબંધે છે તે પરાધીન છે, ‘૫૨’ વસ્તુ મળે પણ ખરી અને ન પણ મળે. કર્મનો ઉદય છે તે પ્રારબ્ધ છે. ભાવમાં પરિવર્તન કરવું પુરુષાર્થ છે. ક્રોધના સંયોગોમાં ક્ષમાભાવ ધા૨ણ ક૨વો તે પુરુષાર્થ છે. કર્મનો ઉદય છે પણ ભાવનો ઉદય નથી.
પાંચ સમવાય કા૨ણોને સાધન બનાવી, સાધના કરી સાધ્ય અર્થાત્ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે.
કાળ
:
જે વર્તમાન છે તે ભૂત બને છે અને ભવિષ્ય વર્તમાન બનીને અવતરે છે. વર્તમાનનો ઉપયોગ કરી ભૂત, ભવિષ્યને ખતમ કરી કાલાતીત એટલે અકાળ થવાની સાધના કરવાની છે.
નિયતિ
♦ કાળનું વહેણ વિનાશી છે. કાળના વમળમાંથી નીકળી ભૂતભવિષ્યની શૃંખલા તોડવી રહી.
સ્વભાવ : જીવે ચિંતન, મનન, મંથન કરી સ્વભાવમાં આવવાની સાધના કરવી રહી.
કર્મ
: જીવે વિવેકી બની સત્કર્મ ત૨ફ વળવું જોઈએ.
ઉધમ : જીવે શુભમાં પ્રગતિશીલ થવું જોઈએ. પ્રમાદ છોડી અપ્રમત્ત બની શુભમાં જોડાઈ શુદ્ધ થવું જોઈએ.
: જીવે રતિ-અતિ, હર્ષ-શોકથી દૂર રહી સમભાવ ટકાવવાની સાધના ક૨વી જોઈએ.
કાળ, કર્મ, ઉદ્યમ, નિયતિ આત્માનું સ્વરૂપ નથી પરંતુ પરમાત્મપદ પ્રાપ્તિના સાધન છે.
****************** & ******************
Page #92
--------------------------------------------------------------------------
________________
મુક્તિ પ્રાતિનાં જ સાધના કારણો ૧. અપેક્ષા કારણ, ૨. નિમિત્ત કારણ, ૩. અસાધારણ કારણ, ૪. ઉપદાન કારણ ૧. અપેક્ષા – પૂર્વક કર્મ આધારિત મોક્ષ પ્રાપ્તિ માટે અનુકૂળ કાળ ચોથો
આરો, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગોત્ર, સંજ્ઞિ પંચેન્દ્રિય મનુષ્ય ભવ તથા
વજઋષભનારા સંઘયણ અપેક્ષિત છે માટે સર્વેને અપેક્ષાકારણ ગણેલ છે. ૨. નિમિત્ત કારણ યોગાનુયોગ નિમિત્ત મળવાથી મુક્તિ-સિદ્ધિકાર્ય શક્ય બને.
જડ નિમિત્ત : ચરવળો, મુહપત્તી, કટાસણું, આસન, મંદિર
ચેતન નિમિત્ત : દેવ, ગુરુ, ધર્મ. ૩. અસાધારણ કારણ અપેક્ષા અને નિમિત્ત કારણો મળતાં અંતઃકરણની શુદ્ધિ
થવી આસાધારણ કારણ કહેવાય. જેમકે મંદિર-મૂર્તિ, આગમગ્રંથ-ધર્મ, દેવ-ગુરુ નિમિત્ત. તેનાથી ક્રોધ-માન-માયા-લોભનું શમન, ઉપશમન થવું તે અસાધારણ કારણ. ઉપાદાન કારણઃ ઉપાદાન કારણ એટલે આત્મા. સ્વયં આત્માનો મોક્ષ થઈ શકે છે અને થાય છે. અપેક્ષા અને નિમિત્તની પ્રાપ્તિ ક્રમથી છે. તે પ્રાપ્ત થયા પછી અસાધારણ કારણ અને ઉપાદાન કારણ પામવાની શક્યતા ઊભી થાય છે. ગુણસ્થાનક ક્રમારોહ ચોથા ગુણસ્થાનકથી શરૂ કરી – સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે સાધક અવસ્થાઓ એટલે અસાધારણ કારણ. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં અસાધારણ કારણ અને ઉપાદાન કારણ એક થઈ જાય છે. ગુણ અને ગુણી અભેદ થઈ જાય છે.
==============k ૬૨
=======
====
Page #93
--------------------------------------------------------------------------
________________
>>>>
܀
܀
܀
દર્શનાચાર
Overview - Synopsis
નાણુંમિ–દંસણુંમિ
પંચાચાર સૂત્રમાં ‘દર્શનાચાર’ આદિ આચારો.
દર્શનાચા૨ ૮ છે. નિઃશંક, નિષ્કાંક્ષા, નિર્વિતિગિચ્છા, અમૂઢ દ્રષ્ટિ, ઉપબૃહણા, સ્થિકિરણ, વાત્સલ્ય, પ્રભાવના.
સદ્ધર્મનું બીજ આત્મામાં વાવવાનું છે, જીવ ત્યારથી ચઢે. ભગવાન તથા જિનાજ્ઞામાં બહુમાન (ધર્મ જેટલું માન બીજે ક્યાંય નહીં.)
શ્રાવકના જીવનમાં દર્શનાચાર ફરજિયાત છે. દર્શનાચા૨ વગરનો શ્રાવક ‘આંધળો અરે જુએ તોયે ઊંધુ જુએ તેવો ‘મિથ્યાદ્રષ્ટિ’ કહ્યો છે. દર્શનગુણ એટલે ધર્મ જેવો છે તેવો જ દેખાય.
તે માટે ૮ દર્શનાચાર કહ્યા છે ઃ
૧. નિઃશંક : દેવ, ગુરુ, ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું. અતિચાર દૂર ક૨વાનો છે. પરમાત્મ તત્ત્વમાં અવિહડ શ્રદ્ધા. અત્યારે તો ગતિ-મતિઆલંબન બધું જ તત્ત્વત્રયી છે. વીતરાગ પરમેશ્વર તત્ત્વ ઉગમબિંદુ છે. ગુરુ માર્ગદર્શન આપે. ધર્મતત્ત્વથી આત્મકલ્યાણ સધાય.
૨. નિષ્કાંક્ષા : ‘મિથ્યાત્વ'માં કાંક્ષા, કામના, ઈચ્છા ન થવી જોઈએ. બધા ધર્મો અહિંસા-સત્ય સમજાવે છે, Packing અલગ છે. આવું માનવાથી કાંક્ષા અતિચાર દોષ લાગે છે. સમાન જ હોય તો માનવામાં વાંધો જ નથી. સમાનતા ઓછી છે, અસમાનતા વધુ. વીતરાગ ભગવાને જ્યાં સમાનતા છે તે સ્વીકારેલી જ છે. નિઃકાંક્ષા વફાદારી માગે. ‘ફેરફૂદડી’ ના રમાય. ૩. નિર્વિચિકિત્સા ઃ ભવ રોગની નિવારણ માટેની દવા તે ચિકિત્સા. તેના ફળમાં સંદેહ નહીં તે નિર્વિચિકિત્સા. ‘લોગસ્સ’માં આરૂગ્ગ બોહિ લાભમ્ - ભવ આરોગ્યની વાત છે. દાન કરીએ ત્યારે સંપત્તિ જાય છે તે કે, મહાલાભ ****************** 3 ******************
Page #94
--------------------------------------------------------------------------
________________
આવે છે તે દેખાય છે. દવા લેવાથી સારું થવાનું છે, ફળ મળશે જ એ ભાવનામાં અધ્યાત્મ ફળ વિચારવાનું છે. આત્મિક સુખના ફળની ઈચ્છા (કાંક્ષા) પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. વિશ્વાસ હશે તો દાન કરતાં તાકાત આવશે, હાથ ધૃજશે નહીં. * જે વસ્તુ જેની પાસે હોય તે લેવા તેની પાસે જવાય. ગુરુ ભગવંત પાસે
જઈ તેમના જેવા ગુણોની કાંક્ષા સેવીએ. જગતમાં સર્વ પાપોથી છૂટવા જિન વ્યવસ્થા સિવાય અન્ય વિકલ્પ નથી. સંસાર સુખ ભોગવીએ તેમ ઘટે, આધ્યાત્મિક સુખ ભોગવીએ તેમ વધે.
અનામિકાના ભાવમાં શ્રેયાંસનાથને સમ્યકુદર્શન થયું હતું. જ આરાધના કરતા જાઓ, સમજતા જાઓ. ‘જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ માં
જ સ્યાદ્વાદ છે. ૪. અમૂઢ દ્રષ્ટિ : મૂઢતા : મોહ પરિણામ. દ્રષ્ટિ : ધર્મમાં આસ્થા.
શ્રાવકની અવસ્થા અપ્રમત્ત નથી માટે પૂજા, દર્શન, સામાયિક ક્રિયાઓ છે.
પુદ્ગલ સે ન્યારો પ્રભુ મેરો” એમ હરિભદ્રસૂરિ મહારાજ કહે છે. ૫. ઉપબૃહણ : સંસ્કૃત શબ્દ છે. અર્થ : પ્રશંસા, પ્રોત્સાહન.
છતી શક્તિએ ગુણિયલની પ્રશંસા ન કરો તો દોષ લાગે. જ ફક્ત ધાર્મિક સ્થાનમાં જ નહીં પરંતુ જ્યાં જ્યાં ધર્મપ્રવૃત્તિ કે ગુણિયલ
જીવો જુઓ ત્યાં બધે જ સદ્ભાવ-બહુમાન થાય જ. ઉપબૃહણા દર્શનાચાર દરેક ક્ષેત્રમાં આવશે. જ મનમાં શુભ ભાવ છે એની ખાત્રી શું? “આચાર” એની ખાત્રી છે. યાદ
રહે, શિથિલાચાર કે શિથિલાચારીનું સમર્થન મહાદોષ લગાડે છે. કે “સુમતિ' શ્રાવક આના કારણે પરમાધામી દેવ થયો અને અનંત સંસાર
વધાર્યો. સંઘમાં પણ ખોટું થતું હોય તો સમર્થન ન આપવું એ ઉપબૃહણા દર્શનાચારના પાલનરૂપ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
****
૬. સ્થિરિકરણ : સામી વ્યક્તિને તમારી પ્રવૃત્તિ દ્વારા ધર્મ કે અધર્મમાં સ્થિર ક૨વા. અધર્મમાં સ્થિ૨ ક૨વાથી અનાચા૨ દોષ લાગે. ઉપબૃહણામાં પ્રશંસા, સમર્થન આવે, સ્થિરિકરણમાં વર્તન આવે. વર્તનમાં મૂકવું હંમેશાં વધુ કઠણ આચાર માગી લે છે. કોઈ જીવને સાચા ધર્મમાં સ્થિ૨ ક૨ો તેનું ફળ ભવોભવ મળે. સામાને સ્થિ૨ ક૨વા જે બને તે બધું જ કરવા પ્રયત્ન કરો. ‘કોશા'એ ‘સિંહગુફાવાસી’ મુનિનું આબેહૂબ સ્થિકિરણ કર્યું હતું.
શ્રદ્ધાને ધર્મ સમજ્યા પછી પણ ધારણ કરી રાખવી દુષ્કર છે. શ્રદ્ધા થયા બાદ એને નિઃશંક રાખવી વધુ દુષ્કર, એનાથી વધુ નિષ્કાંક્ષા દુષ્ક૨, એનાથી વધુ નિર્વિચિકિત્સા દુષ્ક૨ એનાથી વધુ અમૂઢ દ્રષ્ટિ પછી ઉપબૃહણા, પછી સ્થિરિકરણ, પછી વાત્સલ્ય અને સહુથી વધુ દુષ્કર પ્રભાવના દર્શનાચાર કહ્યાં છે. દર્શનગુણ-સમકિત પામવા માટે આ ૮ દર્શનાચાર અમોઘ સાધન છે.
૮ દર્શનાચાર યથાશક્તિ પાળવાનાં છે. છતી શક્તિએ ન પાળો તો દોષ લાગે જ. શક્તિ હોય તે માત્રા સુધી જ પાળો તો પણ ગુણ સ્ફૂરે જ.
* સ્થિરિક૨ણથી જ શાસન નક્કર બને છે. સંઘમાં જેટલું સ્થિરિક૨ણ તેટલી શાસનની દ્રઢતા વધારે!
૮ દર્શનાચા૨ની ધરી કઈ? ‘ગુણાનુરાગ’
* દર્શનગુણનું સ્વરૂપ : તત્ત્વ સંવેદનવાળું હોય. વૃત્તિ પણ સાચી અને વલણ પણ સાચું.
ધર્મ પ્રભાવનાનું દાન જાહે૨માં કરાય. ‘ગુપ્તદાન’ બધે જ ન હોય. મિલકત હોય, બધું દાનમાં ન આપી શકો ત્યારે ‘મમતા’ને વોસિરાવો. વસ્તુ નહીં મૂર્છા વોસિરાવવાની છે.
* વોસિરાવવું એટલે રાગ-દ્વેષનો છેડો ત્રણે યોગથી ફાડી નાખવો તે.
****************** & ******************
Page #96
--------------------------------------------------------------------------
________________
૭. વાત્સલ્ય દર્શનાચાર : દર્શનગુણના કારણે જન્મેલો અનહદ ધર્મરાગ
વાત્સલ્યનો મૂળ સ્તોત્ર છે ! વાત્સલ્યમાં સામાના હજાર દોષો પચાવી શકે, માની જેમ! ધર્મી, ગુણિયલ, સમ્યક્રદૃષ્ટિ જીવને જોતાં અંતરમાં પ્રગટતો ભાવ તે વાત્સલ્ય. જૈન સાધુ સંસ્થાની અજોડતા વાત્સલ્ય ઉપજાવે. ભગવાનની અંતિમ ૧૮ પ્રહરની દેશનામાં, સર્વ શ્રોતાઓ બેસી રહ્યાં હતાં. કેમ? મયણા'નું
વાત્સલ્ય પણ અજોડ હતું. ૮. પ્રભાવના દર્શનાચાર : બીજાને ઉદ્યમ તત્ત્વ પમાડવાનો શ્રેષ્ઠ ઉપાય. જ તીર્થકરોની દેશના અનેક જીવોને ભવસાગર તરી જવાની તાલાવેલી
કરાવે છે. પાત્રતા જોઈએ. કાણી ડોલ કે ઊંધી ડોલ ના ભરાય તેમાં વરસાદ શું કરે?
* ચંડકૌશિક મહાવીરના બે શબ્દ પામી ગયો, પ્રભાવના ઉત્તમ હતી. જ અપરિચિત વ્યક્તિને જોતાં થતાં ભાવો પરલોકની ખાત્રી કરાવે છે. જ જીવન દરમિયાન પરાકાષ્ઠા સ્તરનો દ્રવ્ય ઉપકાર કોનો? મા-બાપનો.
એમણે જીવન આપ્યું. મા-બાપ ધર્મ પમાડે તો ભાવ ઉપકારી પણ ખરા! ધર્મ પમાડવાનો, પામવાનો ઉપાય પ્રભાવના, જિનાજ્ઞા. સુલસા, ચંપા
શ્રાવિકા, દમયંતિ-મયણા ગીતાર્થ જીવો હતાં. * જિનાજ્ઞાનો રોજિંદા જીવનમાં અર્થ શું?
જે ધર્મ પામ્યા છો એ ઊંચો અને યથાર્થ લાગ્યો હોય તો વફાદાર બની એને વળગીને ચાલો. લાયક વ્યક્તિ, ગુરુ પાસેથી ધર્મ પ્રભાવના પામો અને અન્યને, સામેની લાયક વ્યક્તિને ધર્મ પમાડો. દર્શનાચારનું પાલન ક્યારે? રોજે રોજ.
Page #97
--------------------------------------------------------------------------
________________
--- -- ---------- -- ----------- --- જ ધર્મ પ્રત્યે અનહદ બહુમાન થશે એટલે પૈસો તુચ્છ લાગશે જ.
સમકિતી જીવ આત્માને (કર્મજનિત) ઠગે છે. કર્મોને ઠગે છે. હેય-ઉપાદેયનો વિવેક અનુબંધની આધારશિલા છે! ધર્મ એટલે શું? આત્માનો સ્વભાવ તે ધર્મ. તીર્થકરો પણ દર્શનગુણથી જ (સમ્યકત્વથી જ) ઉપર ચઢે છે! શાસનની
સ્થાપના પણ દર્શનગુણથી જ થાય. * છેલ્લા ૪ ઉપબૃહણા, સ્થિરિકરણ, વાત્સલ્ય, પ્રભાવના વર્તન સાથે,
પહેલા નિઃશંકા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ શ્રદ્ધા સાથે
સંકળાયેલા છે. - તત્ત્વની પરિણતિ અને પ્રતીતિ – સિદ્ધ જીવોમાં બન્ને હોય.
=================k ૬૭ -KNEF==============
Page #98
--------------------------------------------------------------------------
________________
>>>>
છ આવશ્યકો
૧. સામાયિક (ચારિત્રાચાર) : મુખ્ય ૪ પ્રકાર.
સમ્યક્ત્વ સામાયિક : મિથ્યાત્વનો મેલ દૂર થતાં જિનવચનમાં શ્રદ્ધા. : જિનોક્ત તત્ત્વનો બોધ
શ્રુત સાાયિક દેશવિરતિ સામાયિક : આંશિક વિરતિથી આત્મ રમણતા સર્વવિરતિ સામાયિક : સર્વાંશ વિરતિથી આત્મ રમણતા
૨. ચતુર્વિંશતિસ્તવ – દર્શનાચાર : (ચઉવિસત્થો)
દ્રવ્યસ્તવ :
ભાવસ્તવ : પરમાત્માના ગુણોની સ્તવના
—
આત્મ રમણતા
ઉત્તમ દ્રવ્યો – પુષ્પ, ચંદન, ફળ વગેરે.
૩. વંદન (જ્ઞાનાચાર) : ગુણવાન આત્માઓની ભક્તિ-સત્કાર, વિનય આવે.
૪. પ્રતિક્રમણ (પાંચ આચારની શુદ્ધિ) : પ્રમાદમાં રહી પરસ્થાન પામેલા જીવો સ્વસ્થાન પ્રતિ અશુભયોગમાંથી શુભયોગ પ્રતિ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારથી લાગેલ દોષાની ગર્યા.
૫. કાયોત્સર્ગ (ચારિત્રાચાર) : હું તે આત્મા, શરીર નહીં. મમત્વનો ત્યાગ. ૬. ચક્ખાણ (પ્રત્યાખ્યાન) : વીર્યાચાર, તપાચાર.
ત્યાગ ખીલે તે અનુષ્ઠાનો, આશ્રવને રોકનાર સંવરના વૃદ્ધિ. આહા૨ સંજ્ઞાને શિથિલ કરે, અણ્ણાહારી સ્વરૂપનો સંચાર. પાંચ આચારો સંકળાયેલ છે : જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ, વીર્ય. પરસ્પર સંબંધ : કરેમિ સામાયિય – સામાયિક, ભંતે – ચોવિસત્થો, તસ્સ ભંતે – વંદન, પડિક્કમામિ નિંદામિ ગર્હોમિ – પ્રતિક્રમણ, અપ્પાણં વોસિરામિ – કાયોત્સર્ગ, સાવજ્જ જોગમ્ પચક્ષામ – પચાણ.
****************** & ******************
Page #99
--------------------------------------------------------------------------
________________
અદભૂત ધ્યાનયોગભર્યું પ્રભુદર્શન
પ.પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. આત્માના ચીકણા મળને તોડવા ધ્યાનની કઠોર સાધના દર્શાવી છે. ધ્યાન જેવી કઠોર સાધના બીજી છે જ નહીં. ધ્યાન ઉપયોગની ધારાને સતેજ કરે છે. વિજળી જેવી તાકાત ધરાવે છે.
અનેકાનેક ઈન્દ્રિય વિષયોમાં ઉછળતું મન, ક્રોધાદિ કષાયોમાં રખડતું મન તત્ત્વમાં સહેજ પણ સ્થિર અને શાંત-સ્વસ્થ બનતું નથી ત્યાં સુધી એ મનને અંતિમ આત્માની સ્થિરતાના માર્ગે કેમ વાળવું? ૧. નવકાર મંત્રનો જાપ આ દિશામાં મહાઉપયોગી છે પરંતુ વરસોથી જાપ
કરતા રહ્યા છતાં મન ક્યાંનું ક્યાં ભાગે છે. બીજો કોઈ ઉપાય છે? હા.
શ્રી જિનેશ્વર ભગવાનનાં દર્શનનો યોગ અભૂત છે. અંશે અંશે મન સ્થિર, શાંત, સ્વસ્થ થવાનો એમાંથી અભ્યાસ મળી શકે તેમ છે. શાસ્ત્રીય વિધિસર જો દર્શન થાય તો એમાં અનેક તત્ત્વો એવાં છે કે જીવનાં વિષય-આકર્ષણ, વિષયોનો ઉન્માદ, કષાય ઉકળાટ અને માનસિક ચંચળતા ઓછી કરતા આવે. વિધિસર જિનદર્શનની પ્રક્રિયામાં અભૂત ધ્યાનયોગ સધાય છે, જેમાં એવા રસાયણો
ભરેલાં છે જે મનને પ્રસન્ન કરે છે. જિનદર્શનની પ્રક્રિયા વિધિસર શાસ્ત્રાનુસાર :
દહેરે જાવા મન કરે, ચઉત્થતણું ફળ હોય. ચઉત્થ=૪ અભક્ત–ઉપવાસ.
દહેરાસર જવાનું મન કરીએ ત્યાં જ ઉપવાસથી જે પાપક્ષય અને પુણ્ય ઉપાર્જનનો લાભ થાય, એ લાભ મળે.
શાસ્ત્ર એમ પણ કહે છે કે, એક નારકીનો જીવ ૧૦૦ ક્રોડ વરસ સુધી નરકની કારમી વેદનાઓ વેઠી જેટલા કર્મ ખપાવે એટલાં કર્મનો નાશ એક ઉપવાસથી થાય.
Page #100
--------------------------------------------------------------------------
________________
આટલો બધો મહાલાભ કરાવનારું દહેરે જવાનું મન કેટલાં ઉછળતા અને વિશુદ્ધ ભાવોલ્લાસથી થવું જોઈએ તેની વિચારણા.
જીવની ખાઉં ખાઉંની આહાર સંજ્ઞાને ‘પચ્ચખાણ' વડે દબાવી ભાવેલ્લાસ વધારો. ઉપવાસ નહીં તો દિવસમાં ૪-૫ ટંક ખાવાનો નિયમ પાળવા પણ મન તૈયાર નથી હોતું. ત્યારે મનનો ભાવોલ્લાસ વિશુદ્ધ હોય તે માટે, (૧) અત્યંત કર્તવ્યબુદ્ધિ થાય એમ વિચારવું, (૨) આહારાદિ તથા ક્રોધ, લાભાદિ સંજ્ઞાઓ જે પાપમય છે તે અટકાવવા અભ્યાસ કેળવો, (૩) દુન્યવી કોઈપણ ફળની
આશંસા ના કરવી.
આ રીતે જિનદર્શનમાં જો ચિત્ત લાગે તો અદ્ભૂત ધ્યાનયોગ બને. મનને એમ થાય છે કે :
હે પ્રભુ ! દિવસ-રાત મોહ સાધનોના દર્શનમાં વેડફી નાખ્યા! હવે વીતરાગ પ્રભુના દર્શને જઈ જીવનના આ કિંમતી સમયને સફળ કરું. મોહદર્શનથી લાગેલા પાપનો ભાર ઉતારું. દર્શનમ્ પાપ નાશનમ્. સંસારનું મૂળ કારણ રાગ-પાપ જે જિનદર્શનથી હટે, વીતરાગનાં દર્શનથી કંઈક મંદ પડે, માટે દર્શન ક૨વા જઉં.
પછી દર્શનાર્થે ઉઠે, ચાલે, મંદિર પાસે આવી બહારથી જ પ્રભુનાં દર્શન થતાં અંજલિ લલાટે લગાડી, નમો જિણાણું કહે તથા ક્રમશઃ ફળનો આંક વધતાં માસક્ષમણના ફળ સુધી પહોંચે છે. કેમકે પ્રભુની નજીક આવતાં ભાવોલ્લાસ વધતો જાય છે. ચિત્તની તન્મયતા યાને ધ્યાનયોગ બરાબ૨ જામે છે. હવે મંદિરમાં ‘નિસિહિ’ કહે પ્રવેશે અને સંસારના બધા વ્યાપારો બંધ થાય અને ચિત્ત શુદ્ધ દર્શનનું અભિલાષી બને. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપે. આ પ્રદક્ષિણા ભવભ્રમણને મીટાવનારી છે. એમાં અનંતજ્ઞાન-દર્શન-ચારિત્ર સંપન્ન ભમરી ગૂંજે. હૃદયમાં જ્ઞાનાદિનું ત્રય બીજ પડે જે ઊગીને કાળાંતરે રત્નત્રયીનો પાક આપે છે. પછી પ્રભુની સામે કમરથી નમી હાથ જોડી ‘નમો જિણાણં’ કહી દર્શન કરતાં સ્તુતિ બોલવી. અને સ્તુતિ જાણે આપણાં દિલની વાત પ્રભુને કહેતા હોઈએ એમ બોલવી.
Page #101
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૪
અંતિમ દેશનાનાં કેટલાંક અધ્યયનો
ઉત્તરાધ્યયન સૂત્ર
“શ્રદ્ધાંધ'ની ૩ કૃતિઓ
પ.પૂ.આ. શ્રી વિશાલસેનસૂરીશ્વરજી મ.ના અંતિમ દેશના” ગ્રંથમાંથી વ્યાખ્યાઓનું સંક્ષિપ્ત સંકલન
• ભગવાને પોતે જ પ્રશ્નો ઊભા કરી ઉત્તરો આપ્યા હતા,
એ વિના પૂછાયેલ પ્રશ્નોના ઉત્તરો જેમાં સમાવિષ્ટ કર્યા છે તે “ઉત્તરાધ્યયન સૂત્ર' કહેવાયું.
=================k ૭૧ -KNEF==============
Page #102
--------------------------------------------------------------------------
________________
છે છે
? કે
ઈ ”
છે )
છે ૦
له
ن
له
م
વિભાગ-૪ અંતિમ દેશના : ઉત્તરાધ્યયન સૂત્ર જ “શ્રદ્ધાંધ'ની ૩ કૃતિઓ
પ્રણામ - દુનિયા દેખતી રહી જશે, તમે કિનારા પર...
ધર્મના સિદ્ધાંતો અને અનુપ્રેક્ષા જ ચિત્રકારની આંખોમાં દ્રષ્ટિ હતી છે અનાથતાનું સત્ય સ્વરૂપ
જ્ઞાનનો મહિમા * શ્રેણિક સમકિત પામ્યો : કથા * શ્રીકેશી ગણધર અને ગૌતમસ્વામી
અષ્ટ પ્રવચન માતા જ યજ્ઞીય અધ્યયન : રોચક કથા જ મોક્ષમાર્ગ ગતિ થોડામાં ઘણું
૧૦૭ કલેશ્યા
૧૦૮ જ રોચક કથા : અણગાર માર્ગ ગતિ * નાગાર્જુન અને પાદલિપ્તસૂરિની કથા
૧૧૫ આચરણ : આંતરિક સંપદા
ક્ષમા * ૧૦ ધર્મ
૧૨૫ જ જીવ-અજીવ જાણી લો
૧ ૨૯ * અંતમાં આટલી વાત સમજીએ...
૧૩૦
ه
م
૧૦૩
૧૧૧
૧૧૮
Page #103
--------------------------------------------------------------------------
________________
અહિંસા... મહાવીરની... મહાવીર ભગવાને અહિંસાની વ્યાખ્યા
આવી જ કંઈક આપી છે... દરેક આત્મા તે તું તારાથી ન કોઈ જુદા બધાં એક જ એક.
અને છતાં.. બધાં જ સ્વતંત્ર!
કિતાબ' કહેવાને શબ્દો ના મળ્યા
લખાઈ ગઈ કિતાબ પૂર્વ જન્મનાં નાતાઓ
પ્રગટાવે અધૂરાં ખ્વાબ! ભળે જ્યાં સાથે ઉદાર દિલની
સૂરીલી સિતાર અગમ્ય બનીને રહી જતી
અમ જીવનની પગથાર!
શ્રદ્ધાંધ”
Page #104
--------------------------------------------------------------------------
________________
અનુપ્રેક્ષા'
મહાવીર તમે તો તરી ગયા અમે હજુ યે ભવ ભવ સરી રહ્યાં મહાવીર તમે જે કહી ગયા અમે ના કરવાનું કરી રહ્યાં. મહાવીર.
કષાયો કર્યા, ના સત્ય પીછાયું ખોટાને સાચું કરી માણ્યું વક્ર અને જડ પ્રજા અને પ્રભુ આંકીએ દાન તણી કિંમત વિભુ.. ઉન્માર્ગના પંથે વિચારી રહ્યાં અમે ના કરવાનું કરી રહ્યાં... મહાવીર..
*“અનુપ્રેક્ષા'નું અમૂલ્ય એક તારણ સન્મતિ, અમૂઢ દૃષ્ટિ હજો ધારણ વહીવટ સહુ જિનમતિથી કરીએ “સાચું તે મારૂં” મંત્ર અનુસરીએ. મહાવીરની આ વાણી જો વિસરી રહ્યાં તમે ના કરવાનું કરી રહ્યા. મહાવીર..
“શ્રદ્ધાંધ'
Feb 2009
* અનુપ્રેક્ષા = Introspection, મનન • અમૂઢ દૃષ્ટિ= વિવેક બુદ્ધિ, સારા નરસાની સમજ
=================k ૭૪ -KNEF==============
Page #105
--------------------------------------------------------------------------
________________
અંતિમ દેશના' ભાગ-૨
પ્રણામ-વેદન સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે :
હે આયુષ્યમાન જંબૂ! બંને કોણી પેટ પર રાખી બે ગોઠણ, બે હથેળી અને મસ્તક આ પાંચ અંગો ધરતી પર જોડીને (પંચાંગ પ્રણિપાત) પ્રણામ કરવાથી આપણા શરીરનો આકાર મંગળ કળશ જેવો થાય છે. જાણે ગુણના સાગરમાં આપણે ગાગર થઈને વળ્યા અને વળ્યા એટલે ભરાયા વિના રહેવાના જ નહીં.
‘ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ ગાવે નિજ અંગ’ આપણામાં એ અલૌકિક ગુણ ચોક્કસ ભરાવા જ લાગે. નમવાની પણ એક કળા છે. “નમે તે સૌને ગમે તમે થોડા વળજો, નમજો તો ઘણાં સારા લાગશો. દીધેલા દાનને ફળતા કદાચ વાર લાગે પણ, મોટાને આપેલું માન તરત ફળે છે. દુનિયામાં બધે અચરજ થાય તેવી એકથી એક ચડિયાતી વસ્તુ છે પણ નમસ્કાર, પ્રણામ, વંદન ભારત સિવાય બીજે ક્યાંય નથી.
તમારા આતમને – ઘટને, તમારી ગાગરને જરાક નમાવજો. જીવની નમ્યા વિનાની હાલત, પનિહારીએ નહીં નમતી ગાગરના ગળામાં ગાળીયો નાંખી પાણીના કૂવામાં પછાડ્યા કરી, કૂટાવા જેવી; અંધારામાંથી બહાર ન નીકળી શકે એવી હાલત છે. આપણી પાસે ઘણું છે. સમર્થ ભગવાન છે. પણ આપણે આપણાં અહંકારમાં ઘણાં-આપણાંઓને તરછોડી દીધા છે.
પનિહારી જેમ ગાગરને અંધારા કૂવામાંથી ભરેલ શીતળ જળને, ગાગરના ગળાનો ગાળીયો કાઢીને પામે છે તેમ, ભાવરૂપી જળ ભરીને કરેલા પ્રણામ, વંદન, નમસ્કારથી ગાગરરૂપી આત્મા, પ્રભુના જ્ઞાનને પામે છે.
નમ્યા તે પામ્યા.
Page #106
--------------------------------------------------------------------------
________________
>>>
દુનિયા દેખતી રહી જશે, તમે કિનારા પર પહોંચી જશો. જૈનોનો ગૃહસ્થાશ્રમ :
સામાન્ય ગૃહસ્થ ધર્મરૂપે વીતરાગ પ્રભુની પૂજા, સદ્ગુરુની સેવા, આંગણે આવેલાને કંઈક આપવું. સાધર્મિકની આદરપૂર્વક ભક્તિ કરવી. જમાડી, કુમકુમનો ચાંદલો કરી શ્રીફળ-નાણાં આપવા. બીજી વાર પધારવા નિમંત્રણ આપવું. ધર્મ માર્ગે ઉદારતાપૂર્વક વાપરવું. ઘરમાં બધું જ નાણું સળગે છે, માત્ર સત્કાર્યમાં વાપરેલું જ બચે છે. ધન ખર્ચીને ક્યારેય અફસોસ કે એના માટે માંગણી ના કરશો. દાનધર્મના મહિમાને આંચ આવશે. ભાવ ક્યારેય ન બગાડશો, તપસ્વી થજો. ભાવના ભાવજો કે, સસ્નેહી પ્યારા રે, સંયમ કબ હી મિલે ? સંયમ ક્યારે લઈશું ? રાજકુમારો કેટલાય દીક્ષા માર્ગે ગયા છે!
જિમ તરૂ ફૂલે ભમરો બેસે, પીડા તરસ ન ઉપાવે, લેઈ ૨સ આતમ સંતોષે, તિમ મુનિ ગોચરી જાવે.
ભ્રમર જેમ ફૂલને હાનિ પહોંચાડ્યા વિના રસ પીવે ને પોતે તૃપ્તિ મેળવે, તેમ મુનિ પણ ગૃહસ્થની રસોઈમાંથી એવી રીતે ને એટલું લે કે, ગૃહસ્થે બીજી વખત રાંધવું ના પડે. જરાય લોલુપતા વિના લાવે.
દયાળુ થઈ શ્રાવકે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિની પણ દયા રાખવાની. પાણી વા૫૨વામાં ઘણો જ ઉપયોગ રાખો. કામ વિના પંખા ફરતા હોય, હવાને કારણે બારી-બારણાં ભટકાતા હોય આદિ, બધું જ આત્માને અપરાધી બનાવે છે. આ અપરાધી મનોવૃત્તિનો વેપાર છે.
પાંચ સમિતિ ઈર્યા, ભાષા, એષણા, આદાન અને નિક્ષેપ, પરિષ્ઠાપન તથા ત્રણ ગુપ્તિ મન-વચન-કાયા શ્રાવક જીવનમાં ખૂબજ ઉપયોગી છે.
મૌનની ટેવ પાડો. દ૨૨ોજ નિરર્થક બોલવાનું ટાળો, એક આસન ૫૨, એક જગ્યાએ વધુ વખત બેસવાની, સામાયિકમાં સ્થિર રહેવાની, પદ્માસને જાપ ક૨વાની ટેવ પાડજો. પરમાત્મા જેવું જીવન જીવતાં સુખી થઈ જશો. આનાથી ****************** • ******************
Page #107
--------------------------------------------------------------------------
________________
સર્વવિરતિ સાધુધર્મ પણ સમજાશે. સાચું જીવન જીવવાની કળા હાથ લાગી જશે. દુનિયા દેખતી રહી જશે ને તમે સાહિલ-કિનારા પર પહોંચી જશો. સ્વયં પર વિશ્વાસ રાખો. થોડુંક પણ કરશો તો ઘણું પામશો.
લાખો, કરોડો વર્ષો પછી જૈનકુળમાં સંયોગ થયો છે, રૂડો અવસર મળ્યો છે. જીવન કાલે પૂરું થઈ જશે. આ જીવનને ખોઈ નાખશો તો પસ્તાવો થશે. જીવદયા આત્માના ઊંડાણમાં, પ્રદેશ પ્રદેશ પહોંચાડી દેજો, બચી જશો!
ધર્મના સિદ્ધાંતો અને અનુપ્રેક્ષા
Reflections - Introspection દુનિયાના કોઈની સાથે હૃદયનો ગાઢ સંબંધ તો જ બંધાય છે કે જો મૂળ પાયામાં એનાં પર, બીજા કોઈના પર ના હોય એવો અનન્ય પ્રેમ, બહુમાન અને શ્રદ્ધા હોય છે. માટે ભગવાન પર આપણ સહુને અથાગ, અનન્ય, પ્રેમ, બહુમાન, શ્રદ્ધા જાગે છે.
ગમે તેવા આજના કષ્ટ, દુઃખ, આપત્તિ વખતે પણ મન મસ્ત રહે કે મારે શી પરવા કે કમી છે? મારો તારી સાથેનો સંબંધ ભવોભવનો છે. કષ્ટ એ તો મારા પૂર્વનાં પાપ-કચરો સાફ કરી રહ્યા છે. સુખ કરતાં દુઃખ આશીર્વાદરૂપ બની રહે છે. ત્યારે જ તો મારો અનન્ય સંબંધ-શ્રદ્ધા સાથ આપે છે!
સહેજ પણ મનમાં ઓછું ન લાવતાં સહર્ષ સહનશીલતા વડે દુષ્કૃત ગર્તા થઈ જાય, સુકૃતની અનુમોદના જીવને શાંતરસનું પાન કરાવે. કેવી સરસ તક મળી ગઈ! Opportunity at my door step. લક્ષ્મી કુમકુમનો ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા કોણ જાય? એ ઉત્કૃષ્ટ ભાવ દુઃખને હળવું કરે છે.
અનુમોદના શુદ્ધ હોય તો ઉછળતો ભક્તિભાવ અને સત્વશીલતાનો અનુભવ થયા વગર ના રહે. દોષો પર ધૃણા થાય તો જ ગુણોની સાચી અનુમોદના થઈ શકે. સમર્પણ ભાવમાં અનુભવ અને ગુણોનો સાક્ષાત્કાર થતાં અનુમોદના, સ્વમાં એવા જ ભાવોની વૃદ્ધિ કરે!
Page #108
--------------------------------------------------------------------------
________________
દુઃખની અવસ્થાઓ બદલાતી જાય છે. અરે, દુઃખમય નારકપણે પણ એક દિવસ પૂર્ણ થાય છે. માટે દુઃખની પરિસ્થિતિમાં ધૈર્ય, સમતા રાખી કાળ પસાર કરવાનો. દુઃખને ગણકાર્યા વગર આત્મશક્તિ ખીલવવા આચાર, જ્ઞાન-ક્રિયા, વ્રત પચ્ચકખાણથી શક્તિ હોય તે અનુસાર આત્માને ભાવિત કરવાનો. તેનાથી અશુભ ભાવો તૂટે છે, અશુભ બંધનો ઢીલા પડે છે. ૧૨ ભાવના, ૪ મૈત્રિ આદી ભાવનાનું ચિંતન જીવને એક અનોખા સ્તર પર મૂકે છે. ધીરે ધીરે આવા પ્રયત્નથી જીવમાં સમભાવની વૃદ્ધિ થયા વગર ના રહે!
શાસ્ત્ર કહે છેઃ ધર્મ બે પ્રકારે હોય છે. ૧. ભાવધર્મ, ૨. પ્રવૃત્તિધર્મ.
સમજણ આવતાં પ્રવૃત્તિ અને ભાવધર્મ બંને હાંસિલ થાય છે. જ્યારે શક્તિ ના હોય ત્યારે ભાવધર્મ અગત્યનું કામ કરે છે. પ્રવૃત્તિધર્મ એ ભાવધર્મનું કારણ છે. રોગ અવસ્થામાં આત્માને ભાવિત કર્યો હોય તો ભાવધર્મ ટકી જ રહે છે. ભાવધર્મ હશે તો સમાધી અને સદ્ગતિ નિશ્ચિત છે એવું શાસ્ત્રવિધાન છે. કિંમત શક્તિની જ નથી, શક્તિની સાર્થકતાની અને સદ્ભયની છે. ભાવ હોય તો ભવ પાર થઈ શકે. રોગ અવસ્થાની તો વાત, એનો કાળ બહુ આસાનીમય છે. રોગ અવસ્થાને ગૌણ કરી ભાવધર્મની સહાય લઈ સ્વસ્થતાનો અનુભવ કરીએ! ઓ મન! તું કેમ બગડી જાય છે?
કષાયગ્રસ્ત વાસના મન બગાડે છે. મગજમાં શું ફીટ કરીને રાખી મૂક્યું છે તે દુઃખનું કારણ બની શકે છે. તમને જે જે કારણે દુઃખ થાય છે તેમ અન્યને પણ તે તે કારણે દુઃખ થાય છે. તમને જે નથી ગમતું તે બીજાને પણ કદાચ ના ગમે. ૧. મનને બગાડનારું મોટું શસ્ત્ર “અહંકાર' ગણ્યું છે. માન, ખોટી
માન્યતાઓ, કલ્પનાઓ, આગ્રહો છે. આને મનનાં વિકાર કહ્યા છે. ૨. બીજું કારણ અનાદિથી ખોટી વાસના અને સંસ્કારોગ્રસ્ત આત્મા. આ
વાસના, સંસ્કારો બહાર આવે (શાસ્ત્રીય ભાષામાં જ્યારે કર્મનો ઉદય થાય છે), નિમિત્ત સહ કે નિમિત્ત વગર, મન બગડે છે. કર્મધારા
જીવનમાં ઉઠે, મન ખોટા રસ્તે ચડે અને મન બગડે. =================k ૭૮ -KNEF==============
Page #109
--------------------------------------------------------------------------
________________
મન બગડે તેને સુધારવાનો શાસ્ત્રીય ઉપાય છે : કર્મધારા સામે ઉપયોગ કરી, મનને જ્ઞાનધારાથી સમજાવી કલ્પનાશૂન્ય બનાવો. જ્ઞાનધારા એટલે સમજણ. આગ પર પાણી છાંટવા જેવી સમજણ.
જ્ઞાનધારા-જ્ઞાનદ્રષ્ટિ ધીરે ધીરે અભ્યાસથી કેળવાય અને આધિ-વ્યાધિઉપાધિથી મુક્ત કરે કરે ને કરે જ! જીવમાં વાત્સલ્ય અને પ્રેમના ઝરણાં વહાવી દે છે. પ્રસન્નતા આપે છે. શાંતિથી પરમાર્થરૂપ આ માર્ગ સચોટ અને અસરકારક છે.
ભગવાન મહાવીરની અંતિમ દેશના
ચિત્રકારની આંખોમાં દ્રષ્ટિ હતી અનાદિકાળથી સંતો-સદ્ગતિનો અને સુકૃતનો માર્ગ વિદ્યમાન છે પણ આપણે જાણ્યો નહીં, પિછાણ્યો નહીં. પ્રભુની વાણી સંસારની શ્રેષ્ઠ વાણી છે. એ કલ્યાણી છે, નિર્વાણી છે.
સમુદ્ર કિનારે રોજ સાંજે એક ચિત્રકાર ક્યાંકથી આવે છે. ફલક પર પીંછી ફેરવી કોઈ ચિત્ર ઉપસાવતો રહે છે. બાજુમાં માછીમારના ઝૂંપડા હતાં. તેમાં રહેતી એક બાઈ બહુ જ કુતૂહલ-કૌતુકપૂર્વક આ માણસને જોતી. એકાગ્રતાથી અને કોઈ ગજબના આત્મવિશ્વાસથી એ ચિત્રકાર ફલકને વિસ્તરતો રહે છે. રોજ સાંજ આવે. આથમતા સૂર્યને જોયા કરે. પોતે દોરેલી રેખાઓને જોયા કરે, નિહાળ્યા કરે અને મનોમન રાજી થયા કરે. સૂર્યાસ્ત થતાં ચિત્રકાર ચિત્ર પર કપડું ઢાંકી એક તરફ મૂકી ચાલતો થાય. પેલી બાઈનું અચરજ, અચંબો એને ચંચળ કરી મૂકે છે. એમને ગાંડા ચિત્રકાર ઉપર હસવું આવે છે. આમાં વળી શું છે? એ શું જોઈ હરખાય છે? માછીયારણ બાઈને ચિત્ર સાફ નજરે પડે નહીં. પેલો ગયો અને કપડું ઊંચું કરીને જોયા કરી.. વિસ્મય!
અઠવાડિયું દસ દિવસ થયા.. સંધ્યાએ અભૂત શૃંગાર કર્યા હતાં. ભાવ ભીનો થઈ જાય એવું કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હતું. સૂર્ય પશ્ચિમ આકાશની ક્ષિતિજ પર આવી ઊભો
=====
==========૭૯ ----------------
*
Page #110
--------------------------------------------------------------------------
________________
***
હતો. સંધ્યા સોનાના રથમાં સફર કરવા નીકળી હતી. વાદળીઓએ ગુલાલ વેર્યો હતો. સૂર્યના કિરણો દૂર-સુદૂર સુધી રેલાતાં સ્મિત વેરતાં મનને ભીનું કરી દેતાં કિરણોમાં સમંદરનું નીર સોનલવણું બહેકતું હતું. ચિત્રકારે બધું જ લહે૨ પંક્તિને અડીને બીજી-ત્રીજી અનેક લહે૨ પંક્તિઓ, હિલોળા લેતો સમુદ્ર, સોનેરી આકાશ, સૂરજબાપા બધું કપડાં પર સજીવ ઉતાર્યું હતું.
પેલી બાઈ તો આ જોઈને ગાંડી-ઘેલી થઈ ગઈ, નાચવા લાગી. અરે ! આવું તો ક્યારેય ક્યાંય દીઠું નથી. આ પરદેશી તો અજબનો જાદુગર છે. શું કમાલ કરી છે? અવિન ૫૨ અમીરાતભર્યું આખું અંબર ઉતાર્યું આણે તો! બાઈ ચિત્રકારના ગયા પછી રોજ સાંજે ચિત્ર જોઈ આવતી. એમનું ખૂબજ ઊંડું અવલોકન થઈ ગયું હતું. ચિત્રમાં શું ઉમેરાયું તે તરત જોઈ શકતી. હવે, એની આંખના આનંદભર્યા સાગર સામે આ દરિયો ઈર્ષ્યાથી ખારો થઈ ગયો.
એક સાંજે ચિત્રકાર પોતાના ચિત્ર ફલકને લપેટી, બધા રંગ-રૂપ-રેખાના સાધનો લઈને જવા તૈયાર થતો હતો. બાઈ એ જોઈ હાંફળી-ફાંફળી દોડતી આવી. શું તમે ચાલ્યા જવાના? આસમાનની રોશની પણ લઈ જવાના? કેવા ચોટદાર શબ્દો છે આ? આડંબર અને વિદ્વતા વિનાના છતાં અંદ૨ આત્મામાં ઉતરી જાય તેવા. એની તાસીર અસ૨ કરે જ! શું તમે જાવ છો ?
હા બાઈ! તમારી ભૂમિ, સાગર કાંઠો, આ લહેરો, આ સમંદર, રેતી એમાં પડેલ પગલાં, તરતાં વહાણો, સૂરજનું સોનું, સંધ્યાની લાલી, આ તમારું ભોળા માણસોનું ગામડું... ક્ષિતિજ ને તેના આગોશમાં જઈને સફર કરી પાછો પોઢી જતો સૂર્ય. અમારા ગામમાં આવું કંઈજ નથી એટલે એ લેવા આવ્યો'તો. ઘણાં દિવસ થયા, જઈશ.
ઊભા રહો, મારા વરને બોલાવી લાઉં. એને તમારું ચિત્ર દેખાડો. અરે, એને વળી આમાં શું જોવાનું? તમારી નજર સામે રોજ જીવતું, જાગતું ને ચેતનવંતુ છે!
****************** 20 ******************
Page #111
--------------------------------------------------------------------------
________________
તમારી વાત સાચી છે. આ બધું જ છે ને હતું. પણ અમારી નજર ત્યાં સુધી કદી પહોંચતી નહોતી. અમને જોતાં નહોતું આવડતું! તમે જોતાં શીખવ્યું. હું એમને પણ કહ્યું અને એને પણ જોતાં આવડે કહી, માછીયારણ ઝૂંપડા તરફ દોડી.
આવું છે અસ્તિત્ત્વનું. બધું જ છે, પણ જેવું છે તે તેવું તમને જણાતું નથી. તમે જોયું જ નહીં, જાણ્યું જ નહીં. તો શું છે? કાંઈ જ નથી. તો પછી, તમે પણ શું છો?
માણસે બધું જ ઊંડાણથી જાણવું-સમજવું જોઈએ. જ્ઞાનીઓની વાતો, સંતોની વાતો, તીર્થકરોની વાતોમાં કહેલું બધું જ કરવા જેવું છે! - આખાયે શરીરમાં સહુથી મોંઘી દુર્લભ ચીજ આંખો છે. પણ દ્રષ્ટિ વિનાની
આંખો શા કામની? દ્રષ્ટિ માટે ભગવાને સમજાવ્યું છે કે, તમારી દ્રષ્ટિને સમ્યક્ રાખજો. તમને જરાક પણ જોતાં આવડી જાય તો નયન સફળ થઈ જાય. અરે, જીવન સફળ થઈ જાય. જોવાની અને સમજવાની એક કળા છે. વત્તા વિહિના: પશુfમ: સમાના: કળા વિનાના મનુષ્ય પશુ સમાન ગણાયા છે. સાહિત્ય, વિદ્યા, સંગીત, નૃત્ય, પાંડિત્ય જેવું જીવનમાં કાંઈ જ નથી. તેવા જીવો પાસે સદા અશાંતિ, અસંતોષ, ઉપદ્રવ, કલેશ અને સદાની
બળતરા છે. આપણે જેવા છીએ તે આપણાં સ્વયંને લીધે છીએ. છે પૈસાની પાછળ ખુવાર નહીં થતા. રૂપિયો (ડોલર) તમારો સાવ ખાલી છે.
જે દિવસે સત્કર્મમાં વપરાય છે તે દિવસે જ એ ભરાય છે. અવતાર નવા મળે છે પણ ધંધા તો જૂના જ હોય છે. આ ભવમાં જે કર્યું હશે તે પર ભવે પણ પ્રાયઃ કરશો. અહીં ભેગું જ કર્યું હશે તો આવતા ભવે ઉંદર, મધમાખી કે કોઈ ધનભંડારનાં નાગ થવામાં કોઈ નવાઈ નથી. વિના જરૂરે પણ દુઃખી થઈ પૈસા ખાતર દોડાદોડ કરો છો? ધર્મ પર ભરોસો કરો એ તમને બધું જ આપશે.
खुद अपनी कैदके बंध, आदमी तोडे तो हम जाने,
पराई कैद से आजाद हो जाना तो आसां है । =================k ૮૧ -KNEF==============
Page #112
--------------------------------------------------------------------------
________________
જ આપણું અસલ સ્વરૂપ અંદર ઊંડાણમાં સંતાયેલું છે. બહાર દેખાતું રૂપ સાવ
જુદું જ હોય છે. તમે આંતર-બાહ્ય અવસ્થાને જુઓ અને તે રીતે સ્વયંને
ઢાળવાની કોશિષ કરો. તમને અવશ્ય સફળતા મળશે. જ ધર્મ વિનાનું બધું જ વ્યર્થ છે. પ્રાણ અને સુગંધ વિનાનું છે! જ દ્રષ્ટિ વિનાનું દ્રશ્ય કાંઈ જ નથી. દ્રષ્ટિ વિનાની આંખો શા કામની? જ ભાતા વિનાનો પથિક માર્ગમાં ભૂખ્યો, તરસ્યો ને દુઃખી થાય છે. ધર્મ
વિનાનો પરલોક જતો જીવ મહાપીડાનો શિકાર થાય છે. શેવાળ ખસી ગઈ અને તળીયે રત્નો દેખાયા તેમ સંસાર હટી જતાં સાધુતા દેખાઈ ત્યારે અણગાર થઈ પામી ગયા એ જીવો! આને સમજભર્યા અંતરના વૈરાગ્યનો અગમ્ય રણકો કહે છે. કોઈ એક ફાટેલું કપડું ય કોઈને આપતો નથી ને બીજો આખું રાજ છોડવાની વાત કરે છે. આ બહુ ઊંડી સમજણની વાત છે. આ કંઈ આકસ્મિક નથી! કેટલાંય ભવો પૂર્વે શરૂ કરેલ મથામણનું પરિણામ છે! એણે એક મુનિને જોયા, જાતિસ્મરણ જ્ઞાન થયું. તંત્ર, રાજમહેલ, એશઆરામી ઐશ્વર્ય બધું
જ થંભી ગયું. જ યાદ રહે, માંડ માંડ મામલો ગોઠવાય ત્યાં આયુષ્ય પૂરું થઈ જાય અને પાછો
નવો અવતાર, નવા દુ:ખો. સંયમ લે તો સુખી થાય. * મમતા અનેક ભવોના અભ્યાસવાળી હોય છે. * ધર્મના સાથ-સહયોગ વિના માનવી એકલો પડી જાય છે. કારણ, ધર્મ વિના
બધું જ વ્યર્થ છે. સમયની બરબાદી થતી નથી પરંતુ સ્વયંની થાય છે. જ આપણને ઉમદા સંયોગો લાખો વર્ષ પછી મળ્યા છે, ખોઈ ના નાખતા.
એકવાર જીવનનું અમૃત આ સહરાના રણમાં ઢોળાઈ ગયું તો ફરી હાથ નહીં આવે.
Page #113
--------------------------------------------------------------------------
________________
तेरी जूदा पसंद है, मेरी जूदा पसंद,
तुझको खुदी पसंद है, मुझको खुदा पसंद । જ ભગવાન કહે છે : સારી પદ્ધતિ અને પ્રવૃત્તિનાં ચાહક થજો, ગુણોનાં ગ્રાહક
થજો, ઉત્તમ કરણીનાં આશક થજો. મળેલી વસ્તુ, ક્ષણ, તકને સાર્થક કરજો. સુખી થઈને રાજી થજો. મહાવીર જન્મ કે નિર્વાણ નિમિત્તે વિચારવા જેવું તત્ત્વજ્ઞાન,
અનાથતાનું સત્ય સ્વરૂપ અમારી કીર્તિ, માનપાનનું અમારું મહત્ત્વ, અમારો ઠસ્સો, શોખ, રૂઆબ, ધનના ઢગલાઓ અને અમારી હુકુમતો બધાને કેટ કેટલું મહત્ત્વ આપીએ છીએ?
આખરે તો બધું પોલી મુઠ્ઠીની જેમ દમ વિનાનું છે. આપણે કેવું ઊંધું અને નાલેશીભર્યું કરીએ છીએ? ભગવાન કરતાં આંગી વધારે મહત્ત્વની થઈ ગઈ. આવું તો ના થવું જોઈએ, પણ કરી આપણે કરી નાખ્યું. માલ મોંઘો થઈ ગયો ને માલિક કોડીનો.
ગાંડા માણસો રાજી થઈને બતાવે, આ મારું છે, આ અમારું છે! વાહ વાહ આ બધું જ તારું છે તો તું કોનો છે? એની એને ખબર નથી. તમે ધન-પદસત્તાને સ્વયં કરતા પણ વધારે મહત્ત્વપૂર્ણ સ્થાન પર બેસાડી દીધાં છે.
અનાથિ મુનિ શ્રેણિકને આ બધું સમજાવી રહ્યાં છે. મુનિ પાસે દેખીતી રીતે જ કાંઈ નથી. રાજા પાસે તો ઘણું ઘણું છે. આ ઘણું જ તમારા દુશ્મન પેદા કરશે, ઘણાંને નારાજ કરશે.
જ્યારે આખું અસ્તિત્ત્વ મુનિથી રાજી છે. વૃક્ષ-ઝરણાં, પશુ-પક્ષી, સરિતાસાગર-પહાડો, ચાંદ-સૂરજ-તારા, ફૂલો-કળીઓ અરે પવન અને કિરણો પણ..
અજ્ઞાની લોકો માનભંગ કરીને રાજી થાય છે. શ્રેણિક ધારત તો મુનિને ઉતારી પાડત. પણ તેનામાં ધાર્મિકતાનો ઉદય થવા લાગ્યો હતો. ધાર્મિકતા સ્વયંનો મામલો છે. તેનાથી પરમ શાંતિ અને અદ્ભૂત શક્તિ મળે છે. =================k ૮૩ -KNEF==============
Page #114
--------------------------------------------------------------------------
________________
ધાર્મિકતા એક એવી ગુણવત્તા છે જેમાં સચ્ચાઈ, પ્રમાણિકતા, સ્વાભાવિકતા, સાહજિકતા, અસ્તિત્ત્વ સાથે એક ગહન આત્મીયતાનો ભાવ, એક પ્રેમાળ હૃદય અને સર્વ સાથે મૈત્રિની ઉર્મિઓ ઉત્પન્ન થાય છે. એક આંતરિક ભગવાનનો જન્મ થાય છે. અનુભવ તમને ધર્મની અસીમ મીઠાસનો અને તેના સત્યનો પૂરો સ્વાદ આપી શકશે. સરળતાનો ગુણ અસીમ પ્રગતિ કરી આપે છે માટે સરળતા કેળવો. रंग-बहारें आलम है, क्या फिक्र है तुजको ऐ साकी ।
महफिल तो तेरी सुनी न हुई, दो उठ भी गए, दो आ भी गए ।। आपके होने न होने से दुनिया को क्या फर्क पडता है ?
શ્રેણિક રાજાએ પ્રથમવાર પોતાનાં કરતાં ઘણો જ મોટો માણસ જોયો. આજે તેને ચેલ્લણાની વાતમાં દમ હતો તેવું લાગ્યું.
यही बहसें रही सबमें, वो कैसे है? वो कैसे थे ?
यही सुनते हुए गुजरी, वो ऐसे है, वो ऐसे थे ।। આ આવા છે અને તે તેવા છે. આમાં આખી જિંદગી પૂરી કરી નાખી. સમજવાનું કે મહાન સમ્રાટ, રાજકુમાર, ચક્રવર્તી અને તીર્થકર-ભગવાનને પણ ધર્મ વિના ચાલ્યું નહીં. તેમણે ઘોષણા કરી જગને સમજાવ્યું કે, ધર્મ સિવાય કોઈનો આધાર નથી. બધા સવાલનો એક જ જવાબ. બધા રોગનો એક જ ઈલાજ છે. ધર્મ જ મુક્તિ આપશે.
કપાઈ ગયોલા મૂળવાળુ વૃક્ષ, યુદ્ધમાં માથુ કપાયેલો યોદ્ધો અને ધર્મ વિનાનો ધનપતિ આ ત્રણે કેટલો વખત ટકશે? થોડીવાર પછી પડી જશે.
ખોવાયા ગુમાવ્યા પછી તો ખબર પડે છે કે, આપણી પાસે એ હતું. અનાથિ મુનિની બુલંદી, મગધના સમ્રાટને વામણી બનાવી ગઈ. શ્રેણિકને ચેલ્લણાની વાત સમજમાં આવવા લાગી. આપે આજે મને અનાથતાનું સત્ય સ્વરૂપ સમજાવી મહાભાગ્યશાળી બનાવી દીધો. તમારો મોટો ઉપકાર, હું તમને ખમાવું છું.
=================k ૮૪ -KNEF==============
Page #115
--------------------------------------------------------------------------
________________
રાજા સાવ બદલાઈ ગયો હતો. પરિવર્તન એ ધાર્મિકતાની “ખબર છે, તેનાથી આખો આત્મા રૂપાંતરિત થઈ જાય છે.
તમે ઘણું બચાવીને ભેગું કરો પણ તમે જ નહીં બચો તો બચાવેલાનું શું? તમે ભલે ધનના ઢગલા કર્યા પણ તમારા બંને હાથ તો ખાલી જ રહ્યા. મળેલા ધનનો સદુપયોગ જ ધન અને બુદ્ધિનું સાફલ્ય છે, અન્યથા એ ધન બોજો છે. ભગવાન મહાવીરની વીતરાગતા પર નજર કેન્દ્રિત કરો. ફાલતુ બધું જ છોડી દો. જરાક અંતર્મુખ થવાથી ઘણું જ સમજાવા લાગશે.
તમે તમારા હૈયાને સરળ રાખજો, બુદ્ધિને નિર્મળ. કેટલું જાણો છો તે મહત્ત્વનું નથી, તમારા ઈરાદા શું છે તે ખાસ વાત છે. પરલોક ઈરાદા પર ઊભો છે.
જ્ઞાનનો મહિમા “અંતિમ દેશના'માં ભગવાન મહાવીર કહે છે :
જીવ જન્મ ને મરે, ખાય ધરાય ને પાછો ભૂખ્યો થાય. હસે ને પાછો રડે. ચડે ને પાછો પડે. રાજા થઈને ભિખારી પણ બને. આ બધાથી છૂટવાનો એક માર્ગ છે : સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ. જ્ઞાન વિનાનું જીવન માત્ર અથડામણ છે. તે માટે વિવેકબુદ્ધિ જોઈએ. માટીના ઢેફામાં સોનું છૂપાયું છે તેમ કર્મરૂપી વાદળામાં સૂર્ય જેવો આત્મા છૂપાયેલો છે. પુરુષાર્થ કરો, વાદળા વિખરાઈ જશે. રોજ સૂત્રો ગોખશો તો થોડા વખતમાં ન્યાલ થઈ જશો. શરીરની પળોજણમાં જ બધું વેડફી ન નાખતા, થોડી આત્માની ખેવના કરો. * નાના રંપત્તિ તિવૈયા | તીર્થકરો ક્યારેય અન્યથા જ્ઞાન વિના બોલતા
જ નથી. * તમેવ સર્વ નિવે નં નિહિં ચં ા એ જ સાચું, નિઃશંક, નિઃસંદેહ
છે જે જિનેશ્વરે ફરમાવ્યું છે! =================k ૮૫ -KNEF==============
Page #116
--------------------------------------------------------------------------
________________
米米
܀
܀
***
સ્વાધ્યાયથી જ્ઞાન ભણવાથી શ્રુતધર્મની આરાધના થાય છે. એક ઉત્તમ અનુષ્ઠાન થાય છે. જબરજસ્ત ઉત્તમ ક્ષયોપશમ થવાથી મતિ ઘણી ઉત્તમ અને સતેજ થાય છે ને તેથી અદ્ભૂત જ્ઞાન સંપદા પ્રાપ્ત થાય. યાદ છે ને ? સ્થૂલિભદ્ર મહારાજની સાતે બહેનોને ગજબનો ક્ષયોપશમ હતો. પહેલી એકવાર, બીજી બેવાર સાંભળે ને બધું જ યાદ રહી જાય એમ સાતમી ૭ વાર સાંભળે અને બધું જ યાદ.
સામાયિક કેમ લેવાનું? જ્ઞાન ઉપાર્જન કરવું છે? દ્વાદશાંગીના મૂળરૂપ સૂત્રોની પોથી, ગ્રંથ સાપડા પર મૂકી ૩ પ્રદક્ષિણા અને ૫ ખમાસણા દઈને સામાયિક લેજો.
મતિ સારી નહીં તો શ્રુત પણ સારું ના ચડે. કુમતિથી બધું ખરાબ જ લાગશે. ખરાબ સારું લાગશે, આખાને ખોટા કરી દેશે. મતિ તેવી ગતિ.
કાળ સતત પરિવર્તન સ્વભાવી છે. જીવ અને જડ પ૨ કાળનું પરિવર્તન ચોખ્ખું દેખાય છે. આપણો ચહેરો રોજ બદલાય છે, જોતાં આવડવું જોઈએ! જેઓ જ્ઞાન કે જ્ઞાનીની અવહેલના-અવધારણા કરે છે તેઓ પરભવે ગંદા, ગરીબ, બુદ્ધિ વિનાના કે દુષ્ટ બુદ્ધિવાળા, તોતડા, બોબડા, રોગી અને અપંગ થાય છે. શ્રદ્ધાહિનને જ્ઞાન ક્યારેય ફળતું નથી. મારુષ, માતુષ (નારાજ નથી, રાજી પણ નહીં), અટલ શ્રદ્ધામાં ‘માસતુષ’ ગોખવું. સરળતાને યોગે કેવળજ્ઞાન પામ્યા. જ્ઞાનનો મહિમા શ્રદ્ધાથી સજીવ થાય છે.
૫૨માત્માનું જ્ઞાન તમને પહેલા જેવા રહેવા જ ના દે, તરત બદલી નાખશે. તમને સંયમી બનાવી નાખશે, જાણે દૂધમાંથી ઘી બની ગયું. હવે ઘીનું દૂધ
દહીં ના થાય. એ એમાં ભળી જ ના શકે!
જો બધું જ મૂકીને ચાલ્યા જવાનું છે તો મજાથી જઈએ. પછી ખબર પડે કે, આવી રૂડી ભક્તિ મેં પહેલા ન જાણી,
સંસારની માયામાં વલોવ્યું મેં પાણી.
****************** ** ******************
Page #117
--------------------------------------------------------------------------
________________
****
૪ લાખ શ્લોક પ્રમાણ સાહિત્યનો મર્મ એક જ શ્લોકમાં : શરીરશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર. ૪ શાસ્ત્રોનો સાર :
* જમેલું હજમ ન થાય, ખાધેલું જ્યાં સુધી પચે નહીં ત્યાં સુધી જમવું નહીં.
* જીવો પર દયા કરવી, દયાળુ થાવ.
* રાજનીતિમાં કોઈનો વિશ્વાસ કરવો નહીં, સગા પુત્ર કે બાપનો ય નહીં. ★ કામશાસ્ત્ર : સ્ત્રી સાથે કઠો૨ વ્યવહા૨ ક૨વો નહીં, જેટલી મૃદુતા રાખો એટલી એ વશમાં રહે. સ્ત્રીએ પુરુષ સાથે પણ એમ વર્તવું.
* દુ:ખથી છૂટવું એટલું કઠણ નથી જેટલું સુખથી છૂટવું કઠણ છે. તમારી પાસે છોડવા માટે કંઈ નથી, આવડો મોટો સૌધર્મેન્દ્ર તમારે ત્યાં અવતરવા (દેવમાંથી માનવ ભવ લેવા) ૩૨ લાખ વિમાનની સંપદા છોડવા રાજી છે.
યાદ રહે, આપણો આ અવતાર ઘણો મોંઘો છે, ઘણું સહીને મળ્યો છે. જાણવાની તાલાવેલી, સમ્યક્ત્તાન-જિજ્ઞાસાની તરસ તમને વીતરાગ વાણીના તળાવ પાસે લઈ જશે.
કમજોરી અને કાયરતા અલગ અલગ વાતો છે. તમે કાયર ના બનતા પ્રભુએ કેવું કેવું તપ કર્યું? તપ વિના મુક્તિ નથી. તપની આદત પાડજો. વાહ, કેવી સુંદર વાત? અસંખ્ય ઈન્દ્રો એકઠાં થઈને જે નથી કરી શકતા તે એક અદનો આદમી કરી શકે છે. આવું તમારું સૌભાગ્ય પ૨મ મળ્યું છે, તમને!
પ્રાયશ્ચિત્ત, વિનય, ગુરુભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન આદિ કરી આત્માને નિર્મળ ક૨જો. તપને ના ભૂલતાં!
પૈસો વધવાથી ક્લેશ, બિમારી, અવિશ્વાસ ને વિવાદ વધે છે. કોઈ ને કોઈ ફિકર અવશ્ય ઊભી થાય છે, એને કલ્યાણ માર્ગે વાપરજો. ****************** • ******************
Page #118
--------------------------------------------------------------------------
________________
ક બીજાના દોષ કાઢવા નકામા છે, માત્ર સ્વયંનું જ સમજાતું નથી ! જ સંસારની વ્યવસ્થામાં ક્યાંય અંધાધૂંધી કે છીના-છપટી નથી. જેટલું અને
જેવું મળવું જોઈતું હતું તેટલું ને તેવું જ આપણને મળે છે. આખરે તો જેવું વાવ્યું તેવું જ ઉગે છે, ને જેટલું ખર્યું હોય તેટલું જ મળે છે. આમાં રોદણાં રોવા, અસંતોષ રાખવો કે કોઈ બીજાના દોષ કાઢવા નકામા છે. તીર્થંકર પરમાત્મા સંસારની સર્વશ્રેષ્ઠ હસ્તિ અને ઉત્તમોત્તમ પાત્ર છે. તેમના નામ કે નિમિત્તે જે કાંઈ દ્રવ્ય આવે-ઉપજે તે બધું જ દેવદ્રવ્ય કહેવાય. આ દ્રવ્ય દહેરાસર, મૂર્તિ કે જીર્ણ દહેરાના ઉદ્ધારમાં જ ખર્ચાય અને તેનો અચિંત્ય
લાભ મળે. જ પ્રેમ અને વાત્સલ્ય વગેરે એવી વસ્તુ છે કે જેમ જેમ પરિચય વધે, જેમ જેમ
સામિપ્ય વધે તેમ પ્રીતિ-ભક્તિ ને અનુરાગ વધે છે. તમે અંદરથી ભરાઈ
જજો. ક્યાંક એવું ના બને કે બીજું બધું ભરવામાં તમે અંદરથી ખાલી જ રહો. કે ભગવાન કહે છે, લાખો વર્ષો પછી આવા સુંદર સંયોગો તમને મળ્યા છે,
તેને તમે બરબાદ ના કરતા.
* મહાભાગ મનુષતન પાઈ, વામે ભી કછુ કરી ન કમાઈ! જ માણસને કેટકેટલું મળે છે? કો'ક જ મળેલું સફળ કરી જાણે છે! એને
બધાનું બધું જ સમજાય છે, માત્ર સ્વર્યાનું સમજાતું નથી. - વિનય તો આત્માની મોટી સંપદા છે. વિનયહીન આત્મા જેવો દુ:ખી કે દરિદ્રી
અને રોગી બીજો કોઈ નથી. વિનય વિના વિદ્યા ચઢે નહીં. જીવોના ઉપકાર માટે, કાળનો પ્રભાવ જાણીને મહાવીર ભગવાને વક્ર અને જડ પ્રજાને પાંચ વ્રતનો ઉપદેશ દીધો છે. પ્રથમ જિનેશ્વરના સમયની પ્રજાને સરળ અને જડ તથા મધ્ય બાવીસ જિનેશ્વરોના સમયની પ્રજાને ઋજુ અને
પ્રાજ્ઞ કહ્યાં. * પરાધિનતા ઘોર બંધન છે. મમત્વ માયાના બંધન કપરા અને જટીલ છે. =================k ૮૮ -KNEF==============
Page #119
--------------------------------------------------------------------------
________________
܀
****
બધા જ સંબંધ સ્નેહબંધન છે. આ પાશ-બંધનને છેદનાર જ આનંદની જિંદગી જીવે છે અને અંતે કર્મોના બંધન પણ તોડી શાશ્વત સુખના સ્વામી બને છે.
*
જીવને નમવાની કળા મહાવીર ભગવાને શીખવાડી છે. નમસ્કાર અનેક વિઘ્નો અને વિપદાનો નાશ કરી આત્મામાં મહાન ગુણનું સર્જન કરે છે! જીવ વિનયવાન બને છે.
પ્રભુનો એક શબ્દ પણ દર્પણ બની જાય છે અને તેમાં સત્ય પ્રતિબિંબિત થાય છે, જે અકલ્પનીય પરિવર્તન લાવે છે.
દરેક શબ્દમાં સંગીત હોય છે. દરેક જીવનમાં કવિતા અને દરેક આંખોમાં પ્રકાશ અને ગહનતા વિસ્તરેલા જ હોય છે.
તીર્થ, પ્રવચન, સંઘ, શાસન આ એક જ વસ્તુના નામો છે.
* મળ્યું છે ત્યાં નજ૨ પહોંચતી નથી, જે નથી મળ્યું ત્યાંજ તમારી નજર ચોંટેલી છે. ન મળેલાની ઝંખનામાં મળેલું છૂટી ન જાય!
પ્રણામ ક૨વાથી (બે ગોઠણ, બે હથેળી ને મસ્તક આ પાંચે વાના ધરતી ૫૨ જોડીને કરાતા પંચાંગ પ્રણિપાત) આપણા શરીરનો આકાર મંગળ કળશ જેવો થાય છે. ગુણના સાગરમાં ગાગર થઈને જાણે વળ્યા, એટલે ભરાયા વિના ના જ રહે !
* દુનિયામાં નમસ્કાર, પ્રણામ, વંદન ભારત સિવાય બીજે ક્યાંય નથી. તીર્થંક૨ પ્રભુની દેન અજોડ જ હોય!
* ભગવાન પણ સિદ્ધોને નમસ્કાર કરે છે!
પ્રભુના સભ્યો સીધા જ અંદર આત્મામાં ઉતરી જાય છે. કારણ એની તાસીર જ એવી છે. એ અસર કરે જ!
અસ્તિત્ત્વનું આવું છે. બધું જ છે પણ જે જેવું છે તે તેવું તમને જણાયું નથી. જાણ્યું જ નહીં, તમો જોયું જ નહીં. તો શું છે ? કાંઈ જ નથી. તો પછી
****************** ce ******************
Page #120
--------------------------------------------------------------------------
________________
તમે પણ શું છો? ભગવાનના આ શબ્દો ખૂબ જાણવા સમજવા જેવા છે.
તો શું? (ઠપકો આપે છે.) જ આશિષના સથવારે કલેશનો દરિયો તરવાનો છે, સાથે પુરુષાર્થના હલેસા
લેવાનાં છે! * જે સ્વયંના અજર અમર એક આત્માને જાણે છે, તે સંસારના સમસ્ત ભાવને
જાણી લે છે. ગ ગાર્ફ સો સવ ના ભગવાને કહ્યું છે :
માણસે રસ્તાના જાણકાર થવું જોઈએ. માર્ગ અને ઉન્માર્ગ, જ્ઞાનથી જણાય છે. અજ્ઞાની કે અર્ધ વિષ્પોએ બતાવેલા માર્ગો ઉન્માર્ગ જ છે. અજ્ઞ જીવો ચાલે તો ઘણું છે, પણ પહોંચતા કશે નથી. જીવ જ્યારે સતત ઘસડાઈ-તણાઈ રહ્યો છે ત્યારે શરણ-આશરારૂપ દ્વીપ, ઉત્તમ ધર્મદ્વીપ જ છે. આ સત્યના દ્વીપ ઉપર સમુદ્ર કે જળરાશિનો ધસમસતો
પ્રવાહ પહોંચી શકતો નથી. જન્મ-મરણનો પ્રવાહ એવો જ છે. * “આશ્રવ’ વિનાનું શરીર નાવ છે. જીવ નાવિક છે. સંસાર એ ભવસાગર
છે, તેને પાર પામવાનો છે. જિનેશ્વરરૂપી સૂર્ય, જીવોને મોહરૂપી અંધકાર
દૂર કરવા દ્વારા સર્વ તત્ત્વ વિષયક પ્રકાશરૂપી અજવાળા આપશે જ. * મોક્ષના અન્ય નામો ઃ નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેત્ર, શિવ,
અનાબાધ, અચલ, અનંત, અપુનરાવર્ત વગેરે. એક જૈન ધર્મના ઘણા ઘણા ભેદ આજે પડેલા છે. એમાં મુખ્ય બે ઃ ૧. શ્વેતાંબર : (૧) મંદિરમાર્ગી, (૨) સ્થાનકમાર્ગી, (૩) તેરાપંથી. આ સિવાય શ્વેતાંબર મૂર્તિપૂજકમાં તપાગચ્છ, પાયજંદગચ્છ, ખરતરગચ્છ, અચલગચ્છ, લોંકાગચ્છ, ત્રિસ્તુતિકમત. વળી આમાં પણ નાની મોટી વાતના ભેદને કારણે બીજી પણ જુદાપણાની ગહનતા છે.
૨. દિગમ્બર : (૧) તેરાપંથી, (૨) વીસપંથી. =================K ૯૦ -KNEF==============
Page #121
--------------------------------------------------------------------------
________________
એક વર્ગ શ્રી કાનજીસ્વામીનો અને એક વર્ગ શ્રીમદ્ રાજચંદ્રજીનો.
મતભેદથી સંઘ કમજોર પડે છે. કળિયુગમાં તો સંઘ જ બળ છે. જ્યાં બળ છે ત્યાં અવાજ અને જ્યાં અવાજ તેને સહુ સાંભળે?
વિચારવાનું ફક્ત એક જ છે કે, આપણે સહુ ક્યાં છીએ? જુદા ક્યાં પડીએ છીએ એના કરતાં ક્યાં મળીએ છીએ, ક્યાં એક છીએની ધગશથી ધર્મશાસન મજબૂત બનાવીએ. ઈરાદા સારા હોવા જોઈએ!
સમસ્ત સૌભાગ્યના સ્વામી, સર્વ સંપદાના દાની ભગવાન મહાવીર દેવ, પોતાનાં અંતિમ વર્ષકાળમાં અપાપા નામની નગરીમાં પોતાની અંતિમ દેશના'માં જે ફરમાવી ગયા, “હે જંબૂ! તે જ હું તને કહું છું.” એવું સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું. એમાંથી અધ્યાત્મના મોતી અહીં વેરવાનો સંકલનરૂપ પ્રયત્ન કર્યો છે. જ આપણો આખોય ધર્મ જીવદયા પર ઊભો છે. ભગવાને માણસ જાતને
ભલામણ કરી છે કે, તમે એવું જીવન જીવજો કે તમારા જીવતર માટે કોઈપણ
જીવને પીડા ન પહોંચે! જ માણસના ચાલવા માત્રથી સૃષ્ટિમાં એક ભય ઊભો થાય છે. જ ભગવાને કહ્યું, “આત્માને સમિતિથી સિમિત અને ગુપ્તિથી ગુપ્ત કરજો.”
પાંચ સમિતિ છે અને ત્રણ ગુપ્તિ, આ આઠે પ્રવચન માતા કહેવાય છે. * બુદ્ધિની નિર્મળતા, હૃદયની સરળતા અને વિચારોની પરિપક્વતા વિના સાચું
જાણવાની ઉત્કંઠા જાગતી નથી. * તું તારા ઘરમાં જ ભૂલો પડ્યો છે. જરા શોધે તો માર્ગ જડે. યાદ રહે, જીવ
ભોગોથી ક્યારેય ધરાતો નથી. વિચારોનો પ્રભાવ તરત આત્મા પર પડે છે! ધનવાનને એના ખુશામતીઆ ઘેરી વળે છે, તેથી તે ફૂલાઈ જાય છે
ને અભિમાન કરે છે ! * આચાર્ય મહારાજ હિન્દીમાં સમજાવે છે : Kakkkkkkkkkkkkkkkk ૯૧ kkkkkkkkkkkkkkkkkk
Page #122
--------------------------------------------------------------------------
________________
मस्जीद तो बना ली दम भरमें, ईमान की हरारतवालों ने ।
दिल तो वो पूराना पापी रहा, बरसों में नमाजी न बन सका ।। * શાંતિ-સમાધિનાં મોલ સમજી જઈએ તો ખબર પડે કે, ઓહ! શાંતિ સમીપ
હતી પણ મેં જ હાથ લંબાવ્યો નહીં. કોશિષ જ ના કરી. જીવન પૂરું થઈ જાય અને શાંતિ હાથ જ ના આવે એવું ના બને, જોજો ! ઘર ઉમદા સ્થાન બની શકે છે. શાંતિ જોઈએ! સ્વયંમાં વસો, સ્વયંમાં જીવો, સહન કરતાં શીખો, સહયોગ આપો ત્યાં,
જ્યાં આત્માનું સાધવા મળે. ઉન્માર્ગથી ગાઉ દૂર.... યોજનો દૂર. * તપ કરવાથી આત્મા અને શરીર બંને સરસ થઈ જાય છે. સમ્યક્તપ જોઈએ.
તપ એ જૈન શાસનની અદ્ભુત વ્યવસ્થા છે. આચાર્ય મહારાજ સમજાવે છે : તમારે જ સફર પૂરી કરવાની છે. જેટલા વહેલા ચાલશો તેટલા વહેલા પહોંચશો. मगर बैठ रहने से चलना है बहेतर, कि है अहले हिंमत का मालिक यावर । जो ठंडक में चलना न आया मयस्सर, तो पहुचेंगे हम धूप खाखाके सर पर ।। આશા મૂકી દો, કોઈ આવવાનું નથી. તમારે જ જવાનું છે. પ્રાણને લઈને વહેનારી નાડી ગળામાં સાવ જ નજીક છે. જીવન થંભી જાય દબાવીએ તો, પણ પ્રભુ તેનાથી પણ આપણી નજીક છે ! આખા પ્રતિક્રમણનો સાર ૩ શબ્દોમાં છે. મન-વચન-કાયાની તાકાત? सब्बस वि देवसीय, 'दुचिंतिय, दुभासिय, दुचिट्ठिय' मिच्छामि दुक्कडं । દિવસ સંબંધી બધું કંઈ) ખરાબ ચિંતવ્યું, ખરાબ કહ્યું ને ખરાબ કર્યું
(તે બધું જ પાપ હતું), આ મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, નાશ પામો. * તીર્થ, પ્રવચન, સંઘ, શાસન આ એક જ વસ્તુના નામો છે. તારે તે તીર્થ
કહેવાય. શત્રુંજય વગેરે સ્થાવર તીર્થ છે અને ચતુર્વિધ સંઘ તે જંગમ તીર્થ કહેવાય.
Page #123
--------------------------------------------------------------------------
________________
****
܀
***
હેરાની એ વાતની છે કે જે તમને મળ્યું છે ત્યાં તમારી નજર પહોંચતી નથી અને નથી મળ્યું ત્યાંજ તમારી નજર લાગેલી છે. ન મળેલાની ઝંખનામાં ક્યાંક મળેલું પણ ચાલ્યું ન જાય ? તેનું ધ્યાન રાખજો. યાદ રહે, મહાવી૨ દેવનાં શાસનમાં આપણે જન્મ્યાં અને જૈનકુળના પ્રતાપે જન્મ લેતાં જ દુનિયાની ઉત્તમ સામગ્રી આપણને મળી ગઈ છે.
‘ઉત્તમનાં ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ' આ ગુણ ભરવાની અલૌકિક કળા છે, જે બધાને નથી આવડતી. નમે તે સૌને ગમે.
શ્રેણિક સમકિત પામ્યો ઃ કથા
વીસમું મહાનિશ્ર્ચથ અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર
શ્રેણિક અને અનાથિ મુનિ : શ્રી સુધર્માસ્વામી જંબૂસ્વામીને સમજાવી રહ્યાં છે. શ્રેણિક પ્રસેનજિત રાજાનાં સો પુત્રોમાંનો સહુથી નાનો રાજકુમાર હતો. તે જેટલો ચબરાક તેટલો જ સમજણો, નમ્ર, સાહસી અને સ્વમાની હતો. ચેલ્લણા, વૈશાલીની સાત રાજકુમારીઓમાં સૌથી નાની શ્રેણિકને મનથી વી ચૂકી હતી. શ્રેણિકે તેમનું ધોળા દિવસે અપહરણ કર્યું હતું. મગધની પટ્ટરાણી બની. સ્વયંને બુલંદ કિસ્મતવાળી માનતી.
-
સંસ્કારી નારીના સંસારમાં આત્માની સુગંધથી બધું જ મહેકતું હોય છે. ચેલ્લણા તો મહાવીર ભગવાનની પરમ ઉપાસિકા હતી. શ્રેણિક પાસે બધું જ હતું પરંતુ વીતરાગ ભગવાનનો ધર્મ જ નહોતો.
શ્રેણિક ‘મંડિતકુક્ષિ’ ઉદ્યાનમાં આવ્યો. વૃક્ષ નીચે ગૌ૨વર્ણ, સુંદર, સુકોમલ, અદ્ભૂત રૂપ, સ્નેહસભર મોટી આંખોથી અલંકૃત પરમાત્માને જોયા. ક્યાં આ દુર્લભ જવાની અને ક્યાં આ જંગલવાસ. કઠોર વ્રત તમે શાને લીધું ? તમને શું તકલીફ હતી? રાજાએ વિનયપૂર્વક હાથ જોડી પૂછ્યું.
વાહ રાજા! સરસ વાત પૂછી? શું કહું? મારું કોઈ જ ન હતું, હું સાવ જ એકલો અટૂલો અનાથ હતો. એક સાચો-સારો મિત્ર પણ ન મળ્યો. તેથી મેં યુવાનીમાં આ વ્રત લીધું !
****************** 3 ******************
Page #124
--------------------------------------------------------------------------
________________
***
અરે! અરે! શું કહો છો? હું તમને સુખ-ભોગ, સંપત્તિ-મિત્ર, જ્ઞાતિપરિવાર, મમતા-માયા ને મસ્તીભર્યા મહેલમાં લઈ જાઉં. તમારા બધા જ અરમાન પૂરા કરું હું!
ભોળો રાજા બાલમુનિનાં રૂપ-ગુણથી પ્રભાવિત થઈ ગયો. લોકો કોઈની સંપત્તિ-સ્ત્રી-કપડાં-ઘરેણાંથી ચિકત થાય છે. જ્ઞાની કહે છે, કોઈની ઉત્તમ ક૨ણીનો આશિક થજે, ગુણોનો ગ્રાહક થજે.
જોગંદર જેવા મહામુનિ, શ્રેણિકની બાલિશ વાત સાંભળી હસવા લાગ્યા. મુનિ બોલ્યા, ‘ભોળા રાજા, તને વહેમ છે કે તું સમર્થ છે. તારી પાસે તારું કાંઈ જ નથી. વાસત્વમાં તારો જ કોઈ રક્ષક નથી.
રાજા ચમક્યો, તમે મને અનાથ કહો છો ?
ના... ના... રાજા, તમે ઘણું સમજ્યા છો પણ તમને મારી પીડા સમજાણી નથી. તમે જાણો જ છો, કૌશાંબી નગરી પરાપૂર્વથી કેવી મહાન રહી છે. મારા પિતા ત્યાંના યશસ્વી ને સમર્થ રાજા છે. હું તેમનો એકાકી યુવરાજ. ઘણી રાજકન્યાઓને પરણ્યો. એક દિવસ એકાએક આંખમાં દુખાવો થયો. ત્યાંથી આખા શરીરમાં ફેલાયો. અણિયાળી સોય જેમ ભોંકાય તેવી અસહ્ય પીડા રોમેરોમમાં થવા લાગી.
જ્ઞાની કહે છે : સહન કરતા શીખજો. ભૂખ્યા રહેતા, ચલાવતા, નિભાવતા શીખી લેજો. ઘણું સારું પડશે. દયાળુ ને પરોપકારી થજો. ભવાંતરમાં તમને પીડાઓ સહેવાનો વારો નહીં આવે. મહારાજાએ છણકો કર્યો, હું તમને માંદા પડવા જ નહીં દઉં. આટલી કાયરતા શાને ?
રાજા, મેં જે કહ્યું તે સાવ સાચું છે. ધન્વંતરી વૈદ્ય પણ મને ક્ષણમાત્ર શાંતિ ન અપાવી શક્યા. આ મારી પ્રથમ અનાથતા. મારા પિતાશ્રી સર્વસ્વ આપવા તૈયાર થયા તોય મને આ રોગથી ન છોડાવી શક્યા. તે મા૨ી કેવી નિર્નાથતા? મારી વહાલી માતા પણ મને દુઃખથી ન છોડાવી શકી. કેવી અનાથતા!
મારા વહાલસોયા ભાઈઓ, બહેનો, પત્નીઓ કંઈ ના કરી શક્યા. મારી ****************** er ******************
Page #125
--------------------------------------------------------------------------
________________
****
***
પાસેથી કોઈ ખસતું નહીં, મારી પરતંત્રતા હતી, હું અનાથ હતો. હું ગૌરવ લેતો, અમે કોણ? પણ સમજાઈ ગયું, કે કાંઈ જ નથી. કપડાં, ઘરેણા, માન-મોટાઈ, ઉભરાતા ખજાના, લોકો ભલે વાંકા વળીને પગે લાગતાં હોય. આપણને લાગે પણ કોઈ જ વિશેષતા હોતી નથી.
રાજા! વિચાર કરતાં સંકલ્પ થયો કે સંસાર, જન્મ-મરણ-જરા-દુઃખવિપદાનું કારણ છે. સાધુતા સંસારનો નાશ કરનારી છે. મને ક્ષમાવાન ઈન્દ્રિય વિજેતા, નિરારંભી થઈ. સાધુતા સ્વીકારું કે પછી ક્યારેય વેદના સહન કરવી ના પડે. અચરજની વાત છે. રાજા, આ ચિંતનથી જ મારી વેદના શમવા લાગી. થોડી જ વા૨માં અચંબા વચ્ચે ઊંઘ આવી ગઈ.
અરે ! સવારે સ્વસ્થ સાજો-તાજો સ્ફૂર્તિવાળો શય્યામાંથી ઊઠ્યો. જે ધર્મને શરણે જાય તેની બધી પીડા જાય. અજંપા, કુતૂહલ, પ્રપંચ, અવિશ્વાસ, બધી જ દુર્બુદ્ધિ, બધો જ વિખવાદ નાશ પામે છે. સાચા અર્થમાં સ્વયંનો સ્વામી થઈ અનાથતા ટાળે છે.
બધા પૂછવા લાગ્યા, તને કેમ છે? રાતે તો તું તડપતો હતો. બહેનો તો કહે, અમે કેવી માનતા માનેલી?
મને એકદમ સારું છે. તમારી જેમ મેં પ૨માત્માને પ્રાર્થના કરીને માનતા માનેલી કે મને સાજો કરી દો, હું સાજો થતાં જ સાધુતા સ્વીકારીશ. મેં માતાપિતા, બહેનો, પત્નીઓને સમજાવી દીક્ષા લીધી. ધર્મના શરણે આનંદ આનંદ વર્તે છે.
આપણો આત્મા જ કમળનું ફૂલ અને એ જ બાવળનું શૂળ છે. સ્વયં જ સ્વયંનો શત્રુ કે મિત્ર છે. આપણે જેવા છીએ તેવા આપણે લીધે જ છીએ.
માગી લાવેલા માલથી ક્યારેય અમીર થવાતું નથી. સ્વ યા પરની સુરક્ષાબચાવની પૂરી જવાબદારી લે તે જ નાથ. માટે ભલા રાજા, તું પણ બધો કદાગ્રહ છોડી, મહાનિગ્રંથોના માર્ગે આવજે. તોજ તું તારો નાથ થઈ શકે છે. ને તોજ બીજાના નાથ થવાની યોગ્યતા આપણામાં આવે!
****************** & ******************
Page #126
--------------------------------------------------------------------------
________________
રાજા સાવ જ આભો બની ગયો. અર્થગંભીર અને રણકતા શબ્દો ગૂંજતા રહ્યા. વેધક વ્યક્તિત્વ અને સહજ સરળતા! મહાત્માનાં સામ્રાજ્ય આગળ મારું તો સર્વસ્વ કંઈ જ નથી. રાજા મનમાં ને મનમાં મુનિને અભિનંદી રહ્યો. અમ્મલિત પ્રવાહની જેમ મુનિનાં વચનો જાદુ જગાવી ગયા. રાજા મુગ્ધ થઈ ગયો. શ્રેણિક સમકિત પામ્યો.
સમકિત એટલે સાચી સમજ, વીતરાગ દેવના પ્રણિત તત્ત્વોમાં અટલ શ્રદ્ધા. દેવ-ગુરુ-ધર્મની તત્ત્વત્રયીમાં અટલ શ્રદ્ધા.
શ્રીકેશી ગણધર અને ગૌતમસ્વામી
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૨૩મું ભગવાન મહાવીર પૂર્વે, ૨૫૦ વર્ષે પાર્શ્વનાથ પ્રભુ થયા હતા. પાર્થ પ્રભુની શિષ્ય પરંપરામાં શ્રીકેશીકુમાર શ્રમણ મહાયશસ્વી તેમજ મતિશ્રુત, અવધિજ્ઞાનનાં ધારક મુનિ હતા. તેઓ શ્રીકેશી ગણધર તરીકે વિખ્યાત હતા.
શ્રીકેશી ગણધર અને ગૌતમસ્વામી તિંદૂક વનમાં મળ્યા અને ધર્મ તથા આચારોની ચર્ચા થઈ હતી. તેનું સંક્ષિપ્ત વૃત્તાંત. ૧. પ્રથમ તીર્થકરના સમયનાં જીવો સરળ અને જડ હતા. છેલ્લા ૨૪મા
તીર્થકરના સમયના જીવો વક્ર અને જડ છે. (હૃદયથી વક્ર અને બુદ્ધિથી જડ), મધ્ય ૨૨ તીર્થકરોના સમયનાં જીવો હૈયાથી સરળ (ઋજુ) અને બુદ્ધિથી પ્રાજ્ઞ હતાં. પરિગ્રહની પ્રતિજ્ઞામાં-નિયમમાં સ્ત્રીનો સમાવેશ થઈ જાય છે. પરંતુ એવી સમજણ ૨૩મા તીર્થંકરના સમયના જીવોમાં જ હતી માટે મહાવ્રત ૪ જ કહ્યાં. ૨૪મા તીર્થંકરના સમયના જીવોમાં એવી સમજ ન હોવાને કારણે (પાંચમું મહાવ્રત) પતિ અને પત્નીના નિમય માટે અલગ વ્રત સમજાવ્યું. તેમાં મૈથુન અલગ વ્રત તરીકે ઉમેર્યું અને પાંચ મહાવ્રત સમજાવ્યા. કાળનો પ્રભાવ જાણીને ૫ મહાવ્રત કહ્યા, વાસ્તવમાં ફેર નથી.
Page #127
--------------------------------------------------------------------------
________________
૩. પહેલા અને છેલ્લા જિનનાં સમયમાં સાધુઓને રંગીન વસ્ત્રોની છૂટ મળે
તો વક્ર અને જડ હોવાને કારણે વસ્ત્ર પરિધાન, શોભા આદિ કરવા લાગે. કપડાં પોતે જ રંગવા બેસી જાય. મધ્યમ જિનના સાધુઓ સમયાનુસાર જેવા કપડાં મળે તે અનાસક્ત ભાવે શરીરે વીંટાળે એટલે ત્યારે રંગીન વસ્ત્રોની
છૂટ હતી. ૪. એક આત્માને જીતી લેવાથી બધા જ શત્રુને સહેજે જીતી લેવાય છે.
પાશ એટલે બંધન. પરાધીનતા ઘોર બંધન છે. મમતા-માયાના બંધન કપરા અને જટીલ બંધન છે. બધાં જ સ્નેહ બંધન છે. આ પાશને જે છેદે છે તે
કર્મના બંધન તોડી “આનંદ”નું જીવન જીવે છે. ૬. તૃષ્ણાની વેલડી ખતરનાક છે. ફેલાતી જ રહે છે. તેને મૂળમાંથી જ ઉખેડવી
પડે.
૭. કષાય અગ્નિની વાળા સમાન છે. અગ્નિથીય વધુ જલદીથી બધું જ બાળીને
ખાક કરનાર ક્રોધાગ્નિ છે. તેને ઓલવનાર ભગવાનની વાણી છે. શાતા આપનારી અને પાણી જેવી શીતળ છે. તપ અને શીલનો મહાધોધ આ આગને ઠારે છે. મન એ દુષ્ટ અશ્વ સમાન છે. અવિચારી મન ખાડામાં નાખે છે. આગમ અભ્યાસરૂપ લગામ મનના ઘોડાને તાબામાં રાખે છે. નિગ્રહ કરાયેલ દુષ્ટ
અશ્વ પણ પછી ઈચ્છિત સ્થાને પહોંચાડે છે. ૯. માર્ગ અને ઉન્માર્ગ જ્ઞાનથી જણાય છે. માત્ર અનંતજ્ઞાની સર્વજ્ઞ પ્રભુએ
બતાવેલો માર્ગ જ સન્માર્ગ છે. અજ્ઞાની જીવો ચાલે ઘણું છે પરંતુ કશે જ
પહોંચતા નથી. ૧૦. સંસારના મહાસાગરમાં તણાંતા જીવને ઉત્તમ ધર્મરૂપી દ્વીપ જ આશરો
આપે છે. ધસમસતો પ્રવાહ પણ ધર્મદ્વીપ પર પહોંચેલા જીવોને રંજાડી શકતો નથી.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧. નિરાશ્રવી-આશ્રવ વિનાનું શરીર નાવ છે, જીવ નાવિક છે. નાવ આરાધનાનું
મુખ્ય સાધન હોવાથી સંસાર સાગરમાંથી તારનાર હોવી જોઈએ. ૧૨. સદા ઉદ્યમશીલ, ક્ષીણકર્મા સર્વજ્ઞ શ્રી જિનેશ્વર પ્રભુરૂપી ભાસ્કર (સૂર્ય)
સર્વલોકમાં જીવોને મોહરૂપી અંધકાર દૂર કરવા દ્વારા સર્વ વસ્તુ વિષયક
પ્રકાશ આપે છે. ૧૩. જ્યાં દુઃખે કરીને, અકર્મા થઈને ચડી શકાય તેવું, લોકાગ્રમાં નિત્ય નિરામય
સ્થાન છે, જ્યાં ઘડપણ કે મૃત્યુ, રોગ કે સંતાપ નથી, તે શિવ સ્વરૂપ (કલ્યાણકારી) શરીરનાં-મનના દુ:ખરહિત, બાધા વિનાનું, ધ્રુવ-પરબ્રહ્મ સ્વરૂપ અનંત સુખમય સ્થાન છે જે મોક્ષ તરીકે ઓળખાય છે. ત્યાં જીવો ભવ પ્રવાહનો અંત કરી પહોંચે છે. સદા સુખમય નિત્ય અવસ્થાનવાળા શાશ્વત આવાસને પામેલા જીવો શોકરહિત બને છે.
કેશી ગણધર, ગૌતમસ્વામીના મિલનનો પ્રસંગ અવસર બન્યો. કેશી ગણધરે હવે પછીથી પાંચ મહાવ્રતોનો સ્વીકાર કર્યો અને એક થયા.
અષ્ટ પ્રવચન માતા
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૨૪મું પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને અષ્ટ પ્રવચન માતા કહી છે. તે ચારિત્ર સ્વરૂપ જીવન જીવવાથી મન-વચન-કાયાનો બધો જ અપરાધી-અનૈતિક વેપાર અટકે છે. ઈર્યા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપણ, પરિષ્ઠાપનિકા-૫ સમિતિઓ (પ્રવૃત્તિ) જયણાપૂર્વક ચાલવું, બોલવું, સાધુ ભગવંતો સ્વયં માટે રાંધવું-રંધાવવું કે વેચાતું લાવવું, મંગાવવું આદિ, અનુમોદના આદિ દોષોથી રહિત નવકોટિ (નવ પ્રકારે) ૪૨ દોષરહિત આહાર વહોરાવવો. વસ્તુને લેતાં-મૂકતાં પ્રમાર્જીને જ અડવાનું, નકામી વસ્તુનું વિધિસહ પરઠવવું. પાંચ સમિતિઓ અગ્નિરૂપ પ્રવૃત્તિઓ છે તો ગુપ્તિઓ સર્વ અશુભ યોગની નિવૃત્તિઓ સ્વરૂપ અને મન-વચન-કાયાના શુભયોગ આદિમાં પ્રવૃત્તિ સ્વરૂપ છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
* મીન રહેવાની ટેવ પાડવાથી મન ખીલે બંધાશે. સાચું અને વિધિ વિહિત
જીવવાની ટેવ પડશે, સમિતિ, ગુપ્તિ પાલનથી. પાણીમાં પડ્યા વિના તરતા ન જ આવડે. પ્રયત્ન વિશેષથી તમે સાહિલ-કિનારા પર પહોંચી જશો. દુનિયા દેખતી રહી જશે. ભગવાન કહે છે, ધર્મ પાળવા હૃદય પરિવર્તન જરૂરી છે. પરમાત્મા જિનેન્દ્ર દેવની ભક્તિ-ઉપાસના, સદ્ગુરુઓની સેવા, ગુણીજનોના ગુણાનુવાદથી આપણા જ્ઞાનાવરણીય કર્મનું જોર ઘટે છે. તે નબળા પડવાથી જે શક્તિ કે ગુણ પ્રગટ થાય તેને જૈન પરિભાષામાં “ક્ષયોપશમ” કહેવાય. પુણ્ય આરાધનાના ફળરૂપે અલગ અલગ પ્રકારનાં ક્ષયોપશમ સર્વને હોય છે. આ ક્ષયોપશમથી જ બધું સમજાય છે. કોઈને સહજ રીતે, કોઈને થોડું, કોઈને વધારે, કોઈ ઈશારામાં જ સમજી જાય છે. આખી રમત સમજણની છે. * બધું હોય ને સમજણ ન હોય તો કાંઈ નથી ને
કાંઈ જ ન હોય ને સમજણ હોય તો બધું જ છે! * ભરત રાજા એક વીંટી વિનાની આંગળીથી સમજ-બોધ પામ્યા! * એક રાજા માત્ર તેનો એક વાળ ધોળો થવાથી બધું જ સમજી ગયો. મોટા ભાગે નઠારું કે ખરાબ છતાં મજાનું લાગતું હોય છે, સારું હોય છે માટે ગમે છે, તેમ નહીં. ગમે છે માટે સારું લાગે છે ને પાછળથી એવું ખરાબ પણ લાગે છે. તેનાથી છૂટવા પણ તૈયાર થઈ જઈએ. મોહનો પડદો ઘણો જ બારીક છે! લોકો વાત દેવાની કરે છે પણ નજર લેવા પર જ હોય છે! બધે જ સોદો છે, બધે જ ધંધો છે. થોડું આપીને વધારે લઈ લેવું છે, મેળવવાની લાલચથી જ લોકો આપે છે. મળે છે માટે કાંઈક આપે છે. મળવાનું બંધ થાય તો આપવાનું બંધ. સાથે આવશે તે વિચારજો. ભાવ નિર્મળ થવા લાગશે. તમારી બુદ્ધિ એ
વિચારે સ્વાર્થમાં નહીં રાચે. યાદ રાખજો, આંખ મીચામણાંથી સચ્ચાઈ =================K ૯૯ -KNEF==============
Page #130
--------------------------------------------------------------------------
________________
܀
***
ટળતી નથી. જૂઠાને સાચું ક૨વાનો કોઈ ઉપાય જ નથી. ધર્મના શરણે આવી જાવ. જેટલું આપ્યું તેટલું જ તમારું છે.
દુનિયાદારી માટે ઘણું સહન કરીએ છીએ. હવે, આત્મા માટે થોડું સહન કરો, તરી જશો.
કૃષ્ણ જેવા વિલાસ વૈભવ ગમે પણ સાથે હૈયું ધર્મ-પરમપદનું ધામ હોવું ઘટે. શ્રી કૃષ્ણ મહારાજા શ્યામલ કાનુડામાંથી મહારાજ થયા. રૂક્મિણી વગેરે મહારાણી અને હજારો રાણીનાં વલ્લભ રાધારમણ તરીકે વિખ્યાત થયા. તેમને રાજ્ય, રાણીઓ, વૈભવ અને વિલાસ બહુ ગમતાં પણ, હૈયામાં મુક્તિનો-ધર્મનો-પરમપદનો વાસ હતો.
પ્રારબ્ધથી બધું જ મળી રહેશે, ધર્મ તો પુરુષાર્થથી જ મળશે. ધર્મના બદલામાં દુનિયાની કોઈપણ વસ્તુ માગીએ તે નિયાણું કહેવાય. થોડોક પણ ધર્મ કોઈ ન જાણે તેમ અને થોડું દાન પણ કોઈ ન જાણે તેમ કરજો. તન
મન-ધનની તાકાત મોક્ષ માટે લગાડી દેજો.
લગ્ન એ માણસને નાથવાની ગહન વ્યવસ્થા છે.
નેમ-રાજુલની પ્રીત નવ નવ ભવની હતી. રાજિમતિ કહેતી, મારા તો એક નેમ ભગવાન છે, બીજું કોઈ નથી. નેમિનાથ દીક્ષિત થઈ, કેવળજ્ઞાન પામ્યા અને શાસન સ્થાપ્યું ત્યારે રાજિમતિએ પોતાનાં કાળા ભમ્મર લાંબા લાંબા કેશનો લોચ કરી પ્રભુનાં હાથે દીક્ષા લીધી.
થોડાં આત્મસ્પર્શી આત્મલક્ષી સુવાક્યો
ઉત્તમ સાથે ઉત્તમનો સંયોગ ઉત્તમતાને જગતમાં અદ્ભૂત બળ આપે છે. જાણે સુવર્ણ અને મણિનો સંયોગ!
આખરે જીવને શાંતિ જોઈએ છે. શાંતિ ક્યાંય નથી, આપણામાં જ છે, ખોળવા જ્ઞાન-સમજ જોઈએ. જ્ઞાન ગુરુ પાસેથી મળે છે. ગુરુ બિન જ્ઞાન કહાં સે પાઉં?
****************** 100 ******************
Page #131
--------------------------------------------------------------------------
________________
સંઘ જેટલો વિખરાયેલો હશે તેટલો જ કમજોર હશે. જેટલો કમજોર હશે તેટલી અરાજકતા (Defects in Administration) જોર કરશે. કળિયુગમાં સંઘનું જ બળ છે. વિનય જોવો હોય તો જેનોના ઘરે જજો, ત્યાં જોવા મળશે, ગ્રંથોમાં લખ્યું છે. ભગવાને આપણને કેવી જવાબદારી સોંપી છે, વિચારજો. આ બધું વિચારવા જેવું છે. મોટાઓ સાથે માનથી અને નાનાઓ સાથે પ્રેમથી વર્તવું જોઈએ. માન આપવાથી વિનયગુણ સબળ બને છે. આપેલું માન તરત ફળે છે. યજ્ઞીય અધ્યયન - એક રોચક કથા
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૨૫મું માનવને જોતાં, સાંભળતાં ને સમજતાં આવડી જાય તો બેડો પાર થઈ જાય. પશુ, પંખી, અરે કરોડો માનવોને પણ આંખ, કાન, બુદ્ધિ વગેરે બધું મળ્યું છે પણ તેનો ફાયદો મળ્યો નથી.
સમગ્રતાથી, ગહનતાથી જોતાં આવડી જાય તો સુંદર શરીરને હદલે હાડપીંજર જ દેખાય. (અશુચિ ભાવના?)
દુઃખી, દરીદ્ર, આપરાધી કે મડદાને જુઓ-નિરખો, મુક્તિના માર્ગે ચડી જશો. સર્પ દેડકાને પકડ્યો છે, ધીરે ધીરે એને ગળી રહ્યો છે. અડધો ગળાઈ ગયો. દેડકો જોર કરે છે પણ છૂટી શકતો નથી, બોલાય શકતો નથી. સર્પની દાઢ વળાંકવાળી છે એટલે શિકાર છૂટી શકતો નથી. પતંગિયું ઉડતું કૂદતું આવ્યું. દેડકો એને જીભથી પકડવા મથી રહ્યો. પતંગિયું એની આસપાસ ઉડી રહ્યું છે. દેડકો એ ભૂલી ગયો કે પોતે સર્પના મોઢામાં છે. જુઓ એની હાલત. ડ્રાઉં ડ્રાઉં પણ બંધ છે પણ એની માગણી બંધ નથી! ઈચ્છા, અભિલાષા ને કાંક્ષાને ઓળખીએ.
આપણી જિંદગીનું આવું જ છે. આંખો ક્યાં ફરે છે? જીભ ક્યાં સળવળે છે? મનની કેટકેટલી માગણીઓ, અભિલાષાઓ છે?
Page #132
--------------------------------------------------------------------------
________________
એટલામાં ગગનમાંથી સમડી ઝપાટાભેર આવી. સાપને મોઢામાં લઈ ઉપાડી ગઈ. સર્પ ઝનૂનથી ભર્યો હતો. જીવતું જીવન પકડીને ગળી જવું એટલે શું? સર્વે દેડકાને અને સમડીએ સર્પને લીધો છે. પળવારમાં બધું જ પતી ગયું. જગ્યા સાવ ખાલી થઈ ગઈ!
કહે છે, રાત્રીભોજન કરવાથી સમળી, કાગડા, ઘુવડ, ગીધ, ચામાચિડીયા જેવા અવતાર થાય છે !
સમડીએ ચાંચ મારી સર્પની આંખો ફોડી નાખી ને પછી ફાડી ખાધો. જયઘોષ, વેદ-વેદાંતનો પરમ વિદ્વાન બ્રાહ્મણ આ બધું જૂએ છે અને ગહન અવલોકન કરે છે. વિદ્વાન કહે છે, કેવી અંધાધૂંધી, આપાધાપી, અરાજકતા વ્યાપેલી છે? દેડકાનો વિચાર કરતો હતો ત્યાં તો સર્પ જ સપડાયો. દરેકની પાછળ કોઈ ને કોઈ પડેલું જ છે. ખામોશી બિહામણી હતી.
બ્રાહ્મણ જીવસૃષ્ટિનો વિચાર કરવા લાગ્યો. આપણે પણ ક્યાંક આવો અવતાર પામીએ તો? ભયથી ઘેરાયેલ, ક્યાંય શાંતિ-નિર્ભયતા નહીં, સુરક્ષા નહીં. નાનકડું પેટ ભરવા કેવા જોખમ લેવા પડે? આપણાં સો વર્ષ પૂરા થતાં વાર કેટલી? આજનાં બનાવે એને હચમચાવી મૂક્યો. રસ્તામાં જતાં એક મુનિ મહાત્મા મળ્યા. સંયોગ અને સાધુનું સાંન્નિધ્ય મળ્યું. સાંન્નિધ્યમાં રહો એટલે પ્રભાવ પડે જ છે ! સાથે રહેવાથી સાંન્નિધ્ય મળે એવું નથી, અંતર્મુખ થવાની તક મળી.
આપણા પર પણ મોટી સમડી (કાળ) ચક્કર ભરતી ઊડે છે. જીવન એ કાળસર્પના મુખમાં ફસાયેલું છે. ઊંડાણથી વિચાર અને અવલોકન કરવાથી જોવાવિચારવાની પદ્ધતિ બદલાઈ જાય છે.
જયઘોષ બ્રાહ્મણે લાચારીભર્યા જીવનમાંથી ઉગરવાનો ઉપાય માગ્યો અને દીક્ષા ગ્રહણ કરી. સાધુજીવન અહિંસક છે. અહિં સર્વ જીવો સાથે મૈત્રિ જ મૈત્રિ છે, જીવન નિર્દોષ છે.
સાચી દિશા મળી, દશા બદલી, જયઘોષ સાધુ બન્યો. નિષ્પરિગ્રહી બહારથી સાવ ખાલીખમ દેખાય પરંતુ અંદરથી ભર્યા ભર્યા છે. ઈન્દ્ર પણ ઝંખવાઈ જાય. =================* ૧૦૨ -KNEF==============
Page #133
--------------------------------------------------------------------------
________________
આત્મામાં શોર્ય, સચ્ચાઈનો રણકો, શ્રદ્ધાની સ્થિરતા, આત્મીય નિખાલસતા અને તપના વેધક તેજથી અંદરના ખાલીપણાને ભરી દીધું હતું.
બુદ્ધિની નિર્મળતા, હૃદયની સરળતા અને વિચારોની પરિપક્વતા વિના સાચું જાણવાની ઉત્કંઠા જાગતી નથી. સાચું તે મારું ઃ
નક્ષત્રોનું મૂળ ચંદ્ર છે. ચંદ્રના લીધે જ નક્ષત્રો ગોઠવાયાં છે. - ભગવાન ઋષભદેવ ધર્મનું મૂળ છે.
સાચી સંપત્તિ નિષ્પરિગ્રહતા છે. જ્ઞાન-વિદ્યા એ જ સંપત્તિ છે. * સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ
થવાય છે. * જો જો, પરમાત્માનાં નામે પરમાત્માથી દૂર ના નીકળી જાવ.
મોક્ષમાર્ગ ગતિ
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૨૮મું જ આ જીવ દુઃખ, દર્દ પીડા, સંતાપ, જન્મ ને મરણથી મૂકાય, કલેશ-કષાય,
વધ, બંધનથી છૂટે તે મોક્ષ. જન્મ, મરણ, ખાઈને ધરાય, વળી પાછો ભૂખ્યો થાય. હસે ને પાછો રડે, ચડે ને પડે, રાજા થઈને ભિખારી બને. આ બધાથી છૂટવાનો, મોક્ષ સાધવાનો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એક માત્ર મોક્ષનો માર્ગ છે. આ સિવાય મોક્ષનો કોઈ જ રસ્તો નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ ચારેય
આપણામાં પડેલા છે, આપણી જ સંપત્તિ છે, બહારથી લાવવાની જ નથી. * મન દુનિયાની દોલતથી નાચે કૂદે છે, આત્મા કદીયે નહીં. પ્રભુએ જે જ્ઞાન
આપેલું છે તેના પર દ્રઢ શ્રદ્ધા કરો. શ્રદ્ધા વિનાનું જ્ઞાન જ્ઞાન જ નથી. ક સ્વાધ્યાય કરો, શ્રુત શીખવાનું છે. તે મેળવશો તો કેવળજ્ઞાન મળશે. શ્રુત
મતિ વિના નહીં મેળવી શકાય. મતિ શુદ્ધ અને નિર્મળ જોઈએ. શાસ્ત્ર,
શ્રવણ, સ્વાધ્યાય, અધ્યયનથી “ક્ષયોપશમ' થાય છે. =================* ૧૦૩ -KNEF==============
Page #134
--------------------------------------------------------------------------
________________
નો viાં ગાબડું સો સવં ગાડું – જે એક આત્માને જાણી લે છે તે બધું જાણી લે છે. સમ્યકજ્ઞાન સંપાદન કરવાનું છે. ગ્રંથોમાં કહ્યું છે : રાત્રે શ્રાવક કુટુંબ સાથે બેસી ધર્મકથા-વાતો કરે. આનાથી તત્ત્વબુદ્ધિની પરિણતિ જાગે છે. દોરો સોયમાં પરોવવાથી સોય ખોવાય નહીં તેમ સૂત્રો કંઠસ્થ કર્યા હોય તો અર્થ ખોવાય નહીં. જીવન ભર્યું ભર્યું લાગે. સ્વયંની મહાનતા જાગે. શ્રદ્ધા સંપન્ન જ્ઞાન વિના અંધારું છે. અંધારું જોવાય આંખો જોઈએ. જ્ઞાનીઓનાં વચન દિવ્ય અંજન આંજે છે ને આપણી રોશની ફેલાય જાય
છે. વાસણને ગંદુ થવા ન દેવાય, નહીં તો તેમાં જે પડે તે બધું જ બગડી જાય. જ કર્મોનો ઉપશમ અને પછી ક્ષય થાય તે ક્ષયોપશમ. પાણીમાંનો કચરો
ફટકડીથી નીચે બેસે, પાણી નિર્મળ થાય તો તેમાં ઘણું જોવાય. ગુણીજનનાં ગુણ ગાઈને આપણી મતિ સુધારીએ તેથી કચરો બળી જશે અને મતિ સ્વચ્છ થશે.
જ્ઞાનીઓ પ્રત્યે અત્યંત આદર ભાવીએ. કુમારપાળ રાજા ૧૦૮ દેશનાં ધણી અને માથે કેટકેટલી જવાબદારી-મુશ્કેલી. છતાં જ્યાં સુધી ૨૦ પ્રકાશ, વીતરાગ સ્તોત્રના અને ૧૨ પ્રકાશ યોગશાસ્ત્રના એમ કુલ ૩૨નો સ્વાધ્યાય બોલી-ગણી ન લે, ત્યાં સુધી નવકારશીનું પચ્ચખાણ પારતા નહીં. સ્વાધ્યાયથી જ જબરજસ્ત ક્ષયોપશમ થાય, મતિ ઉત્તમ અને સતેજ થાય, અદ્ભૂત જ્ઞાન સંપદાની પ્રાપ્તિ થાય.
સ્થૂલિભદ્રજીની સાતે બહેનોનો ગજબનો ક્ષયોપશમ હતો. પ્રબલ, પ્રજ્ઞા અને પ્રગલ્ય પ્રતિભાશાળી બહેનો હતી. એક મહાભાગે ૬૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. ભણવાનો એને રસ લાગ્યો. શ્રત અને શ્રુતદેવી સરસ્વતીની આરાધના કરી અને મહાપંડિત, તાર્કિક અને અજોડવાદી બન્યા અને આચાર્ય વૃદ્ધિવાદી તરીકે વિખ્યાત થયા.
પ્રતિક્રમણના સૂત્રો દ્વાદશાંગીનું મૂળ છે. સાપડા પર પ્રતિક્રમણ સૂત્રનું પુસ્તક મૂકી ત્રણ પ્રદક્ષિણા અને ૫ ખમાસણા દઈ સામાયિક લેજો. પછી ધર્મ જેણે =================* ૧૦૪ -KNEF==============
Page #135
--------------------------------------------------------------------------
________________
સમજાવ્યો, શીખવાડ્યો તે માતા-પિતા, ગુરુ-શિક્ષકને યાદ કરજો. તેમના મહા ઉપકારનાં ગુણગાનને યાદ કરી કહેજો, અમે તમારો ઉપકાર ક્યારેય ભૂલશું નહીં. કેટલું યાદ રહ્યું કે ભૂલ્યા એની મથામણમાં ના પડતા. કમાણી મોટી થઈ ગઈ તેનું ફળ આ કે આગામી ભવમાં મળશે જ.
ગૌતમસ્વામીને ભગવાને ત્રિપદી જ આપી હતી અને તેમાંથી ૧૪ પૂર્વની રચના કરી, ગણધર પદવી પામ્યા. જબરજસ્ત ક્ષયોપશમનો નમૂનો છે. અભ્યાસ કરવો, પઠન-પાઠન, ગુરુ ઉપાસના, ભક્તિ, બહુમાન કરવા, વીતરાગ દેવનું પૂજન, વીતરાગ વાણીનું શ્રવણ, સત્સંગ આદિથી મતિ નિર્મળ રહે છે. શ્રુતજ્ઞાનની આરાધના વિના કેવળજ્ઞાનની પરાકાષ્ઠા શક્ય નથી. ૫ ગાથા નવી કંઠસ્થ કરો તો ૧ ઉપવાસનું ફળ મળે.
જે ગુણ અને પર્યાયવાળું હોય તેને દ્રવ્ય કહેવાય. ગુણપર્યાય વત્ દ્રવ્ય...! જેમ સોનામાં ચમક, ભારેપણું, નરમપણું વગેરે ગુણો છે, તે જાત જાતનાં આકાર પામે તે તેનો પર્યાય કહેવાય અને સોનું દ્રવ્ય કહેવાય તેમ આત્મા દ્રવ્ય કહેવાય, તે જ્ઞાનમય છે, દ્રવ્યમય છે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, અગુરુલઘુપણું વગેરે તેના ગુણો છે. જાત જાતનાં શરીર ધારણ કરે તે પર્યાય છે. આત્મા જાત જાતની યોનિ, શરીર, સગપણ ધારણ કરે પણ આત્મા તરીકે એ તેમનું તેમ જ રહે. ભલે એ સામાન્ય જીવજંતુ કે પાંદડુંફૂલ જ થાય.
આ લોક ષડુ દ્રવ્યાત્મક સમજાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ છ દ્રવ્યો છે. જીવ અને જડ પર કાળનું પરિવર્તન ચોખ્ખું જણાય છે. બાળક જવાન થાય, જવાન પ્રૌઢ અને પ્રોઢ વૃદ્ધ અને વૃદ્ધ પણ કાળ મૃત્યુ પામે તેને કાળ કર્યો કહેવાય. મોટુંચહેરો સતત બદલાયા કરે છે, જોતાં આવડવું જોઈએ. આમલીના ઝાડમાં અસંખ્ય પાંદડાં છે, સરખા દેખાય છે પણ એકેય પાંદડું સરખું નથી. પુદ્ગલ ઘણું રંગીન છે. પુદ્ગલથી જીવ તરત મોહમાં પડે છે. Kakkkkkkkkkkkkkkkk ૧૦૫-kkkkkkkkkkkkkkkkkk
Page #136
--------------------------------------------------------------------------
________________
આપણે જે કંઈ જોઈએ છીએ તે મોટા ભાગે એકેન્દ્રિયના ક્લેવરો છે. ચૂનો, માટી, સિમેન્ટ, રત્નો, ખાણનું સોનું, ધાતુઓ, જમીનમાં થતાં કંદ, મૂળા, ગાજર વગેરે બધા જ ક્લેવરોરૂપ બને છે, જે જોઈએ છીએ. પૃથ્વી, પાણી, વનસ્પતિમાં આદિમાં વસતો જીવ કેટલાક કાળે ઊંચો આવે, ચાલતું-ફરતું તેને શરીર મળે, અનેક પર્યાયો બાદ માણસ બને. સમજણપૂર્વકનો પુરુષાર્થ કરી તે શુદ્ધબુદ્ધ સ્વચ્છ થાય ને સિદ્ધ પણ થાય, મુક્તિ પણ પામે.
નવતત્ત્વોની સમજ (સંક્ષિપ્ત) જીવે તે જીવ, જીવન વિનાનું જડ તે અજીવ. જે કરણીથી જગમાં સારાં ફળ સગવડ આદિ મળે તે પુણ્ય. જેના પરિણામે જીવને દુઃખ, શોક, સંતાપ, અભાવ વગેરે જાત જાતનાં દુઃખ ભોગવવા પડે તે પાપ. સારાં કે નકારા કાર્યોથી જે પુણ્ય કે પાપ જીવને લાગે તે આશ્રવ. જે ઉત્તમ (સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, વ્રત-નિયમ વગેરે) કરણી કરવાથી કર્મો આવતાં રોકાય તે સંવર. ક્ષમા, સરળતા, તપ, જપ, આદિથી આત્મામાં ક્ષીર નીર થયેલા કર્મો ઝરે-ખરે તે નિર્જરા કહેવાય. જે કર્મ દૂધ અને પાણીની જેમ એકાકાર થાય તે કર્મબંધ કર્મના બંધનથી આત્મા સમૂળગો છૂટી જાય તે મોક્ષ અવસ્થા કહેવાય. મોક્ષ પામેલો જીવ છેલ્લું શરીર છોડીને સિદ્ધગતિ નામના અવિચલ-શાશ્વત ધામને પામે છે. ત્યાં દુઃખનાં અંશ વિનાનું પરમાનંદમય શાશ્વત સુખ-શુદ્ધ સ્વરૂપને પામે છે. પણ યાદ રહે, શ્રદ્ધા અતઃ સમકિત વિના કાંઈ જ નથી.
'तत्त्वार्थ श्रद्धानाम् सम्यग् दर्शनम्' “મા રુષ મા તુષ' નારાજ ન થા, રાજી પણ ન થા. રીઝ પણ નહીં, ખીજ પણ નહીં. બસ, આ સૂત્રને ગોખતાં ગોખતાં માસતુસ મુનિ કેવળજ્ઞાન પામી ગયા. સરળતા કામ આવી ગઈ. શ્રદ્ધાને તેમણે ક્યારેય શિથિલ ના થવા દીધી.
પરમાત્માનું જ્ઞાન તમને પહેલા જેવા રહેવા જ ન દે, તરત બદલી નાખશે. પ્રભુનું ફરમાન છે, ભલામણ છે કે, “શ્રાવકોએ અવશ્ય જિનવાણી-ગુરુવાણી સાંભળવી જ જોઈએ. ધર્મશ્રવણથી જ આત્મા જાગશે.”
સમ્યકત્વના ઘણાં પ્રકાર છે. તેમાંના ૧૦ પ્રકારો જણાવે છે.
=================* ૧૦૬ -KNEF==============
Page #137
--------------------------------------------------------------------------
________________
૧. નિસર્ગ રુચિઃ સમકિત ભવાંતરથી સાથે આવેલું હોય, સ્વભાવ ગત તત્ત્વને
જાણે. ૨. ઉપદેશ રુચિ : ગુરુ ઉપદેશથી શ્રદ્ધા મેળવી હોય. ૩. આજ્ઞા રુચિ: પ્રભુની આજ્ઞાને સર્વસ્વ માને, અટલ શ્રદ્ધા હોય. પેથડશાહે
બધા આગમ સાંભળ્યા હતા. ૪. સૂત્ર રુચિઃ શ્રુત પ્રત્યે અદ્ભુત શ્રદ્ધા, બધા આગમો ભણવાની તાલાવેલી.
ત્રિપદીમાંથી આગમ રચનારા. ૫. બીજ રુચિ ઃ પરિપક્વ પ્રજ્ઞાવાન હોય. સાંભળે-વાંચે બધું જ યાદ રહે. ૬. અભિગમ રુચિ : સૂત્રાર્થની તાલાવેલીવાળા.
વિસ્તાર રુચિ : સમસ્ત પર્યાયોને જાણવાની રુચિવાળા, સર્વ નયો જાણે. ૮. ક્રિયા રુચિઃ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સમિતિ-ગુપ્તિ આદિમાં ઉપયોગવાળા.
આવશ્યક ક્રિયામાં તત્પર. ૯. સંક્ષેપ રુચિ : ચિલાતી પુત્ર જેવા, થોડા પદમાં ગહન શ્રદ્ધા, ઊંડી સમજ
કેળવો. ૧૦. ધર્મ રુચિ ધર્મ જ આખરી સ્વરૂપ છે.
થોડામાં ઘણું જ
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૨૮મું એક સજ્જન, વિદ્વાન, પરોપકારી એવો રાજા હતો. દૂર દેશાંતરથી આયુર્વેદ, ધર્મશાસ્ત્ર, રાજનીતિ તેમજ કામશાસ્ત્રના નિષ્ણાત ચાર પંડિતો પોતાના મહાન ગ્રંથો રચીને લઈને રાજાને એ અભૂત ગ્રંથ વાંચી સંભળાવવા નીકળ્યા. રાજા પાસે એવો અતિ દળદાર ગ્રંથો સાંભળવાનો સમય ન હતો. એટલે કહ્યું કે, પંડિતો, જે જોઈએ તે લઈ જાઓ. મારી પાસે આટલો બધો સમય નથી. પંડિતોએ કહ્યું, * ૧. શરીરશાસ્ત્ર : જમેલું હજમ ન થાય ત્યાં સુધી જમવું નહીં. ૨. ધર્મશાસ્ત્ર : જીવો પર દયા કરવી, દયાળુ થાવ. ૩. રાજનીતિ : રાજનીતિમાં કોઈનો વિશ્વાસ ના કરવો. ૪. કામશાસ્ત્ર : સ્ત્રી સાથે કઠોર વ્યવહાર ન કરવો. જેટલી મૃદુતા રાખીએ એટલી તે વશમાં રહે. એટલે કે સંસારમાં સુગંધ રહે. (વશમાં રાખવાનો હતું અહિં નથી, અન્યોઅન્ય સ્વરૂપે જોવાનું છે.) -ka-kkkkkkkkkkkkkkkk ૧૦૭ >kkkkkkkkkkkkkkkkk
Page #138
--------------------------------------------------------------------------
________________
****
***
રાજન્! અમો કંઈ માગણ નથી, અમે વિદ્વતાની કદ૨ ઈચ્છીએ છીએ. રાજાએ કહ્યું, પંડિતો ! તમે જ વિચાર કરો. આટલાં મોટા ૪ ગ્રંથો ક્યારે પૂરા થાય. તમે એનો સાર સંભળાવી દો. બસ.
પંડિતોએ ૫૦,૦૦૦, ૨૫,૦૦૦, ૧૦,૦૦૦ કરતાં કરતાં ૧,૦૦૦ અને છેવટે ૧૦૦ શ્લોક સાર લઈ આવ્યા. રાજાએ કહ્યું, ફુરસદ નથી. પંડિતો સમજી ગયા. તેમણે ૪ લાખ સાહિત્ય શ્લોક પ્રમાણનો મર્મ ફક્ત એક જ શ્લોકમાં સમાવિષ્ટ કર્યો.
जीर्वो भोजनम् आत्रेयः कपील : प्राणिनां दया । बृहस्पती : अविश्वास:, पांचाल : स्त्रीषुम् अर्दवम् ।।
આત્રેય નામના આયુર્વેદના પારગામી ધનવંતરી જેવા પંડિતે કહ્યું, અમારા સકલ શાસ્ત્રનો મર્મ અને અર્થ છે કે, જમેલું હજમ ન થાય, ખાધેલું પચે નહીં ત્યાં સુધી જમવું નહીં. રાજા તો રાજી થઈ ગયો. શરીરશાસ્ત્રનું રહસ્ય એક પળમાં જાણી લીધું. પછી કપિલ નામના મહાન આચાર્યે કહ્યું, ધર્મને તેની બાબતોનો પાર નથી, રહસ્ય એટલું જ છે કે, સમસ્ત જીવો પર દયા કરવી, દયાળુ બનો. રાજા તો આનંદમાં આવી ગયો. તમે થોડામાં ઘણું શીખવાડ્યું.
ત્રીજા નીતિશાસ્ત્રનાં વિચક્ષણ પંડિતે કહ્યું, રાજનીતિ ખૂબજ અટપટી છે, દાવપેચથી ભરેલી ગહન બાબત છે. સાર એટલો જ કે, એમ ને એમ કોઈનો વિશ્વાસ ન કરવો. સગા મિત્ર કે બાપનો પણ નહીં. અને છેલ્લા પંડિતે કહ્યું, સ્ત્રીઓ સાથે ક્યારેય કઠોર વ્યવહાર ના કરવો. મૃદુતા રાખીએ તેટલી વશમાં રહે. રાજાએ ચારેય પંડિતોની ખૂબ કદર કરી અને શિરપાવ સાથે માનથી વિદાય કર્યા.
‘લેશ્યા’
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩૪મું
આપણી આંતરિક પરિણતિ, અંદરના ભાવો, અત્યંતર વૃત્તિ કર્મબંધમાં પૂર્ણ કામ કરે છે. અંતવૃત્તિને જૈન ગ્રંથો-આગમોમાં ‘લેશ્યા’ નામ અપાયું. વિશ્વના
****************** 902 ******************
-
Page #139
--------------------------------------------------------------------------
________________
કોઈ ધર્મમાં કે ગ્રંથોમાં આત્માની અંતર્દશાનું આવું વર્ણન કશું જ નથી. ફક્ત જૈન ગ્રંથોમાં જ છે.
માણસ ઘણો સારો હોય, સારું સારું બોલતો હોય, દેખીતી રીતે ધર્મમય બની ગયો હોય છતાં એની અંતર્દશા ખૂબજ મલિન હોઈ શકે છે. સ્ફટિક જેવા આત્માને આ ભાવદશા તરત રંગી નાખે છે. માણસ બધું જ જાણે પણ જાણવાવાળાને ન જ જાણે તો તેણે શું જાણ્યું? જેણે સ્વયંને જાણ્યો તેણે બધું જ જાણ્યું.
જરાય વાંકુ પડે એટલે જરાક સ્વાર્થ ખાતર, નજીવા ફાયદા માટે, અહમ્ને પોષવા માટે, મામુલી લોભ-લાલચ-વાસના કે અભિમાનમાં આવી કોઈને કે આખાય સંઘને નુકસાન પહોંચાડવા-પીડવા સુદ્ધાં તૈયાર થનારાથી ચેતતા રહેજો. અનુમોદના વડે તમે ભાગીદાર થશો. અભણ-અણઘડ-ઉદ્ધત કે ઝુંપડપટ્ટીના આવારા લોકો જ જેવા સાથે તેવા થવાનું માની વ્યવહાર કરે. આપણે દેવતાઓને પણ મુશ્કેલ લાગે એવું કરવા અવતર્યા છીએ. ધર્મની ફજેતી કરીને જે નાચે તે પાપમય વ્યાપારમાં પાવરધો છે. અજ્ઞાનમાં રાચનારો છે. કૃષ્ણ-નીલ-કાપોત આ ત્રણ અશુભ લેશ્યાઓ છે. સાવધાન રહેજો.
મજબૂરી-લાચારીથી આપણે ઘણું સહન કર્યું છે. હવે પ્રભુએ કહ્યા પ્રમાણે પ્રભુના માર્ગે થોડું જ સહન કરવાનું છે. થોડી હિંમત અને ઘણી શ્રદ્ધા રાખવાની જરૂર છે. શ્રીપાળ રાજાનો આત્મા લગભગ શ્વેત હતો ત્યારે ધવલશેઠનો આત્મા એકદમ કાળા નાગ સમાન હતો. હા, નામ જ ધોળું હતું, ધવલ. કહે છે આવા સામે રાક્ષસ પણ હારી જાય. શ્રીપાળે બધું જ આપી ધર્મ બચાવ્યો. આપણે પણ બધું જ આપી, ધર્મ બચતો હોય તો બચાવી લેજોની સલાહ આપી છે. સ્વયંને બચાવી લેજો.
વીતરાગ અરિહંત અનંતજ્ઞાની મહાવીર પ્રભુ આપણને જીવનનાં રહસ્યો અને આત્માની દશા સમજાવી રહ્યાં છે. ઈર્ષાળુ અને કદાગ્રહી થઈને તમે શું મેળવવા માગો છો? બીજાનો વાંક કાઢવાનો અર્થ એટલો જ થાય છે કે, તમારામાં =================* ૧૦૯-KNEF==============
Page #140
--------------------------------------------------------------------------
________________
આવડત ઓછી છે. જીદ કેમ કરો છો? સાચું સ્વીકારી લો. કોઈ કહે એ પહેલા કહી દો કે મારી ભૂલ હતી. ભૂલને કબૂલ કરનારો માણસ કંઈ નાનોસૂનો નથી. આપણે આવા વિચિત્ર લોકોની વચ્ચે વસીને પણ સ્વયંને સંભાળવાનો છે. સંસ્કારો અને મલિન દેવો પરભવમાં પણ સાથે આવે છે. અવતાર નવો હશે, કારનામા જૂના જ હશે.
તેજલેશ્યા, પાલેશ્યા અને શુકલેશ્યા એ ત્રણ શુભ લેશ્યાઓ છે. ઉષાકાળમાં ગિરિરાજને (શત્રુંજય) ધ્યાનથી જોઈએ તો આખો પર્વત સફેદ સફેદ કપડાંવાળા સંતોથી-સાધુઓથી ભરેલો દેખાય !
લેશ્યા એટલે આપણા ઈરાદા. કેટલું જાણીએ છીએ, કેટલું કરીએ છીએ એ મહત્ત્વનું નથી પણ આપણાં ઈરાદા કેવા છે? એજ મહત્ત્વનું છે. તમે કેવા છો તે જાણી લો.
ભગવાન કહે છે : તમે માણસને ઓળખતા શીખજો. હલકા માણસથી સદા બચતા રહેજો. તેમનાથી તમને ક્યારેય ફાયદો નહીં થાય પણ તમારા આત્મધનને મોટો ફટકો લગાવશે. હસ્તરેખા ખોટી પડે પરંતુ વૃત્તિઓ માણસની એકદમ સાચી
ઓળખાણ કરાવે છે. વૃત્તિ સમજાય એટલી સમજજો અને દૂર રહેજો. તેની નિંદા પણ નહીં ને પંચાત પણ નહીં. સદાયે સાવધાન વૃત્તિ રાખવાની.
દૂર્યોધન કેવો સમર્થ હતો? સો સો ભાઈઓ હતા, એશ્વર્યનો પાર નહોતો પણ મગજમાં રાઈ ભરાઈ ગઈ. એમણે આખા કૌરવ વંશનો નાશ નોતર્યો. થોડું આપવાની ના પાડતો, બધું જ મૂકીને મરી ગયો. એમની બાજુમાં ઊભા રહેનારા દુઃખી દુઃખી થઈ ગયા. અનુમોદનાની અસર જૈન ધર્મમાં સહુથી સારી રીતે સમજાવી છે. ચેતતા રહીને કોની બાજુમાં ઊભા રહેવાય એની સાવધાની રાખતાં શીખજો. ધન-દોલત-ઐશ્વર્યના સ્વામી શેઠને, નોકરને ત્યાં નોકરી કરવાનો વારો પણ આવ્યો છે, તેના દ્રષ્ટાંતો છે. ખોટાને સારું કરવા આકાશ-પાતાળ એક કરવાનાં ફળ આવા જ આવે છે !
Page #141
--------------------------------------------------------------------------
________________
રોચક કથા અણગાર માર્ગ ગતિ
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૩૫મું સુધર્માસ્વામી, ભગવાન મહાવીરના પંચમ પટ્ટધર ગણધર હતા. તેઓ પોતાના પટ્ટધર જંબૂસ્વામીને સમજાવે છે.
મહાવીર ભગવાનની સ્વયંની અંતિમ દેશનાની વાણી સૂત્રબદ્ધ થઈ તે ઉત્તરાધ્યયન તરીકે વિશ્વમાં વ્યાપક બની, ખૂબ આદર પામી. તેનું ૩૫મું અધ્યયન “હે આયુષ્યમાન જંબૂ! તને સમજાવું છું.”
અણગાર એટલે અગાર વિનાના, અગાર એટલે ઘર, ભવન, નિકેતન, નિવાસ, આવાસ, આશ્રય, સ્થાન, મુકામ, આયતન, આલય, નિલય, આ બધા ગૃહનાં નામો છે.
અણગાર શબ્દવેધક અને સૂચક છે, સાંકેતિક છે. આ શબ્દ જૈન ગ્રંથો સિવાય બીજે ઉપલબ્ધ નથી. સાધુ થવા ઘર છોડે તે અણગાર કહેવાય. જીવને ઘરનું જબરું ખેંચાણ હોય છે. દુનિયાનો છેડો ઘર કહેવાય છે. લોકો બધું ઘરભેગું કરવામાં જ માને છે. ઘર ભરવામાં અને સજાવવામાં જિંદગી આખી રચ્યાપચ્યા રહે છે. અન્ય ધર્મમાં ઘરને ગૃહસ્થાશ્રમ કહેવામાં આવ્યું છે. જીવનના ૪ સાધનાકાળ બતાવ્યા છે. ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને અંતે સંન્યાસાશ્રમ.
બધી જ સાધના પદ્ધતિમાં ઘર અને પરિવારથી છૂટ્યા વિના આત્માનું સાધન પરિપૂર્ણ બનતું નથી. આ નિર્વિવાદરૂપે દરેક ભારતીય ધર્મમાં સ્વીકારાયું છે.
આપણું શરીર પણ અસંખ્ય જીવજંતુને રહેવાનું નિકેતન છે. માટે જ શરીરને આયતન પણ કહ્યું છે.
બહુ મોટો સવાલ એ છે કે, આ ઘર શું છે? હકિકતમાં એ કોનું છે? આમાં કંઈ માલ છે કે અમથા બધા મારું મારું કરે છે? અશાંતિ ઊભી કરે છે? ઘર બહુ જ સારું સજાવે છે પણ એમાં શાંતિથી રહેવાની કોઈ કળા કે વ્યવસ્થા માણસ પાસે જણાતી નથી. કોઈ કોઈને કાઢી મૂકે છે, કોઈ કોઈને છોડીને જતાં રહે છે, ================= ૧૧૧ -KNEF==============
Page #142
--------------------------------------------------------------------------
________________
કોઈ ઘર છોડીને નાસી જાય છે, અવિશ્વાસ વડે દુઃખી થાય છે. કોઈ એવા પણ છે કે, મરીને પણ ઘર છોડવા માંગતા નથી, નીકળતાં નથી.
મિસર (Egypt)ના પિરામિડ એનું અભૂત ઉદાહરણ છે. તેઓ લખીને ગયા હશે, અમને કાઢી ના મૂકતા. “મમી'ના સ્વરૂપમાં હજારો વર્ષો પછી પણ એમને સાચવી રાખ્યા છે. વસવાટની ગહન આસક્તિનો અણસાર અહીં સંઘરાયેલો પડ્યો છે.
તીર્થંકર પ્રભુ એવા છે જેણે અત્યંત નજીકથી ઘરને નિરખું, ખાસ કંઈ જ ના દેખાયું અને જગતને ભલામણ કરી. ‘તમે વહેલી તકે ઘર છોડી દેજો.' ઘરની આસક્તિથી, એના મમત્વથી બચવા અન્યને સમજાવતાં રહેજો. સર્વવિરતિ જ ધર્મ છે. બધા દુ:ખનું કારણ ઘર છે. હિંસા, પાપ, જૂઠાણું, માયા, કપટ, કલેશ, ક્રોધ, દ્વેષ, ધિક્કાર, અહંકાર, અવિશ્વાસ, સંગ્રહવૃત્તિ, ઈર્ષ્યા આદિ અનેક વિપદાનું કારણ ઘર છે.
ચિંતા, શોક, વિષાદ અને ભયનું કારણ પણ ઘર જ છે. ઘરમાં રહેવું જ પડે અને રહેવું જ હોય તો મમત્વ ઓછું કરજો. તમે જે ઘરને ૫૦-૬૦-૭૦ વર્ષ સજાવ્યા કર્યું એવા તમને ઉપાડીને ઘરની બહાર મૂકતાં કોઈને ખચકાટ પણ નહીં થાય. અરે ! કાઢો કાઢો, એમ સહુ કોઈ કહેશે. ધન્ય છે એ જીવને જે વહેલા ઘર ત્યાગી અણગાર બની ગયા. ઘરની મમતા ગહન છે. ડાહ્યા થાવ, વાસ્તવમાં શું છે તે જાણો. ઘરનું ચક્કર સમજવા જેવું છે. તમારામાં ઘર ભરાઈ ગયું છે કે તમે ઘરમાં ભરાયા છો? ઊંડાણથી વિચારજો.
મારા વગર ઘરનું શું થશે? તેઓ ચાલ્યા ગયા, ક્યાંય કોઈને કશો વાંધો ના આવ્યો. બધાં કામ બરાબર ચાલી જ રહ્યાં છે. એક માણસના જતાં ઘણાં સંબંધો ખતમ થઈ જાય છે. આ બદલતી દુનિયામાં સ્થિર તો કંઈ જ નથી. આપણે આપણું દુઃખ છૂપાવવા માંગીએ છીએ. બહારનો મોભો ઊભો કરી, બીજાથી સુખી છીએનો દેખાવ સર્જીને જીવીએ છીએ. ઉપર કી અચ્છી બની, ભીતર કી રામ જાને. ઘડપણ, મોત, પરાજય અને સંતાપ મળ્યા? જંબૂ, ભગવાન મહાવીર દેવ =================^ ૧૧૨ -KNEF==============
Page #143
--------------------------------------------------------------------------
________________
આપણને કહેવા માંગે છે, આ ઘર તમારું ઠેકાણું નથી. ઘર તમારું બધું લઈ તમને વિદાય કરી દેશે. જાણે ઘર કહેતું હોય કે, “બધું જ તમારું છે, પણ ખબરદાર! ક્યાંય હાથ અડાડતા નહીં!'
રાજકુમાર સાંભળે છે અને એ આખો બદલાઈ ગયો. વર્ધમાન પણ મારા જેવા જ રાજકુમાર ક્યાં ન હતાં? મોંઘા જીવની મોંઘી પળો સાવ આમ જ વેડફાઈ રહી છે.
ઘરમાં એકાદ જગ્યા, સ્થાન, ઓરડો ધર્મનો, પ્રભુનો, સ્વાધ્યાયનો, સ્વયંનો રાખજો. કટાસણું પાથરી આનંદથી બેસી જજો. સામાયિક લેજો ને સ્વાધ્યાય કરજો. જીવને આ ઘરમાં ક્યાંય ભરાવા ન દેતા. ઘરને ઘર જ રહેવા દેજો. તમારે ભલે તેમાં વસવું પડતું હોય પણ તમે તેને તમારામાં વસાવતા નહીં.
તમને આ બધું સમજાયું નથી એટલે જ ઘરમાં બેઠા છો. તમારે ઘરમાંથી મેળવવાનો ઈન્તજાર છે. તમને જે જોઈએ છે તે દુનિયા પાસે આપવાને કંઈ જ નથી. કાં તો માલની કિંમત કરો યા માલદારની કરો. રાજકુમાર એકલો પડી ઊંડું વિચારે છે કે, અંતે તો મળ્યું કે ના મળ્યું, બધું જ બરાબર છે. ઘર તો નક્કી છોડવાનું જ છે.
પ્રબુદ્ધ ચેતનાના ધણી આવતી કાલને જોતાં હોય છે. આવતી કાલ છે ને છે. કાંઈક થવાનું પણ છે, જે તમે ધાર્યું નથી. ગજબની વાત તો એ છે કે, તમે લૂંટાયા વિના બરબાદ થઈ જશો. રાજકુમારને હવે ચેન નથી. કશ્મકશ (દ્વિધા)માં પડી ગયો છે, ઊંડી સમાધિ લાગી ગઈ છે. રાત પડી, અંધારું થયું. કોઈ પરિચારક કે પરિચારિકા રાજકુમારને ખલેલ પડશે ધારી દીપક પણ કરતા નથી.
આમ તો અંધારું ‘ઉપયુક્ત હોય છે. અંધારામાં શીતળતા, શાંતિ હોય છે. સ્વયંમાં ઊતરનારને ઘર, જંગલ, વસતિ કે સ્મશાન બધું સરખું છે. માણસ ભય પામે, ઘણાં ડર હોય ત્યારે ઘરની જરૂર છે. કહે એવા અંધારાને લઈને ચોર રાજમહેલના રાજકુમારના ઓરડામાં પેસ્યો. કુમારે કહ્યું, મુંઝાતા નહીં, હું દીવો કરું છું. ચોરનો હાથ પકડી કુમારે એને ચોંકાવી દીધો. અહીં ઘણું ભર્યું છે પણ ===== ==========k ૧૧૩ ===================
Page #144
--------------------------------------------------------------------------
________________
કામનું કાંઈ જ નથી. મને તો કંઈ મળ્યું નથી, કદાચ તમને મળે કહી યુવરાજ દીવો કરવા લાગ્યો. ત્યાં ચોર હાથ છોડાવી નાસી ગયો. દૂર દૂર નીકળી ગયો. તેને લાગ્યું કે, મેં ક્યારેય કોઈ માલિકને આમ બોલતાં સાંભળ્યા જ નથી. “મને તો કાંઈ મળ્યું નથી, કદાચ તમને મળે.” ચોરને કંઈ અગમ્ય શક્તિ ખેંચતી રહી, પાછો ફર્યો અને મહેલના એ ઓરડામાં ફરી આવી ઊભો.
જીવનમાં શબ્દો જબરજસ્ત પીછો કરે છે. શબ્દોમાં જાન હોય અને સાંભળનારામાં ભાન હોય તો આખી દુનિયાને હલાવી મૂકે છે. તમને ક્યાંથી
ક્યાં પહોંચાડી મૂકે છે. શબ્દ તો બ્રહ્મ છે. શબ્દ જો અનુભૂતિ પામે તો સાર્થક થઈ જાય નહીંતર શબ્દોની શતરંજ બુદ્ધિને બહેકાવ્યા કરે. આત્માના અસ્તિત્ત્વની અનુભૂતિ મેળવી નથી તેના શબ્દોમાં ફક્ત ચતુરાઈ દેખાશે. તેમાં શ્રદ્ધા, ધીરજ અને લગન જોઈએ. “શ્રદ્ધાંધ' બનવું પડે..!”
ઘર તો ઘર છે પણ જે ધૂળમાં ધબ દઈને બેસી જઈ સહજ આનંદની અનુભૂતિ કરે છે તે દેવરાજ ઈન્દ્રને પણ નસીબ નથી. વરસતા વરસાદમાં ભીના' થતાંય આવડવું જોઈએ. કુદરતને ખોળે વસવું એ કંઈ નાનીસૂની વાત નથી. માટે જ અણગારને એ સૌભાગ્ય સહજ સાંપડે છે.
ચોરને જોઈ યુવરાજે કહ્યું, “મને ખાત્રી હતી કે તમે આવશો. ખરેખર જ મારે તમને પકડવાના હતા જ નહીં. આવો ! દીવો કરું, તમે જોઈ લો.”
“ના, મહારાજ કુમાર! બસ કરો, દીવો થઈ ગયો, પ્રકાશ મળી ગયો. બધું દેખાઈ ગયું. તમે એવી શમા જલાવી છે કે, એ રોશની નહીં ઓલવાય-નહીં ભૂલાય. મારા તો બધા ખંડ ખંડ ખૂલી ગયા.”
યુવરાજે કહ્યું, “આજે ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળવા ગયો હતો તેમણે અજવાળુ કરી દીધું.” તેમણે કહ્યું, “તમારા ઘર પાસેથી તમને કંઈ જ મળી શકે એમ નથી. માટે સમયસર જાગો. ભયભીત જીવો જ ઘરમાં ભરાઈ રહે, બહાર આવો, સ્વયં માટે ઘરને પીછાણો.”
Page #145
--------------------------------------------------------------------------
________________
***
ચોરે કહ્યું, યુવરાજ! મને પણ ત્યાં ભગવાન પાસે લઈ જાવ તો તમારો મોટો ઉપકાર. તમે ઘણાં ઉત્તમ છો, પ્રભુ તો પુરુષોત્તમ છે. સર્વશ્રેષ્ઠ છે. આ દિવ્યભૂતિ જો ખોઈ નાખી, જતી કરી તો સહેજે એ પાછી મળવાની નથી. હું આપના શરણે જાઉં છું, તમારો ખૂબ ઉપકાર.
યુવરાજ કહે, હું તને અહિં લાવ્યો ને તું મને શાનો છોડે છે ? હું પણ તારી સાથે જ તો આવ્યો છું. બંને નાચતાં-કૂદતાં પ્રભુના ચરણકમળમાં સમર્પિત થઈ ગયા. દીક્ષા લઈ અણગાર થયા. નાનકડું ઘર છોડી મોટી દુનિયાના સ્વામી થઈ ગયાં!
સાધુ ઘર કરે નહીં અને કરાવે નહીં... એ તો સિંહની જેમ નિર્ભય! નાગાર્જુન અને પાદલિપ્તસૂરિની કથા
ભ. મહાવીરની અંતિમ દેશનામાંથી સાભાર
ગુરુ યા મહારાજ સાહેબને પૃચ્છા અતિ વિનયથી ક૨વાની હોય છે. તેઓ કહે તેને અંત૨ના પટ ઉઘાડીને સાંભળી લઈએ તો અંદરનું લોઢું બધું જ સોનું થઈ જાય. ભગવાન અને તમારા વચ્ચે કાંઈ જ અંતરાય નથી.
સ્નેહ, પ્રીતિ, શ્રદ્ધા પ્રગટવાથી સુપાત્રને, યોગ્યને આપણું બધું જ આપી દેવાનું મન થાય ને દીધા પછી આનંદ સમાય નહીં, ઉભરાયા કરે. આમ કરવાથી અપૂર્વ સામર્થ્યયોગ પ્રગટ થશે. તીર્થંકર અરિહંતના ૧૨ ગુણ યાદ કરી પ્રભુજીને રોજ ૧૨ ખમાસણા આપજો. તમારું સૌભાગ્ય વધી જશે. હાથ-પગ-શરીર અતિ સ્વસ્થ અને સુંદર મળશે. બાહુબલીજીને આમ જ કેવળજ્ઞાન થયેલું. તમે ભાવ ઉત્તમ રાખજો. બાહુબલી જેવું સામર્થ્ય મળશે.
લૈલાને જોવા મજનુની આંખો જોઈએ. બાદશાહને લૈલામાં સામાન્ય છોકરી દેખાઈ અને મજનુને આખી દુનિયા, અપ્સરા દેખાઈ. દ્રષ્ટિની દેન છે ! તમે સારા હશો તો આખો સંઘ સારો થશે. ધર્મના નામે માંગણી, ઉપાય, અશાંતિ ઊભા નહીં કરવાના. રાડો પાડીને નહીં, દાખલો બેસાડીને તમારી ભાવના જણાવો. દેતાં, છોડતાં, નિભાવતા શીખો.
****************** 194 ******************
Page #146
--------------------------------------------------------------------------
________________
****
***
પાપની પ્રવૃત્તિના ‘સંસ્કાર’ જીવ સાથે જ રહે છે. શ૨ી૨ છૂટે પણ સંસ્કાર છૂટતાં નથી.
ગુરુ શિષ્યના માથે હાથ મૂકી કહે છે. ‘નિત્યારગ પારગાહોહ’ તમે દુઃખના દરિયા તરી જલદી પા૨ પામો.
શાંતિ સમાધિ અણમોલ છે. શાંતિ માટે બધું છોડવા રાજી થવાનું છે. જીવનની શ્રેષઠતા શાંતિમાં છે. ખોટી દોડાદોડ અશાંતિ ઊભી કરશે, સ્વાસ્થ્યમાં અંતરાય ઊભા કરશે.
જીવનમાં પરોપકા૨ ક૨વા જેવો છે. જીવન વ્યવસ્થામાં આનંદ આપનારો એ ગુણ છે. અન્યના દોષો કાઢી યાદ કર્યા ક૨વાથી જીવન વ્યવસ્થામાં તીરાડ પડે છે. અવિનીત (અવિવેકી, અવિનયી) જીવોને ગળીયા બળદની ઉપમા આપી છે. આજ બળદ ખીલે બાંધ્યા હોય ત્યાંથી ખીલો ઉખેડી ભાગવાની શક્તિ હોય પણ ગાડું આરામથી ખેંચી શક્યો હોય તે વખતે બેસી જાય અને આદતથી દુષ્ટ બન્યો. ૫૨નું કામ ક૨વામાં અપંગ થઈને બેઠો. ગર્ગઋષિના શિષ્યો બધા ગળીયા બળદ જેવા, તનથી ખરાબ નહીં પણ મનથી ખરાબ હતા. શિષ્યો કામચોર હતા. મહાવી૨ ભગવાનની વાતો સમજો. ધર્મની ક્રિયામાં પાછા પડતા નહીં. ધર્મક્રિયા જ મોક્ષ અપાવશે. સ્વયં માટે ધર્મ સાધના કરવાની છે.
નાગાર્જુન અને પાદલિપ્તસૂરિ :
નાગાર્જુને સ્વર્ણસિદ્ધિનો રસ સિદ્ધ કર્યો. તેને તુંબડીમાં ભરી પોતાના ગુરુ પાદલિપ્તસૂરિજીને પ્રથમ ભેટ તરીકે તે મોકલ્યો. ગુરુએ તેને મહત્ત્વ ન આપ્યું, તુંબડું ઢોળાઈ ગયું. નાગાર્જુન તો એ જોઈને રોવા લાગ્યો. તમે બેદરકારીથી દુર્લભ એવો સુવર્ણસિદ્ધિ ૨સ ઢોળી નાખ્યો. કેટલાય મણ સોનું બનતે. સિદ્ધપુરુષને હું શું જવાબ આપીશ? નાગાર્જુને પૂછ્યું.
ગભરા નહીં. પાદલિપ્તસૂરિએ પોતાનો પેશાબ તુંબડીમાં ભરીને આપ્યો. તારો રસ તને પાછો. તે લઈને નાગાર્જુન ચાલ્યો, ગુરુની ઉપેક્ષા કેમ કરાય ? ****************** 19 ******************
Page #147
--------------------------------------------------------------------------
________________
ધુંઆપૂંઆ થતાં એણે તુંબડી ફગાવી દીધી જે પત્થરની શીલા પર પટકાઈ ને આખી શીલા સોનાની થઈ ગઈ. નાગાર્જુનને ખબર પડી કે અંતરની સિદ્ધિ પાસે દુનિયાની કોઈ સિદ્ધિ વિસાતમાં નથી. મારો રસ ફક્ત તાંબાને સોનું બનાવી શકે જ્યારે ગુરુ મહાત્માનો પેશાબ પત્થરને પણ સોનું કરે. એમ વિચારતાં ગુરુ પાસે જઈ પગે પડ્યો.
શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને તપથી સિદ્ધિ અને સમૃદ્ધિ પમાતા, તમે ધારો તો સોયના નાકા જેવા છિદ્રમાંથી નીકળી રહો. તમારું લાખ જોજનનું શરીર કરી શકો. પાણી પર ચાલી શકો અને ધરતીમાં ડૂબકી પણ. અહિં ઊભા ઊભા મેરૂપર્વતને સ્પર્શી શકો અને હવામાં ઊડી શાશ્વતા દહેરાનાં દર્શન પણ કરી શકો.
વૈભવ ગુણનો અને ભક્તિનો મહિમા ઉપયોગમય છે. વખત પર આપેલો સાથ માણસ ક્યારેય નહી ભૂલે. પરહિત ચિંતા મહાન ગુણ છે. ગર્ગાચાર્યના મહાન શિષ્યો સુખશીલતામાં પડી ગયા. માણસ સ્વયંને ગમતું એકદમ છોડી શકતો નથી.
ભગવાન શું કહે છે? ભગવાન કહે છે તમે ઘણાં દુઃખી છો, તમારા દુઃખને હું જાણું છું, તેને દૂર કરવાના ઉપાય પણ હું જાણું છું. કારણ કે, “હું તમારી વચ્ચે રહ્યો છું, આ બધા જ દુઃખો મેં સહન કર્યા છે. મેં પણ ઘણાં મા-બાપ કર્યા છે, મને તમારી તકલીફની ખબર છે.”
દુઃખથી છૂટવું એટલું કઠિન નથી પણ સુખથી છૂટવું ઘણું મુશ્કેલ છે. તમારી પાસે તો છોડવા માટે કાંઈ નથી. આવડો મોટો સૌધર્મેન્દ્ર તમારે ત્યાં અવતરવા માટે ૩૨ લાખ વિમાનની સંપદા છોડવા રાજી છે. ઘણો મોંઘો અવતાર છે આપણો. હાથીને ક્યારેય ઉડવાનો કે સમડીને ક્યારેય તરવાનો વિચાર જ ન આવ્યો. પણ માણસને આકાશમાં ઉડવાનો અને પાતાળમાં પેસવાનો વિચાર આવ્યો. એ ઊડ્યો અને ઊંડે ઊતર્યો પણ ખરો. પ્રશ્ન થયા એટલે જિજ્ઞાસુ બન્યો. જીવ મુમુક્ષુ બન્યો તો મોક્ષ પણ પામ્યો. Kakkkkkkkkkkkkkkkk ૧૧૭-kkkkkkkkkkkkkkkkkk
Page #148
--------------------------------------------------------------------------
________________
જંબુસ્વામીએ પૂછ્યું કે, ઉત્તરાધ્યયનનું ૩૦મું અધ્યયન ‘તપોગતિ માર્ગનો શો અર્થ કહ્યો છે? તેમણે કહ્યું છે કે, અનાશ્રવી થજો. જીવ-અજીવ, પુણ્ય-પાપ અને પાંચમું તત્ત્વ આશ્રવ છે. તમે આશ્રવ વિનાના થજો.
પ્રાણીનો વધ, જૂઠાણું, ચોરી, મૈથુન (અબ્રહ્મ) અને પરિગ્રહ તેમજ રાત્રિભોજન ત્યાગી, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળો, કષાય વિનાનો, જિતેન્દ્રિય, ગારવ વિનાનો ૩ આસક્તિઓ (ઋદ્ધિગારવ, શાતાગારવ, રસગારવ) અને ૩ નિઃશલ્ય (માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય) થયેલો આત્મા નિરાશ્રવી થાય છે.
લાખો વર્ષો સુધી ઉપાર્જિત કરેલા દુષ્ટ કર્મો દૂર કરવા પાછા લાખ વર્ષોની જરૂર પડવાની નથી. લાકડાંના ગંજ જેવા દુષ્ટ કર્મો છે તેનો તપસ્યાની ચિનગારી કરોડો ભવનાં પાપોનો સહેજે નાશ કરે છે. પ્રભુએ કેવું તપ કર્યું? તમારે પણ કરવાનું છે. તપ વિના મુક્તિ નથી. મારી મરીને, પડી પડીને પણ તપ કરવાની આદત પાડજો.
દર્પણ જેવા થજો. દર્પણ કંઈ જ પકડતું નથી. જે તેની સામે આવે તેવું તદાકાર થઈ જાય. વસ્તુ ખસતાં દર્પણ વળી કોરું, આત્માની જેમ.
ચરણ : આંતરિક સંપદા આચરણ જ તમારા જીવનની આંતરિક સંપદા છે.
ચરણ વિધિ = આચરણ આત્માને આચરણનું જ શરણ છે. એ વાત, જે આત્માને પરમ સુખી કરનાર છે.
ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૧મા અધ્યયનથી અચલ, અખંડ અને અમલ પ્રભુતાના ધણી મહાવીર ભગવાન ૧-૨-૩-૪ આદિ વસ્તુઓ જે આત્માને ઉપયોગી છે તે આંતરિક સંપદા (Internal Prosperity) સમજાવે છે.
૧ આત્મા ઃ અમર, અવિનાશી.
૨ બંધનઃ રાગ અને દ્વેષના બંધન, પ્રીત અને ધિક્કાર વગેરે. =================^ ૧૧૮ -KNEF==============
Page #149
--------------------------------------------------------------------------
________________
૩ દંડ : ૩ ગારવ (મન, વચન, કાયા), ૩ શલ્ય (દ્ધિ, શાતા, રસ) અને ૩ ગુપ્તિ (મિથ્યાત્વ, માયા, નિયાણું) ૪ સંજ્ઞાઓ : સંજ્ઞાઓ : આહાર, ભય, મૈથુન, પરિગ્રહ. કષાયો ઃ ક્રોધ, માન, માયા, લોભ. ધ્યાન ઃ આર્ત, રૌદ્ર, ધર્મ, શુકલ. વિકથા : સ્ત્રીકથા, દેશકથા, ભક્તકથા, રાજકથા. ૫ સમિતિ ઃ ઈર્ષા, ભાષા, એષણા, આદાન, ભંડ, મત્ત નિખેવણા, પરિષ્ઠાપનિકા. ૫ ક્રિયાઓ કાયિકી, અધિકરણીકી, પ્રદેષકિ, પરિતાપનિકી, પ્રાણાતિપાતકી. સંયમઃ ૫ અવ્રત ત્યાગ, ૫ ઈન્દ્રિય જય, ૪ કષાય જય, મન, વચન, કાયાથી નિવૃત્તિ. છે વેશ્યાઓ : કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પધ, શુકલ. છ કાય જીવો ઃ પૃથ્વીકાય, અકાય, વાયુકાય, તેઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય. ૭ ભય ઃ ઈહલોક, પરલોક, રાજા, પાણી, અગ્નિ, વિષ, હિંસક પ્રાણી. ૮ મદઃ જાતિ, કુળ, બળ, રૂપ, ઐશ્વર્ય, વિદ્યા, લાભ. ૯ બ્રહ્મચર્યની વાડો : વસતિ, શયન-આસન, રાગયુક્ત કથા, ઈન્દ્રિય નિરોધ, શૃંગાર ત્યાગ, ભારે ભોજન ત્યાગ, તૃષ્ણા ત્યાગ, ભોગપભોગ
સ્મૃતિ વર્જન, ઉત્તેજક ખોરાક ત્યાગ. ૧૦ પ્રકારે શ્રમણ ધર્મ : ક્ષમા, માર્દવ (નમ્રતા), આર્જવ (સરળતા), અનાસક્તિ, તપ, ૧૭ પ્રકારે સંયમ, શુદ્ધિ, પવિત્રતા, ત્યાગ, બ્રહ્મચર્ય.
અને ૪ સંજ્ઞાઓમાં આહાર સંજ્ઞાને પહેલી મૂકો. માનવીને ભૂખનું દુઃખ ભોગવવાનું આવે ત્યારે માનવી કઈ પરિસ્થિતિમાં શું કરી બેસે તેની વાત કૌરવોની રાજમાતા ગાંધારી વિશે વાંચતાં એકેક રૂંવાટાઓ ઊભી કરી દે તેવી છે. જ જન્મ લેવામાં કોઈની શક્તિ કે ઈચ્છા કામમાં આવતી નથી. પરંતુ પોતાનાં
ઋણાનુબંધ જે જે સ્થાનોમાં જે જે જીવો સાથે ચૂકવવાના હોય છે તથા
================= ૧૧૯-KNEF==============
Page #150
--------------------------------------------------------------------------
________________
ભવાંતરમાં બાંધેલા નિયાણાને વશ થઈ જીવને તે તે યોનિ સ્વીકારવી પડે
છે. (ભગવતી સૂત્ર ભાગ-૩, પેજ ૧૧૪). જ આખી જિંદગીમાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક એક જ સામાયિક કરનાર શ્રાવક, એક
જ દિવસની દીક્ષા પાળતો મુનિ, મોક્ષ કે દેવગતિ પ્રાપ્ત કરી શકતો હોય તો જીવનના છેલ્લા શ્વાસ પર્યત જૈન ધર્મની, પંચ મહાવ્રત ગુરુદેવની અને દયાપૂર્ણ જૈન ધર્મની શ્રદ્ધા રાખનાર માટે શું કહેવાનું હોય? જ્ઞાનમાં જેમ ભરતી ઓટ આવે છે તેવી રીતે અજ્ઞાનમાં પણ ભરતી ઓટ આવે છે. છતાં પણ કોઈક સમયે અજ્ઞાનનો સર્વથા ક્ષય થઈ શકે છે. જ્યારે જ્ઞાનનો કોઈ કાળે ક્ષય થતો નથી. માટે નિગોદાવર્તી આત્મા પણ જ્ઞાની છે, થાવત્ સિદ્ધશિલામાં બિરાજમાન આત્માઓ પણ જ્ઞાની છે. યદ્યપિ નિગોદના જીવોનું જ્ઞાન મહઅંશે ઢંકાઈ ગયેલું હોય છે અને સિદ્ધના જીવોનું જ્ઞાન સર્વથા પ્રકાશમાન છે. આ કારણે નિગોદના જીવો મહદ્અંશે અજ્ઞાની છે પણ કેવળજ્ઞાની અને સિદ્ધાત્માઓમાં અજ્ઞાનનો એક પણ પરમાણુ નથી. આનો અર્થ જ એ છે કે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સમ્યકત્વ પ્રાપ્ત નારકો જ્ઞાન સ્વરૂપ હોય છે જ્યારે તે વિનાનાં નારકો અજ્ઞાની હોવાથી ફરી ફરી કર્મો બાંધે છે, ભોગવે છે, સંસારની વૃદ્ધિ કરે છે. ખરેખર જીવન જેવું કંઈ છે જ નહીં. આપણે રોજ થોડા થોડા ઘરડાં થઈએ છીએ ને રોજ થોડા મરીએ છીએ. જો આમ ન થતું હોત તો આપણે સો વર્ષે પણ ઘરડાં નહીં થાત ને સો વર્ષે પણ નહીં મરતે. ધર્મની ગહનતા અને
આત્માના ઊંડા ચિંતનનાં મૂળમાં આ મૃત્યુ પડ્યું છે. જ સહુથી ગમતા માથાના વાળનો લોચ કરાવવામાં સહુથી ગમતાનો ત્યાગ
કરવાથી તત્ત્વબુદ્ધિને પોષણ મળે છે. સ્ત્રી પોતાના પ્રિય પાત્ર અને પરમાત્મા માટે જ માત્ર શૃંગાર કરે.
ક્ષમા, નમ્રતા (માઈવ), સરળતા (આર્જવ), અનાસક્તિ, તપ, સંયમ, શુદ્ધિ, =================^ ૧૨૦ -KNEF==============
Page #151
--------------------------------------------------------------------------
________________
પવિત્રતા (શૌચ), ત્યાગ (અકિંચન) અને બ્રહ્મચર્ય આ ૧૦ પ્રકારના ધર્મ આચર્યા વિના મુક્તિ નથી. ક્ષમા આપવાથી માણસ વાઘ જેવો થાય છે. નમાલા અને કાયર માણસો જ કજિયાખોર હોય છે, વારંવાર ક્રોધ કરે છે. એમનાથી દૂર જ રહેવું. ભગવાનનું કથન ખૂબજ દયામય અને હિતકારી હોય છે. કદાચ આપણી સમજમાં ફેર હોય ને પૂર્ણ રીતે ન સમજાય તો પણ જો શ્રદ્ધાથી સ્વીકારી લઈએ તો બેડો પાર થઈ જાય. માટે જ ધર્મમાં શ્રદ્ધાળુ જીતી જાય છે. કાયાને પ્રથમથી જ જ્ઞાન-ધ્યાન-ક્રિયામાં જોડજો. સમયસર બધું કરી લેવાનું. ઉમર થયા પછી કંઈ બનતું નથી. શરીર પણ તપ-ક્રિયા વગરનું જાડું ને બેડોળ થવા ઉપરાંત થાકેલું ને આળસુ થઈ જાય છે. પ્રભુજીને ઓછામાં ઓછા ૧૨ ખમાસણા રોજ ભાવ અને ઉલ્લાસપૂર્વક આપજો. થોડું પણ તપ કરજો, સ્વાધ્યાય-સ્મરણ કરજો, ઊભા ઊભા ક્રિયા કરજો, આનાથી ભાવ સારા રહેશે. સામાયિક તો ક્યારેય મૂકતાં નહીં. આત્માને જ્ઞાનદશામાં
ઓતપ્રોત રાખજો. જ્ઞાન તો ભગવાન છે. જ્ઞાનીને ઉચ્ચ ભાવ આવે છે અને તેથી શુભ અધ્યવસાયના બળથી આત્મા એક પળમાં કરોડ ભવનાં પાપનું કાસળ કાઢી નાંખે છે. જ્ઞાની ક્યારેય હારતો નથી.
આ બધું સમ્યક્ પ્રકારે ધારણ કરજો. બીજાઓ પર દયાળુ થઈ યોગ્ય વ્યક્તિને આ પ્રક્રિયા દેજો-શીખવજો અને તમે મહાન ગુણોનાં ધારક થજો. કોઈને ધર્મ પમાડવા શુદ્ધ ભાવે તમે પ્રયત્ન કરજો. શાસનને તમે કંઈ આપ્યું હશે તો શાસન તમને ઘણું આપશે.
હું અને મારું ભયંકર અંધાપો છે. એ ન આવે માટે જ્ઞાનનું અંજન આંજવા રહેજો. યશ-કીર્તિ-લાલસામાં પડેલો જીવ, મુગ્ધ થયેલો જીવ ગમે તે કરી બેસે છે. માણસ તો મરીને પણ માણસને હેરાન કરે છે.
સ્વયંને એવા સ્વયંમાં નાખજો કે તમને આત્માની મુલાકાત થાય, તમને તમારી જ મુલાકાત થાય. મજાની વાત એ છે કે, માણસને દૂરનું દેખાય છે તેવું =========== ======= ૧૨૧ ============== =
Page #152
--------------------------------------------------------------------------
________________
નજીકનું દેખાતું નથી. ધરતી પર રહી ધરતીને ક્યારેય ન જોઈ, ચાંદ જોયોને! નીચે ઉતરો, સ્વયંને તલાશો-શોધો. શોધવાથી ભગવાન પણ મળી જાય છે.
એક મિનિટનો ક્રોધ કોમળ અવયવો પર અગ્નિલ્હાય વેરે છે, એ અવયવોને યથાસ્થિત થતાં ત્રણ કલાક લાગે છે. જેના અંતરમાં વારંવાર ક્રોધ જાગતો હોય તેની મોઢાની ચામડી કાળી પડ્યા વિના રહેતી નથી. આગથી જેમ દીવાલો કાળી થાય છે તેમ મનુષ્ય પર ક્રોધની અસર પડે છે. હોઠ કાળા, આંખો રાતીચોળ દેખાય છે.
માણસનું કેવું છે? એને પોતાનું હિત પણ ન સમજાય! આ તે કેવું? માટે ભગવાને દયાળુ થવા, સાચું બોલવા, સંતોનો સમાગમ કરવા, જ્ઞાન ભણવા, સ્વાધ્યાય કરવા, જ્ઞાનીઓની સેવા કરવા ને તેમનું સાંભળવા કહ્યું છે.
શિયાળામાં સૂરજ કોઈવાર એવો વાદળથી ઢંકાઈ જાય, ઘેરાઈ જાય કે અજવાળુ હોય, ખબર પડે કે સૂરજ છે પણ ક્યાં છે તે ન સમજાય. તેમ કોઈ વ્યક્તિમાં જીવન તો મજાનું ધબકતું હોય, આખું શરીર મજાનું કામ કરતું હોય, માત્ર માથું જ ન ચાલે.
જ્ઞાનીયોનું કહેલ સાંભળળાથી આવરણ નબળા પડે ને વિલીન પણ થઈ જાય. જ્ઞાન થાય, સમજણ પડવા માંડે, રસ્તો સૂઝે ને માણસ ઘરે પહોંચે ને સુખી થાય. મોક્ષે જાય ને આનંદ થાય.
ક્ષમાં જ કર્મને પડકાર માત્ર ક્ષમા અને સમતાથી જ આપી શકાય છે.
પ્રેમ અને કરૂણાનું શુદ્ધ સ્વરૂપ તે ક્ષમા. * ક્ષમા વીરસ્ય ભૂષણમ્ જ ક્ષમા ક્યારે આપી શકો? તમારામાં પ્રીત, મૈત્રિ અને કરૂણા હોય તો જ. જ આત્મા ક્ષમાવાન કેમ બને? ઘણી ઊંડી સમજણ, અસીમ પ્રેમ અને વીરતાના
ગુણોને કેળવવાથી આત્મા ક્ષમાવાન થાય છે.
=================^ ૧૨૨ -KNEF==============
Page #153
--------------------------------------------------------------------------
________________
* આત્માનો ભાર ક્ષમાથી હળવો થાય છે, નાશ પામે છે.
માણસની શક્તિનો અંદાજ એની ક્ષમાથી માપી શકાય છે. - આપણી પાસે ક્ષમા હોય જ છે, પરંતુ જરૂર પડે ત્યારે જ નથી હોતી. ક્ષમાના દ્રષ્ટાંતો : જ પાર્થ પ્રભુની ક્ષમા. ૧૦-૧૦ ભવો સુધી કમઠની રાડરંજાડ સામે પ્રભુ
જીતી ગયા. જ ગુણસેન રાજા અને અગ્નિશર્મા તાપસ ૯ ભવ સુધી સાથે રહ્યા. ક્ષમાને
કારણે રાજા ફાવી ગયા, તાપસ દુઃખી જ રહ્યો.
ક્ષમાના સાગર ભગવાન મહાવીર. * પ્રાણાંત સંકટો સામે વીરનું ભૂષણ જાળવ્યું. એક નમામિ વીર ગિરિસાર ધીર. જ ગોવાળીયો કાનમાં ખીલા નાખી સતાવી ગયો, મહાવીર વીર જ રહ્યા. મક શિષ્ય ગોશાળો. મેરી બિલ્લી મુજ સે મ્યાઉંનો અન્યાય સહન કર્યો.
સગા દીકરી-જમાઈ વિરુદ્ધ થયા, ભરી સભામાં જમાલી પોતાને વધુ જ્ઞાની
કહેતો.
બુઝ બુગ્ઝ કિં ન સંબુઝહ? સમજ સમજ ચંડકૌશિક, તને કેમ સમજાતું નથી? ક્ષમા આપવાથી માણસ વાઘ જેવો થાય. નમાલા અને કાયર માણસો જ કજિયાખોર થાય.
ક્ષમા માણસને પરમાત્મા બનાવે છે. જ પાર્શ્વનાથની ક્ષમઃ ૧૦-૧૦ ભવો સુધી કમઠ તેમને રંજાડતો-સતાવતો,
અરે મારી પણ નાખતો, પહેલા ભવે જ મોટી પત્થરની શીલાથી પ્રભુનો જીવ ચગદી નાખ્યો હતો.
Page #154
--------------------------------------------------------------------------
________________
* ગુણસેન રાજા અને અગ્નિશર્મા તાપસ ૯ ભવ સુધી સાથે રહ્યા. ક્ષમાથી
રાજા ફાવી ગયા, તાપસ દુઃખના ઊંડા ખાડામાં ગબડી ગયા. ક્ષમાના સાગર મહાવીર ભગવાનને પ્રાણાંત સંકટ આપ્યા છતાં ક્ષમા વડે વીરનું ભૂષણ જાળવ્યું છે. દેવી ઉપસર્ગો, આબરૂ વિનાનો ગોવાળીયો કાનમાં ખીલા નાખી સતાવી ગયો. શિષ્ય ગોશાલકે સામે પડી આલાપ કર્યા, ભગવાનનો ખુદ જમાઈ જમાલી સ્વયંને વધારે જ્ઞાની કહેતો ભરી સભામાં અને છતાં ભગવાને કદી અણગમો પણ નથી કર્યો. પ્રભુએ સતમગરને પણ ક્ષમાનો મહિમા સમજાવ્યો. તેમનાં હૈયાં પણ બદલાયા. ભગવાને કહ્યું, બુગ્ઝ બુગ્ઝ કિં ન સંબુઝહ?” સમજ સમજ ચંડકૌશિક, તને કેમ સમજાતું નથી? ને એ કેવું સમજી ગયો.
ઘમો વીવ પર જ સરમુત્તમ ! ધર્મ જ બેટ, પ્રતિષ્ઠા (આધાર) ગતિને ઉત્તમ શરણ આપે છે. ધર્મ એટલે સ્વયંનો સ્વભાવ, વત્યુ સહાવો ધમો! વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ છે. ક્ષમા, નમ્રતા, સરળતા આદિ આત્માનો સ્વભાવ છે. ક્ષમા આપવાથી માણસ વાઘ જેવો થાય. નમાલા, કાયર માણસો કજિયાખોર હોય છે.
અંગારો પાણીમાં પડતાં જ કોલસો થઈ જાય છે. પાણી થજો, વાંસ નહીં થતા. Negative thinking ક્યારેય ના કરતા, એ દ્રષ્ટિથી ના વિચારતા. Positive દ્રષ્ટિથી જ વિચારજો. આર્તધ્યાનનાં વિષયને ધર્મધ્યાનનો મુદ્દો બનાવી દેજો. ક્ષમા આપણને પરમાત્મા બનાવી દે છે. કારણ કે, અંતર વૈભવનો જબરજસ્ત ખજાનો છે એ સંપદા (સંપત્તિ)ને જાણો અને નિહાળો. એ અનહદ, અસીમ, અપાર છે. માત્ર ઓળખવાનો સવાલ છે. ૧૦ ધર્મોમાં ક્ષમા તે પ્રથમ ધર્મ છે.
મહાવીરની ક્ષમા ઃ પ્રભુને પૂછવામાં આવ્યું, હે ભગવન્! કેવા નમાલા, દમ વિનાના માણસો તમને કેવું કેવું કહી ગયા? તમને કાંઈ જ ન થયું?
પ્રભુએ કહ્યું, ના, ઘણું જ થતું ને હું કાંઈ પણ કરી નાખત, પણ તેઓ થોડા મોડા પડ્યા. (ત્યારે મહાવીર ક્ષમાવંત બની ગયા હતા.) =================^ ૧૨૪ -KNEF==============
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રભુની વાણી, ક્ષમા વિના ક્યારેય કલ્યાણ થવાનું નથી. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી ચોક્કસ દુઃખ છે જ. ધર્મની ગહનતા અને આત્માના ઊંડા ચિંતનના મૂળમાં મૃત્યુ પડ્યું છે. આટઆટલું જીવન માટે જ કરીએ છીએ અને અંતમાં? બધું કરીને, મેળવીનેય જો મૂકી જ જવાનું છે તો આ બધું કર્યાનો શો અર્થ? ધર્મ સિવાય આપણને કોઈ જ આધાર નથી. સંસાર ઘોર જંગલરૂપ છે. પાતળી પગદંડી પર સાવધાનીથી ચાલવાનું છે.
નીતિ અને ધર્મમાં ફરક છે તે સમજીએ. નીતિમાં કરવા ન કરવાના વર્તનની વાત આવે. ધર્મમાં થવા ન થવાની વાત આવે.
આમ, નીતિમાં કરવું ન કરવુંની વાત, ધર્મમાં થવું ન થવુંની વાત. જ અરિહંતના શરણે જતાં નિર્ભયતા આવે છે. તેથી જ મહાન સમતાની
પણ પ્રાપ્તિ થાય છે. જ “સોડહમ્ સોડમ્' તે જ હું પણ છું, હું પણ અરિહંત સ્વરૂપ છું, સિદ્ધ
સ્વરૂપ છું. એ છે સોડમૂનો અર્થ. * જેનો મદ કરીએ તે વસ્તુ ભવાંતરમાં મળતી નથી. જ અંદરનો ખાલીપો માણસ ઢાંકતો ફરે છે, તેને ગુણોથી ભરો. - થોડું પણ આપવાની ના પાડનારો દૂર્યોધન બધું જ મૂકીને મરી ગયો.
જ્ઞાન-પંડિતાઈ-સમજણનો બોજો ભારે છે, માથા પર ઉપાડી ના ફરતા. ૯ બ્રહ્મચર્યની ગુપ્તિ ઃ ભારે ભોજન, તૃષ્ણા ત્યાગ, ભોગોપભોગ સ્મૃતિ વર્જન, ઉત્તેજક વર્જન ખોરાક, વસતિ, શયન-આસન, રોગયુક્ત કથા, ઈન્દ્રિય નિરોધ, શૃંગાર ત્યાગ.
૧૦ ધર્મ ૧૦ પ્રકારે શ્રમણ ધર્મઃ ક્ષમા, માદેવ, આર્જવ, આનાસક્તિ, તપ, સંયમ, શુદ્ધિ, પવિત્રતા, ત્યાગ, બ્રહ્મચર્ય.
૧૧ શ્રાવકની પ્રતિમાઓ. ૧૨ સાધુની પ્રતિમાઓ. =================^ ૧૨૫ -KNEF==============
Page #156
--------------------------------------------------------------------------
________________
>>
પ્રેમ અને કરૂણાનું શુદ્ધ સ્વરૂપ તે ક્ષમા. પ્રીત, મૈત્રી અને કરૂણા વિના ક્યારેય ક્ષમા આપી શકાતી નથી. આત્માને ક્ષમાવાન બનવા માટે ઘણી જ ઊંડી સમજણ, અસીમ પ્રેમ, અમાપ વાત્સલ્ય, અખૂટ શ્રદ્ધા, અગાધ મૈત્રી, અનુપમ સામર્થ્યવીરતાની જરૂર પડે છે. અઢી અક્ષ૨નો શબ્દ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્' તરીકે કહેવાયો છે. ક્ષમતા-તમારામાં કેટલી શક્તિ છે તેનો અંદાજ ક્ષમાથી જ માપી શકાય છે. ક્ષમા વડે આત્માનો ભાર નાશ પામે છે. ક્ષમાશીલ આત્માને ‘અજાતશત્રુ’ જેનો કોઈ ક્યારેય દુશ્મન ન હોય તે કહ્યો છે. આપણી પાસે ક્ષમા હોય જ છે, જરૂર પડે ત્યારે જ નથી હોતી.
નમ્રતા બીજો ધર્મ છે.
જ્યાં અભિમાન ત્યાં પતન, જ્યાં નમ્રતા ત્યાં ઉત્થાન.
જીવનમાં ક્યારેય ઉદ્ધત, ઉગ્ર, તોછડા, હલકા ને ઘમંડી ન થતાં. આંધી તોફાનમાં મોટા મોટા ઝાડ મૂળમાંથી ઉખડીને પટકાઈ જાય છે. કારણ કે તે વળીનમી નથી શકતા. સોનું સૌથી નરમ ધાતુ છે. જેમ વાળો, જ્યાંથી વાળો તે વળી જશે. સ૨ળતાથી વળે છે તેથી તેના સુંદર ઘરેણાં બને છે. ત્યાં સખ્તાઈ-અકડાઈ નથી. માણસ અહંથી અજાણ બને છે. નમ્રતાનો આ ગુણ કેળવવા જેવો છે.
܀
ત્રીજો ધર્મ સરળતા ઃ નિખાલસી અને સરળ જીવ કાંઈ ધર્મ વગેરે ન કરે તો પણ અવશ્ય સદ્ગતિ પામે. સરળતા ઉત્તમતાની નિશાની છે. જીવનમાં જેટલું મૂલ્ય શ્વાસનું છે એટલું જ વિશ્વાસનું છે.
ચોથો ધર્મ અનાસક્તિ : આસક્તિથી મુક્તિ છે.
પાંચમો ધર્મ તપ છે : સ્વાદ, ઈચ્છા, અભિલાષા ત્યાગ. તપથી નિર્જરા. કોટી ભવનાં કર્મો નાશ પામે, અંતરાય તૂટે, સિદ્ધિ મળે, તિથિએ તપ ફળે. છઠ્ઠો ધર્મ સંયમ છે : પોતાના ૫૨ નિયંત્રણ. સંયમ લગામ છે.
:
સાતમો ધર્મ સત્ય છે ઃ સત્ય ૫૨ સંસાર ઊભો છે. સત છોડે પત જાય. બધું પતી જાય. ****************** 92 € ******************
Page #157
--------------------------------------------------------------------------
________________
જ આઠમો ધર્મ શૌચ-પવિત્રતા છે? મનને ગંદુ કરવાનું નહીં. સારા પુસ્તકો
વસાવજો-વાંચજો-વંચાવજો. મન ચોખ્ખું થશે. પ્રભુની વાણી જ મન ધોવાનું નિર્મળ પાણી છે. અમિરાત સ્વયંમાં છે. નસીબના ભારામાં એકાદ પુણ્યનું લાકડું પડ્યું જ હશે. નવમો ધર્મ અકિંચન કિંચન-કાંઈક, અકિંચન-કાંઈ જ નહીં, અપરિગ્રહ. જેટલું પાસે વધારે તેટલો ભય વધારે. તમારે પાસે છોડવા જેવું કાંઈ નથી.
સૌધર્મેન્દ્ર તમારે ત્યાં જન્મવા ૩૨ લાખ વિમાનની સંપદા છોડવા રાજી છે. * દશમો ધર્મ બ્રહ્મચર્ય : વાડો. જીવનની વાડ પ્રતિજ્ઞા છે.
દશ પ્રકારનાં ધર્મ પાળનારો સંસાર ચક્રમાંથી છૂટી જાય છે. શ્રાવકની ૧૧ પડિયા-પ્રતિમા :
આનંદ શ્રાવક, કામદેવ, તેટલીપુત્ર, કુંડકોલિક, મહાશતક ઉત્તમ શ્રાવકો હતાં. ભગવાને સાધુઓમાં તેમનાં વખાણ કર્યા છે.
મહાશતક શ્રાવક : દસ ઉત્તમ શ્રાવકોમાનાં એક હતા. ઉત્તમ વ્રતધારી, પ્રતિભાવાદી, ગીતાર્થ ને પ્રભાવક હતા. છેલ્લે રેવતી નામની સુંદર સોહામણી કન્યાને પરણ્યા હતા. આમ છતાં જીવન ધન્ય બનાવ્યું. ભગવાને વખાણ્યું.
માણસ પાસે સંપત્તિના ઢગલા, દોમ દોમ સાહ્યબી, આખી ધરતી પર ફેલાયેલી પોતાની સત્તા, ધાર્યું કરવાની બહેકાવતી કુશળતા, ભોગોની વિપુલ સામગ્રી, કીર્તિના મજબૂત કોટડા, બળ-બુદ્ધિ ને ચતુરાઈના અખૂટ ભંડાર પાસે હોવા છતાં અંદરનું ખાલીપણું જરાય ભરાતું નથી!
ખરેખર એ અંદર સાવ ખાલી હોય ત્યારે બહારનું મેળવવા ખૂબ મથે છે. હું કહું તેમ જ થવું જોઈએ. હું સરદાર, હું પ્રમુખ, હું ધનવાન, હું સત્તાવાન, અંદર બધું ખાલી જ ખાલી!
સામાએ મારી મહત્તા કબૂલી લીધી. બધું જ કાવાદાવાથી ભરેલું. ધાર્યું ન થાય તો દુઃખી દુઃખી થાય.
Page #158
--------------------------------------------------------------------------
________________
****
***
જેણે સ્વયંનું ખેતર ખેડી રાખ્યું છે ત્યાં વરસાદ સફળ થશે. વરસાદ જેવો કોઈ દાતા નથી. પલકમાં બધું છલકાવી દેશે. પ્રભુની પિછાણ થવા લાગે પછી ભગવત્તા દૂર નથી. ભગવાન તો અમથાય આપણી સાવ સમીપ છે. આપણે જ તેનાથી દૂર થઈ ગયા. એ અવિનાશીનો સાદ સંભળાઈ જાય તો વળી દેખાઈ જાય. ક્ષણમાં સંભવે છે. જ્ઞાનનો પરમ પ્રકાશ લાખ વરસનાં અંધારા દૂર કરી દે છે.
થોડો સમય તમે રોજ જ કાઢજો. નિરાંતે થોડું અધ્યયન ક૨ો, ગોખજો, સ્વાધ્યાય કરજો. અહિંસા પરમ ધર્મ છે. અહિંસા સાચી રીતે સમજવી હોય તો જીવ-અજીવના પ્રકાર, તેની ઉત્પત્તિના પ્રકાર, તેના સ્થાન, તેની મૂળભૂત સ્થિતિ, તેની ગતિ-અગતિ, વિકાસ અને અવરોધ બધું જાણવું પડે. ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં કેવું સુંદર સમજાવ્યું કે, “હે ગુણવંતો! આવો, મને જે મળ્યું છે, તે તમને પણ મળી જાય અને તમારી સઘળી વિપદા ટળી જાય. તમને શાશ્વતુ ધામ, મુક્તિ મળી જાય !''
એ સમજણ જેને પ્રગટી, જેમનામાં પાત્રતા હતી, યોગ્યતા હતી તેમણે એ વાણી શ્રદ્ધા અને ધીરજથી સમજી લીધી. જીવ-અજીવનો અભ્યાસ, તત્ત્વોનું અધ્યયન કરવા માંડ્યું. મનન અને મંથનથી અચરજનો પાર ન રહ્યો. આનંદ માણવા માંડ્યા. આવું તો ધાર્યું કે વિચાર્યું નહોતું... કેવું ? કેટલું ક્ષણિક ? કેવું ઝડપથી બધું જ બદલાઈ રહ્યું છે. હાથમાં હતું ને જણાયું જ નહીં! ગધેડા ૫૨ બેસી કુંભાર ગધેડો શોધ્યા કરે અને કુંભારને અચંબો થયો, સવા૨ થઈ દોડ્યો. ‘કેડમાં છોકરું ને ગામમાં ગોતે' એના જેવું થાય.
તમે જીવનમાં થોડુંક જ્ઞાન મેળવી લેજો. તે તમને ભવોભવ સમજુ ને સુખી ક૨શે. ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ યોનિમાં જીવ જન્મે છે. સુખ-દુઃખ જેનાં પ્રકા૨નો કોઈ પા૨ નથી તેને કેવી કેવી રીતે અનુભવે છે ? ગમે તેવો મોટો માણસ પણ થાકી જાય છે, મૃત્યુ પામે છે, વિસરાઈ જાય છે. માટે જ પ્રભુનું જ્ઞાન આપણને સાચી સ્થિતિનું ભાન કરાવે છે, ધાર્મિક બનાવે છે. ધાર્મિક આત્માનો પ્રભુ સાથે સંબંધ બંધાય છે. પૂરાણો સંબંધ પૂરાણો થાય છે. ધર્મ અને પ્રભુ જુદા નથી. ****************** 922 ******************
Page #159
--------------------------------------------------------------------------
________________
જીવ-અજીવ જાણી લો જીવની જેમ અજીવ પણ અસીમ, અપરિમેય ને અદ્ભુત છે. જીવો પર મોટો જાદુ અજીવનો ચાલે છે. અજીવના પરિણામે જીવ ભગવાનને સહેલાઈથી ભૂલી જાય છે. જે બધું સુંદર-સોહામણું લાગે છે, કિંમતી ને દુર્લભ લાગે છે તે બધું જ વાસ્તવમાં જીવોના શરીર માત્ર છે. તે જીવોના શરીરમાંથી બનાવેલી-કાઢેલી વસ્તુ જ છે. આંખથી દેખાતી આખી દુનિયા, જીવોના જીવતાં કે છોડી દીધેલા શરીરો જ છે, તે સિવાય કાંઈ નથી. અજીવમાં જીવનું દર્શન કરવાનું છે.
જેની પાસે જ્ઞાન નથી, જેણે જીવ-અજીવથી ભરેલું આ વિશ્વ જેમ છે તેમ જાણ્યું નહીં તે દુનિયાના કાવાદાવા, કાવતરા, દગા ને સાજીશનો શિકાર થશે. ઉપદ્રવ ને પ્રપંચમાં જીવન પૂરું કરી દેશે. આવું શ્રાવકનું કુળ, ભગવાન વીતરાગનું શાસન, પ્રભુનો દયામય ધર્મ, નિગ્રંથ ત્યાગી ગુરુભગવંતો કરોડો ભવ કરતાં પણ હાથમાં નહીં આવે. હાથમાંથી જતું રહે પછી પસ્તાવો શું કામ આવશે? પત ન શીવામિ I ગયેલા મામલાને રડતાં નહીં, ઊભા થઈ કામે લાગી જાવ. યાદ રહે, આપણી વાર્તા ઘોડીયામાંથી માંડી સ્મશાન સુધીની છે. જીવને ઓળખીએ. અજીવ અને નવસાત તત્ત્વોનું જ્ઞાન મેળવીએ. જીવન ટૂંકુ છે. મહાવીરની જેમ હેત વરસાવીએ. ધન્ય થઈ જઈએ. ક્ષમાવંત, કરૂણામય અને “સવિ જીવ કરું શાસન રસીની અનન્ય મૈત્રીભાવનાનું મનમાં આરોપણ કરીએ.
પરમાત્માનો આ હેતવાળો, પ્રીતિ ને કરૂણાવાળો ભાવ આપણી પાસે છે. આપણે એ જ ભાવ બીજાને આપીએ તો પ્રભુની કરૂણા પાછી વહેવા લાગે અને આ જગતિ જાગતી થઈ જાય. ગગન અહિંસાના આઘોષથી ગૂંજી ઊઠે. પખિ પ્રતિક્રમણમાં બોલાતા મોટાં અતિચાર એકવાર ખૂબ નિરાંતે વિચારજો. જીવઅજીવ જાણી લો, સમજી લો તો સમગ્ર વિશ્વ સહેજે સમજાઈ જશે. પોતાના દુ:ખ રચે ટળવાના નથી, પ્રિતથી ક્ષમા આપી સહન કરી લો, દુઃખ ટળી જશે. આ એક જ ઉપાય છે, મુક્ત થવાનો, દુઃખ મૂકાવાનો! Kakkkkkkkkkkkkkkkk ૧૨૯-kkkkkkkkkkkkkkkkkk
Page #160
--------------------------------------------------------------------------
________________
અંતમાં આંટલી વાત સમજીએ * કળી ખીલશે અને ફૂલ મુરજાશે. * સચ્ચાઈ જે બચવા માગે છે તે એક નવી ભૂલ કરવાની તેયારી કરે છે.
શ્રીકૃષ્ણ મહારાજાને રાજ્ય, રાણીઓ, વૈભવ અને વિલાસ બહુ ગમતાં પણ હૈયામાં મુક્તિ, ધર્મ, પરમપદનો જ વાસ હતો. બધું પ્રારબ્ધથી જ મળે છે, ધર્મ પુરુષાર્થથી જ મળે. ધર્મના બદલામાં કોઈપણ વસ્તુ માંગીએ તો નિયાણું કહેવાય. એ શક્તિ અને સંપત્તિ જાણે શાપિત હોય તેમ શાંતિ ના આપે. મળ્યાનું પણ મોટું દુ:ખ છે. સાચવવાની ચિંતામાં જ એક દિવસ ચત્તાપાટ સૂઈ જવાના ને કદી બેઠા નહીં થઈ શકવાના! લગ્ન એ માણસને નાથવાની ગહન વ્યવસ્થા છે. માણસ તો ભગવાન જેવો છે પણ પોતાની આદતે ગુલામ થયો છે. આજે માણસને કંઈ નથી જોઈતું, કાલે એ જ માણસને આખી દુનિયા ઓછી પડે છે! દુનિયાની બધી દોલત પણ ઓછી પડે છે! મોક્ષ કોઈ આજે આપતું હોય તો કહીશું, “પછી વાત, આટલી ઉતાવળ શું છે? માણસ ઈચ્છા-વાસનામાં જીવે છે. માંગણીઓથી આપણે ગંદા થઈ ગયા છીએ. માણસ નાની વસ્તુ માટે ઝઘડે છે, મોક્ષ માટે રીસામણાય નથી કરતો. આત્માના ઊંડાણથી નીકળેલા શબ્દોમાં કોઈ અજબ ટંકાર હોય છે. એનો પડઘો સજીવ અને બુલંદ હોય છે.
માણસને કેટકેટલું મળે છે? કો'ક જ મળેલું સફળ કરી જાણે છે ! * કેટલું અને જેવું મળવું જોઈતું હોય તેટલું જ ને તેવું જ આપણને મળે છે.
આમાં રોંદણા રોવા, અસંતોષ રાખવો કે કોઈના દોષ કાઢવા નકામાં છે. પુણ્યના ફળ હોંશે હોંશે લેનારો પુણ્ય રોતાં રોતાં ય કરવા તૈયાર નથી.
અને પાપના ફળ સપનામાંય ગમતાં નથી ને પાપ છોડવું નથી! ================= ૧૩૦ KNEF==============
Page #161
--------------------------------------------------------------------------
________________
- તમને જે મળ્યું છે, જેના પર તમારો મોટો મદાર અને મલકાટ છે તેનો
કોઈ જ વિશ્વાસ નથી. માગી લાવેલા માલથી ક્યારેય અમીર થવાતું નથી. સ્વ યા પરની સુરક્ષાની-બચાવની પૂરી જવાબદારી લે છે એ જ નાથ. કેટલું જાણો છો એ મહત્ત્વનું નથી પણ તમારા ઈરાદા શું છે એ ખાસ મહત્ત્વની વાત છે. તમે તમારા હૈયાને સરળ અને બુદ્ધિને નિર્મળ રાખજો. આપણો પરલોક જ્ઞાન પર નહીં, ઈરાદા પર ઊભો છે! ધર્મનો ડોળ કરવો સહેલો છે, ધર્મી બનવું અઘરું છે. સારા દેખાવા આપણે ઘણું કરીએ છીએ પણ સારા થવા આપણી પાસે શું કાર્યક્રમ છે? કાર્યક્રમ છે ખરો? સૂરજ તો ક્યારનોય ઊગી ગયો છે. આપણી દુનિયાને એણે હજાર હજાર કિરણોથી અજવાળી કરી મૂકી છે. માત્ર આપણે બારણાં ખોલવાની જ વાર છે. બારણાં ખૂલતાં અંધારુ નહીં જ ટકી શકે. પ્રકાશથી દુર્ગધ, જીવના રોગનાં જંતુ પણ ચાલ્યા જશે. દોષરૂપી ધૂળ-કચરો દેખાવા લાગશે. તમે તેને દૂર કરવાના ઉપાયો ગોતવા લાગશો! કેવી અજબની વાત? શાંત, પવિત્ર, નિર્મળ, અંદરથી ખાલી થઈ સરળ સ્વભાવે જ્ઞાનીની વાણી સાંભળી લઈએ તો ચોક્કસ નિહાલ થઈએ! મોટા : મોટી તકદીરવાળા આપીને રાજી થાય છે. મધ્યમ : મધ્યમ લોકો બચાવીને રાજી થાય છે. હલકા : હલકા લોકો મફતનું લઈને રાજી થાય છે. નીચ : નીચ લોકો છેતરપીંડીનું કામ કરી રાજી થાય છે. કુદરતની કચેરીમાં બધું જ નોંધાય છે, તમે સમજી-ચેતીને ચાલજો. તમે ડાહ્યા થજો, પળેપળ મોંઘી છે, તમે તેને ખોશો નહીં. ઘરમાં બધા જ ભેગા થઈ સામાયિક કરજો, ધર્મકથા કરજો. મુઢિ સહિય, ગ્રંથિ સહિય, જેવા કલાક બે કલાકના પચ્ચખાણ લેજો. સાવ સરળતાથી ધર્મ કરી શકાય છે. પૈસાથી કંઈ જ વળતું નથી. પૈસા વડે સચ્ચાઈને ખોટામાં ખપાવી શકાતી
નથી. પક્ષીની જેમ જીવવાનું છે, એક દિવસ ઉડી જવાનું છે. =================^ ૧૩૧ -KNEF==============
Page #162
--------------------------------------------------------------------------
________________
ધ્યાન
મંદિરની અધખુલ્લી બારીમાંથી
રોકતો રહ્યો વરસાદની આવતી ભીનાશને
ભગવાનના ધ્યાનમાં... કાચ પરનાં સરકતાં બિંદુઓ
દિપકની જ્યોત સમીપ આવી ભળ્યું સુરભીમય આકાશમાં.
જીવને વળગ્યું લાગણીનું ધુમ્મસ..! વરસાદ હવે ના અટકે તો સારું.. હું ખોવાઈ ગયો છું દીપકની બુઝાતી જ્યોતનાં અંતરમાં કશે ક્યાંક મોક્ષની કેડી પર?
ધ્યાનમાં...!!!
“શ્રદ્ધાંધ”
=================^ ૧૩૨ -KNEF==============
Page #163
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૫
કલ્યાણ યાત્રા
શ્રદ્ધાંધ' કહે.. હું સાવ અધૂરો, ને ત્યાં તારો સંગ મળ્યો”
અને કરું હું આંતર નિરીક્ષણ
૧૩૬
જીવનને સાર્થક કરવા શું કરવું જોઈએ? યોગદ્રષ્ટિ
૧૩૯
ભાવ શ્રાવકનાં ૧૭ લક્ષણો
૧૪૪
૧૪૬
• ભાવ શ્રાવકની ભવ્યતા • મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન
૧ ૪૯
=================^ ૧૩૩ -KNEF==============
Page #164
--------------------------------------------------------------------------
________________
>>>>
તારો સંગ મળ્યો...
(રાગઃ યમન કલ્યાણ, ઢાળઃ ચંદન સા બદન)
તારો સંગ મળ્યો રૂડો રંગ મળ્યો. નવું ગીત મળ્યું ભીનો ભાવ મળ્યો...
તારા સંગનાં રંગમાં રંગાઈ જતાં
પુલકિત પ્રાણોનો પ્રસંગ મળ્યો
નવા ગીતનાં ભીના ભાવ મહિં
અંગે અંગમાં નિત્ય ઉમંગ મળ્યો ઉરના અનુભવનાં ઘેનમાં
મનડાનાં મયૂરને મેઘ મળ્યો... તારો સંગ...
તારી વાણી, સમવસરણની મ્હેક
જીવો લાખોને, તારણહા૨ મળ્યો
સંદેશ મળ્યો, ઉપદેશ મળ્યો
જિન શાસનને, સાચો ‘શ્વાસ’ મળ્યો
‘શ્રદ્ધાંધ’ની ભીની ભાવનામાં
તારો ‘ગેબી’ અનેરો સાદ મળ્યો... તારો સંગ
‘શ્રદ્ધાંધ’
૨૦૧૧
****************** 938 ******************
Page #165
--------------------------------------------------------------------------
________________
>>>>
હું તો સાવ રે અધૂરો....
હું તો સાવ રે અધૂરો
મનમાં ને મનમાં માનું જાણે શૂરો પૂરો... હું તો....
સોના રૂપાથી મઢ્યાં મેં ભક્તિનાં ભાણા ગાતો હું સ્તવનો તારા ગુણલાનાં ગાણા છલકાતો દ્રવ્યથી હું ભાવથી અધૂરો... હું તો...
અનશન કરૂં હું ત્યારે દેહને વિચારૂં ભેદજ્ઞાનનું ભણતર હું પોથીમાં પ્રસારૂં ચારિત્રની બારાખડી ભણ્યો ને હું ભૂલ્યો. હું તો...
રાગ દ્વેષના તાંડવનું આક્રમણ છે ભારી ગ્રંથી ઉઘડવા ના દે સમકિતની બારી ‘શ્રદ્ધાંધ’ જિનઆજ્ઞામાં
સૂર પૂર મધુરો... હું તો....
‘અંતર તિરીક્ષણ’
ખબર નથી આવું શાને થાય છે ?
ક્યારેક તન તો ક્યારેક મન ગાય છે ! પૂર્વ જન્મની તો વાત જ ક્યાં કરવી? પ્રસંગના હર્ષનું સમર્પણ તરબોળ કરી જાય છે !
‘શ્રદ્ધાંધ’
****************** 134 ******************
Page #166
--------------------------------------------------------------------------
________________
મોક્ષ સિવાય કોઈ સ્થળે સ્થિરપણું નથી, સર્વ સિદ્ધિઓ તપોભૂલ છે.
જીવનને સાર્થક કરવા શું કરવું જોઈએ? છે. આ જીવનને સાર્થક કરવા શું કરવું જોઈએ? ઉ. જીવન શું છે તેને પહેલા સમજવું પડે. જીવનનું રહસ્ય પામવા માટેના પ્રયત્નોમાં ભગવાનનું રહસ્ય આવી જાય. Highway પર Sign જોતા જઈએ, રસ્તો સાચો છે, મંઝિલ કેટલે દૂર છે, આ જ રસ્તો છે વગેરેનો વિશ્વાસ તથા આશ્વાસન જે મળતું રહે તેને જ્ઞાનીઓ સમાધાન કહે છે. પૂના જવાનું છે, હજુ આવ્યું નથી, સમાધાનથી આગળ વધતા રહેવાનું છે..
આપણી યાત્રા લાંબી છે પણ કલ્યાણ યાત્રા હોવી જરૂરી છે. એક જ ધ્યેય અને ચિંતા પણ એક જ.
દિશા સાચી છે ને? સાચી દિશા છે તેની ખબર કેમ પડે?
પૂના કેટલું દૂર છે તેના પાટીયા જેમ પ્રતીતિ કરાવે છે તેમ અધ્યાત્મની પ્રતીતિ જીવનમાંથી કરવાની છે.
જીવન અનેક કંઢોનું બનેલું છે.
સુખ-દુ:ખ, તાપ-ટાઢ, ઊંચ-નીચ, ગરીબ-તવંગર, દિવસ-રાત સુખ ગમે છે, દુઃખ ગમતું નથી. પરંતુ ડુંગર હોય ને ખીણ ના હોય તેવું બને? જન્મ હોય અને મૃત્યુ ના હોય તેવું બને?
ઉત્સર્ગ તંત્ર વગરનું પાચન તંત્ર હોઈ શકે? સુખનો સ્વીકાર કરીએ છીએ તેમ દુઃખનો સ્વીકાર કરવો જ પડે. આ બંધમાંથી છૂટવા માટે સુખ અને દુઃખથી ઉપરની એક સ્થિતિ છે આનંદની. આનંદનો પર્યાય શોધવો મુશ્કેલ છે. આપણે અંદરથી ઊંડે ઊંડે આનંદની ખોજમાં છીએ. પણ સુખ-દુઃખના વંધમાં અટવાઈ જઈએ છીએ.
Page #167
--------------------------------------------------------------------------
________________
જીવનમાં સ્વસ્થતા, સ્થાયીભાવ કેળવીએ, આ સમજણમાંથી ઉગે છે. સાધના દ્વારા કાયમી બને. જ્યારે આ સ્થિતિમાં આનંદનો સ્પર્શ થાય ત્યારે પ્રસન્નતા જન્મે છે.
સ્વસ્થતા, આનંદ, પ્રસન્નતાના ભાવોને દૃઢ કરવાનાં છે. તેનું જ નામ સાધના. સ્વસ્થતા એ પુરુષાર્થ છે.
જીવની આસક્તિઓમાં સાંસારિક ફળની આશા છૂપાયેલી હોય છે. જ નિયાણાની ના પાડી છે. કેમ?
આસક્તિ વિના નિયાણું થતું જ નથી. આસક્તિથી વધુને વધુ પુદ્ગલો
(કર્મો) ચોંટે છે. “શરીર એ હું છું' ભાવ કર્મોને ચોંટાડતો રહે છે. જ સાધના સર્વજ્ઞતા માટે નહીં વીતરાગતા માટે કરવાની છે. વીતરાગ બનો
એટલે સર્વજ્ઞતા ફૂલની માળાની જેમ કંઠે પડે! બ્રહ્મચર્ય કોણ પાળી શકે છે? જેને પ્રભુ મળે પછી જ સાચા અર્થમાં તે બ્રહ્મચર્ય પાળી શકે છે. એ રસ એટલો મધુર હોય છે કે તેની સામે કંચન, કામિની દરેક પદાર્થ રસહીન લાગે છે. કરૂણતા એ છે કે, માત્ર પ્રભુના રસ સિવાય બીજા બધા જ રસો આપણા
જીવનમાં ભરપૂર છે. - પાપનો અનુબંધ તોડવા દુષ્કત ગઈ છે. પુણ્યનો અનુબંધ જોડવા સુકૃત
અનુમોદના છે.
ત્રણેય યોગમાં સમતા તેનું નામ સામાયિક. * જેને મોક્ષ જવાની તૈયારી નથી, તેણે નિગોદમાં જવાની તૈયારી રાખવી પડે.
બીજે ક્યાંય અનંતકાળ સુધી રહેવાની વ્યવસ્થા જ નથી. ત્રસ કાયની છે.
સ્થિતિ ૨૦૦૦ સાગરોપમ છે, સિદ્ધ ના થયા તો નિગોદ તૈયાર જ છે. =================^ ૧૩૭ -KNEF==============
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૮ પાપસ્થાનકના સ્વાધ્યાયની Cassettes માંથી
– પંડિત ધીરૂભાઈ કેવળજ્ઞાની સંસારથી મુક્ત રહી સાધુ જીવન જ ગાળે છે. કારણ સંસારમાં રહેવાથી બંધન નડે નડે ને નડે જ. બંધન વગરનું ક્ષેત્ર સર્વોત્તમ. ગૃહસ્થપણામાં કાયમ આરંભ સમારંભ હોય જ. તીર્થકરનું બતાવેલ સાધુપણું જ અહિંસક છે. સાધુપણું ન હોય તો તે પ્રત્યે પૂજ્યભાવ હોવો જોઈએ. ભવિષ્યમાં તારે અને ગુણાનુરાગથી કર્મ ખપાવે. મનના પરિણામ કર્મબંધમાં મૂખ્ય ભાગ ભજવે. ઉદા. શિકારી બાણ છોડે, પંખીને ન વાગે છતાં કર્મબંધ.
છોકરાએ પત્થર ફેંક્યો, ન વાગ્યો છતાં કર્મબંધ. જ આપણી દૃષ્ટિ કેવી કહી? ઓઘદૃષ્ટિ સંસાર તરફની માટે, આત્મા તરફની
દૃષ્ટિ તે યોગદષ્ટિ. (આત્મખોજ માટેની દૃષ્ટિ) કેવળજ્ઞાની ઉપસર્ગો સહન કેમ કરે છે?
દુ:ખ આવે તે દોષ વગરનું હોય નહીં, દોષવાળાને દુઃખ આવ્યા વગર રહે નહીં. માટે સંસારમાં દુઃખ આવે ત્યારે આત્મખોજ (યોગદૃષ્ટિ) કરવી એનાથી નવા કર્મો ઓછા બંધાય. જ કષાયો ઃ ક્રોધને કાઢવો હોય તો ક્ષમા જોઈએ.
ચંડાળ માનને કાઢવો હોય તો નમ્રતા જોઈએ. ચોકડી માયાને કાઢવી હોય તો સરળતા જોઈએ.
લોભને કાઢવો હોય તો સંતોષ જોઈએ. કલ્યાણ ચોકડી આ સંસારનાં વિચારો કરવા એટલે આર્ત અને રોદ્ર ધ્યાન
આત્માનાં વિચારો કરવા એટલે ધર્મ અને શુક્લ ધ્યાન.
=================^ ૧૩૮ -KNEF==============
Page #169
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિ ઃ યોગનાં અંગો-ગુણો ઈત્યાદિ યાકિની મહત્તરાસૂનુ - તર્ક સમ્રાટ - અધ્યાત્મ યોગી સુરિ પુરન્દર આચાર્ય મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિજી વિરચિત સ્વોપજ્ઞટીકા સંયુક્ત
શ્રી યોગદષ્ટિ સમુચ્ચયમાંથી.. યોગના વિવિધ અર્થો છે ?
આત્માને મોક્ષની સાથે જે જોડે તે યોગ (કર્મક્ષય) મન-વચન-કાયાની શુભાશુભ પ્રવૃત્તિ તે યોગ. જે કર્મબંધનો હેતુ છે તે યોગ. આત્મા પર લાગેલ કર્મોનાં વાદળોને દૂર કરી પ્રગટ થયેલ ગુણવત્તા-ગુણોનો વિકાસ તરફનું ગમન તેને યોગ કહ્યો.
મોક્ષે યોગનાહિતિ : / આવો જે મહાત્મામાં યોગ હોય તેને યોગી કહેવાય છે. - તત્ત્વનો સાચો બોધ તે સમ્યગૂજ્ઞાન. તે જ્ઞાન દ્વારા તત્ત્વમાં હેય-ઉપાદેયરૂપે યથાર્થ નિવૃત્તિ અને પ્રવૃત્તિ તે સમ્યગુચારિત્ર. સમ્યગૂજ્ઞાનના પ્રતાપે રુચિ-પ્રીતિવિશ્વાસ તે સમ્યગ્દર્શન.
જ્ઞાનને શાસ્ત્રમાં બોધ કહેવાય છે. આ બોધ એ જ દૃષ્ટિ. વસ્તુને જાણવાની આત્માની પ્રગટ જે ચૈતન્ય શક્તિને દૃષ્ટિ કહે છે. સંસારિક સુખો તરફની દૃષ્ટિ (ઓઘદૃષ્ટિ).
દુઃખના સાધનો પ્રત્યે દ્વેષવાળો જીવ, સુખનાં સાધનો પ્રત્યે રાગવાળો જીવ. પત્થર એટલા દેવ માની પૂજે, ધર્મ કરે, બાધા નિયમોમાં જડીબુટ્ટી કરે, પોદુગલિક સુખની ઈચ્છાથી ધર્મ કરનારો જીવ.
બીજી દૃષ્ટિ છે – યોગદષ્ટિઃ પુદગલોના સુખોથી નિરપેક્ષ, આત્મિક ગુણો વિકાસી જીવ મોક્ષ સાથે મુંજન (જોડાણ) કરનાર હોવાથી આ જીવ યોગદૃષ્ટિવાળો કહ્યો.
જ્ઞાનાવર્ગીય કર્મના ક્ષયોપશમ અને ક્ષય વડે, મોહનીય કર્મનાં ક્ષયોપશમ અને ક્ષય વડે યોગદૃષ્ટિ આવે છે. અતઃ પુરુષાર્થ કરવો પડે છે. =================^ ૧૩૯-KNEF==============
Page #170
--------------------------------------------------------------------------
________________
દૃષ્ટિ = (બોધ = જ્ઞાન)
ઓઘદૃષ્ટિ
– યોગદષ્ટિ મોક્ષાભિલાષી
ભવાભિનંદીપણું
પરભાવ દશા
સ્વભાવ દશા
પુગલના સુખની ઘેલછા પુદ્ગલિક સુખના સાધનોની ઈચ્છા
સુખનો રાગ, દુઃખનો દ્વેષ
ગુણોના સુખની ઘેલછા ગુણપ્રાપ્તિના સાધનોની ઈચ્છા
રાગ-દ્વેષનો અભાવ
તેથી ક્લેશ, કષાય, આવેશ
તેથી વીતરાગતા, સર્વજ્ઞતા
અનંત જન્મ મરણ પરંપરા
શૈલેશી અવસ્થા, મોક્ષ યોગની પ્રથમ દૃષ્ટિમાં થયેલો બોધ બહુજ નિસ્તેજ, દુર્બળ હોય છે. આવા બોધને તૃણના અગ્નિની ઉપમા આપી છે. તૃણના અગ્નિનું તેજ અલ્પ અને દુર્બળ હોય, સહેજ પવન આવતાં બુઝાઈ જાય તેમ પ્રથમ દૃષ્ટિવાળો જીવ નિસ્તેજ હોય છે.
યોગદૃષ્ટિ યોગાંગ દોષત્યાગ ગુણસ્થાન બોધ-ઉપમા વિશેષતા ૧ મિત્રા યમ ખેદ અદ્વેષ તૃણાગ્નિકણ મિથ્યાત્વ ૨ તારા નિયમ ઉદ્વેગ જિજ્ઞાસા ગોમય અગ્નિકણ મિથ્યાત્વ ૩ બલા આસન ક્ષેપ શુશ્રુષા કાષ્ઠ અગ્નિકણ મિથ્યાત્વ ૪ દીપ્રા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ દીપ પ્રભા મિથ્યાત્વ ૫ સ્થિરા પ્રત્યાહાર ભ્રાંતિ બોધ રત્ન પ્રભાત સમ્યક્ત્વ ૬ કાંતા ધારણા અન્યમુદ્ મીમાંસા તારા પ્રભા સમ્યકત્વ ૭ પ્રભા ધ્યાન સંગ પ્રતિપત્તિ સૂર્ય પ્રભા સમ્યક્ત્વ ૮ પરા સમાધિ આસંગ પ્રવૃત્તિ ચંદ્ર પ્રભાસમ્યકત્વ =================^ ૧૪૦ -KNEF==============
Page #171
--------------------------------------------------------------------------
________________
યોગના ૮ અંગો ૧. યમ : મૂખ્ય વ્રત યાવજીવનું વ્રત. જેમ કે, પ મહાવ્રતો, અણુવ્રતો. ૨. નિયમ : પરિમિત કાળવાળુ વ્રત જે મૂળવ્રતની વૃદ્ધિ કરે. જેમ કે શોચ,
સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ, ધ્યાન. આ પાંચ નિયમ કહેવાય છે. આસન : બેઠક કરવી, સ્થિર થવું, સ્થિરતાપૂર્વક બેસવું, આ દ્રવ્યથી છે. બે ભેદે છે. દ્રવ્યથી અને ભાવથી. પદ્માસન, વીર્યાસન, પર્યકાસન આદિ કયામુદ્રાની સ્થિરતા આત્માને પરભાવમાંથી આત્મભાવમાં સ્થિર કરવો તે
ભાવાસન. ૪. પ્રાણાયામ ઃ શરીરની પ્રક્રિયા જેમાં ગેસ આદિ વાયુને દૂર કરાય તે રેચક,
શરીરને નિરોગી થવા જે વાયુ લેવાય તે પૂરક અને કુંભમાં જેમ પાણી ભરાય તેમ શરીરમાં ધાતુઓ સ્થિર થાય તે કુંભક. શારીરિક પ્રાણાયામ થયો. ભાવ પ્રાણાયામમાં, બાહ્ય પુગલો તરફ આકર્ષતા ભાવોને દૂર કરવા રેચ લગાડવો. રેચક શુભ ભાવોને પૂરવા તેને પૂરક, આત્મામાં સ્થિર થવું તે કુંભક. બાહ્યભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ, કુંભક સ્થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ,
મનમોહન જિનજી, મીઠી તાહરી વાણી. (શ્રી યોગદૃષ્ટિની સઝાય) ૫. પ્રત્યાહાર એટલે ત્યાગ પાંચે ઈન્દ્રિયોને વિષય વિકારોમાંથી દૂર કરવી,
વિષય-વિકારોનો ત્યાગ કરવો તે પ્રત્યાહાર.
વિષય વિકારે ઈન્દ્રિય ન જોડે તે ઈંહા પ્રત્યાહારોજી. ૬. ધારણા ચિત્તને ધારી રાખવું, પકડી રાખવું તે ધારણા. તત્ત્વ ચિંતન અથવા
આત્મહિતવર્ધક ભાવોમાં ચિત્તને એકાગ્ર કરવું. ૭. ધ્યાન ઃ મનની એકલીનતા, એકાગ્રતા, તન્મયતા, ઓતપ્રોતતા, તત્ત્વ
ચિંતન આદિમાં મનને એકમેક કરવું તે ધ્યાન. હેય ભાવોમાંથી ચિત્તવૃત્તિનો
નિરોધ કરી ઉપાદેય તત્ત્વ ચિંતનમાં ઓતપ્રોત થવું તે ધ્યાન. =================^ ૧૪૧ -KNEF==============
Page #172
--------------------------------------------------------------------------
________________
૮. સમાધિ : આત્માનું આત્મતત્ત્વ સ્વરૂપે પ્રગટ થવું. સર્વથા નિર્વિકલ્પ દશા,
રાગાદિ સર્વ ઉપાધિભૂત ભાવોથી મુક્ત. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકરૂપતા. સર્વ પ્રકારનાં બહિર્ભાવોથી મુક્તિ તે સમાધિ.
ચિત્તના ૮ દોષો ૧. ખેદઃ થાકી જવું. ધર્મની પ્રવૃત્તિ કરતાં કરતાં થાકી જવું. જ્યાં થાકની બુદ્ધિ
ત્યાં દ્વેષ, અરુચિ, અપ્રીતિ, નાખુશી ભાવ આવે જ છે. ૨. ઉગ : કંટાળો, તિરસ્કાર. ધર્મની પ્રવૃત્તિમાં બેઠાં બેઠાં કંટાળો આવે, | તિરસ્કાર આવે. ક્યારે પૂરું થાય એવા ભાવ આવે. જલદી આટોપે, ગોટાળા
વાળે તેને ઉગ દોષ કહેવાય. ૩. ક્ષેપ ઃ ફેંકવું. ચાલુ ક્રિયાને છોડી ચિત્તને બીજા કામમાં નાખવું. ધર્મક્રિયા
ચાલુ હોય તે કાળે અન્ય ક્રિયામાં ચિત્ત જોડવું. ૪. ઉત્થાન : ચિત્તનું ઉઠી જવું. ક્રિયામાંથી ચિત્તને ત્યજી દઈ મોક્ષસાધક
યોગમાર્ગની ક્રિયાઓનો ત્યાગ કરવાનો ભાવ. લોકલજ્જાથી ક્રિયા ના તજે
પણ ચિત્ત તેમાં ન હોય તે. ૫. ભાઃિ ભમવું, ભટકવું, ભ્રમ થવો. યોગમાર્ગની પ્રસ્તુત ધર્મક્રિયા છોડી
ચિત્તનું ભટકવું. ૬. અન્યમુદ્ ઃ પરમાર્થ સાધક યોગમાર્ગની ક્રિયા કરતાં અન્ય સ્થાને હર્ષ કરવો. ઈષ્ટ કાર્ય સાધવામાં અંગારાની વૃષ્ટિ તુલ્ય આ દોષ છે.
ગઃ રોગ, રાગ (પ્રીતિ), દ્વેષ (અપ્રીતિ), મોહ (અજ્ઞાન). આ ત્રણ દોષ જ મહારોગ છે. ભાવ રોગ છે. સંસારવર્ધક ક્રિયાનો રાગ, મોક્ષસાધક ક્રિયાનો દ્વેષ અને યોગમાર્ગ સાધક સાચી ક્રિયાની અણસમજ, આ બધું ભાવસાધનામાં પીડારૂપ છે. આસંગઃ આસક્તિ થવી. પરદ્રવ્ય, પરભાવ પ્રત્યે આસક્તિ. મુક્તમાર્ગની સાધનાના અસંખ્ય ઉપાયો પૈકી એકમાં આસક્તિ, બીજા ઉપાયો પ્રત્યે ઉપેક્ષા પેદા કરે, ગુણસ્થાનનો વિકાસ રૂંધે.
Page #173
--------------------------------------------------------------------------
________________
યોગના ૮ ગુણો
૧. અદ્વેષ : દ્વેષ ના થવો. અણગમાનો, અરુચિનો અભાવ. સત્તત્ત્વ પ્રત્યે અણગમો ન થવો. આત્મકલ્યાણનું પહેલું પગથિયું. અણગમો ન હોય તો જ જીવ વિકાસમાં પ્રેરાય છે.
૨.
જિજ્ઞાસા ઃ ૫રમાર્થ તત્ત્વ જાણવાની ઈચ્છા, કારણ જાણવાની ઈચ્છા થાય તો જ તત્ત્વ જ્યાંથી લભ્ય હોય ત્યાં જવાની અને સાંભળવાની તમન્ના થાય.
૩. શુશ્રુષા : ધર્મ તત્ત્વ સાંભળવાની ઈચ્છા, ઉત્કંઠા, તાલાવેલી. શ્રવણ : એકાગ્રપણે ધર્મતત્ત્વ સુગુરુ પાસે સાંભળવું.
૪.
૫. બોધ : ધર્મ તત્ત્વ સાંભળવાથી જ્ઞાન થવું, તત્ત્વબોધ થવો.
૬. મીમાંસા ઃ તત્ત્વબોધ થવાથી તે સંબંધી સૂક્ષ્મજ્ઞાન પ્રાપ્ત કરવું.
૭.
પ્રતિપત્તિ : મીમાંસા કરતાં કરતાં સાચા બોધનો સ્વીકાર. હેયને હેયરૂપે આદિ સ્વીકારવું. આ જ સત્ય છે, શેષ મિથ્યા છે ઈત્યાદિ રૂપે સ્વીકારવું. ૮. પ્રવૃત્તિ : ઉપાદેય તરીકે જાણેલા માર્ગમાં પ્રવૃત્તિ ક૨વી. ઓતપ્રોત થવું, અનુભવમય બની જવું.
બોધ : (જ્ઞાન પ્રકાશ)
૧. મિત્રા દૃષ્ટિમાં બોધ અગ્નિના કણની ઉપમાવાળો છે.
તૃણ : ઘાંસ, ઘાંસની ગંજી, તેનો અગ્નિકણ. અંધારામાં નહીંવત્ પ્રકાશથી ક્ષણજીવી અજવાળુ પાથરે છે. તેમ ગાઢ મિથ્યાત્વવાળા આત્મા ૫૨ આ દૃષ્ટિ પ્રકાશ પાથરે છે.
તૃણાગ્નિ કણ ઃ અલ્પ સ્થિતિકાળ સ્થાયી, માંડ માંડ વસ્તુસ્થિતિ દેખાય તેવો. અલ્પવિર્યવાન છે
અસમર્થ = સૂક્ષ્મ પદાર્થો જાણવામાં અસમર્થ
વિકલ (અધૂરો) = ઉપયોગ કરવા જતાં હતો ન હતો થઈ જનારો.
****************** 983 ******************
Page #174
--------------------------------------------------------------------------
________________
૨. તારા દૃષ્ટિમાં ઉપમા ગોમય અગ્નિકણ જેવા બોધની આપી :
ગોમય અગ્નિકણઃ છાણાનો અગ્નિકણ. કંઈક વધુ સતેજ પણ ખાસ તફાવત
નથી. તારાદૃષ્ટિ મિત્રાદૃષ્ટિ જેવી જ છે. ૩ બલા દૃષ્ટિ : કાષ્ટના અગ્નિકણ સમાન, વધુ શક્તિમાન, વધુ કાળ સ્થાયી,
સ્મૃતિ સંસ્કાર યત્ન વિશેષ. ૪. દીપા દૃષ્ટિઃ દીપકની પ્રભા તુલ્ય કહી. વધુ દીર્ઘ સ્થિતિ અને સામર્થ્યવાળી,
મોહને તોડવાનો પ્રબળ પુરુષાર્થ કરે છે. દ્રવ્યક્રિયા હોય છે, ભાવક્રિયા નથી
હોતી. ૫. સ્થિર દૃષ્ટિ : રત્નપ્રભા તુલ્ય કહી છે. અપ્રતિપાતી બોધવાળી દૃષ્ટિ છે.
દીપક પરાભવનીય છે, રત્નપ્રભા અપરાભવનીય છે. ૬. કાંતા દૃષ્ટિ : તારાપ્રભા તુલ્ય. આ દૃષ્ટિમાં જ્ઞાન પ્રકાશ તારાની જેમ દૂર
દૂરથી ચમકતો અને ઝળહળતો દેખાય. રત્ન પરિમિતિ ક્ષેત્રમાં જ ચમકે. તારા
અનંત આકાશમાં દૂરથી જોઈ શકાય. ૭. પ્રભા દષ્ટિ સૂર્યનાં પ્રકાશ સમાન કહી છે. આનંદ, અપરિમિત. જાલ્ય
માન જ્ઞાન પ્રકાશ સર્વકાલે ધ્યાનનો હેતુ બને છે. ૮. પરા દૃષ્ટિ ચંદ્રના પ્રકાશ તુલ્ય કહી છે. નિર્મળ પરંતુ શીતળ તેજવાળી
દશા છે. સૂર્યનો તાપ ઉગ્ર હોય છે, શ્રેષ્ઠ દૃષ્ટિ છે. ચાંદનીમાં સતત બેસી શકાય છે.
ભાવ શ્રાવકનાં ૧૭ લક્ષણો ૧. સ્ત્રીને વશ થવું નહીં - મમતાની આસક્તિના ત્યાગનાં પરિણામવાળો ૨. ઈન્દ્રિયોની ગુલામી નહીં. ૩. અર્થનો અનર્થકારી માને. ૪. સંસાર અસાર છે. ૫. વિષયો વિષ કરતાંય ભૂંડા છે. ૬. આરંભથી ભયભીત.
Page #175
--------------------------------------------------------------------------
________________
૭. ગૃહવાસ પાશ છે. ૮. નિર્મળ સમકિત પાળવું. ૯. ગાડરીયા પ્રવાહની અનર્થકારિતા ભાવવી. ૧૦. આગમના અનુસાર સર્વ આરાધના કરવી. ૧૧. દાનાદિ ચતુર્વિધ ધર્મ યથાશક્તિ આચરવો. ૧૨. ધર્મ કરતાની અજ્ઞાની જન હાંસી કરે તો શરમ ન રાખવી. ૧૩. ગૃહકાર્યો રાગ-દ્વેષ વિના કરવા. ૧૪. રાગ દ્વેષને આધિન થયા વગર, કદાગ્રહ છોડી માધ્યસ્થ ભાવ ધારણ કરવો. ૧૫. ધન આદિ ક્ષણભંગુર માનવા. ૧૬. કામ ભોગનું સેવન ન છૂટકે કરવું પડે તો જ કરવું. ૧૭. વેશ્યાની માફક ગૃહવાસ સેવવો.
શ્રુતજ્ઞાન સિંહણનાં દૂધ જેવું છે. સંસારમાં ભોગવૃત્તિ કરતો શ્રાવક અનાસક્ત ભાવે રહે. કારણ આસક્તિ અનર્થનું કારણ છે. સ્ત્રીમાં આસક્ત ના બને. વિષયસુખો ભોગવે છતાં ગૃદ્ધિ ન અનુભવે. વિવેકી જ હોય.
જે રાગ દશાને આધીન થાય તે ક્યારે ય વિવેકી ના હોય. “શ્રીફળ લઈને હાથમાં, વર ઘોડો બનીને જાય' એવું ના બને! વર કન્યા સાવધાન નો અર્થ જ આ છે.... વિવેક..!
પેથડશાહ, ભીમ શ્રેષ્ઠિ ખંભાતના હતા. એ સાધર્મિકોને મોકલાવેલ પહેરામણી સાડી-દુપટ્ટાનાં રોજ દર્શન કરતા. ચોથા વ્રતની બાધા બાદ ભીમ શ્રેષ્ઠિએ ૭૦૦ સાધર્મિકોને પહેરામણી મોકલી હતી.
પેથડશાહને ૩૨ વર્ષની ઉંમરે પોતાની ૨૮ વર્ષની પત્ની પ્રથમણીએ હકારાત્મક સૂર પૂરાવ્યો અને ગુરુ પાસે જઈ ચોથા વ્રતની બાધા લીધી હતી. માંડવગઢના મહામંત્રીની આ અનાસક્ત ભાવની પ્રતીજ્ઞાએ શાસ્ત્ર વચનને ઝળહળતા કરી દીધા.
Page #176
--------------------------------------------------------------------------
________________
ભવોભવનું ભાથું બાંધે તેવા દિવસો કલ્યાણકનાં છે. કલ્યાણ કરનારું સાધન સમજવા શું ખરાબ છે તે વિચારે અને કલ્યાણકો સંભવે.
ચ્યવન : દેવલોકનું સુખ ખરાબ છે એવું તીર્થકરે વિચાર્યું હતું. જન્મ : ૯ મહિના ગર્ભમાં અંધારી કોટડીમાં લટકવું નથી. દીક્ષા: સંસાર નામે ખરાબ છે. કેવળજ્ઞાનઃ ઘાતી કર્મો ખરાબ છે. નિર્વાણ : અઘાતી કર્મો ખરાબ છે. ખરાબ શું છે એ ચિંતન નહીં કરીએ તો કલ્યાણકો કલ્યાણનું કારણ નહીં બને. શરીર, સ્વજન, સંપત્તિ આ ત્રિપુટીની સંસારમાં બોલબાલા છે. જિન, જિનાજ્ઞા, જિન પ્રરૂપેલ માર્ગ ત્રિપુટીની અધ્યાત્મમાં બોલબાલા છે. ચૈત્યવંદન કર્યા પછી ૨૪ મિનિટ ભગવાન સામે બેસી ચિંતન કરવું જોઈએ
ભાવ શ્રાવકની ભવ્યતા પૂ. ગણિવર્ય શ્રી નયવર્ધન વિજયજી મ.સા.
ધર્મ રત્ન' પ્રકરણમાંથી
શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી શાંતિસૂરીશ્વરજી મ. જ ક્રિયા દ્વારા કર્મો બાંધતો જીવ તેના કરતાં અનેક ગણા કર્મો ભાવ દ્વારા બાંધે.
આત્મા પ્રવૃત્તિ દ્વારા કર્મો ખપાવે તેના કરતા અનેક ગણા વૃત્તિ/ભાવથી
ખપાવે. આરાધનાને ભાવનો સ્પર્શ થાય ત્યારે મીંડામાં એકડો ઉમેરાય. * દ્રવ્ય અનુષ્ઠાન (ક્રિયા) દેવલોક અપાવે,
ભાવ અનુષ્ઠાન મોક્ષની પ્રાપ્તિ કરાવી દે! જ ભાવધર્મનો અભાવ ક્રિયાને શૂન્ય બનાવી દે છે. જ્યારે ભાવધર્મ જીવમાં
=================^ ૧૪૬ -KNEF==============
Page #177
--------------------------------------------------------------------------
________________
܀
܀
܀
***
ભળે ત્યારે, સંસાર પ્રત્યે ભયની લાગણી પેદા થાય, સંસારનાં સુખો અંગારા સમ લાગે, દઝાડે.
મોહની સત્તાને દૂ૨ ક૨વાથી જ ભાવધર્મ પેદા થાય. પરમાત્માના વચનનાં મર્મને પામતા મોતનો મર્મ ભેદાય.
ભાવધર્મ દિશા નક્કી કરાવે છે પછી પ્રવૃત્તિરૂપી ધર્મ તેમાં વેગ લાવે છે. કેમ સંસાર પ્રત્યે અભાવ પેદા થતો નથી?
કારણ કે સંસારનાં પદાર્થોને આદિથી જોઈએ છીએ, અંતથી નહીં. સંસારનાં સુખો દેખાવમાં સારા લાગે પણ અંત ક્યારેય સારો હોતો નથી. સંસારના દરેક સોહામણા પદાર્થોમાં જાણે બોંબ મૂક્યો હોય તેવો અનુભવ શ્રાવકને થાય! દરેક પદાર્થોમાં (સંસારી) મોહરાજાએ રાગ-દ્વેષનાં બોંબ મૂક્યા છે. શ્રાવકનો થનગનાટ કેવો હોય?
આ જન્મ ભોગ માટે નહીં, યોગ માટે મળ્યો છે. રાગ માટે નહીં, ત્યાગ માટે મળ્યો છે. પુદ્ગલની રમણતા માટે નહીં, આત્મ રમણતા માટે મળ્યો છે. આસક્તિ શ્ર્લેષ્મ છે, અનાસક્તિ સાક૨ છે. શ્રાવક (માખીરૂપ) સાકર ૫૨ બેસે.
બંધ પ્રવૃત્તિથી પડે, અનુબંધ વિચારોથી.
♦ વિચારોમાંથી પાપને દેશવટો આપવો તેનું નામ જ ભાવધર્મ. ભાવધર્મ નિશ્ચયની વાત છે દ્રવ્યધર્મ વ્યવહારની.
♦ સંસાર પ્રત્યે અભાવ અને મોક્ષ પ્રત્યે અહોભાવ તેનું નામ જ ભાવધર્મ.
સંસાર ભૂંડો મોક્ષ જ રૂડો! તન અને મન વચ્ચે દિવાલ (સમકિત) એનું નામ શ્રાવકપણું.
દુનિયાની વાતો આત્માને બેહોશ બનાવે. પરમાત્માની વાણી આત્માને બાહોશ બનાવે!
****************** 989 ******************
Page #178
--------------------------------------------------------------------------
________________
» પરમાત્માની વાણી સાંભળો - પાણી જેવી - શીતળતા આપશે
પરમાત્માની વાણી વિચારો - દૂધ જેવી - પુષ્ટતા આપશે.
પરમાત્માને વાણી વાગોળો - અમૃત જેવી - શાશ્વત આનંદ આપશે. * શ્રાવક જીવન એક રાધાવેધ : રાધાવેધ : ઉપર પૂતળી ફરે શ્રાવક જીવન ઃ રાગ દ્વેષની પૂતળી • સાધકની નજર નીચે પાણીમાં • સાધકની નજર સંસાર સાગરમાં • લક્ષ્ય વાંધવાનું ઉપર • મોહને વીંધવાનો છે - લક્ષ્ય : મોક્ષ • બે પલ્લામાં બે પગ મૂકે • અનુકૂળતા અને પ્રતિકૂળતા - બે પલ્લા • ઉપર આરાવાળા ચક્રો ફરે • આઠ આરા તે પ્રમાદ ૮ પ્રકારે
જેમાં પૂતળી મૂકી હોય અનુકૂળતા - પ્રતિકૂળતાના ચક્રો • એક પૂતળીને જ જુએ • આરાધનામયી શ્રાવક એક મોહને જ અને આંખને વિંધે
જુએ . દર્શનમોહને વિધે. • ભવનો ભય જાગે ત્યારે મોક્ષની લય લાગે! આને કહેવાય શ્રાવક
સાત માત્ર મજુરો વિષયમો : જેની સમાપ્તિ સારી એજ વસ્તુ સારી. દુનિયામાં કોઈપણ સુખનું અંતિમ પરિણામ શું?
વર્તમાન જન્મમાં દુર્ગતિ, આવતા જન્મમાં પણ દુર્ગતિ, આત્માનું સુખ અનંત છે, અંત વગરનું છે અવ્યાબાધ સુખ છે.
જંબૂસ્વામીજી, સ્થૂલિભદ્રજી, વજસ્વામીજી, પેથડશા આદિ અનેક બ્રહ્મચારીઓનું સતત સ્મરણ શ્રાવક કરે!
બ્રહ્મચર્ય એટલે અડધી દીક્ષા. નારી નરકની દીવડી, નર નરકનો દીવડો અરસપરસ ચિંતન કરે.
સ્ત્રી સાથે વસતા શ્રાવકની સાવધગિરિ અગ્નિ સાથે કામ લેતી સ્ત્રીની જેવી, ભર દરિયામાં નાવિક જેવી, સાપને નચાવતા મદારી જેવી હોવી જોઈએ! ===================^ ૧૪૮ -Kkkekekekekekekekekekekekek
Page #179
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્ને મન અને ઈન્દ્રિયો દ્વારા થાય છે. મનયુક્ત ચક્ષુ વગેરે ઈન્દ્રિયોથી રૂ૫ વગેરે વિષયોનું પ્રત્યક્ષ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ મતિજ્ઞાન છે.
મનથી સુખાદિનું સંવેદન થાય છે તે માનસ પ્રત્યક્ષ જ્ઞાન છે. મનથી તર્કવિતર્ક-વિચાર-સ્મરણ-અનુમાન જે થાય તે પરોક્ષ મતિજ્ઞાન છે. પ્રત્યક્ષ મતિજ્ઞાનના ૪ ભેદો : ૧. અવગ્રહ : અવ્યક્ત દર્શન બાદ અવગ્રહ થાય છે. રૂપ, સ્પર્શ આદિનો
પ્રતિભાસ તે અવગ્રહ. ૨. ઈહા : સંદેહ થતાં એ વિશેષ બાબત વિશેનો નિર્ણય તે ઈહા.
દા.ત. આ માણસ હોવો જોઈએ. આ વૃક્ષ હોવું જોઈએ. આ માણસ બંગાળી
હોવો જોઈએ. ૩. અપાય : આ માણસ જ છે. આ વૃક્ષ જ છે. આ બંગાળી જ છે. ૪. ધારણ : સંસ્કારવાળુ જ્ઞાન તે ધારણા. (becomes Memory) નદીસૂત્રમાં મતિજ્ઞાનમાં ૪ પ્રકારની બુદ્ધિ કહી છે. (ટીકા by મલયગીરીજી) ૧. ઓત્પાતિકી : વિકટ સમસ્યાને ઉકેલી આપે એવી તત્કાળ સહજ બુદ્ધિ. ૨. વૈનાયિકી : વિનય-કેળવણીથી કેળવાયેલ મતિ. ૩. કર્મણા : શિલ્પ અને કર્મથી સંસ્કાર પામેલી મતિ તે કર્મની બુદ્ધિ. ૪. પારિણામિકી : લાંબા અનુભવથી ઘડાયેલ મતિજ્ઞાન.
શ્રુતજ્ઞાન : શ્રુતનું અર્થાત્ સાંભળ્યાનું જ્ઞાન. શાસ્ત્રજ્ઞાનથી ઉત્પન્ન થાય તે પણ શ્રુતજ્ઞાન. શબ્દજન્ય યા સંકેત જન્યજ્ઞાન તે શ્રુતજ્ઞાન.
શબ્દને સાંભળવો એ અવગ્રહાદિરૂપ શ્રોતેન્દ્રિયનું મતિજ્ઞાન છે, પણ તે દ્વારા બોધ થવો એ શ્રુતજ્ઞાન છે.
અર્થની ઉપસ્થિતિ કરાવે તે શ્રુતજ્ઞાન.
Page #180
--------------------------------------------------------------------------
________________
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે તફાવત : * મતિજ્ઞાન : - ઈન્દ્રિય અને મન દ્વારા થતું બધું જ જ્ઞાન તે મતિજ્ઞાન
- મતિજ્ઞાનીને બુદ્ધિમાન કહી શકાય. - નિમિત્ત યોગે સ્વયં ઉત્પન્ન થનારૂં જ્ઞાન છે.
- પર્યાય ગ્રાહિત્ય સિમીત છે. શ્રુતજ્ઞાન : - શ્રુતજ્ઞાનીને વિદ્વાન કહી શકાય.
- શ્રુતજ્ઞાન વિના મતિજ્ઞાન પાંગળું છે. - પર્યાય ગ્રાહિત્વ વધુ છે.
- માનસિક ચિંતન જ્યારે શબ્દ ઉલ્લેખ સહિત હોય ત્યારે શ્રુતજ્ઞાન. ન્યાયશાસ્ત્રની દૃષ્ટિએ મિથ્યાજ્ઞાન (અજ્ઞાન) અને સમ્યકજ્ઞાન :
જૈન દર્શનની આ ખાસ દૃષ્ટિ છે. જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉન્નતિ થાય તે સમ્યગ્રજ્ઞાન અને જે જ્ઞાનથી આધ્યાત્મિક પતન થાય તે મિથ્યાજ્ઞાન.
સમ્યગુદૃષ્ટિ જીવને પણ સંશય થાય, ભ્રમ થાય, અધૂરી સમજ થાય તેમ છતાં તે કદાગ્રહ રહિત અને સત્ય ગવેષક હોવાથી વિશેષદર્શી, સુજ્ઞનો આશ્રય લઈ ભૂલ સુધારવા તત્પર જ રહે છે.
ભગવાન કહે છે પલકારા જેવા વિજળીના ચમકારામાં મોતી પરોવી લેવાનું છે. એ ચૂક્યા તો ચૂકતા જ જશો. ગર્ગાચાર્યના શિષ્યો રસમાં, સ્વાદમાં, આરામમાં, વાહ વાહમાં અને શરીરની શાતામાં લીન થઈ ગયા હતા. આવા મહાન આચાર્યના શિષ્યોને શિથિલતા મારી ગઈ.
શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને તપથી સિદ્ધિ કે સમૃદ્ધિ એવી પમાય કે તમે ધારો તો સોઈના નાકા જેવા છિદ્રમાંથી નીકળી શકો. તમારું શરીર લાખ જોજનનું કરી શકો. ધારો તો અણુ જેવડું કરી શકો. અરે, પાણી પર ચાલી શકો, ધરતીમાં ડૂબકી મારી શકો.
નાગાર્જુને સુવર્ણસિદ્ધિનો રસ સિદ્ધ કર્યો જે તાંબાને સોનું કરી શકે. એના ગુરુ પાદલિપ્તસૂરિજીએ રસ ફેંકી દીધો. પોતાનો પેશાબ તુંબડીમાં ભરી આપી કહ્યું, લે તારો રસ પાછો. એના વડે પત્થર સોનું બનતું. =================X ૧૫૦ -KNEF==============
Page #181
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની કહે છે. તમારું સ્વયંનું છે તે જ સાચા સોના જેવું છે. સ્વયંનું સાધવાનું અને બીજાને પણ સહયોગ આપવાનો. સહન કરતા શીખવાનું છે. સાધુ સંથારામાં સૂવે, પરાધીન કરે તેવું બિછાનું પણ ના કરે.
વૃદ્ધવાદિસૂરિજીના શિષ્ય સિદ્ધસેન દિવાકર મહાન હતા. મહા તાર્કિક, પ્રખર પંડિત અને અદ્દભૂત પ્રતિભાના ધણી હતા. તેમને મોટા મહારાજા અને શ્રેષ્ઠિઓ માનતા અને તેમની સેવા મળે તો સ્વયંને પરમ ધન્ય માનવા લાગતા. સહનશીલતા સુખશેલિયાપણામાં ઓછી થતી ગઈ. ગોચરી ઉપાશ્રયે જ મંગાવતા થઈ ગયા. ગુરુનો અચાનક સહયોગ થયો. ભૂલ સુધારી, પશ્ચાતાપથી દોષો ધોઈ નાખી મહાન થઈ ગયા.
ગર્ગાચાર્યના શિષ્યો કોઈ ઉપાયે, ગુરુની અથાગ દેશનાં મળ્યા છતાં સુધર્યા જ નહીં. શાસ્ત્રમાં એ શિષ્યોને “ગળિયા બળદની ઉપમા આપી છે.
આળસ અને સુખશેલિયાપણાને અભ્યાસથી દૂર કરીએ. તીર્થંકર પરમાત્માના ૧૨ ગુણ યાદ કરી પ્રભુજીને ૧૨ ખમાસણા રોજ આપજો. હાથ-પગ ને શરીર એવા મળશે કે તમે સ્વસ્થ, સુંદર અને સમર્થ બનશો. તમારું સૌભાગ્ય વધી જશે. ધાર્યું કરી શકશો. એક વાર ઊભા થઈ જશો પછી તમને થશે.
હવે કેવળજ્ઞાન લઈને જ જઈશું, શ્રી બાહુબલીજીની જેમ.” તેઓ ૧૨ મહિના કાઉસગ્નમાં ઊભા રહ્યા. કેવી ધીરજ, શ્રદ્ધા, અડગતા ને હિંમત-શક્તિ?
આપણે ૪ લોમ્મસના કાઉસગ્નમાં ડોલતા થઈ જઈએ છીએ? ભૂલે ચૂકે માખી મચ્છર ખભા ઉપર બેસી જાય તો તો મચ્છરનું આવી બને!
ભગવાન કહે છે, તમે ભાવ સારા રાખજો. બાહુબલી જેવું સામર્થ્ય મળશે. જેનો સિવાય ક્યાંય પણ “શાતામાં છો?' આવું સરસ પૂછવાનાં શબ્દો પણ નથી. જ્ઞાની કહે છે, વહેવાર અને વચનનાં સાચા બનજો. દેતા-છોડતા-નિભાવતા શીખો. તમે સારા હશો તો આખા સંઘ સારો હશે. અશાંતિ-ઉપદ્રવ ના કરતા. રાડો પાડીને નહીં, દાખલો બેસાડીને, આદર્શ ઊભો કરીને તમારી સચ્ચાઈ, મહત્તા જણાવો. =================^ ૧૫૧ -KNEF==============
Page #182
--------------------------------------------------------------------------
________________
જિનાલય નમણું (રાગઃ આશાવરી)
જિન મંદિર જિન ઉપાશ્રયનાં, આલીશાન નિર્માણ હજો, ગોતમ સ્વામીની લબ્ધિ હજો, અરિહંતનાં ઉર-આશિષ હજો.
સાત ક્ષેત્રમાં સૌથી ઉત્તમ, દાન કહ્યું છે જિનાલય સાટે, મિત્રો શ્રાવક શ્રાવિકાઓ, દેજો દાન સહુ છૂટે હાથે.. લ્હાવો અનુપમ ફરી ફરી ના'વે, જિન શાસન જયકાર હજો.
જિન મંદિર...
આ અવસરને ઓળખી લઈએ, જન્મ મળ્યો છે સાર્થક કરીએ, ધન વૈભવનાં સુપાત્ર દાને, ભવો ભવનું ભાથું ભરી લઈએ, શ્રદ્ધાનાં ફૂલોની મહેકથી, સંઘનો જય જય કાર હજો.
જિન મંદિર
કાંતી પ્રસન્ન જિન મૂર્તિઓથી, ઝળહળતું જિનાલય નમણું, આરતી મંગળ દીવો ગવાતાં, સુઘોષ ઘંટારવનું શમણું, સમતાભાવના શીતળ જળથી, “શ્રદ્ધાંધે” પ્રક્ષાલ હજો... સકળ સંઘમાં મંગળ વર્તે, દાન ભાવની વૃદ્ધિ હજો...
જિન મંદિર...
શ્રદ્ધાંધ” Apr. 2004
=================^ ૧૫૨ -KNEF==============
Page #183
--------------------------------------------------------------------------
________________
AA.
વિભાગ-૧ ગીત સમકિતનું, લક્ષ્ય મોક્ષનું...!
શ્રદ્ધાંધ' ગાયે સમક્તિનું ગીત ઈચ્છાઓ જીવની, જિન તત્ત્વમાં સંજીવની મનો વિજયના જ્ઞાનની તાન, જડ ચેતનનું ભેદ જ્ઞાન યાત્રા સમકિતથી મોક્ષની, સમજીએ ‘ત્રિપદી' સંક્ષિપ્તથી • જીવની પાંચ મુખ્ય ઈચ્છાઓ
૧૫૫ કાલસ્યવેષિ પુત્ર
૧૫૭ જે થાય તે સારા માટે
૧૫૯ મળ્યાનું મોટું દુઃખ છે!
૧૬૦ સત્ય અને ઈષ્ટ સાંભળવાનું ધ્યેય રાખીએ ૧૬૨ સરિત્ર શ્રવણ,
૧૬૪ જયણા જૈનોની
૧૬૫ સાધના જગતમાં મનની ભૂમિકા
૧૬૭ અનેકાંતવાદ
૧૮ ૨ જડ અને ચેતનનું ભેદજ્ઞાન
૧૮૮ સમકિતના અપવાદ રૂપ છ આગારો
૧૯૨ મદ્ય, મધ, માખણ, માંસ
૧૯૩ સમકિતના ૬ પ્રભાવક
૧૯૪ ત્રિપદી
૧૯૫ પદ્માસન મોક્ષના પગથિયાં પંક્તિ
૧૯૭ શરીર : ૩૨ અંગે લક્ષણવંત
૧૯૯ પાંચ ધાત્રીઓ
૨૦૦ મોક્ષ શા માટે?
૨૦૧ ===== =========Ksx ૧૫૩ -----------------
.
.
_
_
૧૯૭
*
Page #184
--------------------------------------------------------------------------
________________
સમકિત
રાગ : ચેત ચેત નર ચેત કરે નહિ ફરિયાદ ને, રહે સદાય પ્રસન્ન ચિત્ત, આર્તધ્યાનથી દૂર રહે, જે પામી ગયા સમકિત. પંકજ સમ સંસારમાં, રાખે અનેરી રીત, હૃદયમ્ વાણી વદે, જે પામી ગયા સમકિત. જિન આજ્ઞાની વાડમાં જે રહી થાયે સ્થિત, સડસઠ ફૂલો ખીલવી રહે જે પામી ગયા સમકિત. શ્રધામાં “શ્રદ્ધાંધ' બનું પ્રભુ, પ્રગટે અનુપમ પ્રિત, આ ભવમાં ભાવિત થઈને હું પણ પામું સમકિત. જે સમક્તિ પામી ગયા, તેનો સંસાર સીમિત, અર્ધ પુગલ પરાવર્ત કાળે, “શિવપુરમાં અંકિત.
“શ્રધાંધ”
Page #185
--------------------------------------------------------------------------
________________
જીવની પ મુખ્ય ઈચ્છાઓ મક જીવની ૫ મુખ્ય ઈચ્છાઓ :
૧. જીવની પહેલી ઈચ્છા જીવવાની છે. (સૌથી પ્રબળ ઈચ્છા) ૨. જીવની બીજી ઈચ્છા જ્ઞાન મેળવવાની છે. ૩. જીવની ત્રીજી ઈચ્છા સુખ મેળવવાની છે. ૪. જીવની ચોથી ઈચ્છા સ્વતંત્ર બનવાની છે.
૫. જીવની પાંચમી ઈચ્છા બધા મને આધીન રહેવા જોઈએ. ૧. જીવવાની ઈચ્છાઃ સો વર્ષની ઉંમર થાય તો ય થોડું વધારે જીવવાનું મનુષ્ય
પ્રયત્ન કરે. દેવલોકમાં પલ્યોપમથી સાગરોપમનાં આયુષ્ય છતાં મૃત્યુ આવે એ ગમતું નથી. મૃત્યુ ક્યારેય ન આવે અને શાશ્વત જીવન મળે તે માટે આપણું મૂળભૂત આત્મ સ્વરૂપ પ્રગટ કરવું જરૂરી છે. ત્યાર બાદ જ શાશ્વત જીવવાની ઈચ્છા પૂરી થાય છે. જ્ઞાન મેળવવાની ઈચ્છાઃ આખું જગત ફરી આવીએ તો પણ, છ ખંડની પ્રદક્ષિણા કરી આવીએ પછી યે નવું જાણવાની (જ્ઞાન મેળવવાની) ઈચ્છા સંતોષાતી નથી. આપણી અંદર એક જ્ઞાન એવું બેઠું છે જેના વડે સર્વ જીવ અને સર્વ પુદ્ગલના ત્રણે કાળના સર્વ પર્યાયોને એક સમયમાં જાણી શકાય. આ લોકાલોક પ્રકાશક જ્ઞાન પ્રગટ થયા સિવાય જીવની જ્ઞાન મેળવવાની ઈચ્છા પૂરી થતી જ નથી. એ ઈચ્છા પરિપૂર્ણ કરવા કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું
જરૂરી છે. ૩. સુખ મેળવવાની ઈચ્છા ? કેવી ઈચ્છા? કોઈની પાસે મારાથી અધિક સુખ
ન હોવું જોઈએ. મારી પાસે ૫ કરોડ છે, બાજુવાળા પાસે ૧૦ કરોડ છે એ વિચારે એ ૫ કરોડનું સુખ પૂરે પૂરું ભોગવી શકતા નથી. આપણને એવું સુખ જોઈએ છે જે મળ્યા પછી જાય જ નહીં. એમાં જરાય દુઃખનું મિશ્રણ
ના જોઈએ. સિદ્ધ જીવોને દરેકને એક સરખું જ સુખ હોય છે, ઓછું કે ==============Ksx ૧૫૫ - Ekkkkkkkkkkkkkkk
Page #186
--------------------------------------------------------------------------
________________
અધિક નહીં. મળ્યા બાદ ક્યારેય જતું નથી અને દુઃખ ક્યારેય આવતું નથી.
અનંત સુખ આત્મામાં છે. ૪. સ્વતંત્ર બનવાની ઈચ્છા ? પરતંત્રતા ગમતી નથી. બાહ્ય સ્વતંત્રતા બધી
મળી ગયા પછી પણ આ શરીરનું બંધન જ એ પ્રકારનું છે કે શરીર માટે રોટલી, Pizza, Pav Bhaji જોઈએ. પૈસા જોઈએ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પરતંત્રતા રહેવાની જ. અશરીરિ બનીએ તો જ સ્વતંત્રતા પૂરેપૂરી મળે. બધા મને સ્વાધીન રહેવા જોઈએઃ આ ઈચ્છાની તૃપ્તિ માટે જગતમાં વિશ્વ યુદ્ધો ખેલાયા છે. પણ તોય ઈચ્છા પૂરી થતી નથી. કેવળજ્ઞાનીની એક જ અવસ્થા છે જેમાં એક હજાર વર્ષ પછી પણ આ કાર્ય થશે, આ બનાવ બનશે. એ જ્ઞાનમાં જોયું હોય તેવું અને એ પ્રમાણે જ બને છે. સમગ્ર વિશ્વ એક અપેક્ષાએ કેવળજ્ઞાનીઓએ એમના જ્ઞાનમાં જોયું છે તે પ્રમાણે જ ચાલે છે. અતઃ આપણે કેવળજ્ઞાનના ધણી થઈએ તો આપણા જ્ઞાનને આધીન સમગ્ર વિશ્વ ચાલશે.
આમ આપણું મૂળ રૂપ અનંતજ્ઞાન, અવ્યાબાધ સુખ, અનંત આનંદ, અનંત શક્તિમય અને શાશ્વત છે. તે પ્રગટ થાય ત્યારે જ સર્વ પ્રયોજન સિદ્ધ થાય. માટે પરમ ધ્યેય, લક્ષ્ય છે આત્મસ્વરૂપ પ્રગટ કરવું. આટલું લક્ષ્યાંક કરીને સાધના થાય તેને “પ્રણિધાન” કહેવાય. આત્મસ્વરૂપના અનુભવનો પરમ આનંદ અંતે સર્વ કર્મોનો ક્ષય કરાવવામાં નિમિત્ત બની મોક્ષ પ્રાપ્ત કરી આપે છે.
દ્રવ્યથી અને ભાવથી શુદ્ધિ હતી એટલે શ્રીપાળ રાજાની સર્વ આરાધના સફળ થઈ. નિશ્ચય અને વ્યવહાર બંને નય એક જ રથના બે પૈડાં છે. બંનેની જરૂર છે.
નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરી પાળે જે વ્યવહાર,
પુણ્યવંત તે પામશે, ભવ સમુદ્રને પાર. * અરિહંતો ઉપકારનાં ભંડાર છે.
સિદ્ધ ભગવંતો સુખનાં ભંડાર છે. Kakkkkkkkkkkkkkkkk ૧૫૬ kkkkkkkkkkkkkkkkkk
Page #187
--------------------------------------------------------------------------
________________
આચાર્ય ભગવંતો આચારનાં ભંડાર છે. ઉપાધ્યાય ભગવંતો વિનયનાં ભંડાર છે. સાધુ ભગવંતો સહાયનાં ભંડાર છે. પાંચેય પરમેષ્ટિ દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપમય છે. સમ્યગદર્શન સભાવનાઓનો ભંડાર છે. સમ્યગૂ જ્ઞાન સવિચારોનો ભંડાર છે. સમ્મચારિત્ર સદ્વર્તનનો ભંડાર છે.
સમ્યગુતપ સંતોષનો ભંડાર છે. - સત્સંગ વિના વિવેક નથી, વિવેક વિના ભક્તિ નથી, ભક્તિ વિના મુક્તિ નથી, મુક્તિ વિના સુખ નથી.
કાલચષિ પુત્ર પાર્શ્વનાથ ભગવાનનાં શિષ્ય કાલયવેષિ પુત્ર નામના અણગારે મહાવીર સ્વામીના શિષ્યોને પ્રશ્નો પૂછ્યા કે નીચેનાં પદોના અર્થો જણાવો. જ સામાયિક : દીક્ષા લીધી તે ક્ષણથી આયુષ્યના છેલ્લાં ક્ષણ સુધી સમભાવે
રહેવું અને નવા કર્મોને ઉપાર્જન કરવા નહીં તે સામાયિક અને તે સામાયિકનો અર્થ છે. પ્રત્યાખ્યાન ઃ નવકારશી, પૌરૂષી (પારસી), સાઢ પોરસી, ચઉવિહાર, ગંઠસિ, મુઠસિ આદિ પચ્ચકખાણોનાં નિયમ રાખવા. જેથી આશ્રવ દ્વાર બંધ થાય. સર્વથા નિયમ વિનાનો ગમે તેવો જ્ઞાની હશે તો પણ એ આશ્રવ દ્વાર
બંધ કરી શકે તેમ નથી. જ સંયમઃ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયના જીવોનું
રક્ષણ કરવું, તેને સંયમ કહેવાય છે. * સંવર : પાંચે ઈન્દ્રિયોને તથા મનને સમિતિ અને ગુપ્તિ નામના સંવર
(કર્મને આવતા રોકતાં) ધર્મમાં જોડવા માટે પ્રયત્નશીલ રહેવું. =================^ ૧૫૭ -KNEF==============
Page #188
--------------------------------------------------------------------------
________________
>>>
܀
>>>
વિવેક : વિશેષ પ્રકારે જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, બંધનિર્જરા અને મોક્ષ. આ નવે તત્ત્વોને જાણવા, શ્રદ્ધામાં સ્થાપિત ક૨વા અને આચરણમાં લાવવા માટે જ પ્રયત્ન કરવો, તે વિવેક કહેવાય છે. આનાથી ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો તથા ક્રિયાઓનો ત્યાગ કરાશે અને મન, વચન, કાયા, અરિહંત દેવનાં ધર્મ પ્રત્યે સંયુક્ત થશે.
વ્યુત્સર્ગ ઃ શરીર અને ઈન્દ્રિયોનો વ્યુત્સર્ગ કરવો એટલે કાયાની માયા છોડી મન, વચન તથા શરીરને ઘડી - અડધી ઘડી માટે ધ્યાન તથા જાપમાં જોડવો, જેનાથી અનાદિકાલીન શરીર ઉપરનો મોહ ઓછો થશે.
܀
નિંદા અને ગર્હા : થયેલા પાપોની નિંદા કરવી, વિશેષ પ્રકારે નિંદા કરવી, ગુરુ સાક્ષીએ એ પાપોની નિંદા અને ગર્હા કરનાર સાધક પાપોથી, પાપ કર્મોથી મુક્ત બનશે.
:
આધા કર્મ : સાધુને આશ્રીને ફળ-શાક આદિ અચિત્ત કરાય, સચિત્ત વસ્તુને પકાવાય. સાધુ મ. માટે જ મકાન નિર્માણ કરવું, કાપડ બનાવવું, ગોચરી તૈયાર કરવી આવી કોઈપણ આરંભવાળી ક્રિયા કરાય (સાધુ માટે) તે આધા કર્મ. સાધુ માટે જ ખાસ તૈયાર કરેલ વસ્તુ જેમાં આરંભ રહેલો છે તે બધા આધા કર્મ કહેવાય છે.
ઈર્યાપથિકિ અને સાંપરાયિકિ ક્રિયા :
ઈર્યા = જવું, પથ = માર્ગ. અર્થાત્ જે જવાનો માર્ગ છે તે ઈર્યાપથ કહેવાય. તેમાં થયેલી ક્રિયા તે ઈર્યાપથિકિ ક્રિયા. અર્થાત્ માત્ર શરીરના વ્યાપારથી થતો કર્મબંધ.
જેના વડે પ્રાણી સંસારમાં ભમે તે સંપરાય અર્થાત કષાય. તે કષાયોથી જે ક્રિયા થાય તે સાંપ૨ાયિકી અર્થાત્ કષાયોથી થતો કર્મબંધ.
ઈરિયાપથિકિ ક્રિયાનું કારણ અકષાય છે. કષાય વિનાની સ્થિતિ છે. સાંપ૨ાયિકિ ક્રિયાનું કારણ કષાય છે, કષાયવાળી સ્થિતિ છે. બંને પરસ્પર વિરુદ્ધ ક્રિયાની ઉત્પત્તિ એક જ કાળે એક જ જીવમાં ના હોઈ શકે. ****************** 942 ******************
Page #189
--------------------------------------------------------------------------
________________
જે થાય તે સારા માટે
પ્રતિકૂળ ઘટનામાં કુદરતનો સંકેત! જમવામાં આમંત્રણ ના આપ્યું. 2441264Hi Food Poison...?? શરીર નિરોગી, સારું થયું. આરાધના થશે. શરીરમાં રોગ આવ્યો સારું થયું. કર્મ ખપાવશું....! ભોંય પર સૂવું પડ્યું સારું થયું. પડવાની બીક જ નહિં. સુખ સંપત્તિ મળ્યા સારું થયું. પુણ્ય અનુકૂળ છે, ધર્મ થશે. વિપત્તિઓએ ઘેર્યા સારું થયું. ધર્મ યાદ આવશે. આંખોમાં તેજ સારું છે, સારું થયું. પ્રભુદર્શન, જીવરક્ષા, શાસ્ત્ર વાંચન થશે. આંખો ગઈ સારું થયું.
અંદર જોઈશું...! નોકર કામ કરવા આવ્યો સારું થયું. આરાધનાનો સમય વધુ મળશે. નોકરનો ખાડો, ના આવ્યો સારું થયું. કસરત થશે. પૈસા ખૂબ કમાયા સારું થયું. દાનમાં, સુકૃત્ય કરીશું. પૈસા ગુમાવ્યા સારું થયું.
પાપ ઓછા થશે. ચા મોળી થઈ છે સારું થયું. diabetesથી બચાશે. & Societisની પત્ની ઝઘડાખોર મળી હતી. ક્ષમાથી પોતે મહાન થયો! - એક યુવાન લગ્ન પૂર્વે મુંઝવણમાં હતો. ચિંતા ના કરીશ. અનુકૂળતા મળશે
તો જીવનમાં વિખવાદ નહીં થાય. ઝઘડાખોર મળશે તો જગતને બીજો સોક્રેટીસ મળશે. જીવનમાં બે ઉદ્દેશો જો ના હોય તો? ગુણપ્રાપ્તિ અને દોષ નિવારણ. આ
બે ઉદ્દેશો વગર ધર્મ અધર્મ બની રહે છે. જ અનુકૂળતાના દાસ ન બનો, પ્રતિકૂળતાથી ઉદાસ ન બનો. આ જ સાધકનું
લક્ષણ છે. આ વિચારધારા પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલી નાંખે છે. જ આત્માની વાતો ઘણી કરી, હવે આત્મા સાથે વાતો કરીએ. માટે જ
સામાયિક કરવાનું વિધાન છે. એ આત્મા નજીક લઈ જાય છે. =================^ ૧૫૯-KNEF==============
Page #190
--------------------------------------------------------------------------
________________
મળ્યાનુંય મોટું દુઃખ છે!
ભૂખ્યો સારો કે તૃપ્ત? જાગતો સારો કે સૂતો? સમુદ્રવિજય અને શિવાદેવીનાં બે પુત્રો અરિષ્ટનેમિ અને રથનેમિ. અરિષ્ટનેમિ જે નેમિનાથ તરીકે પ્રખ્યાત થયા. એક દિવસ શ્રીકૃષ્ણ મહારાજાની ચિત્ર-વિચિત્ર આયુધોથી ભરેલી આયુધશાળામાં આવી ચઢ્યા. પોતે સ્નેહલ, શાંત અને મૃદુ હતા એટલે કોઈ દિવસ શસ્ત્રનો સ્પર્શ પણ કર્યો નહોતો.
શ્રી કૃષ્ણજીનો પંચજન્ય શંખ આયુધશાળામાં જ મૂકેલો જોયો. મોટો ને સફેદ શંખ, નેમિનાથે ઉપાડ્યો અને મોઢેથી હવા ભરી, ફૂંકી વગાડ્યો. જાણે ગંગામાં પૂર આવ્યા હોય, મોટા મહાસાગરો ઘૂઘૂવતા હોય એવો ગંભીર નાદ પ્રસરવા લાગ્યો. આખી મહાનગરી સ્તબ્ધ થઈ ગઈ. કોઈને કંઈ સમજાયું નહીં કે આ શાનો આઘોષ ઊડ્યો છે? પણ શ્રીકૃષ્ણને તરત સમજાઈ ગયું. દોડતાં તેઓ આયુધ-શાળામાં આવ્યા. શ્રી નેમિનાથને જોઈ વિમાસણમાં પડી ગયા કે આ શંખ જો આ વગાડી શકે તો ગદા પણ ઉપાડી શકે, ચક્ર પણ ચલાવી શકે. અરે મને પછાડી પણ શકે.
જુઓ, મળ્યાનું પણ કેવું મોટું દુઃખ છે? આપણને કોઈ જ નથી પછાડવાનું છતાં, એક દિવસ એવા ચત્તાપાટ સૂઈ જવાના કે કદી બેઠા નહીં થઈ શકવાના.
શ્રીકૃષ્ણ વિચારે છે, આમને હવે જલ્દી પરણાવી દેવા જોઈએ. તેઓ ના તો પાડે છે પણ ગમે તેમ કરી એક વાર પરણાવી દઈએ એટલે એમની દુનિયાદારીમાં, ઘરસંસારમાં પડે અને પોતાની ફીકર કરવા લાગે.
લગ્ન એ માણસને નાથવાની ગહન વ્યવસ્થા છે. ગમે તેવો માથાભારે માણસ પણ ઘરબારીમાં, ચિંતામાં સીધો દોર થઈ જાય છે. પછી માણસ માથુ ઉચકી શકતો નથી. આમ જુઓ ને તો માણસ ભગવાન જેવો છે પણ પોતાની આદતે જ ગુલામ થઈ ગયો છે.
શ્રીકૃષ્ણ મહારાજએ અરિષ્ટનેમિને ઉગ્રસેન મહારાજની નમણી, મનોહર વીજળી સમાન વર્ણ અને પ્રભાવવાળી સુલક્ષણા અને ગુણવંતી રાજકન્યા રાજીમતિનું માગું મૂક્યું અને વેવિશાળ કર્યું.
Page #191
--------------------------------------------------------------------------
________________
સાચું જાણવું છે? સુધર્મા સ્વામી આર્ય જંબુ સ્વામીને સમજાવતાં કહે છે : બુદ્ધિની નિર્મળતા, હૃદયની સરળતા અને વિચારોની પરિપક્વતા વિના સાચું જાણવાની ઉત્કંઠા જાગતી નથી. સાચી સંપત્તિ તો નિષ્પરિગ્રહતા છે. જ્ઞાન-વિદ્યા એ જ સંપત્તિ છે. સમતાથી શ્રમણ થવાય, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ
થવાય. * જીવન કેવું જીવશો? એવું કે તમારા જીવતર માટે કોઈ જીવને પીડા ના થાય. જ માણસને બધાનું બધું જ સમજાય છે. માત્ર સ્વયંને સમજાતું નથી. સચ્ચાઈથી
જે બચવા માંગે છે તે એક નવી ભૂલ કરવાની તૈયારી કરે છે. પ્રારબ્ધથી બધું જ મળી રહેશે. ધર્મ તો પુરુષાર્થથી જ મળશે. તાત્વિક વૈરાગ્ય વિના મોક્ષનો દરવાજો ખૂલતો નથી. અતઃ આત્મામાં જ સુખ છે એ તત્ત્વની અનુભૂતિ, પ્રતીતિ થયાનો પ્રારંભ એ જ તાત્વિક વેરાગ્ય.
માતાનાં ત્રણ ગુણો ભગવતી સૂત્ર સાર, શતક ત્રીજું, ઉદેશક-૧૦, ભાગ-૧ ૧. જીવ માત્ર ઉપર દયાભાવ રાખવાની ઉદાત્ત ભાવના. ૨. જીવ માત્રને રોજી-રોટલી આપવાની પવિત્ર ભાવના. ૩. બધાએ જીવોના અપરાધોને માફ કરવાની પવિત્ર ભાવના. જ દેવ ગુરુનાં ગુણ ગાવાથી, વર્ણવાદ કરવાથી ઊચ્ચ ગોત્ર બંધાય છે, પરભવે
ઉત્તમ કુળ અને મહાન ખાનદાનમાં જન્મ મળે છે. જ પ્રભુનાં ગુણ ગાવાથી સુસ્વર નામકર્મનો બંધ થાય છે. મંત્રમુગ્ધ અવાજ
મળે છે માટે પ્રભુનાં ગીત-સ્તવન રચજો, ગાજો. ઉપાર્જન કરેલું બધું ઘટી જશે. પરંતુ આત્મામાં થયું સર્જન કદીયે વિસર્જન નહીં પામે. (હેવામાં
સરળતા અને બુદ્ધિમાં નિર્મળતા જોઈશે.) જ સૂરજ ક્યારનોય ઊગી ગયો છે, તેના કિરણો આપણે ત્યાં આવવા રાજી
છે. માત્ર આપણે બારણાં ખોલવાની વાર છે. પંચસૂત્રનો સાર સમજીએ..
=================^ ૧૬૧ -KNEF==============
Page #192
--------------------------------------------------------------------------
________________
>>>>
શ્રોતવ્યાનિ સચ્ચેષ્ટિતાનિ
સત્ય અને ઈષ્ટ સાંભળવાનું ધ્યેય રાખીએ
જૈન દર્શનમાં જીવને સતત જ્ઞાનથી વાસિત કરી વૈરાગ્ય તરફ લઈ જવાનો સ્વાધ્યાયનો યોગ મૂક્યો છે. દરેકે જીવનમાં એકાદ કલાક વૈરાગ્ય પ્રેરક સ્વાધ્યાય વાંચન-શ્રવણ કરવું જોઈએ. પ્રતિક્રમણમાં સજ્ઝાય (સ્વાધ્યાય) મૂકવાનું પણ આ જ કારણ બતાવ્યું છે.
સુબાહુકુમાર, જંબુકુમાર, ખંધકૠષિ, વજ્રકુમાર આદિની સજ્ઝાયો અવનવા શાસ્ત્રિય રાગમાં ગાવાથી, સાંભળવાથી આત્મા જ્ઞાનવાન બની સીઝે છે. આવું શ્રવણ આપણા આલોક-પરલોકને સુધારી દે છે. મહારાજ સાહેબ કહે છે :
“ધંધા સે ભી જરૂરી કામ હૈ યહ, ધંધા હી સબ કુછ નહીં જિને કે લિયે.” સતીઓનાં ચરિત્રો ઘરને મંદિર બનાવી શકે છે.
સતી સીતા, કલાવતી, મદનરેખા, ચંદનબાળા, ઋિષિદત્તા, સુલસા, મયણાસુંદરી આદિ જીવનમાં સહનશીલતા, સમતા, ધૈર્ય, મર્યાદા, વિનય આદિ અનેક ગુણોને ખીલવે છે.
ચરમાવર્તમાં આવેલો જીવ પોતાની સાચી પ્રગતિને પંથે વિચરવા લાગે છે. ધર્મ સન્મુખ થતાં, શુભ આલંબનો વડે જીવનમાં ગુણોનો વિકાસ કરે છે. શુભનો આદર વધે છે, અશુભનો આદર ઘટે છે. ગુણો પ્રત્યે ઋચિ વધતી જાય છે. દોષો પ્રત્યે અરુચિ થાય છે. સારૂં સારૂં સાંભળવાના ગુણને કેળવવામાં સદાચારોનું આગમન થાય છે. સદાચારી મહાપુરુષોનું સાંન્નિધ્ય ક૨વા ઝંખે છે, દુરાચારી અને દુર્જનો પ્રત્યે અરુચિ થાય છે. વિદ્વાન પુરુષોના પણ હૃદય પરિવર્તન સરિત્ર શ્રવણ વડે થયા છે તેને દૃષ્ટાંતમાં સાધુ ભગવંત સમજાવે છે. જીવન પથિકને માર્ગ ચિંધનારા વચનો નિમિત્ત બનતા હોય છે તેનું સુંદર દૃષ્ટાંત છે, હરિભદ્રસૂરિજી. જે પહેલા જૈન ધર્મનાં કટ્ટર વિરોધી બ્રાહ્મણ હતાં.
દૃષ્ટાંત : સાંજનો સમય હતો. હરિભદ્ર બ્રાહ્મણ જૈન સાધ્વીઓના ઉપાશ્રય પાસેથી પસાર થતા હતા અને ઉપાશ્રયમાંથી કોઈક શ્લોકોની કડીઓ સંભળાઈ. ****************** 952 ******************
Page #193
--------------------------------------------------------------------------
________________
ચક્કી દુર્ગ હરિ પણá' હરિભદ્ર બ્રાહ્મણના કાન સરવા થયા. થંભી ગયા. સાંભળવામાં મન પરોવાયું. પરંતુ એમને શ્લોકોનો અર્થ ના સમજાયો. આર્યા શું બોલી રહ્યાં છે? સમજણ ના પડી.
એમને ભિષ્મ પ્રતિજ્ઞા હતી. પોતે પ્રકાંડ જ્ઞાની બ્રાહ્મણ હતા તેથી જો શબ્દો કે અર્થ ના સમજાય તો એનો અર્થ સમજાવનારનો શિષ્ય બની જઈશ. આર્યા સાધ્વીજીએ પોતાના ગુરુ પાસે જઈ અર્થ સમજવા કહ્યું. ગુરુણીયાકિની મહત્તરાએ પ્રકાંડ જ્ઞાની બ્રાહ્મણને ઓળખી લીધા હતાં.
બીજા દિવસે મહાપંડિત સાધ્વીજીનાં ઉપાશ્રયે પહોંચ્યા. ગઈકાલે બનેલી ઘટના કહી. ગુરુણી પણ ખૂબ જ્ઞાની હતા. શાસ્ત્રની ઊચ્ચ વાણીનો અર્થ સામાન્ય જનને, અપાત્રતાને કારણે અપાતો નથી માટે “જૈન દીક્ષા ગ્રહણ કરવી પડશે.” શાસ્ત્રોનો બોધ થયા બાદ આવા સૂત્રોનો અર્થ મળી શકે. “શબ્દાનાં અનેકા અર્થા:” વ્યાકરણમાં અનેક અર્થો થાય છે. ક્યા સૂત્રોનો ક્યો અર્થ ક્યાં અને ક્યારે કરવા માટે ગીતાર્થ ગુરુ આચાર્ય ભગવંતો જોઈએ. જેનું ચારિત્રનું શુદ્ધ પાલન કરવા દ્વારા, તપ અને ત્યાગમય જીવન જીવાતું હોય, તે દ્વારા પોતાની બુદ્ધિને પરિકર્ષિત કરે ત્યારે ગૂઢ અર્થો ઉકેલી શકે. ગુરુ વિના જ્ઞાન અધૂરું છે. મગ જેમ પાણીને ગરમ કરતાં સીઝે છે તેમ સૂત્ર અભ્યાસથી આત્મા સીઝે છે. ત્યારબાદ ગીતાર્થ ભગવંતો સત્રોનાં અર્થ આપે છે. ૨૪-૨૪ વર્ષના સતત અભ્યાસ પછી શિષ્યને પદ ઉપર ન્યાસ (પંન્યાસ) કરે છે. એટલે સૂત્ર અને અર્થના જ્ઞાતા તરીકે પદવી આપે છે. ૪૫ આગમો ભણવા માટે તો યોગોદ્વહન કરવા પડે છે. મહિનાઓ સુધી આકરી તપશ્ચર્યા અને ક્રિયા વિધિઓ કરવા દ્વારા કડક સાધના કરવી પડે છે. આગમ શાસ્ત્રો સિંહણનાં દૂધ જેવા છે, સુવર્ણ પાત્ર જ જોઈએ.
પંડિત હરિભદ્રજીની પ્રથમ જિજ્ઞાસા અને દૃઢ નિર્ધાર જાણ્યા બાદ આચાર્યશ્રીએ સન્મુખ બેસાડ્યા અને કહ્યું, “આ પંક્તિનો અર્થ લેવા માટે તમારે જૈન દીક્ષા ગ્રહણ કરવી પડે, જૈન શાસ્ત્રોના અભ્યાસ બાદ તમે ખુદ જ આ પંક્તિનો અર્થ પણ કરી શકશો. તમે શીધ્રતયા સંયમ માર્ગે પ્રયાણ કરો.” જ્ઞાનની તલપ હતી.
=================^ ૧૬૩ -KNEF==============
Page #194
--------------------------------------------------------------------------
________________
******
*** દીક્ષા લીધી. વિદ્યાનાં પારગામી તો હિરભદ્ર પંડિત હતા જ. અભ્યાસ કરતાં કરતાં મુખમાંથી શબ્દો સરી પડ્યા, હૈં। મળાહા હૈં હૂં તો પડું ન હૂં તો નિયમો | હે જિનેશ્વ૨! તારા આ જિનાગમો ન હોત તો અમારા જેવાનું શું થાત? જિન ધર્મ પ્રત્યે અત્યંત શ્રદ્ધા બંધાઈ. એક વખતનાં જૈન ધર્મના કટ્ટર વિરોધી બ્રાહ્મણ પંડિત જિન શાસનને ઉજાળનારા, ૧૪૪૪ ગ્રંથોનાં રચયિતા, ૧ પૂર્વનું અદ્ભૂત જ્ઞાન ધરાવનારા હરિભદ્રસૂરિ મહારાજા મળ્યા.
સચિરત્રો સાંભળવાથી જીવને અંત૨માં ભાવનાઓ જાગે છે. રાહ ભૂલ્યા હોય તો પાછા વળવાનું મન થાય છે, રાહમાં અટકી પડ્યા હોય તો પંથમાં આગળ વધવાનું મન થાય છે. કથાના નાયકસમા હિરભદ્રસૂરિજી મહારાજની પ્રેરણા લેવાથી જીવનમાં અનેક પરિવર્તનો આવતા હોય છે. ભદ્રિક શ્રોતાઓ ધર્મ માર્ગે આગળ વધે છે. જીવને સાચી દિશા મળે છે. અંતર ભીનું થાય એવું તત્ત્વ જ્ઞાન મળે છે.
સરિત્ર શ્રવણ
હરિભદ્રસૂરિજી મહારાજાએ લલિત વિસ્તરા ગ્રંથમાં જીવનાં ૨૭ ગુણોનું વર્ણન કર્યું છે. જીવની સાચી અને વાસ્તવિક પ્રગતિ ચરમાવર્તમાં પ્રવેશ્યા પછી થાય છે. ત્યાર પછી જ જીવ ધર્મ સન્મુખ થાય છે અને તેથી ધર્મની વાતો એને ગમવા લાગે છે. સારા ખોટાનો ભેદ કંઈક અંશે કરી શકે છે. સારા માટેનો આદર વધતો જાય છે.
જીવનમાં પાપ છોડવાની બુદ્ધિ થાય, અટલ શ્રદ્ધાનો સૂર્ય ઊગે અને જીવનું કલ્યાણ થાય એ સર્પ્રાપ્તિનો અનુપમ રાહ સરિત્રોના શ્રવણથી થાય છે.
પાંચ ઈન્દ્રિયો મળી એ અનંત પુણ્યરાશી ભેગી થયા પછી મળી છે. એકેન્દ્રિય સ્થાવર કાયમાં જીવ અનંતકાળ સુધી રહ્યો, પછી કંઈક પુણ્યરાશી ભેગી થયા બાદ બીજી ઈન્દ્રિય રસનાની ભેટ મળી. ઈયળ વગેરેના અવતાર મળ્યા. અસંખ્ય કાળના પરિભ્રમણ બાદ અનુક્રમે ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિયની સંપ્રાપ્તિ
Page #195
--------------------------------------------------------------------------
________________
થઈ છે એટલે શ્રવણેન્દ્રિયને પાંચે ઈન્દ્રિયોમાં શ્રેષ્ઠતમ ગણાવી છે. માટે જ કેવળજ્ઞાન થતાંની સાથે તીર્થકર મહાવીર પ્રભુએ ધર્મ સંભળાવવાનું શરૂ કર્યું. દેશનાઓનાં ધોધ વરસાવ્યા.
ધ્યાન રહે, જે ઈન્દ્રિયનો દુરુપયોગ કરશો તે ઈન્દ્રિય પછીનાં ભવમાં નહીં મળે. કાનથી દેવ-ગુરુની માત્ર નિંદાઓ જ સાંભળી, ઉપકારીઓનાં દોષ અવર્ણવાદ સાંભળ્યા, દુનિયાની ગંદકી કાનમાં નાંખીને મજા માણી તો શ્રોત્રેન્દ્રિય ગુમાવવાનો વારો આવવાનો. માટે ખોટાને છોડો, સારાને જ સાંભળો.
દૃષ્ટાંત : કેમ ભાઈ આવ્યા? કેમ ભાઈ બેઠા? કેમ ભાઈ ચાલ્યા? ત્રણ વાક્યો વડે પટેલ સભામાં પોતાનાં માનને પોષાતું જોઈ ઘરે ગયા. ઊંઘી ગયા ત્યાં સુધી બોલતા રહ્યા. ઊંઘમાં ત્રણ વાક્યો બોલતા હતા, ત્યારે ઘરમાં ચોર આવ્યા અને ચોર ગભરાયા. પટેલની માફી માંગી. પ્રવચનમાં ક્યારેય ન જનારા પટેલને થયું, સાંભળવા ગયો, માન મળ્યું, ઘરની માલ મિલકત બચી ગઈ. સારું સાંભળવા જેવું છે. નિયમિત સાધુ સંતોનાં સમાગમમાં રહેવા લાગ્યા.
લાભ ઃ જિનવાણી સાંભળવા ભેગા થવામાં ઘણાં લાભ છે. એક કલાક ધર્મધ્યાનમાં જશે, કર્મ નિર્જરા અને પુણ્ય પ્રાપ્તિ થશે; મનમાં ઉઠતાં પ્રશ્નોનું સમાધાન થશે, ત્યાં આવનાર ગુણીયલ જીવો પણ મળશે, એમના સમાગમનો લાભ મળશે; ઔચિત્ય અને મર્યાદાનું ભાન થશે. વૈયાવચ્ચનો લાભ મળશે; સર્કલ ધાર્મિક બનશે, ખરાબ વ્યક્તિઓથી દૂર રહેવા મળશે; સત્કાર્યોની પ્રેરણા મળશે.
જયણા જૈનોની
ભાગી ગયેલો માણસ પણ પકડાય છે! જેનો ઘરમાં એવી રીતે રહે કે હિંસાથી બચવાનો ને અહિંસા પાળવાનો સદા ખ્યાલ રહે.
દાળ ચોખા જેવી વસ્તુ ઘરના વ્યક્તિએ જોઈ-વીણીને ઓરવા આપી હોય તોય કેળવાયેલા નોકર-ચાકર, રસોઈઆ ઘરના એ અનાજમાં આંગળા ફેરવી કોઈ જીવ-જંતુ નથી ને? એમ જોઈ ઓરશે. =================^ ૧૬૫ -KNEF==============
Page #196
--------------------------------------------------------------------------
________________
કામ વિના પંખા, વીજળી, પાણીના નળ ચાલુ ન રહેવા જોઈએ. એ હિંસા વિના ચાલતા નથી. ગાળ્યા વિનાનું પાણી, ચાળ્યા વિનાનો લોટ, જોયા વિના સમારેલું શાક, બધું જ ખાવા-પીવા જેવું કહેવાય નહીં. ઘરનો કોઈ પણ ભાગ સતત કલાકો સુધી ભીનો ન જ રહેવો જોઈએ. સતત ભીની જગ્યામાં શેવાળ જેવી સૂક્ષ્મ-બાદર અનંતકાયવાળી વનસ્પતિ ઉગે છે. મહાન પુણ્યવંતા ઘર છોડી સર્વવિરતિ લે છે, સાધુ થાય છે.
પુણ્યપાળ રાજાને રાત્રે ૮ સ્વપ્ના આવ્યા હતા તેનો અર્થ ભગવાન મહાવીરને પૂછવા આવેલા. એક સ્વપ્નમાં નીશાનારતો હસ્તિ હતો. એટલે જીર્ણ-શીર્ણ-પડુંપડું થતી હસ્તિશાળામાં એક હાથી હતો. તેની જગ્યા ઘણી સાંકડી હતી. હાથી તેમાં હાલી ચાલી શકતો નહીં. પૂછડું કે સૂઢ હલાવે તો જીર્ણ હસ્તિશાળાની ઇંટ માથે પડે. પીઠ ખજવાળી ના શકે નહીંતર દિવાલ પડે.
આ સ્વપ્નાનો અર્થ સમજાવતાં મહાવીર ભગવાને કહેલું “હે રાજા, આ સ્વપ્નમાં કલિકાલનું, દુષમકાળનું સ્વરૂપ જણાવ્યું છે. આવનાર પંચમકાળમાં ગૃહસ્થો ગૃહવાસમાં ઘણાં દુઃખી હશે. જીવન જટીલ ને સ્વાર્થ-પ્રપંચથી ઘેરાયેલું હશે. આનંદ પ્રમોદના અનેક સાધનો હોવા છતાં શાંતિ કે આનંદ નહીં મળે. - બીજા માટે તમે કેટલુંય કરો, તમે એક દિવસ થાકી જ જવાના ને નિરાશ થવાના. આત્મા જ્ઞાનથી સમૃદ્ધ બને છે ને જીવન સંસ્કારથી સમૃદ્ધ બને. જ્ઞાની પુરુષોનો સમાગમ કરો, જ્ઞાન ગોષ્ઠિ કરો. માણસ ઘરમાં રહે કે ઘર માણસમાં રહે? વિચારજો. ઘરમાં એક ઓરડો પ્રભુનો રાખજો. સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, સેવા, ઉપાસના કરજો.સારા પુસ્તકો વસાવજો. આ જીવનને સંસ્કાર-સમૃદ્ધ બનાવવાના ઉપાય.
ઘરમાં રહેનારે સારી રીતે સમજી લેવું જોઈએ, એક દિવસ અહિંથી સદા માટે ચાલ્યા જવાનું છે. આટલું પૂરેપૂરું સમજાય જાય તો દુ:ખ જ ના રહે. ઢોળાઈ જાય, ભાંગી જાય, ઉભરાઈ જાય, કોઈ એની રીતે વાપરે, પડાવી-પચાવી જાય, દુઃખી ન થાવ. આ છૂટતાં જીવ અણગાર થઈ જાય. ન રાગ રહે ન . કોઈ પ્રતિબંધ નહીં, બંધન નહીં. જ્યારે જવું હોય, જેટલા દૂર જવું હોય ત્યાં આરામથી જવાય. ભાગી ગયેલો માણસ પણ ઘરમાંથી જ પકડાય.
Page #197
--------------------------------------------------------------------------
________________
>>>>
સાધતા જગતમાં મતતી ભૂમિકા પ.પૂ.આ.શ્રી વિજય જયસુંદરસૂરીશ્વરજી મ.ની વાંચના
પૂર્વના કાળમાં આજ જેટલી સુખ સગવડો ન હોવાના કારણે તેને ભેગી કરવાની અને સાચવવાની ઉપાધિઓ પણ ન હતી. ભૌતિક સાધનો, સંપત્તિ કે કિંમતી સામગ્રીથી માની લીધેલા સુખો કે સગવડો મનને શાંતિ આપી શકતા નથી. ઉલટું એનાથી આજનો માનવ વધુ અશાંત બન્યો છે. શાંતિ પામવા એ આજે આધ્યાત્મિકતા તરફ ખેંચાય છે. શાંતિ લેવા એકાંત સ્થળો, ઉદ્યાનો, ગુફાઓ, પર્વતની ટોચે જઈ પ્રયોગો કરે છે.
જ્ઞાનીઓ કહે છે : “જ્યાં સુધી મનમાં અનાદિ કાળથી બેઠેલો સંસાર જાય નહીં ત્યાં સુધી બાહ્ય પ્રયોગો મનને શાંત કરી શકે એમ નથી. કષાયો મંદ ના પડે ત્યાં સુધી આ બધા પ્રયત્નો છાર પર લીંપણ જેવા છે.''
Those men are richest whose necessities are simplest, whose pleasures are simplest.
આનંદના વિષયો સાવ સામાન્ય હોય અને જરૂરિયાતો સસ્તી અને સામાન્ય તેવા માનવ સુખી થઈ શકે છે.
ધ્યાન યોગ અને કાયોત્સર્ગ જે જૈન ધર્મમાં જ જોવા મળે છે, એ પરમ શાંતિનો માર્ગ છે. સાચા સુખની પ્રાપ્તિનો સચોટ ઉપાય છે. સાધના માર્ગ દુષ્ક૨ છે. કારણ, સાધનાનો આધાર મન છે. મનનો નિગ્રહ, ચંચળતા પરનો કાબૂ મેળવાય તો મન આત્મા સાથે બેસવાને ટેવાય. આખી દુનિયાનો ચક્રાવો સેકંડના છઠ્ઠા ભાગમાં લેનારું મન સ્થિર કેમ ક૨વું અને રાખવું તેના ઉપાય વિચારવા જેવા છે.
મન સ્થિર કરવાના ૩ ઉપાયો :
૧. મનતૃપ્તિ (અપ્રશસ્ત), ૨.મનોનિગ્રહ (પ્રશસ્ત અનુબંધ), ૩. સમ્યગ્ સમજણથી મનને મનાવો.
****************** 950 ******************
Page #198
--------------------------------------------------------------------------
________________
મનોનિગ્રહ સાધનાનો પ્રાણ છે. મનની અતૃપ્તિનું શમન કરી ધ્યાનમાં બેસી ના શકાય. મન માગે તે આપીને શાંત કરવું તે પણ અપ્રશસ્ત યોગ કહ્યો છે. બાળચેષ્ટા છે. મન સ્થિર થવાની સંભાવના નહીંવત્ છે. બીજો રસ્તો મનોનિગ્રહનો છે. પ્રશસ્ત યોગ છે. અઘરો પણ ફળદાયી છે.
મનોનિગ્રહ કરવા ૧૨ ભાવનાઓનું ચિંતન, મનને દરેક પ્રશ્નના સમાધાનો આપી શાંત કરવાનો પ્રયત્ન કરવા કહે છે. સતત ઘડતરના યોગે મનનાં સંકલ્પો, વિકલ્પો ઘટશે. મન શાંત થશે. આ માટે મન સાથે સમજણથી લડાઈ લડવાનું સૂચન કર્યું છે. બાળ અવસ્થામાં રડતા બાળકને મા-બાપ થપ્પડ મારીને પણ શાંત કરે છે. જે ૨૨ વર્ષના યુવાનને એમ કરી શકતા નથી. પ્રેમપૂર્વક સમજાવી કામ લેવું પડે છે. નાના દોષ હોય તે અતૃપ્તિનાં શમન રૂપ પ્રથમ રસ્તાથી મનને શાંત કરી શકાય છે. મોટા દોષો માટે ભાવના-ચિંતન-સમજાવટ કામ આવી જાય છે. સાધક મનને સતત સમજાવી સમજાવી અશાંત માર્ગે જતાં રોકે છે. અર્થાત્ આત્મા તરફ ગતિ કરાવે છે. આત્મા અને આત્મહિતને Focusમાં રાખી બાહ્ય ભાવોથી દૂર રાખે છે. મન ટેવાતું જાય અને સંસારની રુચિ તૂટતી જાય છે. અશુભ કર્મનો બળવાન ઉદય ક્યારેક વર્ષોની મહેનતને નિષ્ફળ પણ કરી દે છે.
સમરાદિત્ય કેવલી’ના ઉદાહરણમાં, માસક્ષમણને પારણે માસક્ષમણ જેવો ભિષ્મ તપ કરનારા “અગ્નિશર્મા' તાપસ પણ મનોનિગ્રહ કરવામાં જે સફળ થયા હતા છતાં, માન કષાયને કારણે અસમાધિમાં આવ્યા અને દુર્ગતિમાં ગયા.
આત્મા અને મનનાં યુદ્ધમાં મન નબળું બને ત્યારે કર્મો જ બળવાન બને છે. સાધકે હાર અનુભવવી પડે છે. આવા સમયે પણ સાધક પાછો ના પડે અને મનને સમજાવતો જ જાય, મનને બળવાન બનાવે એ પ્રમાણે Diversion કરતા રહેવાનું છે.
સમ્યગૂ સમજ દ્વારા મનને મનાવી લેવું એ ત્રીજો ઉપાય કહ્યો છે. જીવનમાં જે આગ્રહ રાખતા નથી, પોતાનાં કષાયને પોષવા “મારું એ જ સાચું” કરતા નથી, તે જિંદગીને પાયમાલ કરવાથી, અટકી જશે. સજ્જનતા મહાગુણ છે તેને =================^ ૧૬૮ -KNEF==============
Page #199
--------------------------------------------------------------------------
________________
****
અપનાવીએ. આગ્રહ નહીં ત્યાં અપેક્ષા નહીં, જ્યાં અપેક્ષા નથી ત્યાં અશાંતિ નથી. સમાધાનકારી આત્માને સમાધિ સહજ મળે છે. સમ્યગ્ સમજ આવું જ થવું જોઈએનું પૂછડું કાપવામાં વિજય અપાવે છે. સંસારની પ્રવૃત્તિમાં ખાસ ધ્યાન રાખી નિરાગ્રહી થજો. મનોનિગ્રહ ક૨વાથી ધ્યાન તો આવે, સાથે સાથે જીવનમાં ક્યાંય સંઘર્ષ ન આવે અને ક્યાંય પણ અશાંતિ ના સર્જાય. જીવન ઝરણું શાંત રીતે વહેતું થઈ જાય છે.
૪ ધ્યાન : પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત.
ધર્મધ્યાન : આશાવિચય, અપાય વિચય, વિપાક વિચય, સંસ્થાન વિચય.
ધ્યાનની ભૂમિકામાં યમ-નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, મનની ઉદ્વિગ્નતાને વધારનાર આહારનો ત્યાગ, મન-વચન-કાયાની વૃત્તિ-પ્રવૃત્તિઓ પ૨ નિયંત્રણ, નિમિત્તોનો ત્યાગ, મૌન વૃત્તિ આદિ અનેક અંગો મનોવિજયનાં મહત્ત્વનાં અંગો છે.
ભવાંત૨માં પણ મનોનિગ્રહની સાધના સાનુબંધ બને છે. અશુભમાંથી હટતા રહીએ. આત્મામાં શુભસંસ્કારો જ ભવાંતરમાં સાથે આવે છે. સાધનાથી મનની તૃપ્તિ અપ્રશસ્ત (ખોટો) યોગ છે. સમાધાન અને મનોનિગ્રહ પ્રશસ્ત યોગ છે. કુર્યાત્ સદા મંગલમ્.
‘મનોવિજય અને આત્મશુદ્ધિ' પુસ્તકમાંથી..
Analysis of
ચેતના - શુદ્ધ ભાવ, ભાવમન -
દ્રવ્યમન જડ અણુ-પરમાણુની રચના છે માટે આત્માથી જુદું સમજાય છે. આત્મા ચૈતન્યમય છે. મગજ જેને આપણે જૈન વિજ્ઞાનમાં “મનઃ પર્યાપ્તિ” કહીએ છીએ એ પણ જડ છે. મગજમાં રહેલ સૂક્ષ્મ જ્ઞાનતંતુઓ, તેમાં રહેલી નર્વસ સીસ્ટમ (ચેતાતંત્ર), જૈવિક રસાયણો અને પ્રવાહીઓ બધું જ જડની રચનાનું સંયોજન છે. એટલે આ બધાનું નિયંત્રણ ચેતનથી જ થાય છે. મનઃ પર્યાપ્તિ જડ છે, દ્રવ્યમન જડ છે માટે આત્માથી જુદું છે તે સહેલાઈથી સમજી શકાય છે.
અશુદ્ધ ભાવ
****************** 256 ******************
Page #200
--------------------------------------------------------------------------
________________
જડ અણુ-પરમાણુની રચનામાં દ્રવ્યમન, મગજ અથવા મન-પર્યાપ્તિ, નર્વસ સીસ્ટમ, જૈવિક રસાયણો, પ્રવાહી બધું જ આવે.
ભાવમન ચૈતન્યમય છે છતાં આત્માથી જુદું છે. ૨૪ કલાક ઉપયોગ જે ચેતનાનો ચાલ્યા જ કરે છે તે ઉપયોગ મનને ભાવમન કહે છે.
ભાવમનમાં શું હોય?
અનંત કાળથી જન્મોજન્મનાં સંસ્કારો સંગ્રહરૂપે પડેલાં હોય. * કુસંસ્કારો, અશુદ્ધ વૃત્તિઓ ભાવમનમાં હોય છે. * ક્રૂરતાની વૃત્તિ કે સ્વાર્થ વૃત્તિ, કામવાસના વૃત્તિ, લોભની વૃત્તિ. * આ ભવની, ગયા ભવની, અસંખ્ય ભવોની વૃત્તિ ત્યાંજ હોય.
અશુદ્ધ ચેતના, વિકૃત ચેતના, મોહાત્મક ચેતના તે ભાવમન છે. શુદ્ધ ચેતના, જ્ઞાન ચેતના તે આત્મા છે. શુદ્ધ ચેતનામય સ્વરૂપ તે આત્માનું સ્વરૂપ છે.
ભાવમનમાં શુભ-અશુભ બંને ભાવો છે. કારણ તે અશુદ્ધ ચેતના, મોહાત્મક ચેતના છે. શુભ-અશુભ કે અશુદ્ધ ચેતનાનાં જ ભેદ છે.
આત્મા એટલે આત્માનાં ગુણ, સ્વરૂપ, સ્વભાવ, પર્યાયો બધું જ આત્મામાં આવે.
ભાવમનથી શુભ-અશુભ બંને વિકારી ભાવો લેવાના છે. અશુદ્ધ ચેતના અનંતકાળથી આત્મા સાથે જોડાયેલી છે. તે જવલ્લે જ છૂટે અને છૂટે ત્યારે જીવ વીતરાગતા પામે છે. મનને મારો નહીં ત્યાં સુધી વીતરાગ બનાય નહીં. જ્યારે ભાવમનનો ઉચ્છેદ થશે ત્યારે જ વીતરાગતા આવશે.
ભાવમનમાં બંને ઉપયોગમન અને લબ્ધિમાન લેવાનાં છે. ઉપયોગ મન જ ચેતનામય છે. લબ્ધિમનમાં ચેતના નથી.
ભાવમન અનંત કાળથી આત્મા સાથે જડાયેલું છે. ભાવમનમાં જ આગલા ભવનાં તથા આ ભવનાં સંસ્કાર, વૃત્તિ, પરિણતિ ધરબાયેલા પડી રહ્યાં છે. =================^ ૧૭૦ -KNEF==============
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૧-૧૨ મે ગુણસ્થાને ભાવમન જે અશુદ્ધ ચેતના છે તેનો ક્ષય થતાં વીતરાગતા પ્રગટે છે. એટલે અરિહંતને ભાવમન હોતું જ નથી. યાદ રહે, ભાવમન મોહાત્મક ચેતના. અરિહંતને જ્ઞાનાત્મક ચેતના જે આત્માનો સ્વભાવ છે, તે હોય જ છે.
૧૧મે ગુણસ્થાનકે પણ વીતરાગતા છે, ત્યાં મોહાત્મક ભાવો નથી તેથી તેને અમનસ્ક યોગ કહ્યો છે. ૧૧મે ગુણસ્થાનકે કષાયો શક્તિ રૂપે છે વ્યક્ત રૂપે નથી. ૧૧મે ગુણસ્થાનકે વીતરાગને આસક્તિ વ્યક્તરૂપે નથી પણ શક્તિરૂપે છે એટલે જ ત્યાંથી પડે છે.
રાગની દશામાં તફાવત છે. અમુક રાગ અભિવ્યક્ત હોય છે જ્યારે અમુક રાગને નિમિત્ત નથી મળ્યું માટે ઊભો થયો નથી, પણ અંદરખાને ભારેલા અગ્નિની જેમ પડેલો જ છે. ભવિષ્યમાં પેદા થાય છે તેની શક્તિ છે. ક આત્મા દેહથી ભિન્ન છે, મન અને આત્મા એક નથી, જુદાં છે.
દેહ આત્માથી ભિન્ન છે. મન આત્માથી ભિન્ન છે. ઈન્દ્રિયો આત્માથી ભિન્ન છે. ચિત્ત, મન, બુદ્ધિ, મગજ આ બધાં શબ્દોના અર્થ સમજીએ. ચિત્ત = મન મન = ચિત્ત બુદ્ધિ = મનનું અવિભાજ્ય અંગ મગજ = મન:પર્યાપ્તિ.
બુદ્ધિ મનનું અવિભાજ્ય અંગ છે. જૈન દર્શન મન અને ચિત્તને જુદા માનતું નથી. મન શુદ્ધિ હોય પણ અધ્યાત્મશુદ્ધિ ન હોય તો, ગમે તેટલી મનશુદ્ધિની કિંમત જ નથી. અધ્યાત્મશુદ્ધિ એટલે આત્મશુદ્ધિ.
Kakkkkkkkkkkkkkkkk ૧૭૧ kkkkkkkkkkkkkkkkkk
Page #202
--------------------------------------------------------------------------
________________
>>>>
દ્રવ્યમન જડ છે.
મન:પર્યાપ્તિ : મગજ જડ છે. મગજ તે જડ છે. તેમાં રહેલી nervous system(ચેતા તંત્ર) પણ જડ છે, જૈવિક, રસાયણો, પ્રવાહી બધું જડ છે.
મગજનું નિયંત્રણ ચેતના (આત્મા) વડે જ થાય છે.
* મન એ જ ચિત્ત
ઉપયોગ મન ચૈતન્યમય
સ્વાર્થવૃત્તિ
• કામવાસના
•
• આ ભવની, ગત ભવોની અસંખ્ય વૃત્તિઓ
• સંસ્કારો બધાં ચેતના સ્વરૂપ છે.
ભાવમન ચૈતન્યમય છે.
•
અશુદ્ધ ચેતના, મોહાત્મક
ચેતના, વિકૃત ચેતના તે ભાવમન
શુદ્ધ ચેતના - જ્ઞાન ચેતના તે આત્મા છે.
* ભાવ
•
લબ્ધિમન જડ છે.
અહીં ચેતના નથી.
જડ છે.
storage of all feelings મનનું ગોડાઉન છે. ઉપયોગ મન કરતા કરોડગણું વિશાળ છે.
શુદ્ધ ભાવ તે જ્ઞાન ચેતના છે.
આત્માનું મૂળ સ્વરૂપ છે.
મગજ તે મનઃ પર્યાપ્તિ છે, મન નથી.
મનઃ મનની સક્રિયતા (Activeness) ૨૪ કલાક ચાલુ જ હોય.
અશુદ્ધ ભાવ
શુભ ભાવ-અશુભ ભાવ
મનનાં બે પ્રકાર :
૧. દ્રવ્યમન : મગજથી પણ અતિશય સૂક્ષ્મ મનોવર્ગણાના પુદ્ગલોથી બનેલ છે.
૨. ભાવમન : ઉપયોગમન અને લબ્ધિમન.
****************** 192 ******************
Page #203
--------------------------------------------------------------------------
________________
માનવ મનની Monopoly શું છે?
માનવ મન ઊંચામાં ઊંચુ અને નીચામાં નીચું ભાવ પ્રયાણ કરી શકે છે. દેવતાઈ ભવનાં મનમાં બંને છેડા સુધી જવું શક્ય નથી. શુદ્ધિ અને અશુદ્ધિનાં ચરમ શિખરોને સ્પર્શ કરવાની મનની પ્રચંડ શક્તિ ફક્ત માનવ ભવમાં જ છે. જો મનનાં રહસ્યો સમજી શકીએ તો આ માનવ ભવને સફળ કરી શકીએ !
મન આખી દુનિયામાં એક ક્ષણમાં ફરીને પાછું આવી શકે છે, જો રસ પડી જાય તો મનની શક્તિ અજબ ગજબની છે.
દ્રવ્યમન : અતિશય સૂક્ષ્મ મનોવર્ગણાનાં પુદ્ગલોમાંથી બનેલ સાધન છે. દ્રવ્યમનનો આકાર અને વિચારો ભાવ મુજબ સતત બદલાયા કરે છે. દ્રવ્યમન જડ છે, જ્યારે ભાવમન ચૈતન્યમય છે.
ભાવમન: અનંત જન્મનાં અનુભવોથી ઉત્પન્ન થયેલા સારાં-નરસાં સંસ્કારો કે શુભાશુભ ભાવો ભાવમનમાં સંઘરાય છે. આ મન મોહનાં સર્જનનું ઘર અને મોહનાં વિસર્જનનું સાધન છે. કષાયોથી વાસિત મન તે સંસાર છે, એનાથી મુક્ત એ જ મોક્ષ. કર્મનો બંધ કે નિર્જરા વચન, કાયાની પ્રવૃત્તિમાં, જો મન ભળે તો જ થાય છે. માટે મનનું મહત્ત્વ અતિશય કહ્યું છે.
મન માનવ ભવનાં વખાણ જ્ઞાનીઓએ ખૂબ કર્યા છે તો દેવભવનાં એટલા વખાણ કેમ નહીં?
આપણી પાસે શું છે જે દેવો પાસે નથી? “અગાધ શક્તિવાળુ માનવીનું મન!” મન બંને પાસે છે પરંતુ દેવતાઓનું મન, શક્તિ અને ક્ષમતાની દૃષ્ટિએ ઘણું હીન છે. માનવનું મન અગાધ શક્તિવાળુ છે. - વિજ્ઞાન જેને મન કહે છે તે BRAIN મન:પર્યાપ્તિ છે. જેના પરિભાષામાં મનોવર્ગણાના પુદ્ગલોથી બનેલું મન BRAINથી સાવ જ જુદું છે.(જીવ ગ્રાહ્ય વર્ગણાઓ : ઓ. વૈ. આ., ભાષા, મનો., શ્વા, તે., કા.) =================^ ૧૭૩ -KNEF==============
Page #204
--------------------------------------------------------------------------
________________
****
આપણને ૨૪ કલાક દેહ સાથે રહેવાની ટેવ પડી ગઈ છે. ઊંઘમાં થોડો વખત દેહથી છૂટા પડીએ છીએ પણ મન સાથેનું સંધાન ૨૪ કલાકનું રહે છે.
મન ઊંઘમાં પણ સક્રિય જ રહે છે. મન અને ઈન્દ્રિયો જુદા છે. મન અને આત્મા જુદા છે. પરંતુ મનની પ્રત્યેક પ્રવૃત્તિ આત્મા ૫૨ અસર કરે છે. આત્મા સાથે સહુથી ગાઢ સંબંધ મનનો છે. એના જેવો પુરાણો સંબંધ છે જ નહીં. સંબંધ આપણાં પુરાણાં પુરાણ....!
જે મનથી ગુલામ તેને મોક્ષથી ઝુકામ!
મનને ના જીતીએ તો જીવન નકામું છે. મોક્ષ પામવા મનનો તાગ પામવો જ પડે. મન જ મુક્તિની સાધના માટેની મુખ્ય કડી છે. માનવ મન Flexible છે. જેમ વાળીએ તેમ વળે. મનનો સ્વભાવ પરિવર્તનશીલ છે. (Changeable)
૮૪ લાખ જીવ યોનિમાં માનવ મન જેટલી ઉત્કૃષ્ટ ઊંચાઈએ કે નીચાઈ સુધી શક્તિમાન થવા બીજો એકેય ભવ નથી. આજ માનવ મનની ખરી વિશિષ્ટતા છે. દેવતા અથાગ પ્રયત્ન કરે છતાં ઊંચ-નીચની સીમાના બંને છેડા સુધી જઈ ના શકે. માનવ મન જ જઈ શકે છે. ભાવ પ્રયાણની Limits Unfathomable છે. માટે જ મનનાં પુરુષાર્થ વડે આમૂલ પરિવર્તન થઈ શકે છે.
શુદ્ધિ અને અશુદ્ધિનાં ચરમ શિખરોને સ્પર્શ કરવાની શક્તિ ફક્ત માનવ મનમાં જ છે. મન આખી દુનિયામાં એક ક્ષણમાં ફરીને પાછુ આવી શકે છે. જો ગમી જાય તો એક વસ્તુમાં એકાગ્રતા પણ લાવી શકે છે. મનની શક્તિ અજબ ગજબની છે.
અધ્યવસાય, આત્માનંદ જેવા શબ્દો ભારતીય ધર્મ સિવાય બીજે મળે જ નહીં. Salvation શબ્દ મોક્ષનો પર્યાયવાચી શબ્દ માને છે. પરંતુ Salvationનો અર્થ પાપથી મુક્તિ થાય છે. મોક્ષમાં તો પુણ્યથી પણ મુક્તિ છે.
પુદ્ગલોથી અતિશય સૂક્ષ્મ એવા મનોવર્ગણાના પુદ્ગલોથી બનેલું સાધન તે મન છે. દ્રવ્યમન કહેવાય છે. જડ પરમાણુઓની રચનામાંથી બનેલ ****************** 198 ******************
Page #205
--------------------------------------------------------------------------
________________
વિશેષ આકારવાળુ દ્રવ્યમાન છે. વિચાર-ભાવો-અધ્યવસાયો મુજબ એનો આકાર સતત બદલાયા કરે છે.
મનઃ પર્યવજ્ઞાનિ મુનિઓ, રૂપી એવા મનને સ્પષ્ટ જોઈ શકે છે. સામાન્ય ઈન્દ્રિયોથી એ અતિ સૂક્ષ્મ હોવાને કારણે ગ્રાહ્ય નથી. દ્રવ્યમન જડ છે, જડ પુગલોનું બનેલું છે. આત્મા તો અરૂપી છે, ત્યાં ચેતના છે. આત્માને પ્રત્યક્ષ કેવળજ્ઞાની જ કરી શકે છે. દ્રવ્યમનની અસરો આપણે ૨૪ કલાક અનભવીએ છીએ.
દ્રવ્યમન સાધન છે, જ્યારે ખરૂં મહત્ત્વનું તો ભાવમન છે, જે આત્મા સાથે જોડાયેલું છે. આ ભાવમન ચૈતન્યમય છે, જ્યારે દ્રવ્યમન જડ છે.
અનંત જન્મોનાં સારા નરસા સંસ્કારો કે શુભ-અશુભ ભાવો મનમાં સંઘરાય છે. મન જ મોહના સર્જનનું ઘર છે. એ જ મન મોહનાં વિસર્જનનું પણ સાધન છે. ક કષાયો અને વિકારોથી વાસિત મન એ જ સંસાર અને તેનાથી સર્વથા મુક્ત
મન એ જ મોક્ષ ફક્ત કાયા, વાણી કે ઈન્દ્રિયોની પ્રવૃત્તિને લીધે કર્મબંધ થતો નથી પણ એ પ્રવૃત્તિમાં મન ભળે તો જ કર્મનો બંધ કે નિર્જરા થાય છે. સુખ દુઃખનું કારણ મન અને બંધ-મોક્ષનું કારણ પણ મન. શ્રી સિદ્ધર્ષિગણી લિખીત ‘ઉપમિતિભવ પ્રપંચા કથા' ગ્રંથ મનોવિજ્ઞાનનું Analysis સમજવા માટે અદ્વિતિય ગ્રંથ છે. તેમાં લખ્યું છે : “મનનાં સુખ વગર કોઈ સુખી થતું નથી, મનનાં દુ:ખ વગર કોઈ દુ:ખી થતું નથી.” જીવનમાં દરેક વસ્તુ સંબંધી સાચાં ખોટાંનો નિર્ણય તમારું ભાવમન જ કરે છે. ટીકી ટીકીને વિકારી દ્રશ્ય જોતી આંખોમાં, ગુનેગાર આંખો નથી. તમારું ભાવમન છે. કારણ વિકારોનો જન્મ જ ભાવમનમાં થાય છે. Amazing..! દ્રવ્યમન સાધન છે. પ્રેરક તો આત્મા છે. આત્મા જ એક એવું તત્ત્વ છે જે પોતાને ઓળખી શકે, સમજાવી શકે અને પોતાને બદલી શકે. આત્મા જેવું
બીજું એક તત્ત્વ નથી જે આ રીતે પોતાને જ સમજાવી શકે, બદલાવી શકે. =================^ ૧૭૫ -KNEF==============
Page #206
--------------------------------------------------------------------------
________________
+ આત્મા જ આત્માને, આત્મામાં, આત્મા દ્વારા જાણે છે. એ જ અધ્યાત્મ,
એ જ સમ્યદર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. આ વિશ્વમાં કર્તા, હર્તા, ભોક્તા
બધું જ આત્મા છે. આત્માના ચમકારા જોવા માટે પણ દૃષ્ટિ જોઈએ. * તમારી ચેતના, ચેતન સ્વરૂપે આત્મામાં આત્મા દ્વારા આત્મા માટે આત્માને
જુએ, જાણે, અનુભવે, આનું નામ જ અધ્યાત્મ. In essence. આપણી ચેતનામાં કર્તુત્વ જે બહાર પુગલમાં-જડમાં છે તેને અંદર આત્મામાં લઈ જવું તે અધ્યાત્મ છે. ભાવમન એ દ્રવ્યમાન દ્વારા આત્મામાં પેદા થયેલ ભાવો છે. અસંજ્ઞીને પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ દ્રવ્યમાન હોય છે. માત્ર ૧૪મા ગુણસ્થાનકે દ્રવ્યમાન હોતું નથી. દ્રવ્યમન બધી યોનિમાં હોય જ છે, નહીં તો આત્મા ઉપયોગ પ્રવર્તાવી જ ન શકે.
ભાવમનથી કર્મબંધ થાય છે. કર્મબંધ ૪ પ્રકારનાં છે. ૧. સ્પષ્ટ, ૨. બદ્ધ સ્પષ્ટ, ૩ નિધત્ત, ૪. નિકાચિત.
રાગ, દ્વેષ, મોહ, માન, માયા, અસૂયા, આસક્તિઓની પરિણતિઓ ભાવમનમાં જ રહે છે. આવા અસંખ્ય ભાવોને લીધે આત્મા પર સતત કર્મ આવ્યા જ કરે છે. ભાવમનથી જ કર્મબંધ થાય છે. બધા જ જીવોને મન હોય છે.
ભાવમન, અંદરમાં રહેલ આત્માનાં ભાવો છે. દ્રવ્યમન અણુ પરમાણુની સંરચના છે. ભાવમન સતત સક્રિય છે. એટલે કે આત્મા એક ક્ષણ પણ મનોભાવોથી શૂન્ય હોતો નથી. કીડી જેવા નાના જીવને પણ પ્રત્યેક ક્ષણે ભાવ થતો જ હોય છે. મનોભાવથી શૂન્ય કોઈપણ આત્મા આ જગતમાં નથી. પ્રતિક્ષણ પેદા થતા મનોભાવને ઉપયોગ મન કહે છે.
ભાવમનનાં બે ભેદ છે : ૧. ઉપયોગ મન (Conscious Mind), ૨. લબ્ધિમન. Unconscious Mind or Subconscious Mind.
મનની ચંચળતા અને તરલતા (વિધ વિધ વિષયોમાં દોડી જવું) ઉપયોગ મનને આભારી છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
***
ઉપયોગ મનનો ગતિશીલતાવાળો સ્વભાવ છે. ઉપયોગ મન એ સપાટી (Surface). It is like a Computer screen. What you see is not all what computer has in it. લબ્ધિમન ઊંડુ છે, વિચારો આદિનું Store house છે. અગાધ અને ઉપયોગ મનથી કંઈ ગણું વિશાળ છે. લબ્ધિમન એ ભાવમનનું તળિયું (Bottom) છે.
>>>>
મનનો અભ્યાસ સપાટીથી નહીં પણ તળીયેથી કરવો જરૂરી છે. જીવન નિમિત્તને આધીન છે. (પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત આ સમજાવે છે.) આપણે વાતાવરણ કે સંજોગોથી ૫૨ નથી અને જે નિમિત્તોથી પર થયા છે તે સમતામાં જ હોઈ શકે. ખરાબ નિમિત્તોની અસ૨ વધારે થતી જણાય છે, સારા નિમિત્તોની અસ૨ ઓછી જણાય છે.
ધર્મની સફળતા અને નિષ્ફળતાનો આધાર તમારી મનોવૃત્તિ ૫૨ છે. શાલીભદ્રે દાન આપી ફળ મેળવ્યું તે સફળતા મધ્યમ હતી. જીરણ શેઠે સુપાત્રદાનનું ઉત્કૃષ્ટ ફળ મેળવ્યું. મોક્ષ મેળવનારો જીવ છે. અભિનવ શેઠનું દાન નિષ્ફળ ગયું. સુપાત્રદાનનું ફળ બિલકુલ ન મેળવી શક્યા. મમ્મણ શેઠનું દાન વિપરિત થયું.
લબ્ધિમન ઃ અધ્યાત્મની સાધના વડે લબ્ધિમનનું જ મૂળમાંથી પરિવર્તન ક૨વાનું છે. એ પરિવર્તન લાવવા સપાટી પરના ઉપયોગ મનની ગતિશીલતાના પ્રવાહને કેળવવો પડશે, ગમે ત્યારે ગમે ત્યાં ખેંચાઈ જાઈએ તેમ ના કરી શકીએ.
નકામું વિચારવાનું નહીં, બોલવાનું નહીં અને નકામું ક૨વાનું નહીં. મનનો અભ્યાસ કરો. સામાયિકથી સપાટી શુદ્ધ થાય પણ લબ્ધિમનનાં કચરાને શુદ્ધ કરવો રહ્યો, તે માટે ક્રિયા ભાવુક હોવી જોઈએ. પૈસાના માત્ર વિચારથી કર્મબંધ થતો નથી પણ લબ્ધિમનમાં પડેલ પૈસાની આસક્તિથી, વગર વિચારે કર્મબંધ થાય છે. ચોવિસ કલાક તમારા સારા-ખરાબ વિચારોનું મૂલ્યાંકન કરો. તમને જ હસવું આવશે. તમારા મનની ગતિ અસાવધ થયા કરતી જણાશે. સારા વિચાર બાદ ખરાબ વિચાર આવે છે. (or vice versa) તે તમારી અંદરની વૃત્તિઓને જ આભારી છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત આની પાકી સમજણ પૂરી પાડે છે. ****************** 199 ******************
Page #208
--------------------------------------------------------------------------
________________
******
પ્રકૃત્તિમાં પરિવર્તન આવે ત્યારે જ કર્મબંધમાં ખૂબ મોટો તફાવત પડે છે. નિસીહિ નિસીહિ બોલી દહેરાસરમાં પ્રવેશ કરતી વખતે સંસારનો વિચાર નહીં કરું એટલેથી નિસીહિનો અર્થ અટકતો નથી. પહેલા શ્રદ્ધા એટલે ચાંદલો કરવાનો આવે છે, એટલે કે ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરવાની છે. સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવું છે, મોક્ષ મેળવવા જેવો છે ની ત્રિપદીનો ભાવ આત્મસાત્ થાય તેને તે નિમિત્તનું પુણ્ય બંધાય જ છે. પ્રતિદિન આનું પુનરાવર્તન કરો.
તમે અંદરથી શું માનો છે તે બહુ જ અગત્યનું છે. સરળ સ્વભાવી માણસ પણ અંદરથી લુચ્ચાઈ ક્યારેક કરવી પણ પડે એવું માનતો હોય તો તેનામાં લુચ્ચાઈનું સમર્થન છે, તેને કર્તવ્ય માનીને ચાલે છે. અનુમોદનાનું પાપ તેને પણ લાગે જ છે.
હિંસાને આચરો તો પણ તેને સારી ન માનનારો નિમિત્તથી ૫૨ થયો છે અને એટલે સમતામાં રહી શકવાની ક્ષમતાવાળો છે એવું તારણ નીકળે. ધર્મની સફળતા કે નિષ્ફળતાનો આધાર તમારી મનોવૃત્તિ છે.
ભાવમનની ૪ શક્તિઓ છે ઃ
܀
સંવેદન શક્તિ, વિચાર શક્તિ, સમજણ શક્તિ અને પરિવર્તન શક્તિ. આ મનોશક્તિને ખીલવવાનો એક (અંતિમ) જ ઉપાય ધ્યાન છે. ધ્યાનમાં આવતાં પહેલાં ચિંતન, ભાવના અને અનુપ્રેક્ષા એમ ૩ તબક્કાઓ છે.
દ્રવ્યમન એ વિચા૨ ક૨વાનું સાધન છે. આ સાધન દ્વારા અંતર આત્મામાં પેદા થતા ભાવોના સમૂહને ભાવમન કહેવાય છે.
દા.ત. કાન સાધન છે, સાંભળો છો, સાંભળવું કે વિચાર્યું તે જ્ઞાન છે. શબ્દનો અર્થ સમજો છો એ સમજણ કાનરૂપી સાધનથી મળે છે. તેમાં મનને વાપરીને જે ભાવો અંતરમાં પેદા કર્યા તે ભાવોનો સમૂહ ભાવમન કહેવાય.
શ્રદ્ધા અને વિશ્વાસ; માન્યતા અને પરિવર્તન આ જીવનનું સાચું કવન !
‘શ્રદ્ધાંધ’
܀
****************** 19 ******************
Page #209
--------------------------------------------------------------------------
________________
મનને જાણો, મનને જીતો' પુસ્તકમાંથી...
- પ.પૂ. કીર્તિયશસૂરીશ્વરજી મ. આત્મા ભાવિત કેમ થાય?
ચિત્ત ફરતું હોય, વિચરતું હોય તેને વિચાર કહેવાય છે. આ વિચારને ચિંતા' કહેવાય છે. ચિત્ત કહો કે મને કહો સામાન્ય રીતે બંને એક અર્થી છે. ચિત્તની “અસ્થિર’ અવસ્થા ત્રણ ભાગે વહેંચાયેલી છે.
૧. ચિંતા (ચિંતન) ૨. ભાવના અને ૩. અનુપ્રેક્ષા. ધ્યાન એ ચિત્તની સ્થિર અવસ્થા છે.
એક જ વસ્તુથી આત્મા ભાવિત થાય તે રીતે વારંવાર વિચારાય તે ભાવના છે. એકની એક વાતને રસપૂર્વક વારંવાર વિચારવાથી આત્મા ભાવિત થાય છે. ચિંતન કરતાં ભાવનામાં મન વધારે ઘેરું, વધારે સૂક્ષ્મ બને છે. જે વિચારોથી મન ભાવિત થયું હોય તેમાંના કોઈ પણ એક મુદ્દા પર point ઉપર મન સ્થિર થઈ જાય તે ધ્યાન છે. આ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી ધ્યાનની અસરને કારણે ચિંતનમાં જે ઊંડાણ વધે, જે વિસ્તાર વધે, જે સૂક્ષ્મતા તરફ આગળ વધાય તે અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા ધ્યાન પછીની અવસ્થા છે.
મન એકાગ્ર બને ત્યારે આત્માનો ઉપયોગ કોઈપણ એક વિષયમાં સ્થિર થઈ જાય છે, અન્ય વિષયોથી પર થાય છે. આને ધ્યાન કહ્યું છે.
પાંચે ઈન્દ્રિયો પોતાનું કામ કરે છે ત્યારે આત્માનો ઉપયોગ મન દ્વારા એમાં (ઈન્દ્રિયોમાં) જોડાય છે. તેથી જ નાક સૂંઘે છે, આંખ દેખે છે, કાન સાંભળે છે વગેરે. આત્માનો ઉપયોગ ન જોડાય ત્યારે રાડ પાડીને બોલેલું પણ સંભળાતું નથી અને જ્યારે જોડાય ત્યારે ધીમેથી બોલવું પણ સંભળાય છે.
અનુ = પાછળથી, પ્ર એટલે પ્રકર્ષે અને ઈક્ષા એટલે જોવું. ધ્યાનમાંથી બહાર આવ્યા પછી ઊંડાણથી, વિસ્તારથી દરેક રીતે વિચારવું તે અનુપ્રેક્ષા. =================^ ૧૭૯-KNEF==============
Page #210
--------------------------------------------------------------------------
________________
****
દઢપ્રહારીનું ઉત્તમ ચિંતન : Ultra Positive thinking...
૧. જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે.
૨. એકદમ નિર્દય બની મારા પર જે આક્રોષ વરસાવે છે તેનાથી મારે તો પ્રયત્ન વિના જ ‘નિર્જરા’ થઈ રહી છે.
૩. એ લોકોના આક્રોષનો આનંદ જેમ એમને આવે છે તેમ મને પણ (નિર્જરા રૂપે) આવે છે.
૪. સંસારમાં સુખ દુર્લભ છે. લોકોને આક્રોષ વરસાવી આનંદ થાય છે, તેમાં હું નિમિત્ત બની રહ્યો છું. તેમના સુખનું નિમિત્ત મારા ભાગ્યમાં!
૫. તેઓ દ્વારા મને મરાતો માર, મારા કર્મમળને દૂ૨ ક૨શે. ભલે મને મારે. સહન કરવાથી તો કર્મનો ક્ષય જ થાય છે.
૬. જેઓ પોતાનાં પુણ્યનો વ્યય કરી મારા પાપોને દૂર કરે છે એના જેવા પરમબંધુ કોણ હોય ?
મારા પર ઉપદ્રવ કરનારાએ મારી તર્જના-તિરસ્કાર કર્યો છે, મને મા૨ તો નથી માર્યો ને ? મને મારનારાઓએ મા૨ જ માર્યો છે, મારી તો નથી નાખ્યો ને ? જેમણે મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે, તેમણે મારો ધર્મ ક્યાં લઈ લીધો છે ? એટલે મારી કાળજી જ કરી છે તેથી તેઓ સાચે જ મારા બાંધવ જેવા હિતસ્વી છે.
૭.
યાદ રહે, કલ્યાણ અનેક વિઘ્નો અને અવરોધોથી ઘેરાયેલું છે. દુષ્કૃતોની ગહમાં મહર્ષિ દ્રઢપ્રહારીજીએ પોતાના કર્મસંચયને સંપૂર્ણ રીતે બાળી નાખ્યો, દુર્લભ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષે ગયા.
થોડાં અધ્યાત્મ સભર વિચારો :
રાગ અને દ્વેષ વસ્તુમાં નથી, મનમાં છે.
* અનુકૂળતાનો રાગ છોડો અને પ્રતિકૂળતાનો દ્વેષ છોડો. ભગવાન મહાવીરે પરિષહો સહન કર્યા'તા એનું હાર્દ, એનો મર્મ હવે સમજાય તેવો છે.
આર્તધ્યાનનાં નિમિત્તોથી નહીં, પણ એના ચિંતનથી દૂર રહો. અણગમતી ****************** 920 ******************
Page #211
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની નફરત એ આર્તધ્યાનનો પહેલો પાયો છે. પરિસ્થિતિનો સ્વીકાર દ્રઢપ્રહારીએ કરી જાણ્યો અને મોક્ષ સુધી પહોંચ્યા. “જે દિવસે મને મારું પાપ યાદ આવશે તે દિવસે ભોજન નહીં કરું અને ક્ષમા ધારણ કરીશ.” આવી મહાપ્રતિજ્ઞા સાધુજીવનના સ્વીકાર બાદ દ્રઢપ્રહારીએ કરી હતી. રોગ વિયોગ પ્રણિધાન : રોગને સમભાવે સહેવો એ કર્મને કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય છે. દર્દ જ્યાં છે ત્યાંજ રાખો, મન સુધી ના લઈ જાઓ! તેને મજેથી સહી લો. શરીરની મમતાને ઘટાડવા અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ વગેરે ભાવનાઓ ઉપકારક બને છે. ૭. આશ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકસ્વભાવ, ૧૧. બોધિદુર્લભ, ૧૨. ધર્મસ્વાખ્યાત.
“મનોવિજય અને આત્મશુદ્ધિ' પુસ્તકમાંથી ગુણોમાં સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી મન તેને સુખનું સાધન માનવા તૈયાર ન થાય માટે “માન્યતા” ન બદલાય.
સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારો સાલો. આનંદઘનજી ગાય છે. મન ગામ આખાને સમજાવે પણ પોતાને કોણ સમજાવે? જ મનોવિજયની સાધનાનાં ૫ પગથિયાં ? ૧. શ્રદ્ધા : પાંગળા મન કરતાં આત્માની અગાધ શક્તિમાં વિશ્વાસ. ૨. સંકલ્પ બળ : “મારે મનને જીતવું જ છે” સંકલ્પ. ૩. સંવેગ ઃ નિરંકુશ મનનાં તોફાનો - વાસના – વિકારોથી કંટાળો, ઉદ્વેગ.
ટૂંકમાં વૈરાગ્યનો રાગ. ૪. સમજણ મનને સમજાવટ અને કબૂલાતથી કાબૂમાં લાવવાની Technique ૫. સાધનાઃ મનોવિજયના આલંબનો કે અનુષ્ઠાનોમાં સતત પ્રયત્ન, પુરુષાર્થ,
મથામણ જારી રાખવા.
Page #212
--------------------------------------------------------------------------
________________
સમજણ :
૧. સમજણને દાવપેચનો વિભાગ તરીકે બતાવ્યો છે.
મનને કાબૂમાં લાવવા પહેલા સામ-દામ પછી દંડ-ભેદ.
દાવપેચથી ત્યારે જ કાન પકડાવાયા જો એમ ને એમ ઠેકાણે ના આવે તો. ૨. મનને ઠગવાની વૃત્તિને વંચના કહી, જબરદસ્તી નથી કહી.
મનને કાબૂમાં લેવા માટે નવરું પડવા ના દેવાય નહીં તો રઝળે. ૩. મનમાં ચંચળતા શાને લીધે છે? વાસના-કુબુદ્ધિના કારણે.
Sub Conscious mind (લબ્ધિમન)માં અશુદ્ધિ છે જે ચંચળતા લાવે છે. ઊંધી માન્યતા ચંચળતાનું કારણ છે. વિચારોની સ્થિરતા, એકાગ્રતા, ઊંડાણ લાવવાની આ સાધના છે. ચંચલ મન પાસે શુભયોગમાં સતત પરિશ્રમ કરાવો કે બીજે ક્યાંય ન દોડે. (હેમચંદ્રાચાર્ય - યોગશાસ્ત્ર)
બુદ્ધિ કે અનુભવ દ્વારા મનને Conscious કરવું, કાબૂમાં આવશે. ધર્મના પાયાના સિદ્ધાંતો મનને જો કબૂલ કરાવી શકો તો મન તમારા કહ્યા પ્રમાણે કામ કરતું થઈ જશે.
અનેકાંતવાદ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાંથી – વિવેચક : પ.પૂ. રાજશેખરસૂરીશ્વરજી પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મો રહેલા હોય છે. નિર્બળતા પણ હોય અને બળ પણ. વિદ્વાન અને મૂર્ખતા, નિર્ભય પણ હોય અને એ જ માણસ અમુક ક્ષેત્રે ભીરુ પણ. આમ હોવાથી ક્યારેક શંકા થાય કે શું પ્રકાશ અને અંધકાર એક સ્થળે રહી શકે? આ આશ્ચર્ય કે શંકાને દૂર કરનારો સિદ્ધાંત છે તેનું નામ અનેકાંતવાદ.
અનેકાંતવાદ કહે છે કે, પરસ્પર વિરોધી લાગતા ધર્મો ભાસે છે તેવા વિરોધી છે જ નહીં. અપેક્ષાભેદથી એ ધર્મો વિરોધી છે જ નહીં. =================* ૧૮૨ -KNEF==============
Page #213
--------------------------------------------------------------------------
________________
ડાન્ત = સન્ (નિષેધ નહીં તેવો) + (એક) + સત્ત (પૂર્ણતા) એકથી પૂર્ણતા નહીં તે અનેકાંત.
હાથી બળવાન ખરો પરંતુ સિંહ સામે સાવ નિર્બળ, અપેક્ષાથી હાથી ગાયબળદ સામે બળવાન પણ સિંહ સાથે માયકાંગલો.
સંસ્કૃતનાં પ્રોફેસર વિદ્વાન હોય પરંતુ ખેતી વિષે પ્રશ્ન પૂછો તો? અપેક્ષાએ પ્રોફેસર બુદ્ધિમાન અને અપેક્ષાએ બુધ્ધ!
માટે જ અનેકાંતવાદ ને સ્યાદવાદ (અપેક્ષાવાદ) પણ કહે છે. અપેક્ષા એટલે નય. અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મનો બોધ થાય તે નય અને જેનાથી પરસ્પર વિરોધી ભાસતાં અનેક ધર્મોનો બોધ થાય તે અનેકાંતવાદ.
અનેકાંતવાદ મહેલનાં, નયો તેના પાયા છે. નય પર જ અનેકાંતવાદ રચાયો છે. અનેકાંતવાદ સાધ્ય છે, નયો તેનું સાધન છે.
જેટલી અપેક્ષાઓ તેટલા નય. અપેક્ષાઓ અનંત છે એટલે નય પણ અનંત છે. સંક્ષેપ કરી મહાપુરુષોએ સઘળા નયોને સાત નથમાં મૂક્યા છે. ૧. નેગમ : ગમ દૃષ્ટિ, જ્ઞાન, વિશાળ દૃષ્ટિ સામાન્ય અને વિશેષ બંનેને
include sê. ૨. સંગ્રહઃ બધા વિશેષ ધર્મોને એકરૂપે, સામાન્ય રૂપે જુએ તે દૃષ્ટિ. ૩. વ્યવહાર ઃ વિશેષ વિના સામાન્યથી વ્યવહાર ના ચાલે. માને છે.
વનસ્પતિ લાવ કહેવાથી ના ચાલે, લીમડો લાવ કહેવું પડે. ૪. જુસૂત્ર : કેવળ વર્તમાન અવસ્થાને લક્ષ્યમાં રાખે. ૫. સાંપ્રત-શબ્દ : શબ્દને આશ્રયીને થતી વિચારણા. ૬. સમભિરૂઢ એક જ અર્થી શબ્દનાં જુદા જુદા અર્થ માને છે. નૃપ (રક્ષણ
કરે તે), રાજા (રાજચિહ્ન ધારણ કરે તે), ભૂપ (પૃથ્વીનું પાલન કરે તે) ૭. એવંભૂત વર્તમાનમાં જે ગાતો હોય તેને જ ગાયક કહે. વ્યુત્પત્તિ સિદ્ધ
ભેદથી જ અર્થ કરવો તે નય છે. Kakkkkkkkkkkkkkkkk ૧૮૩-kkkkkkkkkkkkkkkkkk
Page #214
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદઃ સારભૂત મર્મગ્રાહી સિદ્ધાંત છે.
– પ.પૂ.ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ. ભગવાનની વાણીનું સર્વસ્વ, સારનો પણ સાર, તત્ત્વનું પણ તત્ત્વ, જો કોઈ દોહન હોય તો આ અનેકાંતવાદ છે. આખા જૈન શાસનની વિશેષતા આના પર આધારિત છે. વાક્યના અર્થને સાચી અપેક્ષાથી જોડી દો તો સાચો અર્થ સમજાય. આનું જ નામ અનેકાંતવાદ
આપણે પ્રભુ મહાવીર, તેમના સિદ્ધાંતો અને તથ્યોને ઓળખ્યાં નથી. ફક્ત Packing લઈને જ ફરીએ છીએ. જૈન ધર્મ લઈને ફરીએ છીએ પણ તેનો સાચો પરિચય જ નથી. એકાંતે વ્યવહાર નય નથી, એકાંતે નિશ્ચય નય નથી. બંને નય સાથે પકડવાનાં છે.
આશ્રવ તત્ત્વને એકાંતે હેય કહ્યું છે તેનું શું? કોઈએ આવો પ્રશ્ન કર્યો :
નીચલી કક્ષાએ (ભૂમિકામાં) અમુક આશ્રવ ઉપાદેય પણ ખરો. જેમ કે તીર્થકર નામકર્મ. એકાંતે આશ્રવને હેય કહેનારા એકાંતવાદી છે.
વ્યવહાર નય : પહેલા ગુણસ્થાનકથી અધ્યાત્મ માને છે. નિશ્ચય નય : પાંચમાં ગુણસ્થાનકથી અધ્યાત્મ માને છે. સમકિત વચ્ચેના ગુણસ્થાનકમાં આવે. યોગની પાંચમી દૃષ્ટિએ સમક્તિ આવે છે. નમુથુણમ સૂત્રની પાંચમી ગાથાનાં
પહેલા પદમાં અભય દયાણ યોગની પહેલી દૃષ્ટિ મિત્રો બીજા પદમાં ચખું દયાણ યોગની બીજી દૃષ્ટિ તારા ત્રીજા પદમાં મગ્ન દયાણ યોગની બીજી દૃષ્ટિ બલા ચોથા પદમાં શરણ દયાણ યોગની ચોથી દૃષ્ટિ દિપ્તા પાંચમા પદમાં બોહી દયાણ યોગની પાંચમી દૃષ્ટિ સ્થિરા છઠ્ઠા પદમાં ધમ્મ દયાણ યોગની છઠ્ઠી દૃષ્ટિ કાંતા
યોગની ૭-૮મી દૃષ્ટિ પ્રભા, પરા
Page #215
--------------------------------------------------------------------------
________________
નિશ્ચય નય, સમકિત પછી સાચો ધર્મ માને છે. સમકિત ફક્ત ધર્મની શ્રદ્ધા લાવે તેમ માને છે. વ્યવ્હાર નય પહેલા ગુણસ્થાનકથી અધ્યાત્મ માને. આચરણ એટલે વ્યવ્હાર નય. વિચાર એટલે નિશ્ચય નય.
હરિભદ્રસૂરિ : જિન શાસનને મળેલ અનેરી ભેટ સાધ્વીજી યાકિની મહત્તરા” રાત્રે સ્વાધ્યાય કરવા બેઠાં છે. રાત્રીના પ્રહરમાં હરિભદ્ર રાજપુરોહિત રાજમાર્ગ પર ઊભા છે, ત્યાં ઊભા ઊભા શ્લોક સાંભળે છે. જૈન પરિભાષા જાણતાં નથી એટલે સાધ્વીજી પાસે આવીને કહે છે : આ શ્લોકનો અર્થ સમજાવો. હું તમારો શિષ્ય છું. સાધ્વીજીને થયું કે, આવા મોટા માણસને જો બરાબર ન સમજાવી શકું તો ઉપાધિ થશે માટે પોતાનાં ગુરુ પાસે મોકલ્યા. ગુરુએ હરિભદ્રની વિચક્ષણતા પારખી અને વિચાર્યું કે આવા વ્યક્તિ જેન શાસનને મળે તો બંનેનું કામ થઈ જાય. ગુરુ મહારાજે તેમની સરળતા જોઈ લીધી. કહ્યું કે, આ શ્લોકને સમજવા દીક્ષા લેવી પડે! અને જૈન શાસનને ૧૪ પૂર્વી હરિભદ્રસૂરિજી ઉપલબ્ધ થયાં. હરિભદ્રસૂરિજીને પાછળથી કહેતા સાંભળ્યા છે, “અમને જો આ સિદ્ધાંતો, શાસ્ત્રો ન મળ્યા હોત તો અનાથ એવા અમારું શું થાત?' તેઓ અનેકાંતવાદ સભર શાસ્ત્ર વિના પોતાને અનાથ માને છે
| નિશ્ચય નયને પહેલાં પકડવાનો નથી. એને પ્રારંભમાં અંદર હૃદયમાં જ રાખવાનો છે.
ઉપાદાન મુખ્ય કે નિમિત્ત?
નિશ્ચય નય કહેશે, ઉપાદાન મુખ્ય છે. નિમિત્ત તો ઠીક છે. અનંતીવાર આપણે સમવસરણમાં ગયા, શાસન પામ્યા, ધર્મ પામ્યા પણ શું થયું? પરંતુ વિચારજો.
વીતરાગ સંયમ આવ્યા વિના કોઈ જીવ નિમિત્ત વગર આગળ વધતો નથી. તીર્થકરોને પણ આગળનાં ત્રીજા ભવે સરાગ સંયમની સાધના છે. તેઓ જન્મોજન્મનાં સાધક છે!
હાલ તો નિમિત્તથી પરદશાના માર્ગની ભૂમિકાનો જ ઉચ્છેદ છે. જ્ઞાતા-દ્રષ્ટા ભાવનો વર્તમાનમાં ઉચ્છેદ છે. માટે ૨૪ કલાક નિમિત્તની આપણને જરૂર છે. =================* ૧૮૫ -KNEF==============
Page #216
--------------------------------------------------------------------------
________________
પહેલા ગુણસ્થાનકથી છઠ્ઠા ગુણસ્થાનક સુધી નિમિત્ત પ્રધાન ભૂમિકા છે. મગનું પાણી પચતું ન હોય ને બાસુંદી ખાવાની વાત કરવી એ વ્યવહાર નયને ન અપનાવતાં નિશ્ચય નય પાછળ દોડવા જેવું છે.
તીર્થકરની પ્રજ્ઞા ઉપર ઓવારી જવા માટેનું જો કોઈ શ્રેષ્ઠ તત્ત્વ હોય તો એક માત્ર અનેકાંતવાદ છે. જેણે સમકિત પામવું હોય, પૂર્ણ સત્યને સમજવું હોય તો આ એક માત્ર ઉપાય છે. સ્યાદવાદની રુચિ એ જ સમકિત-બીજ છે. અનેક દૃષ્ટિકોણથી સત્યને વિચારાય, સમજાય તેનું જ નામ અનેકાંતવાદ. જ્યાં સર્વાગી દૃષ્ટિ હશે ત્યાં અનેકાંતવાદ હશે.
જૈન ધર્મમાં કોઈ વસ્તુનો આગ્રહ નહી તેને અનેકાંતવાદ નથી માન્યો. સ્યાદ્વાદ ફેરફુદડીવાદ નથી. “જિનપૂજા કરવી સારી છે જ એ એકાંતવાદ નથી. જિનપૂજા કરવી સારી જ છે એ એકતરફી દૃષ્ટિકોણ નથી.”
અનેકાંતવાદની બીજી ઓળખાણ સાપેક્ષવાદ છે. એકલી ભક્તિ ન ચાલે સાથે વિવેક અને જ્ઞાન જોઈશે જ. તત્ત્વ સમજશો તેમાં પ્રાણ પૂરાશે. ભક્તિ કરતાં કરતાં સમર્પણ બળ ત્યારે જ આવશે. સમકિતની શ્રદ્ધા પામવાનો અણમોલ ઉપાય છે સ્યાદ્વાદ.
સ્યાદ્વાદનો શબ્દ પ્રયોગ વાણી સાથે સંબંધીત છે. વાણીમાં સાપેક્ષતા હોવી ઘટે. તીર્થકરની વાણી સાપેક્ષ છે. છે “આ મનુષ્ય છે' તે વર્તમાનની અપેક્ષાએ સાચું છે. ભૂતકાળમાં પશુમાંથી
આવ્યો હોય અને ભવિષ્યકાળે બીજી ગતિમાં જવાનો હોય - સાપેક્ષતા. આ મકાન સીમેન્ટ કોન્ક્રીટનું બનેલું છે' પણ પત્થરનું બનેલું નથી તો
પત્થરની અપેક્ષાએ મકાનનું અસ્તિત્ત્વ જ નથી. - સાપેક્ષતા આવી. જ “શાંતિભાઈ ઓફિસે ગયા છે” ક્ષેત્રની અપેક્ષાએ હાલ ઘરમાં એમનું
અસ્તિત્તવ જ નથી, માટે તે બધે નથી. - સાપેક્ષતા આવી.
આ જ પ્રમાણે ભાવાત્મક, અભાવાત્મક અપેક્ષા પણ હોય છે. આત્મા, પરમાત્મા, મોક્ષમાર્ગની ભૂમિકામાં પણ સ્યાદ્વાદમય વાણી આવે છે. =================* ૧૮૬ -KNEF==============
Page #217
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનને આભાસિક સાપેક્ષતા સાથે સંબંધ નથી. જેમ કે ૬ ફૂટનો માણસ પહાડ પરથી વહેતીયો દેખાય છે તે આભાસ છે છતાં તે તેવો જ દેખાય પણ છે. રેલ્વેનાં બે પાટા મળી જતાં જણાય છે વગેરે. આકાશ અને પૃથ્વી ક્ષિતીજ પર એક બીજાને અડતાં જણાય છે. આ બધી વાસ્તવિકતા નથી માટે જૈન દર્શનમાં આવી સાપેક્ષતાને સ્થાન નથી. જેવી દેખાય તેવી કહી તેમાં સત્યનો અનુભવ નથી માટે એને સાચા કહેવાથી સત્યથી દૂર લઈ જશે.
ભગવાન મહાવીરે “ગોશાળો ખોટો છે એમ કહ્યું છે તેનો અર્થ એવો ન જ કરાય કે ભગવાનને સ્યાદ્વાદ લગાડતાં નહોતો આવડતો? જ્યાં પ્રભુને ખોટું જણાયું ત્યાં તેનું તેમણે ખંડન કર્યું છે.
સ્યાદ્વાદ ચોક્કસ દૃષ્ટિકોણથી વાસ્તવિક રજૂઆત કરવા માટેની શૈલી છે. એમાં કોઈ પણ કદાગ્રહ નહીં આવે. અનેકાંતનો અર્થ શું? સામાન્ય અર્થ, એકાંત નહીં તે. સાપેક્ષનો અર્થ શું? અપેક્ષા સહ વિચાર કરવો. ચાહ્નો અર્થ શું? અવ્યય છે. સર્વ વિધાનોમાં સ્યાદ્ શબ્દનું જોડાણ
તે સ્યાદ્વાદ. નયવાદ એટલે શું? નય એટલે દૃષ્ટિકોણ. આંશિક સત્યનું જ્ઞાન કરાવે, પ્રમાણ જ્ઞાન પૂર્ણ સત્યનું એ જ સ્યાદ્વાદ. હાથી અને ૬ આંધળાનું દૃષ્ટાંત ઃ
એકે સૂઢ પકડી – હાથી કમાન જેવો છે એમ લાગ્યું, બીજાએ પૂછડું પકડ્યું - હાથી દોરડા જેવો છે એમ લાગ્યું, ત્રીજાએ પગ પકડ્યો - હાથી થાંભલા જેવો છે એમ લાગ્યું, ચોથાએ કાન પકડ્યો - હાથી સૂપડા જેવો છે એમ લાગ્યું, પાંચમાએ પેટને અડકીને - હાથી પટારા જેવો છે એમ લાગ્યું, છઠ્ઠાએ પીઠ પર હાથ ફેરવ્યો - હાથી સપાટ શીલા જેવો છે એમ લાગ્યું.
છ એ છ અપેક્ષાએ સાચા જ છે. છતાં બધાનાં વિધાનો અલગ અલગ છે. આંશિક સત્ય વાસ્તવિકતા સાથે મેળ બેસે તો થાય.
Page #218
--------------------------------------------------------------------------
________________
મહાવીર ભગવાનની દરેકે દરેક વાતમાં સ્યાદ્વાદ હોય છે. નાનામાં નાની હિંસાને વખોડી પરંતુ ન્યાય-નીતિ-ધર્મના પ્રશ્નમાં હિંસાનો વિચાર કરવાનો નથી એમ કહ્યું. દહેરાસર લૂંટવા આવે તેમની સામે અહિંસાનો વિચાર ના હોય. કાલિકાચાર્યે સાધ્વીજીના શીલની રક્ષા ખાતર યુદ્ધ લડ્યું હતું. આને અધર્મ કહ્યો નહોતો.
ઉકાળેલું પાણી : કાચું પાણી વિકારી છે, ઉકાળેલું નિર્વિકારી. સજીવને મોંમાં નાંખો તો શું ભાવ થાય ? નિર્જીવ છે કે નિર્જીવ કરીને મોંમાં નાંખો તો ભાવમાં ઘણો ફેર પડશે. પાપ પ્રવૃત્તિથી જ બંધાય એમ નથી. પાપ ક૨વાનો ભાવ પડ્યો છે ત્યાં પાપ બંધાય જ છે. ઉકાળેલું પાણી પીવાનાં પચ્ચક્ખાણ લીધા હોય ત્યાં અપકાયના જીવોને અભયદાન મળે છે.
જ્ઞાનથી જ મોક્ષ થાય અથવા ક્રિયાથી જ મોક્ષ થાય આ દુર્નય વાક્યો છે. એકાંત માન્યતા છે. જ્ઞાનથી મોક્ષ થાય કે ક્રિયાથી મોક્ષ થાય એકાંત દૃષ્ટિ નથી.
જડ ચેતનનું ભેદજ્ઞાત
– પૂ. ચિત્રભાનુજી
અજીવ : જીવના સંસર્ગથી જીવંત બને છે. ઈન્દ્રિયો આત્મા વગર જડ થઈ જાય છે! આત્મા અને પદાર્થ (અજીવ)નો ભેદ સમજવાની જરૂર જ્ઞાનીઓએ યુગોથી જણાવી છે.
સૂક્ષ્મમાં સૂક્ષ્મ જડ પદાર્થ તે પરમાણુ. ઘણાં પરમાણુ ભેગા થાય તે અણુ. ઘણાં અણુ ભેગા થાય તે સ્કંધ. સ્કંધના જ દેશ અને પ્રદેશ ભેગા થાય તે દેખાય.
અણુ જડ શક્તિ છે. સ્વભાવ-મળવું અને ખરવું. સતત ગતિ અને સ્થિતિ વચ્ચે ઝૂલ્યા કરે અને અથડાય જેથી સ્પંદનો ઉત્પન્ન થાય.
આત્મા અને જડનું સંમેલન એટલે સંસાર. પૂર્વની સંસ્કૃતિ આત્માનું રહસ્ય શોધે છે. પશ્ચિમની સંસ્કૃતિ પદાર્થનું રહસ્ય શોધે છે.
જેઓ અણુથી આગળ ના જોઈ શકે તેઓ ફક્ત ભૌતિક સિદ્ધિઓ માટે જ ****************** 922 ******************
Page #219
--------------------------------------------------------------------------
________________
પુરુષાર્થ કરે છે. ઉત્પત્તિ અને લયની પ્રક્રિયામાં ગોળ ગોળ ફર્યા કરે છે. માનવને યંત્રવત્ ગણી પોતાના વિનાશને નોતરે છે!
જેઓ ખાલી આત્માની જ વાતો કરે છે અને પુરુષાર્થની ઉપેક્ષા કરે છે તેઓ પ્રગતિ પ્રતિ ઉદાસિન અને દુઃખી જીવો પ્રતિ કઠોર બને છે!
કાદવમાં જન્મ એ કર્મનું ફળ, કમળ બનવું એ એની મહત્તા છે.
જીવવા માટે આત્મા અને પદાર્થ બંનેની જરૂર છે અને બંને વચ્ચે સંતુલનની આવશ્યકતા છે!
સંતુલન કેવી રીતે? પુદ્ગલ પર આધ્યાત્મિક પ્રકાશ વેરવાથી, જડ ચેતનનો ભેદ સમજાશે.
મનનો અનુભવ શું છે? પુદ્ગલનું જ સર્જન છે. ભલે આપણે તેને આધ્યાત્મિક અનુભવનો ચહેરો પહેરાવીએ. માનવી, ચિત્તાતીત પદાર્થોનું સૌંદર્ય અને ભવ્યતા જોવા મુક્ત હોતો નથી. માટે બાહ્ય ચર્ચાઓમાં પડવા કરતાં, મનથી પર થવા ઈચ્છનારા જીવો અન્તર્મુખ બને છે. આત્મ નિરીક્ષણથી આત્મશુદ્ધિ થાય છે. આ નિરિક્ષણથી ચમત્કાર જાગે છે. જાગૃતિનો પ્રકાશ વધે છે. જૂના અશુભ તત્ત્વો દૂર થાય છે અને નવા આવતાં નથી.
ક્રોધનો તણખો, ઈર્ષાની ચિનગારી, લોભનું ભારેપણું, ઘમંડનો ઉછાળો, માયા, છેતરપીંડીનું મોજું આદિ કોઈ પણ અશુભ તત્ત્વ પ્રવેશ કરે કે તરત જ જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠે છે.
જાગૃતિ અને સ્વનિરિક્ષણની સતત પ્રક્રિયા નૂતન જાગૃતિના પ્રભાતને ખીલાવે છે! મન આત્મા પર હવે નિયંત્રણ કરી શકતું નથી, આત્માનો અધિકાર મન પર સિદ્ધ થતો જાય છે!
જડ-અજીવ પદાર્થોની શક્તિ પણ ખૂબ હોય છે જે મનના સ્તરને ઢાંકી શકે છે. દારૂ, ગાંજો, અફીણ આના દૃષ્ટાંતો છે.
દૃશ્ય પદાર્થમાં રંગ, રૂપ, સ્પર્શ, ગંધના ગુણો છે. અમૂર્ત તત્ત્વોમાં ગતિ, સ્થિતિ, અવકાશ અને કાળ છે. ગતિ અને સ્થિતિ વચ્ચે અણુઓનું સતત સર્જન =================* ૧૮૯-KNEF==============
Page #220
--------------------------------------------------------------------------
________________
થાય છે તે પ્રક્રિયામાં અણુઓ એક બીજા સાથે ફક્ત અથડાવાનું કામ કરે છે. ચેતન જ્યારે ગતિ કરે છે ત્યારે સમ્યક્ દિશા પકડે છે! તેની પૂર્ણતા - કેવળ દર્શન, કેવળ જ્ઞાન, કેવળ ચરિત્ર, સિદ્ધશીલા!
આકાશ : અવકાશ આપે છે. કાળ : ભૌતિક હયાતીની કક્ષાએ કાળની હયાતી પરિણામરૂપે દેખાય છે.
જડ અને ચેતનનો ગાઢ સંબંધ છે. ફોતરાં અને અનાજ, ફૂલ અને સુગંધ, માટી અને સોનું જેવો તેનો સંબંધ છે.
ચેતન શક્તિ પુણ્યરૂપી જડ શક્તિથી માનવ બને છે. ઈંડુ અને અંદરનો જીવ, પાંદડું અને વૃક્ષ બંનેનો સંબંધ સ્પષ્ટ સમજવા. પક્ષી ઈંડાને છોડી ઉંચે ઉડે ત્યારે કે પાંદડુ વૃક્ષથી છૂટું પડતાં વિલય પામે ત્યારે તે પ્રક્રિયાનું નિરિક્ષણ કરવું પડે છે.
બાળક બીજને જમીનમાં વવાતું જોઈ અણસમજણથી માને છે કે બીજ નાશ થઈ ગયું! અનુભવી માનવી જાણે છે અનુભવથી, એ બીજમાંથી વૃક્ષ થશે. સમ્યક્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ વચ્ચે આવો જ તફાવત છે! મૃત્યુનું પણ આવું જ છે. દાગીનો ગળાવી બીજો ઘાટ ઘડાવો છો ત્યારે સોનું એનું એ જ રહે છે તેમ!
ચેતના શક્તિ અદ્દભૂત છે. પૃથ્વીને ફાડીને બીજ ઉપર આવે છે ને? રૂના ઢગલાને ફક્ત એક દીવાસળી ભસ્મ કરે છે તેમ તમારો પુરુષાર્થ, આત્માનો ઉપયોગ કર્મોને બાળી શકે છે. હુમા તમે નથી, હું ફક્ત સમયની અપેક્ષાએ છે. હું માત્ર નામ છે. આપણી બાહ્ય ક્ષણિક અવસ્થાઓને અસલી માનવાનું મિથ્યાત્વ છે. દર્પણમાં જોતાં હું ને હું માનવા જેવું છે!
પાણી ભરવાના વાસણમાં છિદ્ર હોય તો પાણી રહે નહીં. જો મનમાં છિદ્રો હોય તો આત્માના અણમોલ ઉપહારો કેમ રહે?
છિદ્રો કોણ પાડે છે? તે છે આપણી મર્યાદાઓ અને દિવારો, ગમાઅણગમાઓ, ધૃણા, આકાંક્ષાઓ, વિસ્તરણો, હકીકત વગરના નિર્ણયો. એક જ શબ્દમાં કહીએ તો તે છે “કર્મ' પ્રકૃતિ. તે નિષ્પક્ષ છે. કોઈને માટે તેને ભેદભાવ નથી. Kakkkkkkkkkkkkkkkk ૧૯૦-kkkkkkkkkkkkkkkkkk
Page #221
--------------------------------------------------------------------------
________________
છિદ્રો કેમ મટે? પૌષધ કરો. આત્માની સમીપ જાઓ. પ્રતિક્રમણ કરો. પાછા હઠી વાસ્તવિક ચેતનાના દર્શન કરો.
છિદ્રો પૂરીને શું? જાતને પૂર્ણ બનાવો. ૩ રસ્તા છે. (૧) પ્રતીતિ - Realize, (૨) પુનઃ પ્રાપ્તિ - Recover, (૩) જીવનમાં ઉતારવું - Retain.
અરૂપીને અનુભવતા પહેલાં રૂપીને પદાર્થ તરીકે, વિશ્વનાં તત્ત્વોને જેવા છે તેવા જુઓ.
હાડકાં, નખ, ચામડી, દાંત, વાળ – શરીરના પૃથ્વી તત્ત્વ છે. તમારા આંસુ, લાળ, પરસેવો, લોહી – જળ તત્ત્વ છે. પાચન શક્તિ, શરીરની ગરમી – અગ્નિ તત્ત્વ છે. શ્વાસોચ્છવાસ - વાયુ તત્ત્વ છે.
તેથી જે બહાર છે તે જ અંદર છે! દુનિયાથી જુદા નથી. તમારી અંદર, બહારનું જ રૂપ, બ્રહ્માંડનું જ રૂપ સૂક્ષ્મ સ્વરૂપે છે. જૈન ધર્મમાં તો બ્રહ્માંડનું સ્વરૂપ મનુષ્યના આકારનું બતાવ્યું છે!
સતત પરિવર્તનનું રહસ્ય શું છે? વહેતા રહો. વૃક્ષ પણ પાંદડાને ખરવા દે છે. પ્રકૃત્તિના નિયમોને અનુકૂળ થઈને.
આપણે પણ જીર્ણ-પુરાણા વિચારોને સૂકા પાંદડાની માફક ખેરવવાનાં છે! વિસ્તાર અને વિકાસ માટે યોગ-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે પરિવર્તન. નિરાસક્તિઅનાસક્તિ! અનાસક્તિમાં પાંદડા ખરે અને નાચતા લાગે તેમ માનપૂર્વક રાગને છોડો. છે પરસ્પરોપગ્રહો જીવાનામ્ - જીવો પરસ્પર ઉપકારક બની એકબીજાના વિકાસમાં સહાયક બને છે.
જ્યાં તર્કનો અંત આવે છે ત્યાં જ અધ્યાત્મની શરૂઆત થાય છે. શરીરરૂપનું આકર્ષણ એ વાસના છે. આત્માના ગુણોનું આકર્ષણ એ પ્રેમ છે. પરોપકાર એ શ્રેષ્ઠ સદુપયોગ છે.
મિથ્યાત્વ ટળે અને સમકિત મળે એટલે ઉપયોગ અને આનંદ મળે. =================^ ૧૯૧ -KNEF==============
Page #222
--------------------------------------------------------------------------
________________
સમકિતના અપવાદરૂપ ૬ ગારો આચાર્ય શ્રી વિજયલક્ષ્મસૂરિ વિરચિત “ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાંથી સમકિતના અપવાદરૂપ ૬ આગારો :
(૧) રાજાની આજ્ઞાથી, (૨) ગુરુજનની આજ્ઞાથી, (૩) આજીવિકા માટે, (૪) સમુદાયનાં કહેવાથી, (૫) દેવના બળાત્કારથી, (૬) બળવાનના બળાત્કારથી. આ ૬ આગારો (છૂટ) અપવાદથી લઈ સમકિતને બચાવી શકાય છે.
રાજાની આજ્ઞાથી મિથ્યાષ્ટિને પણ નમસ્કાર કરવા પડે તેને “રાજાભિયોગ' આગાર કહે છે.
ઉદા. કાર્તિક શેઠ શ્રેષ્ઠિને રાજાની આજ્ઞાથી ગરિક નામના તાપસના માસ ઉપવાસનાં પારણામાં પરાણે પીરસવું પડ્યું. ગરિકે કાર્તિક શેઠનું નાક કાપ્યું એવી ચેષ્ટા કરી. આ જોઈ કાર્તિક શેઠે વિચાર્યું કે, “જો પ્રથમથી જ દીક્ષા ગ્રહણ કરી હોત તો તાપસ (મિથ્યાત્વી જીવ) મારો પરાભવ કરી શકતા નહીં.” એવું વિચારતાં શ્રેષ્ઠિએ ૧૦૦૮ વણિક પુત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી.
અનુક્રમે દ્વાદશાંગીનો અભ્યાસ કરી, ૧૨ વર્ષ સંયમ પાળી કાર્તિક શેઠ સૌધર્મેન્દ્રનું પદ પામ્યા છે. તાપસ મરીને એ સૌધર્મ દેવલોકમાં સૌધર્મેન્દ્રનો “ઐરાવણ' હાથી થયો.
દેવલોકમાં તિર્યંચ હોતા નથી પણ તેવી ફરજવાળા આભિયોગિક દેવને ઈન્દ્રની આજ્ઞા થતાં રાવણ હાથીનું રૂપ વિકર્વીને ફરજ બજાવવી પડે છે. કાર્તિક શ્રેષ્ઠિ સૌધર્મેન્દ્ર પદથી વી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ સિદ્ધિ પદ પામશે.
Interesting Point : કેટલાક દૃઢધર્મી આત્માઓ પ્રબળ આંતરિક શક્તિવાળા હોય છે જે રાજાની આજ્ઞા છતાં પણ વ્રતનો ભંગ કરતાં નથી અને નિયમને સાચવે છે.
દૃઢધર્મી આત્મા જે અપવાદ રૂપ આગાર લઈ વ્રતભંગ કરતાં નથી તેનું સચોટ દૃષ્ટાંત :
Page #223
--------------------------------------------------------------------------
________________
કોશા ગણિકા (કોશ = ગુણ રત્નોનો ભંડાર) અને સ્થૂલભદ્ર મુનિ. જે વેશ્યાનાં ઘરે આવી ગુરુની આજ્ઞામાં રહી ચાતુર્માસ રહ્યાં હતા. કોશા વેશ્યાને પ્રતિબોધ કરવા આવ્યા હતા. વેશ્યાએ સ્થૂલભદ્રને વશ કરવા અનેક પ્રકારનાં હાવ-ભાવ વિભ્રમ, વિલાસ આદિ કર્યા પણ તેમનું ચિત્ત ચલિત ના કરી શકી. અંતે મુનિએ કોશાને પ્રતિબોધ પમાડી. એને કારણે ૧૨ વ્રત લેતાં ચોથા વ્રતમાં રહી, રાજાની આજ્ઞાથી આવેલ પુરુષ વિના, બીજા પુરુષનો સંગ નહીં કરવાનો નિયમ લીધો. કોશા વેશ્યા ચિરકાળ જૈનધર્મની પ્રભાવના કરીને સ્વર્ગ સુખ પામી.
ભય શાને? જ્યાં સુધી ભય પ્રાપ્ત થયો ન હોય ત્યાં સુધી જ ભય થી ડરવું પરંતુ ભયને આવેલો જોઈને તો નિઃશંક પણે સહન જ કરવું. પછી ભય રાખવો પણ નિષ્ફળ છે.
અગત્યની શિક્ષા એ છે કે જેનું શરણ હોય તે શરણ થકી જ જો ભય ઉત્પન્ન થાય તો રાજી ખુશીથી ભયને સહન કરી લેવો એ જ યોગ્ય છે.
મા અને ગુરુ : વજસ્વામી ત્રણ વર્ષના હતા ત્યારે માતા સાથે રહેવું કે પિતા જેણે દીક્ષા ગ્રહણ કરેલી જ હતી અને ગુરુ પદે હતા તેમની સાથે રહેવું તેનો વિચાર કરે છે : “માતા તીર્થ રૂપ છે, પરંતુ તે આ ભવમાં જ સુખ આપી શકે છે અને ગુરુ તો દરેક ભવમાં સુખ આપી શકે છે ને આપે છે.” એ વિચારે પિતાનો ઓઘો લેવા દોડી ગયો. ત્રણ વર્ષની વયે તે બાળક વજકુમારે ચારિત્ર લઈ લીધું એટલે માતા સુનંદાએ પણ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. વજસ્વામીની બાલ્યાવસ્થા પણ કેવી પ્રભાવશાળી.
મધ-મધ-માંસ-માખણ
ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાંથી... मद्यै मांसे मधुनि च, नवनीते तक्रतो बहिः ।
उत्पद्यन्ते विलीयन्ते सूक्ष्माश्च जन्तुराशयः ।।१।। અર્થ: મદ્યમાં, માંસમાં મધમાં અને છાશથી છૂટા પડેલા માખણમાં ક્ષણે ક્ષણે સૂક્ષ્મ જંતુનો સમૂહ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. =================^ ૧૯૩ Kekekekekekekekekekekekekek
Page #224
--------------------------------------------------------------------------
________________
सप्तग्रामे च यत्पापम्, अग्निना भस्मसात्कृते ।
तदैव जायते पापं, मधुबिन्दु प्रभक्षणात् ।।२।। અર્થ અગ્નિ વડે સાત ગામ બાળીને ભસ્મ કરવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ મધનું એક બિંદુ માત્ર ભક્ષણ કરવાથી લાગે છે.
यो ददाति मधु श्राध्धे, मोहितो धर्मलिप्सया ।
સ વાતિ નર ઘોર, રવઃિ સહ તરેઃ //રૂ II અર્થ : જે પુરુષ ધર્મ થવાની ઈચ્છાથી, મોહ પામીને શ્રદ્ધાથી મધ આપે છે, તે પુરુષ તેના લંપટ ખાનારાઓની સાથે નરકમાં જાય છે.
અહિં અનુમોદનાનું ભયંકર પાપ સમજાવ્યું છે :
બીજા દુષ્કૃત્ય કે શાસન વિરુદ્ધ પ્રરૂપણા કરતા હોય ત્યાં, તેવાને ધર્મ થવાની ઈચ્છાથી, સાથ આપવાથી દુષ્પરિધાન રૂપ અનુમોદનાનું પાપ સહન કરવું પડે છે. અનુમોદનાને સમજીએ, શુભ અનુમોદનામાં રાચીએ.
સમકિતના 9 પ્રભાવક સમકિતના ૬ પ્રભાવક કહ્યા છે :
જે મુનિ જિન પ્રરૂપિત આગમની પ્રરૂપણા સમયને અનુસાર કરી જાણે તથા તીર્થને શુભ માર્ગે પ્રવર્તાવે તે પ્રવચન પ્રભાવક કહેવાય છે.
પહેલા પ્રભાવક : વજસ્વામી. બીજા પ્રભાવક : સર્વજ્ઞસૂરિ. કમળ નામના યુવકનું ઉદાહરણ.
કમળ જીવ, સ્વર્ગ, મોક્ષ સર્વને આકાશને આલિંગન કરવા જેવું, ઘોડાના શિંગડા જેવું અસત્ય માનતો. એને સમજાવવા લબ્ધિધર મુનિ એને પસંદ વિષયની સમજણ આપી સાચે માર્ગે લાવવા માટે ૪ પ્રકારની સ્ત્રી વિષેની વાત કરે છે.
૧. પદ્મિની-સૌથી ઉત્તમ, ૨. હસ્તિની-સહેજ ઉતરતી, ૩. ચિત્રણી (થોડી ઉતરતી, ૪. શંખિની-સૌથી કનિષ્ઠ.
પવિની : રાજહંસ જેમ મંદ મંદ લીલા સહિત ગમન કરે છે. કૃશ ઉદર ઉપર =================^ ૧૯૪ -KNEF==============
Page #225
--------------------------------------------------------------------------
________________
ત્રિવલી પડેલી હોય, વાણી હંસ જેવી મધુર, વેષ સુંદર, શુદ્ધ અને કોમળ બોલે છે; અલ્પ અન્નનો અલ્પ આહાર કરનારી, માન અને લજ્જાશીલ તથા શ્વેત પુષ્પના જેવા વસ્ત્રો એને વધારે પ્રિય હોય છે.
ચિત્રણી સ્ત્રીનું કામ મંદિર (ગુહ્ય ભાગ) ગોળાકાર હોય, તે દ્વાર કોમળ અને અંદરથી જળથી આદ્ર, તેના પર રોમ ઘણાં હોય. દષ્ટિ ચપળ, બાહ્ય સંભોગમાં વધારે આસક્ત (હાસ્ય ક્રિડામય), મધુર વચની, નવી નવી વસ્તુઓ એને બહુ ગમે છે.
હે કમળ, સ્ત્રીઓના ક્યા ક્યા અંગને વિષે ક્ય ક્લે દિવસે કામ રહે તે સાંભળ : પગનો અંગૂઠો, ફણો, ઘૂંટી, જાનુ, જઘન, નાભિ, વક્ષસ્થળ (સ્તન), કક્ષા (કાખ), કંઠ, ગાલ, દાંત, ઓષ્ઠ, નેત્ર, કપાળ અને મસ્તક ૧૫ અંગોમાં પંદર તિથિએ અનુક્રમે કામ રહે છે.
શુક્લ પક્ષને પડવે અંગૂઠે કામ હોય ત્યાંથી ચડતો પૂનમે મસ્તકે આવે છે. કૃષ્ણ પક્ષને પડવે મસ્તકે હોય છે અને ઊતરતો અમાસને દિવસે અંગૂઠે આવે છે. આ પ્રમાણે સ્ત્રીનાં કામવાળા સ્થળે મર્દન કર્યું હોય તો સ્ત્રી તત્કાળ વશ થાય છે.
વશ થવાને ઈચ્છતી સ્ત્રી પોતાનાં નેત્રો નમાવે છે, જે પુરુષનાં હૃદય પર પડે છે તથા ભૂકુટિને વક્ર કરતી શોભાને ઉત્પન્ન કરે છે અને સંયોગ થવાથી લજ્જાનો ત્યાગ કરે છે. કમળ રસ પડવાથી સૂરિ મહારાજ પાસે જવા લાગ્યો. અનુક્રમે નિયમ લીધો, વ્રતધારી થયો.
૩૬૩ પાખંડીઓ (પાખંડી સંગ વર્જન સમકિતની ચોથી શ્રદ્ધા)
એકાંત ક્રિયાવાદીના ૧૮૦ ભેદ, અક્રિયાવાદીના ૮૪ ભેદ, અજ્ઞાનવાદીના ૬૭ ભેદ અને વિનયવાદીના ૩૨ ભેદ. આમ કુલ ૧૮૦+૮૪+૬૭+૩૨=૩૬૩ ભેદ થાય.
ત્રિપદી ભગવાને ઈન્દ્રભૂતિ ગૌતમને આપેલ ત્રિપદી વિષે ઃ
ઉપનેરૂં વા-ઉત્પન્ન થાય છે, વિરામેરૂં વા–મરે છે, gવેડ઼ વા–નિશ્ચલ ભાવ છે. =================^ ૧૯૫ -KNEF==============
Page #226
--------------------------------------------------------------------------
________________
*******
(વખ્ખણ વા, વિનમ! વા, વણ વા) રૂપે પણ ત્રિપદી કહી છે.
૩૫નેરૂં વા અર્થ : જીવથી જીવ ઉત્પન્ન થાય છે તે, નર નારીથી ગર્ભ ઉત્પન્ન થાય છે તે, દેહથી નખ વગેરે ઉત્પન્ન થાય છે તે, અજીવથી અજીવ ઉત્પન્ન થાય છે તે, ઈંટાદિકના ચૂર્ણની જેમ. અજીવથી જીવ ઉત્પન્ન થાય છે તે પરસેવાથી જૂની ઉત્પત્તિની જેમ. (જીવથી જીવ ઉત્પન્ન થાય, જીવથી અજીવ ઉત્પન્ન થાય, અજીવથી અજીવ અને અજીવથી જીવ ઉત્પન્ન થાય છે.)
વિમેડ઼ે વા ૧. જીવથી જીવ નાશ પામે છે.
૩. અજીવથી જીવ નાશ પામે છે.
=
વિગમ ઃ નાશ થવું. આમા પણ ૪ ભાંગા છે.
>>>
૨. જીવથી અજીવ નાશ પામે છે. ૪. અજીવથી અજીવ નાશ પામે છે.
૧. જીવ છ કાય (પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય) જીવોની ઉપમર્દના કરે તે.
૨. જીવ ઘટ આદિ અજીવ પદાર્થોનો નાશ કરે તે.
૩. ખડગ અથવા સોમલ (ઝેર) આદિથી જીવ મરણ પામે તે.
૪. ઘડા સાથે પત્થર અફળાવાથી નાશ પામે છે તે.
* ધ્રુવેર્ફે વજ્ઞ – ધ્રુવપણામાં પણ ૧. નિત્ય, ૨. અછેદ્ય, ૩. અભેદ્ય વગેરે જીવના સ્વરૂપને જાણવા. દા.ત. આત્મા નિત્ય છે, અભેદ્ય છે, અછેદ્ય છે. સૂક્ષ્મ, નિગોદ નિત્ય, અભેદ્ય, અછેદ્ય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાનની અપેક્ષાએ લોકનિત્ય છે. (કાળની અપેક્ષાએ અનિત્ય.) દ્રવ્યરૂપે જીવ શાશ્વત તિર્યંચ, મનુષ્ય, નારકી, દેવપણાના પર્યાયરૂપે અશાશ્વત.
શરીરની અંદર પાંચ વાયુઓ ફરતા રહે છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. હેમચંદ્રાચાર્યસૂરિ આ પાંચે વાયુને રૂંધી શકતા હતા અને તેથી
આસનથી કંઈક ઊંચા રહી વ્યાખ્યાન આપી શકતા હતા.
બળવાન સિંહ હાથી અને સૂકરનું માંસ ખાય છે. તો પણ વરસમાં એક જ વાર કામક્રીડા કરે છે અને પારેવાં (કબૂત૨) મડિયા કાંકા અને જૂવારનાં કણ ખાય છે તે છતાં તેઓ હંમેશાં કામી જ રહે છે તો તેનો શું હેતુ? ****************** 96$ ******************
Page #227
--------------------------------------------------------------------------
________________
सिंहो बली द्विश्य सूकर मांस भोजी, संवत्सरेण रतिमेति किलकवारम् । परापत: खरशिला कण मात्र भोजी, कामी भवत्यनुदिनं ननुं कोङ्गत्र हेतु: ।।
પદ્માસન
પૂજન પછી થયેલી સાત્ત્વિક ભાવનાથી અથવા ઉત્તમ સહચર્યથી આત્મકલ્યાણ માટે જીવ તૈયાર થઈ જાય ત્યારે માળા ગણવાના સમયે, ધ્યાન ધરવાના સમયે, કાયોત્સર્ગ સમયે કે સ્વાધ્યાય સમયે કમરને ઝૂકવા ના દેવી પણ ઊંચી રાખીને એટલે કે મેરૂદંડ જેમાં ઉંચો રહે તે પદ્માસનમાં બેસવું જેથી વીર્યનાડીનો સંઘર્ષ આસન સાથે થશે નહીં. વીર્યનાડી અત્યંત મુલાયમ છે; લિંગ (જનનેન્દ્રિય)ની નીચે અને ગુદાની ઉપરની નસ છે તેને વીર્યનાડી કહે છે. આત્મકલ્યાણ માટે વીરાસનમાં બેસવા પ્રયત્ન કરવો જોઈએ, જે કાયક્લેશનું અનુષ્ઠાન કહેવાય. કાયાની માયા તોડવા બાહ્યતપમાં કાયક્લેશ તપની આવશ્યકતા સમજાવી છે. ‘ઓપપાતિક સૂત્ર'માં ઉત્કટાસન, વીરાસન, પદ્માસન, અર્ધ પદ્માસન આદિ આસનમાં બેસવું એવી સૂચના કરેલ છે. પગના પંજા પર બેસવું જ્યા બંને નિતંબો એડીથી અદ્વ૨ રહે. કાયક્લેશ કાયાની માયા તોડવા માટેનું તપ છે.
મનગમતી વસ્તુઓ, વ્યક્તિઓ મળવાના મૂળમાં પૂર્વભવનું પુણ્ય અને અણગમતી વસ્તુઓ, વ્યક્તિઓ મળવાના મૂળમાં પૂર્વભવનું પાપ કામ કરી રહ્યું છે. માટે તે પુણ્યને વધારવા દેવ-ગુરુ-ધર્મનું આરાધન અને પાપથી મુક્ત થવામાં તપ, જપ, ધ્યાન, દાન, પુણ્ય આદિ સત્કર્મો કરવા સિવાય પુણ્ય સ્થિર રહેતું નથી અને પાપનો નાશ થતો નથી.
મોક્ષના પગથિયાં પંક્તિ
મનુષ્ય જન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, શ્રદ્ધાળુપણું, ગુરુ વચનનું શ્રવણ અને કૃત્યાકૃત્યનો વિવેક.
જેમ માણસ નેત્રવાળો છતાં પણ સૂર્યનાં પ્રકાશ વિના જોઈ શકતો નથી, તેમ જીવ જ્ઞાનવાળો છતાં શુદ્ધ ચારિત્ર વિના મોક્ષના સુખને જોઈ શકતો નથી.. માટે ચારિત્રમાં સ્થિર થવાની આજ્ઞા છે. સર્વવિરતિ એ જ ધર્મ...! ****************** 960 ******************
Page #228
--------------------------------------------------------------------------
________________
વિનયના ૧૦ પ્રકારઃ અર્વત્, સિદ્ધ, મુનિ, ધર્મ, ચૈત્ય, શ્રુત, પ્રવચન(ચતુર્વિધ સંઘ), આચાર્ય, ઉપાધ્યાય, દર્શનને વિષે પૂજા-પ્રશંસા-ભક્તિ-અવર્ણવાદનો નાશ. અશાંતિનો પરિત્યાગ કરવો એ સમકિત સૂચક ૧૦ પ્રકારનો વિનય છે. * વિનયના ૭ પ્રકારો પણ ગણાવ્યા છે ? ૧. જ્ઞાન વિનય : સમ્યગુજ્ઞાન, જ્ઞાનીઓની પ્રશંસા, ભક્તિ, વૈયાવચ્ચ,
સામાયિક દરમિયાન સ્વાધ્યાય એ જ્ઞાન વિનય છે. ૨. દર્શન વિનય : અરિહંત પરમાત્મા, તેમના પ્રતિકરૂપ મૂર્તિઓ, પંચ
મહાવ્રતધારી સાધુ, સાધ્વી, તપસ્વી તથા જ્ઞાનીના સહવાસથી સમ્યકદર્શનની ઉત્પત્તિ થાય છે. નમુત્થણ, લોગસ્સ આદિ સૂત્રો વારંવાર બોલવાથી સમ્યક્ દર્શનની શુદ્ધિ થાય છે. સ્વાધ્યાયથી સમ્યકજ્ઞાન વધે છે, જે વિશેષ પ્રકારે સમ્યક્ દર્શન વિશુદ્ધ કરે છે. પાપોના ત્યાગની ભાવનારૂપ સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એકાગ્ર ચિત્તથી (મન પ્રણિધાન) અરિહંતોનું દ્રવ્ય તથા ભાવપૂજન કરવું. શુદ્ધ અનુષ્ઠાનમાં મન-વચન-કાયાને જોડી ગુણાનુવાદ કરવા. તમે પોતે
ગુણી બનશો. ‘નમો અરિહંતાણં' પદને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળા થશો. ૩. ચારિત્ર વિનય ? આર્તધ્યાન, રોદ્રધ્યાનને રોકનાર વિનય છે. પ્રતિક્રમણથી
ચારિત્ર શુદ્ધિ થાય છે. ૧૨ વ્રતો, ૫ મહાવ્રતો સ્વીકારવા તૈયાર થવું, તૈયાર
રહેવું. ૪. મનોવિનય. ૫. વચન વિનયઃ ૮૪ લાખ યોનિમાં ૫૨ લાખ યોનિના જીવોને જીભ હોતી
જ નથી. કેવળ ૩૨ લાખ જીવયોનિના જીવોને જીભ મળી છે. ૬. કાય વિનય. ૭. લોકોપચાર વિનય : વ્યવહારમાં વફાદારી, સભ્યતા, સત્યતા જાળવવી,
વડિલોનું બહુમાન, ભદ્ર અહિંસક વ્યવહાર, ગુરુને જીવન સમર્પણ, જેથી
નવું જ્ઞાન મળ્યા કરે. જૂનાનું પુનરાવર્તન થયા કરે. =================^ ૧૯૮ -KNEF==============
Page #229
--------------------------------------------------------------------------
________________
܀
શરીર : ૩૨ અંગે લક્ષણવંત
૩૨ અંગો : લક્ષણવંત બાળક :
(અંગવિજયી ગ્રંથમાં ભગવંતના શરીર માટે લખ્યું છે.)
૭ લાલ - નખ, પગના તળીયા, હથેળી, જીભ, હોઠ, તાળવું, આંખના ખૂણા
૬ ઊંચા - કાંખનો ભાગ, હૃદય, ગરદન, નાક, નખ, મુખ
૫ પાતળા - દાંત, ચામડી, કેશ, આંગળીનાં વેઢા, નખ
૫ દીર્ઘ - આંખો, સ્તનની વચ્ચેનો ભાગ, નાક, હડપચી, ભૂજા
૩ પહોળા - કપાળ, છાતી, મુખ
૩ નાના હોય - કંઠ, સાથળ, પુરુષચિહ્ન
૩ ગંભીર હોય - સત્વ, સ્વર, નાભિ.
૩૨
૩૨ લક્ષણો ઃ છત્ર, કમળ, ધનુષ્ય, રથ, કાચબો, અંકુશવાવ, સાથિયો, તોરણ, સરોવ૨, સિંહ, વૃક્ષ, ચક્ર, હાથી, શંખ, સમુદ્ર, કળશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞ, સ્તંભ, કમંડળ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધજા, અભિષેકવાળી લક્ષ્મી માળા, મો૨. આ ૩૨ લક્ષણો અત્યંત પુણ્યશાળી જીવને હોય છે.
તીર્થંક૨નો આત્મા અપૂર્વ ઐશ્વર્યનો સ્વામી હોય, અનેક રિદ્ધિ-સિદ્ધિ ભોગવે છતાં કર્મનો ક્ષય કરી મોક્ષે જાય. ચક્રવર્તી કર્માનુસાર ભોગ સામગ્રીમાં આસક્ત થાય તો નરકે પણ જાય, દેવગતિને પામે, કર્મ ખપાવીને મોક્ષે જાય. બળદેવ સિવાય, વાસુદેવ-પ્રતિ વાસુદેવ આરંભ-સમારંભને કા૨ણે નરકે જાય.
૧૮ પ્રકારનાં અત્યંતર દોષોનો સર્વથા ક્ષય થયો હોય છે. - તીર્થંકરનો જીવ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યંતરાય, હાસ્ય, રતિ, અતિ, ભય, શોક, દુર્ગંધ, રાગ, દ્વેષ, કામ, અજ્ઞાન, નિંદ્રા, મિથ્યાત્વ, અવિરતિ. દ્રવ્યથી તીર્થંકરના જીવને સર્વ પ્રકારના રોગોનો ક્ષય થયો હોય છે.
શરીરની ૭ ધાતુઓ : લોહી, પરુ, માંસ, અસ્થિ, મજ્જા, મેદ, વીર્ય. **********************
Page #230
--------------------------------------------------------------------------
________________
****
* અનુમોદના પ્રગતિનો એક રાજમાર્ગ છે.
પુરુષ કરતાં સ્ત્રી વિવિધ રીતે જુદા સ્વભાવવાળી જોવા મળે છે. પાંચ ધાત્રીઓ
܀
પુત્રને કુળદીપક તો પુત્રીને લક્ષ્મી કહ્યાં છે. તીર્થંકરના જીવને ઉછેરવા માટે ઈન્દ્રદેવ ૫ ધાત્રીઓ (સ્ત્રીઓ) નિયુક્ત કરે છે.
܀
(૧) ક્ષીરધાત્રી : સ્તનપાન કરાવનાર
(૨) મજ્જનધાત્રી : સ્નાનાદિ કરાવનાર (૩) મંડનધાત્રી : શૃંગારાદિ કરાવનાર (૪) ખેલનધાત્રી : ક્રીડાદિ કરાવનાર
(૫) અંતર્ધાત્રી : ગોદમાં લઈ ફે૨વના૨
શ્રદ્ધાને સર્વરોગ નિવારણ કરનારી ધનવંતરી કહી છે. તીર્થંકર પ્રત્યેની ‘શ્રદ્ધા’ જેટલી દઢ તેટલા પ્રમાણમાં ભગવાનનાં ‘અતિશય’ ને કારણે ઈતિ ઉપદ્રવ, દુઃખ, કષ્ટ દૂર થાય જ છે.
ચિઠ્ઠઉ દૂરે મંતો, તુજ્ડ પણામો બહુફલો હોઈ, નર તિરિ એસુ વિ જીવા, પાર્વતિ ન દુ:ખ દોગચ્યું.
(ઉસગ્ગહરં) મહામંત્રનો પ્રભાવ દૂર રહો. હે પુરુષદાનીય પાર્શ્વનાથ પ્રભુ! આપને ત્રિકરણ યોગે ભાવપૂર્વક કરેલો નમસ્કાર કર્યાથી પણ મનુષ્યતિર્યંચ આદિ જીવો દુઃખ-દરિત્ર્ય કે દુર્ગતિ પામતાં નથી.
મંત્ર શાસ્ત્રની દૃષ્ટિએ ઃ
·
* પીત્ત વર્ણનું ધ્યાન
સ્થંભન કરાવે,
• રક્ત વર્ણનું ધ્યાન - સ્મરણ, વશીકરણ કરે,
• શ્યામ વર્ણનું ધ્યાન - પાપીઓને શાંત ઉચ્ચાટન કરે,
•
લીલ વર્ણનું ધ્યાન - ઈહલોકના લાભ આપે, અને
શ્વેત વર્ણનું ધ્યાન - શાંતિ આપે, કર્મક્ષય કરે.
****************** 200 ******************
=
•
Page #231
--------------------------------------------------------------------------
________________
>>>>
મોક્ષ શા માટે?
ચિંતક : સ્વ. પન્નાલાલ જગજીવનદાસ ગાંધી
પહેલું સુખ તે જાતે નર્યા,
બીજું ઘરે શીલવતી ભાર્યા.
ત્રીજું સુખ, કોઠીમાં જા૨, ચોથું આજ્ઞાંકિત પરિવાર.
પાંચમું સુખ કળશરૂપ સાર, પ્રતિષ્ઠાવાન ને આબરૂદાર.
*બંધન-દુઃખ મુક્તિ વિચારણા :
܀
܀
પાંચે પાંચ સુખ-દુઃખના દ્વાર, જ્ઞાની કહે મોક્ષ સુખ જ વિચાર!
‘શ્રદ્ધાંધ’
દુઃખનો અને બંધનનો ‘અવિનાભાવિ’ સંબંધ છે.
દુ:ખ હોય ત્યાં બંધન હોય અને બંધન હોય ત્યાં દુઃખ હોય જ! દુ:ખનો સર્વથા નાશ તે મોક્ષ, મુક્તિ.
મોટામાં મોટુ બંધન સોથી પોતાનું નજીકમાં નજીકનું શરીર. તેને ખવડાવો, પીવડાવો, પહેરાવો, ઓઢાડો, સંવારો, સજાવો અને અંતે છોડીને જવાનું ત્યારે મરણનું દુઃખ. જો શ૨ી૨ને મુક્તિની પ્રાપ્તિ માટેનું સાધન બનાવાય તો યોગ અને અન્યથા ભોગ વિલાસનું સાધન થાય તો લે આત્માનો ભોગ!
પ્રાપ્ત સુખ અને વાંછિત સુખ વિચારણા :
દુઃખ વિકૃતિ છે, કોઈ એને ઈચ્છે નહીં. સુખ જીવનનું જ સ્વરૂપ છે. જીવની જ ખુદની માંગ સુખની જ છે. જીવને અધુરૂં, ઓછું, ભેળસેળિયું અશુદ્ધ, પરની માલિકીનું, વિકારી, વિનાશી ગમતું નથી.
****************** 209 ******************
Page #232
--------------------------------------------------------------------------
________________
આ સંપૂર્ણ કે અપૂર્ણ, જે નથી મળ્યું અને મળ્યું છે તે ઓછું છે. બંનેને માગ્યા
કરીએ છીએ. જીવ સ્વરૂપથી પૂર્ણ છે માટે પૂર્ણતા જ ઝંખે છે. બજારમાં ખરીદીએ જઈએ તો જીર્ણ, ફાટેલું, તડવાળું, ઘસાયેલું, જૂનું લાગતું ગમતું નથી. શાલીભદ્ર પાસે અઢળક, અકલ્પનીય વૈભવ હતો પણ માથે શ્રેણિક રાજા બેઠો છે તેનું માલિકીપણું ન ગમ્યું. સંસાર છોડ્યો. ભગવાન મહાવીરનું સ્વામિત્વ સ્વીકાર્યું. સાચું સુખ પૂર્ણતામાં જ છે.
અંગ્રેજોના સમયમાં ખાધે પીધે લોકો સુખી હતા પરંતુ ગુલામી હતી. સ્વતંત્રતા વગર જીવ હેઠે ના બેસે.
સર્વ પરવશ દુઃખ, સર્વાત્મવશે સુખમ્” પર-પદાર્થનાં સંયોગથી જે વેદના થાય તે આત્માનું વિકૃત સ્વરૂપ છે, માટે દુઃખરૂપ છે. પરંતુ પર-પદાર્થ આત્મ પરિણામનું સ્વસંવેદન કરાવે તો તે સુખ છે. માટે કહ્યું છે, “સ્વમાં વસ, પરથી ખસ.” * અવિકારી અવિનાશી કે વિકારી વિનાશી?
જીવ કોઈપણ હોય, મરણને ઈચ્છતો નથી. અમૃત અમરણને જ આપણે
ઈચ્છીએ છીએ. જ પ્રભુ સન્મુખ “અક્ષતથી આલેખના કરીએ ત્યારે સ્વસ્તિકમાં જ્ઞાનીઓની
ગર્ભિત માંગણી કેવી અનુપમ ગૂંથી છે? Decode it અને આપણે વારી જઈએ! સર્વોચ્ચ કે સામાન્ય સુખ? Marathon race 2419 241431 alt QT141714 Exclusive Paramount મેળવવાની મચી છે. આલતું ફાલતું કોઈને ગમતું નથી. છએ દ્રવ્યમાં ઉત્તમોત્તમ દ્રવ્ય જીવ છે અને તેની માંગ વાસ્તવિક પોતાના સ્વ સ્વરૂપને પામવાની છે. આત્મા શાશ્વત સુખને શોધે છે. અક્ષય,
અજરામર, અવિકારી, અવિનાશી એવું સુખ જોઈએ છે. =================^ ૨૦૨ -KNEF==============
Page #233
--------------------------------------------------------------------------
________________
*
>>> Perfect, Pure, Personal, Permenant, Paramount સુખની માંગ છે. સ્વ એટલે પોતાનું, જે પોતામાં જ હોય તેને નિખારવાનું (બહા૨ લાવવાનું) છે.
અજાણતા જે માંગીએ છીએ તે માંગ સાચી છે, પણ ભૂલ ક્યાં થાય છે ? પુદ્ગલમાંથી મળે તેમ નથી અને ત્યાંથી મેળવવા માગીએ છીએ.
જીવન વ્યવહારમાં :
૧. દૂધપાક કે શ્રીખંડ એક જ ચમચી મળે તો અધૂરો. સીંગોડાના લોટમાં ભેળસેળ કરેલો શીખંડ ભાવે ?
કંદોઈ દૂધપાક કલઈ કર્યા વગરનાં વાસણમાં આપે તો ? મેવા મસાલાથી ભરપૂર દૂધપાક જ સૌથી વધુ ભાવે ને ?
૨. પરણવાને થયેલો મુરતીયો કેવી છોકરીને ઝંખે? રંગે, રૂપે સર્વાંગ સાબૂત કન્યા જોઈએ ને ? કાચીકુંવારી અબોટ કન્યાને ઝંખે. વિશ્વસુંદરીના સ્વપ્ના જ ચાલતા હોય.
૩. સ્ત્રીઓ બજા૨માં માટલું ખરીદવા જાય તો ટકોરાબંધ, આખું, પાણી ભરતાં તૂટી ન જાય તેવું પકવેલું પરિપૂર્ણ જોઈને લે.
આ બધામાં આંતરિક જીવની મૌલિક સ્વરૂપની ચાહની છાયા વર્તાય છે. જીવ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ : નિત્યતા, ચિત્ત : જ્ઞાન, આનંદરૂપ. મોક્ષને ન માનના૨ કે સમજના૨ તથા પરમાત્માને ન માનનાર કે સમજના૨ કે ન સ્વીકારવાની માંગ જો તપાસીએ તો જાણે અજાણે પણ માંગ મોક્ષની જ છે. જીવન પોતે જીવે અને ન માને એનું જ નામ અજ્ઞાન.
સુખની પૂર્વ અને સુખ પછી પણ દુઃખ છે. અરે સુખની સાથે પણ દુઃખ છે, એમ શાની સમજાવે છે.
નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન ****************** 203 ******************
Page #234
--------------------------------------------------------------------------
________________
જેથી જંજીરોથી નીકળે, પર વસ્તુમાં નહીં મુંજવો એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. (શ્રીમદ્ રાજચંદ્ર)
ન ઈચ્છો તોય આવે એનું નામ દુઃખ અને ન ઈચ્છો તો પણ ચાલી જાય તેનું નામ સુખ!
ચક્રવર્તી ભરત મહારાજાને પાંચેય સુખ પરાકાષ્ઠાના મળ્યાં છતાંયે એ પાંચેય સુખ અસાર છે એવી માન્યતા હૈયે દૃઢ થયેલી હતી. એની રોજ યાદી થાય એવી વ્યવસ્થા પણ કરી હતી. એટલે જ ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન પામી મુક્ત થઈ પરમપદને પામ્યા.
મોક્ષે કોણ જઈ શકે? જ મોહને જીતે તે મોક્ષે જાય.
સંખ્યા વર્ષના આયુષ્યવાળા યુગલિકો ના જઈ શકે. સંજ્ઞી, ભવ્ય, ઓછામાં ઓછી ઉમર ૯ વર્ષ.
પ્રથમ સંઘયણી – વજઋષભ નારાજી સંઘયણ. ઉંચાઈ કાયા ૫૦૦ ધનુષ. * કેટલા જીવો એકી સાથે મોક્ષે જઈ શકે ? ૧ સમયમાં ૫૦૦ ધનુષ્યની કાયાવાળા ૦૨
૨ હાથની કાયાવાળા ૦૪
મધ્યમ અવગાહના ૧૦૮ અંતગડ, અંતકૃત કેવળી ક્યા? જેનું કેવળજ્ઞાન અને નિર્વાણનું અંતર ૨ ઘડી હોય. દા.ત. મેતારજ મુનિ, ગજસુકુમાલ, મરૂદેવા માતા. અંતરકાળ કેટલો? (મોક્ષે જનારા જીવો વચ્ચે)
જ.-૧ સમય, ઉ.-૬ મહિના * અનંતર કાળ (સતત, in a raw) કેટલો?
જ.-૨ સમય સતત ૨ સિદ્ધ થાય જ Kakkkkkkkkkkkkkkkk ૨૦૪-kkkkkkkkkkkkkkkkkk
Page #235
--------------------------------------------------------------------------
________________
ઉ.-૮ સમય સતત ૮ સમય સુધી સિદ્ધ થાય, મોક્ષે જાય. એક સમયે ઉ. ૧૦૮ સાધુ મોક્ષે જાય
૧૦ નપુંસક મોક્ષે જાય
૨૦ તીર્થકર મોક્ષે જાય. રસ ભરી વિગતો : ત્રીજા આરાનાં અંતે ૭ કુલકરો થાય. ૩ - હકાર નીતિવાળા ૧ - મકાર નીતિવાળા ૩ - ધિક્કાર નીતિવાળા અગ્નિ પહેલા, બીજા, ત્રીજા અને છઠ્ઠા આરામાં હોતી નથી.
ચક્રવર્તી હોય ત્યારે બળદેવ, વાસુદેવ, પ્રતિ વાસુદેવ ના હોય. ચક્રવર્તીનાં ૧૪ રત્નોમાં ૭ એકેન્દ્રિય + ૭ પંચેન્દ્રિય રત્નો હોય છે.
=================^ ૨૦૫ -KNEF==============
Page #236
--------------------------------------------------------------------------
________________
>>>>
‘ઉલ્લાસ’
ઘરમાં પ્રવેશતાં બારણું ખોલ્યું અને કેસ૨ બરાસની સુરભી દેહને વિલેપી રહી...
નિરામય વિતરાગના સત્ની
કસ્તૂરી
શ્વાસમાં જાણે ભીની ભીની પ્રસરી ગઈ...
પ્રસન્નતાનું ધુમ્મસ વળગ્યું અને ‘રાગ’ની ઉષ્માથી
ટપક્યું શેષ એક
બિંદુ!! આતમને અભિષેકતું
વિતરાગની પૂજાના
ઉલ્લાસમાં..!!
←
‘શ્રદ્ધાંધ’
Sept. 99
****************** 20 ******************
Page #237
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૭ તત્ત્વ ઝરણું"
શ્રદ્ધાંધ'ના ૩ સંવેદનો...
પ.પૂ.શ્રી મેઘદર્શનવિજયજી મહારાજ લિખિત
તત્ત્વ ઝરણું" વાંચવા જેવું, જાણવા જેવું, આચરવા જેવું
૨૧૦
૨૧૩
૨ ૧૬
તત્ત્વ ઝરણું પાંચ સમવાય ભવ્ય-અભવ્ય જીવો
સાધુવેષ, સંયમનો શણગાર • સુખી થવું છે? આત્માની નજીક જાવ
મોક્ષ કોને કહેશો? મોક્ષ કોને મળે?
૨ ૨ ૧
૨૨૫
૨૨૮
૨ ૨૯
સમકિત
૨૩૧
૨૩૫
આશ્રવ અને અનુબંધ • મૃત્યુ અને મહોત્સવ
૨૪૬
======================== ૨૦૭ --------
-------------*
Page #238
--------------------------------------------------------------------------
________________
હૈયાની વાત... આદીશ્વર દાદા (૨)
ભવોભવ મળજો તમારો સાથ ભવાટવીમાં ભટકી રહ્યો છું
ઝાલજો મારો હાથ... ભવોભવ.. છોડ્યો નહીં સંસાર, ના લીધું
સંયમ ચારિત્ર તાત મોક્ષ મારગની રાહ ભૂલ્યો હું
સાંભળ્યો નહીં તારો સાદ.. ભવોભવ.. મહામંત્રનો જાપ કરું હું
આતમ પર ના ભાત મોહ માયા આશ્રવનું આચમન
કરતો હું દિવસ અને રાત.. ભવોભવ.. ભવની ભાવટ ભાંગે એવું
“સમકિત મળજો તાત “શ્રદ્ધાંધ'-મને કહી દીધી તમને મુજ હૈયાની વાત... ભવોભવ..
શ્રદ્ધાંધ” Oct. 2010
==============* ૨૦૮ ---
-------
-
---
Page #239
--------------------------------------------------------------------------
________________
સર્વ રોગ નિવારીણિ
(રાગ દરબારી) પદ્માવતી દેવી તમે છો, સર્વ રોગ નિવારીણિ પાર્શ્વ પ્રભુનાં યક્ષિણી છો, સમ્યગ્ દૃષ્ટિ ધારીણિ...
| સર્વ રોગ નિવારીણિ.. વર્ણ ઓમ હ્રીં જોડીને જપતાં, પાર્થ પ્રભુનાં ધારીણિ અનુપમ પ્રભાવ પ્રવર્તે તમારો, મન વાંછિત ફળ દાયીનિ..
| સર્વ રોગ નિવારીણિ... ભીના ભાવથી ધ્યાન ધરે તમ, પામે લબ્ધિ દુઃખ વર્જનની શ્રદ્ધાંધ” ચહે અમી આશિષનાં, આશ તમારા દર્શનની...
સર્વ રોગ નિવારીણિ....
શ્રદ્ધાંધ”
“ઊગે સમકિત્ ભાણ' સાધર્મિક ભક્તિ કરતાં
થાયે ઉભય કલ્યાણ જિન આજ્ઞાને સેવતાં
ઊગે સમકિત ભાણ
Carમાં પ્રભાતે Office જતાં ફુરણા થઈ અને લખાયું..
*--**--*--**--**--**-
-* ૨૦૯ ----------------------
-
Page #240
--------------------------------------------------------------------------
________________
‘તત્ત્વ ઝરણું" - ગણિવર્ય મેઘદર્શનવિજયજી લિખિત વિતરાગોથ્વયં દેવો, ધ્યાયમાનો મમુક્ષુભિઃ |
સ્વર્ગોપવફલદઃ શક્તિસ્તસ્ય હિ તાદશો મુમુક્ષુઓ વડે ધ્યાન ધરાતો વીતરાગી દેવ પણ સ્વર્ગ અને અપવર્ગ - મોક્ષરૂપી ફળ આપનારો છે. કારણ કે, તેની શક્તિ જ તેવી છે. જે આ પરમાત્માના ગુણો ગાય, ભક્તિ વંદના પૂજનાદિ કરે તેનાં દુઃખો અને દોષો જાય, તે એક દિવસ ભગવાન જેવો બને. આનું નામ પરમાત્માની પ્રસન્નતા.
તિથ્થયરા મે પસિવંતુ = તીર્થંકર પરમાત્માઓ મારી ઉપર પ્રસન્ન થાઓ. - અગ્નિમાં ક્યાં રાગ છે? છતાં જે વિધિ સહિત તાપે તેની ઠંડી દૂર કરે જ
છે ને? વચ્ચે હાથ નાંખે તો તેને બાળે? રેચક ચૂર્ણ છે કે તેનું કબજિયાત દૂર થાય અને ન લે તો ન થાય. તો શું રેચક ચૂર્ણ રાગ-દ્વેષવાળુ છે? સૂર્ય પ્રકાશ આપે અને ભોંયરા વગેરેમાં ન આપે તેમાં રાગ-દ્વેષ થોડા છે? અગ્નિ, રેચક ચૂર્ણ, સૂર્ય જેમ રાગ-દ્વેષ વગરનાં છે, તેમની જેવી અદ્વિતિય શક્તિ છે તેમ રાગ-દ્વેષ વિનાના પરમાત્માની શક્તિ પણ અજોડ છે. ભગવાનની સન્મુખ થનારને અતિશય લાભ થાય છે અને તેમની આશાતના કરનારને પરચો પણ અનુભવવો પડે છે. પ્રસન્ન થયા એટલે લાભ થયો. પરમાત્માની ભક્તિથી મોક્ષ સુધીના તમામ પદાર્થોના મળતા લાભો એ પરમાત્માની પ્રસન્નતા છે. વ્યવહાર નયને આધારે કેટકેટલી ભકતિ ગીતોની પંક્તિઓ ગવાય છે? તું હિ માતા, તું હિ વિધાતા; ભલે સાત રાજ દૂર તોય મારા હૃદયમાં તમારો
સૂર; વ્હાલા સિમંધર સ્વામી, અરજી આ મારી સુણજો અંતર્યામી. જ નિશ્ચય નય અને વ્યવહાર નય બંને નય પોતપોતાના સ્થાને બળવાન છે. =================^ ૨૧૦ -KNEF==============
Page #241
--------------------------------------------------------------------------
________________
મગરનું બળ પાણીમાં વધારે, હાથીનું પૃથ્વી પર, હાથી પાણીમાં નિર્બળ અને મગર પૃથ્વી પર નિર્બળ. આ પ્રમાણે આપણે આપણી જીવન શૈલીમાં યોગ્ય મહત્ત્વ આપવું જોઈએ. આત્મા અનાદિ છે, સંસાર અનાદિ છે અને આત્મા કર્મનો સંયોગ અનાદિ છે. આ વીતરાગ વાણીને ગળથૂથીમાં ઊતારો. જો આ ત્રણ અનાદિમાં ન
માનીએ તો હજારો પ્રશ્નો થશે જેનો ઉકેલ નહીં મળે. જ ખૂબ અગત્યની વાત ધ્યાન રહે, આ કાળમાં ભલે બીજી નરકથી આગળ
જવાય તેવું નથી પરંતુ નિગોદમાં તો જવાય જ છે! * બાધા (અવિરત દૂર) લેવાનું ક્યારે મન થાય?
અપ્રત્યાખ્યાનીય કષાય, મોહનીય કર્મનો ઉદય દૂર થાય ત્યારે. અપ્રત્યાખ્યાનીય કષાયોનો નિકાચિત ઉદય હોય તો તેથી કદીયે નાનું પણ વ્રત, પચ્ચખાણ ન કરી શકે. નાના નિયમથી માંડી દીક્ષા સુધીનું બધું જ કરવા માટે, પુરુષાર્થ વડે આવા કષાયોનો ઉદય થવા જ ના દઈએ.
પાપ પ્રવૃત્તિ ના કરીએ છતાં પાપ લાગે. કેમ? તેની ઈચ્છાથી કે વિચાર વડે પાપ લાગે છે. કોઈને માર્યો નથી પરંતુ મારવાનો વિચાર કર્યો તો પણ પાપ લાગે જ ને! પાપ કરવાની ઈચ્છા મનમાં પડેલી જ છે માટે બાધા નથી લેવાતી. આવી ઈચ્છા, અશુભ પ્રવૃત્તિ ન કરવા છતાંય તેનું પાપ લગાડ્યા કરે છે. માટે જે ન કરવાનું હોય તેની બાધા બધાએ લઈ લેવી જોઈએ.
ખરાબ વિચારો આવે ત્યારે તેને દૂર કરવાને બદલે, સારા વિચારોની શૃંખલા શરૂ કરવાથી ખરાબ વિચારોનું જોશ તૂટી જતાં તે અટકી જશે.
પાપ કરવાની ઈચ્છા તે અતિક્રમ. તે માટે તજવીજ કરવી તે વ્યતિક્રમ. પાપ કરવાની પ્રવૃત્તિમાં આગળ વધવું તે અતિચાર અને પાપ કરવું તે અનાચાર.
જૈન શાસનમાં પ્રવૃત્તિ કરતાં પરિણામનું, પરણતિનું મહત્ત્વ ઘણું વધારે બતાવ્યું છે. અંદર પાપ કરવાની પરિણતિ પડેલી હોવાથી તેનું પાપ લાગ્યા =================^ ૨૧ ૧ -KNEF==============
Page #242
--------------------------------------------------------------------------
________________
કરે છે. આનાથી છૂટવા રોજ નવા નવા વ્રત-નિયમ-પચ્ચખ્ખાણો કરતા રહેવું જોઈએ. ક વિજ્ઞાન અને ધર્મ ઃ પદાર્થમાં પરિવર્તન લાવે તે વિજ્ઞાન અને આત્મામાં
પરિવર્તન લાવે તે ધર્મ. બાધા લઈએ અને તૂટી જાય તેના કરતાં બાધા ન લેવી સારી” આવો વિચાર, પ્રવૃત્તિ કે પરિણતિ, તે ઉત્સુત્ર વચન છે. આવું કદીય માનવું નહીં, માનનારને પ્રાયશ્ચિત આવે છે. માટે બાધા લેવાની જ. તૂટવાનો સંભવ હોય તો છૂટછાટ રાખી પણ બાધા લેવાની. છતાં તૂટે તો પ્રાયશ્ચિત લેવાનું પણ બાધા વિના નહીં જ રહેવાનું. પાળવાના ભાવ સાથે લીધેલી બાધા તૂટતી નથી અને ક્યારેક જ તૂટે છે અને તૂટતાં જે દોષ લાગે તેના કરતાં બાધા ન લેવામાં અનેકગણો દોષ લાગે છે. તંદુલીયો મત્સ સાતમી નરકે જાય
છે, કારણ એના મનમાં પાપની તીવ્ર વૃત્તિ પડેલી છે. * ગૃહસ્થ જીવન સર્વવિરતિની Net Practice માટે છે. બેફામ જીવન જીવવા
માટે નથી. આપણું મૂળ ક્યાં? નિગોદમાં. અવ્યવહાર રાશિ (જે આત્મા એક પણ વાર દુનિયાનાં વ્યવહારો યોગ્ય બન્યો નથી તે)ની નિગોદમાં. ત્યાંથી બહાર નીકળ્યા તે ક્યા પ્રતાપે? ધર્મને પ્રતાપે. સહન કરવું તે ધર્મ, દાનમાં ધનની મૂછમાં ઘસારો પહોંચે છે માટે દાન એ ધર્મ શીલમાં કામ વાસનાને ઘસારો પહોંચે છે, મનને સહેવું પડે છે માટે ધર્મ. તપમાં શરીરને સહન કરવું પડે માટે તે ધર્મ. ભાવમાં દુર્ભાવોને દૂર કરવા શુભ ભાવો મનમાં કેળવવા પડે, મનને સહન કરવું પડે માટે ધર્મ.
ઈચ્છાપૂર્વક સહન કરીએ તો ઘણાં કર્મોનો નાશ થાય - સકામ નિર્જરા. ઈચ્છા વિના, અજાણતાં કે પરાણે સહન કરીએ તેને અકામ નિર્જરા કહી. =================^ ૨૧૨ -KNEF==============
Page #243
--------------------------------------------------------------------------
________________
પાંચ સમવાય * ૫ સમવાય : એક આત્મા મોક્ષે ગયો ત્યારે જ આપણો આત્મા બહાર
નીકળ્યો તેમાં નિયતિ, ભવિતવ્યતા મુખ્ય કારણ. બાકીનાં ૪ ગૌણ કારણ. આ સ્વભાવ, કાળ, કર્મ અને પુરુષાર્થ. વિશ્વમાં કોઈપણ કાર્ય કારણ વગર
થતું જ નથી. આ બાળક ૯ મહિને જ કેમ જન્મ? કેરી ઉનાળામાં જ કેમ? વાસના
યુવાનીમાં જ કેમ જાગે બાળપણમાં કેમ નહીં? મુખ્ય કારણ કાળ. આ કાંટા તીક્ષ્ણ જ કેમ? અગ્નિ ગરમ કેમ? બરફ ઠંડો કેમ? દહીં દૂધમાંથી
જ કેમ થાય, પાણીમાંથી કેમ નહીં? કોરડું મગ કેમના સીઝે? મુખ્ય
કારણ સ્વભાવ. જ એક હોશિયારને બીજો ઠોઠ કેમ? એક શ્રીમંત અને બીજો ગરીબ કેમ?
વિચિત્રતાઓ કેમ? મુખ્ય કારણ કર્મ કે પુરુષાર્થ.
આપણા પર મોક્ષે જઈ જે જીવે ઉપકાર કર્યો તેનું સાટું ના વાળીએ તો સજ્જન કહેવાઈએ? ના. આપણે પણ બીજા અવ્યવહાર રાશિના નિગોદના જીવને બહાર લાવવા મોક્ષે જવું જ જોઈએ! જ પાંચ સમવાય : દરેક કાર્યમાં મુખ્ય, ગૌણપણે ૫ કારણો કામ કરે છે.
૧. નિયતિ, ૨. સ્વભાવ, ૩. કાળ, ૪. કર્મ, ૫. પુરુષાર્થ. જ જો ઉદાર, સંતોષી, પ્રસન્ન ચિત્ત બનવું હોય તો કેન્દ્રમાં ભગવાનને રાખી
જીવન જીવો. આત્માને અવ્યવહાર રાશીમાંથી બહાર કાઢવામાં મુખ્ય કારણ નિયતિ છે.
આત્મા ભવ્ય છે કે અભવ્ય, તેમાં મુખ્ય કારણ સ્વભાવ છે. + અચરમાવર્તકાળમાંથી ભવ્ય આત્માઓને ચરમાવર્તકાળમાં પ્રવેશ કરવામાં
મુખ્ય કારણ કાળ છે. જ્યારે આત્માનો કાળ પાકે ત્યારે ભવ્ય આત્માઓનો
ચરમાવર્તકાળમાં પ્રવેશ થઈ જાય. =================^ ૨૧૩ -KNEF==============
Page #244
--------------------------------------------------------------------------
________________
***
ચરમાવર્તકાળમાં પ્રવેશ થતાં હવે તેને ધર્મ, મોક્ષ તેની સાથે સંબંધ ધરાવતા પદાર્થો આદિ હૃદયથી ગમવા લાગે છે.
આવું અનુભવનારો જીવ ઉલ્લાસમાં આવી જવો જોઈએ. બસ, હવે તો છેલ્લું જ પુદ્ગલ પરાવર્ત બાકી. કેટલો બધો સંસાર કપાઈ ગયો. વધુ સાધના કરું, પુરુષાર્થ વધારી દઉં, જલદીથી મોક્ષે પહોંચું !
અર્ધ ચરમાવર્તકાળમાં પ્રવેશ થયો છે કે નહીં તે વ્યક્તિગત રીતે પોતાની જાતને તપાસવી પડે. બહારથી સાધુપણું દેખાય છતાં અંદરની હાલત જુદી હોઈ શકે એ જ પ્રમાણે બહારથી સંસારી દેખાય છતાં અંદરની હાલત જુદી વધુ પ્રશસ્ત હોઈ શકે. માટે જ No Judgement on others!
તેજપાળના પત્ની અનુપમા દેવી મહાવિદેહમાં જન્મીને, દીક્ષા લઈને, કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યાં છે. આયુ પૂર્ણ થતાં મોક્ષે જશે.
અનુપમાના ભવમાં દીક્ષા ના લીધી. પરિણતિ ઉત્કૃષ્ટ હતી તો બીજા જ ભવમાં મોક્ષ મેળવશે !
સંસારી શિષ્ય કુમારપાળનાં માત્ર ત્રણ જ ભવ કહ્યાં છે બધા માટે બધું શક્ય છે! બાહ્ય રીતે ગૃહસ્થપણામાં રહેલા કૂર્માપુત્ર, આંતરીક પણે ઊંચી કક્ષાને સ્પર્શીને કેવળજ્ઞાન પામ્યા. કેવળી તરીકે છ મહિના તેમણે માતા-પિતાની સેવા કરી, કારણ કેવળજ્ઞાનની ખબર ના પડી.
અચ૨માવર્તમાં સંસાર જ ગમે, મોક્ષ ના ગમે.
ચરમાવર્તમાં સંસાર પણ ગમે, મોક્ષ પણ ગમે.
અર્ધ ચ૨માવર્તમાં સંસાર ન જ ગમે, મોક્ષ જ ગમે. નવકા૨ ગણવા જ ગમે. પૈસા ગણે ખરા પણ ગણવા જેવા ના માને. ગુરુ મહારાજ જ ગમે, ઘરવાળી સાથે રહે તો પણ સાથે રહેવું સારું ન જ માને !
નિયતિ પાકી એટલે અવ્યવહાર રાશીમાંથી બહાર વ્યવહારમાં આવ્યો. કાળ ****************** 298 ******************
Page #245
--------------------------------------------------------------------------
________________
પાક્યો એટલે અચરમાવર્તમાંથી ચરમાવર્તમાં આવ્યો. બાકીનાં અડધીઆમાં પહોંચવા પુરુષાર્થ કરવો પડે.
મોક્ષ ગમે, સંસાર ન જ ગમે. મોક્ષ સંબંધી પદાર્થો ગમે, સંસાર સંબંધી પદાર્થો ન જ ગમે! પહેલાં ભગવાન પછી જ આખી દુનિયા!
લગ્ન પછી રાત્રીએ શ્રીપાળે મયણાને પૂછ્યું, કાલે સવારે શું કરીશું?
મયણાએ એમ ના કહ્યું કે, વૈદરાજ પાસે જઈ કોઢ મટાડીએ કે મામાને ત્યાં આશરો લઈએ કે બહેનપણીનાં ઘરે વસીએ. મયણાએ કહ્યું કે, “કાલે સવારે સૌ પ્રથમ ભગવાન ઋષભદેવનાં દર્શનાદિ કરીશું.” મયણા-શ્રીપાળને મન ભગવાન પહેલાં હતાં. આપણે? ભગવાન અને ગુરુનો નંબર સૌથી છેલ્લો!
અર્ધપુદ્ગલમાં પ્રવેશવું હોય તો પ્રથમ નંબર દેવ, ગુરુ, ધર્મનો. ગુણો તરફ આકર્ષણ, સંસાર પ્રત્યે અણગમો પેદા કરીએ.
જળકમળવત્ - અનાસક્તપણું. આંતરિક સ્થિતિના આધારે વિચારો. પાપ કરે તે પાપી જ હોય તેવું નથી જ.
વેદમોહનીય કર્મનો તીવ્ર કક્ષાનો નિકાચિત ઉદયવાળો સત્યકિ વિદ્યાધર સમકિતી હતો એવું મહાવીર ભગવાને કહ્યું હતું. અદૃશ્ય પણે શીલભંગ કરતો પરંતુ અંદરથી એને ભયંકર ત્રાસ થતો. સતત રડતો, મોક્ષે જનારો જીવ હતો.
ચરમાવર્તિમાં જીવે પ્રવેશ કર્યો, કાળ પાક્યાનાં આધારે. જ હવે જે આત્માનો વિકાસ કરવાનો છે તેનો આધાર કયો?
૧. દુઃખી છે કે સુખી? ૨. પાપી છે કે પુણ્યશાળી? ૩. દોષી છે કે ગુણી?
આત્માએ દોષો દૂર કરવા અને ગુણો પ્રાપ્ત કરવાનો પ્રખર પુરુષાર્થ કરવાનો છે. નહીં કે પાપ-પુણ્ય, સુખ દુઃખની ચિંતા વડે. ચરમાવર્ત કાળમાં જ દોષ નાશ અને ગુણ પ્રાપ્ત થઈ શકે. Kakkkkkkkkkkkkkkkk ૨૧૫-kkkkkkkkkkkkkkkkkk
Page #246
--------------------------------------------------------------------------
________________
***
અચરમાવર્ત કાળમાં કર્મો બળવાન, પુરુષાર્થ માયકાંગલો. ચ૨માવર્ત કાળમાં પુરુષાર્થ બળવાન, કર્મો માયકાંગલા.
જેટલો ધર્મ, ધર્મ અનુષ્ઠાનો આદિમાં ૨સ વધારીએ એટલી આરાધના વધે અને વિરાધના અટકે !
નિયતિ, ગણિતના દાખલાની પાછળ જે જવાબ છે તેના જેવી છે. પણ તે જવાબ લાવવા ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી બધી રીતો કરવી પડે તેના જેવો પુરુષાર્થ છે.
દાખલાનો જવાબ નક્કી જ છે. છતાં પુરુષાર્થ વગ૨ જવાબ ના મળે. નિયતિ ના જાણીએ ત્યાં સુધી પુરુષાર્થ કરવો જ પડે!
ભવ્ય-અભવ્ય જીવો
અવ્યવહા૨ રાશિની નિગોદમાંથી બહાર નીકળેલા આત્માઓની બે જાતની મુસાફરી શરૂ થાય છે.
܀
૧. ગોળ બંગડી જેવો માર્ગ : ચક્કર ચક્કર ફરવાનું, અંતનાં આવે. ૨. કુંડાળા મોટા મોટા થતાં જાય અને છેડો પણ આવે.
પહેલો માર્ગ મોક્ષે કદીય ના પહોંચાડે, ઘાંચીનાં બળદની ગતિ. બીજો માર્ગ મોક્ષ સુધી લઈ જાય.
નિગોદમાંથી બહાર નીકળેલા આત્માઓ પોતે બે પ્રકારનાં હોય છે. ૧. ભવ્ય (મોક્ષની યોગ્યતાવાળા)
૨. અભવ્ય (કદીયે મોક્ષ ના જઈ શકનારા)
૫૦૦ શિષ્યોના ગુરુ બને તોય બંગડી જેવા માર્ગે જ ચાલે.
અવ્યવ્હાર રાશિની નિગોદનાં જીવો એકેન્દ્રિય જ હોય. તેને સ્પર્શેન્દ્રિય સિવાયની અન્ય ઈન્દ્રિયો ન હોય.
ભવ્ય જીવમાં મોક્ષે જવાની યોગ્યતા હોય અને અભવ્ય જીવમાં તેવી યોગ્યતા ****************** 29 ******************
Page #247
--------------------------------------------------------------------------
________________
જ નથી હોતી. પાણીમાં મેળવણ નાંખવાથી જેમ દહીં કદીયે ના બને તેમ. તીર્થકર સાક્ષાત્ને સાંભળે છતાં તેમની દેશના અભવ્ય જીવમાં મોક્ષે જવાની યોગ્યતા ન જ આવે. અભવ્યનો ઉપદેશ સાંભળી ૫૦૦ શિષ્યો મોક્ષે જાય તેવું બને પણ ખુદ પોતે મોક્ષે જવામાં માનતો જ નથી. * આપણે ભવ્ય કે અભવ્ય?
પાલીતાણા શત્રુંજયની જાત્રા કરનારો ભવ્ય જ હોય. જેને પ્રશ્ન થાય કે હું ભવ્ય કે અભવ્ય તે જીવ પણ ભવ્ય જ હોય. દા.ત. નાનું બાળક માને પૂછે કે, હું બોબડો કે બોલતો? તું બોલતો છે નહીં તો સવાલ પૂછે જ કેવી રીતે?
ભવ્ય કાયમ ભવ્ય જ રહે; અભવ્ય કાયમ અભવ્ય જ રહે. આનું કારણ મુખ્યપણે તેનો “સ્વભાવ છે. કોરડું મગને તેવો કોણે બનાવ્યો? તેના સ્વભાવે. ગમે તે સંયોગ થવા છતાં કોરડું જ રહે તેવા અભવ્ય.
દુનિયામાં ધર્મી કરતાં પાપી વધારે દેખાય છે છતાં હકીકતમાં, અભવ્ય કરતાં ભવ્ય જીવોની સંખ્યા અનંતગણી છે. અસંખ્યાત સંખ્યાના ૯ પ્રકારો છે. પૂર્વ પૂર્વના અસંખ્યાતા કરતાં પછી પછીનાં અસંખ્યાતા મોટા મોટા હોય છે. નવે નવ અસંખ્યાતા બાદ અનંત આવે. અનંતાનાં પણ ૯ પ્રકારો છે. આ વિશ્વમાં ૯મા અનંતા પ્રમાણે કોઈ જ વસ્તુ કે પદાર્થ નથી. એટલે વિશ્વનાં સર્વ આત્માઓ ૮મા અનંતા જેટલાં કહ્યાં છે.
તેમાનાં ચોથા અનંતા અભવ્ય આત્માઓ છે. પાંચમા અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. આઠમા અનંતા આત્માઓ ભવ્ય છે.
સોયનાં અગ્રભાગે રહે તેટલા બટાટા, કાંદા વગેરે કંદમૂળનાં કણિયામાં પણ આઠમાં અનંતા જેટલા જીવો છે. માટે જ કંદમૂળ ખાવાની જૈન ધર્મમાં ના કહી છે. કંદમૂળ ભક્ષણ મહાપાપનું કારણ છે. માનવ જીવન મળ્યા બાદ પાપના રસ્તાઓ ક્યા છે તે જાણી લેવું પડે, પુણ્યના રસ્તાઓની જાણ પણ કરી લેવી પડે અને તો જ સુખ-દુઃખનો હિસાબ માંડી જીવન જીવી શકાય! =================^ ૨૧૭ -KNEF==============
Page #248
--------------------------------------------------------------------------
________________
પાપ થઈ જાય તો પાપ રડતાં રડતાં કરવું અને પ્રાયશ્ચિત કરવાનું કદી પણ ભૂલવું નહીં! જાતિભવ્ય જાતિથી ભવ્ય, નિયતિથી મજબૂર ક્યારેય અવ્યવહાર રાશિમાંથી બહાર આવી ન શકે તેવા ભવ્ય જીવો. (બ્રહ્મચારીણી સાધ્વીજી સમાન) ભવ્યઃ સંયમ જીવન સામગ્રીના સંયોગે મોક્ષફળની પ્રાપ્તિ કરી તેવા આત્મા. અભવ્ય : વંધ્યા સ્ત્રી સમાન, સામગ્રી હોવા છતાં મોક્ષે ન જઈ શકનારા. ભારેકર્મી ભવ્યઃ પુષ્કળ કર્મો બાંધવાના કારણે કર્મોથી ભારે બનેલો આત્મા. દઢપ્રહારી, અર્જુન માળી, ચિલાતિ પુત્ર વગેરે. દુર્ભવ્ય ઃ ઘણાં ભવો બાદ મોક્ષે જનારો આત્મા. આસન્ન ભવ્ય : નજીકના કાળે મોક્ષે જનારો આત્મા.
વિશ્વમાં સર્વ આત્માઓ આઠમા અનંતા જેટલા છે. તેમાંથી ચોથા અનંતા જેટલા આત્માઓ અભવ્ય છે. પાંચમા અનંતા જેટલા આત્માઓ મોક્ષે ગયા છે.
ભવ્ય આત્માઓ પણ પાંચમા અનંતા જેટલા છે. સોયનાં અગ્રભાગે રહેલા બટાટાનાં કણિયામાં પણ આઠમા અનંતા જેટલા જીવો છે.
કહો, હવે કંદમૂળ ખવાય? ભવ્ય યોગ્ય સામગ્રીનો સંયોગ થાય તો મોક્ષે જનારા જીવો. (માતા સ્ત્રી) અભવ્ય : યોગ્ય સામગ્રી મળવા છતાં માનવ ભવ, સંયમ આદિનો સંયોગ જ ના મળે તેથી મોક્ષે ન જાય તેવા જીવો. જાતિભવ્ય : મોક્ષે જવાની યોગ્યતા છે છતાં માનવ ભવ, સંયમ આદિનો સંયોગ જ ના મળે તેથી મોક્ષે ન જાય તેવા જીવો. ભારેકર્મી ભવ્યઃ કર્મનાં અતિભારને લીધે જલદી બોધ ના પામે, છતાં તે જ ભવમાં મોક્ષે જાય તેવું બને. દ્રઢપ્રહારી, ચંદ્રશેખર રાજા. દુર્ભવ્ય : ઘણા ભવો પછી મોક્ષે જનારા જીવો.
આસન્ન ભવ્ય : નજીકનાં ભવે મોક્ષે જનારા જીવો. =================^ ૨૧૮ -KNEF ============
Page #249
--------------------------------------------------------------------------
________________
જ ૭ અભવ્યો પ્રચલિત છે ?
૧. કપિલા, ૨. કાલસીરિક, ૩-૪. બે પાલક, પ-. બે સાધુ : વિનયરત્ન તથા અંગારમર્દક અને ૭. સંગમ દેવ. ૧. કપિલા શ્રેણિકની મુખ્ય દાસી હતી. સાધુને વહોરાવી ના શકતી. “મેં
ક્યાં વહોરાવ્યું, મારા ચમચાએ વહોરાવ્યું છે' એવું કહેતી ભવ્ય સમકિતને પામે તો અવશ્ય મોક્ષે જાય. ફક્ત ભવ્ય હોવાથી મોક્ષ મળે જ એવો નિયમ નથી.
આચારઃ પ્રથમ ધર્મઃ પહેલો ધર્મ જ્ઞાન નહીં, પહેલો ધર્મ આચાર. ૨. કાલસીરિક કસાઈ ૫૦૦ પાડા મારવાનું બંધ કરે તો શ્રેણિક, “તારી
નરક ટળે!” ભગવાને કહ્યું. શ્રેણિકે કાલસૌરિકને કૂવામાં ઊતાર્યો કે હવે પાડા ન મારે પણ ત્યાંય રોજ કલ્પનાના ૫૦૦ પાડા મારતો જ રહ્યો. ૩-૪. બે પાલક : શ્રીકૃષ્ણનો પુત્ર પહેલો પાલક હતો. શાંબ અને પાલકને
શ્રી કૃષ્ણ કહ્યું, તમારા બેમાંથી જે સૌ પ્રથમ નેમિનાથ ભગવાનને કાલે વંદન કરશે તેને હું મારો શ્રેષ્ઠ અશ્વ ભેટ આપીશ.
વહેલી સવારે અંધારામાં જ પાલકે દોડતા દોડતા જઈ નેમિનાથ ભગવાનને વંદના કરી. શાંએ વિચાર્યું, અંધારામાં જયણા ન પળાય માટે બેઠા બેઠા ભાવથી જ વંદના કરી.
કૃષ્ણ ભગવાનને પૂછ્યું ભગવાનને પૂછ્યું : પ્રથમ વંદના કોણે કરી? શાંબની ભાવવંદના ઉત્તમ અને પહેલી હતી. પાલકની ફક્ત દ્રવ્ય વંદના હતી.
જયણામાં મોક્ષનું લક્ષ્ય છે, માટે જયણા ધર્મ છે. શાંબ ન ગયો તેમાં જીવહિંસા ન કરવાનો તેનો ઉપયોગ તે ધર્મ હતો.
બીજો પાલક મુનિસુવ્રત સ્વામી ભગવાનના શાસનમાં થયો.
સ્કંદકસૂરિજી આચાર્યને નમુચિએ પકડ્યા. પોતાનાં સેવક પાલક પાસે =================^ ૨૧૯-KNEF==============
Page #250
--------------------------------------------------------------------------
________________
નમુચિએ બધા સાધુઓને ઘાણીમાં પીલવાનું શરૂ કરાવ્યું. સ્કંદકસૂરિજી જ્ઞાનનાં દરિયા હતાં. બધા સાધુઓને નિર્ધામણા કરાવે છે. “શરીર અને આત્મા જુદા છે. શરીર પીલાય છે, આત્મા પીલાતો નથી. આત્મા કદીય નાશ ન પામે શરીર નાશ પામે.'' આ પાલક પ્રત્યે દુર્ભાવ કરતા નહીં. ૪૯૯ સાધુઓ ગુરુ આજ્ઞામાં રહી વિના દુર્ભાવે ગયા અને મોક્ષ પ્રાપ્ત થયો. છેલ્લા બાળ સાધુ લાડલા હતા. મને આ બાળસાધુની પહેલા ઘાણીમાં પીલાવા દે. નહીંતર મારાથી સહન નહીં થાય. પાલક અભવ્ય હોવાથી કઠોર હતો તેથી તેમ ના કર્યું. સ્કંદકસૂરિને પાલક પ્રત્યે દુર્ભાવ થયો, તેમનો મોક્ષ અટક્યો. ૫. “ઉદાયી રાજાનું ખૂન કરે તેને અડધું રાજ્ય મળશે” આવી જાહેરાત
સાંભળી એક અભવ્ય તૈયાર થયો. “ઉદાયી” એકલો ક્યાં મળે?
પર્વતિથિએ પૌષધ કરે છે તો પોષધશાળામાં જૈન સાધુ સાથે જવું પડશે. ઉદાયી રાજાનું ખૂન કરવા દીક્ષા લીધી. ગુરુનો વિનય કર્યો. તેનું નામ વિનયરત્ન પાડ્યું. ઓઘામાં છરી છૂપાવીને રાખતો. પૌષધ કરાવવા ગુરુ સાથે લઈ ગયા. અડધી રાતે ઉદાયી રાજાની ધોરી નસ કાપી નાંખી અને શાસનની હીલનાને અટકાવવા ગુરુએ પોતાની નસ પર છરી ફેરવી અને પ્રાણની આહૂતિ આપી.
લોકો બોલ્યા, “વિનયરત્ન ખરાબ નીકળ્યો. રાજાને તો માર્યા, ગુરુને ય માર્યા.” જૈન ધર્મની નિંદા અટકી ગઈ!
૬. અંગાર મર્દક : ૫૦૦ સાધુનાં અભવ્ય ગુરુ હતા. ૭. સંગમ દેવ · મહાવીર ભગવાનને એક રાતમાં ૨૦-૨૦ ઉપસર્ગોથી
જ ન અટક્યો. છ મહિના સુધી ભગવાનની ગોચરી દોષિત કરતો રહ્યો. છતાં ભગવાનની પ્રસન્નતા એવીને એવી જ રહી અને સંગમ પ્રત્યે અત્યંત દયા આવી ગઈ અને બે આંસુ આવી ગયા.
“સમગ્ર વિશ્વને તારવાની ભાવનાવાળા અને આના (સંગમના) સંસારમાં નિમિત્ત બની ગયા!”
Page #251
--------------------------------------------------------------------------
________________
>>>>
તમામ આત્માઓ સૌપ્રથમ અવ્યવહાર રાશીની નિગોદમાં હતા. જાતિભવ્ય આત્માઓ કદીય બહાર ના આવે. ભવ્ય આત્મા અને અભવ્ય આત્મા બહાર આવે પણ રસ્તા જુદા.
અભવ્ય બંગડી જેવા ગોળ આવર્તમાં ફર્યા જ કરે. ભવ્યની યાત્રાના કુંડાળા ધીમે ધીમે મોટા થતા જાય અને છેલ્લે છેક મોક્ષ સુધી પહોંચે. જૈન શાસનમાં પાયાનાં છ સિદ્ધાંતો :
૧. આત્મા છે. ૨. આત્મા પરિણામી (શરીરથી જુદો) નિત્ય છે. ૩. આત્મા કર્મનો કર્તા છે. ૪. આત્મા કર્મનો ભોક્તા છે.
૫. તેનો મોક્ષ છે. ૬. મોક્ષનાં ઉપાયો પણ છે.
અભવ્ય આત્મા પહેલા ૪ સિદ્ધાંતોમાં કદાચ માનનારો હોય પરંતુ ૫ અને ૬ સિદ્ધાંતોમાં તો ન જ માને. પોતે અન્યને મોક્ષ વિષે સમજાવે, મોક્ષનાં ઉપાયો બતાવે; પોતે દ્રવ્યથી દીક્ષા લઈ (ૠદ્ધિ, સમૃદ્ધિ, સ્વર્ગનાં સુખો ખાતર) છેક નવ ગ્રેવેયક સુધી પહોંચે પણ મોક્ષને માને નહીં કે કદી ઇચ્છે નહીં.
ભવ્ય ક્યારેય અભવ્ય ન થાય અને અભવ્ય ક્યારેય ભવ્ય ન થાય. અભવ્ય આત્માઓ ચોથા અનંતા પ્રમાણ છે પરંતુ તેમાંના સાત અભવ્યો પ્રચલિત છે.
સાધુવેષ, સંયમનો શણગાર
પહેલો ધર્મ આચાર છે, જ્ઞાન નહિ. ક્રિયા પ્રત્યે આદર અને રુચિ હોવાં જોઈએ. ક્રિયા રુચિવાળો જીવ શુક્લપાક્ષિક હોય; ભવ્ય હોય. જે આવી ક્રિયા આદિમાં અત્યંત આનંદ અનુભવે તે એક પુદ્ગલ પરાવર્ત કાળથી વધારે સમય સંસારમાં ન જ રહે. તે પહેલાં જ મોક્ષે પહોંચી જાય.
સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ પ્રત્યે અહોભાવ કેળવો.
ક્યો જીવ ક્યાં સુધી જઈ શકે?
જાતિભવ્ય ઃ અવ્યહાર રાશિથી બહાર ન નીકળી શકે.
અભવ્ય : નવમા ત્રૈવેયક દેવલોક સુધી જઈ શકે છે.
****************** 229 ******************
܀
Page #252
--------------------------------------------------------------------------
________________
ભવ્ય : મોક્ષ પદ પ્રાપ્ત કરી શકે છે. સાચો સાધુ : મોક્ષ પદ પ્રાપ્ત કરી શકે છે. દ્રવ્યલીંગ સાધુ : નવમા ગ્રેવેયક સુધી. શ્રાવક-શ્રાવિકા : બારમા દેવલોક સુધી તિર્યંચો ઃ આઠમા દેવલોક સુધી સમકિતી શ્રાવક: બારમા દેવલોકથી ઉપર ના જઈ શકે. મિથ્યાત્વી અભવ્ય આત્માવેશધારી સાધુ બની નવમા ગ્રેવેયક સુધી જાય. સાધુપણાની સિદ્ધિ, તાકાત અજબ ગજબની છે!
સાધુવેશથી જીવદયાનું પાલન, ગુરુસેવા, બ્રહ્મચર્ય સહજ રીતે શક્ય બને છે. મનઃ પર્યવજ્ઞાન સાધુને જ મળે.
“રવ સો’ વેશ ધર્મની રક્ષા કરે છે. દેવો સાધુને વંદન કરે છે. સંસારનાં વાઘા ત્યજી સંયમના શણગાર સાધુવેશને ઝંખીએ!
જ સસ્નેહી પ્યારા રે સંયમ કબ હી મિલે? છે ક્યારે બનીશ હું સાચો રે સંત?
લેવા જેવું ના લીધું મેં સંયમ ચારિત્ર આ ભવમાં! ન છોડવા જેવો છોડ્યો નહીં ખારો સંસાર મેં આ ભવમાં! સાચા છે વિતરાગ, સાચી છે એની વાણી,
આધાર છે આજ્ઞા, બાકી ધૂળ ધાણી! વીતરાગે કહ્યું તે જ સાચું, તેની શ્રદ્ધા તે સમકિત. સમકિત મોક્ષનો અવશ્ય ઉપાય. શ્રદ્ધા માટે જોઈએ. માર્દવ અને આર્જવ આદિ ગુણો અને ગુણાનુરાગ.
આધ્યાત્મિક જગતનો ભિખારી
જેનું હૃદળ કોમળ નથી, જેની આંખમાં કરૂણા, અનુમોદના કે પશ્ચાતાપનાં આંસુ નથી, આવો અબજોપતિ પણ ભિખારી છે. જે ભૌતિક રીતે ગરીબ છે પરંતુ કરૂણા, અનુમોદના, પશ્ચાતાપનાં આંસુની મૂડી ધરાવે છે તે આધ્યાત્મિક જગતનો શ્રીમંત છે!
Page #253
--------------------------------------------------------------------------
________________
અવસર્પિણી કાળમાં પ્રથમ મરૂદેવા મોક્ષનાં સદ્ભાગી થયાં. ૧૦૦૦ વર્ષ સુધી ઋષભને યાદ કરી આંસુ પાડ્યા હતાં.
ચંદનબાળાએ મહાવીરને આંસુનાં પ્રભાવે પાછા બોલાવ્યા હતા. કેવળજ્ઞાન રડતાં રડતાં થાય, હસતાં હસતાં નહીં. રડવાની સાધના કરવાની છે. કરૂણામાં, અનુમોદનામાં, પશ્ચાતાપમાં... અરે ! પ્રભુ વિરહમાં આંસુ પાડવાની વાત છે.
અકિાપુત્રનાં લોહીનાં ટીપાં નદીનાં અકાય જીવોની હિંસા કરતા નીરખી આંસુ ટપક્યાં, કેવળજ્ઞાન થયું... મોક્ષે ગયા.
ધોધમાર વરસાદ પડે ને ધાન્ય ઉગે, જિનવાણીનાં વરસાદથી ગુણો પ્રગટે! જ ભગવાનનાં પાંચ કલ્યાણકોની આરાધના કરવી જોઈએ. કેમ?
ચ્યવન કલ્યાણક થયા બાદ ભગવાને મોક્ષ સિવાયની તમામ ગતિનાં દરવાજા બંધ કર્યા.
જન્મ કલ્યાણક એટલે ગર્ભાવાસનાં દરવાજા કાયમ માટે બંધ દીક્ષા કલ્યાણક એટલે ગૃહસ્થવાસનાં દરવાજા કાયમ માટે બંધ કેવળજ્ઞાન કલ્યાણક છાવસ્થાનાં દરવાજા કાયમ માટે બંધ મોક્ષ કલ્યાણક થયા બાદ સંસારવાસનાં દરવાજા કાયમ માટે બંધ.
જો આપણે પણ આ બધા દરવાજા બંધ કરવા હોય તો આ પાંચે કલ્યાણકોની ભાવવિભોર થઈ આરાધના કરવી જોઈએ. દીવાળી એટલે મહાવીર ભગવાનનું મોક્ષ કલ્યાણક. તેની આરાધના મીઠાઈ ખાઈ, ફટાકડા ફોડીને નહીં પણ છઠ્ઠ, પૌષધ, જાપ, દેવનંદન, પ્રવચન, શ્રવણ વગેરેથી કરવાની.
મોક્ષે જતાં પહેલાં જીવનું એક જ આવર્ત = કુંડાળુ બાકી હોય ત્યારે તે ચરમાવર્તકાળમાં (છેલ્લા કુંડાળામાં) પ્રવેશ્યો કહેવાય. ત્યારે તે ભવ્ય આત્મા ચરમાવર્તી કહેવાય. એક કુંડાળુ = ૧ પુલ પરાવર્ત કાળ, તેમાં અનંતા ભવો પસાર થાય. આપણે અનંતા પુગલ પરાવર્તે ફર્યા છીએ. આપણે ચરમાવર્તમાં પ્રવેશી ચૂક્યા છીએ? =================^ ૨૨૩ -KNEF==============
Page #254
--------------------------------------------------------------------------
________________
સામાયિક, પ્રતિક્રમણ, વાસ સ્થાનક વગેરે તપ, જાપ આદિ એનું બેરોમીટર નથી. આંતરિક પરિણતિ, રાગ દ્વેષના ભાવો, આત્માનું વલણ આદિ તેનાં લક્ષણો છે. બહારથી માન-પાન પામનારો જીવ અંદરથી તેની સ્પર્શનાય ના કરતો હોય તેવું બને; ખરાબ પ્રવૃત્તિ બાહ્ય હોય અને આત્મા અંદરથી રડતો હોય તેવું પણ
બને.
સ્થળ ભાષામાં જેને સંસાર જ ગમે એને મોક્ષ ન જ ગમે. તે જીવે ચરમાવર્ત કાળમાં હજુ પ્રવેશ કર્યો નથી. જેના આત્માનો આંતરિક ઝોક, વલણ, Trendના પ્રશસ્ત ભાવો વિકસિત હોય તે ચરમાવર્તમાં પ્રવેશ પામેલો હોઈ શકે. ધર્મ પણ ગમે અને પાપ પણ ગમે, મોક્ષ પણ ગમે અને સંસાર પણ ગમે, હોટલ પણ ગમે અને આયંબિલ પણ ગમે. આવી પ્રવૃત્તિ-વૃત્તિવાળો જીવ, સ્થૂળ ભાષામાં જ્ઞાનીઓ સમજાવે ત્યારે કહે કે, ચરમાવર્તી જીવ હોવો જોઈએ! મોક્ષ, ધર્મ, અનુષ્ઠાનો, તપ, ક્રિયા આદિ ન જ ગમે તેવું ના હોય.
શું વાત છે? મારો આટલો બધો સંસાર કપાઈ ગયો? એક જ આવર્ત બાકી છે? લાવ થોડો પુરુષાર્થ વધારી દઉં જેથી મોક્ષે જલદીથી પહોંચી જાઉં. આવા ભાવવિભોર થવાનું છે!
તેજપાળના પત્ની અનુપમાદેવી મહાવિદેહમાં જન્મ્યા, દીક્ષા લીધી અને કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યાં છે. આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષ. ગજબની ગતિ!
ગુરુ હેમચન્દ્રાચાર્યનાં ઘણાં ભવો થવાનાં છે. તેમનાં સંસારી શિષ્ય કુમારપાળનાં ૩ ભવો અને મોક્ષ. બધા માટે બધું જ શક્ય છે. આપણે અંદરથી ભાવો નિર્મળ કરતા રહીએ! જ દીક્ષા :
દીક્ષા આપનારું કે ઉદયમાં લાવનારું કોઈ કર્મ છે જ નહીં. દીક્ષા પુરુષાર્થથી મળે છે. દીક્ષા લેતા તેને અટકાવનારું કર્મ છે. સમ્યક પુરુષાર્થ વડે તે દૂર કરી શકાય. એ અટકાવનારા કર્મનું નામ છે. ચારિત્ર મોહનીય કર્મ. ચેતનની શક્તિ =================^ ૨૨૪ -KNEF==============
Page #255
--------------------------------------------------------------------------
________________
***
જડ કર્મ કરતાં ખૂબ વધારે છે. પુરુષાર્થ સમ્યક્ થતાં ચારિત્ર મોહનીય કર્મને હટી જવું પડે જ.
ભાણામાં પીરસ્યું પણ અદબવાળીને બેસો તો પેટ ભરાય ? કોણ અટકાવે છે ? પુરુષાર્થની ખામી. ઘરે બેસી નોકરીએ ના જઈએ, ધંધા માટે ના જઈએ તો કંઈ મળે?
દીક્ષા લેવા અને પાળવા જ્ઞાન નહીં વૈરાગ્ય જોઈએ. શારિરીક બળ નહીં, માનસિક બળ, ધીરતા જોઈએ. એકાસણું પણ ન કરનારા માનસિક બળથી માસક્ષમણ કરે છે. બસ, આ જ પ્રમાણે દીક્ષા પાલન માટે વ્રત પાલનની ધીરતા જોઈએ.
ભાવસહ દીક્ષા ઉત્તમોત્તમ છે. ભાવ વગર ભિખારીએ દીક્ષા લીધી પણ પછી અનુમોદનાના પ્રભાવે સંપ્રતિ રાજા બન્યા. વેશથી લીધેલી દીક્ષા પણ તારી દે. ઉપવાસ કરીએ ત્યારે ચોવીસે કલાક ભાવો સરખા ક્યાં રહે છે ? માટે ભાવ ઓછાવત્તા હોય તો પણ તારક અનુષ્ઠાન છે.
સુખી થવું છે? આત્માતી તજીક જાવ
આત્માનો વિકાસ કેમ કરવો?*
હું દોષી છું કે ગુણવાન તેના આધારે આત્માનો વિકાસ થાય છે. સુખી કે દુઃખી, પાપી કે પુણ્યશાળીના આધારે નહીં. દોષોનો નાશ અને ગુણોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાથી વિકાસ સધાય છે. ચરમાવર્ત કાળમાં જ આવું બને. અચ૨માવર્ત કાળમાં કર્મો ખૂબ બળવાન હોય અને પુરુષાર્થ માયકાંગલો હોય છે. ચર્માવતમાં પુરુષાર્થ બળવાન હોય છે તેથી કર્મોને હરાવે તેવો હોય છે.
܀
ધર્મ આરાધના, અચર્માવર્ત કાળમાં પણ તેટલા સમય માટે વિરાધનાને અટકાવે છે. માટે ધર્મ આરાધના ચાલુ જ રાખવી ઉત્તમ છે, પુણ્ય બંધાવે છે પાપનો નાશ કરે છે. દુ:ખો ઓછાં કરે છે.
* (ઈન્દ્રિય પરાજય શતક ગ્રંથમાંથી વિવેચન લીધું છે.)
****************** 224 ******************
Page #256
--------------------------------------------------------------------------
________________
અચરમાવર્ત કાળમાં વિરાધક ભાવ હોય છે. તેથી દોષ નિવારણ કે ગુણ પ્રાપ્તિ થતી નથી.
મોક્ષ થવાનો હશે ત્યારે થશે (નિયતિવાદ) તો પુરુષાર્થ શા માટે?
ગણિતના દાખલાનો જવાબ પાછળ છેલ્લે પાને આપેલો હોય અને તે મેળવવા જેમ સરવાળા-બાદબાકી આદિ કરવા જ પડે, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ બધી રીતિ ક૨વી પડે તેના જેવો પુરુષાર્થ છે. દાખલાનો જવાબ નક્કી જ છે છતાં તે ન જાણીએ ત્યાં સુધી રીત તો કરવી જ પડે. નિયતિ ન જાણ્યા સુધી પુરુષાર્થ ક૨વો જ પડે.
જે મોક્ષને જ ઈચ્છે, તેને મોક્ષ ન મળે ત્યાં સુધી મોક્ષની નીચેનું બધું જ મળ્યા કરે.
મોક્ષ મેળવવા સત્સંગ કરવો, સારા પુસ્તકોનું વાંચન કરવું તેનાથી જ્ઞાન વધે. તપ-જપ-ધ્યાનમાં આગળ વધાય. સત્સાહિત્ય વાંચન, વ્યાખ્યાન શ્રવણ આદિથી હેય, જ્ઞેય, ઉપાદેયનો વિવેક ખીલે છે.
સહુને સુખ ગમે છે. તે સુખ કેવું હોય તો ગમે ?
૧. સુખ પાછળથી મોટા દુ:ખને ન લાવનારું હોય, ૨. કાયમી હોય, ૩. સ્વને આધિન હોય અને ૪. દુ:ખની ભેળસેળ વગરનું હોય.
આવું સુખ ક્યાં મળે?
હરણને કસ્તુરીની સુગંધ આવે છે. એક છેડાથી બીજે છેડા સુધી દોટ મૂકે છે કે આ સુગંધ ક્યાંથી આવે છે ? એ સુગંધી પદાર્થ ‘કસ્તુરી’ પોતાની નાભિમાં જ હતી. હરણે જંગલમાં બહાર શોધ્યા કર્યું.
આપણે સુખને પત્ની, પિતા, પુત્ર, પુત્રી પરિવારમાં શોધીએ છીએ. TV Set, Tea Set, BR Set, Dining Set આદિ વિજ્ઞાને શોધેલા સાધનોમાં સુખને શોઘતાં ફરીએ છીએ. તરસ છીપાવવા જાત જાતનાં પીણાં પીવા છતાં કાયમ માટે તરસ છીપતી નથી.
****************** 22€ ******************
Page #257
--------------------------------------------------------------------------
________________
******
Face Cream થી Temperory યુવાની દેખાય પણ...
સુખ સાધનોમાં નથી સાધનામાં છે. ધર્મના શરણમાં છે. સોય ઝૂંપડીમાં પડી ગઈ ને ડોશીમા બહાર ગોતતાં રહ્યાં. ક્યાંથી મળે? અંદરમાં જ શોધીએ. ચોક્કસ મળી જતાં આનંદનો રત્નાક૨ ઉછળશે.
જેમ જેમ આત્માની નજીક જઈએ તેમ તેમ સુખી થવાય છે. જેમ જેમ આત્માથી દૂર જઈએ તેમ તેમ દુ:ખી થઈએ છીએ.
આત્માનાં ગુણો - નિર્વિકારપણું, નિરાભિમાન, તૃપ્તિ, ક્ષમા આદિનું પ્રગટ થવું સુખની નિશાનીઓ છે.
મોક્ષમાં અજાયબી એ છે કે, કોઈ પણ પદાર્થનાં સંયોગ વગ૨, મોક્ષ અવસ્થા કાયમી સુખ પ્રદાન કરે છે.
ઊંઘમાંથી કોઈ ઉઠાડે તો ગમતું નથી. તે પદાર્થોનાં સંયોગ વગરનું બહુ જ સામાન્ય સુખ છે. વળી દર્શનાવરણીય કર્મના ઉદયને કારણે ઊંઘ આવે છે અને એવા આઠેય કર્મોનો ક્ષય થાય પછી જ મોક્ષ મળે.
વિજ્ઞાન પૂર્ણ સત્ય નથી તે સત્યાન્વેશી છે. ચડિયાતું બીજું સત્ય મળે તો પૂર્વનું સત્ય સ્વીકારેલું હોય તોય છોડી દે છે. જૈન ધર્મના વીતરાગી પ્રભુએ સત્ય યોગથી જાણ્યું પ્રયોગથી નહીં. Experiment થી નહિં, Experience થી જાણી બતાવ્યું છે. મોક્ષ એટલે આત્માનું આરોગ્ય.
દૃષ્ટાંત ઃ મોટાભાઈનું શારીરિક આરોગ્ય સારું હતું. નાના ભાઈને ટાઈફોઈડ થયો. નાના ભાઈને કલાકે કલાકે ફ્રૂટ-જ્યૂસ મળે, મમ્મી પપ્પા ખૂબ કાળજી લે. સ્કૂલે જવાનું નહીં, કામ કરાવે નહીં પણ મોટાભાઈને બધું જ કરવું પડે.
બે ભાઈમાં સુખી કોણ અને દુ:ખી કોણ ? નાના ભાઈને બધું જ મળે છતાં સુખી ના જ કહેવાય! બધું મળે છતાં નાનો ભાઈ દુ:ખી કેમ ? રોગી છે માટે. સંસારી પણ રોગી છે માટે દુ:ખી છે. તેને ભૂખ, તરસ, ઈચ્છાઓ, ભોજનની માંગ, સગવડો બધું જ જોઈએ. આ બધી જરૂરિયાતો ન મળે તોય નિરોગી બનવું
****************** 220 ******************
Page #258
--------------------------------------------------------------------------
________________
જ પડે. માટે સંસારીએ મોક્ષે જવાનો માર્ગ લેવાનો છે. મીઠી ખંજવાળા રોગ છે, સુખ નથી.
દશા બદલવા દિશા બદલવી પડશે. ક્ષમા, આર્જવ, માદેવ, સત્ય, અહિંસા, તપ આદિ ગુણોનો અનુભવ આત્મામય છે. જેમ જેમ આત્માના ગુણો પ્રગટ થાય છે તેમ તેમ મોક્ષની આંશિક અનુભૂતિ થવી જોઈએ.
મોક્ષ કોને કહેશો? જ આત્માના મૂળભૂત સ્વભાવને પ્રગટ કરવો તેનું નામ મોક્ષ.
આત્માની સર્વ દુઃખરહિત, સર્વ પાપરહિત, સર્વ દોષરહિત અવસ્થા તે મોક્ષ. સર્વ ગુણોનું પ્રગટીકરણ તે મોક્ષ. વ્યવહારથી ૧૪ રાજલોકના ઉપરના છેડે સિદ્ધશીલા પર પહોંચવું તે મોક્ષ.
લક્ષ્ય મોક્ષનું મોક્ષના લક્ષ્ય સાથેની સાંસારિક ક્રિયા પણ દુર્ગતિ આપે નહીં મોક્ષ લક્ષ્ય વિનાની ધાર્મિક ક્રિયા સદ્ગતિની ગેરંટી આપી શકતી નથી. મોક્ષનું લક્ષ્ય તીવ્ર કક્ષાનું બનાવીએ તે લક્ષ્ય સમકિતની નિશાની છે. સમકિતની હાજરીમાં પરભવનું આયુષ્ય વૈમાનિક દેવલોકનું જ બંધાય.
૧૦ પ્રાણઃ પાંચ ઈન્દ્રિય + મનબળ, વચનબળ, કાયબળ + આયુષ્ય + શ્વાસોચ્છવાસ.
આ ૧૦ દ્રવ્યપ્રાણ છે. ભાવપ્રાણ દર્શન, જ્ઞાન, ચરિત્ર વગેરે છે. પ્રમત યોગે પ્રાણનો વિયોગ કરવો, કરાવવો, અનુમોદના કરવી તે હિંસા છે. માટે આત્મા મરતો નથી તો હિંસા ક્યાંથી થાય એવું વિચારવું નહીં.
પ્રમત્ત તું પ્રાણ પરોપાં હિંસા જીવો મરી ન જાય તેનો પૂર્ણ ઉપયોગ રાખવા પૂર્વક ક્રિયા કરવા છતાં કોઈ જીવ મરી જાય તેની હિંસાનું પાપ ન લાગે કારણ ત્યાં પ્રમાદ નથી. જીવ ન મરે તેની કાળજી ન હોય, પ્રમાદ હોય અને દોડા દોડ કરવા છતાં જીવ મર્યો નથી તોય હિંસાનું પાપ લાગે. =================^ ૨૨૮ -KNEF ============
Page #259
--------------------------------------------------------------------------
________________
***
રૂપી-અરૂપી : જેને રૂપ છે એ જ રૂપી નહીં. જેને વર્ણ (રંગ), ગંધ, રસ, સ્પર્શ, આકાર હોય તે રૂપી અને જેને આ બધાં નથી તે અરૂપી. રૂપી દેખાય, અરૂપી ન દેખાય. જે દેખાય તે ‘પુદ્ગલ’ છે. પૂરણ અને ગલન થાય તે પુદ્ગલ. પુદ્ગલ પરિવર્તનશીલ છે, રૂપી છે. કર્મ પણ પુદ્ગલ છે.
મોક્ષ કોને મળે?
TV, સારું સારું ખાવાનું, પતિ, પત્ની, પુત્ર આદિ દુન્યવી પદાર્થોની ઈચ્છા જેને થાય તેને બધું મળે જ તેવો નિયમ નથી. પરંતુ મોક્ષની ઈચ્છા જેને થાય તેને મોક્ષ મળે જ એવો નિયમ છે.
મોક્ષ કેવી રીતે મળે ?
પોતાનાં પાપ કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય તો મોક્ષ મળે. પુણ્યથી સ્વર્ગના સુખો મળે, ધર્મક્રિયાઓ પુણ્ય બંધાવે. સંસારમાં રહી પાપ કર્મોનો ક્ષય પ્રમાણમાં ખૂબ ઓછો છે. માટે સર્વવિરતિને જ ધર્મ કહ્યો જ્યાં લખલૂટ પાપનો નાશ થાય છે.
મોક્ષમાં જેટલા જીવો મોક્ષે ગયા છે તેનાથી અનંતગણા જીવો બટાટા, કાંદા વગેરે કંદમૂળમાં છે. તો આને વિચારી આત્મસાત કરી કંદમૂળનો ત્યાગ મોક્ષમાં જવાની તમન્નાવાળાઓ માટે આવશ્યક છે! મોક્ષ માનવ ગતિમાંથી જ પ્રાપ્ત થાય છે. માટે જેટલું બને તેટલું જલદીથી આ તત્ત્વજ્ઞાનને પચાવવા પ્રયત્ન કરવો ઘટે. વધુમાં વધુ ૫૦૦ ધનુષની કાયાવાળા. ઓછામાં ઓછી ૨ હાથની કાયાવાળા.
મોક્ષે કોણ જઈ શકે ? (૧ ગાઉ=૨૦૦૦ ધનુષ) એક સમયે વધુમાં વધુ ૧૦૮ આત્માઓ મોક્ષે જાય.
મોક્ષે જવાનું બંધ થાય તો વધુમાં વધુ છ મહિના સુધી બંધ રહે. ચૈત્ર સુદ પૂનમે શત્રુંજય તીર્થમાંથી પુંડરિક સ્વામિ સાથે ૫ કરોડ મોક્ષે ગયા. કા.સુ.પૂનમે શત્રુંજય તીર્થમાંથી દ્રાવિડ-વારિખિલ્લ સાથે ૧૦ કરોડ મોક્ષે ગયા.
આસો સુદ પૂનમે શત્રુંજય તીર્થમાંથી પાંડવો સાથે ૨૦ કરોડ મોક્ષે ગયા. ****************** 22 ******************
Page #260
--------------------------------------------------------------------------
________________
આજે વિજ્ઞાને એક સેકંડના અબજ અબજ અબજ અબજ કરોડમાં ભાગને Plank Second કહ્યો છે. જૈન ધર્મની પરિભાષામાં સમય આનાથી પણ સૂક્ષ્મ છે. એક સમયમાં ૧૦૮થી વધુ જીવો મોક્ષે ન જાય પરંતુ એક સેકંડના અબજમાં ભાગમાં કરોડો જીવો મોક્ષે જાય ને ! આપણી બુદ્ધિમાં ૨૦ કરોડ જીવો એક સાથે મોક્ષે ગયા તેવું લાગે.
ચોથા આરામાં જન્મેલા જીવો પાંચમા આરામાં મોક્ષે ગયા છે. ગૌતમસ્વામી મહાવીર ભગવાનનાં મોક્ષ બાદ ૧૨ વર્ષે, સુધર્માસ્વામી ૨૦ વર્ષે, જંબૂસ્વામી ૬૪ વર્ષે ભરત વર્ષમાંથી મોક્ષે ગયા.
મોક્ષ માત્ર ૧૫ કર્મભૂમિમાંથી જ થાય. તેની બહાર ન જ થાય એ નિયમ છે. અઢી દ્વીપ પ્રમાણ ૪૫ લાખ યોજન. તેની ફરતે માનુષોત્ત૨ પર્વત છે. તેની બહાર કોઈ પણ મનુષ્ય જન્મ કે મરણ ના થાય.
મોક્ષમાં સંપૂર્ણ સ્વભાવ પ્રગટવાથી ત્યાં કોઈપણ પ્રકા૨નું દુ:ખ નથી. જ્યાં સંતોષ, તૃપ્તિ આદિ આત્મિક ગુણોની ખીલવણી છે ત્યાં શાંતિ, સમાધિ, પ્રસન્નતા છે. ‘દોષનાં જાગરણમાં દુઃખ અને ગુણપ્રાપ્તિમાં આનંદ.’
ઈચ્છા હોય ત્યાં દુઃખ આવે જ છે. કારણ સર્વ દુઃખોનું મૂળ ઈચ્છા છે. એક જ ઈચ્છા કરીએ કે હું સર્વ ઈચ્છા વિનાનો બનું. DESIRE TO BE DESIRELESS. કપિલ બે માસા સોનું લેવા ગયો. ઈચ્છા વધતી ગઈ, દુ:ખી થતો ગયો. ભાવની ધારા ચાલી... કેવળજ્ઞાની, પછી મોક્ષે ગયા.
ભવ્ય જીવ જ મોક્ષે જાય પરંતુ બધા ભવ્ય જીવ મોક્ષે જાય જ એવો નિયમ નથી. માટે પુરુષાર્થ ક૨વો જ રહ્યો.
ભવ્ય જીવો આઠમા અનંતા છે, અભવ્ય ચોથા અનંતા છે અને મોક્ષે પાંચમા અનંતા જીવો ગયા છે. માટે બધા ભવ્ય જીવો મોક્ષે જતા નથી. નહીંતર તો મોક્ષે જનારા જીવો પણ આઠમા અનંતા કહ્યા હોત.
****************** 230 ******************
Page #261
--------------------------------------------------------------------------
________________
****
* જ્યાં નવા કર્મો બંધાયા કરે તે દુર્ગતિ, જ્યાં ખૂબ બધા કર્મો નાશ પામે તે સદ્ગતિ.
܀
* દેવગતિના અને નારકોના જીવો ચોથા ગુણસ્થાનકથી આગળ જઈ ન શકે. તિર્યંચગતિના જીવો પાંચમાં ગુણસ્થાનકથી આગળ જઈ ન શકે. * સાત લાખ સૂત્રનો ક્રમ ગુણસ્થાનકને આધારે ગોઠવાયો લાગે છે. સમકિત
સમકિત એટલે હૃદય પરિવર્તન, વિરતિ એટલે જીવન પરિવર્તન. હૃદય પરિવર્તન વગરનું જીવન ‘આભાસમય’ જ રહે છે, જીવન પરિવર્તન લાંબુ ન ટકે. ભગવાનની બધી જ વાતો માનો તો જ સમકિત નહીં તો મિથ્યાત્વ. સમકિત પામતાં પહેલા ૬ અવસ્થા પસાર કરવી પડે.
૧. દ્વિબંધક, ૨. સુકૃતબંધક, ૩. અપુનર્બંધક, ૪. માર્ગાભિમુખ, ૫. માર્ગપતિત, ૬. માર્ગાનુસારી.
મોહનીય કર્મની ઉ. સ્થિતિ ૭૦ કો.કો.સા. બેથી વધારે વાર ન બાંધે તે દ્વિબંધક.
મોહનીય કર્મની ઉ. સ્થિતિ એક જ વાર બાંધનારો તે સુકૃતબંધક.
એક વા૨ બાંધ્યા બાદ ફરી મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ન જ બાંધે તે અપુનર્બંધક.
હવે મોક્ષ માર્ગ તરફ નજર કરતો થાય તે માર્ગાભિમુખ.
પછી મોક્ષ માર્ગ ૫૨ જઈને ઊભો રહે તે માર્ગપતિત.
જ્યારે મોક્ષમાર્ગને અનુસરે ત્યારે તે માર્ગાનુસારી બને.
ત્યાર બાદ જ સમકિતી બનાય.
મોહનીય કર્મનું મિથ્યાત્વ મોહનીય કર્મ જ ૭૦ કો.કો.સા. સ્થિતિવાળુ બંધાઈ શકે છે. માટે જ મિથ્યાત્વ જેવો કોઈ દોષ નથી.
****************** 239 ******************
Page #262
--------------------------------------------------------------------------
________________
આત્મામાં રાગ-દ્વેષ-વિષય-કષાય વગેરે દોષોની તીવ્ર મંદતાને પરિણતિ કહેવાય. મન-વચન-કાયાનાં વિચાર-ઉચ્ચાર-આચારની પ્રવૃત્તિ અને પરિણતિ આત્મામાં ચુંબકીય શક્તિ પેદા કરે છે, જે કાર્મણ વર્ગણાને ખેંચી પોતા પર ચોંટતા કર્મ બને છે. તે વખતે તેમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ નક્કી થાય છે.
મિથ્યાત્વ જે અઢારમું પાપ છે તેના કારણે આગળનાં ૧૭ પાપો થયા કરે છે. મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી સમકિત ન જ આવે.
સમકિતને, તમે શું કરો છો? તેની સાથે નિસ્બત નથી પણ તમે શું માનો છો? તમારી માન્યતાઓ શું છે? આત્માનો ઝોક યા તેનું વલણ કેવું છે તેની સાથે નિસ્બત છે.
પરમાત્મા સાથે એકતા તે સમ્યકત્વ; જુદાપણું તે મિથ્યાત્વ. વિરતિ (ત્યાગ, પચ્ચખ્ખાણ વગેરે)ને ઉચ્ચાર-આચાર સાથે સંબંધ છે જ્યારે આચારોમાં પરમાત્મા સાથે એકતા તે સર્વવિરતિ. જ મિથ્યાત્વ ૫ પ્રકારે : ૧. મારું તે જ સાચું, તીવ્ર પકડ. બીજાની વાત માનવાની તૈયારી ન હોવી,
બીજા બધા ખોટા, હું જ સાચો. આભિગ્રાહિક મિથ્યાત્વ. ૨. બધા ધર્મ સારા એવી વિચારણા. અનાભિગ્રહિક મિથ્યાત્વ.
સર્વ ધર્મ સમભાવ નહીં, સર્વ ધર્મ સહિષ્ણુભાવ જોઈએ. ૩. ભગવાનની બધી વાત માને પણ એકાદ ન માને તે આભિનિવેશિક મિ.
કરાતું હોય તે કર્યું કહેવાય - કડે માણે કડે વ્યવહાર ભાષાનું ભગવાનનું વાક્ય. જમાઈ જમાલીને માન્ય ન થયું, કદાગ્રહમાં મિથ્યાત્વી થયો. ઉત્સર્ગ અને અપવાદ પોત પોતાને સ્થાને, સમજીને વાપરવાનાં છે. ભગવાનની સામે બળવો કરનારા નિહ્નવ કહેવાય. નિત્સવ એટલે ભગવાનનાં સિદ્ધાંતને છુપાવનાર. ૮ નિદ્ભવ છે. જમાલી પહેલો નિદ્ભવ હતો. ભગવાને કહ્યું તે કરવાનું છે. તેમણે કર્યું તે કરવાનો
આગ્રહ ન રખાય. =================== ૨૩૨ ---------------- ----*
Page #263
--------------------------------------------------------------------------
________________
૪. ભગવાનનાં વચનોમાં શંકા કરે, સમકિત જાય. સાંશયિક મિથ્યાત્વ.
મરીચિના ભવમાં સમકિત ગુમાવ્યું, ૧૬મા ભવે વળી મેળવ્યું. ૫. અનુપયોગ દશા, અજ્ઞાનતા, સમજણનો અભાવ. અનાભોગિક મિ.
કીડી-મકોડા, પશુ-પંખી, કેટલાક અજ્ઞાની માનવો. કર્મ ચાર દરવાજાઓથી આત્મામાં પ્રવેશ કરે છે. ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. કષાય અને ૪. યોગ.
જૈન દર્શનમાં સમકિત પામ્યા પછી જ પ્રવેશ થયો કહેવાય. ત્યાંથી જ ભવની ગણત્રી પણ થાય છે.
• ઉસૂત્ર વચન મહાપાપ છે. • સુસૂત્ર વચન મોટો ધર્મ છે!
સમકિત પ્રાપ્ત કરવા ક્રોધ (કષાયો), કામ વાસના, આસક્તિ આદિ દોષોથી ચેતતા રહેવું પડે.
પાંચ પ્રકારનાં મિથ્યાત્વ જાય, સમકિત આવે એટલે પહેલું દ્વાર બંધ થાય. બાકીનાં ત્રણ દરવાજા તો ખુલ્લા જ રહે. સર્વવિરતિ આવતા બાકીનાં બે દરવાજા ખુલ્લા રહે છે.
અવિરતિનો દરવાજો થોડો ઘણો બંધ થાય તે દેશવિરતિ. વિરતિ એટલે પાપોથી અટકવું. બધા જ પાપોથી અટકવું તે સર્વવિરતિ.
અવિરતિ ૧૨ પ્રકારે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય. છ હિંસાથી અટકવું તે છ પ્રકાર + પાંચ ઈન્દ્રિય અને મનની અવિરતિ.
ગૃહસ્થ જીવનમાં પાપ ન કરવું અને ન કરાવવુંની પ્રતિજ્ઞા પરંતુ પાપની અનુમોદના તો ચાલુ જ રહે છે.
આ રાગ આગ જેવો છે. લેષ ધુમાડા જેવો છે. આ આગ વિના ધુમાડો ન હોય તેમ રાગ વિના વેષ ન હોય.
લોભ (આસક્તિ)ને સર્વ કષાયોનું મૂળ કહ્યું છે. તે છેક ૧૦મા =================^ ૨૩૩ -KNEF==============
Page #264
--------------------------------------------------------------------------
________________
******
**
ગુણસ્થાનકને અંતે નાશ પામનારો કષાય છે. ક્રોધ, માન, માયા સંપૂર્ણપણે ૯મા ગુણસ્થાનકે નાશ પામે છે.
કામવાસના ખરાબ કે ધનની મમતા ખરાબ?
કામવાસના કરતા ધનની મમતા વધારે ભયાનક છે. કામવાસના અધમ છે તો ધનની મમતા અધમાધમ છે. કામની ઈચ્છા આર્તધ્યાન છે. ધનની લેશ્યા રોદ્રધ્યાન બનીને નકગતિનું કારણ બને છે.
કામને વેદ મોહનીય પેદા કરે છે. તે ૯મે ગુણસ્થાનકે નાશ પામે છે. અર્થની લેશ્યાને પેદા કરનાર મોહનીય કર્મ ૧૦મે ગુણસ્થાનકે નાશ પામે છે.
કામવાસનામાં (સમય, શક્તિ, વ્યક્તિ, સમાજ આબરૂની મર્યાદા) મર્યાદા નડે છે. ધનની લેશ્યામાં મર્યાદા નડતી નથી.
આત્મિક દ્રષ્ટિએ જે ઊંઘે છે તે મિથ્યાત્વી છે, જે જાગ્યો છે તે સમકિતી. જંબુસ્વામીને પૂર્વ ભવમાં મોહનીય કર્મનો નિકાચિત ઉદય હતો. ૧૨ વર્ષ સુધી છઠ્ઠને પા૨ણે છઠ્ઠ કર્યા છતાં દીક્ષા ન મળી. પુરુષાર્થ કર્યા વગર ચારિત્ર મોહનીય કર્મનાં નિકાચિત ઉદયનું ઓઠું લઈને ના બેસાય!
દેવો અને નારકોને નિકચિત ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોય છે. સામાન્યથી એક લાખે એકાદ કર્મ નિકાચિત હોઈ શકે છે.
સંસારની વાતો કર્મો ૫૨ છોડી દેવી પણ ધર્મનાં કાર્યોમાં પુરુષાર્થને મહત્ત્વ આપવું.
કદાગ્રહીને ઉપદેશ આપવાની શાસ્ત્રકારોએ ના પાડી છે. તેવી વ્યક્તિ પ્રવચન શ્રવણ માટે અયોગ્ય છે. કાચા ઘડામાં પાણી નાંખ્યા બરાબર છે. ઘડો ફૂટે અને પાણી પણ જાય.
****************** 238 ******************
Page #265
--------------------------------------------------------------------------
________________
શ્રવ અને અનુબંધ આશ્રવ જીવમાં શુભાશુભ કર્મનું આવવું તે આશ્રવ. તત્ત્વાર્થાધિગમ સૂત્રનો અધ્યાય ૬મા આશ્રવનું વિવેચન. મન, વચન અને કાયાની ક્રિયા એ જ આશ્રવ.
જ્યાં જ્યાં યોગ ત્યાં આશ્રય. યોગ વીર્યંતરાયના ક્ષયોપશમ/ક્ષયથી થાય. ૧૦૮ કારણે થાય.
સરંભઃ પ્રમાદને કારણે હિંસાદિ પ્રયત્નોનો આવેશ. સમારંભ : એ કાર્ય કરવા સાધનો ભેગા કરે. આરંભ ? છેવટે એ કાર્ય કરે. ૩ X ૩ મન, વચન, કાયા. ૯ X ૩ કરવું, કરાવવું, અનુમોદવું. ૨૭ X ૪ કષાયો. આવી રીતે આશ્રવ ૧૦૮ પ્રકારે. બંધઃ કર્મનું આત્મા સાથે ક્ષીરનીરવત્ જોડાણ તે બંધ. સંબંધ : કર્મણ વર્ગણાનું આત્મા વડે ગ્રહણ થવાની ક્રિયા તે સંબંધ.
રાગ દ્વેષ મુખ્ય કારણ એને લીધે બંધ અને સંબંધ થાય. બંધ થવામાં આત્મા પરિણામી દ્રવ્ય છે માટે બંધ શક્ય બને છે. ૧૪મા ગુણસ્થાનકે બંધ નથી. યોગ છે ત્યાં સુધી જ “લેશ્યા” છે.
ત્રપણું ૨૦૦૦ સાગરોપમથી વધારે ના હોય. પંચેન્દ્રિય જીવો ૧૦૦૦ સાગરોપમથી વધુ સળંગ ના રહી શકે. મનુષ્ય ભવ સળંગ ૭ વખત જ મળે. આશ્રવ ઓછો કેમ થાય?
હેયનું ચિંતન : પાપ, આશ્રવ, બંધ. શેયને જાણો : જીવ-અજીવ. ઉપાદેયને પામો : પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ. એને માટે પ્રવૃત્તિ કરો.
Page #266
--------------------------------------------------------------------------
________________
******
****
મનને સારા ઠેકાણે રોકો. સ્વાધ્યાય કરો, નિર્જરા થશે.
આઠે કર્મોના બંધનું મૂળ લેશ્યા છે. લેશ્યા કર્મનો બાપ છે.
આશ્રવને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવથી વિચારો, ૧૮ પાપ સ્થાનકથી
વિચારો.
ઉદયમાં આવેલા કર્મમાં નવા કર્મો બંધાવાની શક્તિ તે અનુબંધ.
દુઃખ આવ્યું : પાપ કર્મોનો ઉદય. સુખ આવ્યું : પુણ્ય કર્મોનો ઉદય. દુઃખ કરતાં દુર્જનતા ભયંકર,
સુખ કરતાં સજ્જનતા શ્રેયંકર.
‘આશ્રવ અને અનુબંધ'
- પ.પૂ. મોહજિતવિજયજી મહારાજ સાહેબના પુસ્તકમાંથી.
આપણો કર્મવાદ કુદરતી ન્યાય ઉપર રચાયેલો છે. જે વિચારો, બોલો કે જે ચેષ્ટા કરો તેની સામે નિયમા કર્મબંધ છે.
અજ્ઞાન, રાગ-દ્વેષ તે આંતરિક મૂળ છે. જૂનાં કર્મોથી રાગ-દ્વેષ થાય, વળી તેનાથી નવા કર્મો બંધાય છે જે ઘટમાળ અનાદિથી છે. આમાંથી છૂટવા નવ તત્ત્વોનું જ્ઞાન જરૂરી છે.
૧૪ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલી કર્મવર્ગણા તે લોકસ્થિતિ છે. અમુક ચોક્કસ નિયમને અનુસરીને થતી અનિવારણીય ઘટનાઓ કે જેમાં તીર્થંકરો પણ ફેરફાર કરી શકતા નથી.
જ્યાં ૫૨સ્પ૨ ઉપઘાત (અથડામણ) હોય ત્યાં અવકાશ (Space)નો પ્રશ્ન આવે. અતઃ એક જગ્યા ૫૨ બે વસ્તુ સાથે રહી ના શકે. સિદ્ધશીલા ઉપર સિદ્ધના જીવોને પરસ્પર ઉપઘાત નથી. અર્થાત્ શુદ્ઘ દ્રવ્ય જીવો એક જ જગ્યામાં અનંતા રહી શકે છે. જ્યાં બાદ૨ (સ્થૂલ) પરિણામ હોય ત્યાં જ ઉપઘાત (અથડામણ) છે. સૂક્ષ્મ પરિણામી દ્રવ્યને ઉપઘાત નથી. અચિત્ત મહાસ્કંધ (ધર્માસ્તિકાય વગેરે) સૂક્ષ્મ પરિણામી છે.
****************** 23€ ******************
Page #267
--------------------------------------------------------------------------
________________
જીવ જ્ઞાનાત્મક અને પ્રકાશાત્મક છે તેથી મોક્ષ અવસ્થામાં જ્યોતિમાં જ્યોતિ મળી જાય તેમ, એક જ આકાશ પ્રદેશ પર અનંતા સિદ્ધોના આત્મપ્રદેશ રહી શકે છે.
સિદ્ધના જીવોની નજીક કાર્મણ વર્ગણાઓ હોવા છતાં ત્યાં કર્મબંધ કે સંબંધ નથી. કર્મવર્ગણાનું આત્મા વડે ગ્રહણ તેને સંબંધ કહ્યો છે. આત્મા સાથે ક્ષીર નીરવત્ જોડાણ તે બંધ.
આત્મા અશુદ્ધ દશામાં હોવાથી જ આમ બને છે.
સ્કૃષ્ટ સ્પર્શબંધ, બદ્ધ બંધન (સ્પર્શને પોષણ મળવું); નિધત્ત=અનુમોદના કરી એટલે બંધાયો; નિકચિત=રચ્યોપચ્યો થયો. ગુનાની કબૂલાત જ હોય, વકીલાત નહીં. અનુમોદના પાપની?
આપણે સંસારી જીવો, જે આકાશ પ્રદેશ પર છીએ એ જ આકાશ પ્રદેશ પર કર્મવર્ગણાઓ પણ છે તેને ગ્રહણ કરીએ છીએ. આત્મા પરિણામી છે, માટે કર્મનો બંધ છે.
તત્વના અજ્ઞાનને મોહનું શરીર કહ્યું છે. જ્યારે, તત્ત્વના જ્ઞાનને ચારિત્ર ધર્મનું શરીર કહ્યું છે. માટે જ તત્ત્વજ્ઞાન સિવાય સંસારમાંથી છૂટાય નહીં.
યોગ અને કષાય : જ્યાં જ્યાં યોગ ત્યાં ત્યાં કંપન (આત્મ પ્રદેશોનું)
કંપન છે ત્યાં સુધી કર્મનો બંધ છે. (કંપન શેનાથી થાય? વીર્યંતરાયના લયોપશમથી) જેટલી રાગ-દ્વેષની માત્રા તીવ્ર તેટલો કર્મબંધ પણ તીવ્ર, જ્યાં ચંચળતા ત્યાં કર્મવર્ગણા ચોંટે જ. યોગ છે ત્યાં સુધી વેશ્યા છે. તેમનોયોગના પરિણામ-રસબંધનું મૂળ)
જ્યાં ચંચળતા ત્યાં લેશ્યા હોય જ. જ સમજીએ તો મોક્ષની ચાવી આપણા જ હાથમાં છે. અજ્ઞાનને કારણે મોક્ષ
થતો નથી. જીવ દર્શન મોહનીય વગેરે કર્મના ઉદયના કારણે મોક્ષનો ઉપાય
જાણતો નથી, ને ઉપચાર કરતો નથી, માટે રખડ્યા કરે છે. ================= ૨૩૭ -KNEF==============
Page #268
--------------------------------------------------------------------------
________________
આપણે નિમિત્તો વચ્ચે જીવવાનું છે. પણ Face કેવી રીતે કરશો ? રાગદ્વેષ વગર. માટે સ્થિતપ્રજ્ઞ થવાનું છે, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા. બંનેમાં સમભાવે રહેવાનું તે સ્થિતપ્રજ્ઞતા.
પહેલાં તત્ત્વનો નિર્ણય. પછી તત્ત્વનો પક્ષપાત - અહિં સમ્યગુદર્શન થાય. ત્યારબાદ હેય અને ઉપાદેય તરીકેનું સેવન.
પહેલાં શુશ્રુષા (જિજ્ઞાસા), પછી શ્રવણ, પછી ગ્રહણ.
તત્ત્વનું અજ્ઞાન એ મોહનું શરીર જેની કરોડરજ્જુ (Backbone) ૧૮ પાપસ્થાનકો છે. આત્માની પ્રકૃતિ મોક્ષ છે. આત્માની વિકૃતિ સંસાર છે.
સંસારમાં પરવશતા તો જુઓ. જીવે કંઈ પણ કરવું હોય તો પુલનું મુખ જોવું પડે. બોલવું છે? ભાષા વર્ગણાના પુગલો જોઈશે. વિચાર કરવો છે? મનો વર્ગણાના પુદ્ગલો જોઈશે.
સંસારમાં જીવ પરતંત્ર, મોક્ષમાં જીવ સ્વતંત્ર! જીવને મનોયોગ વખતના જે પરિણામ તે ભાવલેશ્યા છે. છેક ૧૩માં ગુણસ્થાન સુધી ભાવલેશ્યા છે. પછી જીવ અલેશી (લેશ્યા વગરનો) થાય છે. કારણ ત્યાં મનોયોગનાં પરિણામ નથી.
જ્યાં સુધી યોગ હોય ત્યાં સુધી વેશ્યા રહેવાની. રાગ-દ્વેષ ના હોય અને મનોયોગનાં પરિણામ થાય તો પરમ શુક્લ લેશ્યા સમજવી. રાગ અને દ્વેષ ના હોય તે ભાવને માધ્યસ્થ ભાવ કહ્યો. ત્યારે “નિરા' થાય છે. દાસિન્ય = રાગ-દ્વેષરહિતપણું.
= માધ્યસ્થ ભાવ વ્યવહાર નય પ્રમાણે માધ્યસ્થ ભાવ અપુનબંધક અવસ્થાથી શરૂ થાય, નિશ્ચય નય પ્રમાણે પાંચમે ગુણસ્થાનકેથી શરૂ થાય.
અપુનબંધક અવસ્થા : જીવની મિથ્યાત્વ મોહનીય કર્મની ૭૦ કો.કો.સા.ની સ્થિતિ ફરીથી ન બાંધવાની યોગ્યતા. જીવ હવે ઉત્કૃષ્ટ સ્થિતિવાળુ મોહનીય કર્મ બાંધશે જ નહીં. અધ્યાત્મનો એકડો મંડાય છે એમ કહેવાય.
=====
=========kk ૨૩૮ ---------------*
Page #269
--------------------------------------------------------------------------
________________
નવ તત્ત્વોમાં “આશ્રવ તત્ત્વનો સમાવેશ મુખ્યતયા જીવને સાવધ કરવા કરાયો છે.
તત્ત્વ: મોક્ષનો સહજ રુચિભાવ રહે, જેનું ચિંતન સકામ નિર્જરા કરાવે તે. તત્ત્વનું જ્ઞાન : ચારિત્ર ધર્મનું શરીર. તત્ત્વનું અજ્ઞાન : મોહનું શરીર. “આશ્રવશું છે? “જીવમાં શુભાશુભ કર્મનું આવવું તે આશ્રવ.”
ઉમાસ્વાતિ ભગવંતે તત્ત્વાર્થાધિગમ સૂત્રનો છઠ્ઠો અધ્યાય “આશ્રવ પર વિવેચન કર્યું છે. તેનાં પ્રથમ સૂત્રનો અર્થ કરતાં સમજાવે છે મન, વચન, કાયાની ક્રિયા (યોગ) એ જ આશ્રવ. જ્યાં જ્યાં યોગ ત્યાં ત્યાં આશ્રવ.
“યોગ' ? શાનાં કારણે થાય? વીર્યંતરાયનાં ક્ષયોપશમથી અથવા ક્ષયથી થાય. કંઈ પણ બોલો, મનથી વિચારો કે કાયાથી ચેષ્ટા કરો તેની સામે નિયમો કર્મબંધ છે. તે શુભ કે અશુભ હોઈ શકે. જીવ નિયમા, સતત કર્મબંધ કરતો જ રહે, આત્માનાં પ્રદેશોમાં યોગને કારણે કંપન થાય છે તે થતું જ રહે જેને “આશ્રવ” કહે છે. તે પ્રક્રિયાને જાણવી અત્યંત જરૂરી છે અને તેની સામે સાવચેતીના પગલાં લેવા પણ અત્યંત જરૂરી છે.
અનાદિથી જીવનો ચાલી રહેલો સંસાર “આશ્રવને કારણે જ ટકેલો છે.. આત્મા સાથે કર્મનો સંબંધ ૧૦૮ જુદી જુદી રીતે થાય છે. આશ્રવ ૧૦૮ કારણે થાય છે.
સરંભ : પ્રમાદી જીવને હિંસાદિ કાર્યને માટે પ્રયત્નનો આવેશ. સમારંભ : એ કાર્ય કરવા સાધનો ભેગા કરવાં. આરંભ : છેવટે એ કાર્ય કરવું. ૩ x મન, વચન, કાયા =X ૩ કરવું, કરાવવું, અનુમોદવું= ૩૪૪ કષાયો.
બંધ-સંબંધઃ કર્મનું આત્મા સાથે ક્ષીરનીરવત્ જોડાણ તે બંધ. અને કાર્પણ વર્ગણાનું આત્મા વડે ગ્રહણ થવું તે સંબંધ.
સિદ્ધનાં જીવોની નજીક કાર્પણ વર્ગણા હોવા છતાં તેમનો અસરકારક સંબંધ પણ નથી અને બંધ પણ નથી. આપણને સંબંધ પણ છે અને બંધ પણ. =================^ ૨૩૯-KNEF==============
Page #270
--------------------------------------------------------------------------
________________
કેમ આમ? આત્માને કર્મનો બંધ છે, કારણ આત્મા પરિણામી દ્રવ્ય છે. કર્મબંધમાં મુખ્ય કારણ રાગ-દ્વેષ છે જે સંસારી જીવો ને હોય છે અને સિદ્ધના જીવોને ન જ હોય.
માટે જ કહ્યું છે, મુનિ સ્થિર રહે! મન, વચન, કાયાની ચંચળતા છોડવી પડે. જ્યાં આત્મ પ્રદેશોનું કંપન છે ત્યાં સુધી કર્મનો બંધ છે. માટે ૧૪મા ગુણસ્થાનકે કર્મનો બંધ નથી!
યોગ છે ત્યાં સુધી ‘લેશ્યા' છે. મનોયોગનાં પરિણામ જે આઠેય કર્મનાં રસબંધનું મૂળ કારણ છે.
માટે જો સમજીએ તો કર્મની ચાવી આપણાં હાથમાં જ છે. જીવને મોક્ષની અવસ્થા અજ્ઞાનને કારણે મળતી નથી. જ ત્રસ જીવો. ત્રણ સ્થિતિમાં ૨૦૦૦ સા.થી વધારે ના રહી શકે. પંચેન્દ્રિય
જીવો ૧૦૦૦ સા.થી વધુ સળંગનાં રહી શકે. મનુષ્ય ભવ સળંગ ૭ વખત જ મળે. આશ્રવ તત્ત્વ મુખ્ય છે. તેને કારણે બીજા તત્ત્વો ઊભા થાય અને નિર્જરાની, સંવરની, મોક્ષની વાત તેને કારણે જ છે. આશ્રવ તત્ત્વનું જ્ઞાન સૌથી મહત્ત્વનું છે. ઉદયમાં આવેલા કર્મોને જીવ સમતાથી ભોગવે તો નવા કર્મ બંધ થતાં અટકે. નવા કર્મોનો આશ્રવ થાય નહીં.
આત્માની પ્રકૃતિ જ મોક્ષ છે, વિકૃતિ સંસાર છે. Q. શું કરીએ, વિચારીએ તો “આશ્રવ” ઓછો થાય, અટકે?
હેય પદાર્થનું ચિંતન કરો : પાપ, આશ્રવ, બંધ.
શેય પદાર્થને જાણો : જીવ-અજીવ. એ ઉપાદેય પદાર્થને મેળવવા પ્રવૃત્તિ કરો : પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ જ મનને સારા ઠેકાણે રોકો.
Page #271
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય કરો, નિર્જરાનું કારણ છે. અત્યંતર તપ છે. શુભ બંધ - અશુભબંધ માનવીનાં હાથની વાત છે. જેટલો મન, વચન, કાયા પર કાબૂ (ગુપ્તિ) તેટલું તમારું કલ્યાણ. ઘરમાં ધૂળ કેમ આવી? બારી - બારણાં ઉઘાડાં હતા માટે.
આઠે કર્મનાં બંધનું મૂળ કારણ વેશ્યા છે. વેશ્યા કર્મનો બાપ છે. આ આશ્રવને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિચારો. મકાન, ઈંટ, ચૂના, પત્થરથી બનેલું દ્રવ્ય છે એને મારું માનું છું. જેડ
છે પણ મોહનીય કર્મનાં ઉદયે મારું માનું છું. મારું શું? આત્માનાં ગુણપર્યાય જ મારા છે. આત્મા અને તેની જ્યોતિ, જ્ઞાન સિવાય કશાને પોતાનું માનતો નથી. ક્યા ક્ષેત્ર, કાળમાં છીએ, જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ જે કર્મબંધનાં હેતુઓ છે તેને પુષ્ટ કરવામાં મદદરૂપ થાય છે? અને આત્મામાં આને કારણે કેવા ભાવ, શુભાશુભ ભાવ શુભાશ્રવ-પુણ્યરૂપ યા અશુભાશ્રવ-પાપરૂપ બને છે.
૧૮ પાપ સ્થાનકથી વિચારો. તેનાથી, ૧૮ પાપ સ્થાનકોથી કાર્ય કારણ ભાવ છે. તર્કથી કે શ્રદ્ધાથી જે જ્યાં ગમ્ય હોય, ઈષ્ટ હોય તે પ્રમાણે આશ્રવ વિચારો. જડમાં જો જીવ પ્રવૃત્તિ જ ના કરે તો આશ્રવ જ ના થાય.
મોક્ષમાં ભવિતવ્યતા નથી, લેગ્યા નથી, વિચારો નથી, અધ્યાવસાયો નથી. સંસારમાં યોગને કારણે, વિચારોથી, અધ્યાવસાયોથી, વેશ્યાથી કર્મબંધ થાય છે.
યોગ અને અધ્યવસાયનું બળ તે “કરણઆઠ છે. બંધન, નિધત્ત, નિકાચના, ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ, ઉદીરણા, ઉપશમન. Lastly - Very important aspect :
નિમિત્ત અશુભ મળ્યું – અસાવદ્ય અધ્યાવસાય - મોહનીય કર્મ ઉદીરણામાં આવે, ચેતી જાવ. મન, વચન, કાયાને તેમાંથી પાછા ખેંચજો.
બે મિનિટના કરેલ ક્રોધનો વિપાક લાંબા સમય સુધી ભોગવવો પડશે. =================^ ૨૪૧ -KNEF==============
Page #272
--------------------------------------------------------------------------
________________
નાની ભૂલ કરીએ, હાડકા ભાંગે, અસર જીવનભર સહેવી પડે છે. તમારી શક્તિ હોય તે દ્રષ્ટિકોણથી વિચાર કરી મનને શાંત પાડવાથી થોડા સમયમાં ઘણાં કર્મો ભોગવાઇ જશે અને નવા કર્મો બંધાશે નહીં. અનુબંધ.
સૂતાં પહેલા પરિણામ, વેશ્યા, અધ્યાવસાય વિશુદ્ધ કરીને સૂઓ. આશ્રવની ક્રિયા Natural phenomenon (કુદરતી ઘટનાક્રમ) છે. જીવ માત્ર માટે નિયમ 245 g 9. Conviction is Strength.
આશ્રવમાં માનતા થઈ જાવ, જિંદગી સુધરવા માંડશે.
એકલા કર્મને કારણ નહીં માનતા, ૫ કારણો ભેગા થાય ત્યારે જ કાર્ય થાય છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા (ભાગ્ય), પૂર્વ કર્મ અને પુરુષાર્થ.
સંતોષ ક્યાં જરૂરી છે? સંસારમાં. પણ ધર્મમાં ક્યારેય સંતોષી બનીને બેસવાનું નહીં. ધર્મ કરતા જ રહો. જ્ઞાનીઓ કહે છે, બંધાતા કર્મમાં ઉદય વખતે જે નવું કર્મ બાંધવાની શક્તિ છે તેનું જ નામ છે “અનુબંધ.”
જીવનમાં દુઃખ આવે - પાપ કર્મોનો ઉદય.
જીવનમાં સુખ આવે - પુણ્ય કર્મોનો ઉદય. સામાન્યતઃ દુઃખ ના ગમે, સુખ ખૂબ જ ગમે. ઝંખના દુઃખ નિવારણની અને સુખપ્રાપ્તિની..
પરંતુ મળેલા માનવ જીવનની ખરી કિંમત દુઃખ નિવારણ કરતાં દુર્જનતા નિવારણમાં લાખો ગણી છે. (પુરુષાર્થ પ્રધાનતા)
સુખ પ્રાપ્તિ કરતાં સજ્જનતાની પ્રાપ્તિમાં છે. (સુખમાં અનાસક્તિ) દુઃખ ના હોય પણ દુર્જનતાથી ભરેલા જીવનની કિંમત શું?
પુણિયો શ્રાવક, સંગમ ઉર્ફે શાલીભદ્ર બાહ્ય રીતે સુખી નહોતાં પણ સજ્જનતાની ટોચે હતાં. પ્ર. દુર્જનતાને કઈ રીતે નિવારવી? જ. દુર્જનતાને લાવનાર કોણ છે? તેનું મૂળ તે છે પાપ કર્મનો અનુબંધ.
સજ્જનતાને લાવનાર છે પુણ્ય કર્મનો અનુબંધ. =================^ ૨૪૨ -KNEF==============
Page #273
--------------------------------------------------------------------------
________________
અનુબંધ એટલે આત્માનો ઝોક, વલણ, તાસીર, તત્ત્વની રુચિ કે અરુચિ જે મનમાં ધરબાયેલી છે. અધ્યવસાય મનનો વિચાર હોય, વચન અને કાયાનું વર્તન હોય છે, આત્માનું વલણ અનુબંધનો બંધ કરે છે.
મન, વચન, કાયા અને આત્મા જુદા છે માટે યોગની પ્રવૃત્તિથી આત્માનું વલણ જુદું હોઈ શકે છે.
મન, વચન, કાયા પરમાત્મ ભક્તિમાં લીન હોય પણ ત્યારે જ આત્માનું વલણ સંસારમાં આસક્ત પણ હોય છે જ ને. માટે જ મન, વચન, કાયા ત્રણેને અનુબંધના કારણ કહ્યાં છે. જ મહાવીર ભગવાને ત્રિશલા માતાનાં ઉદરમાં રહી પ્રતિજ્ઞા લીધી હતી કે
માતા-પિતાની હાજરીમાં દીક્ષા લઈશ તો માતા-પિતાને “અનુબંધ' અશુભ પડશે, તેમને દુર્ગતિનું કારણ બનશે. માટે એમનાં ગયા પછી જ દીક્ષા લઈશ. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું હતું અને અશુભ અનુબંધ અટકાવ્યો હતો. હેય-ઉપાદેયનો વિવેક અનુબંધની આધારશિલા છે. સમકિતી જીવને હિંસામાં પણ હેય બુદ્ધિ જ હોય-અનુબંધ પુણ્યનો જ પડે. હિંસા હોવા છતાં સબુદ્ધિ કામ કરી જાય છે. અશુભ અનુબંધ પડે તો પાપની Link (પરંપરા) ચાલુ થાય છે. ઊંધી બુદ્ધિ આવે, અવિરતિમાં તેને સુખ લાગે Vicious Circle ચાલે. માટે અશુભ અનુબંધને શિથિલ કરો. જિનાજ્ઞા સ્વીકારી દુર્બુદ્ધિને નબળી પાડીએ. ચૌભંગી : ૧. આત્માનું વલણ શુભ, મન વચન કાયાનાં વિચાર, શબ્દો, વર્તન પણ
શુભ. આ વખતે બંધ અને અનુબંધ પુણ્યના બંધાય અને માટે પુણ્યાનુબંધન પુણ્ય બંધાયુ કહેવાય.
૨. વલણ અશુભ, યોગ અશુભ, પાપાનુબંધી પાપ બંધાયું. =================^ ૨૪૩ -KNEF==============
Page #274
--------------------------------------------------------------------------
________________
૩. વલણ અશુભ-અનુબંધ પાપનો; યોગ પુણ્યમય. પાપાનુબંધી પુણ્ય ૪. વલણ શુભ-અનુબંધ પુણ્યનો; યોગ-પાપમય. પુષ્યાનુબંધી પાપ.
When you change the way you look at things, the things you look at change.
અપુનબંધક અવસ્થા મોહનીય આદિ કર્મોની ઉ. સ્થિતિ ફરી ન બાંધનારો જીવ.
૪ પ્રકારના કર્મો ઃ અપુનર્ધધક જીવો પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. પુણ્યાનુબંધી પુણ્ય તારક શાલિભદ્ર સુખમાં અનાસક્તિ પાપાનુબંધી પાપ મારક કાલસીરિક કસાઈ દુઃખમાં દીન પાપાનુબંધી પુણ્ય મારક મમ્મણશેઠ દુ:ખમાં દીન પુણ્યાનુબંધી પાપ તારક પુણિયો શ્રાવક સુખમાં લીન.. સાકર પર બેઠેલી માખી - પુણ્યાનુબંધી પુણ્ય લીટમાં બેઠેલી માખી - પાપાનુબંધી પાપ મધમાં બેઠેલી માખી - પાપાનુબંધી પુણ્ય પથ્થર પર બેઠેલી માખી - પુણ્યાનુબંધી પાપ.
મેઘકુમારનો પૂર્વ ભવ હાથીનો, જીવને મોક્ષનું લક્ષ્ય જરાય નહોતું પરંતુ ભાવ નિ:સ્વાર્થ હતો, દયા હતી.. શ્રેણિક રાજાના પુત્ર થયા અને મહાવીર પ્રભુ સંયમના સારથી થયા. પુણ્યના અનુબંધને કારણે નિમિત્ત શુભ મળતાં લક્ષ્ય મોક્ષનું થઈ ગયું. તરી ગયા.
ભોગ અને ધર્મની સામગ્રી આપનાર પુણ્ય મેળવવું છે? ધર્મ ક્રિયાથી જ મળે. તારક પુણ્ય બાંધવું છે? અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્ય બાંધવું છે? પ્રવૃત્તિ અતિ શુદ્ધ હોય તો મળે. લક્ષ્ય મોક્ષનું જોઈએ.
ભોગો ભોગવે પણ અનાસક્ત. They feel what it' feels. =================^ ૨૪૪ -KNEF==============
Page #275
--------------------------------------------------------------------------
________________
છે,
જ
સંપત્તિ મળે પણ અજીર્ણ ના થાય. ઈન્દ્રિય સુખો તુચ્છ લાગે. આંધળુ અનુકરણ કરતાં નથી. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે આદર, સ્વભાવે શાંત. દૃષ્ટિમાં ધરમૂળ પરિવર્તન. પેથડશા, કુમારપાળ, જગડુશા, શાલિભદ્ર. પાપનાં અનુબંધવાળા જીવો. જેને ખબર પડે છે તેની જ ખબર નથી.
સંસાર સુખમાં રાચે. ઝેર ચડ્યું હોય તેને કડવો લીમડો પણ મીઠો લાગે તેમ મોહનાં ઝેરને લીધે સંસારનાં ભોગ સુખો વિપાકથી કડવાં હોવા છતાં મીઠાં લાગે. આંધળા અનુકરણ કરે. દેખાદેખીમાં રાચે. અધિકરણો પ્રત્યે આકર્ષણ. પરલોકની ચિંતા રહિત જીવો. પાપના અનુબંધને તોડવાનાં અને પુણ્યનાં અનુબંધને જોડવાનાં ઉપાયો : દુષ્કત ગહ અને સુકૃત અનુમોદના' ખામેમિ : મૈત્રિભાવ ચંદનબાળા, મૃગાવતી. મિચ્છામિ : સ્વદોષ દર્શન મહારાજા રાવણ, રહનેમિ. વંદામિ : અહંકારને તોડે બલરામ અને મૃગ, સૂરદાસ, મીરાંબાઈ,
નરસિંહ મહેતા. આને ખામેમિ ત્રિક કહે છે. હું સર્વ જીવોને ખમાવું - ખામેમિ મારા બધા દુષ્કતો મિથ્યા થાઓ - મિચ્છામિ સુદેવ સુગુરુ સુધર્મ કથિત - વંદામિ. તીર્થકરોને મારા કોટિ કોટિ વંદન હજો.
ખામેમિ ત્રિકથી મૃત્યુ ધન્ય બને છે, મૃત્યુ મહોત્સવ બને છે. પરલોક સુધરી જાય છે. અને પરંપરાએ પરમપદ પ્રાપ્ત થાય છે. ખામેમિ, મિચ્છામિ, વંદામિ. વીર્યાતરાયનો ક્ષયોપશમ જાગે એ જ અભ્યર્થના.
સર્વ મંગલ માંગલ્યમ્... =================^ ૨૪૫ -KNEF==============
Page #276
--------------------------------------------------------------------------
________________
>>>>
મૃત્યુ બન્ને મહોત્સવ
મૃત્યુમાં સમાધિ મળવાની તથા પરલોકમાં સદ્ગતિ થવાની શક્યતા પેદા કરવા માટે.
*
*
*
*
પુણ્ય પ્રકાશનું સ્તવન
સંથારા પોરિસીની કેટલીક ગાથાઓ
વીતરાગ સ્તોત્રનાં ૧, ૯, ૧૫, ૧૬, ૧૭, ૧૯, ૨૦મા પ્રકાશનાં શ્લોકો. રત્નાકર પચ્ચીસી
પંચસૂત્ર
આત્મનિંદા બત્રીસી
* અમૃતવેલની સજ્ઝાય
અરિહંત વંદનાવલી.
વગેરેનો વારંવાર પાઠ કરી હૃદયને ભાવિત બનાવવું જરૂરી છે! ખામેમિ : ખામેમિ સવ્વ જીવે – હું સર્વ જીવોને ખમાવું છું.
મિચ્છામિ : મિચ્છમિ દુક્કડં
મારા સર્વ પાપો નાશ પામો.
વંદામિ : વંદામિ જિણે ચઉવ્વીસં
1
-
૨૪ ભગવાનને વંદન કરૂં છું.
ત્રણે પદોનો અજપા જાપ ક૨વો.
દુષ્કૃત ગહ અને સુકૃત અનુમોદના રોજ જ કરવી.
ચારનું શરણ વારંવાર સ્વીકારવું.
(અરિહંત, સિદ્ધ, સાધુ, કેવલી પ્રણિત ધર્મ) કશું ન બને તો વારંવા૨
હે અરિહંત મિચ્છામિ દુક્કડં, હે અરિહંત મિચ્છામિ દુક્કડં! રહ્યા કરવું. ‘વીર-વીર’, ‘મહાવીર-મહાવીર' કે અરિહંત-અરિહંતનો જાપ જપ્યા કરવો. પોતાને જે પદ વધુ ગમે તે પદનો વારંવાર જાપ કરી હૃદયને, મનને, જીવનને તે પદથી ખૂબ ભાવિત બનાવી દેવું! છેલ્લી પળોમાં તે પદ સાંભળતાં મૃત્યુ મહોત્સવ બની શકે છે.
****************** 28€ ******************
Page #277
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૮
કર્મ નિવારણ
કર્મવાદ આધ્યાત્મિક પુરુષાર્થ એ જ કર્મવાદની સાચી સમજણ
“શ્રદ્ધાંધ'નાં ૩ સ્તવનો
૨૫ ૧
૨ ૫૫
• કર્મવાદ કણિકાઓ • જૈન ધર્મનાં કર્મવાદનાં રહસ્યો • જૈન દર્શન • કર્મ વિચાર
૨૬૧
૨૬૫
૦ આત્મ તત્ત્વ વિચાર
૨૮૫
=================^ ૨૪૭ -KNEF==============
Page #278
--------------------------------------------------------------------------
________________
કર્મનો સથવારો યાત્રાઃ સમ્યક્દર્શનથી મોક્ષની
(રાગ : કેદાર)
આવ્યો જગમાં એકલો સાથે કર્મોનો સથવારો રે. જ્ઞાની કહે છે સમ્યદર્શન, જન્મ મરણનો આરો રે.
આવ્યો જગમાં...
વિતરાગી વૈભવ ના સમજ્યો રાગી થઈ તું ભવ ભવ ભટક્યો, રાગ દ્વેષનાં તાંડવ કાજે, થાયે ના છૂટકારો રે.
આવ્યો જગમાં...
માનવ જન્મ મળ્યો અતિ દુર્લભ, છૂટકારો કરવાને સુલભ, રત્નત્રયીનાં પંથે વિચર તું, ઝળહળશે જન્મારો રે.
આવ્યો જગમાં...
સર્વ જીવોને “મિચ્છા મિ દુક્કડ', ભાવજે તું અરિહંત અધિગમ, શ્રદ્ધાંધ' હૃદયે ભજતાં ઉઘડશે, મોક્ષપુરીનાં દ્વારો.
આવ્યો જગમાં...
“શ્રદ્ધાંધ' ૫/૧૯૯૯
=================^ ૨૪૮ -KNEF==============
Page #279
--------------------------------------------------------------------------
________________
>>>>
સમકિત છે સાચી અટલ શ્રદ્ધા... (રાગઃ સુખદાયી રે સુખદાયી રે...)
સમકિત છે સાચી અટલ શ્રદ્ધા
*તત્ત્વત્રયીમાં અવિહડ શ્રદ્ધા... સમકિત... મુક્તિનું દ્વાર ઉઘાડે જે
પહોંચાડે સિધ્ધ-શીલા શ્રદ્ધા... સમકિત...
‘કરણ લબ્ધિ’ સહ ભવિ-જીવ ભાવે ભવસાગર કરૂં પાર તરી
*દર્શન સપ્તક ઉપશમ થાવે
મોક્ષ ભણી વ૨ ફાળ ભરી... સકિત..
સમકિત દૃઢ ધર્મીનું હોજો
‘તુંગીયા’ નગરી વિશેષ કહી...
ધર્મલાભ ‘સુલસા’ને દેજો
વીરની વાણી સુ અર્થ વહી... સમકિત...
સુખદાયી રે સુખદાયી રે
સમકિત ઉત્તમ સુખદાયી રે
જિન આજ્ઞામાં રહીને કરીએ
કામ બધાં ના’વે બાધા... સમકિત...
‘શ્રદ્ધાંધ’
Mar 2006
* તત્ત્વત્રયી = સુદેવ, સુગુરુ, સુધર્મ
૭ પાંચ લબ્ધિમાં ‘કરણ લબ્ધિ’ ભવ્ય જીવને જ હોય છે.
* દર્શન સપ્તકઃ ત્રણ દર્શન મો. કર્મ + ૪ અનંતાનુબંધી કષાયો.
****************** 28€ ******************
Page #280
--------------------------------------------------------------------------
________________
“તપ”
રાગ - માલકૌંસ (રાગઃ મને મહાવીરના ગુણ ગાવા દે.)
અનશન ઉણોદરી વૃત્તિઅંક્ષેપ
રસત્યાગ સંલીનતા કાયકલેષ ષ બાહ્ય તપનો મહિમા વિશેષ
છે કરાવે આંતર-તપમાં પ્રવેશ.. ષટુ બાહ્ય...
પ્રાયશ્ચિત વિનય ને વૈયાવચ્ચ
સ્વાધ્યાય ધ્યાન ને કાયોત્સર્ગ ષ આંતર તપનો મહિમા વિશેષ
છેડાવે અંતમાં, રાગ ને દ્વેષ.. ષ આંતર....
જે જાણે તપનાં બાર આ ભેદ
તે માણે નિર્જરા, કર્મનો છેદ જાયે જીવનો, ભવો ભવનો ભેદ દ્વાદશ તપનો છે, મહિમા વિશેષ.... દ્વાદશ...
શ્રદ્ધાંધ’ Aug 24, 2008
================= ૨૫૦ -KNEF==============
Page #281
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ કર્ણિકાઓ
- પ.પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા. ૧. કર્મ નામની મહાસત્તા આપણી પ્રત્યેક ઘટનાનું વ્યવસ્થિત સંચાલન કરે છે. ૨. કર્મબંધ ભાવ પ્રધાન છે. પરિણામ નિરપેક્ષ બંધ હોઈ શકે નહીં. ૩. સંસારમાં ભાગ્યની પ્રધાનતા છે. પુરુષાર્થ એ ગૌણ સહકારી કારણ છે.
ધર્મમાં પુરુષાર્થની પ્રધાનતા છે. સદ્ગતિ આદિ સામગ્રી પૂરતી જ
પુણ્યકર્મની આવશ્યકતા છે. ૪. જ્યાં રાગરૂપી-દ્વેષરૂપી ચીકાશ હોય ત્યાં ચોંટવું એ કર્મરૂપી પદાર્થનો
પ્રકૃતિગત ગુણધર્મ છે. જેમ અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, ચંદનનો સ્વભાવ શીતલતાનો છે, તેમ આત્મામાં રાગ-દ્વેષની પરિણતિરૂપ ચીકાશ થવાથી, સહજ સ્વભાવથી કર્મવર્ગણા આત્મા પર ચોંટે છે અને પછી તેને
અનુરૂપ યોગ્ય વિપાકો બતાવે છે. ૫. પુદ્ગલની શક્તિ જડતાયુક્ત છે. આત્માની શક્તિ પુદ્ગલની શક્તિ પર
સંપૂર્ણ વર્ચસ્વ જમાવી શકે છે. ૬. આત્માનું પુદ્ગલ પ્રત્યેનું ખેંચાણ-આકર્ષણ જ જડ એવા કર્મોને આત્મા પર
ચોંટાડે છે. ૭. લાગણી એ ચેતનનું લક્ષણ છે. વૈજ્ઞાનિક સંવેદનશીલ લાગણીયુક્ત યંત્ર
બનાવી શકે તેમ નથી. ૮. “રાગ’ એ કર્મને ખેંચવા માટેની ચુંબકત્વ શક્તિ છે. ૯. જીવનનાં પૂર્વાર્ધમાં પુરુષાર્થ, બુદ્ધિની તીવ્રતા, છતાં અર્થપ્રાપ્તિમાં અસફળતા.
આનું કારણ? ભાગ્યવાદ! ૧૦. કર્મનો જથ્થો નક્કી કરનાર ક્રિયા છે (આત્મ પ્રદેશોનું સ્પંદન, કંપન), કર્મનો
બંધ (રસ, પ્રકૃતિ, સ્થિતિ), નક્કી કરવામાં આત્માનાં પરિણામ છે. લેશ્યા
અજાગૃત (લબ્ધિ) મનરૂપ અધ્યાવસાય “રસ' નક્કી કરે છે. =================^ ૨૫૧ -KNEF==============
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૧ “મિચ્છામિ દુક્કડું' એ મહાવાક્ય છે.
સાચું મિચ્છામિ દુક્કડ દેવાની પૂર્વશરત છે, “પાપમય સંસાર પ્રત્યેનો
કંટાળો-અરુચિ.” ૧૨. જેવા ભાવે પાપ સેવાયું હોય તેવા જ પ્રતિસ્પર્ધી ભાવ દ્વારા પશ્ચાતાપ થાય
તો તે પાપ વગર ભોગવે ખપી શકે. ૧૩. દેહ, ઈન્દ્રિયો, મન, કર્મ બાંધતા નથી, આત્મા સ્વયં કર્મ બાંધે છે. હા,
ઈન્દ્રિયો શુભાશુભ કર્મ બાંધવાનાં સાધનો બની શકે છે. દા.ત. ચશ્મા, આંખ
જોવાનું સાધન છે પરંતુ જોનાર આત્મા સ્વયં છે. ૧૪. શુભ પ્રવૃત્તિ શુભ આત્મ પરિણામપૂર્વક કરવી, પરંતુ અશુભ પ્રવૃત્તિ કરવી
પડે તો પણ અશુભ આત્મ પરિણામ ન કરવા. અભિનવ શેઠે દાનનાં પરિણામ વગર દાન કર્યું અને લેશ માત્ર પુણ્ય ન બાંધ્યું. રણશેઠે દાનની પ્રવૃત્તિ કર્યા વગર શ્રેષ્ઠ આત્મ પરિણામ દ્વારા
વિવેકયુક્ત ઊંચુ પુણ્ય બાંધ્યું! ૧૫. શુભાશુભ ભાવ, કર્મનો સર્જક છે. શુદ્ધભાવ કર્મનો વિસર્જક છે. ૧૬. પ્રશસ્ત કષાય એટલે નિઃસ્વાર્થ ભાવ, અર્થાત્ સ્વ-પરનાં હિતની બુદ્ધિથી
પ્રગટ થયેલ કષાય. ૧૭. મોક્ષમાં સાથે “શુદ્ધ ભાવ' લઈને જવાનું છે.
પ્રથમ શુદ્ધ ભાવ - તાત્ત્વિક વેરાગ્ય દ્વિતિય શુદ્ધભાવ - સમયગદર્શન રૂપ વિવેક
તૃતિય શુદ્ધભાવ – ભાવ વિરતિ. ૧૮. ચમત્કારનાં આકર્ષણથી અંજાતો, ચમત્કારી સાધુનાં ખપ વાળો નિયમ
મિથ્યાદૃષ્ટિ છે. ભૌતિકતાની તીવ્ર અસર છે માટે. ૧૯. કર્મની ૩ અવસ્થાઓ છે. (૧) બંધ, (૨) ઉદય, (૩) સત્તા. વૈદિક ધર્મમાં
તેને ૧. ક્રિયામણ કર્મ, ૨. પ્રારબ્ધ કર્મ, ૩. સંચિત કર્મ તરીકે ઓળખે છે.
=================^ ૨૫૨ -KNEF==============
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૦. ધર્મનાં અજ્ઞાન જ્ઞાનાવરણીય ગાઢ કર્મ નથી પરંતુ તે લક્ષ્મપૂર્વક તોડવાનાં
પુરુષાર્થની ખામી જ કારણરૂપ છે. ૨૧. પુષ્ય-પાપનો બંધ, સંગ્રહ, ઉદય અને ક્ષય એક સાથે પૃથક્ પૃથક થઈ
શકે છે. ૨૨. બધી ઉપાધિનું મૂળ દેહ છે. દેહ એ આત્માનું મહાબંધન છે. ૨૩. નિકાચિત કર્મ એટલે સમુચિત પુરુષાર્થ કર્યા પછી પણ જે તૂટે નહીં.
અશુભ નિકાચિત થવામાં કારણ – દોષની તીવ્ર રુચિ.
શુભ નિકાચિત થવામાં કારણ – ગુણની તીવ્ર રુચિ. ૨૪. તમામ કર્મોનો ઉદય નિમિત્તની અપેક્ષા રાખે છે.
અનુકૂળ (Favourable) નિમિત્ત કર્મ ફળ આપે. પ્રતિકૂળ (Unfavourable) નિમિત્ત - બરાબર ફળ કર્મનાં આપે. માટે કર્મનાં નિમિત્તો તોડી શકો તો તેના હાથ-પગ ભાંગી જવાથી કર્મ યોગ્ય
વિપાક ન બતાવી શકે! ૨૫. નાસ્તિકની ઘણી દયા કરતાં આસ્તિકની અલ્પ દયા ઘણું ઊંચુ પુણ્ય
બંધાવે છે! ૨૬. પાપની પ્રવૃત્તિ થાય ત્યારે જ પાપ બંધાય એમ નથી. પાપનાં પરિણામ
આત્મામાં સતત પડેલા છે તેનાથી સતત પાપ બંધાય છે. દા.ત. ઊંઘમાં હિંસાની પ્રવૃત્તિ નથી, પરિણામ છે માટે હિંસા યોગ્ય પાપ
બંધાય છે. ૨૭. જડ કર્મ ચેતન આત્મામાં વિકૃતિઓ ઊભી કરે છે. માટે જડ એવા કર્મ,
આત્માનાં રોગોનું મૂળ છે. ૨૮. ફક્ત માનવીની દયા કે પ્રાણીની દયાનાં આચરણ કરતાં જીવ માત્રની દયાનું
આત્મ પરિણામની રુચિ ઊંચી જાતનું પુણ્ય બંધાવે છે. ૨૯. આજીવન કહાનીતિ - સદાચાર પાળનાર પણ, પૂર્ણ દયાની રુચિ વગર
સાતમી નરકમાં જાય છે. દા.ત. ચક્રવર્તીઓ.
=================^ ૨૫૩ -KNEF==============
Page #284
--------------------------------------------------------------------------
________________
૩૦. જગતનાં બધા વૈભવયુક્ત પદ-સ્થાન (positions) સમકિત દૃષ્ટિ માટે
અનામત (Reserve) છે. ૩૧. ટાઈમસર ભૂખ લાગવી, ટાઈમસર ખાવા મળવું, પચ્યા પછી સમયસર ઝાડો
થવો, બધું પુણ્યથી જ બની શકે છે. અરે! પથારીમાં પડખું પણ પુણ્યની
મહેરબાનીથી જ ફેરવાય છે. ૩૨. કર્મરાજા મહાબલિષ્ટને નિર્બળ, મહાબુદ્ધિશાળીને બેવકૂફ, મહાધનાઢ્યને
ભિખારી અને મહારૂપવાનને કદરૂપો બનાવી શકે છે. ૩૩. પુણ્યકર્મના ઉદયથી મળેલી શક્તિઓનો જીવ જો દુરૂપયોગ કરે, તો તે
શક્તિઓ કુદરત આંચકી લે છે. જો સદુપયોગ કરે તો કુદરત પરભવમાં
એ ફરી અર્પે છે. ૩૪. ગુનો કરે અને વળી ગુનાને સારો માને, એને કુદરત ભારે સજા કરે છે. ૩૫. સમ્યગ્દષ્ટિ ગુસ્સામાં હોય ત્યારે પણ વૈમાનિક દેવલોકનું જ આયુષ્ય બાંધે
છે. સમ્યગુદર્શનનો આ પ્રભાવ છે. ૩૬. જૈનકુળના કુલાચારો પણ પરિણામપૂર્વક પાળનાર જીવ, ભલે કદાચ
તાત્ત્વિક વૈરાગ્ય, શ્રદ્ધા ના પામ્યો હોય, છતાં ૯૯.૯૯ % સગતિમાં જ
જાય છે. ૩૭. નયસારના જીવે ઊંચી વિવેકશક્તિ અને વૈરાગ્ય દ્વારા ઊંચુ પુણ્ય બાંધ્યું. ૩૮. ભાવ દયા એટલે આત્માના સુખ દુઃખની ચિંતા. સ્વ આત્માની ચિંતા થવી
તે સ્વાર્થ જ ખરેખર પરમાર્થ છે. ૩૯. આત્માના કલ્યાણમાં જગતનું કલ્યાણ છે. કારણ કે, એક જીવ મોક્ષમાં જાય
એટલે અનંતા જીવોની અહિંસા, દયા, મૈત્રિ, આદિ થાય છે. સ્વ-કલ્યાણને
ભૂલી જે પર-કલ્યાણમાં ગોઠવાય છે તે જીવ અધર્મ કરે છે. ૪૦. સ્વની ભાવદયા કરનારો જ બીજાની ભાવદયા કરવાનો અધિકારી બને છે.
ભાવદયામાં કાયમી આત્મિક દુઃખો પણ દૂર થાય છે. તીર્થકરની ભાવદયા પરાકાષ્ઠાની શ્રેણિની છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
૪૧. વિચારના આધારે માંડ ૧ ટકો કર્મબંધ, ભાવાત્મક વ્યક્તિત્વના આધારે
- ૯૯ ટકા કર્મબંધ. (રુચિ) ૪૨. જૈન દર્શનમાં માત્ર પ્રવૃત્તિ અને વિચારનું મહત્ત્વ અતિ અલ્પ છે. ૪૩. કસાઈ ઊંઘતો હોય એટલે અહિંસક નથી. ૪૪. T.V. એ idiot box, છે, જે જીવને વગર લેવા-દેવાએ પાપની રુચિ, તીવ્ર
આવેશ દ્વારા ઘોર પાપો બંધાવે છે. T.V. જોતી વખતે ઘણાને અસંખ્ય ભવની
તિર્યંચગતિ સતત બંધાય છે. ૪૫. પાપને પાપ ન માનવું એટલે પાપબંધમાં ગુણાકાર કરવો!
જૈન ધર્મનાં કર્મવાદમાં રહસ્યો જૈનધર્મનાં કર્મવાદની વિશિષ્ટતાઓ રહસ્યમય ભાસે છે. પરંતુ સર્વજ્ઞ કથિત હોવાથી અનુભવાયેલ ફળશ્રુતિ વિગેરેનું વિવેચન, એક સમ્યક્ માર્ગ પર જવાને પ્રેરણા આપે છે.
કર્મ પુદ્ગલ - (Maretial body) છે, એ વિચારધારા જૈન ધર્મ સિવાય ક્યાંય બીજે હયાત નથી. કર્મ શું છે? કર્મનો ઉદય શાને કારણે થાય છે? કર્મનાં આઠ કરણો ક્યા ક્યા? કર્મોનાં આઠ પ્રકાર તથા તેના બંધ હેતુઓ ક્યા ક્યા? કેવલી ભગવંતોને થાક કેમ નથી? ગતિ સતત બંધાય છે, પરંતુ આયુષ્ય એક જ વખત જીવ બાંધે છે. તો શું કર્મબંધમાં ગતિની પ્રધાનતા છે? પ્રશ્નો જ પ્રશ્નો અને જવાબો.
કર્મનોનું Team-work તથા કર્મોનું સંચાલન એક અભૂત રીતે થયા કરે છે તેની ઊંડી સમજણ, કર્મવાદનાં રહસ્યોનાં વિષયને ખૂબ રસભરી રીતે શણગારે છે. જડ એવા કર્મની અચિંત્ય શક્તિને ઘાત કરનાર ચેતન દ્રવ્ય-આત્માની અનંત શક્તિ, જીવ રત્નત્રયીના આધારે ચૌદ રાજલોકનાં ઊર્ધ્વતમ શિખર એવા મોક્ષને સર કરે છે, કરી શકે છે એ વિચાર જૈન ધર્મનાં કર્મવાદના રહસ્યોમાં શું શું ભર્યું છે તે જાણવા અભ્યાસ પ્રેમી જીવને ઉત્સુક કર્યા વગર રહે નહીં! આ ખૂબ રસસભર સ્વાધ્યાયનો સ્વાદ માણવા તમો સૌને આમંત્રણ છે. રહસ્યોનો ઉકેલ તો જ મળેને! ================= ૨૫૫ -KNEF==============
Page #286
--------------------------------------------------------------------------
________________
મોહવૃક્ષ : તત્ત્વનું અજ્ઞાન એ મોહનું શરીર છે, તત્ત્વનું જ્ઞાન ચારિત્ર ધર્મનું શરીર છે.
સમૂહથી આઠેય કર્મનો બંધ મોહના પરિણામથી થાય છે. તેનું બીજ ‘મિથ્યાત્વ' છે. એક માત્ર મોહનીય કર્મ જ બંધમાં વિષચક્ર ગોઠવે છે.
ભગવાને કર્મના બંધમાં, ઉદયમાં, કર્મની સત્તામાં ત્રણેમાં પુરુષાર્થવાદ સ્થાપ્યો છે.
મુખ્ય પાંચ નિમિત્તો કર્મના ઉદયમાં મહત્ત્વનો ભાગ ભજવે છે : ૧. દ્રવ્ય, ૨. ક્ષેત્ર, ૩. કાળ, ૪. ભાવ, ૫. ભવ. ભાવની અસર વધુ તીવ્ર અને ભવની અતિ ઉત્કટ અસર છે. સંક્રમણકરણ : શુભને અશુભમાં કે અશુભને અશુભમાં રૂપાંતર તે.
સંક્રાતિ - એક બીજામાં રૂપાંતર કરવું તે. બંધાયેલ કર્મની શક્તિ (રસ)નું રૂપાંતર, બંધાયેલ કર્મની પ્રકૃતિનું રૂપાંતર. બંધાયેલ અપયશને વશમાં કરણ દ્વારા ફેરવવું.
સામાન્ય રીતે મોટાભાગનાં જીવો પુણ્યને પાપમાં જ રૂપાંતર કરે છે. કારણ? તેમનો પુરુષાર્થ જ ઊંધી દિશામાં હોય છે.
ભૌતિક સુખ અને દુઃખનાં જ ગણિતો, સમ્યક આંતરિક પુરુષાર્થથી અળગા જ રાખે છે. ધર્મ દ્વારા પણ ભૌતિક સુખ ઈચ્છનારની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી છે. એવું જ્ઞાનીઓ કહે છે. (નિદાન શલ્ય) * જે અને જેના પરિણામથી અશુભ કર્મ બંધાયું હોય તે અને તેવા જ બરાબર
શુભ પરિણામ થાય તો અશુભને શુભમાં રૂપાંતર કરી શકે. એક જ ભવનો તીવ્ર શુભ ભાવ અનેક ભવનાં અશુભ કર્મોને શુભમાં
રૂપાંતર કરવાને સમર્થ છે. Vice a versa. જ સંસાર રસિકતા ભારે કર્મબંધ કરાવે છે. અલ્પ ક્રોધ પણ ભયંકર મોટું પાપ
બંધાવે છે. વૈરાગ્ય યુક્ત જીવ મોટા ક્રોધથી પણ નાનું પાપ બાંધે છે. વૈરાગ્ય =================^ ૨૫૬ -KNEF==============
Page #287
--------------------------------------------------------------------------
________________
(તપ, ત્યાગ, સંયમ)ની તાકાત પ્રબળ છે. વૈરાગ્ય જ સાધક પરિણામ છે. જ સાચા ધર્મનો કાળ અતિ અલ્પ છે. (ભાવ ચારિત્રમાં વધુમાં વધુ ૭-૮ ભવ
જ છે.) જેનાંથી ભૂતકાળના અનંત પાપોની ક્ષપણા થાય છે. આ વિધાન સૂચવે છે કે ધર્મની શક્તિ અચિંત્ય છે. રામબાણ ઔષધ : અનંત ભવોનાં પાપનું પ્રાયશ્ચિત્ત, પરિણામ પૂર્વકની ‘વિરતિ' છે. પરિણામની તીવ્રતા કે મંદતાનો આધાર રુચિ પર છે. ગુણની રુચિપૂર્વકનો શુભ પરિણામ તીવ્ર છે, અરુચિ હોય તો મંદ. દોષની રુચિપૂર્વકનો અશુભ પરિણામ તીવ્ર છે, અરુચિ હોય તો મંદ. દષ્ટાંતઃ નાનો અહિંસાનો ધર્મ સેવ્યો અને સાથે રુચિ પણ અહિંસાની - તીવ્ર શુભ પરિણામ. છે કરોડોનું દાન કર્યા બાદ પણ પૈસો મેળવવા જેવો જ લાગે તો શુભ
પરિણામ અતિમંદ. છે ઉપવાસ કરે પણ રુચિ ભોગમાં જ છે, ત્યાગમાં અરુચિ છે - મંદ શુભભાવ. નાની કીડીને મારે - હિંસાની રુચિપૂર્વક મારે, હિંસા એ પાપ છે એવું
એમાં ના માને તો નાની હિંસા પણ તીવ્ર અશુભભાવ છે. છે સમકિતી હોય - લોભીયો હોય છતાં પૈસાને મેળવવા લાયક નથી એવું
દૃઢપણે માનનારો હોવાથી મંદ અશુભ પરિણામ બાંધે છે. નિમિત્તોની મહત્તાઃ કર્મની કાર્યશક્તિમાં અર્થાત્ કર્મનો વિપાક બતાવવામાં નિમિત્તો હાથપગ સમાન કહ્યાં છે. નિમિત્તો અનુકૂળ-સબળા : કર્મનો વિપાક કર્મશક્તિ હોય તેનાથી વધુ.
પ્રતિકૂળ-નબળા : કાર્યશક્તિ હોય તેનાથી ઓછો વિપાક.
મધ્યમ હોય : કાર્યશક્તિ હોય તેટલો જ વિપાક. =================^ ૨૫૭ -KNEF==============
Page #288
--------------------------------------------------------------------------
________________
લાખે એક કર્મ જે રીતે બંધાયું એ જ સ્વભાવવાળું પાછું ઉદયમાં આવે. હસતાં બાંધ્યાં કર્મો રડતાં રડતાં ભોગવવા પડે. “સમય ગોયમ્ મા પમાયએ” જેના ઉદયે દુઃખી થવાના છીએ, સંક્રમણથી સુખી થવાય.
કર્મનાં ચાર પ્રવેશદ્વારો : (પાંચમું પ્રમાદ પણ શાસ્ત્રમાં ગણેલ છે.) ૧. મિથ્યાત્વ :
આ સત્ય પ્રત્યેનાં પક્ષપાતનો અભાવ. આ સત્યનો પક્ષપાત હૃદય સાથે સંબંધ ધરાવે છે. અંતરીક્ષ ઉઘડતાં હૃદય
શુદ્ધ થાય છે. છે અસત્યના પક્ષપાતરૂપી મિથ્યાત્વ દૂર થતાં કર્મોનાં પ્રવેશનું પ્રથમ બાકોરું
બંધ થાય છે.
મમતા છૂટે નહીં ત્યાં સુધી મિથ્યાત્વનાં બંધન તૂટે નહીં * ભવસ્થિતિ પરિપક્વ થાય, કર્મબંધ મંદ થાય ત્યારે આનંદનું ધામ એવો
આત્મપ્રકાશ, આત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે. વિનયની વૃદ્ધિ, બીજનાં
ચંદ્રની માફક બોધિબીજનાં અંકુરો ફૂટે. ૨. અવિરતિ :
સત્યના જીવંત આચરણનો અભાવ. શ્રદ્ધા, સમકિત હોવા છતાં, કર્મોનો ગંદો પ્રવાહ જીવ પર ધસ્યા કરે છે, સાચો રાહ પકડી શકતો નથી. યથાશક્તિ પ્રશસ્ત આચરણ, જીવનમાં પરિવર્તન થતાં આ બીજું બાકોરું
બંધ થાય છે. - આ જીવને દેશ વિરતિધર (શ્રાવક) કહેવાય છે. સર્વવિરતિ ધારણ કરે
તો અવિરતિરૂપ બાકોરું સંપૂર્ણ બંધ થઈ જાય.
=================^ ૨૫૮ -KNEF==============
Page #289
--------------------------------------------------------------------------
________________
૩. કષાય :
જીવનમાં ઉત્પન્ન થતાં અતંદુરસ્ત ખળભળાટો. જ ક્રોધ, માન - અહંકાર, માયા - દંભ અને લોભ - આસક્તિ. જ ક્રોધ : મંત્રીએ સ્કંદકસૂરી તથા ૪૯૯ સાધુઓને ઘાણીમાં પીલી નાંખ્યા.
માન : વાસણમાં ખટાશ હોય અને દૂધ નાંખતાં ફાટી જાય તેમ ગુણરૂપી દૂધ માન કષાયમાં ટકી શકતું નથી. આ લોભ : સર્વ વિનાશનું મૂળ છે. ઈચ્છા થઈ એટલે તેને પોષવા સર્વ
કષાયો ઉભવે છે. મન સતત દુર્ગાનમાં રહે. ૪. યોગ :
જ મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ. છેયોગથી કર્મનો આશ્રવ, કર્મના આશ્રવથી બંધ, બંધથી કર્મનો ઉદય, કર્મના ઉદયથી સંસાર. માટે સંસારથી મુક્તિ મેળવવી હોય તો આશ્રવનો
ત્યાગ કરવો જ પડે! આગમિક વ્યાખ્યાઓ પુસ્તકમાંથી.
મહાવીર પ્રભુનાં ૧૧ ગણધરોને જે સંશયો હતા તે સર્વજ્ઞપણાની લબ્ધિ વડે મહાવીર ભગવાને દૂર કર્યા હતા.
(૧) ઈન્દ્રભૂતિ : આત્માનું અસ્તિત્ત્વ, (૨) અગ્નિભૂતિ : કર્મનું અસ્તિત્ત્વ, (૩) વાયુભૂતિ : આત્મા અને શરીરનો ભેદ, (૪) વ્યક્ત સ્વામી : શૂન્યવાદ, (૫) સુધર્મા સ્વામિ : ઈહલોક અને પરલોકની વિચિત્રતાઓ, (૬) મંડિક સ્વામિ : બંધ અને મોક્ષ, (૭) મોર્યપુત્ર દેવનું અસ્તિત્ત્વ, (૮) અકંપિત સ્વામિનરકોનું અસ્તિત્ત્વ, (૯) અચલભ્રાતા ઃ પુણ્ય અને પાપ, (૧૦) મેતાર્ય સ્વામિ : પરલોકનું અસ્તિત્ત્વ, (૧૧) પ્રભાસ સ્વામિ નિર્વાણનું અસ્તિત્ત્વ.
કર્મનું અસ્તિત્ત્વ ઃ ભગવાન મહાવીર, અગ્નિભૂતિને સમજણ આપી રહ્યાં છે. હું કર્મ રજને પ્રત્યક્ષ જોઉં છું, જો કે તેને તેનું પ્રત્યક્ષ દર્શન નથી, તો પણ અનુમાનથી તું પણ તેની સિદ્ધિ કરી શકે છે. Kakkkkkkkkkkkkkkkk ૨૫૯-kkkkkkkkkkkkkkkkkk
Page #290
--------------------------------------------------------------------------
________________
સુખ અને દુઃખ કર્મફળ પ્રત્યક્ષ તને છે જ. માટે કારણરૂપ સત્તા કર્મનું અનુમાન કરી જ શકાય છે. અંકુરરૂપ કાર્યનું કારણ બીજ છે તેમ.
Visible causes are corrupted. ચંદન આદિ સુખનાં હેતુ છે અને સર્પ,વિષ આદિ દુઃખનાં હેતુ છે. આ દૃષ્ટ કારણોને છોડી અદૃષ્ટ કારણ કર્મને માનવાની આવશ્યકતા શા માટે ?
દૃષ્ટ કારણમાં વ્યભિચાર દેખાય છે માટે અદૃષ્ટ કારણ માનવું અનિવાર્ય બની જાય છે. તે આ રીતે. સુખ-દુઃખનાં દૃષ્ટ કારણો સમાનરૂપે હોવા છતાં તેમનાં કાર્યોમાં તરતમતા જોવામાં આવે છે. આનું જ કારણ છે તેજ કર્મ છે. જીવનું આદ્ય બાલ શરીર તે જ કર્મ - કાર્મણ શરીર છે, જે દેહાંતપૂર્વક છે. કેમકે તે ઈન્દ્રિયોથી યુક્ત છે, જેમ યુવાહ બાલદેહપૂર્વક છે.
અચેતન વ્યક્તિ કૃત ક્રિયાનાં ફળ અવશ્ય હોવા જ જોઈએ. જેમ કે ખેતી કર્યાનું ફળ ધાન્ય છે એ જ રીતે, દાનાદિ ક્રિયાના ફળ જે આગળ જતાં આપણે સુખ-દુઃખરૂપે ભોગવીએ છીએ.
મૂર્ત કર્મ ઃ કાર્યનાં અસ્તિત્ત્વથી કારણની સિદ્ધિ થાય છે. તો શરીર વગેરે કાર્ય મૂર્તિ હોવાને કારણે કર્મ પણ મૂર્ત જ હોવું જોઈએ. જેમ પરમાણુનું કાર્ય ઘટ, મૂર્ત છે આથી પરમાણુ પણ મૂર્તિ છે. ક કર્મનું મૂર્તત્વ સિદ્ધ કરનાર અન્ય હેતુઓ : ૧. કર્મ મૂર્તિ છે કારણ કે તેની સાથે સંબંધ થવાથી સુખ આદિનો અનુભવ થાય
છે. જેમ કે ભોજન. અમૂર્ત આકાશ સાથે સંબંધ થવાથી સુખાદિનો અનુભવ
થતો નથી. ૨. કર્મ મૂર્તિ છે કારણ કે તેના સંબંધથી વેદનાનો અનુભવ થાય છે જેમ કે
અગ્નિ . ૩. કર્મ મૂર્તિ છે કારણ કે તેમાં બાહ્ય પદાર્થોથી બલાધાન થાય છે. જેમ કે ઘટ
આદિ પદાર્થો પર તેલ વગેરે બાહ્ય વસ્તુનું વિલેપન કરવાથી બલ આધાન =================^ ૨૬૦ -KNEF==============
Page #291
--------------------------------------------------------------------------
________________
થાય થાય છે એ જ રીતે કર્મમાં પણ માળા, ચંદન, વનિતા વગેરે બાહ્ય
વસ્તુઓનાં સંસર્ગથી બલાધાન થાય છે આથી તે મૂર્તિ છે. ૪. કર્મ મૂર્તિ છે કેમકે તે આત્માદિથી ભિન્ન રૂપમાં પરિણામી છે. જેમ કે દૂધ.
જ્ઞાન અમૂર્ત છે પરંતુ મદિરા, વિષ વગેરે મૂર્ત વસ્તુઓ દ્વારા તેનો ઉપઘાત થાય છે. ઘી, દૂધ વગેરે પૌષ્ટિક ભોજન વડે તેનો ઉપકાર થાય છે. (બદામ) એ જ રીતે મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્માનો અનુગ્રહ અથવા ઉપકાર થઈ શકે છે.
જીવ કર્મ પરિણામ રૂપ છે આથી તે તે રૂપમાં મૂર્તિ પણ છે એમ અનેકાંતે વિચારી શકાય. આત્મા એકાંતરૂપે અમૂર્ત નથી. આમ મૂર્તિ આત્મા પર મૂર્ત કર્મ દ્વારા થનાર અનુગ્રહ અને ઉપઘાતનો સ્વીકાર કરવામાં કોઈ આપત્તિ ના હોવી જોઈએ. દેહ અને કર્મમાં પરસ્પર કાર્ય-કારણ ભાવ છે. કર્મ અને દેહની પરંપરા અનાદિ છે.
જૈન દર્શન
- પ.પૂ. ન્યાયવિજયજી મ. મોહનીય કર્મના મુખ્ય બે ભેદઃ
દર્શન મો.-ચારિત્ર મો. : ચારિત્રને અટકાવે તે કર્મ. (ચા.મો.ના ૨૫ ભેદ) જે શ્રદ્ધામાં મુંઝવણ પેદા કરે, તે દર્શન મોહનીય, સમ્યકત્વ મોહનીય. જે તત્ત્વની શ્રદ્ધામાં બાધા નાંખે, તે દર્શન મોહનીય, મિશ્ર મોહનીય. જે તત્ત્વની શ્રદ્ધા અટકાવે, તે દર્શન મોહનીય, મિથ્યાત્વ મોહનીય. તત્વઃ કલ્યાણમય વસ્તુ, જેનાથી આત્મકલ્યાણ સધાય તેને “તત્ત્વ' કહ્યું.
દર્શન મોહનીયના અર્થાત્ મિથ્યાત્વના પુદ્ગલોનો ઉદય જ્યારે અંતર્મુહૂર્ત સુધી અટકી જાય ત્યારે જીવને ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે.
એ પરિણામ (આત્માનો પરિણામ) દરમ્યાન એના ઉજાશમાં જીવ ઉદયમાં આવનારા (અંતર્મુહૂર્ત બાદ) મિથ્યાત્વ મોહનીયનાં પુગલોને સંશોધવાનું કામ કરે છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
જેટલા યુગલોનું માલિચ દૂર થઈ તે શુદ્ધ થાય તેને સમ્યકત્વ મોહનીય કહે છે. જે અડધા-પડધા શુદ્ધ થાય તે મિશ્ર અને શુદ્ધ ન જ થયા હોય તે મિથ્યાત્વ મોહનીય પુંજ તરીકે રહે છે. એટલે દર્શન મોહનીયનાં ત્રણ પુંજ થયા.
આ ત્રણ પૂંજ + ૪ અનંતાનુબંધી કષાયના ઉપશમથી પ્રગટ થાય તે ઉપશમ સમકિત. * દર્શન મોહનીયના ત્રણ ભેદો :
(૧) સમ્યકત્વ મોહનીય, (૨) મિશ્ર મોહનીય, (૩) મિથ્યાત્વ મોહનીય.
જો ઉપશમ સમ્યકત્વનો કાળ પૂરો થતાં, (૧) ઉદયમાં આવે તો નિર્મળ પુગલ હોવાને કારણે જીવ ક્ષયોપશમ સમ્યકત્વી બને. (૨) ઉદય થતાં મિશ્ર સમયકત્વી અને (૩) ઉદયમાં આવે તો ફરી મિથ્યાત્વી.
આ ઉપશમ સમકિતમાં મિથ્યાત્વ અથવા દર્શન મોહનીયના પુગલોનો વિપાકોદય કે પ્રદેશોદય, કોઈ જ ઉદય હોતો નથી. થયોપશમ સમકિતમાં મિથ્યાત્વ મોહનીયના ઉદયગત પુદ્ગલોનો ક્ષય અને ઉદયમાં ન આવેલ પદ્ગલોનો ઉપશમ. વિપાકોદય : જે કર્મ પુદ્ગલો ફળ આપે તે ઉદય.
પ્રદેશોદય : જે કર્મ પુદ્ગલોના ઉદયથી આત્મા પર અસર પડતી નથી. * ચારિત્ર મોહનીયના ૨૫ ભેદો :
૪ કષાય : ક્રોધ, માન, માયા, લોભ તે દરેકના ૪ ભેદ=૧૬+૯ નોકષાય.
૧. અંતાનુબંધી કષાય : મિથ્યાત્વને લાવે, ૨. અપ્રત્યાખ્યાનાવરણ : દેશવિરતિને અટકાવે, ૩. પ્રત્યાખ્યનાવરણ : સર્વવિરતિને અટકાવે, ૪. સંજ્વલન : યથાખ્યાત ચારિત્રને અટકાવે, વીતરાગપણું અટકાવે.
સર્વકર્મ ક્ષય થતાં મોક્ષ અવસ્થા પ્રગટે તે પૂર્વે, અંશતઃ કર્મક્ષયરૂપ નિર્જરા વધતી જવી આવશ્યક છે.
સર્વસંસારી આત્માઓમાં કર્મનિર્જરાનો ક્રમ ચાલુ જ હોય છે. પણ આત્મ=========== ======= ૨૬૨ =============== =
Page #293
--------------------------------------------------------------------------
________________
કલ્યાણરૂપ નિર્જરા (સકામ) જીવ મોક્ષાભિમુખ થયા પછી જ થાય છે. ખરી મોક્ષાભિમુખતા સમ્યગુદૃષ્ટિની પ્રાપ્તિથી શરૂ થાય છે. અને ત્યારબાદ મોક્ષસાધના વિકાસ વધતો “જિન” અવસ્થાએ પૂર્ણ થાય છે. ઉત્તરોત્તર પરિણામશુદ્ધિ વિશુદ્ધિ અધિકતાની ઓથે અસંખ્યાતગણી કર્મનિર્જરા વધતી જાય છે. “જિન” અવસ્થાએ પહોંચતા પૂર્વેની જીવની ૧૦ દશાઓ છે. (Interesting steps).
૧. મિથ્યાત્વ ટળ્યું. સમ્યદૃષ્ટિ પ્રગટે. ૨. દેશવિરતિ માટે ઉપાસક દશા. ૩. સર્વવિરતિ પ્રગટતાં વિરત દશા. ૪. “અનંતાનુબંધી કષાયોનો વિલય થતાં “અવન્ત વિયોજક' દશા. ૫. દર્શનમોહનો ક્ષય કરવા માટેની વિશુદ્ધિ પ્રગટે તે દર્શન મોહલપક દશા. ૬. ચારિત્ર મોહનીય પ્રકૃતિઓનો ઉપશમ જારી હોય તે ઉપશામક દશા. ૭. એ ઉપશમ પૂર્ણ થતાં “ઉપશાન્ત' દશા. ૮. ચારિત્ર મોહનીય કર્મોનો ક્ષય જારી હોય તે “ક્ષપક' દશા. ૯. ક્ષય પૂર્ણ થતાં “ક્ષીણમોહ' દશા.
૧૦. સર્વજ્ઞપણું પ્રગટે તે “જિન” દશા. VERY IMORTANT TO REMEMBER :
યાદ રહે, સુખ દુઃખનો તમામ આધાર મનોવૃત્તિ પર છે. સુખ-દુઃખની ભાવનાનાં વહેણ, મનોવૃત્તિના વિચિત્ર ચક્કર પ્રમાણે ફરતાં રહે છે.
તંગ હાલતમાં પણ, તાત્ત્વિક (સાચી) સમજ અને તેણે બક્ષેલી સંતોષલક્ષ્મી જેણે સંપાદન કરી છે તે સત્વશાલી મનુષ્ય પોતાના ચિત્ત કે આત્માને સ્વસ્થ રાખી શકે છે અને પ્રસન્નતાને મંદ થવા દેતો નથી.
“મન સાધ્યું એણે સઘળું સાધ્યું એ વાત પૂર્ણ સત્ય છે. જ ચારિત્ર મોહનીય કર્મની ભયાનકતા સમજીએ. અનાદિ કાળથી પ્રવાહરૂપે
૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળુ મદિરાના પાન જેવું કર્મ છે. =================^ ૨૬૩ -KNEF==============
Page #294
--------------------------------------------------------------------------
________________
આત્માના અસ્તિત્ત્વનું પણ ભાન થવા દેતું નથી. આત્માના શુદ્ધિકરણનું સમ્યકજ્ઞાન પણ થવા ના દે તેવું છે.
બે ભેદ ઃ (૧) મિથ્યાત્વ મોહનીય અને (૨) ચારિત્ર મોહનીય.
મિથ્યાત્વ મોહનીય કર્મને કારણે આત્માના અસ્તિત્ત્વનું ભાન થતું નથી. એના કારણે “આંધળી દળે અને કૂતરું ચાટી જાય” જેવી આત્માની સ્થિતિ થાય.
સમ્યગ્ગદર્શન ન થવા દેવામાં ૪ અનંતાનુબંધી કષાયો અને મિથ્યાત્વની ૩ પ્રકૃતિઓ મૂળ કારણ છે. (દર્શન સપ્તક કહે છે.)
આત્મામાં જ્યારે અનિવૃત્ત પુરુષાર્થ બળની પ્રાપ્તિ થાય છે ત્યારે એ સાતેય કર્મ પ્રકૃતિના વાદળા ખસવા માંડે છે. જ્યારે એ સર્વથા ખસી જાય ત્યારે જીવાત્માને અદ્રિતિય, અનુપમ અનુભવ થાય છે.
જાણે ભૂખ્યા માણસને ઘેવર મળ્યું, તરસ્યાને ઠંડુ પાણી, નગ્ન માણસને ગરમ કપડાં મળ્યાની ઉપમાસમું સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થાય છે.
આ સાથે જ આત્માની અનંત શક્તિ, પુણ્ય-પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, જીવ-અજીવ આદિ જિન પ્રણિત નવ તત્ત્વો, સંપૂર્ણ કર્મક્ષયથી મોક્ષ, કર્મબંધનથી આત્મા પોતે બંધાયો છે એ મુક્ત પણ થાય જ છે. એવું સમ્યકજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ મોહનીય કર્મને કારણે મોહનીય કર્મ એનો પરચો બતાવ્યા જ કરે છે. ચારિત્ર મોહનીય કર્મના લંગોટીયા મિત્રસમા જ્ઞાનાવરણીય કર્મ ચારિત્રધારીને પણ ચલાયમાન કરતું રહે છે.
જૈન ધર્મ ‘મામેકં શરણં વ્રજ'ના સિદ્ધાંતને સ્વીકારતો નથી. કારણ આત્માને જ કર્મનો કર્તા અને ભોક્તા માને છે. સ્વપુરુષાર્થથી જ આત્મા મુક્ત થાય છે. જિનેશ્વરની જિનાજ્ઞાના નિમિત્તનું બળ જરૂરથી મદદ કરે છે. સ્વાધ્યાયમાં પુરુષાર્થ કરતાં રહીએ.
જૈનમ્ જયતિ શાસનમ્
Kakkkkkkkkkkkkkkkk ૨૬૪-kkkkkkkkkkkkkkkkkk
Page #295
--------------------------------------------------------------------------
________________
>>>>
કર્મ વિચાર
કર્મવાદનો સનાતન નિયમ : કરે તેવું પામે અને વાવે તેવું લણે.
જીવોને શ્રદ્ધા શેમાં ? સર્પનાં વિષમાં. પરંતુ દુષ્કર્મોની ભયાનકતામાં એટલી શ્રદ્ધા નથી. આને સનાતન નિયમનો અનાદર થયો કહેવાય.
મયણા સુંદરી : જે થાય છે તે મારા જ કર્મનાં ઉદયને લીધે થાય છે.
કર્મ ઉદયમાં આવે તો એને ભોગવવાનું કઈ રીતે ? સમતાથી. શા માટે સમતાથી? નવા કર્મ બંધ અટકાવવા માટે.
એટલે આનો અર્થ શું થયો ? સુખ ભોગનો ઉદય હોય ત્યારે રંગાઈ ન જવાય. કેવો ભાવ કેળવવો પડે? અનાસક્ત ભાવ.
છ રસનું ભોજન જીભ ૫૨ બળાત્કાર કરવા નથી આવતું. આસક્તિ કરાવડાવે છે. એ જ પ્રમાણે અન્ય ઈન્દ્રિયો. કર્ણપ્રિય સંગીત, સુંવાળો સ્પર્શ, સુરભિમય સુગંધ, રૂપવાન દૃષ્ટાનું અવલોકન.
દરેક સ્થૂલ ભોગમાં વિલાસવૃત્તિનો ઉદય હોય જ છે. તેમાં જોડાવું કે ના જોડાવું એ આત્માની શક્તિને કામે લગાડવા તરફના પુરુષાર્થની જરૂર પડે છે.. જો કર્મબંધનાં નિમિત્તથી મુક્ત રહી શકે તો અભયતા પામી શકે.
સંસારની કોઈપણ જીવન ઘટના પાછળ સામાન્યતઃ કોનું બળ હોય છે? પૂર્વ કર્મનું.
આપત્તિ આવે, આપત્તિ લાવનાર ઈરાદાપૂર્વક વર્તે તો એ પણ દોષમાં પડે જ છે.
ખૂન ક૨ના૨ નિઃશંક ગુનેગાર છે જ. જેનું ખૂન થયું તેનું પૂર્વકર્મ પણ સાથે ઉદયમાન છે.
કોઈએ આપણા સંઘનું બૂરું કર્યું. આવી વાતને નિરર્થક વાગોળવી નહીં.. બૂરું કરનાર, સંઘનો અવર્ણવાદ કરી ખૂબ અશાતા વેદનીય કર્મ બાંધે છે.
****************** 2&u ******************
Page #296
--------------------------------------------------------------------------
________________
܀
܀
***
કર્મ ઉદયમાં આવે ત્યારે ‘હાય-વોય' નહીં.. ‘એમ જ હોય'ની સમજણ કેળવવાની છે.
રસદાર ખાન-પાનથી સંસારીને મોઢામાં પાણી આવે એ જ ખાન-પાન જોઈ જ્ઞાનીની આંખમાં પાણી આવેદનીય અનાસક્ત ભાવની બલિહારી.
܀
પ્રશસ્ત ‘શમ’ ભાવ મર્દાનગી છે, પુરુષાર્થી બનવું ઘટે.
રોગ આવ્યો. પૂર્વ કર્મ એમાં કારણ છે પરંતુ તેનો પ્રયત્ન જ ના કરે તો તેને ‘પ્રમાદ' જ કહેવાય. વિવેક.. વિવેક. વિવેક રાખવો પડે.
નસીબ અજ્ઞેય છે - માણસનું કામ પુરુષાર્થ કરવાનું. કારણ? આત્માની સત્તા જ સર્વોપરી છે. કર્મવાદની સાચી સમજણ જ મનને સ્વસ્થ રાખે છે. ઉદ્યમ - પુરુષાર્થ કરતી વખતે.
ઈચ્છિત ફળ મળતાં ફૂલાઈ ના જવાય, ફળ ના મળે તો ઉદ્વેગ પણ ના કરાય. જો કરીએ તો કર્મના કાયદાનું ઉલ્લંઘન કર્યું ગણાય.
કોઈનાં ૫૨ આપત્તિ આવે તેને સત્વર મદદ ક૨વી જ જોઈએ. દરેક જીવ બીજાનાં સહકાર અને બીજાની સહાય ૫૨ જ જીવે છે!
દાનની બાબતમાં ભાવ મુખ્ય ભાગ ભજવે છે.
ભાવ શુભ યા અશુભ, તેવા જ તેના ફળ. વિવેકબુદ્ધિ જરૂરી છે. વિવેક ૧૦મો ભંડાર છે. વિવેો રશમો નિધિઃ
:
૯ નિધિ નૈસર્પ : ગામ-નગ૨, પાંડુક ઃ નાનાં-મોટાં દ્રવ્યો, પિંગલક : આભૂષણો, સર્વરત્ન ઃ ચક્રવર્તીના ૧૪ રત્નો, મહાપદ્મ : વસ્ત્રો, કાળ ઃ બધી કળાઓનું જ્ઞાન, મહાકાળ : ૭ ધાતુઓ, સ્ફટિક વગેરે, માણવક : યુદ્ધનીતિ, દંડનીતિ, યોદ્ધાઓ, આયુધો, શંખક : સંગીત, વાદ્યો, નૃત્યની ઉત્પત્તિ વગેરે.
કર્મબંધથી છૂટવા અણસમજને કા૨ણે નિષ્ક્રિય બને તે મૂઢતા છે. બહારથી નિષ્ક્રિય અને અંદરથી બધે જ ફરતો હોય. દંભનો ભોગ બને છે. પ્રવૃત્તિ ****************** 25€ ******************
Page #297
--------------------------------------------------------------------------
________________
છોડી છૂટતી નથી. આપ મેળે જ છૂટી જાય છે. સમ્પ્રવૃત્તિશીલ જીવન વિકાસમય જીવન બને છે. કર્મ બંધનાં હેતુઓ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. યોગને
આશ્રવનો હેતુ અને બંધનો હેતુ પણ કહ્યો છે. જ માનસિક ક્રિયાથી પણ કર્મબંધ થાય છે પરંતુ સદાચારી જીવને એનાથી ડર
હોતો નથી. એ પુણ્યકર્મનો બંધ અને ઉચ્ચ નિર્જરારૂપ પુણ્ય બાંધતો આત્મકલ્યાણ કરતો રહે છે. કર્મ જ્યારે અબાધાકાળ પૂરો થતાં વિપાક-ફળ બતાવતું ઉદયમાં આવે ત્યારે તે ક્રિયાને રસોદય કહે છે. ફળ બતાવ્યા વિના જ્યારે એ ખરી પડે ત્યારે તેને “પ્રદેશોદય' કહે છે. અનંતા કર્મનો જથ્થો સાધના દ્વારા પ્રદેશોદયથી નષ્ટ કરી શકાય છે. જ્યારે સર્વ કર્મ નાશ થાય ત્યારે મોક્ષ સિદ્ધિ મળે છે. જે કર્મો બાંધીએ તે બધાં જ “પ્રદેશોદય’ની અપેક્ષાએ ભોગવવા પડે. વિપાકોદયથી નહીં. કર્મબંધ થતાં જ તે પુગલોમાં જોશ આવે અને તે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ તથા પ્રદેશ એ જ સમયે નિર્માણ થાય છે. યોગ : પ્રકૃતિથી સ્વભાવ નક્કી થાય.
પ્રદેશથી કેટલાં કર્મનાં સ્કંદો બંધાયા છે તે નક્કી થઈ જાય છે. કષાય : સ્થિતિથી આત્મા સાથેનો રહેવાનો કાળ.
રસથી તીવ્ર યા મંદ મીઠા યા માઠા ફળ દેનારી શક્તિ. કષાયો ૪ : ક્રોધ, માન, માયા, લોભ. પેટભેદ ૪: ૧. અનંતાનુબંધી : મિથ્યાત્વના સાથી, સમ્યક્દર્શનને રોકે.
૨. અપ્રત્યાખ્યાનાવરણ : દેશવિરતિને રોકે. ૩. પ્રત્યાખ્યાનાવરણ : સર્વવિરતિને રોકે.
૪. સંજ્વલન : વીતરાગ ચારિત્રને રોકે. =================^ ૨૬૭ -KNEF==============
Page #298
--------------------------------------------------------------------------
________________
કર્મના પુદ્ગલોનો પ્રકાર એક જ. જીવો જુદા જુદા દરેક જીવોનાં કષાયરૂપ પરિણામો નિમિત્ત બને અને ભિન્ન ભિન્ન રસ બંધ કરાવે.
જેમ ઘાસ એક જ ખાનારા ભેંસ, બકરી, ગાય જુદા જુદા દરેકનું પરિણમન જુદું જુદું. ચીકણું દૂધ, પાતળુ દૂધ, મંદ પ્રકૃતિ દૂધ વગેરે. જ કર્મની ૧૦ અવસ્થાઓ :
બંધ, ઉદ્વર્તના, અપર્વતના, સત્તા, ઉદય, ઉદીરણા, સંક્રમણ, ઉપશમના, નિધત્તિ, નિકાચના.
પૂર્વજન્મ-પુનર્જન્મઃ જીવની જુદા જુદા દેહ ધારણ કરવાની પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. આત્માનો પહેલો જન્મ યાને એની આદિ – શરૂઆત જેવું માનવામાં આવી શકે.
પૂર્વ જન્મની અસર નજરો નજર દેખાય છે. એક માતાનાં સંતાનોમાં અંતર જણાય છે. ધનવાન અને સુખી અનીતિ કે અનાચારમાં વ્યસ્ત જોવા મળે તો તે પૂર્વ જન્મના કર્મોની અસરને કારણે હશે એવું માની શકાય છે.
સાવધાનીથી ચાલવા છતાં ઉપરથી ઇંટ પત્થર પડવો - પૂર્વ કર્મ. મૂળ, વર્તમાનના જન્મમાં નથી - પૂર્વ જન્મમાં છે. વર્તમાન, ભવિષ્યનાં ભવોનું મૂળ છે. કર્મનો નિયમ, ચોક્કસ અને ન્યાયમય વિશ્વશાસન છે.
આત્માની નિત્યતા સમજનારો માને છે કે, બીજાનું બૂરું કરવું પોતાનું બૂરું કરવા બરાબર છે. આત્મા, કર્મ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મોક્ષ અને પરમાત્મા એ પંચક સમજવા જેવું છે. ૧. પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કૃત્યો માટે જવાબદાર છે. પરંતુ સમાજનાં
સામુદાયિક કાર્યોનાં પરિણામ પણ સમાજે, સમાજની બધી વ્યક્તિઓએ
ભોગવવા પડે છે. ભવિષ્યની પેઢીને પણ ભોગવવા પડે છે. ૨. કર્મવાદનો સનાતન નિયમઃ કરે તેવું પામે અને વાવે તેવું લણે ! નાછૂટકે =================^ ૨૬૮ -KNEF==============
Page #299
--------------------------------------------------------------------------
________________
આ નિયમની ઉપેક્ષા થાય ત્યારે પણ કર્મબંધ થાય જ છે. ફક્ત રસ, સ્થિતિ ઓછાં હોય છે. જીવે હઠીલા બનવું જોઈએ. ભોગ પ્રત્યેની આસક્તિને દૂર કરવાની હઠ! જ્ઞાની ભોગ ભોગવે છે પરંતુ અનાસક્તપણે-જાગૃત રહીને અને તેને કારણે કર્મ બંધના બાધાકારક સંયોગથી મુક્ત રહે છે અને પરિણામે અભયતા
ભોગવે છે. ૩. વ્યક્તિને સ્વતંત્રતા હોવી જોઈએ ભૌતિક, માનસિક, આધ્યાત્મિક. પરંતુ
સાથે નીતિ-નિયમોના બંધનને સ્વીકારવાની હામ જોઈએ. નીતિ-નિયમો ખરાબ રૂઢિઓના આધારે રચાયેલા હોય તો તેને શસ્ત્ર બનાવાય નહીં. શોષણ થતું હોય તો તે અટકાવવું જ જોઈએ. ત્યાં પૂર્વ કર્મની Argument
ના વપરાય. ૪. સંસારવર્તી જીવની કોઈપણ જીવન ઘટના પાછળ સામાન્યતઃ પૂર્વ કર્મનું
બળ હોય જ છે. જેમ કે ભૌતિક, શારિરિક કે આર્થિક આપત્તિઓ આવેદનીય આપત્તિ લાવનાર ઈરાદાપૂર્વક વર્તતો હોય તે દોષમાં પડે જ છે. કોઈ મારવા આવે તો એનો પ્રતિકાર કરો તે વેરવૃત્તિ ના કહેવાય. કોઈ ધીરેલા પૈસા પાછા જ ન આપતો હોય તેના માટે દાવો કરો તો તે વેરવૃત્તિ ના કહેવાય. કોઈ તમારી ચીજ વસ્તુ લઈ જતો હોય તેનું તમે રક્ષણ કરો તે વેરવૃત્તિ નથી. શઠ, ચોર, ઠગ, લુચ્ચા, લબાડ કે ગુંડાનો સામનો કરવો પડે તો
કરવામાં દોષ નથી. આ યોગ્ય ઉદ્યમ, પ્રયત્ન, પુરુષાર્થને મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
માંદા પડીએ તો દવા કરવી પણ પડે! રામે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું તે ન્યાયયુક્ત હતું. આ સર્પ, વિષ વગેરેની ભયાનકતા તથા દુઃખકારકતા પર જે વિશ્વાસ છે =================^ ૨૬૯-KNEF==============
Page #300
--------------------------------------------------------------------------
________________
તે દુષ્કર્મોની (અનીતિ-અન્યાય) ભયાનકતા-દુઃખકારકતામાં જ્યારે પેદા થાય ત્યારે કર્મવાદમાં શ્રદ્ધા થઈ ગણાય. “કરે તેવું પામે, વાવે
તેવું લણે.' છે “પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કૃત્યો માટે પોતે જવાબદાર છે.” જે થાય છે
તે મારાં જ કર્મના ઉદયને લીધે થાય છે - મયણાસુંદરી. જ જ્ઞાનીને રસદાર ખાન-પાન જોઈ આંખમાંથી પાણી આવે આપણને
મોઢામાં પાણી આવે છે. અનાસક્તપણે કેળવવું પડશે. સંસારવર્તી જીવની કોઈ પણ જીવન ઘટના પાછળ સામાન્યતઃ પૂર્વકર્મનું બળ રહેલું જ છે. કોઈ મારવા આવે તેનો પ્રતિકાર કરો તો તે વેરવૃત્તિ નથી. તમારા રક્ષણ કાજે સમુચિત ઉદ્યમ કરવામાં કર્મશાસ્ત્ર પણ ટેકો આપે છે. પુરુષાર્થી બનો, પ્રશસ્ત શમભાવ મર્દાનગી છે. આનાથી નવા કર્મો બંધાય નહી. ૫. નસીબ અજ્ઞેય છે, માણસનું કામ પુરુષાર્થ કરવાનું. ખોદીએ તો જમીનમાં
પાણી હોય તો નીકળે. ઉદ્યમ દ્વારા ભાગ્ય હોય તો મળે.
સર્વોપરી સત્તા કોની? આત્માની. એને ધ્યાનમાં લઈ શક્ય તેટલા પુરુષાર્થી બનવું પડે. અશુભ કર્મો ભોગવતી વખતે પ્રશસ્ય સમભાવ એ જ મર્દાનગી છે. એ વખતે મનને સ્વસ્થ કોણ રાખે છે? કર્મવાદની સાચી સમજણ. અને તો જ નવા કર્મો ના બંધાય..!
પૂર્વ જન્મમાં કરેલ કર્મ આ જન્મમાં ફળે છે, તેમ આ જન્મમાં કરેલા કર્મો પણ આ જન્મમાં ફળતાં હોય છે. (ભગવતી સૂત્ર) ૬. જીવનમાં રોગ આવે, પૈસા જાય, આપત્તિ આવે વગેરે ઘટનાઓનું મૂળ પૂર્વ
કર્મ હોઈ શકે અને તેવા વખતે યોગ્ય પ્રયત્ન કર્યા છતાં આપત્તિ ના ટળે તો દુર્બાન કર્યા વગર સહન કરવા પૂરી કોશિષ કરવી ઘટે.
પૂર્વ કર્મને દોષ દઈ કંઈ જ પુરુષાર્થ ન કરે તે પ્રમાદી છે. =================^ ૨૭૦ -KNEF==============
Page #301
--------------------------------------------------------------------------
________________
જડતાનાં દૃષ્ટાંતો :
આહાર-વિહારમાં બે ધ્યાન : પુષ્ટ ખોરાક ન લે, શક્તિહીન થાય. જુગાર સટ્ટાને રવાડે પૈસા ગુમાવે : આવક કરતાં વધુ ખર્ચ રાખે. પરીક્ષામાં મહેનત જ ના કરી એટલે નાપાસ થઈને આવે. ડોક્ટર પાસે દવા ન કરાવે, ભૂત-પ્રેતના વહેમમાં માંદો પડે. આ બધા દૃષ્ટાંતો જડતા સૂચવે છે, કર્મને દોષ ના દેવાય.
ઉદ્યમ-પુરુષાર્થ કરતી વખતે ઈચ્છિત ફળ મળતાં ફૂલાઈ ન જવાય; ફળ ન મળતાં ઉદ્વેગ ના કરાય. આમ કરવાથી કર્મનાં કાયદાનું ઉલ્લંઘન થાય છે !
કોઈ પર આપત્તિ આવે, અન્યાય થાય તેને સત્વર મદદ કરવી જ જોઈએ. ત્યાં કર્મવાદનું વ્યાખ્યાન આપવા ન બેસાય!
દરેક જીવ બીજાના સહકાર અને સહાય પર જ જીવે છે! પરસ્પર માનવીય સ્નેહથી હળીમળીને રહેવામાં જ સુખ-શાંતિ છે.
કર્મવાદનું નિવેદન છે કે અનિષ્ટ કર્મમાં કર્મોદયમાં પલટો લાવવો એવો અવકાશ માણસના હાથમાં હોય જ છે! જીવ પોતાની ક્રિયાથી કર્મ બાંધે છે તેમ પોતાની ક્રિયાથી કર્મ તોડી પણ શકે છે!
પૂર્વકર્મ બધાં અભેદ્ય નથી. “નિકાચિત કર્મ પણ શ્રેણિ તપ વડે ભેદી શકાય છે. પરંતુ તેમાં ઉત્કૃષ્ટ પવિત્રતા અને સાધના જોઈએ. (શનિંશિકા)
વિવેકબુદ્ધિનો અભાવ અંધશ્રદ્ધા, ગતાનુગતિકતા (રૂઢિવાદ), દેખાદેખી, અજ્ઞાનતા, લોભ, લાલચ વગેરે અનિષ્ટો પ્રમાદના કારણે આડા આવે છે. ઈચ્છિત પરિણામ આના કારણે ન પણ આવે. ૭. દાન પૂજા સેવા કરી - પુણ્ય બંધાશે; કોઈને કષ્ટ પહોંચ્યું - પાપ બંધાશે.
પુણ્ય પાપનો નિર્ણય કરવાની કસોટી બાહ્ય ક્રિયા નથી.
દાન પૂજન કરનારો પાપોર્જન કરી લેતો હોય છે અને પરોપકારી ડોક્ટર શસ્ત્રક્રિયા કરી, કષ્ટ પહોંચતું હોવા છતાં પુણ્ય ઉપાર્જન કરે છે. મા-બાપ પુત્રની =================^ ૨૭૧ -KNEF==============
Page #302
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા વિરૂધ્ધ હિતને ખાતર ઠપકો આપે જ છે ને! ભોળા માણસને ઠગાવવા દાન-પૂજનની ક્રિયા કરાવનારો પાપ જ બાંધે છે. કસોટી યથાર્થ હોવી જોઈએ. ભાવ શુભ યા અશુભ તેવા તેનાં ફળ. પરંતુ વિચારમૂઢ માણસની બેવકૂફી સભર પ્રવૃત્તિ શુભ આશય હોવા છતાં પાપબંધક હોઈ શકે. વિવેકબુદ્ધિ જરૂરી છે. ઉપયોગમાં (અપ્રમત ભાવમાં) ધર્મ મનાયો છે! ૮. સાધારણ માણસો અણસમજને કારણે એવું સમજે છે કે, પાપ-લોઢાની બેડી
જેવું અને પુણ્ય સોનાની બેડી જેવું છે. તો પાપ કરો કે પુણ્ય કર્મ બંધ તો થાય છે. મૂકો પંચાત બધું છોડી દઈએ. જરૂરિયાત પૂરતી પ્રવૃત્તિઓ કરવી, બીજી લપછપ જ નહીં. નિવૃત્ત અકર્મણ્ય બની મોક્ષની વાટ જોઈએ તેમાં શું ખોટું?
આળસું, પ્રવૃત્તિ વિનાનું જીવન “નવરો બેઠો નખ્ખોદ વાળ વાળી પરિસ્થિતિ ઊભી કરશે. બહારથી નિષ્ક્રિય અને મનમાં બધે જ ફરતો હોય, કર્મબંધથી છૂટવા નિષ્ક્રિય બનનારો દંભનો ભોગ બને છે.
મનને શુભ પ્રવૃત્તિમાં સતત જોડ્યા પછી બાહ્યપ્રવૃત્તિઓમાં Brake લગાવવાની છે. અશુભથી છૂટવા શુભનો આશ્રય લેવાનો છે. “વલણ બદલવાનું છે. અશુભ પ્રત્યેનું વલણ તદ્દન નાબૂદ ના થાય ત્યાં સુધી શુભ પ્રવૃત્તિઓ ત્યાજ્ય બનતી નથી.
શુભના બંધમાંથી છૂટવા પ્રવૃત્તિના ત્યાગની જરૂર નથી. પ્રવૃત્તિ કરવાનાં આશયને શુભમાંથી શુદ્ધરૂપમાં ફેરવવાની જરૂર છે. પ્રવૃત્તિ છોડી છૂટે નહીં, આપમેળે જ જતી રહે. સત્યવૃત્તિશીલ જીવન વિકાસમય બને છે. ૯. કર્મનાં બે અર્થ થાય છે ૧. કોઈ કામ, ક્રિયા કે પ્રવૃત્તિ, ૨. જીવની ક્રિયા
દ્વારા કર્મ વર્ગણાનાં જે પુદ્ગલો ખેંચાઈ એને ચોંટે છે, તે બાદ પુગલોને ‘કર્મ' કહેવામાં આવે છે. જ કરાય તે કર્મ. જીવબદ્ધ કાર્મિક પુગલો તે કર્મ.
આ દ્રવ્યકર્મ છે. તેને લીધે રાગ-દ્વેષાત્મક પરિણામો તે “ભાવકર્મ. વિભાવ =================^ ૨૭૨ Kekek-seks-ek-sekkekekekek
Page #303
--------------------------------------------------------------------------
________________
દશામાં જીવ કર્મનો કર્તા છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ પરસ્પર કાર્યકારણ ભાવ
સંબંધે જોડાયેલા છે. જેમ બીજ અને અંકુર. ૧૦. કર્મ પુદ્ગલો ખેંચાઈને પછી બંધાય છે. કર્મ પુદ્ગલોને ખેંચવાનું કામ કોણ
કરે છે? યોગ-મન, વચન, કાયાની ક્રિયા માટે “આશ્રવ કહેવાય છે. બંધના હેતુઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, (યોગ). યોગને “આશ્રવ”નો હેતુ કહ્યો છે અને બંધ' નો હેતુ પણ છે. ઉપર જણાવેલ બંધના ૪ હેતુઓ + યોગ આશ્રવના પણ હેતુ છે. હવે ક્યા કર્મો કેવા કામ કરવાથી બંધાય છે તેની ચર્ચા કરે છે! જ્ઞાનાવરણીય કર્મ બંધાવાનાં કારણો : જ્ઞાનનો અનાદર, જ્ઞાનવાન વ્યક્તિનો અનાદર, તેમના તરફ પ્રતિકૂળ આચરણ, દ્વેષભાવ, કૃતઘ્ન વર્તાવ, જ્ઞાનનાં પુસ્તકો પ્રતિ બેદરકારી, વિદ્યાભ્યાસીના અભ્યાસમાં વિઘ્ન નાંખવું, બીજાને જ્ઞાન ઉપકરણો કલુષિતપણાને કારણે ન આપવાં, મિથ્યા ઉપદેશ આદિથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય! દર્શનાવર્ગીય કર્મ બંધાવાનાં કારણો : શ્રદ્ધા, શ્રદ્ધાવાન, શ્રદ્ધાનાં સાધનો વગેરે સાથે બવર્તન. સાતાવેદનીય કર્મ બંધાવાનાં કારણો : અનુકંપા, સેવા, ક્ષમા, દયા, દાન, સંયમને કારણે સાતાવેદનીય કર્મ બંધાય. બાળ તપથી પણ સાતાવેદનીય કર્મ બંધાય. અસાતા વેદનીય કર્મ બંધાવાનાં કારણો : બીજાનો વધ કરવાથી, શોક, સંતાપ, દુઃખ આપવાથી, દુર્ગાનદૂષિત આત્મઘાત કરવાથી, શોક-સંતાપ, દુઃખગ્રસ્ત રહેવાથી અસાતા વેદનીય કર્મ બંધાય. દર્શન મોહનીય કર્મ બંધાવાનાં કારણો : અસત્ માર્ગનો ઉપદેશ, સત્ માર્ગનો અપલાપ, સંત-સાધુ-સજ્જન-કલ્યાણ સાધનનાં માર્ગો તરફ
પ્રતિકૂળ વર્તાવને કારણે દર્શન મોહનીય કર્મ બંધાય. =================^ ૨૭૩ -KNEF==============
Page #304
--------------------------------------------------------------------------
________________
કષાયના ઉદય સાથે તીવ્ર અશુભ પરિણામને કારણે ચારિત્ર મોહનીય કર્મ બંધાય. મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય વધ, રોદ્ર પરિણામ આદિથી નારક આયુષ્ય બંધાય. માયામય વૃત્તિના દોષે તિર્યંચનું આયુષ્ય બાંધે. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, મૃદુતા-ઋજુતાનાં ગુણોથી મનુષ્યનું આયુષ્ય બાંધે, સંયમ, મધ્યમ કક્ષાનો કે રાગયુક્ત હોય, તપસ્વીપણું બાળકક્ષાનું હોય તે પ્રમાણમાં દેવનું આયુષ્ય બાંધે. નામકર્મ : શુભ નામ કર્મ બંધાવાનાં કારણો - જુતા, મૃદુતા, સચ્ચાઈ, મૈત્રી મેળાપ કરી આપવાનો પ્રયત્ન-સૌજન્ય આદિ વડે શુભ નામકર્મ બાંધે. આનાથી વિરુદ્ધ દુર્જન્ય ધારણ કરે, કુટિલતા, શઠતા, લુચ્ચાઈ, ઠગાઈ, દગાખોરીને કારણે અશુભ નામકર્મ બાંધે. ગોત્રકર્મ : ગુણગ્રાહીપણું, નિરાભિમાનતા, વિનીતતા ઉચ્ચ ગોત્ર બાંધે. પરનિંદા, આત્મપ્રશંસા, અન્યનાં ગુણોનું આચ્છાદન, અછતા દોષોનું
ઉદ્ઘાટન, જાતિ-કુલ મદ-અભિમાનથી નીચ ગોત્રકર્મ બંધાય. * અંતરાય કર્મ : ૫ પ્રકારે દાન, ભોગ, ઉપભોગ, લાભ, વીર્ય. ૫ પ્રકારે
અડચણ નાંખવી કે ઊભી કરવાના કારણે અંતરાય કર્મનો બંધ પડે. પ્ર. જે કર્મ પ્રકૃતિનાં જે આશ્રવો છે તે અન્ય કર્મપ્રકૃતિનાં બંધક હોઈ શકે કે
નહીં? જ. પ્રકૃતિવાર ગણાવેલ આશ્રવો માત્ર તે તે પ્રકૃતિના અનુભાવ (રસ) બંધમાં
જ નિમિત્ત બને છે. શાસ્ત્ર સિદ્ધાંત પ્રમાણે સામાન્ય રીતે આયુષ્યને છોડીને સાતે કર્મ પ્રકૃતિઓનો બંધ એકી સાથે સમયે સમયે થાય છે તે પ્રદેશબંધ માટે જ છે.
આશ્રવ રસબંધને આશ્રિત છે, એ મુખ્ય વાત છે. જે પ્રવૃત્તિ કરવાથી મુખ્યતયા જે પ્રકૃતિનો “રસબંધ' કરાવે તે પ્રકૃતિનો આશ્રવ ગણાવાયો છે. આશ્રવ સેવતી =================^ ૨૭૪ -KNEF==============
Page #305
--------------------------------------------------------------------------
________________
>>>
વખતે મુખ્યપણે તે પ્રકૃતિનો અનુભાવ બંધ થાય. બાકીની પ્રકૃતિઓનો પ્રદેશબંધ
થાય.
***
પ્રદેશબંધ યોગ દ્વારા થાય છે, રસબંધ કષાય દ્વારા. આશ્રવને સમજવાથી સચરણ, દુરાચરણની સમજ આવે છે.
૧૧. આયુષ્ય : આયુષ્ય ૪ પ્રકારે – મનુષ્ય, તિર્યંચ, દેવ, નરકનું આયુષ્ય.
આયુષ્ય ચાવી આપેલી ઘડીયાળની માફક વેદાતું રહે છે. દેહ રૂપ ઘડીયાળ ઝેરી, ભય, શસ્ત્રઘાત, સંકલેશ, વેદના, આપઘાત વગેરેના કારણે નિયતકાળ પહેલાં બગડી જાય તો બંધ પડી જાય. મૃત્યુનો-અકાળ મરણનો ભોગ બને છે.
ઉદાહરણો : બળતી લાંબી દોરી કોકડું થતાં શીઘ્ર બળી જાય છે તેમ ભીનું કપડું પહોળું કરીને સુકવતાં જલદીથી સુકાય છે. ૧૦૦૦ રૂપિયાની મૂડીમાંથી રોજ ૧ રૂપિયો વાપરે તો ૧૦૦૦ દિવસ ચાલે પણ એક દિવસમાં ૧૦૦૦ રૂપિયા ખરચે તો ૧ જ દિવસ ચાલે.
આમ થવાનું કારણ એ છે કે, પૂર્વ જન્મમાં આયુષ્ય કર્મનો બંધ ઢીલો બાંધેલ હતો. નિમિત્ત મળતાં કાળ પહેલાં અકાળે પૂરું થાય છે અને ગાઢ બંધાયેલ આયુષ્ય (કર્મબંધ) અકાળે પૂરું થતું નથી. આમ બે પ્રકા૨ સમજાવ્યા છે.
܀
૧. અપવર્તનીય આયુષ્ય ઃ નિમિત્તનાં ઉપક્રમે શીઘ્ર ભોગવાય, આયુષ્યનું અપવર્તન થાય છે.
૨. અનપવર્તનીય આયુષ્ય ઃ ઉપક્રમ લાગે કે ન લાગે છતાં નિયત કાળ સુધી ભોગવાતું આયુષ્ય.
જીવ શાશ્વત સનાતન નિત્ય તત્ત્વ છે. એનો જન્મ કે નાશ થતો નથી. સકર્મક હાલતમાં કોઈપણ યોનિમાં સ્થૂલ શરીર ગ્રહણ કરી પ્રગટ થવું તે જન્મ અને સ્થૂળ શ૨ી૨નો વિયોગ તે મૃત્યુ.
જીવનું આયુષ્ય કાળની અપેક્ષાએ ઘટી શકે છે, પરંતુ વધી શકતું નથી. ****************** 204 ******************
Page #306
--------------------------------------------------------------------------
________________
* પછીના ભવનો આયુષ્યનો બંધ ચાલુ ભવમાં જ પડે છે. આવું મોહનીય
કર્મની અસર ચાલુ રહે ત્યાં સુધી બનતું જ રહે છે, જેને ભવભ્રમણ કહે છે. ૧૨. જૈન દર્શનમાં ‘કર્મ એટલે શુંની સમજણ.
કર્મ એટલે કામ કરવું એ ક્રિયા થઈ પરંતુ જેન દર્શનમાં કર્મ' એ એક દ્રવ્યભૂત વસ્તુ છે, તેની પણ સમજણ મેળવવી જરૂરી છે. મન, વચન, કાયાની ક્રિયા તે “યોગ' કહેવાય. આ ક્રિયાને કારણે કર્મનાં પુગલો આત્મા તરફ ખેંચાય, આત્માને સ્પર્શે અને કષાયના (રાગ-દ્વેષ) બળ આત્મા સાથે ચોંટી જાય. રાગ દ્વેષ અનાદિ કાળથી વાસિત હોવાથી કર્મનું આત્મા સાથે ચોંટવું “બંધ થવો એ કર્મબંધનું ચક્ર પણ અનાદિથી ચાલે છે. આ ચક્ર એ જ સંસાર – સંસારચક્ર.
કષાય મુક્તિ : હિત મુક્તિ રેવ - કષાયોથી મુક્ત થવામાં જ મુક્તિ છે.
સંસારનાં અનેક પ્રાણીઓમાં મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે. વિવેક, બુદ્ધિ અને મળેલાં છે. એનો સદુપયોગ કરે તો સદાચરણ, સન્માર્ગે ચાલતો ચાલતો વૃદ્ધિમય બને છે. વિશિષ્ટ પુરુષાર્થ વડે જૂના કર્મો ખરે અને નવા કર્મબંધો ઘટના જાય અને મોક્ષ તરફ પ્રગતિ કરે.
માનસિક ક્રિયાથી પણ કર્મબંધ થાય જ છે, પરંતુ સદાચારી જીવને એનાથી ડર હોતો નથી. તે પુણ્યકર્મનો બંધ અને ઉચ્ચ નિર્જરારૂપ પુણ્ય બાંધતો આત્મકલ્યાણને ઉપકારક થતો જાય છે. | કર્મી-કર્મનાં પુદ્ગલો જીવ પર, હવામાં ઉડતી રજ જેમ ચીકણી ભીંત પર ચોંટી જાય છે તેમ, કષાયને કારણે ચોંટે છે, બંધાય છે. જો કષાય નષ્ટ થઈ ગયો હોય તો “યોગને કારણે જીવ પર કર્સરજ આવે પણ ચોંટતા નથી. અમૂર્ત જીવ કર્મના યોગે મૂર્ત જેવો બને છે. જીવ શરીરધારક છે, સુખ દુઃખ, વાસના, ભવભ્રમણ બધા તત્ત્વો જીવનાં છે. આ સંબંધ અનાદિનો છે.
કર્મ બંધાયા પછી જેમ મદિરાથી નશો તરત જ ઉત્પન્ન નથી થતો, પછી નશો ચડે છે તેમ અમુક સમય વીત્યા બાદ કર્મબંધનું ફળ બતાવે છે. ફળ બતાવ્યા બાદ જીવ ભોગવટો કરે છે, અંતે જીવથી કર્મ ખરી જાય છે.
=================^ ૨૭૬ -KNEF==============
Page #307
--------------------------------------------------------------------------
________________
- જ્યારે ફળ બતાવ્યા વિના ખરી પડે ત્યારે તેને પ્રદેશોદય' કહે છે. સાધના વડે પ્રદેશોદયથી કર્મjજો નષ્ટ કરી શકાય છે. જ્યારે સર્વ કર્મ નાશ થાય છે ત્યારે મોક્ષસિદ્ધિ મળે છે. પ્ર. જે કર્મો બાંધીએ તે બધાં જ ભોગવવા જ પડે? જ. “પ્રદેશોદય’ અનુભવની અપેક્ષાએ ભોગવવા પડે, વિપાકોદયથી નહીં.
શુદ્ધ અધ્યાવસાયનાં બળે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ નરકગતિ યોગ્ય કર્મનાં બંધોને નીરસ કરી પ્રદેશોને જ વેદી કર્મોને ખેરવ્યા હતાં.
વિપાકોદયથી જ જો કર્મ ખંખેરવા પડતા હોત તો મોક્ષ પ્રાપ્તિ થઈ શકે જ નહીં. વર્તમાન ભવમાં કર્મો બાંધતો જ હોય છે અને પૂર્વ ભવોનાં કર્મોને વેદતો રહે છે. પરંપરાનો અંત વિપાકોદય વડે આવી શકે નહીં. ૧૩. પૂર્વ જન્મ-પુનર્જન્મ :
જીવનમાં જન્મોની (ભિન્ન ભિન્ન દેહો ધારણ કરવાની) પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે, એમ માનવું યુક્તિસર જણાય છે. આત્માનો પહેલો જન્મ અતઃ આત્માની આદિ જેવું માનવામાં આવી ન શકે. કારણ એ પહેલાનો આત્મા અજન્મ થાય અને શુદ્ધ અજન્મા આત્માનો જન્મ માનવો પડે. આમ સમજવાથી જીવનનું બેય જે શુદ્ધ આત્મા તરફ જવાનું છે તે “ફરી જન્મ લેવો પડશે'નાં તર્કથી કલૂષિત થઈ જાય છે. દેહ ધારણની કડી તૂટ્યા બાદ તે હંમેશને માટે તૂટેલી જ રહે છે તેવું માનવું સંગત દેખાય છે.
એક જ માતાનાં સંતાનોમાં અંતર જણાય છે, તે પૂર્વ જન્મની અસર છે એ યુક્તિને પોષે છે. અનીતિ અને અનાચારમાં વ્યસ્ત ધની એને સુખી માને છે. તેમાં પૂર્વ જન્મની જ અસર દેખાય છે. આમ છતાં પુનર્જન્મમાં એ અનીતિને કારણે જીવ દુઃખ અને અનેક અનિષ્ટોનો સંયોગ ધારણ કરવાને જાણે તેયારી કરે છે તેવું માનવામાં બાધ આવતો નથી. કમાવા માટે ન્યાય સંપન્ન થવાથી પ્રશસ્ત માર્ગમાં આવી જીવ પુણ્ય ભેગું કરે છે. છતાં ધર્મ પ્રભાવના માટે ધન ભેગું કરવાનું =================^ ૨૭૭ Kekekekekekekekekekekekekek
Page #308
--------------------------------------------------------------------------
________________
નથી. ભેગું થયેલું ધન ધર્મ પ્રભાવનામાં ખર્ચવાનું છે. નહીંતર બધી મહેનત કાદવમાં હાથ નાંખી હાથ ધોવા જેવી સ્થિતિ ગણાશે.
ઉદાહરણો ઃ અશિક્ષીત મા-બાપનાં છોકરાં વિદ્વાન થતાં જોયાં છે, તેમાં પૂર્વ જન્મનાં સંસ્કારો કારણ જણાય છે.
સાવધાનીથી ચાલતા માણસ પર ઉપરથી ઇંટ-પથ્થર પડે છે, ગંભીર ઈજા થાય છે. પૂર્વ કર્મનું અનુસંધાન કારણ જણાય છે. મૂળ વર્તમાન જન્મમાં જ નથી, પૂર્વ જન્મમાં છે તેવી જ રીતે વર્તમાન જીવન ભવિષ્યના ભવોનું મૂળ છે.
પંચકઃ આત્મા, કર્મ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મોક્ષ, પરમાત્મા. આ પંચકની શ્રદ્ધા જીવને સાચા માર્ગ પર ચઢાવે છે!
પૂર્વ જન્મ જો છે જે તે યાદ કેમ નથી આવતું? એવો પ્રશ્ન થાય પરંતુ વર્તમાન જન્મનું પણ બધું યાદ રહે છે? વિસ્મૃતિમાં આવરાઈ જાય છે, આવરાઈને રહે છે. છતાં કોઈ કોઈને ઘણું ઘણું યાદ રહે પણ છે.
માણસમાં કૃત્યોની જવાબદારી આવનારા જન્મથી જળવાય છે. ક્યારેક અપરાધ વગર રાજદંડ ભોગવવો પડે તેવુંય બને જ છે, તે વખતે પુનર્જન્મનો સિદ્ધાંત માનસિક શાંતિ અપાવે છે.
આપણા જીવનમાં થતાં અકસ્માત પણ કોનાથી-શાનાથી? એવું વિચારતાં અદૃષ્ટ કર્મના નિયમ સુધી પહોંચવું પડે છે.
કર્મનો નિયમ એક એવું ચોક્કસ અને ન્યાયમય વિશ્વશાસન છે, પ્રાણી માત્રના કાર્યને યોગ્ય જવાબ આપે છે.
જન્માંતરવાદ કાર્યમાં તત્પરતા વડે કર્તવ્યપાલન કરાવે છે, કારણ કર્તવ્ય પાલન કદી પણ નિષ્ફળ જતું નથી. સત્કર્મમાં જે પ્રવૃત્ત રહે તેને મૃત્યુનો ભય રહેતો નથી. તે આત્માને નિત્ય માને છે. મૃત્યુને દેહવિલય સિવાય અન્ય કશું જ નથી માનતો.
જે આત્માની નિત્યતા સમજે છે તે માને છે કે બીજાનું બૂરું કરવું તે પોતાનું બૂરું કરવા બરાબર છે. વેરથી વેર વધે છે. આવા આત્માવાદી જીવો બધા ===== =========kk ૨૭૮ -----------------*
Page #309
--------------------------------------------------------------------------
________________
******
***
આત્માઓને પોતાના સરખા સમજી બધા સાથે મૈત્રી અનુભવે છે. મૈત્રીના અજવાળામાં રાગ-દ્વેષની વાસના ઘટી જાય છે.
ઈશ્વરનાં અસ્તિત્ત્વમાં સંદેહ કરનારા દુઃખમાં, કઠોર વિપત્તીનાં સમયમાં ગળગળા બની જાય છે અને શરણ શોધવા લાગે છે.
આત્મા, કર્મ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મોક્ષ અને પરમાત્મા એ પંચક એવું છે કે, એમાંનાં એકને પણ માનતાં બાકીનાં બધા એની સાથે આવી જાય છે.
જીવોની અંશતઃ શુદ્ધિ પૂર્ણ શુદ્ધિની શક્યતાને પુ૨વા૨ ક૨ે છે અને જ્યારે જીવ પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે પરમાત્મ પદ પામ્યો એમ કહેવાય છે, એ જ ઈશ્વર પદ.
જીવનો દરેક જન્મ પૂર્વ જન્મની અપેક્ષાએ પુનર્જન્મ જ છે. ભૂતકાળના કોઈ જન્મને સર્વપ્રથમ જન્મ માનવાથી જીવ પૂર્વમાં અજન્મા હતો એમ માનવું પડે. એમ માનવાથી શુદ્ધ આત્માને કર્મ લાગી શકે તેમ પણ માનવું જ પડે. તો આત્માની મુક્તિનું તાત્પર્ય અને અસ્તિત્ત્વ ઊડી જાય તેમ છે. દેહધારણની પરંપરા અખંડ જ ચાલે અને દેહનો વળગાડ છૂટે તે હંમેશને માટે છૂટે છે તેમ માનવું જ સુસંગત જણાય છે.
અનીતિ અને અનાચા૨વાન સુખી દેખાય અને ધર્મી દુ:ખી દેખાય આનો ખુલાસો પૂર્વજન્મનાં સંસ્કાર મુજબ ઘડાતી વર્તમાન જિંદગી વડે જ થાય છે. વર્તમાન જિંદગી અનુસાર ભવિષ્યની જિંદગીની નિષ્પત્તિ થાય છે. ન્યાયસંપન્ન ધન ઉપાર્જન જ પ્રશસ્ત અને પુણ્યમાર્ગ છે. ધર્મ માટે ધન સારા-નરસા માર્ગે ભેગું કરવા મંડી પડવું એ શ્રેષ્કર નથી. આ ધર્મ માટે ધનની ઈચ્છા કર્યા જેવું કાર્ય,
કાદવમાં પગ નાંખી પછી ધોવા બરાબર છે. કાદવમાં પગ નાંખવો જ નહીં એ જ સારું છે. (સર્વવિરતિ જ ધર્મ છે.)
धर्मार्थ यस्य वित्तेहा वरं तस्य निरीहता । प्रक्षालनाद्धि पंकस्य दूरात् स्पर्शनं वरम् ।।
****************** 20C ******************
Page #310
--------------------------------------------------------------------------
________________
*** ન્યાય ઉપાર્જિત દ્રવ્યોથી ધર્મ ક૨વાથી ધર્મની પવિત્રતા જળવાઈ રહે છે. પૂર્વ કર્મના અનુસંધાનમાં જગતની વિચિત્રતાઓ હલ થઈ જાય છે. અવિદ્વાન કે અશિક્ષીત માતા-પિતાનાં સંતાનો ખૂબ વિદ્વાન થાય, સાવધાનીથી ચાલતા માણસનાં માથે ઉપ૨થી ઇંટ પડે? પૂર્વ કર્મને કારણે.
આવી યુક્તિઓ વડે પૂર્વજન્મ છે તે સિદ્ધ થઈ શકે. આ જ પ્રમાણે પુનર્જન્મ છે તે પણ યુક્તિઓથી સિદ્ધ કરી શકાય છે.
દુઃખોનો અંત જ ન આવે (એ પરિસ્થિતિ) તેવા જીવની કર્મવાદ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા તેને હતાશ કરી શકતી નથી અને સત્કર્મમાં પ્રવૃત્ત રહી શકે છે. તેને મૃત્યુનો ભય સતાવતો નથી. એ મૃત્યુને દઢપણે દેહ પલટા સિવાય કંઈ જ માનતો નથી. આત્માની નિત્યતા સમજે છે એને કા૨ણે ‘બીજાનું બૂરું કરવું એ સ્વનું બુરું ક૨વા બરાબર જ છે' એવું માનનારો છે. પોતે આત્મવાદી છે. આત્મવાદી જીવ બધાને પોતા જેવો ગણે છે એટલે મૈત્રિભાવથી ગર્ભિત જીવ છે. સમભાવને પોષનારો છે, કોઈ પ્રાણી સાથે વિષમભાવ રાખતો નથી.
આત્મા, કર્મ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મોક્ષ અને પરમાત્મા. પંચકમાં સમજણ પૂર્વકની દૃઢ માન્યતા જીવને આત્મવાદી બનાવે છે.
કર્મ જડ છે પરંતુ જીવની ચેતનાનો વિશિષ્ટ સંસર્ગ એનામાં શક્તિ પેદા કરે છે. જડ કર્મ ચેતનાના સંયોગ વગર કશું જ ફળ આપવામાં સમર્થ નથી. કર્મ કરીએ અને ફળ મળે તો સારું અથવા ફળ ન મળે તો સારું એમ ઈચ્છા કરવાથી થતું નથી. ‘કર્મબંધ’ આત્મામાં ‘સંસ્કાર’ પાડે જ છે. આમ કર્મથી પ્રેરાઈ જીવને કર્મના ફળ ભોગવવા પડે છે. ઈશ્વરની પ્રેરણાથી ફળનું ભોકતૃત્વ થતું નથી. ભગવદ્ ગીતા, ૫ અધ્યાય, શ્લોક ૧૪મો પ્રમાણે પણ ઈશ્વર કર્તાપણું કરતો નથી, કરાવતો નથી કે કર્મો સર્જતો નથી. તેમજ કર્મનાં ફળ દેવા પ્રેરતો નથી.
न कतृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफल संयोगं स्वभावस्तु प्रवर्तते ।।
****************** 20 ******************
Page #311
--------------------------------------------------------------------------
________________
જૂઠું બોલીએ તો એના પાપથી મૂંગાપણું, ગૂંગાપણું, મોઢાનાં રોગ થાય. દાનથી કિર્તીની કામના હોય તો દાનની મજા ઉડી જાય છે. કર્મનો નિયમ ક્રિયાપ્રતિક્રિયાનો છે. સારાનું સારું અને બૂરાનું બૂરું ફળ એ કર્મનું અબાધિત શાસન છે. એ કુદરતી નિયમ છે. સાધનો અને આવતી તકોનો સદુપયોગ કરી સંઘસેવા આજે કરો તો આવતીકાલે (ભવે) વધારે અનુકૂળ સંજોગો સાંપડે.
પરલોકની વિશિષ્ટ વિચારણા : પરલોક એટલે અન્ય લોકો આપણા સિવાયનાં અન્ય લોકો જ્યાં રહે છે.
દશ્યમાન પરલોક મનુષ્યો માટે પશુસમાજ અને પશુઓ માટે મનુષ્યસમાજ. બીજો પરલોક – મનુષ્યની સંતતિ. આમ પરલોકને સુધારવામાં સંતતિનું શ્રેય વિચારવું ઘટે. અંતમાં જીવનશક્તિના વાસ્તવિક તત્ત્વનું યથાર્થજ્ઞાન જ ઉત્તમ રોશની છે, જે મંગલમાર્ગ પર સહુને ચઢાવી શકે છે!
કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે ત્યારે પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાવ (રસ) ચારેય નિર્માણ થઈ જ જાય છે. • પ્રકૃતિથી સ્વભાવ બંધાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે નક્કી થાય. • સ્થિતિથી કર્મ પુદગલો જીવ સાથે ક્યાં સુધી ચોંટીને રહેવાના છે તે નક્કી થાય. • પ્રદેશથી જીવની સાથે કેટલાં કાર્મિક પુદ્ગલ સ્કંધો બંધાયા છે તે નક્કી થાય. • અનુભાવથી તીવ્ર યા મંદ પણે મીઠાં-માઠાં ફળ દેનારી શક્તિઓ બંધાય.
મોદકનાં દૃષ્ટાંત વડે ચારે બાબતો સમજી શકાય છે. પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ : “યોગને કારણે બંધાય. સ્થિતિ બંધ અને અનુભાવ બંધ : “કષાયને કારણે બંધાય.
(અનુભાગ, રસ) : તીવ્ર-શુભ અશુભ. મંદ-શુભ અશુભ. કષાયની તીવ્રતા હોય અને કર્મ પ્રવૃત્તિ શુભ કે અશુભ હોય તે સમયે સ્થિતિ અધિક બંધાય. કષાયની મંદતા હોય તો સ્થિતિ ઓછી બંધાય.
કષાય તીવ્ર (શુભ કે અશુભ) કર્મબંધની સ્થિતિ તેટલી વધુ. =================^ ૨૮૧ -KNEF==============
Page #312
--------------------------------------------------------------------------
________________
અનુભાવ (રસ) જુદી રીતે વર્તે છે.
કષાય તીવ્ર છે, કર્મ પ્રકૃતિ અશુભ છે. અશુભ પ્રવૃત્તિનો રસ અધિક બંધાય, શુભ પ્રકૃતિનો રસ કમ બંધાય.
કષાય મંદ છે, કર્મ પ્રકૃતિ અશુભ છે. રસ કમ બંધાય. (અશુભ પ્રકૃતિનો) કષાય મંદ છે, કર્મ પ્રકૃતિ શુભ છે, રસ અધિક બંધાય. (શુભ પ્રકૃતિનો)
જીવ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરતાંની સાથે જ કર્મ પુદ્ગલોમાં એક વિચિત્ર જોશ આવી જાય છે.
જીવ કષાયરૂપ પરિણામો પામતાં તેમાં અનંતગુણો રસ પડે છે જે જીવનાં ગુણોનો ઘાત કરે છે. આ રસ જીવની ભારેમાં ભારે ઉપાધિ છે. શુભ રસથી સુખ અને અશુભ રસથી દુઃખ મળે.
એક જ પ્રકારનાં કર્મ પુદ્ગલો જુદા જુદા જીવોનાં કષાયરૂપ પરિણામોનું નિમિત્ત પામી ભિન્ન ભિન્ન રસવાળા બને છે. આને જ રસબંધ અથવા અનુભાવ બંધ કે અનુભાગ બંધ કહે છે. ઘાસ એક ખાનારા ભેંસ, ગાય, બકરી વગેરે દરેકના શરીરમાં ઘાસનું પરિણમન જુદું જુદું. ચીકણું દૂધ, પાતળુ દૂધ, મંદ પ્રકૃતિનું દૂધ જેમ થાય છે તેવું કર્મનું-સબંધનું છે.
શુમઃ પુણ્ય, કશુમ: પાપી | યોગ શુભ હોય, પુણ્યકર્મ અશુભ હોય તો પાપકર્મ બંધાય છે, પરંતુ શુભ યોગનાં સમયે પણ પાપ પ્રકૃતિ બંધાય છે અને અશુભ યોગનાં સમયે પણ પુણ્ય પ્રકૃતિ બંધાય છે એટલે કે –
શુભયોગ હોય માટે કષાય પરિણામ મંદ હોય તેથી પુણ્ય પ્રકૃતિઓનાં અનુભાવ (રસ)ની માત્રા વધુ હોય અને પાપ પ્રકૃતિઓનાં રસની માત્રા હીન હોય. અશુભ યોગ હોય માટે કષાય પરિણામ તીવ્ર હોય તેથી પાપ પ્રવૃત્તિઓના રસની માત્રા અધિક હોય અને પુણ્ય પ્રકૃતિના રસની માત્રા હીન હોય.
મુખ્યતા જે અનુભાવની હોય તેને લઈને સૂત્રનું વિધાન થાય છે.
=================^ ૨૮૨ SKkkekekekekekekekekekekek
Page #313
--------------------------------------------------------------------------
________________
* કર્મની મુખ્ય ૧૦ અવસ્થાઓઃ બંધ, ઉદ્વર્તના, અપવર્તના, સત્તા, ઉદય,
ઉદીરણા, સંક્રમણ, ઉપશમન, નિધત્તિ, નિકાચના. બંધ : કર્મણ વર્ગણાનાં પુગલો જીવ સાથે ક્ષીરનીરવત્ અથવા લોહઅગ્નિની જેમ પરસ્પર એકરૂપ સંબંધ થવો તેને બંધ કહે છે. આત્માનાં સર્વ પ્રદેશો કર્મર ગ્રહણ કરે છે. પ્રત્યેક કર્મનાં અનંત સ્કંધો આત્માનાં સમગ્ર પ્રદેશોમાં બંધાય, આ કર્મની પ્રથમ અવસ્થા છે. બંધનાં ૪ ભેદો : સ્વભાવ,
સ્થિતિ, અનુભાવ, પ્રદેશ. ૨-૩. ઉદ્વર્તના, અપવર્તન :
કર્મનાં સ્થિતિ, રસ વધ્યાં - ઉદ્વર્તના થઈ કહેવાય કર્મનાં સ્થિતિ, રસ ઘટ્યાં – અપવર્તના થઈ કહેવાય. બૂરા કર્મોને; સતુચરિત્ર, ભાવોલ્લાસનાં બળથી સ્થિતિ તથા તેની કટુતા ઘટાડી શકાય છે - અપવર્તના થઈ કહેવાય.
ઘોર નરકમાં જનારા જીવો જાગી ગયા અને તપોબળથી કર્મો વિધ્વંસ થયા તેના દૃષ્ટાંતો ક્યાં નથી. અને પરમાત્મ પદને પામ્યાં છે દૃઢપ્રહારી : બ્રાહ્મણ, સ્ત્રી, ભૂણ, ગાયની હત્યા કરી છતાં તપોબળથી મુક્તિને વર્યો.
પ્રમાદ : નિદ્રામાં આત્મા સૂતેલા સિંહ જેવો છે. જ્યારે એ ખરેખર જાગે ત્યારે મોહ માતંગને પરાસ્ત કરે અને કર્મોને બાળે છે.
ઉદ્વર્તનામાં અલ્પસ્થિતિનું અશુભ કર્મ બાંધ્યા પછી વધુ બૂરાં કામ કરે, આત્મ પરિણામો વધુ કલુષિત કરે એના કર્મની સ્થિતિ તથા રસ વધતાં જ જાય છે.
અપવર્તના-ઉદ્વર્તનાનાં કારણે કોઈ કર્મ જલદીથી ફળ આપે તો કોઈ મોડું. કોઈ કર્મનું ફળ મંદ થાય તો કોઈ કર્મનું ફળ તીવ્ર મળે. ૪. સત્તાઃ કર્મ બંધાયા પછી તુરત ફળ ન આપતાં સત્તારૂપમાં કર્મ પડ્યું રહે
છે. જેટલો વખત સત્તારૂપમાં રહે તે વખતને અબાધાકાળ કહે છે. એ કાળ સ્વાભાવિક ક્રમથી યા અપવર્તના દ્વારા પૂરો થતાં કર્મ પોતાનું ફળ આપવા તત્પર થાય તે કર્મનો ઉદય.
Page #314
--------------------------------------------------------------------------
________________
૫. ઉદય : નિયત કાળે ફળ આપવા તત્પર થાય તે ઉદય. ૬. ઉદીરણા તેનાં કાળ પહેલા ફળ આપવા તત્પર થાય છે તે ઉદીરણા કહેવાય.
ઉદીરણા થવા માટે : ૧. પ્રયત્ન વિશેષ જરૂરી છે. કેરીને ઘાસમાં નિયતકાળ પહેલાં પકાવીએ તેમ. ૨. અપવર્તના દ્વારા કર્મની સ્થિતિ કેમ કરવી જરૂરી છે. અપવર્તનાં
સત્ચરિત્ર, ભાવોલ્લાસના બળથી કરી શકાય છે. અકાલ મૃત્યુ, આયુષ્ય કર્મની ઉદીરણાનું કારણ છે. અમુક અપવાદ સિવાય ઉદય અને ઉદીરણા કર્મોનાં સર્વદા ચાલ્યા કરે છે. ઉદીરણા જે કર્મ ઉદયમાં હોય તેની જ થાય છે. ઉદય હોય ત્યારે પ્રાય: ઉદીરણા પણ હોય જ. ૭. સંક્રમણઃ એક કર્મ જ્યારે સજાતિય અન્ય કર્મની પ્રકૃતિરૂપ થઈ જાય ત્યારે
સંક્રમણની ક્રિયા થઈ કહેવાય. ૮ કર્મો મૂળ છે તે એકબીજા પ્રકૃતિરૂપ થતાં નથી. અવાંતર ભેદમાં સજાતિય રૂપાંતર થઈ શકે છે. દા.ત. સાતા-અસાતા વેદનીયરૂપ થઈ શકે. અપવાદ : આયુષ્ય કર્મની ૪ પ્રકૃતિઓ એકબીજામાં રૂપાંતર થતી નથી.
દર્શન મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મમાં સંક્રમણ થતું નથી. ૮. ઉપશમના : ઉદિત કર્મને ઉપશાંત કરવું. ઉપશમનામાં ઉદય-ઉદીરણા ના
હોય. તેમજ સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તન, નિષ્પત્તિ-નિકાચના પણ થતાં
નથી. ૯. નિધત્તિઃ કર્મબંધની સખત અવસ્થા. અહિં ઉદીરણા કે સંક્રમણ ના થાય.
પરંતુ ઉદ્વર્તના-અપવર્તન થઈ શકે છે. ૧૦. નિકાચનાઃ કર્મબંધની સૌથી સખત અવસ્થા. અહિં અન્ય કોઈ ક્રિયા ચાલે
નહીં ઉદીરણા-સંક્રમણ-ઉદ્વર્તના-અપવર્તન વગેરે ના હોય. નિકાચિત કર્મ
ઉદયમાં આવે ત્યારે પ્રાય:અવશ્ય ભોગવવું પડે. -kkkkkkkkkkkkkkkkkk ૨૮૪ ===========kkkkkk
Page #315
--------------------------------------------------------------------------
________________
આત્મ તત્ત્વ વિચાર
વ્યાખ્યાતા : શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ
કર્મનાં ઉદયની અસરો ઃ માનવીના સાનભાનને ભૂલાવી દે, ભિખારી લાખોનો માલિક બને, અશુભ કર્મોનો ઉદય હોય તો વેપારમાં સરખાઈ ના આવે, તેજીમાં મંદિ આવે, દુર્બુદ્ધિ આપે. સનતકુમાર ચક્રવર્તીને રોગો વેઠવા પડ્યા, હિટલરની હાક પડી અને આખરી દશા ? આબરૂ બચાવવા ઝેર પીએ, કોર્ટે ચડે.
સનાતન નિયમ : સારાનું ફળ સારું અને ખરાબનું ફળ ખરાબ, એ નિયમ સનાતન છે. શરીર માટે કરાતાં પાપકર્મો તેના વિપાક સાથે જીવ સાથે જાય છે. શરીર અહીં રહી જાય છે. કર્મો બીજા, ત્રીજા કે આગળના ભવમાં ઉદય આવે ત્યારે ફળ બતાવે જ છે.
મૃગાપુત્ર : મૃગાવતી રાણીનો પુત્ર હતો. પૂર્વે એ જીવ ‘અક્ષાદિ રાઠોડ’ નામનો રાજા હતો. તેણે મદાંધ બની તીવ્ર પાપો કર્યા. અનાચારો સેવ્યા, લોકોને ખોટા ખોટા દંડ્યા, દેવગુરુની નિદા કરી, પરિણામે મરીને નરકે ગયો. ત્યાંથી નીકળી મૃગાપુત્ર થયો. તેને હાથ નહીં, પગ નહીં માત્ર ચિહ્નો જ. આંખનાં માત્ર કાણા, આંખ નહીં. કાનનાં માત્ર ચિહ્નો જ. માટીનાં પીંડા જેવું શરીર. આવાને ખવડાવાય શી રીતે ? પણ માતા દયાળુ હતી. પ્રવાહી ખોરાક પીંડ પર રેડતી, અંદ૨ જઈ પરૂ અને ૨સીરૂપે બહાર આવતો. મૃગાપુત્ર એ રસી અને પરૂને શરીરની ચામડીથી ચૂસી લેતો.
શરીરમાંથી એટલી દુર્ગંધ છૂટે કે નાક પાસે કપડું રાખ્યા વિના નજીક જવાતું નહીં. જોતાં અરેરાટી અને ચીતરી ચડે ! સમ્યક્દૃષ્ટિ આત્મા પણ વાત સાંભળીને કંપી ઉઠતો. આ છે પાપકર્મનાં ઉદયનું પરિણામ !
પ્રબળ પુણ્યોદય હોય તો ઊંધું કરતાં ચત્તું જ પડે !
એક શેઠ હતા. ભવિષ્ય જાણવાનું મન થયું. જોશીએ કુંડળી જોઈ. ‘“શેઠજી તમારા ગ્રહો અત્યંત સારા છે. અવળું બધું જ સવળું થઈ જશે!'' ****************** 264 ******************
Page #316
--------------------------------------------------------------------------
________________
પોતાના ભાગ્યની પરીક્ષા કરવા શેઠ રાજદરબારમાં ગયા. રાજાને રાજકચેરીમાં સભા વચ્ચે થપ્પડ મારી, મુગટ પાડી નાંખ્યો. સિપાઈઓએ તલવાર ખેંચી અને શેઠની ગરદન પર પડે તે પહેલાં, રાજાએ મુગટમાં ઝેરી નાગને જોયો. રાજાએ શેઠને જીવ બચાવવા બદલ ઈનામમાં પાંચ ગામ આપવા હુકમ કર્યો.
પોતાનાં ભાગ્ય પર આવો ભરોસો કોને છે? સુપાત્ર દાન કરવાનું હોય ત્યાં સોને બદલે હજાર આપો? વિશ્વાસ છે?
પુણ્ય પર ભરોસો હોય તો આવો લાભ થાય' ભાગ્યને ઘડનાર પુરુષાર્થ છે. ફળ ભોગવવામાં ભાગ્ય અને કર્મને તોડવામાં પુરુષાર્થ પ્રધાનપણે છે. ધર્મપ્રવૃત્તિમાં પુરુષાર્થને છોડવો નહીં, કદી નહીં, તીર્થકર કથિત પ્રવૃત્તિમાં તો જોશ ક્યારેય ઢીલું ના પડે!
થોડા વખત બાદ – શેઠનું ભાગ્ય હજુય બળવાન છે! શેઠ રાજ દરબારમાં ફરી ગયા, રાજાએ માનપાન કર્યું. શેઠે રાજાના પગ પકડી નીચે પછાડ્યા એટલામાં જ સિંહાસન પાછળની ભીંતમાં ગાબડું પડ્યું અને રાજા બચી ગયા. શેઠને ૧૦,૦૦૦ રૂપિયા ઈનામમાં આપ્યા.
વસ્તુપાળ - તેજપાળ સોનાનો ચરૂ જંગલમાં દાટવા ગયા અને સામેથી બીજો ચરૂ નીકળ્યો. આ પુણ્યનું જ ફળ છે.
છ મહિના પછી શેઠ વળી જોશી પાસે ગયા. “શેઠજી! હજુ પણ ગ્રહો બળવાન છે.” શેઠ ગામના દરવાજા બહારથી ગામમાં પેસવાની તૈયારીમાં હતા અને સામેથી રાજા, નોકરો-સિપાઈ આદિ સાથે ફરવા નીકળ્યા હતાં તે મળ્યા. શેઠે રાજાને જોરથી ધક્કો માર્યો. રાજા પડી ગયા, દાંતમાંથી લોહી નીકળવા લાગ્યું. ત્યાં તરત જ પેલો જીર્ણ દરવાજો તૂટી પડ્યો અને બધા બચી ગયા.
શેઠને અડધું રાજ્ય આપ્યું. પ્રબળ પુણ્યની નિશાની નહીં તો બીજું શું? પુણ્ય પરવારી ગયું હોય તો?
શેઠ પાસે ૬૬ ક્રોડ સોનામહોરો હતી. ત્રણ સરખા ભાગ કર્યા. એક ભાગ
=================^ ૨૮૬ -KNEF==============
Page #317
--------------------------------------------------------------------------
________________
જમીનમાં દાટ્યો, બીજો ભાગ વહાણવટાનાં ધંધામાં, ત્રીજો ભાગ ધીરધારનાં ધંધામાં.
એક દિવસ ખબર આવ્યા, બધાં વહાણ ડૂબી ગયા છે. જમીન ખોદી તો તેમાંથી કોલસા નીકળ્યા. એ જ વખતે દુકાનમાં આગ લાગી અને ધીરધારનાં બધા ચોપડા બની ગયા. પાપનાં ઉદયમાં શેઠ પાયમાલ થઈ ગયા!
પૂર્વકાળે કર્મ બાંધતી વખતે દરકાર, સાવચેતી ના રાખી. હવે કૂચ્ચે શું થાય?
પાપ ઉદયમાં હોય ત્યારે “સમતાથી ભોગવવું જોઈએ. અશુભને શુભ કરવાની તાકાત આત્મામાં જ છે. નિમિત્તને ના દંડો, આર્તધ્યાનને ખાળો, ઉગ્ર પુણ્ય કરો, લક્ષ્મીને પણ રહેવું પડશે!
કુબેર શેઠનું દષ્ટાંત ? સાત પેઢીઓથી અઢળક લક્ષ્મીધારી કુબેર શેઠ રોજ દેવીને પ્રણામ કરે અને કૃપા માંગે.
એક દિવસ રાત્રીના સમયે લક્ષ્મીજીએ શેઠને ઉઠાડ્યા અને કહ્યું, સાત પેઢીઓથી તમારી સાથે છું, હવે જવાની છું. માટે તમારી રજા લેવા આવી છું.
શેઠ ગભરાયા, હવે તો ધન દોલત જવાની. લક્ષ્મીજીને આજીજી કરી. લક્ષ્મીજી કહે, પુણ્ય પૂરું થવા આવ્યું છે, એ પૂરું થાય એટલે મારે જવું જ પડે. શેઠે કહ્યું, માત્ર ૩ દિવસ રોકાઈ જાઓ. ‘તથાસ્તુ' કહી લક્ષ્મીજી અંતર્ધાન.
કુટુંબને સવારે વાત કરી. જે કંઈ દાગીના, રોકડ બધું જ હમણાંને હમણાં મારી સામે ઢગલો કરો. થોડીવારમાં રોકડનો, દાગીનાનો મોટો ઢગ થઈ ગયો. શેઠે ૩ દિવસમાં બધું જ દાનમાં આપી દીધું. ફક્ત સૂવાની ખાટ અને એક દિવસ ચાલે તેટલું ખાવાનું રહ્યું. નિરાંતથી સૂતો.
ચોથી રાત્રે લક્ષ્મી આવી. કૂબેરને ઉઠાડ્યો, માંડ માંડ જાગ્યો. કૂબેર શેઠે દેવીજીને કહ્યું, જવા આવ્યા છો ને ખુશીથી જાઓ.
લક્ષ્મીજી કહે, હું તો રહેવા આવી છું. તમારા ઉગ્ર પુણ્ય મને અહીં જ રહેવાને મજબૂર કરી દીધી છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
કૂબેર ત્રણ જ દિવસમાં કરેલ ઉગ્ર પુણ્યનું ફળ તુરંત જ જોઈ શક્યા. લક્ષ્મીજીએ શેઠને કહ્યું, સવારે મારા મંદિરમાં જજે, ત્યાં જોગી મળશે એને ઘરે લાવી જમાડજે, પછી જ્યારે જવા લાગે ત્યારે એને લાકડી મારજે, સોનાનો પુરુષ થઈ જશે.
જરૂર પડે ત્યારે સોનાના હાથ-પગ નક્કર સોનાનાં) કાપી ઉપયોગ કરજે. હાથ-પગ વળી પાછા આવી જશે. કુબેર ન્યાલ થઈ ગયો.
શેઠની હજામત કરવા હજામ રોજ આવે, તેમણે નજરે જોયું. એને થયું હું પણ આટલું કરું. રાજાએ શેઠનો સત્કાર કર્યો. હજામને સજા કરી પછી છોડી મૂક્યો.
યાદ રહે, લક્ષ્મી પુણ્યને આધીન છે. છે. દરેક મનુષ્ય કેમ સમાન નથી? જ. સ્થૂળ ( જે આંખે દેખાય છે) જગતમાંથી સૂક્ષ્મ જગતમાં જઈએ તો કારણ
મળી શકે. વૃક્ષનાં મૂળ અને બીજ દેખાતા નથી તેમ.
એક સોયની અણી પર લાખો જીવિત કોષો છે. જીવ રસમાં જીવ કેન્દ્ર (Nucleus) છે. જીવ કેન્દ્રમાં ગુણસૂત્ર (Chromosomes) છે. ગુણસૂત્રમાં સંસ્કાર સૂત્ર (Genes) છે. સંસ્કર સૂત્રમાં માતા પિતાનાં, અનેક પઢિઓનાં સંસ્કાર ભરેલા છે. સંસ્કારવાહક Gene ખૂબ નાનો, પરંપરાવાહક છે, ૬ લાખ સંસ્કાર ભરેલા હોય છે.
બે સગા ભાઈઓમાં પણ તફાવત કેમ? આના માટે (Gene) પણ સૂક્ષ્મ કર્મ શરીર તરફ આગળ જોવું પડે. - નાભિમાં આત્મા, તેના પરિઘમાં કષાય, કર્મ સંરચના, મોહનીય, જ્ઞાનાવરણ વગેરે કર્મોએ આત્માને ઘેર્યો છે. આત્માથી નજીક ક્ષીરનીરવત્ પૃથક એવા આત્મા અને કર્મો છે.
આત્માની શક્તિ કર્મોની પ્રકૃતિથી આવરાય છે.
Kakkkkkkkkkkkkkkkk ૨૮૮-kkkkkkkkkkkkkkkkkk
Page #319
--------------------------------------------------------------------------
________________
કર્મમાં ત્રણ શક્તિઓ : આવારક (આવરણ), વિકારક (મોહનીય), પ્રતિરોધક (અંતરાય).
કર્મનાં પ્રભાવને લીધે વ્યક્તિઓમાં તફાવત જણાય છે.
કર્મવાદનો નિયમ છે કે જો આપણે કર્મ પ્રત્યે જાગૃત બની જઈએ તો કર્મના ફળને બદલવાનો અધિકાર આપણને પ્રાપ્ત થઈ શકે છે.
દ્રવ્યને બદલતાં કર્મ ફળ બદલાઈ શકે છે. ક્ષેત્રને બદલતાં કર્મ ફળ બદલાઈ શકે છે. (ભરત રાજાનો કાચનો મહેલ) કાળને બદલતાં કર્મ ફળ બદલાઈ શકે છે. (ધ્યાન માટે રાત્રે ૨ થી ૪ શ્રેષ્ઠ) સ્વાધ્યાય : પહેલા પ્રહરમાં સવારે ૬ થી ૯, શ્રેષ્ઠ. ધ્યાન : બીજા પ્રહરમાં ૯ થી ૧૨, શ્રેષ્ઠ.
=================^ ૨૮૯-KNEF==============
Page #320
--------------------------------------------------------------------------
________________
અપાણે વોસિરામિ...
જિન આજ્ઞા અનુસાર આરાધના કરી સર્વ કર્મો ક્ષય કરી, હું મોક્ષસુખ પ્રાપ્ત કરૂં અને સર્વેને પણ મોક્ષસુખ પ્રાપ્ત થાઓ.
પૂર્વના અનંત ભવોમાં, અનંતા શરીરો ધારણ કર્યા, અનંતા સંબંધો બાંધ્યા, અનંતી ઉપાધિઓ, સાધન-સામગ્રીઓ
ભેગી કરી, પણ વોસિરાવી નહીં. આ ભવમાં પણ આજ સુધી, શરીરમાંથી અનંતા પુગલો, વડનીતિ, લઘુનીતિ, શ્લેષ્મ આદિ નીકળ્યા, નકામી વસ્તુઓ, ઘરનો કચરો, શાકભાજી આદિનો કચરો પડ્યો રહે અને સંમુશ્કેિમ જીવો ઉત્પન્ન થાય તેમાં ભાગીદાર બન્યો,
પુદ્ગલો વોસિરાવ્યા નહીં તે સર્વ પુદ્ગલો હવે વોસિરાઉં છું
અરિહંત સિદ્ધ ગુરુદેવની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધે વોસિરામી, વોસિરામી પચખાણ પડિક્કમામિ, નિંદામિ, ગરિવામિ અપ્પાણ વોસિરામિ...
શ્રદ્ધાંધ”
===================== ૨૯૦ --------
-------------*
Page #321
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૯
મનનું મારણ “શ્રદ્ધાંધ' ભાવે નિર્વાણ' અંતરમાંઃ ભાવુક સ્તવન પ.પૂ યુગભૂષણ વિજયજી મહારાજ લિખિત
મનોવિજય અને આત્મશુદ્ધિ' ગ્રંથમાંથી સંક્ષિપ્ત સંકલન
૨૯૩
૨૯૫
૨૯૭
• મનોવિજય અને આત્મશુદ્ધિ • મનોવિજયનાં પાંચ પગથિયાં • ઈન્દ્રિયોનું સ્વરૂપ
સંસારનું નક્કર સત્ય :
શુભાશુભ ભાવોથી જ શાંતિ-અશાંતિ • આત્મશુદ્ધિ તો જ સમકિત પ્રાપ્તિ
૨૯૯
૩૦૧
=================^ ૨૯૧ -KNEF==============
Page #322
--------------------------------------------------------------------------
________________
મહાવીર નિર્વાણ મહાવીર મહાવીર વીતરાગી ભાવમાં, ભાવના ભાવતાં કર્મો બળી જાય, ભવો ભવનાં ભાવ ફેરા ટળી જાય.
કર્મો બળે ને આતમ ઉજળે, આતમ ઉજળતાં, જીવતર ઝળહળે; મહાવીરનાં ધ્યાનમાં દુઃખો ગળી જાય, ભવોભવનાં ભવ ફેરા ટળી જાય.
ભાવના ભાવતાં...
વૈભવ છોડે તે પહેલાં, વૈભવને છોડ તું, એકલો જ આવ્યો'તો, એકલો જવાનો તું; જ્ઞાનીની વાત, જ્ઞાનથી કળી જવાય તો, અંતરમાં “મહાવીર નિર્વાણ' ફળી જાય.
ભાવના ભાવતાં.
“શ્રદ્ધાંધ' Oct. 2002
=================^ ૨૯૨ -KNEF==============
Page #323
--------------------------------------------------------------------------
________________
܀
܀
܀
܀
મતોવિજય અને આત્મશુદ્ધિ
܀
સમકિતમાં સંપૂર્ણ માન્યતા શુદ્ધિ :
માન્યતા : મન શું માને છે? શું નથી માનતું ?
બીડી પીવી ખરાબ છે! દારૂ પીવો Health માટે સારો છે!
સારી માન્યતાને દઢ કેમ કરવી? ખરાબ માન્યતા કેમ કાઢવી ?
મન : દ્રવ્યમન અને ભાવમન. ઉપયોગ મન અને લબ્ધિમન. (ભાવમનનાં બે પ્રકાર). લબ્ધિમનના પરિવર્તન માટે માન્યતાને પહેલાં તત્ત્વાનુસારી કરો. લબ્ધિમન : અંદ૨ના અનંત ભવોનાં ધરબાયેલા ભાવોનો સમૂહ. ભાવો નિમિત્ત વગર વ્યકત ના થાય. સાચાને ખોટું, ખોટાં ને સાચું માને. માન્યતાથી લદાયેલું લબ્ધિમનમાં સમ્યક્ત્વ લાવવાનું છે.
ધર્મ એટલે શું? જે તમને તમારા સ્વામી બનાવવામાં સાધન થાય તે. આત્માને દેહ-ઈન્દ્રિય-મનની પરાધીનતામાંથી શ્રાવક માટે ઉંચો ધર્મ ક્યો ? સામાયિક.
દેહ-ઈન્દ્રિય-મન : આ ત્રણે આત્માથી અલગ છે. એનું રટણ કરો. મનને જાણો, ઓળખો અને સમજો. આ ત્રણેનો ત્યાગ કરવો જોઈએ ? ના, સાથે રાખી, ભાવમનનો Control ઓછો કરતાં કરતાં મનને કાબૂમાં લઈ લેવાનું છે.
ભૌતિક રિદ્ધિ-સિદ્ધિમાં અસલામતી, શ્રેણિક રાજા/અનાથી મુનિ
વૃત્તિ અને પરિણતિ બંને એક રૂપ બને તો જ ૧૨ ભાવનાથી માન્યતાનું આમૂલ પરિવર્તન શકય છે.
મનોવિજયની સાધનાનાં ૫ પગથિયાં : શ્રદ્ધા, સંકલ્પ, સંવેગ, સમજણ, સાધના - મારે મનને જીતવું જ છે. વિચારોની સ્થિરતા, એકાગ્રતા, ઉંડાણ લાવવાની સાધના માટે સમજણ.
દહેરાસરમાં માથે ચાંદલો કરીને અંદર જઈએ - કઈ શ્રદ્ધાના બળે ? અશુભ ****************** 263 ******************
Page #324
--------------------------------------------------------------------------
________________
܀
܀
વિચારો લબ્ધિમનની ગંદકીના ‘ઉભરાઓ' છે. અભવિ જીવ મોક્ષે ન જાય તેવી એની ‘માન્યતા' જ ઊંધી છે માટે મોક્ષે ન જાય.
܀
અનંતા ભવની ‘માન્યતા’ દ્રઢ થઈ ગઈ છે. ‘વિષય કષાયમાં જ સુખ છે.' લબ્ધિમન (તળીયાને) વાંચતા જ નથી. ઉપયોગ મન (સપાટી)ને જોઈ સ્થૂળ કષાયો, વિષયોમાં રમીએ છીએ. પદાર્થને અંતથી ઓળખો એની શરૂઆતથી નહીં.
* મનનું સ્વરૂપ : રુચિ અને અરુચિ સાથે ‘માન્યતા’ વણાઈ ગઈ છે. રુચિઅરુચિને લીધે પાપ-પુણ્યનાં અનુબંધ ચાલુ જ હોય છે.
પરિણતિ : લબ્ધિમનનો પ્રથમભાગ ‘માન્યતા’ અને બીજો ‘પરિણતિ’.
માન્યતા બદલવાની ક્રિયા અપુનર્બંધક અવસ્થાથી શરૂ થાય! કષાયો આગ છે છતાં આલિંગન ક૨વા જીવ દોડે છે !
માણસની પ્રકૃતિમાં વણાઈ ગયેલ શુભાશુભ ભાવો તે પરિણિત. ઉપયોગ મનમાં એકસાથે બે વિરોધી વિચારો થઈ શકતા નથી. લબ્ધિમનમાં અનેક વિરોધી ભાવો એક સાથે સંગ્રહ થઈને પડ્યા છે.
ગંદકી, ભૂખ, તરસ, થાકની પ્રક્રિયા દેહ, ઈન્દ્રિય અને મનમાં અવિરત ચાલે છે. ભોગો : નરકમાં તીવ્ર, પશુમાં એનાથી ઓછા, માનવમાં એનાથી ઓછા, દેવોમાં એનાથી ઓછા. સહુથી વધારે ભૂખ, તરસ, થાક, ગંદકી દુર્ગતિમાં છે.
જડ જગતનું વેધક સત્ય : ભૌતિક જગતમાં બીજી કોઈ સુખ નામની ચીજ જ નથી.
*શરી૨ : ૨૪ કલાક ભૂખ-તરસ-થાક-ગંદકી.
ઈન્દ્રિય : શરીર કરતા હજા૨, લાખો ગણી ભૂખ-તરસ આદિ. * મન : ૨૪ કલાક ઉકળતા જવાળામુખી જેવી ભૂખ-તરસ આદિ. જ્યાં સુધી મોહના પરિણામ છે ત્યાં સુધી મનની ભૂખ છે.
****************** *** ******************
Page #325
--------------------------------------------------------------------------
________________
**
* મનનું મારણ, મનનું મૃત્યુ, મનમાં દુઃખ-સંતાપમાંથી મુક્તિ તેનું નામ વીતરાગતા!
પ્રકૃતિમાં ફેરફાર શકય છે જ. ધર્મ સાથે પ્રકૃતિમાં પરિવર્તન લાવવું જ પડે. તો જ ધર્મ આત્મસાત્ થયો કહેવાય!
મન અને મગજ, માનવમન, દ્રવ્યમન, ભાવમન.
ભાવમનનાં બે પ્રકારો - Couscious mind, Subcouscious mind. મનની માન્યતા અને કર્મબંધ, માન્યતાનું Storage લબ્ધિમન. ધર્મ આત્માને, દેહ-ઈન્દ્રિય-મનની પરાધીનતામાંથી મુકત કરે. દેહ-ઈન્દ્રિય-મન ત્રણેથી આત્મા અલગ છે. રટણ કરો. દા.ત. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ઈલાચીકુમાર, શ્રેણિક મહારાજાએ કર્યું. ‘ખોળીયા’ પરનો રાગ, એકત્વ ભાવના આદિથી ‘માન્યતા’માં પરિવર્તન લાવીએ.
܀
܀
܀
જેવો પુરુષાર્થ એવી પ્રવૃત્તિ. પુરુષાર્થ કોણ કરાવે ? મનનાં ભાવો. ગુણોમાં સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી માન્યતા ન બદલાય.
મનોવિજયતાં પાંચ પગથિયાં
મહાવીરના બનવું હોય તો મહાવી૨ની આજ્ઞા અણિશુદ્ધ માનવી પડે. અભિવ જીવ મોક્ષમાં કેમ જતો નથી?
મૂળમાં માન્યતા જ ઉંધી છે. ૫૦ ટકા, ૯૦ ટકા, ૯૯ ટકા માને તે ન જ ચાલે. મિથ્યાત્વનું ગાઢ આવરણ.
દા.ત. સ્થૂલિભદ્રના પિતા શકટાલ, મિથ્યાત્વી વરરુચિ વિદ્વાને મૂળમાં શકટાલની પત્નીને સાધી, નંદરાજાની ‘માન્યતા’ બદલાવી નાંખી. મનની નાડ બુદ્ધિને પકડો.
જીવને વિષય-કષાયમાં જ સુખ જણાય છે. અનંત કાળથી આ માન્યતા દૃઢ થઈ ગઈ છે. કષાયમાં આગ છે તેને આલિંગન ના હોય. આપણે પદાર્થને
****************** 24 ******************
Page #326
--------------------------------------------------------------------------
________________
>>>>
܀
܀
܀
શરૂઆતથી જોતા શીખ્યા છીએ. જ્ઞાનીઓ પદાર્થને અંતથી ઓળખવા કહે છે. તળીયાને (લબ્ધિમનને) વાંચતા જ નથી. સપાટીને જ વાંચીએ છીએ. માન્યતા બદલવાની ક્રિયા અપુનર્બંધક અવસ્થાથી શરૂ થાય છે. દ્વિબંધક, સુકૃત બંધક, અપુનર્બંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, માર્ગાનુસારી, ચમયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ, સમકિત. મનનું સ્વરૂપ દર્શન : સારામાં રુચિ, ખરાબમાં અરુચિ. જીવની માન્યતા રુચિ-અરુચિ સાથે વણાઈ ગઈ છે. પાપ પુણ્યનાં અનુબંધ રુચિ-અરુચિને લીધે ચાલુ જ હોય છે.
અશુભ ભાવો લબ્ધિમનની ગંદકીનો ઉભરો છે. માન્યતા જેટલી અશુભ તેટલાં જીવનાં પાપનાં અનુબંધ તીવ્ર!
ગમતાં કામમાં સમય જતો રહે છે. આત્મા પાછળ રહી જાય છે. ‘સ્વદ્વેષી’ બની ગયા છીએ!
લબ્ધિમનનો પહેલો ભાગ માન્યતા, બીજો ભાગ છે પરિણતિ - પ્રકૃતિમાં વણાઈ ગયેલા શુભાશુભ ભાવો.
ઉપયોગ મનમાં એક સાથે વિરોધી વિચાર નહીં કરી શકો. લબ્ધિમનમાં તે વિરોધી વિચારો તો કાયમ સાથે ! ત્યાં ઉદારતા પણ હોય સાથે લોભવૃત્તિ
પણ.
દેહ-ઈન્દ્રિય-મન :
દેહ ઃ શરીરની ગંદકી, થાક, ભૂખ-તરસનું કામ ચલાઉ નિવારણ કરવું તેનું નામ દેહ-સુખ.
૮૪ લાખ યોનિના સર્વ જીવોનું મૂળભૂત આ જ સ્વરૂપ છે. ફકત યોનિ પ્રમાણે માત્ર બદલાય. સહુથી વધુ ભૂખ-તરસ-થાક-ગંદકી (૧) નરકગતિમાં તીવ્ર, (૨) પશુઓમાં ઓછી તીવ્ર, (૩) મનુષ્યોમાં એનાથી ઓછી, (૪) દેવોમાં સૌથી ઓછી.
****************** 26 ******************
Page #327
--------------------------------------------------------------------------
________________
એક બાજુ દેહમાં ભૂખ-તરસ-થાક-ગંદકી-આદિ દુઃખોનું ઉત્પાદન અને સંચય અવિરત ચાલે. બીજી બાજું તેના Temporary Reliefના ઉપાયો જેવી ભોગની ક્રિયા જેનાથી સુખનો આભાસ થયા કરે!
આ જડ જગતનું વેધક સત્ય છે. ભૌતિક સુખની પ્રક્રિયા અંગે આ અબાધિત નિયમ છે.
ઈન્દ્રિયોનું સ્વરૂપ કે શરીરની ભૂખ કરતાં હજાર, લાખ ગણી ભૂખ ઈન્દ્રિયોની છે. આંખ, કાન,
નાક, જીભ, સ્પર્શની માંગ ક્યારેય પૂરી થતી નથી. જ શરીરની ભૂખ જો સગડી જેવી છે તો ઈન્દ્રિયોની ભૂખ ભઠા અને Boiler
સમાન છે! ઈન્દ્રિયોની ગંદકી પણ કેવી? આંખમાંથી પીયા, ચામડીમાંથી પરસેવો, નાકમાંથી લીંટ. કોઈ સારી વસ્તુ તેના સંબંધમાં લાવો તે પણ ગંદી થઈ જાય. મહારાજા, દેવતા, શાલીભદ્ર જેવા શ્રેષ્ઠિ, અનુત્તર દેવો બધાના સુખમાં આ ૪ કારણો જ છે. ભૂખ-તરસ-થાક-ગંદકી, ઈન્દ્રિયની ભૂખ વિકરાળ. મનનું સ્વરૂપઃ જાણવા જેવું મુખ્ય. મનની ભૂખ કલ્પનાતીત છે. સારું ખાઈ જઠરમાં નાખીએ તો તૃપ્તિ થાય પણ “સ્વાદ'નો સંગ્રહ કરાવાની મનની ભૂખ કાયમ બનેલી છે. કષાયો મનની ભૂખના જુદા જુદા પ્રકારો છે. મન સળગતા અને ભારેલા અગ્નિ જેવું છે. સળગતા અગ્નિમાંથી જવાળા સમાન ઉપયોગ મનનાં કષાયો છે. ભારેલો અગ્નિ રૂપ લબ્ધિમનની પરિણિતઓ છે. જે જે સંસ્કારો ધરબાઈને અંદર પડયા છે. ભારેલ અગ્નિ જેવા છે. Master Key જે તમને ફૂલાવી શકે, તમારી પાસેથી બધું જ કરાવી શકે. મનની ભૂખ સંતોષાય એટલે જીવ બળદીયાની જેમ કામ કરવા તૈયાર થઈ જાય. અવાજ ઘોઘરો હોય પણ વખાણનો અવાજ હોય તો મન તૃપ્ત થાય છે. કાન તૃપ્ત થતાં નથી.
*
Page #328
--------------------------------------------------------------------------
________________
ક
જ કામ, વિષય-મનની ભૂખ છે. અપેક્ષા, અનુકૂળતા, અંદરની ભૂખ છે.
લોભ-મહાભૂખ છે. ૨૪ કલાક લાવારસની જેમ ધખે છે. આપણું મન Departmental Store જેવું છે. એક એક Sectionમાં ઈચ્છાઓ પાર વગરની મળે. મનની ભૂખ ક્યાં સુધી? જ્યાં સુધી મોહના પરિણામ હોય. મનનું મારણ, મનના સંતાપમાંથી મુક્તિ તેનું નામ
વિતરાગતા. દેહ-ઈન્દ્રિય-મનથી અતીત મોક્ષ એટલે સુખની પરાકાષ્ઠા. - TV જોઈએ એટલે મનની ભૂખ વકરે TV દાડે છે. લબ્ધિમનની શુદ્ધતા
માટે પહેલી માન્યતા, પછી પરિણતિ શુદ્ધિ. ધર્મ આંતરિક, પરિવર્તન કરાવવા માંગે છે. આંતરિક પરિવર્તનમાં પ્રકૃતિ જ આવશે.
સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, દાન, દયા, તપ, ત્યાગ એ બધામાં માન્યતા, પ્રકૃતિ-પરિણતિ સાંકળી લેવી પડે. પ્રકૃતિમાં ધર્મ સાથે પરિવર્તન લાવવું જ પડે. તો જ ધર્મ આત્મસાત્ થયો કહેવાય.
મોક્ષમાં અમનસ્ક યોગ છે. આનો અર્થ, આગળ વધતાં “મન” પણ ત્યાગવાનું જ છે.
તમારી વૃત્તિઓને જાણો, ઓળખો, સમજો. તે વૃત્તિઓ પર અંકુશ લાવતાં શીખો. ધર્મનાં વિકાસ માટે આ ખૂબ મજબૂત પાસું છે. * અમનસ્ક યોગની સિદ્ધિ-સાધનાનો અંતિમ યોગ!
વર્તમાનમાં મનની મલિનતા કાઢવા પ્રયત્ન-અમનસ્ક માટે દશા જાણ.
નજીકની વસ્તુ મન છે તેમાં ધ્યાન આપીએ. જ લબ્ધિમનનાં ૪ વિભાગ : ૧. માન્યતા, ૨. પરિણતિ, ૩. રાગદ્વેષનાં અજ્ઞાત
ભાવો, ૪. સંસ્કારાત્મક ભાવો. - રાગદેષનાં અસંખ્ય પરિણામો, અજ્ઞાત ભાવો : આ રાગ અંદર પ્રજવલિત થઈ સળગ્યા કરે છે ફકત ઉપરથી વિચારનું ઢાંકણ
આવી જવાથી સતત સપાટી પર આવતાં નથી. Kakkkkkkkkkkkkkkkk ૨૯૮-kkkkkkkkkkkkkkkkkk
Page #329
--------------------------------------------------------------------------
________________
****
**
* કષાયો ૨૪ કલાક ઉકળતા ચરૂને જેમ ધખે છે. અજ્ઞાત ભાવો - જે જોયું નથી પણ વાચ્યું કે જાણ્યું હોય તે ભાવો અજ્ઞાત હોવા છતાં તે રાગ લબ્ધિમાનમાં સંગ્રહ થયા કરે છે. અવિરતિનો ૨૪ કલાક કર્મબંધ ચાલુ રહે છે.
܀
સંસારનું તક્કર સત્ય
શુભાશુભ ભાવોથી જ શાંતિ-અશાંતિ
܀
܀
સંસ્કાર રૂપ ભાવો - લબ્ધિમનનો ચોથો વિભાગ :
* અનંત કાળની રૂઢ ખાસિયતો, પુર્વ જન્મનાં અનુભવો રૂપ સંસ્કાર કંડારાઈ ગયા છે. આત્માના પટ ૫૨.
* જીવ યોનિ ૮૪ લાખ જ છે. મર્યાદિત છે. ભવભ્રમણ અનંત કાળનું માટે દરેક યોનિમાં ગયા વગર છૂટકો જ નથી.
* જીવ જન્મે ત્યારે અનંતા જન્મોની સંસ્કાર મૂડી સાથે જ.
* ધર્મનું મૂળભૂત લક્ષ્ય આત્માનું પરિવર્તન છે !
માનસ પરિવર્તનની કળા - આત્મ અવલોકન.
* અશુભ ભાવો, પરિણામ, સંસ્કારમાં વિકૃતિ તે મિથ્યાત્વ છે.
* વિવેકનો અંધાપો તે મિથ્યાત્વ!
* સંસારમાં રસ દર્શન મોહનીય કર્મથી પેદા થાય છે.
* ચારિત્ર, મોહ, કર્મ રાગ પેદા કરે છે.
ચિત્ત શુદ્ધિનું પહેલું પગથિયું - આત્માની અનંત શક્તિ ૫૨ શ્રદ્ધા.
સર્જનથી અજાઈએ છીએ પણ સર્જકનો વિચાર કરતા નથી. જીવને એક વા૨ સમકિત થાય પછી ચારિત્ર મોહનીય કે અન્ય કોઈ કર્મ આત્માની મોક્ષ માર્ગની સાધનાને રોકી શકતું નથી. કર્મ નજરે દેખાતું નથી. સ્થૂલ, જડ છે તે તો દેખાય છે. પરંતુ સૂક્ષ્મની દુનિયા જડ પુદગલથી કંઈ ગણી વિશાળ છે.
****************** see ******************
Page #330
--------------------------------------------------------------------------
________________
****
܀
܀
***
જે કર્મમાં માને તે ગમે તેમ જીવીના શકે! તમારા પુરુષાર્થ વગર તમને બીજું કોઈ પાપ બંધાવી ના શકે. દોષો પણ પુરુષાર્થ જ કાઢે. પુરુષાર્થ માટે સંકલ્પ બળ જોઈએ.
સંસારનું નક્કર સત્ય આ જ છે કે, “શુભ ભાવથી ચોકકસ શાંતિ અને અશુભ ભાવથી ચોકકસ અશાંતિ!''
આત્મશક્તિ પર સદહણા પ્રગટે તો આત્મવીર્ય ઉલ્લસિત થાય. અફસોસ એ જ છે કે આનો ઝાખીરૂપે પણ વિશ્વાસ નથી.
તીવ્ર મનોબળવાળાની સામી વ્યકિત પર ઉંડી અસ૨ થાય છે. નહીંતર સમોવસરણમાં વાઘ-બકરી સાથે ના બેસે !
ચિત્તશુદ્ધિ શ્રદ્ધાથી. કેવળજ્ઞાન અંદર જ પડ્યું છે. શ્રદ્ધાન જોઈએ.
જીવની દશા : જન્મે ત્યારથી દેહ સાથે ઓતપ્રોત ભિન્નતા ભૂલે છે. અરે, આત્મા ફકત દેહ-ઈન્દ્રિયથી જુદો જ નથી પણ મનથી પણ ભિન્ન છે. મન અને આત્મા બંને સ્વતંત્ર છે. મનનું સુખ જુદું, આત્માનું સુખ જુદું!
મન શુદ્ધ થયું એટલે આત્મા શુદ્ધ થયો એમ બંને એક નથી. ભાવમનની ચેતના (ઉપયોગ મન) મોહાત્મક છે, અશુદ્ધ છે. આત્માની ચેતના શુદ્ધ ચેતનાજ્ઞાન ચેતના છે, શુદ્ધ છે.
આત્માના અનુભવ ક૨વાનો ઉપાયો છે?
આત્માની અનુભૂતિ વગરની એક ક્ષણ પણ નથી. પરંતુ શુદ્ધ આત્માની અનુભૂતિ નથી. જે છે તે પ્રતિક્ષણે અશુદ્ધ આત્માની છે. કીડીની સાકરના આકર્ષણની તલપ તેના આત્માની સંવેદના છે. તૃષ્ણાનો અનુભવ છે. તૃષ્ણાનો રાગ ચેતનને હોય, પરંતુ વિકૃત ચેતનાનો અનુભવ છે! ૧૧-૧૨ મે ગુણસ્થાનકે વીતરાગ દશા છે ત્યાં મોહાત્મક ચેતના નથી, જ્ઞાનાત્મક ચેતના છે. પરંતુ તે કર્મબંધનનું કારણ નથી. ૧૧મે ગુણસ્થાનકેથી જીવ પડે છે પણ વીતરાગતા છે, ત્યાં કષાયો વ્યકત નથી. નિમિત્ત યોગે
****************** 300 ******************
Page #331
--------------------------------------------------------------------------
________________
કષાય છે, શક્તિરૂપે છે. ૧૧મે ગુણસ્થાનકે સાધકના મનમાં રાગનો એક કણિયો પણ નથી. Inactive રાગથી કર્મબંધ થતાં નથી.
આત્મશુદ્ધિ તો જ સમકિત પ્રાતિ સમકિત ક્યારે આવે? આત્મશુદ્ધિ થાય ત્યારે જ આવે. ચિત્તશુદ્ધિ થવાથી મન શાંત, સ્વસ્થ, નિર્મળ જરૂર બને પણ આત્મ કલ્યાણ ના કરી શકે. મન શાંત હોય પણ સંસારથી વિરક્ત ના હોય તો તે અધ્યાત્મહીન છે! આત્મશુદ્ધિ એટલે? વિકારોમાં દુઃખનું સંવેદન. વિકૃતિ મૂળમાંથી જાય તો જ આત્મશુદ્ધિનો અંશ આવે. માન્યતા રૂપે મન શુદ્ધ જોઈએ. જે વિષયોમાં દુઃખનો અનુભવ કરે
તેને આત્મશુદ્ધિની લાયકાત છે. * ચિત્તશુદ્ધિ આત્મશુદ્ધિનું સાધન છે. દેહ, ઈન્દ્રિય, મન જુદા પાડ્યા પણ
આત્મશુદ્ધિને હવે જુદી પાડવાની છે. કેટલી ગહન વાત છે. આત્મશુદ્ધિ થયા બાદ ચિત્તશુદ્ધિ (મન શાંત, સ્વસ્થ, નિર્મળ બને) તરત જ આવે એવો નિયમ નથી. વહેલા મોડું થાય! યુગલિક ચિત્તશુદ્ધિવાળા, દેવલોકે એક વખત જાય
પછી? જ “નદી ધોલ પાષાણ ન્યાયથી શાંત સ્વભાવનાં કર્મો હળવા થાય છે.
સગુણના વિકાસથી જ ચિત્તશુદ્ધિ થાય છે. દોષ પાતળા પડે છે.
આત્મશુદ્ધિ માટે દોષ મૂખમાંથી જવા ઘટે! ક ઘટાદાર લીલા વૃક્ષમાં મૂળીયા પર પ્રહાર ન થાય. મોહના વિકારોને ખરાબ
ના માન્યા, સંસાર ખરાબ ના માન્યો તો ચિત્તશુદ્ધિ ભલે હોય આત્મશુદ્ધિ
હજુ થઈ નથી. મારો ભાઈ, મારું કુટુંબ આદિ મૂળિયા કપાયા નથી. * ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક ત્રણમાંથી કોઈપણ ભાવથી કરાયેલ મોહનીય
કર્મનો રતીભાર નાશ, અંશથી આત્મશુદ્ધિ પ્રગટાવે છે. =================K ૩૦૧ -KNEF==============
Page #332
--------------------------------------------------------------------------
________________
જ મોક્ષમાર્ગની પ્રથમ ભૂમિકા અપુનબંધક અવસ્થા જે ક્ષયોપશમ ભાવથી
પ્રગટે છે! મોહનીય કર્મની ઉ. સ્થિતિ ક્યારેય પાછી નહીં બાંધે. કારણ?
આત્મામાંથી એ દોષ કાયમ માટે નાશ થઈ ગયો છે. જ બધા દોષોનું મૂળ ક્યાં? મોહમાં મોહ લીલોછમ કેમ છે?
મોહનું મૂળિયું હજુ અનહદ પોષાય છે. તે ક્યું મૂળિયું? મિથ્યાત્વ. જ મિથ્યાત્વનું મૂળિયું ક્યું? “ગ્રંથિ' સમકિતમાં ગ્રંથિભેદ થઈ જતાં મિથ્યાત્વનું
મૂળિયું ભેદાઈ જાય છે. ગ્રંથિનું મૂળિયું ક્યું? સંસારનો સહજ રાગ,કદાગ્રહ, સંસારની રસિકતા.
જે આને તોડી શકે તે અપુનર્બધ અવસ્થાને પામે પામે પામે જ. જ ૮૪ લાખ યોનિનું અવલોકન કર્યું છે?
રાજા ઈન્દ્ર કે ચક્રવર્તી સોને દુઃખ છે. વૈરાગ્ય નહીંતર ના લે. ક જન્મ એટલે શું? દેહ, ઈન્દ્રિય, મનનો સંયોગ તે જન્મ. જન્મ દુઃખનું નિમિત્ત
છે. મૃત્યુનો સવાલ પણ જન્મ માટે જ છે. સંસારરૂપી રોગનું નિદાન શું? મોહ, જડ પ્રત્યેનું આકર્ષણ આદિના ભાવોને ધીરે ધીરે નિર્બળ અને ક્ષય કરવા તે છે. દુનિયામાં રાગદ્વેષ બે પ્રકારના : (૧) કૃત્રિમ (૨) અકૃત્રિમ. ખરો રાગ ૧. કામચલાઉ, ઓપચારિક જડ પરનો, વ્યકિત પરનો રાગદ્વેષ, શરીર
પ્રત્યેનો. ૨. અસલી સહજ વિના પ્રસ્તને થતો રાગ ભૌતિક સુખબુદ્ધિનો. રાગદેષની તીવ્રતા એ જ મિથ્યાત્વની ગાંઠ. આને પ્રભાવે વિવેક ભૂલે છે.
એકવાર મિથ્યાત્વની ગાંઠ ભેદાય પછી ફરી ન જ બંધાય. જ શ્રાવકના મનમાં પૈસાના સાધનો થતો ધર્મ કરતાં ઉચો ધર્મ કરવા જેવો
છે તે ઠસાયેલું હોવું જોઈએ. જ સુખની નિંદા શાસ્ત્રમાં છે જ નહીં. જે સુખ નથી મળ્યું તે પમાડવા માટે
જ ધર્મ છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
જ અનંત કાળથી જીવને રાગનો અસદુ અભિનિવેશ - અસદુ આગ્રહ છે. જ દાન આપતી વખતે કેવું થાય છે? ખાલી થઈ ગયા કે કંઈ મેળવ્યું? જ આત્માને અનંત અનંત કાળથી આગ્રહ અસ આગ્રહ બંધાઈ ગયો છે. જો
આ ન તૂટે અને મન શાંત કરીએ, કષાયો નબળા પાડીએ, ચિત્તશુદ્ધિ કરીએ
છતાં એ બધું એકડા વગરના મીંડા જેવું છે. જ કડવાશ રાગદ્વેષમાં અનુભવ થવી જોઈએ. તો સહજ રાગ તૂટે.
ભગવાનની આજ્ઞા એટલે કઈ? જે એકાંતે સુખાકારી હોય. સંસારમાં સાચા નિર્ણય કરવા માટે આવેગ શૂન્ય, તટસ્થ બનવું જ પડે. આત્માનો શ્રેષ્ઠ સ્વભાવ ક્યો? જ્ઞાન. ગુણ = આનંદ અને દોષ = દુઃખનું સમીકરણ સમજવું છે. રાગદ્વેષ ઉપરથી છોડો છો, અંદરથી છૂટ્યું છે? છોડેલ વસ્તુની ઈચ્છા, આકર્ષણ જ ખરાબ લાગવું જોઈએ. એમ થાય તો
આત્મશુદ્ધિ અંશથી થઈ ગણાય! * VIP Thoughtful analysis: દોષોનું મૂળ કર્મમાં, કર્મોનું મૂળ મોહમાં,
મોહનું મૂળ ગ્રંથિમાં, ગ્રંથિનું મૂળ સહજ રાગ, સહજ રાગનું મૂળ સંસારનો રસ, કદાગ્રહ છે. તત્ત્વનું સંવેદન એટલે શું? તત્ત્વની અનુભૂતિ એટલે તત્ત્વનું સંવેદન. તત્ત્વનું સંવેદન પ્રગટ્યું હોય એવો જીવ જ આત્મશુદ્ધિના અધિકારવાળો છે. મોક્ષની સાચી ક્રિયા કરનાર માટે પહેલું ગુણસ્થાનક કહ્યું છે. એનું ચિહ્ન
છે : અપૂર્વકરણ, અપૂર્વ આલોચન. - મોક્ષે જવા સકામ નિર્જરા સિવાય વિકલ્પ નથી. વૈરાગ્ય તેનું પ્રારંભિક
સાધન છે. ક દાન આપીએ, પ્રભુ દર્શન કરવા આંસુઓ સરે, ગુણો ઘણાં કેળવ્યા હોય
=================K ૩૦૩ -KNEF==============
Page #334
--------------------------------------------------------------------------
________________
܀
܀
܀
***
પણ સંસારની અસારતાનું તત્ત્વ સંવેદન ના હોય તો હજુ ચિત્તશુદ્ધિ છે પણ આત્મ શુદ્ધિ આવી નથી.
܀
તત્ત્વ સંવેદનમાં શું કરવાનું ? આંતરિક જાગૃતિ. જે ભાવ જેવો છે તેની તેવી જ અનુભૂતિ થવી તેનું નામ તત્ત્વ સંવેદન. ધ્યાનમાં છીએ - ફોન આવે, ઉજરડો થાય, વેદના, અફસોસ, અંદરમાં ધ્યાન નથી.
જીવનમાં જેમ Analysis કરીએ તેમ તમારા અંદરના ભાવોનું વિશ્લેષણ analysis કરો તો તેમાંથી તત્ત્વ સંવેદન પ્રગટશે. અને તો પછી સમકિતનો રસ્તો ખુલ્લો થશે!
લેશ્યા અને ધ્યાનનાં સંબંધમાં લેશ્યા જીવની પ્રકૃતિ સાથે બંધાયેલી છે. શુભ ધ્યાન આવે તો ઉપયોગ મન શુદ્ધ થાય અને શુભ લેશ્યા આવે તો લબ્ધિમન શુદ્ધ થાય. આ બંને થી મન શુદ્ધિ થાય.
શુભધ્યાન વગર સમતા ન આવે, શુભલેશ્યા વગર શુભધ્યાન ન આવે. નાસ્તિક જો સરળ પ્રકૃતિનો હોય તો શુભ લેશ્યા જરૂરથી આવી શકે. શુભ ધ્યાનનો તો, નાસ્તિક છે એટલે, સવાલ જ ના આવે.
સ્વાર્થી સ્વભાવવાળાની લેશ્યા અશુભ જ ગણાય, કા૨ણ પ્રકૃતિ જ સ્વાર્થની છે. ભલે લયલીન થઈ ભકિત કરતો દેખાય.
બધો ધર્મ કરીને અંતિમ ફળ તો આત્માને શુભ ધ્યાનમાં સ્થિ૨ ક૨વો એ જ છે. આના માટે અનિવાર્ય શુભલેશ્યા છે.
દરેક અપેક્ષા અશુભ ભાવ જ કહેવાય. મોહનીય કર્મ મૂળ કારણ છે. શુભ લેશ્યા પામવા માટે ચિંતન-મનન વિચારો વડે સંશોધનનો પુરુષાર્થ જરૂરી છે.
જે જાણ્યું તે સત્ તત્ત્વને વારંવાર ભાવવાનું છે. ભાવિત થવા માટે Repeatition કરો. એકની એક વાત આત્મામાં ભાવિત કરો. પરમાત્મા, ધર્મ સિવાય કોઈ શરણ નથી એ પ્રગાઢ અસ૨ સંચિત્ત થાય ત્યારે ભાવિત થયા કહેવાય.
****************** 308 ******************
Page #335
--------------------------------------------------------------------------
________________
>>>>
•
•
વિભાગ-૧૦
‘શ્રદ્ધાંધ’નું ભાવગીત : કેવળજ્ઞાન
મોક્ષનું સ્વરૂપ સમજીએ
આત્માનો વિકાસ ક્મ : ઉપસંહાર
શુકલધ્યાન વડે કેવળજ્ઞાનની ક્રિયા
કેવળજ્ઞાનનું સ્વરૂપ
૩૦૬
૩૦૭
૩૧૮
૩૧૯
૩૨૦
****************** 304 ******************
Page #336
--------------------------------------------------------------------------
________________
ટહુકે ભાવ ગીત સમતાનું
કેવળજ્ઞાન છોડીને સંસાર સજાવ્યા તાર,
વગાડ્યું સંગીત તેં વેરાગ્યનું; તાલ લીધો સંગ રાત્નત્રયીનો,
સાજ મધુર તન તામ્બરનું. છોડીને.. લયમાં વહેતો શ્વાસ સુગંધી,
ઉચ્છવાસે પ્રસરે છે સુરભી; ધ્યાનમાં મગ્ન રહ્યા જિન મહાવીર,
| ટહુકે ભાવ ગીત સમતાનું. છોડીને.. આશ્રવ નિરોધ કર્મ નિર્જરા,
દ્વાદશ તપ કરી આત્મ સર્ભરા; પ્રગટયું કેવળજ્ઞાન અનુપમ,
અતિશય તેજ ભા-મંડળનું છોડીને.. દેવ-દુંદુભી ગાજે ગગનમાં,
ક્રોડ દેવતા પ્રભુ ચરણમાં; સ્થાપ્યું શાસન સમવસરણમાં, ઉર-મૃદંગ બાજે “શ્રદ્ધાંધ'નું. છોડીને...
“શ્રદ્ધાંધ' Nov. 06, 2001
=================K ૩૦૬ -KNEF==============
Page #337
--------------------------------------------------------------------------
________________
સર્વથા સહુ સુખી થાઓ, સમતા સહુ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.
મોક્ષનું સ્વરૂપ સમજીએ
- પ.પૂ.ગણિવર્ય યુગભૂષણવિજયજી મોક્ષ થાય ક્યારે? મોક્ષ શું છે? ત્યાં શું હોય? ત્યાં શું કરવાનું? ત્યાં સમય શી રીતે પસાર થાય? ત્યાં આનંદ શેમાંથી મળે?
ઈન્દ્રિયો મળતા સુખો જો ત્યાં નથી તો એવું તે શું છે કે, “અવ્યાબાધ સુખનો અનુભવ કરાવે?
ત્યાં જીવ ક્યા આધારે અનંતકાળ સુધી રહેતો હશે? શક્તિ હોવા છતાં તે પાછો કેમ નથી આવતો?
મિથ્યાત્વ સાથે પાયાનો સંઘર્ષ : મિથ્યાત્વના બે કિલ્લાઓ : ૧. ભવાભિનંદીપણું, ૨. કદાગ્રહ. બે ગુણોની પ્રાપ્તિથી અપુનબંધક અવસ્થા : ૧. તાત્ત્વિક વૈરાગ્ય, ૨. સત્ય શોધકતા. અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થતાં “મુક્તિનો અદ્વેષ' ગુણની પ્રાપ્તિ.
અપુનબંધક, અવસ્થા - મુક્તિની પ્રાથમિક યોગ્યતા. મોહનીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી ન બાંધનારો જ જીવ અપુનર્બલક થતાં ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા કર્મબંધની શક્તિ મુખમાંથી નાબૂદ થાય છે. આ કાયમી લાભ પ્રાપ્ત થાય છે.
દર્શન મોહનીય કર્મની ગૂંચ ઉકેલાઈ જાય છે. ભૌતિક સુખ પરનો જીવનો સહજ રાગ, તેમાં પૂર્ણ સુખની બુદ્ધિ અંશતઃ તૂટી જાય છે. જીવે સંસારના મૂળ પર હવે પ્રહાર ક્યું છે. જ શુભ ભાવજન્ય ગુણોની ભૂલ ભુલામણી.
શુભ ભાવજન્ય પોતાના ગુણોને જોઈ આત્મા પોતાનો વિકાસ માની લે તે દર્શન મોહનીય કર્મની ભૂલ ભૂલામણીમાં ફસાયો છે. ===== ==========k ૩૦૭ ----------------- *
Page #338
--------------------------------------------------------------------------
________________
તપ કરે - વાસના શાંત થાય, કષાયો ઉપશમે પણ અપુનબંધક અવસ્થા સુધી ના પહોંચે તો અધ્યાત્મનો એકડો ય મંડાયોના કહેવાય, કેમકે હજી મુક્તિનો દ્વેષ છે. જ મુક્તિની તાત્વિક જિજ્ઞાસાની પ્રાપ્તિ - ચરમયથાપ્રવૃત્તિ કરણ.
કર્મક્ષય કરતાં કર્મબંધની યોગ્યતા તોડવાનું મહત્ત્વ વધે. અપુનબંધક અવસ્થા આવી એટલે મોહનીયની ૭૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિ ના બાંધે પણ ૬૮-૬૯-૬૭ કો.કો.સા.ની યોગ્યતા તોડી નથી.
સંસારના આવેગો ઘટતા જાય તેમ તેમ લાંબી શક્તિ તૂટતી જાય. જેમ રાગદ્વેષની નિબિડ ગ્રંથિ પર પ્રહાર કરે તેમ ૬૯-૬૮-૬૭ કો.કો. કર્મબંધની યોગ્યતા તોડે. જ્યારે તે ૧ કો.કો.થી ન્યૂન એવા કર્મબંધની યોગ્યતા ખપાવે ત્યારે જ જીવ ચરમયથા પ્રવૃત્તિકરણને પામે. હવે જીવ તાત્ત્વિક જિજ્ઞાસાનો ધણી થાય છે. જ ઓઘદૃષ્ટિ – યોગદૃષ્ટિ : શુભભાવ - શુદ્ધભાવ
આંતરિક નિર્મળતા છે પણ કાયમી નથી. અત્યારે ઓઘદૃષ્ટિની નિર્મળતા છે. યોગદૃષ્ટિની નિર્મળતા શુદ્ધભાવથી જ મળે અને એ જ જીવ શુદ્ધભાવ હોવાથી જ ગુણસ્થાનકને પામી શકે.
શુભ ભાવ - પુણ્યબંધનું સાધન, શુદ્ધભાવ - કર્મ નિર્જરાનું સાધન. તફાવત કેટલો? અનંત ગણો.
શુદ્ધ ભાવમાં પ્રવેશ કેવી રીતે થાય? તેના આધારરૂપ સાધનો શાસ્ત્ર, યુક્તિ અને અનુભવ વડે. ત્રિવેણી સંગમ જોઈએ. જ ચરમ યથાપ્રવૃત્તિકરણ એટલે શું?
જીવે અંનતીવાર કર્મનાં સ્થિતિ અને રસ ૧ કો.કો.થી ન્યૂન ક્ય પણ સ્થિતિબંધની યોગ્યતાને - લાયકાતને તોડી નહીં માટે આધ્યાત્મમાં પ્રવેશ ના થયો. જે યથાપ્રવૃત્તિકરણમાં આ લાયકાત તૂટે તે ચરમ યથાપ્રવૃત્તિકરણ. આ અપૂર્વકરણ =================K ૩૦૮ -KNEF==============
Page #339
--------------------------------------------------------------------------
________________
થયું કહેવાય. આ બાદ જીવ સમકિત પામે યા ના પામે પણ સંસારમાં ગમે તેટલું ભમવા છતાં ૧ કો.કો.સા.થી વધુ સ્થિતિ કદીય ના બાંધે. અર્ધપુદગલ પરાવર્તન કાળમાં મોક્ષ મેળવે.
અહિં જીવને સંસારનું ઊંચામાં ઊંચું સુખ પણ અંશથી દુઃખ રૂપ લાગે. જીવ સંસારનું સાચું સ્વરૂપ જાણ્યા બાદ જ મોક્ષના સાચા સ્વરૂપને સમજી શકે. મુક્તિની-મોક્ષની જિજ્ઞાસા ત્યારે જ પ્રગટ થાય.
ચરમ યથાપ્રવૃત્તિકરણમાં, પોદગલિકમાં સુખનો એકાંતે રાગ જે હતો તે તૂટે. મોક્ષ સ્વરૂપનો બોધ પામે. મુક્તિની તાત્ત્વિક જિજ્ઞાસા પ્રગટે. પાયાની ભૂમિકા તૈયાર થાય.
જે જીવો ભૌતિક સુખોમાં જ એકાંતે સુખ માને તે નિયમા તત્ત્વથી મોક્ષના દ્વેષી છે. આવા જીવો કદાચ મુક્તિ માટે જીવન પણ અર્પણ કરે. મુક્તિની ઉત્કંઠા ઉત્કટ અને હદયસ્પર્શી હોય, પુરુષાર્થ પણ તેના માટે કરતા હોય છતાં મોક્ષદ્વેષી કારણ, પોદગલિક સુખોમાં જ સુખનો અનુભવ કરે છે.
તેમનો મોક્ષની ભૂમિકામાં થતો રાગ કૃત્રિમ છે. જેને સંસાર પ્રત્યે સહજ રાગ તેને મુક્તિ પર સહજ દ્વેષ હોય જ. ચરમાવર્તમાં પણ તત્ત્વથી ષ હોઈ શકે. અપુનબંધક અવસ્થામાં જીવને તત્ત્વથી મુક્તિનો અદ્વેષ હોય. ચરમયથા પ્રવૃત્તિકરણમાં જીવને તત્ત્વથી મુક્તિની જિજ્ઞાસા હોય. - તાત્ત્વિક અને અતાત્વિક ઈચ્છા :
ભૌતિક સુખોમાં એકાંતે સુખ બુદ્ધિ હોવાથી તે જીવો તત્ત્વથી મુક્તિના દ્વેષી.
મોક્ષનો સહજ રુચિભાવ તે તાત્ત્વિક! મુક્તિના અદ્દેષ પછી મોક્ષના સ્વરૂપનો બોધ અને પછી મુક્તિની તાત્ત્વિક ઈચ્છા પ્રગટે! મોક્ષમાં જોવાનું બધું અને ભોગવવાનું કંઈ નહીં. ભોગસુખના ભોગવટાના અભાવમાં સુખ હોવાની વાત જ બુદ્ધિમાં ન બેસે. તેને મોક્ષની સાચી જિજ્ઞાસા જ નથી. =================K ૩૦૯ -KNEF==============
Page #340
--------------------------------------------------------------------------
________________
મોક્ષની અતાત્ત્વિક ઈચ્છા પ્રગટપણે અનાર્ય ધર્મોમાં જોવા મળે. ખ્રિસ્તી ધર્મક્ષમાં ગુણ ઉત્કટ પરંતુ જીવ ગુણઠાણાની બહાર હોવાથી પુણ્યબંધ જ કરાવે. જો એક જ વાર મોક્ષની તાત્ત્વિક જિજ્ઞાસા પ્રગટ થઈ જાય તો તે જ સમયથી અસંખ્યાત ગુણી અકામ નિર્જરા થવારૂપ લાભ આત્માને પ્રાપ્ત થાય!
સંસારનું સુખ દુઃખ રૂપ લાગે તે જ જીવ મોક્ષ સ્વરૂપના શ્રવણ માટે અને તેની જિજ્ઞાસા કરવા માટે લાયક બને છે! ભોતિક સુખની ઈચ્છા થવી અને ઈચ્છાને સારી માનવી એ બે વચ્ચે ઘણું અંતર છે. સમ્યગ્દષ્ટિ જીવને ભૌતિક સુખની ઈચ્છા થાય તો પણ અનાસકત રહે છે.
મોક્ષનું સ્વરૂપ : ૧. નકારાત્મક અને ૨. હકારાત્મક (વિધેયાત્મક) દુ:ખ અને સુખની સામગ્રીનો અભાવ (દેહ, ઈન્દ્રિય, મન) પોદગલિક અને સુખની સામગ્રીનો અભાવ (રસ, ગંધ, સ્પર્શ, શબ્દરૂપ) જન્મનું દુઃખ નથી - ઈન્દ્રિય સાધનો નથી. મરણનું દુ:ખ નથી - દેહ નથી. જરા ઘડપણ નથી - મન નથી. રોગનું દુઃખ નથી. - સારા રસ નથી. આધિનું દુઃખ નથી - સારા ગંધ નથી વ્યાધિનું દુઃખ નથી - સારા સ્પર્શ નથી. ઉપાધિનું દુ:ખ નથી - સારા શબ્દ નથી વેદનાનું દુઃખ નથી - સારા રૂપ નથી. ભયનું દુઃખ નથી - ભોગ સામગ્રીનો સંપૂર્ણ અભાવ. દુઃખ નથી, દુઃખની સામગ્રી નથી - રુચિકર લાગે. સુખ નથી, સુખની સામગ્રી નથી - રુચિકર લાગે? જો લાગે તો....
જીવના દર્શન મોહનીય કર્મનો થોડો ક્ષયોપશમ થયો છે. એટલે કે આંતરચક્ષુ ખૂલવાનાં ચાલુ થયા છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
વિધેયાત્મક સ્વરૂપ : સુખની આત્મિક સંવેદના. સુખની ઉત્પત્તિ આત્માથી જ છે. પુદ્ગલનો અભાવ - સુખની અનુભૂતિ. ઔદયિક ભાવમાં સુખ - ઉઘ, નશો, હઠયોગી, ખેચરી મુદ્રા ભાસે છે. | સંવેદના અંતર્મુખી થતાં સુખનો અનુભવ થાય. જો સંવેદના ક્ષીણ થઈ ગઈ હોય તો સુખાનુભૂતિ થતી નથી. પેંડો ગળ્યો પણ જીભની સંવેદના બુઠ્ઠી થાય ત્યારે પેંડો ગળ્યો હોવા છતાં મોળો લાગે છે.
જડના ગુણધર્મોના સંવેદનમાં જડની આધીનતા રહે છે. આત્માના ગુણોનું સંવેદન ઔદયિક ભાવથી નહિ પરંતુ ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ ભાવથી થાય છે.
દર્શન સપ્તક : ૪ અનંતાનુબંધી + ૩ દર્શન મોહનીય.
આત્માની ૯ મહાશક્તિઓઃ નવે નવ ચૈતન્ય શક્તિઓ આત્મામાં છે. મોક્ષ આંતરિક પ્રવૃત્તિઓથી ભરપૂર છે, ખાલી નથી.
અનંત જ્ઞાન - નિરાવૃત દશા થતાં નિ:સીમ જ્ઞાન ઉપજે છે. અનંત દર્શન - નિરાવૃત દશા થતાં નિઃસીમ દર્શનશક્તિ ઉપજે છે. અનંત ચારિત્ર - આતમ્ રમણતા, ચેતના ગુણ પરમાં જવા દેતો નથી. અનંત વિવેક - સારાસારાની પ્રતીતિનું સતત ભાન. અનંત દાન - દાન પ્રદાનનો અદ્વિતીય ગુણ સ્વીકારી અનંત લાભ. અનંત લાભ - સ્વગુણોનું દાન તત્ત્વથી કરે છે કોને? પોતાના આત્માને. અનંત ભોગ- - આત્માના વૈભવનો ભોગ-ઉપભોગ. અનંત ઉપભોગ અનંત વીર્ય - જડમાં પુરુષાર્થનું પ્રયોજન નથી રહેતું. કર્મો પર સંપૂર્ણ
સતા તો કેવલી અવસ્થાથી હોય છે. માટે જ સાચો સાધક સમોવસરણ જેવા બાહ્ય વૈભવથી અંજાતો નથી તેને આંતરિક ગુણોની મહાનતા જ આકર્ષે છે. (સતી સુલસા) સમોવરસણ જોવા પણ ન ગયા. સિદ્ધ ભગવંતો મોક્ષમાં જ્યોતમાં જ્યોત મળે તેમ રહેલા છે. દરેક આત્માનું વ્યકિત્વ સ્વતંત્ર હોય છે, ગુણોની સમાનતા હોય છે. =================K ૩૧ ૧ -KNEF==============
Page #342
--------------------------------------------------------------------------
________________
શક્તિથી બંને સરખા છે પરંતુ કેવળજ્ઞાનીઓએ સાધના સંકેલી નથી. સહજ સ્વભાવે, લક્ષ્યની અધીરાઈ અરિહંતોને નથી હોતી. અપૂર્ણતા અપ્રાગટ્યને આભારી છે. અરિહંત
સિદ્ધ • કૃતકૃત્ય નથી
કૃતકૃત્ય છે. • અપૂર્ણ દશામાં છે, સાધક છે. સર્વે કર્મો ક્ષય પામી ગયા. • દેહમયી છે માટે સાંસારિક. અશરીરિ છે માટે સાંસારિક નથી. • બંધન, સુખ દુઃખ પણ છે. બંધન, સુખ, દુઃખ નથી. • પુણ્યાનુબંધી પુણ્યની પરાકાષ્ઠા.
સિદ્ધિ ફળનાં બીજરૂપ છે. ફળના વેદક છે. • વિશ્વ શ્રેષ્ઠ ઉપકારક છે.
ઉપકારથી પર છે તીર્થકરની લક્ષ્મી સિદ્ધપદમાં સિદ્ધપદની લક્ષ્મી તીર્થંકર પદમાં સમાય જાય છે
સમાતી નથી. સવ્યાબાધ સુખી
અવ્યાબાધ સુખી (મન,વચન, કાયાની પીડા શક્ય છે.) મહાવીરને લોહીના ઝાડા છ માસ થયા હતા. મોહજન્ય ગાંડી ઘેલછા - દુઃખ ગર્ભિત નિયાણું હે ભગવત દુઃખમાં જ તું યાદ આવે છે માટે દુઃખી રાખજે! તાત્ત્વિક ધર્મને પ્રાપ્ત કરો - સુખમાંય ધર્મ યાદ આવે જ.
મુંડ કેવલીઃ સર્વજ્ઞ છે પરંતુ ઉદેશ આપવાનું કર્મ છે જ નહીં. પાંચ સમવાય (કુદરતનાં પાંચ કારણો) કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. તેની વિરુદ્ધમાં જવાનો કેવળીનો સ્વભાવ નથી. સ્વતંત્ર કોઈ લક્ષ્ય નથી. કર્માનુસાર પર્યાયોમાં વર્તે, સમુદ્રઘાત દ્વારા અંતિમ કર્મો ખેરવી મોક્ષે જાય. તીર્થકર નામકર્મનો બંધ ના હોવાથી ઉપદેશ દેતા નથી. Kakkkkkkkkkkkkkkkk ૩૧૨-kkkkkkkkkkkkkkkkkk
Page #343
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મીસુંદરી મુંડ કેવલી હતાં. (આદીનાથની પુત્રીઓ) ઉતમ કક્ષાનું નિર્મળ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામ્યા. ત્યાર બાદ ૧૦૦૦ વર્ષ જીવ્યા છતાં એકપણ જીવને પ્રતિબોધ પમાડ્યો નથી. બાહુબલી પાસે કેવળજ્ઞાન પૂર્વે ગયા હતા. સિદ્ધોની વીર્યશક્તિ
સંસારીનું વીર્ય સદાકાળ આત્માના ગુણોના રસાસ્વાદમાં પુદ્ગલના ગુણોને માણવા ગંભીરતા, પ્રશાંતતા, મગ્નતાનો આનંદ દર્શન મોહનીય કર્મની ગાઢ
આવૃત્તિને લીધે સંવેદન બુદું છે. આત્માના ગુણોના ભોગવટામાં સતત કામાનંદી ક્રિયાશીલ – આત્માનંદી સિદ્ધોનું દાન અક્ષય છે. દાન આપવાથી ગુણરૂપ, સમૃદ્ધિ અનંત છે. ઓછું થતું નથી. લાભ અણચિંતવ્યો છે, ઈચ્છા ર્યા વિનાનો છે. ભોગ અયત્ન છે, વગર શ્રમે છે. ઉપભોગ થાક લાગતો નથી. વિર્ય અપ્રયાસી છે.
આત્માના ભોગોમાં એકાન્તિક સુખ છે. પુગલના ભોગોમાં એકાન્તિક દુઃખ છે. મોક્ષમાં શૂન્યતા કે નિષ્ક્રિયતાનું માનવું ઘોર અજ્ઞાનદશા છે, મૂર્ખતા છે. પુદ્ગલમાં સુખ નથી, આત્મામાં સુખ છે. આ અનુભવપૂર્વકનો નિર્ણય ક્ય વગર જીવને ગુણસ્થાનક સંભવે જ નહીં. રોજ મોક્ષ સ્વરૂપની ભાવના ચિંતવવાથી, અનંતગણી, કર્મ નિર્જરા થાય છે. મોક્ષ તત્ત્વનું અપૂર્વ ચિત્તન નિર્જરાનું શ્રેષ્ઠ સાધન છે. પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ છે.
શુદ્ધ ચિત્ત શ્રદં નો જાપ કરવો. અપ્રયાસી વિર્ય : આત્મા સિદ્ધ દશામાં ભોગ ઉપભોગ કોનો કરે?
સહભાવી ગુણોનો, ક્રમભાવી ગુણો-વિશુદ્ધ પર્યાયોનો ભોગ આત્મા પ્રત્યેક સમયે કરે. આત્માની અંદર અપૂર્વ સ્કૂર્તિ, થનગનાટ, ઉત્સાહ વગર પ્રયાસે સહજ અનુભવાય છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
>>>
ઘાતી કર્મોનો સંઘર્ષ : સમકિત મેળવવા માટે પુરુષાર્થ.
સમકિત મેળવવા તેને અનુરૂપ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વિવેક શક્તિ ખીલવવી પડે, દાનાંતરાય તોડવો પડે, લાભાંતરાયનો ક્ષય કરવો પડે. (સમકિત પ્રાપ્તિમાં આડખીલીરૂપ છે) ભોગ-ઉપભોગ અંતરાય ખપાવવા પડે. વીર્યંતરાયનો ક્ષયોપશમ કરવો પડે.
આ નવે નવ શક્તિઓનો સંચાર જરૂરી છે. આના માટે પ્રચંડ પુરુષાર્થ જોઈએ અને અવરોધો તૂટે છે.
આત્માનાં વિધેયાત્મક ગુણો :
અહિંસા : સંપૂર્ણ અહિંસા મોક્ષમાં જ છે. અયોગી કેવળીને ભાવ (કઠોરતા કષાયજન્ય પરિણામો) હિંસા નથી પણ દ્રવ્ય હિંસા ચાલુ જ હોય.
સૂક્ષ્મ નિગોદના જીવને સંપૂર્ણ દ્રવ્ય અહિંસા પરંતુ ત્યાં પણ ભાવ હિંસા છે જ એમ જ્ઞાનીઓ કહે છે. કોઈપણ જડ વસ્તુ જે વર્તમાનમાં દેખાય છે, તે ભૂતકાળના કોઈપણ જીવનું કલેવ૨ છે! મોક્ષના જીવ જગતના સઘળા જીવોને અભયદાન આપે છે.
સત્ય : કુદરતના હિતકારી નીતિ-નિયમોને અનુસરવું તેનું નામ સત્ય. જીવે અનાદિથી પારકા ઘરમાં ઘૂસણખોરી કરી છે તેનાથી આત્મા હેરાન થયો છે. કેવળજ્ઞાનીને મનથી અસત્ય નથી પણ વચન અને કાયાનું અસત્ય છે. (પુદ્ગલોને પોતાના ગણવાનું અસત્ય). દેહ હોવાથી દેહનું પાલન-પદ્રવ્યમાં આચરણ હોવાથી દ્રવ્ય અસત્ય છે.
સંપૂર્ણ સત્ય પ્રતિષ્ઠિત ફકત સિદ્ધો જ છે.
અચોર્ય : પુદ્ગલને ગ્રહણ ના ક૨વું તે. પુદ્ગલ કદી કોઈની માલિકીનું બની શકે નહીં. સિદ્ધોમાં સંપૂર્ણ અચૌર્ય.
માલિકી ઃ વસ્તુ તમારી ઈચ્છા મુજબ વર્તે તે. બ્રહ્મચર્ય ઃ પરને ભોગવવું તે અબ્રહ્મ છે. સિદ્ધોમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. અપરિગ્રહ : પુદ્ગલને ધારણ ન કરવું તે. મોક્ષમાં સંપૂર્ણ અપરિગ્રહ છે.
****************** 398 ******************
Page #345
--------------------------------------------------------------------------
________________
સમકિતઃ મનની રુચિ પલટો માંગી લે છે. મનની ભ્રમણાઓ ટાળવાની છે. ૧. પુદ્ગલમાં સુખ નથી એવી અનૂભૂતિ. ૨. પુદ્ગલની દુનિયા પરની છે, સ્વની નથી.
૩. પર-પરિણતિઓમાં રમવું તે મારો સ્વભાવ નથી વગેરે. - સમિકત પામેલા જીવને શેમાં સુખ દેખાય? સંયમમાં.
લબ્ધિ સંપન્ન મહાત્માને એક ઈન્દ્રિયમાં પાંચ ઈન્દ્રિયોનું સુખ-શક્તિ આવી જાય છે. કાનથી જુએ, આંખથી સાંભળે, કેવળી મોક્ષની પૂર્ણતા જોઈ શકે પણ અનુભવે નહીં. સિદ્ધો મોક્ષની પૂર્ણતા અનુભવી શકે.
આત્માના અનંત ગુણોમાં મુખ્ય ગુણ વીતરાગતા.
મોહનીય કર્મના ક્ષય પછી જ આત્માને અનંત શક્તિઓ પ્રાપ્ત થાય. આને કારણે સિદ્ધ ભગવંતો નરકના દુઃખો જોતાં ભયભીત બને નહીં અને સ્વર્ગનાં ચરમસીમાના ભૌતિક સુખો જઈ હર્ષમય ન બને. આવેશ રહિત દશા છે.
મોહનો વિજય કરવાની અપેક્ષાએ કેવળી અને સિદ્ધો સરખા છે. વીતરાગતાને સમજવા કેવળીનું માનસ સમજવું જરૂરી છે. ભગવાન આદિનાથે ભરત અને બાહુબલીના યુદ્ધ સમયે આ જ કારણે એક નાની સરખી હિતશિક્ષા પણ નહોતી આપી. પોતે અલિપ્ત જ રહ્યા.
ભગવાનમાં પરના કલ્યાણની ભાવના નથી. પણ પરનું કલ્યાણ કરવાનું સામર્થ્ય-પ્રભાવ તો છે જ. કષાયયુક્ત જીવ જ્ઞાનનો આનંદ ના માણી શકે. ખરો આનંદ કષાય શૂન્ય જીવ જ માણી શકે. * બીજા સ્વરૂપાત્મક ગુણો : અગુરુલધુ, અમૂર્તપણું, અજરામરપણું,
અવ્યાબાધપણું. અગુરુલઘુ અર્થાત્ સમાનતા, ભેદભાવ રહિતતા.
મોક્ષમાં ગોત્ર કર્મનો ક્ષય થવાથી અગુરુલઘુ ગુણ પ્રગટે. સર્જન આત્માનું જ છે, જડમાં તે શક્તિ જ નથી. વૈજ્ઞાનિક એક મચ્છર કે માખી પણ ક્યારેય બનાવી =================K ૩૧૫ -KNEF==============
Page #346
--------------------------------------------------------------------------
________________
શકશે નહીં. આ બધા પર્યાયોનું આત્મા, રમતમાં સર્જન કરી શકે છે. આ જ આત્માની અનંત શક્તિનું ભાન કરાવે છે.
મોક્ષમાં વિશિષ્ટ પુણ્યયુક્ત તીર્થકર કેવલી અને પુણ્યરહિત કૂર્માપુત્ર (જેમને ઠીંગણું શરીર, કદરૂપો દેહ હતો અને છ મહિના સુધી કેવલી થયા છતાં કોઈએ ના જાણ્ય)ની અસમાનતા એકદમ નાશ પામે છે. કોઈ ઉંચ-નીચ રહેતા નથી.
અમૂર્તિપણે મૂર્તિપણે જેને હોય તેને બધા સંવેદનો પુદ્ગલ આધારિત હોય છે. સંસારી જીવો પ્રતિઘાતી મૂર્તિપણાને લીધે છે. આકાશ અમૂર્ત - પાણી કે કાદવથી ના લેપાય. આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં અમૂર્તપણાને લીધે સહજ જઈ શકે છે. આત્મા અમૂર્ત હોવાથી એક જગ્યાએ અનંતા આત્માઓ સાથે રહી શકે છે. ૧ દીવો કે ૧૦૦૦ દીવા બધાનો પ્રકાશ જેમ રહે તેમ. અરૂપીપણું નામકર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે.
અજરામરપણું તીર્થકર, ઈન્દ્ર સો અશાશ્વત છે, અનિત્ય છે. અજર અને અમર સિદ્ધાત્માઓ જ છે. આયુ કર્મના ક્ષયથી આ ગુણ પ્રગટે છે.
અવ્યાબાધપણું વેદનીય કર્મના ક્ષયથી આત્માનું અવ્યાબાધ પીડારહિત સુખ પ્રગટે છે. આ સુખથી આતમા કદી કંટાળતો નથી. ઈન્દ્રિય સુખો વાસી થઈ જાય છે. નિત્ય નવીનતા માંગે છે. સિદ્ધ જીવોને જ્ઞાન તથા દર્શન પુદ્ગલનાં ખરાં પરંતુ વેદન બીલકુલ નહીં. માટે જ સંપૂર્ણ સુખ અનુભવાય છે.
ભૌતિક સુખ વસ્તુથી નથી, વસ્તુના ગુણધર્મોથી નથી પણ ગુણોના સંવેદનથી જ છે. સમકિતી જીવ પાસે આવું અપૂર્વ વિજ્ઞાન છે તે જગતમાં બીજા કોઈને નથી, તેથી જ તેને અપૂર્વ પ્રાપ્તિનો આનંદ છે.
સમ્યગ્દષ્ટિ જીવની ભાવ શુદ્ધિના કારણે તેની બધી જ ક્રિયાઓ અનંતગણી વધુ ફળદાયી નીવડે છે. આ પહેલા ગુણસ્થાનકની પ્રધાન દ્રવ્ય ક્રિયાના ૪ લક્ષણો :
૧. અપૂર્વ પ્રાપ્તિનો આનંદ ૨. ક્રિયા માર્ગમાં સૂક્ષ્મ આલોચન =================K ૩૧૬ -KNEF==============
Page #347
--------------------------------------------------------------------------
________________
****
૩. ભવનો તીવ્ર ભય
૪. વિધિનું તાત્ત્વિક બહુમાન.
સંસારની દરેક પ્રવૃત્તિઓમાં શ્રમ લેવાનો આવે જ છે. સંસાર એટલે સંઘર્ષમય જીવન. અહિં બળવાન બનવા કસરત કરવી પડે. મોક્ષમાં વગ૨ કસરતે અનંત બળ છે. પુદ્ગલને વગ૨ ભોગવ્યેથી સુખ ક્યાંથી એ ગ્રંથિ ત્યાં તૂટી જાય છે. જીવ બોધિબીજ પામે ત્યારથી ક્રમશઃ માર્ગાભિમુખ થાય. મિથ્યાત્વની ગાંઠ
૫૨ વજપ્રહા૨ થાય.
પહેલું ગુણસ્થાનક એ પણ આત્માનો જબરદસ્ત પુરુષાર્થ. તેમાં પુદ્ગલ અને આત્મા સંબંધી ધ૨ખમ ફેરફાર શરૂ થઈ જશે.
સાધના કાળમાં જે કષ્ટો (પરિષહ-ઉપસર્ગો) ગુણની પુષ્ટિ કરે તે જ સહન કરવાનાં. પુદ્ગલનાં સુખ મેળવવાની સહજ આકાંક્ષા જ ખૂબ નુકસાનકારક છે, કર્મજન્ય સુખની નહિં.
વિકૃતિઓ મનનાં પરિણામથી જ આવે તેને નાબૂદ કરવાની અને પરમ શુદ્ધભાવ પણ મનનાં પિરણામોથી પ્રગટે. આમ, મન કર્મબંધ અને મોક્ષ બંનેનું કારણ છે. ક્રિયા પરિણામો સિદ્ધ કરવાનું સાધન છે. ક્રિયા બિનજરૂરી નથી! મોક્ષ માર્ગમાં આંતરિક પરિણામો જ કેન્દ્રસ્થાને છે. માટે ક્રિયાવાદને શુદ્ધ પરિણામવાદ સાથે સાંકળીને જ આચરવાનું છે.
અધિગમથી સમકિત પામનારા જીવો સંખ્યાત ગણા.
નિસર્ગથી સમકિત પામનારા જીવો અબજોમાં એક હોય.
***
*ગુણોનો અદ્વેષ એટલે ?
* તેનાથી તાત્ત્વિક વૈરાગ્ય પ્રગટે મુક્તિનો અદ્વેષ આવે.
-
-
-
ચરમાવર્ત કાળ
અપુનર્બંધક અવસ્થા, યોગની પ્રથમ
ભૂમિકા અર્થાત પહેલા ગુણસ્થાનકમાં જીવનો તાત્ત્વિક પ્રવેશ.
* મુક્તિની તાત્ત્વિક જિજ્ઞાસા
ચરમયથા પ્રવૃત્તિકરણ
* મુક્તિની તાત્ત્વિક ઈચ્છા પ્રગટે બોધિબીજની પ્રાપ્તિ-પ્રથમ યોગદષ્ટિ.
****************** 319 ******************
Page #348
--------------------------------------------------------------------------
________________
= આત્માનો વિકાસ ક્રમ
કદ અવ્યવહાર
રાશિ
કે
સ્ત્રી
વ
બાવાજી ,
વેશધારી
| માફક નગોદ
સાધુ
મોક્ષદ્વેષ સંસાર પ્રત્યેજ નિ),
પ્રમ,
અપુનર્જ,
દ માછીમારે જ
વજીવન મનુષ્ય,
કામો પણ મને આ
'સંસાર પણ ગમે
સદ વૈશધારી જ
દવ નસકોલી ના
જા મંત્રી દેવ ,
કેવલી : સયોગી
રમાપ્તમાં
મનુષ્યજીવન છે
ક પ્રવેશા કંસાર
:
પાઉપણામ
Hટ હાવી મચ્છર ,
અભિમુખમાપક
:
2ધક સબંધ,
લપક બ્રોસિસ
નીય
,
- જૈન સાધુ ચા -
શવનસ રાજા સંખ્યા
6
ધોડો ઊંટ નિગો
વેશધારી
પતિત માસા:
વિશિષ્ટઅપ્રમત
જે
સાધના સર્વવિલિ
બાદર
આપણા દેશવિરતિ
બગોદ ૬થી.
વેશધારી છે જેનસાધુ
ત્યાગી સર્વ વિચતિ
અ . ' - I porn kine HIC ALIR
WIC A gire
કલાસી બળદ,
છIDI) ૩૭ 9
સંસારયાગ.®,
વર્થ બાવાજી ના
bi
મનુષ્ય નારક
Janelle
5
De
.
9
re
હs
Be w
e
p૧
Iainie)
૨ be
Langlan
મુનિશ્રી નંદીઘોષ વિજયજી મહારાજ સાહેબે લખેલ જૈન દર્શન
ઉપસંહાર મોક્ષમાં મૌન જ છે. તેમા સુખ લાગવું જોઈએ. મોક્ષમાં નૃત્ય નથી, ભોજન નથી, માટે ભોજન-નૃત્ય વગેરે પ્રવૃત્તિમાં દુઃખનું ભાન થવું જોઈએ.
સિદ્ધ ભગવંતોએ મેળવવા લાયક બધું મેળવ્યું છે, છોડવાનું છોડ્યું છે, માણવા લાયક માણે છે, કરવાનું જ કરે છે! ત્યાં પરમ ગુણોનો વિલાસ છે! અરૂપી તત્ત્વદૃષ્ટિ કેળવવી પડે, આ બધાં સંવેદનની અપૂર્વ સ્થિતિને સમજવા માટે!
સમકિતી જીવ મોક્ષ માટે ઝૂરે તે સંવેગ!
મુક્તિની તાત્ત્વિક જિજ્ઞાસા પ્રગટાવીએ જે તલસાટ જગાવે! =================K ૩૧૮ -KNEF==============
Page #349
--------------------------------------------------------------------------
________________
રે
શુકલધ્યાન વડે કેવળજ્ઞાનની ક્રિયા
આત્માનું ઉર્ધ્વગમન ૧. મોહનીય કર્મની પ્રશાંત અથવા ક્ષીણ અવસ્થાનું અતિ સૂક્ષ્મ ધ્યાનનો પ્રથમ
ભેદ. પૃથકત્વ વિતર્ક સવિચાર (ભેદપ્રધાન ચિંતન વિચરણ સહિત) ધ્યાન. આ ધ્યાન વિચરણ સહિત હોવા છતાં એક દ્રવ્ય વિષયક હોવાથી મનને સ્થિર કરનારું છે. પરમાણુ આદિ જડ અથવા આત્મરૂપ ચેતન એવા એક દ્રવ્યમાં ઉત્પત્તિ, સ્થિતિ, નાશ, મૂર્તત્ત્વ, અમૂર્તત્ત્વ,આદિ અનેક પર્યાયોનું વિવિધ દૃષ્ટિબિંદુ વડે ભેદપ્રધાન ચિંતન તથા એક “યોગ' પરથી બીજા “યોગ” ઉપર અથવા શબ્દ ઉપરથી “અર્થ” ઉપર અને અર્થ પરથી “શબ્દ” પરનું ચિંતન. એકત્વ વિતર્ક અવિચાર ધ્યાન: એક જ પર્યાય ઉપર ચિંતન, વિચરણ વગરનું અભેદ પ્રધાન ધ્યાન ધ્યેયથી અભેદ થવાનું છે. મન, વચન, કાયા એ ત્રિયોગમાંથી એક જ યોગ પર પૂર્ણ અટલ રહી પ્રવર્તે. આ ધ્યાન અતિ પ્રખર હોય છે. આખા જગતનાં પદાર્થોમાં અસ્થિરપણે ભ્રમણશીલ મનને ધ્યાન વડે કોઈ એક અણુ પર્યાય પર લાવી સ્થિર કરાય છે. અહિં મોહ આવરણનો સંયોગ સર્વથા છૂટી જવાથી સમગ્ર જ્ઞાન-દર્શન
અતંરાય આવરણ હટી જાય છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. ૩. સૂક્ષ્મક્રિય ધ્યાન ઃ કેવળી ભગવંતનું મૃત્યુ સમયનું ધ્યાન છે. શ્વાસોચ્છવાસ
જેવી સૂક્ષ્મ જ શરીર ક્રિયા બાકી રહે છે. યોગનિરોધ'ના કાર્યક્રમમાં સૂક્ષ્મ
શરીર યોગના આશ્રયે વચન અને મનનાં સૂક્ષ્મ યોગોનો નિરોધ કરાય છે. ૪. સમુચ્છિન્નક્રિય ધ્યાન : અહિં આત્મ પ્રદેશોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
દેહ પવિત્ર - આત્માનું ઉર્ધ્વગમન. શુકલ ધ્યાનનાં પ્રથમ બે ભેદ છે. તેની સાધના વડે ફળ શું મળ્યું? ઉપયોગમાં સ્થિરતા આવી. યોગમાં સ્થિરતા આવી. મોહ આવરણનો સંયોગ સર્વથા છૂટી જવાથી કેવળજ્ઞાન.
Page #350
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાનનું સ્વરૂપ
કેવળજ્ઞાન પ્રગટે તેની પ્રક્રિયા ૧. વીતરાગ જ્ઞાન ૨. નિર્વિકલ્પક જ્ઞાન ૩. સર્વજ્ઞ જ્ઞાન આ ત્રણેય કેવળજ્ઞાનનાં ભાવોનો પ્રકાર છે. વીતરાગ જ્ઞાનઃ મતિજ્ઞાન એટલે વીતરાગ જ્ઞાનની વિકૃતિ. ૧૨મા ગુણઠાણે પણ સર્વજ્ઞ નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થયા પહેલાં અધિકારી નિર્વિકલ્પ દશા હોય છે. કારણ? છબસ્થતા છે. મતિજ્ઞાન હજુ ઊભું જ રહે છે. વિકાર વિકલ્પો દૂર થાય અને મતિજ્ઞાન અધિકારી બનતાં વીતરાગ પ્રગટે છે. હજુ આવરણો છે. છદ્મસ્થતા છે. આવરણ વિકલ્પ દૂર થાય એટલે નિરાવરણ થવાય છે, માટે જ્ઞાન અખંડ, અક્રમિક બને છે. વેદન વિકલ્પ દૂર થતાં સુખ, દુઃખ, વેદનનો અભાવ થતાં આનંદ વેદનમાં મગ્ન આત્માની અનુભૂતિ અનંતરસ વીતરાગતાને કારણે આવરણ અને વેદન વિકલપો હટે છે.
=================K ૩૨૦ -KNEF==============
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૪ ૩૨ ૫
૩૨૮
૩૩૦
વિભાગ-૧૧ ધર્મ કથાનુયોગ
શ્રદ્ધાંધ'નાં બે રાવનો મેઘકુમાર – ૧૦ શ્રેષ્ઠ શ્રાવકો અંતગડ' સૂત્રના મહારથી આત્માઓ ચંપક શ્રેષ્ઠિ, અનુપમાદેવી, મયણા-શ્રીપાળ, શ્રીયક, પ્રદેશી રાજા આદિ નમિ રાજર્ષિની કથા રાજા ગુણસેન અને અગ્નિશર્મા તાપસ કાર્તિક શેઠ અને ગરિક તાપસ
ત્રિશલા-દેવાનંદા • ભૂખનું દુઃખ – રોચક કથા
બાદશાહ અકબર તામલી તાપસ અને “પ્રાણમાં દીક્ષા મહેશ્વર દત્ત અને ગાંગીલા પુણ્ય એ શુભ કર્મ છે, મોહ નથી શ્રેણિક રાજાને સમ્યકત્વની પ્રાપ્તિ હાલરડું અને માતાઓ આગમના ઉદાહરણો આત્મા તરફ દૃષ્ટિ કરીએ સુભાષિતો ધન્ના અણગાર
૩૩૩
૩૩૪
૩૩૫
૩૩૮
૩૩૯
૩૪૧
૩૪૩ ૩૪૪ ३४७ ૩૫૪ ૩૫૫
૩૫૬
=====================૩૨ ૧ --------
-------------*
Page #352
--------------------------------------------------------------------------
________________
મહાવીર... મન મારૂં મોહ્યું રે મહાવીરમાં અહિંસાનાં આતમ એવા મહાવીરમાં... ભરત ચક્રવતી પુત્ર મહાવીરમાં ઋષભદેવના પૌત્ર મહાવીરમાં... મન..
નયસારના ભવે મુનિઓને ભોજન કરાવ્યું નવકાર મંત્રે સમકિત ધરાવ્યું વીરડાનું સીંચન કર્યું ભવરણમાં... મન મારૂં ખોયું રે મહાવીરમાં... મન...
મરિચિના ભવમાં ચારિત્ર વગોવાયું વાસુદેવના ભવે કાને સીસે રેડાવાયું સમકિત ઝળહળ્યું નંદન મુનિના ભવમાં
પુરૂષાર્થની બલિહારી રે જીન શાસનમાં. મન.. ઉપસર્ગો સહ્યાં તપ કરી કર્મો ખપાવ્યાં સમતાની ટોચે તીર્થકર પદ પાયા અનેકાંત દૃષ્ટિએ જીવોને ઉજાળ્યા ખોવાયું “શ્રદ્ધાંધ' મન “જીન મહાવીરમાં...
ભરત ચક્રવર્તી પુત્ર મહાવીરમાં અહિંસાના આતમ એવા મહાવીરમાં
“શ્રદ્ધાંધ” 16/05/2002
=================K ૩૨૨ -KNEF==============
Page #353
--------------------------------------------------------------------------
________________
ધ્યાન
મંદિરની અધખુલ્લી બારીમાંથી
રોકતો રહ્યો વરસાદની આવતી ભીનાશને...
ભગવાનના ધ્યાનમાં
કાચ પરનાં સરકતાં બિંદુઓ
દીપકની જ્યોત સમીપ આવી ભળ્યું સુરભીમય આકાશમાં..
જીવને વળગ્યું લાગણીનું ધુમ્મસ...! વરસાદ હવે ના અટકે તો સારું.... હું ખોવાઈ ગયો છું દીપકની બુઝાતી જ્યોતનાં અંતરમાં કશે ક્યાંક મોક્ષની કેડી પર? ધ્યાનમાં...!!!
શ્રદ્ધાંધ”
=================K ૩૨૩ -KNEF==============
Page #354
--------------------------------------------------------------------------
________________
મેઘકુમાર – ૧૦ શ્રેષ્ઠ શ્રાવકો જ આચારાંગ સૂત્રમાં સમજાવ્યું છે કે – નિર્જરાના હેતુને “ધૂત” કહેવામાં આવે છે. ધૂતવાદ એ કર્મનિર્જરાનો સિદ્ધાંત છે. શરીર, ઉપકરણો, સ્વજનો, પુત્ર-પુત્રી, માતા-પિતા, બંધુ આ બધા પર' છે. આ બધા પરથી “મમત્વ'નો ત્યાગ કરવાથી જ ધૂત સાધનાકર્મનિર્જરા થાય છે. (૧) પૂર્વગ્રહો છોડી સ્વજનો પ્રત્યેના મમત્વ ભાવમાં પ્રકંપન. (૨) કર્મ ધૂત-કર્મ પુદ્ગલોમાં પ્રકંપન, (૩) શરીર-ઉપકરણ ધૂત, (૪) ગોરવ ધૂત અને (૫) ઉપસર્ગ ધૂત.
ભગવતી સૂત્રઃ રચનાકાર શ્રી સુધર્માસ્વામી જ્ઞાતા ધર્મકથા સૂત્રઃ આચારાંગ સૂત્ર બાળપોથી છે તો જ્ઞાતા ધર્મકથા સૂત્ર વૈરાગ્ય પોથી છે. આ સૂત્રના દરેક અધ્યયન સુખશીલતા, કામભોગ, વિષય કષાય, મોહ, પ્રમાદને ઘટાડી સંયમમાં સિથરતાનાં
પાઠ ભણાવે છે. મેઘકુમારના ૩ ભવમાં પગની વિશેષતા :
સુમેરૂભ હાથીના ભવમાં પરવશપણે કાદવમાંથી પગ ઊંચકી શકતો
નથી. જ મેરૂપ્રભ હાથીના ભાવમાં સ્વવશે સસલા પર પગ મૂકતો નથી. જ મેઘકુમાર-મેઘમુનિના ભવમાં સ્થવીરોના પગની ઠોકર અને પગની રજ
સહન થતી નથી. જ ઉપાસક દશાંગ સૂત્રઃ ધનસંપન્ન, સમૃદ્ધ અને વૈભવશાળી શ્રાવકોની આચાર
સંહિતા, સીમિત પરિગ્રહવાળા, નિવૃત્ત થતાં સંયમ સ્વીકારનારા હતા.
૧૦ શ્રાવકો : આનંદ, કામદેવ, ચુલની પિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક, સકડાલપુત્ર, મહાશતક, નંદિની પિતા અને શાલિહી પિતા.
ધર્મ કરનાર વ્યક્તિને પ્રતિકૂળતા આવતી નથી, તેમ નથી. પરંતુ ધર્મશ્રદ્ધા =================K ૩૨૪ -KNEF==============
Page #355
--------------------------------------------------------------------------
________________
એ વ્યક્તિને પ્રતિકૂળતામાં સહન કરવાની ક્ષમતા અને સમજણ આપી ધર્મમાં દૃઢ બનાવે છે. શ્રાવકો દઢધર્મી અને પ્રિયધર્મી હતાં.
સુરાદેવ શ્રાવક રોગ ઉત્પન્ન થવાની ધમકીથી ચલિત થયા, પણ પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત્ત કર્યું. ચુલ્લશતક શ્રાવક સંપત્તિ વેરવિખેર કરવાની ધમકીથી ચલિત થયા, પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત્ત કર્યું. ઉદાહરણોનો સાર આ છે :
શરીર, સંબંધ અને સંપત્તિ મનને અસ્થિર કરે છે” એ નબળી કડી છે. જ નિયતિવાદ વ્યવ્હારમાં અનુચિત જ છે ?
સકલાલ પુત્રની માટી પલાળવાથી ભઠ્ઠીમાં વાસણ પકાવવા સુધીની બધી જ ક્રિયા પુરુષાર્થ જન્ય જ છે. એવું મહાવીર ભગવાને સમજાવ્યું અને સર્વ ભાવો નિયત જ છે તેનું ખંડન કરી બતાવ્યું.
વ્યવ્હારિક જીવનમાં નિયતિવાદને સ્વીકારવો ઉચિત નથી. નિયતિવાદ સ્વીકારવાથી વ્યક્તિ નિષ્ક્રિય બની પ્રમાદી બની શકે છે. “જે થવાનું હશે તે થશે” તે વિચાર વડે કે શ્રદ્ધા વડે કાર્ય થતું નથી. એકાંતવાદને ન સ્વીકારતાં પાંચ સમવાય-કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ સ્વીકારવાનું સર્વ પ્રકારે સંગત છે.
સાધુનો મહાવ્રત સ્વીકાર,રત્ન ખરીદવા બરાબર કહ્યો છે. શ્રાવકનો ૧૨ વ્રત સ્વીકાર સોનું ખરીદવા બરાબર કહ્યો છે. શક્તિ અનુસાર ખરીદો.
અંતગડ સૂત્રના મહારથી આત્માઓ ૯૦ અધ્યયનોમાં ૯૦ જીવોના અધિકાર છે. ૫૧ ચરિત્ર રરમા તીર્થંકર અરિષ્ટનેમિના શાસનના અને ૩૯ ચરિત્ર મહાવીર સ્વામીના શાસનના છે. ૫૧ ચરિત્રમાં કૃષ્ણ વાસુદેવના પરિવારજનો છે, જેમ તેમના ૧૦ કાકા, ૨૫ ભાઈ, ૮ પત્ની, પુત્રવધૂ, ૪ ભત્રીજા, ૨ પુત્ર અને ૧ પૌત્રનો સમાવેશ થાય છે. ભગવાનના સમવરસણમાં આવે, ધર્મ શ્રવણ કરે, માતા પિતાની આજ્ઞાથી દીક્ષા લે, જરા-મરણની અગ્નિમાં માનવજીવન ભસ્મ થાય તે પહેલાં અગુરુલઘુ આત્માને બચાવે, મુનિવેશ =================K ૩૨૫ -KNEF==============
Page #356
--------------------------------------------------------------------------
________________
>>>;
ધારણ કરી, અંતિમ સમયે સંલેખના કરી અંતિમ શ્વાસોચ્છવાસ દ્વારા આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે.
આ મહાત્માઓ ચરમ શરીરી હોય એ જ ભવમાં મોક્ષે જાય. અંતકાળે અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ધર્મદેશના દીધા વિના જ મુક્તિ મેળવી લે. અંતગડ સૂત્ર એટલે સંસારનો સંપૂર્ણ અંત કરાવતી અંતઃકરણની યાત્રાના અધ્યયનો.
ચંપક શ્રેષ્ઠી : ‘અનુબંધ'ને સમજાવતું ખૂબ સરસ દૃષ્ટાંત.
ધન્યપુર નગર, ચંપક શ્રેષ્ઠી ધર્મિષ્ઠ, વ્રતધારી શ્રાવક. દ૨૨ોજ પ્રતિક્રમણ,પર્વના દિવસે પૌષધ. ત્યારબાદ ગુરુ મહારાજને ભાત-પાણીનો લાભ દેવા વિનંતી.
ગોચરીનો સમય થાય એટલે વળી વિનંતી કરવા જાય. ગોચરી વહોરે પછી ત્રિવિધ વંદના કરતો સાધુ જે ન વહોરે તે પોતે પણ ખાય નહીં. ચુસ્ત પણે આચારો પાળતો.
અંતરના ઉમળકાથી સાધુ ભગવંતને વહોરાવતો. એક દિવસ સાધુને ઘી વહોરાવતાં ધારા પાત્રમાં પડે જતી હતી, ચંપક શ્રેષ્ઠી તન્મય હતો અને અનુત્તર વિમાનની ગતિનો બંધ બાંધી રહ્યો છે એમ જોઈ રહ્યા હતા.
સ્વભાવ અંતે માણસનો, ભાવધારા તૂટી. પાત્ર ઘી થી ભરાઈ ગયુ જોયું. આ સાધુ છે કે કોણ? સમજતા લાગતા જ નથી, ના યે કહેતા નથી.
તે
આમ કેમ નીચે પટકાયા ? સાધુ બોલ્યા, શ્રેષ્ઠીને સમજ ના પડી. પૂછ્યું નીચે ? હું તો અહીં જ ઊભો છું.
સાધુએ સમજણ આપી સોના જેવું દાન કરતા હતા ને લાંછન લગાવ્યું. દાન સમયે ભાવ ચડતા જ રહેવા દેવા જોઈએ. દેવલોકની ઉચ્ચ ગતિને અટકાવી બેઠા.
ભયંકર પશ્ચાતાપ, ગુરુ પાસે આલોચના માંગી મૃત્યુ થતાં ૧૨મા દેવલોકે. દાનમાં કદી પણ અતિચાર ના લાગે નહીંતર સુખ અલ્પ જ મળે. પુણ્ય ના મળે પછી મોક્ષની તો વાત જ ક્યાં?
****************** 32€ ******************
Page #357
--------------------------------------------------------------------------
________________
>>>;
દૃષ્ટાંતો : બધાં માટે બધું જ શક્ય છે.
તેજપાળનાં પત્ની અનુપમાદેવી મહાવિદેહમાં જન્મ્યાં, ત્યાં દીક્ષા લઈને કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યાં છે. આયુ પૂર્ણ થતાં મોક્ષે જશે.
܀
*
સંસારી શિષ્ય કુમારપાળના માત્ર ૩ જ ભવ કહ્યાં છે.
બ્રાહ્ય રીતે ગૃહસ્થપણામાં રહેલા કૂર્માપુત્ર, આંતરિકપણે ઉંચી કક્ષાને સ્પર્શીને કેવળજ્ઞાન પામ્યા છે. કેવળી તરીકે છ મહિના તેમણે માતા-પિતાની સેવા કરી. એમના કેવળજ્ઞાનની ખબર ના પડી.
અચ૨માવર્તમાં સંસાર જ ગમે, મોક્ષ ના જ ગમે. નિયતિ પાકી. ચરમાવર્તમાં સંસાર પણ ગમે, મોક્ષ પણ ગમે. પુરુષાર્થ કર્યો.
અર્ધ ચ૨માવર્તમાં સંસાર ન જ ગમે, મોક્ષ જ ગમે. પહેલાં ભગવાન પછી આખી દુનિયા. નવકાર ગણવા જ ગમે. પૈસા ગણે ખરા પણ ગણવા જેવા તો ના જ માને. ગુરુ મહારાજ ગમે. ઘરવાળી સાથે રહે તો પણ સાથે રહેવું સારું ના જ માને!
મયણાને શ્રીપાળે લગ્ન પછી રાત્રે પૂછ્યું, કાલે સવારે શું કરીશું? મયણાએ એમ ના કહ્યું, વૈદ્યરાજ પાસે જઈ કોઢ મટાડીએ કે મામાને ત્યાં જઈ આશરો લઈએ કે બહેનપણીના ઘરે વસીએ. મયણાએ કહ્યું, “કાલે સવારે સૌ પ્રથમ ભગવાન ઋષભદેવના દર્શનાદિ કરીશું.'' મયણા-શ્રી પાળને ભગવાન પહેલા હતાં. આપણે ? ભગવાનનો નંબર છેલ્લે.
અર્ધપુદ્ગલ પરાવર્તમાં પ્રવેશવું હોય તો, પ્રથમ નંબર દેવ-ગુરુ-ધર્મનો. ગુણો તરફ આકર્ષણ. સંસાર પ્રત્યે અણગમો પેદા કરવાના પ્રયત્નો.
શ્રીયકે, બહેન સાધ્વી યક્ષાના કહેવાથી ઉપવાસ કર્યો, મૃત્યુ પામ્યો. (સ્થૂલભદ્રની સાત બહેનોમાંની એક)
વિજ્ઞાનનો પાયો : પદાર્થો, ધર્મનો પાયો : આત્મા.
****************** 320 ******************
Page #358
--------------------------------------------------------------------------
________________
રસોડામાં જમવાનું પછી પચાવવાનું ૨૪ કલાક ચાલે. દહેરાસરમાં ધર્મક્રિયા પછી ધર્મ પચાવવાનો પણ ૨૪ કલાક?
તત્ત્વજ્ઞાનની સ્પર્શના થાય તે માટે આત્માને પૂર્ણ શ્રદ્ધાથી સ્વીકારવો જોઈએ. રાય પસ્મણીય સૂત્ર-આગમમાં કેશી ગણધર-પ્રદેશી રાજાનો સંવાદ આવે છે.
પ્ર. આત્માને માનતો નથી. પેટીમાંથી માણસનું મડદુ મળ્યું પણ છિદ્રો કેમ નહીં? કેશી શંખનો અવાજ છિદ્ર પાડ્યા વગર પણ બહાર જાય જ છે ને?
પ્ર. પેટીમાં મડદુ મળ્યું સાથે કીડાઓ પણ. તે કેવી રીતે છિદ્ર પાડ્યા વગર અંદર ઘૂસી ગયા? અગ્નિ લોખંડના ગોળામાં પ્રવેશે છે તેમ.
મૂળ સંદેશો : સાચી વાત જાણવા મળે તો ગ્રહણ કરવી જ જોઈએ.
કઠોર ભાષા : આત્માની કોમળતાને હણે છે. શાક કાપી આપું નહીં, શાક સમારી આપું, સાબુના ટુકડા આપો નહીંસ સાબુનો ભાગ આપો. ભગવાને મારા પતિને માર્યા આદિ.
જે વીતરાગ પરમાત્માની સન્મુખ થાય, શ્રદ્ધામયી બને તેને અપૂર્વ લાભ થાય જ. “તિષ્પરા મે મસિયતુ'. સૂર્ય ઠંડી પણ ઉડાડે અને બાળે પણ. વિધિસહિત જો ક્રિયા કરીએ તો જ ફળ મળે!
નમિ રાજર્ષિની કથા – વિજય લક્ષ્મીસૂરિ વિરચિત “ઉપદેશ પ્રાસાદ'માંથી.. અવન્તિ દેશ, સુદર્શન : નગર, રાજા : મણિરથ, નાનો ભાઈ યુગબાહુ, પત્ની : મદનરેખા.
મદનરેખા અતિ સ્વરૂપવાન હતી. તેને ચંદ્રયશા નામે પુત્ર હતો. યુગબાહુનો મોટોભાઈ રાજા મણિરથ મદનરેખાનાં રૂપમાં કામાતુર બન્યો. તેણીને મેળવવા યુગબાહુનો ઘાત કર્યો.
મદનરેખા જ્યારે ગર્ભવતી હતી ત્યારે યુગબાહુને મારી નાખ્યો. શીલ સંભાળવા જંગલમાં ગઈ, ત્યાં પુત્ર જન્મ થયો જે આગળ જતાં નમિ રાજર્ષિ થયો.
=================K ૩૨૮ -KNEF==============
Page #359
--------------------------------------------------------------------------
________________
મદનરેખાએ પુત્રની આંગળીમાં પતિના નામની મુદ્રિકા પહેરાવી, રત્ન કંબલમાં વીંટી, નજીકના સરોવરમાં દેહશુદ્ધિ માટે ગઈ ત્યાં હાથીએ અદ્ધર ઉછાળી. આકાશમાં વિહરતા “મણિપ્રભ” નામના વિદ્યાધરે ઝીલી લીધી. અવધિજ્ઞાનથી નવજાત બાળકને રાજા પારથે પુત્રરહિત પ્રિયાને સોંપ્યો છે કહી શાંત્વન આપ્યું અને પોતાને પતિ તરીકે અંગીકાર કરવા કહ્યું. મદનરેખાએ પ્રથમ નંદીશ્વરની જાત્રા કરાવવા કહ્યું.
વિદ્યાધર અને મદનરેખા “મણિચૂડ' નામના રાજર્ષિ જે ચક્રવર્તી હતા તેને વંદન કરી બેઠાં ત્યાં પાંચમા દેવલોકે ઉત્પન્ન થયેલ યુગબાહુ અવધિજ્ઞાનના બળે આવ્યો. દેવ યુગબાહુનો જીવ) મદનરેખાને મિથિલા નગરીમાં મૂકી આવ્યો, જ્યાં તેનો જીવ પુત્ર નમિકુમાર યુવાવસ્થા પામી ૧૦૦૮ સ્ત્રીઓનો પતિ થયો હતો. મદનરેખા ત્યાં સ્વસ્થ ચિત્તવાળી થઈ.
નમિકુમારનો પદ્મરથ રાજાએ રાજયાભિષેક કરાવી દીક્ષા ગ્રહણ કરી. નમિરાજાએ હાથી ભાગી ગયો હતો તે ચંદ્રયશા પાસેથી પાછો મેળવવા ચંદ્રયશાના રાજ્ય પર ચડાઈ કરી. જો કે તે જાણતો ન હતો કે ચંદ્રયશા એનો મોટો ભાઈ છે. પિતાની મુદ્રિકા જોતાં નિશ્વય થયો, મદનરેખા રાજી થઈ, મોટાભાઈ ચંદ્રયશાએ નમિકુમારને રાજય સોંપ્યું અને દીક્ષા લીધી.
એક વખત નમિરાજાના દેહમાં છ માસ સુધી રહે તેવો દાહજ્વર થયો. રાણીઓ અંતિમ ઉપાયમાં ચંદન ઘસી આપતી હતી. અનેક કંકાણવાળા રાણીઓના હાથ ચંદન ઘસવાને કારણે બહુ શબ્દ કરવા લાગ્યા તે નમિરાજા સહન કરી શકતા નહોતા. રાણીઓએ ફકત એક કંકણ રહેવા દીધું અને ચંદનનો લેપ ચાલુ રાખ્યો. રાજાને થયું કે અવાજ કેમ નથી આવતો, લેપ બંધ કર્યો હશે કે શું? તથ્ય જાણતાં સમૂહમાં કંકણ જો કેવો અવાજ કરતા હતા અને એકાકિ કંકણ કેવું શ્રેષ્ઠ છે. વિચારના મંથનમાં ચરિત્ર મોહનીયનો બંધ તૂટ્યો.
નિદ્રાવશ થતાં પોતાને મેરૂ પર્વત પર જોયો. જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વ ભવ દીઠો. પોતે અગણિત પુણ્યવાળુ ચરિત્ર પાળવાથી અનુત્તર વિમાનમાં દેવતા થયો હતો =================K ૩૨૯-KNEF==============
Page #360
--------------------------------------------------------------------------
________________
ત્યારે મેરૂપર્વત જોયો હતો વગેરે. મિરાજાને ચારિત્ર લેવાની ઉત્કટ ઈચ્છા થઈ, પ્રવજ્યા ગ્રહણ કરી ઘરેથી નીકળ્યા.
ઈન્દ્રને નમિરાજાના સત્ત્વની પરીક્ષા કરવાનું મન થયું. બ્રાહ્મણનું રૂપ લઈ પ્રશ્નો કર્યા, તમારું અંતઃપુર બળે છે, નગ૨માં અગ્નિ લાગ્યો છે, તો સર્વને સુખી કરી પછી વ્રત કેમ નથી લેતા ? હાલ, તમારું અંતઃપુર બળી રહ્યું છે. પ્રવજ્યા દયા પાળવા માટે છે.
પ્રત્યેકબુદ્ધ નમિ રાજર્ષિ બોલ્યા : “હું સુખે વસુ છું, સુખે જીવું છું. કેમકે મારું કંઈ પણ નથી, મિથિલા નગરી બળે છે તેમં મારું કાંઈ બળતું નથી.'' ઉત્તરાધ્યયન સૂત્રની અનેક યુક્તિઓથી મુનિએ વિપ્રને નિરુત્તર કર્યો ત્યારે ઈન્દ્રે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી પ્રણામ કર્યા, સ્તુતિ કરી.
ग्रहो ते निज्जिओ कोहो, अहो माणो पराजिओ, अहो तिरक्कयां माया, अहो लोहो वसं किओ ।।
અર્થ : અહો, તમે ક્રોધને જીતી લીધો છે. અહો તમે માનનો પરાજય કર્યો છે. અહો, તમે માયાનો તિરસ્કાર કર્યો છે. અહો, તમે લોભને વશ કરી લીધો છે. સ્તુતિ કરી ઈન્દ્ર સ્વર્ગે ગયા અને નમિ રાજર્ષિ અનુક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષ પામ્યા.
નમિ રાજર્ષિએ ઈન્દ્રની અનેક યુક્તિઓ સામે ધર્મનો ત્યાગ ન કર્યો તેથી જ્ઞાતા સૂત્રમાં મહાવીર ભગવાને તેમની પ્રશંસા કરી છે, એવા નમિ રાજર્ષિ આપણને સુખને અર્થે થાઓ.
રાજા ગુણસેત અને અગ્નિશર્મા તાપસ
પ.પૂ. કીર્તિયશસૂરિજી - ‘સાધુ સંતો પ્રત્યેનું ઉચિત આચરણ'માંથી રાજકુમા૨ ગુણસેને અગ્નિશર્માની પારાવાર વિડંબના કરી હતી, છતાં તાપસ અગ્નિશર્મા ગુણસેનને કલ્યાણ મિત્ર માનતા.
ક્ષમા, નમ્રતા, તપ, ત્યાગ, તિતિક્ષા આદિ પોતાનાં ગુણોનાં મૂળમાં ગુણસેનકુમા૨ને અગ્નિશર્મા તાપસ માનતા હતાં.
****************** 330 ******************
Page #361
--------------------------------------------------------------------------
________________
વર્ષો વિત્યા. રાજકુમાર ગુણસેન રાજા બન્યા. ખબર પડી કે એક આશ્રમમાં મહા તપસ્વી તાપસ છે. દર્શન કરવાની ઈચ્છા થઈ, અગ્નિશર્માના દર્શન થયા.
રાજા ગુણસેને, દુષ્કર તપ અને વ્રત લીધાનું નિમિત્ત શું? એવો પ્રશ્ન કર્યો. જવાબમાં અગ્નિશર્મા કહે છે : બીજા તરફથી પરાભવ, કદરૂપતા, દરિદ્રતાનું દુઃખ અને રાજપુત્ર ગુણસેન બધાં જ મારા વૈરાગ્યમાં નિમિત્ત બન્યા છે. પ્ર. રાજપુત્ર ગુણસેન કલ્યાણમિત્ર કેવી રીતે બન્યો? (ગુણસેન) જ. અગ્નિશર્માએ ગુણસેનને કુમાર અવસ્થાનો વૃત્તાંત યાદ કરાવ્યો. (અગ્નિશર્મા) પ્ર. ભગવંત, હું જ એ ગુણસેન છું, મેં તો તમને પારાવાર વિડંબણા કરી છે, હું
કલ્યાણ મિત્ર કઈ રીતે? જ. તમે રાજન, વિડંબણા કરી ન હોત તો મેં નગર છોડ્યું ન હોત. પછી કુલપતિ
મળ્યા તે ન મળત, મેં આ માર્ગ સ્વીકાર્યો ન હોત, સાધના કરી ન હોત, માટે
જ તમે કલ્યાણમિત્ર છો. પ્ર. ગુણસેને પૂછ્યું, ભગવંત આપનું પારણું કયારે આવે છે? જ. ૫ દિવસ પછી.
ગુણસેને કહ્યું, આપનાં સપનાં પારણાનો લાભ મને આપો. જ. એ દિવસને હજુ વાર છે, કોણ જાણે છે પાંચ દિવસના ગાળામાં શું થશે? છે. જો કોઈ વિઘ્ન ન આવે તો મને લાભ આપશો? જ. તમારો આગ્રહ છે તો તમારી પ્રાર્થનાનો હું સ્વીકાર કરું છું.
ગુણસેનના મનમાં કોઈ પાપ ન હતું પરંતુ પારણાંના દિવસે જ અસહ્ય દુઃખાવો શરૂ થયો. રાજા પરિવારના સહુ આકુળ-વ્યાકુળ હતા. રસોઈયા, મંત્રીઓ, સેવકો બધા ચિંતામગ્ન. અગ્નિશર્મા તાપસ રાજાના આંગણેથી કોઈએ સત્કાર કર્યો નહી તેથી કશું બોલ્યા વગર પાછા ફર્યા. આશ્રમે ગયા અને બીજા મહિનાનાં ઉપવાસ સ્વીકારી, વળી સાધનામાં.
ગુણસેન સ્વસ્થ થતાં તાપસની માફી માંગવા ગયા અને ફરી પારણાંના લાભની
=================K ૩૩૧ -KNEF==============
Page #362
--------------------------------------------------------------------------
________________
વિનંતી કરી. વળી બીજીવાર યુદ્ધમાં જવાનો વારો આવ્યો. તાપસ વગર પારણે પાછા ગયા. ત્રીજીવાર પણ આવું જ કંઈ બન્યું. ક્ષમા આપતા જ રહ્યા, ગુણસેનને.
જ્ઞાનીઓએ એ ક્ષમાને ભારેલા અગ્નિ જેવી કહી છે? અગ્નિશર્મા કષાયો વડે ઘેરાયા. ત્રણ ત્રણ વખત ગુણસને આવું કેમ કર્યું? ફરી વિડંબણા કરવા જ કર્યું હશે. આવું વિચારી નિયાણું કરી બેઠા. મારા તપનું જો કંઈ ફળ હોય તો ભવોભવ હું આ રાજાને મારનારો બનું.
અનંતાનુબંધી ક્રોધ સંજ્વલન જેવો દેખાતો હતો. નિમિત્ત ના મળ્યું ત્યાં સુધી ઉપશાંત થઈ દબાયેલો રહ્યો. નિમિત્ત મળતાં ભડકે બળ્યો, ભારેલા અગ્નિની જેમ.
અનંતાનુબંધી ક્રોધ આદિને કારણે (અગ્નિશર્મા જેવા તાપસનાં) સર્વ ગુણો ઉન્માર્ગે લઈ જનારા બને છે. એની સરળતા પણ ઉન્માર્ગે લઈ જાય, જ્ઞાન વૈભવ પણ ઉન્માર્ગે લઈ જાય અને એનો બોધ પણ ઉન્માર્ગે લઈ જનારો બને છે. જ કાતિર્ક શેઠ અને ગરિક તાપસ :
સૌધર્મ દેવલોકના ઈન્દ્રનો પૂર્વભવ એટલે કાર્તિક શેઠ. કલ્પસૂત્રનાં પ્રવચનોમાં કાર્તિક શેઠની વાર્તા આવે છે. જ સમ્યગ્દષ્ટિ કાર્તિક શેઠ પોતાના સમકિતને નિષ્કલંક રાખતાં.
ગોરિક તાપસ મિથ્યાદૃષ્ટિ પણ સમગ્ર ગામ એનો પૂજા-સત્કાર કરતું. કાર્તિક શેઠ કદીય તેનો સત્કાર આદિન કરતા એનો એને કાયમ રંજ રહેતો. ગૌરિકે એકવાર મોટો તપ કર્યો. રાજાને વિનંતી કરી, કાર્તિક શેઠ ભોજન પીરસે તો જ હું પારણું કરું. રાજાએ કાર્તિક શેઠને આજ્ઞા કરી, ગરિક ખુશ થયો. જાણે શેઠનું નાક કાપ્યું. આ કાર્તિક શેઠનું મનોમંથન, મારો કેવો પ્રમાદ કે હું સંસારમાં રહ્યો. સંસાર
છોડી ના શક્યો માટે મિથ્યાત્વી ઐરિકનો અનુનય કરવો પડ્યો. રાજાની આજ્ઞાને આધીન રહેવુ પડ્યું વગેરે.
આવી વિચારધારાને કારણે કાર્તિક શેઠે એ કાળે મુનિસુવ્રત પ્રભુ હતા ===== ==========૩૩૨ ==================
Page #363
--------------------------------------------------------------------------
________________
તેમની પાસે સંયમ સ્વીકારી, દ્વાદશાંગી શ્રુતનો અભ્યાસ કરી, સંલેખના
આદિ દ્વારા કાળધર્મ પામ્યા, ઈન્દ્ર બન્યા. ધ્યાનમાં રાખવા જેવું : ગુણ કોને કહેવાય? તાત્ત્વિક ગુણ એટલે શું? આત્મવિકાસ તાત્ત્વિક ગુણના સહારે જ થાય કે અતાત્ત્વિક ગુણનાં સહારે? બગલો પણ ધ્યાન તો ધરે જ છે, તેને ગુણ કહેવાય? ધંધો જમાવવા નીતિ પાળે તો એ ગુણ કહેવાય? ઉદ્દેશ જો કામ અને અર્થ માટે હોય તો ધર્મક્રિયા પણ ગુણ ના કહેવાય.
ત્રિશલા-દેવાનંદા
ધર્મકથાનુયોગ (ભગવતી સૂત્ર : ભાગ-૨) ત્રિશલા માતાએ પૂર્વ ભવમાં ખૂબ જ સાતાવેદનીય કર્મ બાંધ્યું હતું જેને લીધે જિંદગીની છેલ્લી ક્ષણ સુધી તેમને બધી જ રીતે સાતા રહી હતી.
દેવાનંદાએ જેઠાણી રૂપે પૂર્વ જન્મમાં દેરાણી (ત્રિશલા)ને રોવડાવી, માર મારી, દેવર પાસે માર ખવડાવી ખૂબ શોક, સંતાપ અને કષ્ટ આપવા દ્વારા ભયંકર અસતાવેદનીય કર્મ બાંધ્યું હતું જે દેવાનંદાના ભાવમાં ભોગવવું પડ્યું.
આયુષ્ય કર્મ: કીડીને ના મારનારો હું જો બિલાડી બનું તો ઉદર કે કબૂતરને ફાડ્યા વિના ના રહી શકું ! મારી જીવરક્ષાની બધી સાધના જાણે નકામી થઈ જશે.
પૂર્વ ક્રોડ વર્ષ સુધી ઊંચું સંયમ પાળનારો, માસ ક્ષમણ આદિ તપ કરનારો સાધુ આયુષ્ય બાંધતી વખતે થાપ ખાઈ ગયો તો મોક્ષે જવાના બદલે પછીના ભાવમાં દેવ કે માનવ મટીને ચંડકોશીયો નાગ બન્યો!
ના, આપણે આવી ભૂલ નથી કરવી. અનશની શ્રાવકને છેલ્લે બોર જોઈને તેમાં આસક્તિ થઈ (મરણ સમયે) મરીને બોર બન્યો.
રાણીના લાંબા અને લીલા લસક વાળમાં આસક્ત બનેલો રાજા રાણીનાં જ વાળમાં “જૂ' થઈને જન્મ્યો.
Page #364
--------------------------------------------------------------------------
________________
ભૂખનું દુઃખ – રોચક કથી ભૂખના દુઃખને તપથી નિર્જરી શકાય છે એનું દૃષ્ટાંત રોચક રીતે આશ્ચર્ય ઉપજાવે છે.
કૌરવ-પાંડવના યુદ્ધમાં કોરવ વંશનો નાશ થયો. પોતાનાં ૧૦૦ પુત્રોના મરણના દુઃખથી દુઃખી થયેલી ગાંધારીએ એવું રૂદન-આકંદન કર્યું છે કે, દિશાઓ રડી ઊઠી. સુંદર અને બહાદુર રાજકુમારોનાં જવાનજોધ શરીરની ન કલ્પેલી માઠી દશા થઈ હતી. રોઈ રોઈ, હિબકાં ભરી ભરીને થાકી ગયેલી ગાંધારીને કલાકોનાં રૂદન પછડાટ પછી એવી ભૂખ લાગી કે રહી ન શકી. આસપાસ જોયું, ત્યાં રણાંગણમાં શું હોય? દૂર એક આંબાનું ઝાડ જોયું. આમ્રલૂમ સોનાનાં ઝૂમખાની જેમ લટકતી હતી ને સુગંધ વરસાવતી હતી. ગાંધારી અહીં આવી. બાજુમાં કયાંય પથ્થરોય નહોતો કે ફેંકી કેરી નીચે પાડે. કૂદકા માર્યા પણ હાથ પણ ન પહોંચ્યો. છેવટે ભૂખી અને થાકેલી રાજમાતા, પોતાનાં સંતાનોનાં શબને ખેંચી લાવે છે ને ઢગલો કરી, કેરી લેવા ઉપર ચડે છે. જાણો છો આ ભૂખનું દુઃખ?
પરમ કૃપાળુ, નિગ્રંથ ઘોર તપસ્વી પરમાત્માએ આચરેલા, ઉપાસેલા ઉગ્ર તપને અનેક પુણ્યવંતા કરી ગયા અને હાલ કરે છે. તપથી રોગો, સંતાપો અને કર્મોનો નાશ થાય. લબ્ધિ, સિદ્ધિની પ્રાપ્તિ થાય. ભગવાન કહે છે, તમે પણ બ્રાહ્ય-અત્યંતર તપ કરજો. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, આ છે એ પ્રકારે તપ કરજો.
(માલકૌંસ) મને મહાવીરના ગુણ.. અનશન ઉણોદરી વૃતિસંક્ષેપ, રસત્યાગ સંલીનતા કાયકલેષ; ષટુ બાહ્ય તપનો મહિમા વિશેષ, કરાવે આંતર તપમાં પ્રવેશ. પ્રાયશ્ચિત વિનય વૈયાવચ્ચ, સ્વાધ્યાય ધ્યાન અને કાયોત્સર્ગ; ષટું આંતર તપનો મહિમા વિશેષ, છોડાવે અંતમાં રાગ ને દ્વેષ. જે જાણે તપનાં આ બાર ભેદ, તે માણે નિર્જરા કર્મનો છેદ;
જાયે જીવનો ભવોભવનો મેદ, દ્વાદશ તપનો છે મહિમા વિશેષ. “શ્રદ્ધાંધ’ =================K ૩૩૪ -KNEF==============
Page #365
--------------------------------------------------------------------------
________________
બાદશાહ અકબર અકબર રાજાનું દષ્ટાંતઃ પ્રેરણાપત્ર, વર્ષ ૧૮, અંક ૯, ડિસે. ૧૬, ૨૦૧૧
સત્ ચરિત્રો સાંભળવા જોઈએ. અનંત ઉપકારી, અનંત કલ્યાણકારી ભગવાન હરિભદ્રસૂરીશ્વજી મહારાજે લલિત વિસ્તરા” ગ્રંથમાં, જીવનાં ચરમાવર્તમાં પ્રવેશ પછી આધ્યાત્મિક વિકાસાર્થે કર્તવ્ય સ્વરૂપ ગુણોનું વર્ણન કર્યું છે.
ચરમાવર્તી જીવનો યોગમાર્ગમાં પ્રવેશ થાય તે માટે આર્ય સંસ્કૃતિમાં શ્રવણનો અપૂર્વ યોગ મૂકવામાં આવ્યો છે.
પારાયણોમાં વાંચન, કથા શ્રવણ માટે હજારો, લાખો લોકો આવે તેના
માટે બધી વ્યવસ્થાઓ ઊભી કરાય છે. જ જીવનમાં શ્રવણ દ્વારા શાંતિ અને સમાધિ લાવવા પ્રયત્નો કરે છે. જિન શાસનમાં દરેક જૈન માટે વ્યાખ્યાનનું શ્રવણ કર્તવ્ય તરીકે મૂક્યું છે. સવારે બે કર્તવ્યોમાં, એક પૂજા અને બીજું વ્યાખ્યાન શ્રવણ કરવામાં પ્રવચન શ્રવણને પ્રધાન કર્તવ્ય કહ્યું છે.
ક્યાંક પ્રવચનના સમયે પૂજા કરવાનો નિષેધ પણ કરાય છે. આમ કરવાનો પ્રશસ્ત હેતુ એ જ છૂપાયેલો છે કે, જિનવાણી મનમાં જશે તો જીવનમાં ધર્મનાં બીજ રોપાશે. પ્રવચન શ્રવણ બાદ પ્રભાવનાની વ્યવસ્થા પણ કરાતી હોય છે. પ્રભુની દેશના, દેવો રચિત સમવસરણમાંથી પ્રસારિત કરાય છે. દેવદુંદુભીનો નાદ કરી જનતાને જગાડવામાં આવે છે. જૈનોનાં ઉપાશ્રયો વૈભવમય હોય છે જે સમોવસરણની યાદ અપાવે. આ બધું જોઈ હૃદયમાં
આનંદ થવાથી ધર્મબીજ, યોગબીજ અને સમ્યકત્વ બીજનું આધાન થાય છે. જ પ્રભાવના બાળજીવોને આકર્ષવા કરાય છે. એકાંતે ક્યારેય ન કહેવું કે,
લાલચ આપી ધર્મ તરફ આકર્ષવા માટે પ્રભાવના કરી.
ટૂંકમાં, જીવનમાં ધર્મ લાવવા, મહાપુરુષોના ચરિત્રનું શ્રવણ જરૂરી છે. =================K ૩૩૫ -KNEF==============
Page #366
--------------------------------------------------------------------------
________________
અકબર રાજાનું દૃષ્ટાંત :
હિન્દુસ્તાનના તખત ૫૨ બાદશાહ અકબર સવા ચારસો વર્ષ પૂર્વે રાજ્ય કરતા હતા. તેના હિંસામય જીવનના સૂર્યોદયને હીરસૂરી મહારાજના પ્રવચન શ્રવણથી અસ્ત કરાયો હતો.
܀
અકબરના જીવનનો મધ્યાહ્ન પ્રચૂર હિંસા, લંપટતા અને ક્રૂરતાથી ભરેલો હતો. પોતે પૂર્વભવમાં મુકુંદ નામના સંન્યાસી હતા, ધર્મમાં ઓતપ્રોત હતા. પરંતુ એકવા૨ રાજાની સવારી, ઐશ્વર્ય આદિ જોઈ રાજા થવાનું નિયાણુ કરી બેઠા હતા.
જીવદયાથી મેળવેલું પુણ્ય, તપ અને સંયમનું ધન સમ્રાટ થવા માટે સોદામાં મૂકાયું. નિયાણું કર્યાથી ધર્મસતાએ સોદો મંજુ૨ ક૨વો પડ્યો. ભૌતિક આશંસા ધર્મ ક૨વા માટેની અનુકૂળતાઓની હોવી જોઈએ.
ચંપા શ્રાવિકાના છ મહિનાના ઉપવાસે અકબરને કૂતુહલ. જાણતાં એનું મસ્તક નમી ગયું. હીરસૂરીશ્વરજીનો મેળાપ.
અકબરનો હિંસામય આચાર ઃ
*
રોજ ભોજનમાં ૫૦૦ ચકલાંની જીભ પકાવીને ખાતો.
સેના માટે ૨૦૦૦૦ વાઘરી તહેનાતમાં રાખ્યા'તા.
૧૧૪ મિનારા પૈકી દરેક ઉપર ૫૦૦ હરણનાં શિગડાં લટકાવતો.
પક્ષી અને પશુઓની હત્યા કરવા પ૦૦૦ હત્યારા રાખ્યા'તા.
૩૬૦૦૦ હરણના શિકાર કર્યા હતા, તેનું ચામડું અને ૧ સોનામહોર પોતાના દરેક શેખને ઈનામમાં આપ્યા હતા.
કવિ ગંગને પોતાની ખુશામત ન કરવા બદલ હાથીના પગ નીચે ચગદાવ્યા હતા. કોઈ નજીવા ગુનાસર બ્રાહ્મણોની ક્રૂર હત્યા કરાવેલી. એમની જનોઈનું વજન સાડા ૭૪ મણ થયું હતું.
હત્યારાઓ દ્વારા સતત ૧૦ મહિના સુધી બેરહમ પશુઓની કત્લેઆમ કરાવી. ૧૨,૦૦૦ ચિત્તા અને ૫૦૦ વાઘ પૂરીને રાખ્યા હતા.
****************** 33€ ******************
Page #367
--------------------------------------------------------------------------
________________
જ ૮૦૦ રૂપવાન રખાતોને પોતાનાં મનોરંજન માટે રાખી હતી.
૨૦,૦૦૦ જેટલા શિકારી કૂતરાંઓ પાળ્યા હતા.
સલામતનો વૈભવઃ દરબારમાં ૭,૦૦૦ ગાયકો, ૧૧,૦૦૦ ગાનારીઓ હતી. ૩૦,૦૦૦ ઘોડા, ૧,૦૦૦ હાથીનું પાયદળ, ૧૬,૦૦૦ સુખાસનો, ૧૫,૦૦૦ પાલખીઓ, ૮,૦૦૦ નગારાઓ, ૩૦૦ વૈદ્યો, ૫૦૦ પંડિતો, ૫૦૦ પ્રધાનો, ૨૦,૦૦૦ કારકૂન તથા ૧૦,૦૦૦ ઉમરાવોનો માલિક હતો.
આ બધાં કરતાં પ્રભુના વચનને સાંભળી આત્મસાત્ કરનારાની તાકાત અસંખ્યાત ગણી છે એ ધર્મ પ્રત્યેની સમજણ આવે એટલા માટે આવા વર્ણન જૈન સાધુ ભગવંતો પ્રવચનમાં કરે છે. * બીરબલ-અકબર :
અમેરિકામાં રહેતાં આપણે અહીંનું બધું જ અનુકરણ કરીએ તો પાયમાલી કેવી થાય?
અકબરને બીરબલની મશ્કરી કરવાનું મન થયું. અકબરે કહ્યું, મને એક સ્વપ્ન આવ્યું. હું અને તું ઘોડા પર ફરવા નીકળ્યા. રસ્તો સાંકડો હતો, બંને બાજુ મોટામોટા કુંડો હતા. એક બાજુ અત્તરના કુંડ અને બીજી બાજુ વિષ્ટાનાં. હું અત્તરના કુંડમાં પડ્યો ને તું વિષ્ટાનાં કુંડમાં. એમ કહી અકબર હસવા લાગ્યો.
પછી કંઈ થયું? તમારું સ્વપ્ન આગળ ચાલ્યું? ના.
બીરબલ કહે, મને એ જ સ્વપ્ન આવ્યું હતું. પણ પછી બંને બહાર નીકળ્યા, હું તમને ચાંટતો હતો ને તમે મને ચાંટતા હતા.
સમજીને અનુકરણ કરીએ જેથી ભાવપ્રાણોને ભસ્મસાત્ ન કરી નાંખે.
આ ભવમાં જો કરવા જેવું કંઈપણ કામ હોય તો તે કર્મનાં બંધને તોડવાં તે જ કામ છે. સૂત્રકૃતાંગનો સાર કર્મનો ઉચ્છેદ કરો' કર્મની નિર્જરા કરી બંધન તોડો, મોક્ષની સાધના કરો બધું એક જ છે.
કર્મનો ઉચ્છેદ કેમ થાય? “વિવેક દ્વારા'. સમ્યક્ વિવેક કર્મનો ઉચ્છેદ કરે છે. =================K ૩૩૭ -KNEF==============
Page #368
--------------------------------------------------------------------------
________________
ખોટાને ખોટા તરીકે, સાચાને સાચા તરીકે જાણવું તે ‘જ્ઞાન વિવેક’, માનવું અને અપનાવવું તે ‘દર્શન વિવેક', ખોટાને ખોટું માની ત્યાગ કરવો, સાચાને સાચું માની જીવનમાં આચરવું તે ચારિત્ર વિવેક છે.
આવો વિવેક ‘આપ્ત-અરિહંત'ના ઉપદેશ દ્વારા જ પ્રગટે છે. ‘આગમ’ જે આપ્તનું વચન છે તેના દ્વારા પ્રગટે છે.
તામલી તાપસ અને ‘પ્રાણમાં’ દીક્ષા
ભગવતી સૂત્ર સારસંગ્રહ ભાગ-૧માંથી
ગૌતમસ્વામી ગણધર ભગવંતે, પ્રભુ મહાવીરને ‘ઈશાનેન્દ્ર’ની ઉત્પતિ સંબંધી કરેલ પ્રશ્નો ખુલાસો કરવા પૂછ્યું હતું, તેનો સાર આ છે.
તામ્રલિપ્તી નગરી, તામલી નામે મોર્યપુત્ર ગૃહપતિ ઘણો ધનાઢ્ય હતો. સમૃદ્ધિ વધતી ગઈ, પછીથી વૈરાગી થયો. સગા-સંબંધી, જ્ઞાતિવાળા સહુને અનેક પદાર્થોથી સત્કા૨-સન્માન કરી, પોતાનાં વિડેલ પુત્રને કુટુંબનો ભાર સોંપી તેણે ‘પ્રાણમા’ નામની દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા લીધાંની સાથે જ યાવજ્જીવ સુધી છઠ-છઠની તપસ્યાનો અભિગ્રહ કર્યો. હાથ ઊંચા રાખી, સૂર્યની સામે ઊભા રહી આતાપના લે છે. ઊંચ-નીચ-મધ્યમ કુળમાંથી ભિક્ષા લે છે. પારણાંના દિવસે એવો અભિગ્રહ કર્યો કે, ‘દાળ, શાક વિનાનાં ચોખા ભિક્ષામાં લેવા. ભિક્ષામાં લાવેલા ચોખા (ભાત)ને પાણી વડે ૨૧ વાર ધોવા પછી ખાવા-પારણું કરવું.’’
આ દીક્ષાને પ્રાણમા દીક્ષા કહેવાનું કારણ એ જ કે, તે જેન જુવે તેને અર્થાત્ ઈન્દ્ર, સ્કંદક, રૂદ્ર, શિવ, કુબેર, પાર્વતી, ચંડિકા, રાજા, સાર્થવાહ, કાગડાં, કૂતરાં, ચાંડાલ આદિ સૌને પ્રણામ કરે. નીચાને નીચે જોઈ અને ઊંચાને જોઈ ઊંચી રીતે પ્રણામ કરે.
તામલી તાપસે ઘોર તપસ્યા કરી, શરીરને સૂકવી નાખ્યું. તે પછી સર્વ ઉપકરણો ચાખંડી, કુંડી આદિ દૂર કરી, ઈશાન ખૂણામાં આહાર-પાણીનો ત્યાગ કરી ‘પાદોપગમન’ નામનું અનશન કર્યું.
****************** 332 ******************
Page #369
--------------------------------------------------------------------------
________________
>>>
***
આ વખતે ‘બલિચંચા' નામની રાજધાની ઈન્દ્ર રહિત હતી. ત્યાંના દેવોએ અવધિજ્ઞાન વડે તામલી બાલ તપસ્વીને જોયો. બલિચંચાના ઈન્દ્ર બનવા માટેનું નિયાણું કરવા પ્રાર્થના કરી. તામલીએ નકાર્યું. ત્યારબાદ તામલીએ ૬૦ હજા૨ વર્ષ પોતાની દીક્ષા પાળી, બે માસની સંલેખના કરી કાળ કર્યો. ઈશાન કલ્પમાં પોતે ઈશાનેન્દ્ર પણે ઉત્પન્ન થયો. બલિચંચાના દેવ-દેવીઓએ જ્ઞાન વડે જોયું. તામલીનું મડદું જ્યાં મર્યો હતો ત્યાં જઈ તેની ખૂબ હિલના કરી. આ વાત ઈશાન દેવલોકના દેવ-દેવીએ જ્ઞાન દ્વારા જાણી. તામલી ઈશાનેન્દ્ર ક્રોધાયમાન, લેશ્યા બલિચંચાને બાળી અંગારા જેવી કરી નાખી. બલિચંચાનાં દેવ-દેવીની ક્ષમા યાચના, લેશ્યા પાછી ખેંચી લીધી. બે સાગરોપમથી અધિક આયુ પૂરું કરી, આવી, મહાવિદેહથી સિદ્ધ થશે. મહેશ્વર દત્ત અને ગાંગીલા
મહેશ્વર દત્ત : પત્ની ગાંગીલા, ગામ વિજયપુર :
પિતા : ધંધા રોજગારમાં વ્યસ્ત. મારો પુત્ર, મારી પત્ની, મારું કુટુંબ, મારો વ્યવહાર. આખરી સમય આવ્યો. મહેશ્વર દત્તે છેલ્લી ઈચ્છા માટે પૂછ્યું, ભેંસોની સારસંભાળ, શ્રાદ્ધના દિવસે પાડાનું બલિદાન? પોતે મરીને પાડો થયો, તેની ભેંસોના જ પેટે.
માતા : મારું ઘ૨, મારો વ્યવહાર, મારી મિલકત-દાગીના. મરણ પામતાં ‘કૂતરી’ તરીકે જન્મ થયો.
પત્ની ગાંગીલા ઃ ખૂબ રૂપવાન પરંતુ વિષય લંપટ. એક દિવસ પ૨ પુરુષ સાથે પકડાઈ. મહેશ્વર દત્તે પાટું માર્યું અને મરી ગયો. તે પુરુષ સમતાવાન હતો. ક્રોધ ના કર્યો અને મરીને ગાંગીલાની કુખેજ પુત્રરૂપે જન્મ્યો.
સંસારની વિચિત્રતા જુઓ, પિતા પુત્ર અને માતા પત્ની.
શ્રાદ્ધનો દિવસ આવ્યો. પાડો મળ્યો નહીં, ઘરના પાડાનું જ બલિદાન. બલિદાન વખતે કૂતરી વાસણો ચાટતી હતી. મહેશ્વર દત્તે લાકડીનો ઘા કર્યો. કૂતરીની કમર ****************** 33c ******************
Page #370
--------------------------------------------------------------------------
________________
***
તોડી નાંખી. એવામાં જ્ઞાની મહાત્મા નીકળ્યા. માથું ધુણાવ્યું. મહેશ્વર દત્તે પૂછ્યું, કેમ માથું ધુણાવો છો? સાંભળીશ? હા.
હે ભદ્ર! આજે તારા પિતાનું શ્રાદ્ધ છે ને ? હા. પાડાનો વધ ? એ તારો પિતા હતો. કૂતરી એ તારી માતા છે. તારો પુત્ર એ ગાંગીલા સાથેનો પેલો પરપુરુષ.
તે દેહ નહીં પણ આત્મા. મહેલ અને મહેલમાં રહેનારો બંને જુદા છે. જેમ મ્યાન અને તલવાર. મહાત્માએ કલ્યાણનો માર્ગ બતાવ્યો અને મહેશ્વર દત્તને સંસાર ૫૨ ધિક્કાર આવી જતાં કલ્યાણના માર્ગે વળી આત્માનું કલ્યાણ કર્યું.
ભરત ચક્રવર્તી : અરીસા ભુવનમાં અનિત્યભાવના ભાવતાં કેવળજ્ઞાન. * બાહુબલી : ભરતના નાનાભાઈ, અસાધારણ બાહુબળ. ‘વીરા ગજ થકી નીચે ઉતરો’ના શબ્દોએ કેવળજ્ઞાન અપાવ્યું.
અભયકુમાર : શ્રેણિક રાજાના પુત્ર, માતા-સુનંદા, મુખ્યમંત્રી-અસાધારણ બુદ્ધિશાળી.
* ઢંઢણકુમાર : શ્રીકૃષ્ણની ઢંઢણા રાણીના પુત્ર.
܀
શ્રીયક : શકડાલ મંત્રીના પુત્ર, સ્થૂલીભદ્રના નાનાભાઈ.
અર્ણીકાપુત્ર આચાર્ય : જયસિંહ આચાર્ય પાસે દીક્ષા લીધી હતી.
* અતિમુક્ત મુનિ : પિતા-વિજયરાજા, માતા-શ્રીમતી રાણી, ૬ વર્ષે દીક્ષા. નાગદત્ત ઃ યજ્ઞદત્ત તથા ધનશ્રી શેઠાણીનાં પુત્ર, સત્યનાં પ્રભાવે શૂળીનું સિંહાસન. કોઈની પારકી વસ્તુ કદીય લેતાં નહીં.
નાગદત્ત (૨) : દેવદત્તાના પુત્ર, નાગની ક્રીડામાં અતિ પ્રવીણ હતા.
મેતાર્ય મુનિ : ચાંડાલને ત્યાં જન્મ્યા હતા. શ્રેણિકના જમાઈ હતા. ૨૮ વર્ષ
:
દીક્ષા. સોનીએ ચામડાની વાઘર બાંધી, જવલાની ચોરીનું આળ, અસહ્ય પીડામાં આંખો બહા૨, સમભાવે વેદાયું, કેવળજ્ઞાન.
܀
સ્થૂલભદ્ર : શકડાલ મંત્રીના જયેષ્ઠ પુત્ર, કોશા ગણિકામાં મોહિત થયાં.
વજસ્વામી ઃ પિતા ધનગીરી, માતા સુનંદા, પિતાની તેમનાં જન્મ પહેલાં દીક્ષા.
****************** 380 ******************
Page #371
--------------------------------------------------------------------------
________________
પુણ્ય એ શુભ કર્મ છે, મોહ નથી
(ધર્મ તીર્થ : ૨) શ્રેયાંસ કુમારના જીવે નિર્નામિકાના ભવમાં કેવલી ભગવંત દ્વારા સમકિત પ્રાપ્ત કર્યું હતું. નિર્નામિકાનો સંસાર અતિ દુઃખમય હતો. સગી મા પણ તેને દુઃખ દેતી. સમકિત પામ્યા બાદ *તત્ત્વબુદ્ધિ આવી અને સેંકડો દુઃખ ત્યાં ને ત્યાં હળવા થઈ ગયા. કટોકટીમાં ધર્મ જે હૂંફ આપે છે તે નિકટના સ્વજનો પણ આપી શકતા નથી.
ઋષભદેવનો આત્મા હવે આ બાજુ ધના સાર્થવાહના ભવમાં બોધિબીજ પામીને ચોથા મહાબલ રાજાનાં ભાવમાં સમકિત પામ્યો છે. પાંચમો ભવ લલિતાંગ દેવરૂપે થયો. ત્યારે પટ્ટરાણી સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થતાં અતિ વિરહ થયો. એમને આખા દેવલોકમાં સ્વયંપ્રભાની જ ભ્રમણા થયા કરે છે.
તીર્થકરનો જીવ છે છતાં નિમિત્ત મળતાં કેવી અસર થાય છે? સ્વયંપ્રભા દેવીના સ્થાન પર જન્મી શકે તેવું પુણ્ય સંચિત કરેલો જીવ કોણ છે તેને શોધવા પરમ દેવ મિત્રે ઉપયોગ મૂક્યો અને નિર્નામિકા દેખાઈ. ઋષભદેવના જીવે નિયાણું કર્યું, નિર્નામિકાને ચાહી અને તે સ્વયંપ્રભા બની. બંનેને પરસ્પર સ્નેહ બંધાયો જે નવ ભવ સુધી ચાલ્યો. નેહરાગ ગોઠવાઈ ગયો. અનુકૂળ પાત્રમાં શરૂઆતમાં કામરાગ થાય, સાનુકૂળ સહવાસ વધે, કામરાગ નેહરાગમાં પલટાઈ જાય, જેની શૃંખલા ભવોભવ ચાલે, ગુણિયલ જીવ પર સ્નેહ બંધાય તો જોખમ ઓછું.
કર્મનો સિદ્ધાંત છે, અતિશય સ્નેહ હોય તેનો યોગ કરાવે. ભગવાન ઋષભદેવનો આત્મા લાંબો સમય શ્રેયાંસકુમાર સાથે સબંધથી જોડાયો છે. અનુરાગથી બંનેને દરેક ભવમાં મળવાનું થયું છે. પરંતુ બંને લાયક જીવ છે એટલે અકબીજાનાં અહિતનું કારણ નથી બન્યા. અવસરે હિતપોષક બને છે, છતાં શરૂઆતના ભવોમાં રાગાદિવશ કામ-ભોગની પણ પ્રવૃત્તિ હતી તે જેમ આગળ વધ્યા તેમ ઘટવા લાગી. ભરત ચક્રવર્તી, બાહુબલિ, બ્રાહ્મી, સુંદરી આ ચાર સાથે પણ પૂર્વભવનો સબંધ છે.
* તત્ત્વબુદ્ધિ : મમત્વથી દૂર ===== ==========k ૩૪૧ ==================
Page #372
--------------------------------------------------------------------------
________________
ઋષભદેવની સાધનાનો સર્વોચ્ચ તબક્કો જીવા વેદ્યનાં નવમાં ભવથી શરૂ થયો. પુણ્ય એ શુભ કર્મ છે, મોહ નથી. ક્રિયાનાં દઢ સેવનથી ગુણો આત્મસાત થાય છે. ધર્મ આત્મામાં વણાઈ જવો જોઈએ. ઋષભદેવનો જીવ વજનાભ ચક્રવર્તી તરીકે જન્મે છે તે ભવમાં આગળ જતાં શ્રેયાંસકુમારનો જીવ સારથિ બન્યો છે. વજનાભનાં પિતાનો જીવ વજસેન તીર્થકરનો જીવ છે અને આમ તેઓ તીર્થકરનાં પુત્ર તરીકે જન્મ્યા છે. બ્રાહ્મી અને સુંદરીના આત્માએ પીઠ અને મહાપીઠ મુનિના ભાવમાં થોડી ભૂલને કારણે સ્ત્રીવેદ બાંધ્યો.
આ આખુંય વિવેચન જીવનમાં ખૂબજ અગત્યના પાસાઓ પર અતિ મહત્ત્વનો પ્રકાશ પાડે છે. ઉત્તમોત્તમ મહાપુરુષોનાં જીવન ચરિત્રોનો ઈતિહાસ, સંસારી જીવનનાં દોષરૂપ ગણાતા અશુભ ભાવોથી સંતાકૂકડીમાં રમ્યા કર્યો છે. નિમિત્તો જો શુભ મળે અને તેને અંતઃકરણથી, શ્રદ્ધામય શુભ ભાવનાઓથી સંવારીએ તો લાંબા કાળે પણ એકબીજાના પૂરક બની ઉભયનાં જીવનને ઉજાળે છે. તેમાં કોઈ સંશય નથી. આવી ઘટનાઓને હંસદૃષ્ટિથી, ક્ષીર નીરના વિવેકથી વિશ્લેષણ કરવા
કહ્યું છે.
અસત્યનો ઉપયોગ સત્યને માટે કરાય જ નહીં. બાહ્ય દીવા અંદરના ભાવ અંધકારને દૂર કરવાના પ્રતિક સમાન છે. નિમિત્ત બાહ્ય દીવા સમાન છે. ઉભયના જીવને ઘાતક હોય તેવું અનુષ્ઠાન આચરણ પણ કાળજી અને સમજણ માંગી લે છે. સંસારની રીતિ જ એવી છે. શુભ નિમિત્તો સંસાર વધારે છતાં લાંબે કાળે એકબીજાનાં ગુણપોષક બની સંસાર ઘટાડવાને શક્તિમાન બને છે!
શાસ્ત્રનું કથન છે, અનેક જીવો પ્રારંભમાં ભાવહિન ક્રિયા કરતાં કરતાં પણ અભ્યાસથી ભાવ પેદા થતાં અંતે ભાવવૃદ્ધિથી છેક મોશે પહોંચી ગયા. મોક્ષ તો અતિ દૂર છે પરંતુ ધ્યેયને ધ્યાવવાની લગનમાં સંસારને પુણ્યના માર્ગે એકબીજાનાં સાનિધ્યની સુવાસથી સંચરતો રાખીએ તો જ્ઞાનીઓ કહે છે. પુણ્યમય શુભકર્મ મોહ નથી! સાંન્નિધ્યની સુવાસને વધુ સુવાસિત કરતાં રહીએ.
Page #373
--------------------------------------------------------------------------
________________
>>>>
શ્રેણિક રાજાને સમ્યક્ત્વતી પ્રાપ્તિ
રાજગૃહી નગરીમાં મંડિતકુક્ષિ નામે મનોહ૨ ઉદ્યાન એ મગધના રાજા શ્રેણિકનું પ્રિય ઉદ્યાન.
દૂર વૃક્ષ નીચે યુવાન મુનિને સુખાસને સ્થિર બેઠેલા જોયા. મુખ પરનું તેજ કંઈક અગમ્ય હતું. શ્રેણિક રાજા ત્રણ પ્રદક્ષિણા કરીને નમ્ર ભાવે ઊભા રહ્યા. ધ્યાન પૂરું થતાં મુનિએ જોયા. ધર્મલાભ કહ્યું! શ્રેણિકે પ્રશ્ન પૂછવા રજા માંગી.
મુનિએ કહ્યું, વાતો બે પ્રકારની, સદોષ અને નિર્દોષ.
સદોષ ઃ ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા, રાજકથાની વાતો.
નિર્દોષ ઃ જ્ઞાનની વૃદ્ધિ થાય, શ્રદ્ધાની પુષ્ટિ થાય તેવી વાતો પૂછવી હોય તો
::
પૂછો.
શ્રેણિકે પૂછ્યું, ક્યા એવા બળવાન કારણે તમને ત્યાગ માર્ગ તરફ આકર્ષ્યા ? મુનિએ કહ્યું, હું અનાથ હતો માટે સંયમ માર્ગ ગ્રહણ કર્યો છે. શ્રેણિક : હું તમારો નાથ થવા તૈયાર છું, રાજમહેલમાં પધારો.
મુનિ : જે તમારા અધિકારમાં નથી તે તમે ક્યાંથી આપી શકશો ? તમે પોતે જ અનાથ છો. ચંદ્ર ઉષ્ણતાને આપી શકે છે? સૂર્ય શીતળતાને આપી શકે છે?
શ્રેણિક : હું અંગ અને મગધનો મહારાજા શ્રેણિક છું. મારા તાબામાં હજારો કસ્બાઓ, લાખો ગામ છે. હજારો હાથી-ઘોડા, અસંખ્ય સુભટો ને રથોનો સ્વામી, રૂપાળી ૨મણીઓથી ભરેલું અંતઃપુર, ૫૦૦ મંત્રીઓ છે.
મુનિ : હું જાણું છું. માટે જ કહું છું કે તું અનાથ છે.
શ્રેણિક : આમ મૃષાવચન ઉચ્ચો જ નહીં. મને કહો, હું અનાથ કઈ રીતે ?
મુનિ : મારા પૂર્વ ભવનો કેટલોક ભાગ જણાવું જેનાથી તને સમજાશે. છઠ્ઠા તીર્થંક૨ પદ્મપ્રભુથી પાવન કૌશાંબી નગરીમાં મારા માતા-પિતા રહેતાં હતાં. પ્રભૂર્ત ધનસંચય હતો. હું લાડકવાયો પુત્ર હતો. મોટો થતાં કુલવતી સુંદર લલના સાથે લગ્ન થયેલ. ખૂબ લહેરથી જીવન જીવતો હતો.
****************** 383 ******************
Page #374
--------------------------------------------------------------------------
________________
***
એકવાર આંખ દુઃખવા આવી, સુજી ગઈ. અત્યંત પીડા થઈ. જુદા જુદા વૈદો રોગને કળી શક્યા નહીં. સાજો કરનારને પિતા અડધી મિલકત આપવા તૈયાર. માતા ખૂબ બેચેન. કોઈ દુઃખમાંથી છોડાવી શકે તેમ નહોતું. એ જ મારી અનાથતા. મને થયું કે દુઃખ નિવારણનાં કંઈક અન્ય સાધનો હોવા જોઈએ.
મારા દુ:ખોનું કારણ પૂર્વ કર્મો હોવા જોઈએ તેનું મને ભાન થયું. એક શ્રમણે સમજાવ્યું, કર્મના હેતુને છોડ ક્ષમાથી કીર્તિને મેળવ, સુખી થઈશ. આવો સંકલ્પ કરી વિચારતાં વિચારતાં નિદ્રા આવી. વેદના શાંત થઈ રોગ ધીરે ધીરે જવા માંડ્યો.
મુનિએ કહ્યું, જિનેશ્વ૨ દેવનું શાસન જયવંતુ છે તેમના ઉપદેશમાં શ્રદ્ધા રાખ. આ જ કલ્યાણનો માર્ગ છે.
શ્રેણિકે આ સાંભળી બૌદ્ધ ધર્મનો ત્યાગ કરી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. મુનિવરોના સંગથી, ઉપદેશથી સકિત મળી શકે છે, દૃઢ પણ થાય છે. હાલરડું અને માતાઓ
હાલરડામાંય પરમ પદની યાદ આપતી માતાઓ : * અનસુયા હાલરડું ગાય છે :
શુદ્ધોઽસિ, બુદ્ધોઽસિ, સંસારમાયા પરિવર્જિતોઽસિ. ‘તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, તું સંસારની માયાથી રહિત છે!’ * માતા મદાલસા - કુરુ યત્નમ્ અજન્મનિ.
ફરીથી જન્મ જ લેવો ન પડે તેવા પરમપદની મહેનત કરજે.
܀
રાજાનાં માથાનાં વાળ ઓળતી વખતે રાણી કહી રહી છે. ‘રાજ! દૂત આવ્યો.’ રાજા ચકળવકળ નજરે જુએ છે પણ દૂત દેખાતો નથી. ત્યારે રાણી રાજાના માથામાંથી સફેદ વાળ કાઢીને રાજાનાં હાથમાં મૂકે છે. ‘આ રહ્યો દૂત !' અને સફેદ વાળે રાજામાં પરિવર્તન કર્યું. સાધુતાની સાધના કરવા નીકળી પડ્યો. ૧૨ વ્રતો ઉચ્ચરતાં પહેલાં સૌ પ્રથમ સમ્યગ્દર્શન ઉચ્ચરવું જરૂરી છે. ઉપધાન કરો, દીક્ષા લો કે ચતુર્થ વ્રત ઉચ્ચરો, સૌ પ્રથમ સમકિત તો ઉચ્ચરવું જ પડે. સમકિત ઉચ્ચર્યા વિના જિનશાસનમાં પ્રવેશ મળતો નથી.
****************** 388 ******************
Page #375
--------------------------------------------------------------------------
________________
**
વ્યવ્હારથી સમ્યગ્દર્શન પામી પછી નિશ્ચયથી પામવાનું છે. સુદેવ, સુગુરુ, સુધર્મને ભગવાન, ગુરુ અને ધર્મ તરીકે સ્વીકારવા તે વ્યવહારથી સમ્યગ્દર્શન! પ્રભુના વચન પર અકાટ્ય શ્રદ્ધા, કયાંય શંકાનું નામ નિશાન નહીં. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ઉભરાતું બહુમાન.
>>>
સાચા છે વીતરાગ, સાચી છે વાણી, આધાર છે આજ્ઞા, બાકી ધૂળધાણી. પૂ.આ.શ્રી. આર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજનું જીવન વૃતાંત :
બ્રાહ્મણ કુળમાં જન્મ. દશપુરનગરમાં રહેતું તેમનું આખુંય કુંટુંબ વૈદિક ધર્મમાં માનતું હતું. તેમની માતા ‘રુદ્રસોમા’ જિનમતનાં અનુયાયી અને પરમ શ્રાવિકા હતાં. ‘હિતોપદેશ ગ્રંથ’માં માતા રુદ્રસોમા વિષે :
રુદ્રસોમા વિશિષ્ટ શુભ કર્મોદય પરિણતિથી પૂર્વથી જ જીવ-અજીવાદિ પદાર્થને ભણેલી, પુણ્ય-પાપનું જ્ઞાન પામેલી; આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષાદિ તત્ત્વોનો વિચાર કરવામાં વિશારદ હતી. નિગ્રંથ પ્રવચનને વિશે સમ્યક્ પ્રકારે અર્થને પ્રાપ્ત કરેલ, અર્થને ગ્રહણ કરેલ. અસ્થિ-મજ્જામાં ધર્માનુરાગથી રંગાયેલી હતી. મોક્ષસુખની અભિલાષામાં કાળને પસાર કરતી હતી. પિતા સોમદેવે નાની ઉમરમાં આર્યરક્ષિતને કાશી ભણવા મોકલ્યા હતા. ભણી ગણી ૧૪ વિદ્યાનાં પારગામી બની યુવાન વયે વતનમાં પાછા ફર્યા. આખું નગર સ્વાગતમાં. રાજા દ્વારા રાજસભામાં
સન્માન.
આર્યરક્ષિતે પોતાની માતાને રાજસભામાં ના જોયા. મા પ્રત્યે તેમનું વાત્સલ્ય અનુપમ હતું. આખું નગર ને મારી મા કેમ ન આવી? ઘરે પાછા આવ્યા. મા સામાયિક અને સ્વાધ્યાયમાં લીન હતી. માને સામાયિકમાં અડાય નહિં. દૂરથી માના પગમાં માથું મૂકી નમસ્કાર.
‘મા, તને શું ન ગમ્યું ? આખું ગામ આવ્યું ને તું કેમ ના આવી?'
‘કેવળ હિંસામાં પ્રવર્તાવતી કુશાસ્ત્રના પરિશીલન રૂપ અને પરિણામે દુર્ગતિમાં
લઈ જનારી વિદ્યા ભણીને આવ્યો તે તારી માને કેમ ગમે ?’’
****************** 384 ******************
Page #376
--------------------------------------------------------------------------
________________
૧૪ વિદ્યા ભણીને આવ્યા હતા તેના નામો : શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરૂક્ત, ઋક્વેદ, યજુર્વેદ, સામવેદ, અર્થવેદ, મીમાંસા, જ્ઞાન વિસ્તાર, ધર્મશાસ્ત્ર, પુરાણ. આ વિદ્યાઓ કદાચ મિથ્યાત્વવર્ધક હશે પણ નાસ્તિકતાપોષક તો ન જ હતી.
માએ કહ્યું, તું દૃષ્ટિવાદ ભણે તો મને આનંદ થાય. પણ મા, એ મને કોણ ભણાવે?
“તારા મામા દીક્ષિત થયેલા છે. આર્ય તોસલી પુત્ર તેમનું નામ છે. એમની પાસે જા. એ તને દૃષ્ટિવાદ ભણાવશે. એટલું ધ્યાન રાખજે, એ તને જે કહે કે તું કરજે. આર્યરક્ષિત સમજી ગયા. ઘરમાં પિતા, સૌ સ્વજનો વેદિક માર્ગના અનુયાયી અને મા જૈન ધર્મનાં-સમ્યગ્દષ્ટિ હતાં. વિબોને પોતે જોયાં છતાં મા પ્રત્યેનું અપૂર્વ વાત્સલ્ય હોવાથી બધું સહન કરવા તૈયાર થઈ બીજી જ વહેલી સવારે ત્યાં તોસલી પુત્ર' ગુરુ પાસે જવા નીકળી પડ્યા.
યાદ રહે, રાજાનું માન-પાન ઠુકરાવ્યું, પિતાની તથા સ્વજનોની ધમકીઓ સહન કરી. મા કહે એ જ સાચું એવી શ્રદ્ધા પણ હતી.
રસ્તામાં મામા મહારાજને મળવા જતાં એક ઓળખીતા સ્વજન મળ્યા. “આ શેરડી તમારા માટે ભેટ ધરવા લાવ્યો છું.” સાડા નવ સાંઠા હતાં. દૃષ્ટિવાદનાં સાડા નવ ભાગ જ્ઞાન પ્રાપ્ત થવાનું હતું એવો સંકેત મળ્યો
“ઈશુવાટક શેરડીના વાડામાં તોસલી પુત્રી મહારાજ ઉતર્યા હતા ત્યાં ગયા. વિધિ ખબર નહોતી કે કેમ વંદન આદિ કરવા. બહાર ઊભા રહ્યા ત્યાં એક “ઢઢર' નામે શ્રાવક આવ્યા. માથે પાઘડી, ખભે ખેસ. ઉપાશ્રયનાં દ્વારે ત્રણ ‘નિસીહિ' બોલી અંદર ગયા. ઈરીયાવહી કરીને ગુરુ ભગવંતને દ્વાદશાવર્ત વંદન કર્યું અને ગુરુની રજા લઈ બેઠા.
એક જ વાર નિરિક્ષણ કરી આર્યરક્ષિત અંદર એ જ રીતે વિધિ કરી પણ સભાને પ્રણામ ન કર્યા અને બેઠા. “ભગવંત, મને શ્રાવકપણું હમણાં જ પરિણામ પામ્યું છે. હું રુસોમાનો પુત્ર દૃષ્ટિવાદ ભણવા તમારી પાસે આવ્યો છું.' =================K ૩૪૬ -KNEF==============
Page #377
--------------------------------------------------------------------------
________________
“દૃષ્ટિવાદ ભણાવું પણ સંસાર છોડવો પડે! સાધુપણું લેવું પડે, તારી તૈયારી છે?”
માએ કહ્યું હતું, ગુરુ જે કહે તે કરજે!
ગુરુએ પણ જોયું, આ છોકરો મોટો શ્રતધર બનશે. માટે વાર્તાલાપ કર્યો. સાધુવેશ ધારણ કર્યો, દીક્ષા લીધી.
આના પરિણામે સંઘ પર અતિ મહાન ઉપકાર થયો. જે આર્યરક્ષિતસૂરિ થયા.
આર્યરક્ષિતસૂરીએ, ૧. ચરણ કરણાનુયોગ, ૨. દ્રવ્યાનુયોગ, ૩. ધર્મકથાનુયોગ, ૪. ગણિતાનુયોગ, આગમોને (અનુયોગ-વ્યાખ્યા કે વ્યાખ્યાન) ચાર અનુયોગમાં વિભક્ત કરીને અલ્પ ક્ષયોપશમવાળા સાધકો માટે શ્રુતસાધના સરળ કરી આપી. આ કોઈ નાનો સૂનો ઉપકાર નથી! ઈ.સ.૧૯૨૯-૩૦ના સમયની વાત છે.
આગમ'નાં ઉદાહરણો
(જ્ઞાતા ધર્મકથા : છઠું અંગસૂત્ર) - ૩ અલગ અલગ ગતિમાં એક જ જીવાત્માનો મહાવીર પ્રભુ સાથે સંગમ થયો.
માનવનો ભવ : નંદ મણિયાર, સાંસારિક હેતુથી અઠ્ઠમ પૌષધ કર્યા. તિર્યંચનો ભવ : દેડકાનો. દેવનો ભવ : દુર્ધ્વરાંક દેવ.
તિર્યંચના ભવમાં પશ્ચાતાપ સાથેનું તપ અને ભગવાનના દર્શનની પ્રબળ ઈચ્છા વડે સદ્ગુરુ રૂપ ભગવાન મળ્યા. દેવનો ભવ પ્રાપ્ત થયો. શ્રાવક નંદ મણિયારે ભ.મહાવીર સ્વામીના ઉપદેશથી સમકિત પ્રાપ્ત કર્યું હતું. એક વખત ચૌદસના પ્રતિક્રમણ બાદ શ્રાવક રાત્રે ધર્મધ્યાન કરતા હતા તે સમયે તરસને કારણે આર્તધ્યાન કર્યું. સવારે અનેક જીવોને પાણીનો વિરહ છૂપાવવા કૂવા, વાવ, તળાવ બનાવવાનું શરૂ કર્યું. રાગદશાને કારણે કૂવામાં દેડકો થયા. * અનિવાર્ય સંજોગોમાં પોતાના પ્રાણ બચાવવા ધના સાર્થવાહે પોતાની જ
પુત્રીનું માંસ-રૂધિર પકાવી આહાર કર્યો હતો. તેમ છતાં તેની પાછળનો હેતુ =================K ૩૪૭ -KNEF==============
Page #378
--------------------------------------------------------------------------
________________
***
દેહને ટકાવવો એટલો જ હોવાથી આહારમાં અનાસક્ત ભાવ ટકાવવાનું આ એક ઉત્તમ ઉદહારણ ગણાય છે!
܀
૧૦૦૦ વર્ષની તપ-સંયમની સાધનાનું ફળ ત્રણ દિવસમાં, ભોગાસક્તિમાં એક થઈ કંડરિક મુનિએ ગુમાવ્યું અને સાતમી નકે; અને સંસારથી ઉદાસીન એવા એના ભાઈ પુંડરિક રાજા ત્રણ દિવસમાં દીક્ષાનો વેશ ધારણ કરી સર્વાર્થસિદ્ધવાસી થઈ ગયા.
બંને ભાઈઓની અંત સમયે શારીરિક વેદના સમાન હોવા છતાં, બીજા ભવમાં ૩૩ સાગરોપમની સમાન સ્થિતિ હોવા છતાં, આત્મ પરિણામ અનુસાર જીવોની ગતિ, ઉત્ત્પત્તિ નિમ્ન અને ઉચ્ચ સ્થાનમાં થાય છે!
‘આગમ'નાં ઉદાહરણો : (સાતમું ઉપાસક દશાંગ સૂત્ર)
મહાવીર ભગવાનનાં એક લાખ ઓગણસાઠ હજા૨ (૧,૫૯,૦૦૦) ઉત્કૃષ્ટ શ્રાવકોમાં સર્વેશ્રેષ્ઠ ૧૦ શ્રાવકો હતા. દશે શ્રાવકે ૧૨ વ્રત, ૧૧ પ્રતિમાનું પાલન કર્યું. ૨૦ વર્ષ સુધી શ્રાવક ધર્મનું પાલન કર્યું. તેમાં છેલ્લાં ૬ વર્ષ ગૃહસ્થ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ આત્મસાધના કરી. અંતે ૧ માસનો સંથારો કરી સમાધિમરણ થયું. પ્રથમ દેવલોક ગમન, ત્યાં ૪ પલ્યોપમનું આયુષ્ય, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ અને ત્યાંથી સિદ્ધ થશે.
૧૦ શ્રાવકો : આનંદ, કામદેવ, ચુલની પિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સકડાલ પુત્ર, મહાશતક, નંદિની પિતા, શાલિહી પિતા.
આનંદ શ્રાવકની દૃઢતા, કામદેવની વ્રતની દૃઢતા, કુંડકોલિકની તત્ત્વની સમજણ, સકડાલપુત્રની સરળતા, મહાશતકની પત્નીનો પ્રતિકૂળ સંયોગ છતાં ધર્મોપાસનામાં દઢતા પ્રેરણાદાયી હતાં.
મુનિદર્શન માટેના ૫ અભિગમ : (Discipline)
સચિત ત્યાગ, અચિત્તનો વિવેક, મુખ પર રૂમાલ અથવા મુહપતી, હાથ જોડવા, મનની સ્થિરતા ધારણ કરવી.
****************** 382 ******************
Page #379
--------------------------------------------------------------------------
________________
કામદેવ શ્રાવકને ધર્મસાધનામાં દેવકૃત ઉપસર્ગ આવ્યો. દેવે પિશાચ, હાથી અને સર્પનું વૈક્રિય રૂપ કરી ધર્મ શ્રદ્ધાથી વિચલિત કરવા પ્રયત્નો કર્યા, પણ દેવ સફળ થયો નહી. કામદેવ પ્રિયધર્મી અને દઢધર્મી શ્રાવક હતાં. ખુદ મહાવીર ભગવાનના મુખે એમની પ્રશંસા થતી.
ચુલની પિતા, સુરાદેવ, ચુલ્લશતક અને સકડાલપુત્ર ચારેયને દેવકૃત ઉપસર્ગ આવ્યા હતા. દેવે ક્રમશઃ ત્રણ પુત્રવધ કર્યા ત્યાં સુધી શ્રાવકો ચલિત થયા નથી.
ચુલની પિતાને એના માતૃવધની ધમકી દીધી અને તેથી ચલિત થઈને વ્રતભંગ થયો. માતાએ પ્રેરણા આપી પ્રાયશ્ચિત કરાવ્યું.
કંડકૌલિકની શ્રદ્ધા સમજણ સહ હોવાથી દેવના વિકૃત કથનથી ચલિત ન થયા. નિયતિવાદનું યુક્તિપૂર્વક ખંડન કરી દેવને નિરૂત્તર કર્યા. * ઉત્કૃષ્ટ પ્રકારનાં શ્રાવકોની પ્રતિમાઓ : ૧. પ્રથમ ૬ આગાર રહિત તથા શંકા કક્ષાદિ ૫ અતિચાર રહિત સમ્યકત્વ નામની
પહેલી પ્રતિમા એક માસ સુધી ધારણ કરે. ૨. પૂર્વની પ્રથમ પ્રતિમાની) સહિત ૧૨ વ્રતના પાલનરૂપ બીજી પ્રતિમા ર માસ
ધારણ કરે. ૩. પૂર્વની ક્રિયા સહિત સામાયિક નામની ત્રીજી પ્રતિમા ૩ માસ ધારણ કરે. ૪. પૂર્વની ક્રિયા સહિત ૪ માસ સુધી પર્વણીએ પૌષધ નામની પ્રતિમા ધારણ કરે.
(પર્વણી–અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા-આ ચાર પર્વણી) પ. પૂર્વની ક્રિયા સહિત ૫ માસ સુધી ચારે પર્વણીના પૌષધમાં રાત્રીના ચારેય
પ્રહર કાયોત્સર્ગ રહી કાયોત્સર્ગ નામની પાંચમી પ્રતિમા ધારણ કરે. ૬. પૂર્વની ક્રિયા સહિત ૬ માસ અતિચાર દોષ રહિત બ્રહ્મચર્યનું પાલન તે છઠ્ઠી
પ્રતિમા. ૭. પૂર્વની ક્રિયા સહિત ૭ માસ સચિત્તનું વર્જન કરવા રૂપ સાતમી પ્રતિમા સચિત્ત
વર્જન.
Page #380
--------------------------------------------------------------------------
________________
૮. પૂર્વની ક્રિયા સહિત ૮ માસ સમગ્ર આરંભ ન કરવા રૂપ આઠમી પ્રતિમા આરંભ
ત્યાગ. ૯. પૂર્વની ક્રિયા સહિત ૯ માસ સેવક દ્વારા કંઈ આરંભ ન કરાવવા રૂપ નવમી
પ્રતિમા. ૧૦. પૂર્વની ક્રિયા સહિત ૧૦ માસ પોતાને નિમિત્તે કરેલું ભોજન ન કરવા રૂપ
દશમી પ્રતિમા. ૧૧. પૂર્વની ક્રિયા સહિત ૧૨ માસ મુંડન અથવા લોચ કરી, રજોહરણ તથા
પાત્રાદિક ગ્રહણ કરી, કાયા વડે ધર્મનું પાલન કરે, સાધુની જેમ વિચરે અને કુટુંબમાં પ્રતિમાપનસ્ય, શ્રાવકસ્ય ભિક્ષાં દેહિ બોલી ભિક્ષા માંગે.
આ અગિયાર (૧૧) પ્રતિમા અતિચાર વિના વહન કરતાં પાંચ વર્ષ પાચ માસ થાય. આ પ્રતિમાઓ કાર્યશુદ્ધિ અને મનશુદ્ધિ કરતાં આનંદ શ્રાવકને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું.
આગમ'નાં ઉદાહરણો ઃ (આઠમું અંતગડ સૂત્ર) અંતગડ સૂત્રમાં, અણગાર-સાધુ ધર્મને સ્વીકારી જે મહાત્માઓ ચરમ શરીરી છે, એ જ ભવમાં મોક્ષ જવાના છે. અંતકાળે અંતમુહૂર્તમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ધર્મદેશના દીધા વિના જ મુક્તિ મેળવનાર મહાત્માઓને અંતગડ કેવળી કહે છે.
બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિના શાસનના ૫૧ મહાત્માઓ અને ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી શાસનના ૩૯ મહાત્માઓ અંતગડ કેવળી થયા તેનું વર્ણન આ આગમમાં છે.
૫૧ મહાત્માઓ કૃષ્ણ વાસુદેવના જ પરિવારજનો હતાં. અંતગડ કેવળીઓ કૃષ્ણ મહારાજાના ૧૦ કાકા, ૨૫ ભાઈ, ૮ પત્ની, ૨ પુત્રવધૂ, ૩ ભત્રીજા, ૨ પુત્ર, ૧ પૌત્ર, એ સહુ યાદવકુળના રાજવંશીઓ હતા. શ્રી અરિષ્ટનેમિ ભગવાનના સમવસરણમાં આવે, ધર્મશ્રવણ કરે, માતા પિતાની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરે. જેમ કોઈ વ્યકિત, ઘરમાં અચાનક આગ લાગતાં અલ્પ વજનવાળી અને બહુમૂલ્યવાન વસ્તુઓને ત્વરાથી લઈને બહાર નીકળે છે, તેમ જરા-જન્મ-મરણની અગ્નિમાં, =================K ૩૫૦ -KNEF==============
Page #381
--------------------------------------------------------------------------
________________
>>>>
***
માનવ જીવન ભસ્મ થાય તે પહેલાં અગુરુલઘુ આત્માને બચાવી લે છે. મુનિવેશમાં ઉત્તમ સાધુત્વના આચાર-તપ-જ્ઞાન-ધ્યાન કરી અંતિમ સમયે સંલેખના કરી, અંતિમ શ્વાસોચ્છવાસ દ્વારા આઠેય કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે!
રસિક વિગતો : આગમ સૂત્રોમાંથી...
સમવાયાંગ સૂત્ર : ભગવાન ઋષભથી તીર્થંકર મહાવીરનું વિશેષ અવધાન રૂપ અંતર, એક કોડાકોડી સાગરોપમનું હતું.
܀
܀
܀
܀
ભગવતી સૂત્ર : આગમના રચનાકાર સુધર્માસ્વામી હતા. તેનું સંકલન ઈ.સ. પાંચમી શતાબ્દીમાં શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે કર્યું. મેઘકુમારનો મિથ્યાત્વી જીવ માત્ર જીવો પ્રત્યેના અનુકંપાના ભાવથી સમિકત પામ્યો હતો.
܀
મલ્લીનાથ તીર્થંકરનું સ્ત્રીપણે જન્મવું અવસર્પિણી કાળની આશ્ચર્યકારક ઘટના છે.
આગમ સૂત્રોમાં જ્યાં જ્યાં રાજકુમારોને સંયમ લેવાની ભાવના જાગે છે ત્યારે તેઓ પોતાની ૮ કે ૩૨ પત્નીઓ પાસેથી આજ્ઞા માંગતા નથી. માતા પાસેથી આજ્ઞા લે છે. આ વાત આજના જમાનામાં ઉલ્લેખનીય ગણાય !
શરીર, સંબંધ અને સંપત્તિ આ ત્રણે આપણી નબળી કડીઓ છે. આને કારણે ધર્મસાધના, આરાધનામાં નડતર આવે છે.
મહાવીર પ્રભુના સમયમાં શ્રાવકોની જીવનશૈલી, ખાનપાન, રહેણીકરણી સહજ, સ૨ળ અને પથ્યકારી હતી. લોકોમાં આભૂષણ ધા૨ણ ક૨વાની રુચિ ****************** 349 ******************
પોતાના ત્રણેય ભવ અલગ અલગ ગતિમાં હોવા છતાં ત્રણેય ભવમાં ભગવાન મહાવીર મળ્યા. (૧) માનવનો નંદ મણિયારનો ભવ, (૨) તિર્યંચનો દેડકાનો ભવ અને (૩) દુર્દશાંક દેવનો ભવ.
ભગવાનના દર્શનની પ્રબળ ઈચ્છા હોય તો તિર્યંચનો ભવ પણ નડતો નથી. નંદિફળ વૃક્ષનાં ફળો મીઠાં, છાયા મધુરી, દેખાવમાં મનમોહક છતાં ઝેરી હોય છે. કિંપાક ફળ જેવા જ ઝેરી. ફકત દેખાવથી ચેતીને રહીએ.
Page #382
--------------------------------------------------------------------------
________________
܀
***
હતી. માલિશ વિધિમાં શતપાક તેલ અને સહસ્ત્રપાક તેલ, લીલા જેઠીમધનું ધાવણ અને વાળ ધોવામાં આંબળા વપરાતા. શ્રીમંતો સંખ્યામાં ઓછું પણ બહુમૂલ્ય આભૂષણ પહેરતાં. પુરુષોમાં અંગૂઠી પહે૨વાનો વિશેષ રિવાજ હતો. ભોજન બાદ મુખવાસની પ્રથા હતી. કન્યાના લગ્નમાં દહેજ અપાતું.
આત્મા અરૂપી છે. જ્ઞાનગુણની ઉપલબ્ધિ પણ અરૂપી દ્રવ્યમાં જ થાય. જડ પદાર્થ રૂપી હોય છે માટે જ્ઞાન તેમનો ગુણ હોઈ શકતો નથી.
સાધુનું મહાવ્રત રત્ન ખરીદવા બરાબર કહેવાતું. રત્ન આખું જ ખરીદવું પડે. શ્રાવકના વ્રત સોનું ખરીદવા બરાબર કહેવાયું છે. શક્તિ અનુસાર ખરીદો. અંતગડ સૂત્રના આધારે :
અણગાર-સાધુ ધર્મને સ્વીકારી જે મહાત્માઓ ચ૨મ શરીરી છે એ જ ભવમાં મોક્ષે જના૨ા છે અને અંતકાળે અંતઃમુર્હુતમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, ધર્મદેશના દીધા વિના જ મુક્તિ મેળવનારા, સંસારનો સંપૂર્ણ અંત કરનારા જીવો છે તે અંતકૃત કેવળી કહેવાય છે.
કૃષ્ણ વાસુદેવના જ પરિવારના ૫૧ ચરિત્રવાન વ્યકિતઓ અંતકૃત કેવળી પદને પામ્યા છે. તેમાં શ્રીકૃષ્ણના ૧૦ કાકા, ૨૫ ભાઈ, ૮ પત્ની, ૨ પુત્રવધૂ, ૩ ભત્રીજા, ૨ પુત્ર, ૧ પૌત્રનો સમાવેશ થયો છે. એ બધા મહાત્માઓ અરિષ્ટનેમિ ભગવાનના સમવસરણમાં આવી ધર્મશ્રવણ પામી, દીક્ષા ગ્રહણ કરી મુક્તિ પામ્યા હતાં.
શ્રી કૃષ્ણ વાસુદેવે ઉત્કૃષ્ટ રસ ભરેલી ધર્મદલાલી કરીને તીર્થંક૨ નામકર્મ નિકાચિત કર્યું હતું. તેઓ આવતી ચોવીસમાં ૧૨મા તીર્થંક૨ અમમનાથ થશે. ૫ માસ ૧૩ દિવસના ગાળામાં ૧૧૪૧ વ્યકિતઓની બેધડક હત્યા કરનારો (૯૭૮ પુરુષો + ૧૬૩ સ્ત્રીઓ) અર્જુનમાળી, સુદર્શન શેઠની શ્રદ્ધાના સુ-દર્શનથી પ્રભાવિત થઈ, અણગાર બન્યો. છઠ્ઠને પારણે છઠ્ઠ કરી, અદ્ભૂત સમતા, સહનશીલતા, ક્ષમાભાવના, ધૈર્ય આદિની પરાકાષ્ઠાને પામી, ફકત ૬ માસમાં, અષ્ટકર્મો ક્ષય કરી, ભગવાન મહાવીર પહેલાં જ મોક્ષ પામ્યો. ****************** 342 ******************
Page #383
--------------------------------------------------------------------------
________________
જ ૮ વર્ષના અતિમુક્તકુમારને વૈરાગ્ય ભાવ જાગતાં માતા પિતા પાસે આમ
આજ્ઞા માંગી હતી : “હે માતાપિતા! હું જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે હું જાણું છું.” અદ્ભૂત વિનય અને આંતરદૃષ્ટિ! અર્થાત્ મારું મૃત્યુ કયારે થશે, હું ક્યા જઈશ તત્ત્વજ્ઞાનથી હું અજ્ઞાત છું, એને જ્ઞાન કરવા સંયમ ગ્રહણ કરવા ઈચ્છું છું. અનુત્તરોપપાતિક દશાંગ આગમ સૂત્રમાં ખુદ મહાવીર ભગવાન દ્વારા જેની અપ્રતિમ પ્રશંસા થઈ હતી તે ધન્ના અણગાર, દીક્ષાના પ્રથમ દિવસે જ આજીવન છઠ્ઠના પારણે આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લઈ, ૮ માસની અજોડ તપસ્યા ઉત્કૃષ્ટ ભાવે કરી, ૧ માસની અંતિમ સાધના કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન
થયા છે. એકાવતારી થઈ સિદ્ધદશા પામશે. જ તપસ્વી ગુણીજનોના ગુણાનુવાદ નિઃસંકોચપણે કરીએ, પ્રમોદભાવના ભાવવામાં
કયારેય પ્રમાદ ના કરીએ. ધન્ના અણગારની પ્રશંસા, ગુણાનુવાદ તીર્થકરે પણ
સ્વમુખે કર્યા. પ્રેરણા લઈ આપણે પણ ધન્ય ઘડીએ ઉજવતા શીખીએ. * વિપાક સૂત્ર આગમમાં : જો દેય, દાતા અને પ્રતિગ્રાહક પાત્ર ત્રણે શુદ્ધ હોય તો તે દાન જન્મ મરણના બંધનને તોડનાર બની જાય છે.
દાન : શુદ્ધ દ્રવ્ય, નિર્દોષ વસ્તુ, શુદ્ધ પરિણામી ધન. જ દાતા : પવિત્ર, ગોચરીના નિયમોને આધીન રહેતો શ્રાવક.
લેનાર : મહાતપસ્વી અણગાર, શ્રમણ. આવી ત્રિકરણ શદ્ધિ અને વિશુદ્ધ ભાવના ઉર્ધ્વગતિના પંથે લઈ જાય છે. સુબાહુકુમારની ધર્મકથા આવી જ ઘટનાને પ્રેરણા આપે છે. ઉવવાઈ ઉપાંગ સૂત્ર આગમમાં : ભગવાન મહાવીરનાં દેહ વૈભવ અને ગુણ વૈભવનું વર્ણન એક ૨૫ લીટીના વાક્યથી અને ગુણોનું વર્ણન ૬૩ લીટીના દીર્ધતમ વાક્ય રચનાથી કર્યું છે!
==============k ૩૫૩ --
---
-
Page #384
--------------------------------------------------------------------------
________________
******
આત્મા તરફ દૃષ્ટિ કરીએ
‘જિનાજ્ઞા’ માસિક પત્રમાંથી – ૫.પૂ.અજિતશેખરસૂરિશ્વરજી મ. નિષ્ફળ, નકામા વિચારો એ અનન્ય અને અતિ ભયંક૨ રોગ છે. એને નિવારવાના ઉપાયો છે?
હા. ચિત્તને શાસ્ત્રોના ખૂબ ખૂબ અધ્યયન, વાંચન, મનન,પરાવર્તનમાં લગાડી દેવું. શાસ્ત્ર-સૂત્ર-અર્થ આદિ મોઢે થઈ એનું મનમાં વારંવાર પરાવર્તન શક્ય ન હોય તોય વાંચનામાંથી ડાયરીમાં ટૂંકી ટૂંકી નોંધ કરી લેવી, અને એને વારંવાર વાંચીને મોઢે ક૨વા પ્રયત્ન કરવો અને પછી પરાવર્તન કરવું. બસ, ચિત્ત એમાં રોકાઈ રહેવાથી નિષ્ફળ-નકામા વિચારો ઘણાં ઓછા થઈ જશે.
ના,
બીજા ઉપાય તરીકે વિચારો કે, જગતના મોટા પ્રદાર્થ કે નાની નાની ચીજો, એમાનું કોઈ એક પણ દુનિયાનું કે આસપાસનું જોવાનું કે વિચારવાનું કરે છે? તો આપણે શા માટે જોવા-વિચારવાનું લઈ બેસી નાહકના દુઃખી થઈએ ?
જે જડ પદાર્થો છે એ બહારનું વિચારી શક્તા નથી તેમ મારે જડ કરતાં અબલત વિશેષતા રાખી, આત્મા તરફ દૃષ્ટિ કરી વિચારતાં રહેવાની ટેવ પાડવી.
જ્ઞાનીઓ આપણને મૂર્ખ તરીકે જાણી કેવી રીતે ગયા?
૧. જેમ મળેલા ચંદનના લાકડાં બાળી કોલસા કરી વેચે તે મૂર્ખ છે, તેમ અતિ મૂલ્યવાન મનુષ્ય ભવનો સમય જે આત્મચિંતન રૂપ વિશિષ્ટ મૂલ્ય ધરાવે છે. તે ઘર, પરિવા૨, દુનિયાની ચિંતામાં બાળી, ચંદનના કોલસા તૈયાર કર્યા બરાબર છે.
૨.
જેમ ચિંતામણી છોડી કાચને પકડે તે મૂર્ખ છે તેમ દાન, શીલ, તપ, ભાવ વિવિધ અનુષ્ઠાનો રૂપ ચિંતામણી છે, પુણ્ય ઉપાર્જન કરાવના૨ છે, ચિંતાઓ દૂર કરનાર છે. એ છોડી ગામ ગપાટા, ટીવી, પથારીમાં પડ્યા રહેવાની આળસ વગેરે કાચને પકડવા બરાબર છે.
****************** 348 ******************
Page #385
--------------------------------------------------------------------------
________________
***
૩. જેમ રાખ મેળવવા લાખ રૂપિયા/ડોલરની નોટો બાળી નાખવી મૂર્ખતા છે, તેમ સુકૃતના બદલામાં વાહ વાહથી સંતોષ માનવો એ અહમ્ને પોષવા બરાબર છે. ૪. જેમ માખણ માટે પાણી વલોવે તે મૂર્ખ છે, તેમ આ ભવમાં પ્રસન્ન-સ્વસ્થ રહેવા નવા નવા ઉપકરણો વસાવવાની દોડ જેવી મૂર્ખતા છે.
દેવ-ગુરુ-ધર્મની ‘તત્ત્વત્રયી'ના શરણે જોઈએ. એમની બુદ્ધિને આપણી ‘શ્રદ્ધા’ સમર્પિત કરીએ. એમણે આપેલી પ્રેરણાને પામવા આપણી બુદ્ધિને તૈયાર કરીએ. ‘શ્રદ્ધા અને સમર્પણ' પ્રેરણા પમાડે, જે સિદ્ધશીલા પર પહોંચાડે!
આચારાંગના સુભાષિતો :
܀
܀
܀
܀
܀
܀
સુભાષિતો
પ્રબુદ્ધ જીવન માસિક, પર્યુષણ અંક સપ્ટે-ઓકટો. ૨૦૧૨
܀
܀
અે લોએ - મનુષ્ય પીડિત છે.
ખણું જાણાહિ પંડિએ - પંડિત, તું ક્ષણને જાણ. Time is precious.
દુખ્ખું પત્તેય સાયં - સુખ-દુઃખ પોતપોતાના હોય છે.
સ્થિ કાલસણા ગમો - મૃત્યુ કોઈપણ ક્ષણે આવી શકે છે.
સવ્વસિં જીવિયં પિયં - બધાને જીવન પ્રિય છે.
જે એગ્ગ જાણાઈ સે સર્વાં જાણાઈ - જે એકને જાણે છે તે બધાને જાણે છે. જે સળં જાણાઈ સે એગ્ગ જાણાઈ - જે બધાને જાણે છે તે એકને જાણે છે.
સવ્રતો પમત્તસ ભયં - પ્રમાદીને ચારે બાજુથી ભય હોય છે.
સવ્રતો અમત્તસ્સ ત્થિ ભયં:- અપ્રમાદીને કોઈપણ જાતનો ભય નથી. તમેવ સચ્ચ સેિકં જ જિણેહં પવેઈયં - જિનેશ્વવ૨ પ્રણિત તત્ત્વ જ સત્ય છે, તેમાં શક કરવો નહીં.
****************** 344 ******************
Page #386
--------------------------------------------------------------------------
________________
ધની અણગાર
પ્રબુદ્ધ જીવન સામયિક
“અનુત્તરોપપાતિક સૂત્ર' લેખમાંથી ધન્ના અણગાર ઃ
“અનુત્તરોપપાતિક સૂત્ર આગમોમાં નવમું અંગ સૂત્ર છે. જેમાં ધન્યકુમાર જે ધન્ના અણગાર બન્યા તેની રોચક કથા વર્ણવી છે.
કાંકદી નગરી, ભદ્રા નામની સાર્થવાહીનાં પુત્ર ધન્યકુમાર. ભદ્રા સાર્થવાહી એક સાધન સંપન્ન સન્નારી, પ્રચુર ધન સંપત્તિ, વિપુલ ગોધન, અનેક દાસ-દાસીઓની સંપદાવાળી અને સમાજમાં સન્માનયુક્ત નારી હતી.
ધન્યકુમાર સમૃદ્ધ ઘરમાં જન્મ્યા હતા. સુંદર દેહ, પાંચ ધાત્રીઓ (૧) ક્ષીર ધાત્રી (૨) મજ્જન ધાત્રી (૩) મંડન (શૃંગાર) ધાત્રી (૪) ખેલન ધાત્રી અને (૫) અંતર ધાત્રી (ગોદમાં લઈ ફેરવે) દ્વારા પાલન પોષણ, ૩ર કન્યાઓ સાથે પાણિગ્રહણ થયું.
માતા તરફથી ધન્યકુમારને પ્રીતિદાનમાં સોના, ચાંદી, મોતી, ગોકુળ, ઘોડા, હાથી, દાસી આદિનું ઐશ્વર્ય ૩૨-૩રના પ્રમાણમાં મળ્યું હતું. જે ધન્યકુમારે દરેક પત્નીને આપી દીધું હતું.
મહાવીર પ્રભુ કાકંદીમાં પધાર્યા. ધન્યકુમાર ચાલીને ભગવાનના દર્શને જાય છે. ઉપદેશનું અમૃત પીતાં વૈરાગ્ય-અણગાર બની ગયા. જે દિવસે દિક્ષા લીધી તે જ દિવસ ભગવાનની આજ્ઞા લઈ. જીવન પર્યત નિરંતર છઠ્ઠ તપ તથા પારણામાં આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. અદભૂત આહાર અનાસક્ત જીવનું દર્શન!
આયંબિલનો આહાર સંસૃષ્ટ હાથથી અર્થાત્ ખરડેલ કે આહારથી લિપ્ત હાથથી દે તો જ કહ્યું. વળી તે આહાર ઉર્જિત આહાર અર્થાત્ જે અન્ન પ્રાયઃ કોઈ ઈચ્છે નહીં, ફેંકી દેવા યોગ્ય તેવો જ નિરસ આહાર લેવાની પ્રતિજ્ઞા! =================K ૩૫૬ -KNEF==============
Page #387
--------------------------------------------------------------------------
________________
ગોચરીમાં પાણી ના મળ્યું, પાણી મળ્યું ને ભોજન ના મળ્યું હોય છતાં અદીન, પ્રસન્ન ચિત્ત, કષાય મુક્ત, વિષાદ રહિત, ઉપશમ ભાવમાં સમાધિ ભાવ રાખી સ્થિત રહેતાં. સંયમ નિર્વાહ માટે જ આહાર લેતાં.
પ્રખર તપસ્વી આંતર અને બાહ્ય તપની ઉત્કૃષ્ટ સાધનાથી આત્મા પ્રતિદિન તેજસ્વી બનતો ગયો. શરીર કૃશ, બહારથી એક એક અંગ સુકાયેલા છતાં મુખ પરનું તેજ ઢાંકેલા અગ્નિ સમાન દેદિપ્યમાન. માંસ અને લોહી જાણે દેખાય જ નહીં. ફકત હાડકાં, ચામડી, નસો દેખાય. આવી તપશ્વર્યાનું વર્ણન સાહિત્યમાં જવલ્લે જ વાંચવા મળે!
ઘોર તેજસ્વી અણગારના છાતીના હાડકાં જાણે ગંગાની લહેરો સમાન, અલગ અલગ પ્રતીત થતાં હતાં. કરોડના મણકા જાણે રૂદ્રાક્ષની માળા સમાન, ભૂજાઓ સૂકાયેલ સર્પ સમાન, હાથ ઘોડાની ઢીલી લગામની જેમ લટકી ગયા હતાં. શરીર એટલું ખખડી ગયું હતું કે ધન્ના અણગાર ચાલતા ત્યારે હાડકાઓ પરસ્પર અથડાવાને કારણે કોલસાની ભરેલી ગાડીની જેમ અવાજ આવતો.
શરીર હતું છતાં અશરીરી જેવા બની ગયા હતાં. તેમ છતાં આત્મા, તપના પ્રખર તેજથી અત્યંત તેજસ્વી થઈ ગયો હતો. આવા તપોધની અણગારની ખુદ મહાવીર ભગવાન, તેમનાં ગૌતમ ઈન્દ્રભૂતિ પ્રમુખ ૧૪,૦૦૦ શ્રમણોમાં ધન્ય અણગારને મહા દુષ્કારક, મહા નિર્જરાકારક કહી બિરદાવતા હતા.
આઠ મહિનાની અજોડ તપસ્યા કરી અને એક માસની અંતિમ સાધના બાદ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ધન્ના અણગાર ઉત્પન્ન થયા છે. ત્યાં ૩૩ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ ત્યાંથી સિદ્ધ થશે.
ધન્ય હો ધન્ના અણગારને! જૈનમ્ જયતિ શાસનમ્!
=================K ૩૫૭ -KNEF==============
Page #388
--------------------------------------------------------------------------
________________
પુત્ર-પુત્રી મોહના ઉદાહરણો :
કૃષ્ણ વાસુદેવના નાના ભાઈ ગજસુકુમાલને અરિષ્ટનેમિ ભગવાનની દેશનાથી વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો છે. કૃષ્ણ સોમિલ બ્રાહ્મણની પુત્રી સોમા નામની કન્યા, ગજસુકુમાલ સાથે પરણાવવા અંતઃપુરમાં રાખી છે. માતા દેવકી ગજસુકુમાલ પ્રત્યેના પુત્રમોહને કારણે અનુકૂળ-પ્રતિકૂળ, રાગાત્મક પ્રલોભનો, સંયમ માર્ગ કઠીન છે આદિ અનેક પ્રકારે યોગથી ભોગ તરફ વાળવાની યુક્તિઓ કરે છે. ગજસુકુમાલ જ્ઞાનગર્ભિત વેરાગ્યના દઢ રંગે રંગાતા “મહાકાળ' નામના સ્મશાનમાં ભિક્ષુ મહાપ્રતિમાની આરાધના કરે છે. ગજસુકુમાલ ૧૬ વર્ષની ઉમરે અંતગડ કેવલી થયા.
સૌમિલ બ્રાહ્મણનો સોમા પુત્રી પ્રત્યેનો પુત્રમોહ પણ અતિ તીવ્ર જ હતો. એને કારણે મોહાંધ બની નવદીક્ષિત ગજસુકુમાલ મુનિરાજનાં તાજા મુંડિત મસ્તક પર ધગધગતા ખેરના અંગારા, ભીની માટીની પાળ બાંધી રાખી દીધા હતાં.
એક અતિ મૂલ્યવાન શિક્ષા ના ભૂલાય. મમત્વ એ પરિગ્રહ છે! મમત્વને જૈન ધર્મમાં કર્મબંધનું કારણ માન્યું છે. મમત્વના ત્યાગથી ધૂત સાધના (કર્મ નિર્જરાનો હેતુ) થાય છે.
=================K ૩૫૮ -KNEF==============
Page #389
--------------------------------------------------------------------------
________________
છે
છે
©
જ
S
વિભાગ-૧૨ જિન આગમ તારે, ભવ પાર ઉતારે • “શ્રદ્ધાંધ'નું સ્તવન : “તારા વિના મારું જીવન અધૂરું' ૩૬૦ જિન આગમનાં ૧૨ અંગો
૩૬ ૧ ૧૨ અંગોની સંક્ષિપ્ત વિગત આગમમાં મોક્ષ માર્ગનો નિર્દેશ આત્માનાં આઠ ભેદો માર્કદી પુત્ર અણગારના પ્રશ્નો
૩૬૯ અધ્યયન, અધ્યાત્મ, શ્રુતજ્ઞાન
૩૭૨ આજની વાત “ચિત્તશુદ્ધિ
૩૭૩ કેટલાનાં શરણ ગ્રહ્યાં?
૩૭૪ ભગવતી સૂત્ર : આગમનું પાંચમું અંગ
૩૭૬ ઈન્દ્રિયો, મતિજ્ઞાન, છ દ્રવ્યો, ફૂટસ્થ સમ્યકત્વી જીવ, ભવાંતર, નિહ્નવવાદ, આત્માનાં સાત અદ્ભૂત વિશેષણો કર્મ પ્રકૃતિ – આઠ પ્રકારે કર્મ બંધન, કર્મ આદિ, કર્મની વિવિધ અવસ્થાઓ, વેદના અને નિર્જરા, પ્રમાદનાં આઠ પ્રકાર – ક્રિયા પાંચ પ્રકારે કાંક્ષા મોહનીય કર્મ, હસવું સારું કે ખરાબ? પૃથ્વીકાય, વાયુકાય, વનસ્પતિકાય, નિગોદ અલ્પ અને લાંબા આયુષ્યનું કારણ જીવોનો આહાર, છદ્મસ્થ જીવ શુભાશુભ પુદ્ગલો અને નિયાણાં જયંતી શ્રાવિકાનાં પ્રશ્નો જીવને નીકળવાના પાંચ રસ્તા
४०८ વિવેક આદિ દર્શનવાદની ચર્ચા
૪૧૩ પ્રશસ્ત ક્ષેત્રો, તિથિઓ
૪૨૫ =================K ૩૫૯-KNEF==============
Page #390
--------------------------------------------------------------------------
________________
તારા વિના મારું જીવન અધૂરું તારા વિના, મારું જીવન અધૂરું તારા સંગાથમાં પૂરું ને મધુરું. તારા વિના.
તારી તાસીર છે, અતીતની બારી, ભીની સંવેદના, સ્પર્શે અતિ ભારી; દિલ ચાહે ભવોભવ, તારો સાથ કરું, તારા સંગાથમાં, પૂરું ને મધુરું. તારા વિના.
તું મળે, ધરતી ઉપર સ્વર્ગ ઉત્તરે, મનનાં આકાશે મેઘધનુષ પ્રસરે; તારા સંગાથે, “સિદ્ધશિલા' સર કરું, તારા સંગાથમાં, પૂરું ને મધુરું.
તારા વિના.
હંસ શમણાનો, સમર્પણની પાંખો, ઉર્જા “શ્રદ્ધાંધ'ની, તુજ ભીની આંખો; દ્રઢ છે વિશ્વાસ-દમ, પુરુષાર્થ કરું, તારા સંગાથમાં, પૂરું ને મધુરું. તારા વિના.
શ્રદ્ધાંધ”
=================K ૩૬૦ -KNEF==============
Page #391
--------------------------------------------------------------------------
________________
જિત ગમતાં ૧ર અંગો અનંત કરૂણાસાગર, ગુણોના રત્નાકર, દર્શનના દિવાકર ભગવંતે જગતનાં જીવોનાં આત્મશ્રેય માટે દ્વાદશાંગી રૂપ વાણીની પ્રરૂપણા કરી.
તેમાં પહેલું અંગ: આચારાંગ સૂત્ર ૧૮,૦૦૦ પદ પ્રમાણ.
દરેક તીર્થકરોએ સૌ પ્રથમ આચારાંગનો ઉપદેશ આપ્યો છે. મહાવિદેહ ક્ષેત્રનાં વર્તમાન વિહરમાન તીર્થકરો પણ સર્વપ્રથમ આચારાંગ સૂત્રનો ઉપદેશ આપે છે.
મોક્ષના અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવા આચારની જરૂર છે. આ સૂત્રમાં એવા ગહન ભાવો ભર્યા છે જાણે ગાગરમાં સાગર. આચારાંગ અધ્યાત્મની અમૂલ્ય નીધિ છે. આ સૂત્રમાં સાધુના આચાર શું? તેમને કરવા જેવું શું? સંતોએ સતત જાગૃત રહેવા માટેનું આ પ્રથમ સૂત્ર ખૂબ જ શિક્ષામય છે. આ સૂત્ર માતા સમાન, જમણા પગ સમાન છે.
બીજુ અંગઃ સૂયગડાંગ સૂત્ર. આ સૂત્રમાં સાધુને શિક્ષા આપી છે. આ સૂત્ર ડાબા અંગ સમાન છે. એને પિતાની ઉપમા આપી છે.
જે સાધક આધાકર્મી આહારને ભોગવે છે તેની દશા વૈશાલિક માછલી જેવી થાય છે. ઢેક અને કંખ નામનાં પક્ષીઓ પાણીના પૂરમાં તણાઈ આવેલ વૈશાલિક માછલીને પોતાની તીક્ષ્ણ ચાંચ વડે વિંધી તેનું માંસ આરોગે છે. માછલી તરફડીયા મારતી ચીસો પાડી મરણને શરણ થાય છે.
આધાકમી આહાર : દોષિત આહાર ઢેક અને કંખ પક્ષીઓ : આહાર ખાવાથી બાંધેલા કર્મો માછલીને વીંધ : જીવને વિંધે છે. ત્રીજુ અંગ : ઠાણાંગ સૂત્ર. તે જમણી પીંડી સમાન છે. તેમાં ૧ થી ૧૦ બોલોનું વર્ણન આવે છે. ચોથું અંગ: સમવાયાંગ સૂત્ર. તે ડાબી પીંડી સમાન છે.
=====
==========k ૩૬ ૧ =================
Page #392
--------------------------------------------------------------------------
________________
પાંચમું અંગ : મૈયા ભગવતી સૂત્ર. તે જમણી જાંધ સમાન છે.
તેને વિવાહ પન્નતિ પણ કહેવાય છે. તેમાં ૩૬,૦૦૦ પ્રશ્નો ગૌતમ સ્વામીએ પૂછેલા છે. ભગવાને ગોતમને, ગોયમા, હે મારા અંતેવાસી! આવા હાલભર્યા શબ્દોથી સંબોધ્યા છે. ગૌતમસ્વામી કેટલા ભાગ્યશાળી? કેટલા વિવેક-વિનય અને ગુરુભક્તિમાં તરબોળ હશે એ? મારા ભગવાનની આજ્ઞા એ જ જીવન અને એ જ મારા પ્રાણ. આવા ગુણોના પ્રભાવે અંતેવાસી બન્યા હશે ભગવાનનાં ! ગુરુને અર્પણ થાય તેને તર્પણતા મળે!
છઠું અંગ : જ્ઞાતા સૂત્ર. જે ડાબી જાંધ સમાન છે. સાતમું અંગઃ ઉપાસક (શ્રાવક) દશાંગ (૧૦) સૂત્ર. જે જમણા પડખા સમાન છે. આઠમું અંગ: અંતગડ સૂત્ર. જે ડાબા પડખા સમાન છે. (કેવળજ્ઞાન બાદ તરત સિદ્ધ થનારા) નવમું અંગ : અનુત્તરોપપાતિક સૂત્ર. જે જમણી ભૂજા સમાન છે. દશમું અંગ : પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. જે ડાબી ભૂજા સમાન છે. અગિયારમું અંગ : વિપાક સૂત્ર. જે ગરદન સમાન છે. બારમું સૂત્ર: દષ્ટિવાદ સૂત્ર. જે મસ્તક સમાન છે.
૧ર અંગોની સંક્ષિપ્ત વિગત લેખક-સંગ્રાહક : પૂ.આ.મશ્રી પુણ્યોદયસાગરસૂરિજી
મુનિશ્રી મહાભદ્રસાગરજી ૧. આચારાંગ : માતા સમાન, જમણા પગરૂપ. પ્રમાણ : ૧૮૦૦ પદો.
શ્રુતસ્કંધ-૨ (૧) બ્રહ્મચાર્ય-૯ અધ્યયનો (૨) આચારાંગ-૧૬ અધ્યયનો. વર્ણન: ગોચરી જવાની વિધિ, સાધુ જીવનની ઉપયોગી માહિત, પૃથ્વી આદી
છ કાયમાં જીવ છે તેનું નિરૂપણ. Kakkkkkkkkkkkkkkkk ૩૬૨-kkkkkkkkkkkkkkkkkk
Page #393
--------------------------------------------------------------------------
________________
૨. સૂયગડાંગ (સૂયગડ) : પિતા સમાન, ડાબા અંગ સમાન.
પ્રમાણ : ૩૬,૦૦૦ પદો, ૨૧,૦૦૦ શ્લોક શ્રુતસ્કંધ : (૧) ગાથા ષોડશક-૧૬ અધ્યયનો (૨) આદ્રકુમાર-ગોશાલા વિષે આદિ. વર્ણન : ૩૬૩ પાંખડીઓ, ઋષભદેવનાં ૯૮ પુત્રોનાં પ્રશ્નો-સમાધાન,
મહાવીરના ગુણો વિશે. ૩. (ઠાણાંગ) સ્થાનાંગ : જમણી પીંડી સમાન.
પ્રમાણ : ૭૨, ૦૦૦ પદો, ૩,૭૦૦ શ્લોક. શ્રુતસ્કંધ : (૧) ૧૦ અધ્યયનો છે. વર્ણન : ૧ થી ૧૦ અંકમાં આવતા જગતનાં દ્રવ્યોની યાદી, ૯ આત્માએ
તીર્થકર નામકર્મ બાંધ્યું તે શ્રેણિક સુલસા વગેરે, જૈન ભૂગોળ. ૪. સમવાયાંગ : ડાબા પીંડી સમાન. પ્રમાણ :
શ્રુતસ્કંધ-૨ (૧) અધ્યયનમાં કુલ ૧૩૫ સૂત્રો છે. (૨) ૧૨ અંગોનું સંક્ષિપ્ત સ્વરૂપ. વર્ણન : ૧ થી ૧૦૦, ૨૦૦, ૩૦૦, ૪૦૦, ૧ લાખ, ૧૦ લાખ સાગરોપમ સ્થિતિ પદાર્થોની યાદી મહાવીર ભગવાને પ્રરૂપીત કરેલ છે. ભગવતી : (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ-વિવાહ પતિ) પ્રમાણ : ૨,૮૮,૦૦૦ પદો, ૪૧ શતક, ૧૦૦ અધ્યયનો, ૧,૦૦૦ ઉદ્દેશાઓ શ્રુતસ્કંધ-૨ઃ જમણી જાંઘ સમાન, જયકુંજર હાથી સાથે સૂત્રની સરખામણી વર્ણન : ૩૬૦૦૦ પ્રશ્નો, જયંતી શ્રાવિકોના પ્રશ્નો, અન્ય પ્રશ્નો. જ્ઞાતાધર્મ કથાગ (નાયા ધમ્મકહા) : ડાબી જાંધ સમાન શ્રુતસ્કંધ-૨: (૧) જ્ઞાતા શ્રુતસ્કંધ-૧૯ અધ્યયનો (૨) ધર્મકથા શ્રુતસ્કંધ૧૦ વર્ગ, દ્રોપદીએ જિનપૂજા કરી તે અધિકાર, ઈન્દ્રિ-ઈન્દ્રાણીઓનાં વૃત્તાંતો.
૫.
Page #394
--------------------------------------------------------------------------
________________
વર્ણન: અઢી દિવસ હાથીના ભવમાં મેઘકુમાર, રૂપક કથાઓ, મલ્લિનાથ
ભગવાનનું જીવન દર્શન, નંદ મણિયારનું જીવન વૃત્તાંત. ૭. ઉપાસક દશાંગ (ઉવાસગ દશા) : જમણા પડખા સમાન.
ઉપાસક : શ્રાવક : ૧૦ પ્રમાણ : ૫૭,૬૦૦ પદો, ૮૧૨ શ્લોકો. શ્રુતસ્કંધ-૨ઃ પ્રથમ અધ્યયન-આનંદ શ્રાવક, બીજાથી ૮ અધ્યયનો-કામદેવ શ્રાવક આદિને ચલિત કરવા દેવોના ઉપસર્ગો. આનંદ, કુંડકોલિક, તેતલિ પિતા, નંદિની પિતાને દેવોના ઉપસર્ગ ન હતા.
વર્ણન ઃ આનંદ આદિ ૧૦ શ્રાવકોનાં અધિકાર કામદેવ, સદાલ પુત્ર. ૮. અંતકૃત દશાંગ (અંતગડ દશા) ૮ વર્ગ ૮૨ અધ્યયન, ડાબા પડખા સમાન.
પ્રમાણ : ૧૧,પ૬,૦૦૦ પદો, ૮૫૦ શ્લોકો. શ્રુતસ્કંધ : (૧) શ્રેણિકની રાણી મહાસેન કૃષ્ણ-૧૦૦ ઓળી (૨) સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાને ગજસુકુમાલનું જીવન વૃત્તાંત (૩) અઈમુત્તા મુનિ, અર્જુનમાલી વર્ણન : અંતકૃત = કેવળજ્ઞાન પામી તરત જ આયુ પૂર્ણ કરી ૮ કર્મોનો ક્ષય કરે, સિદ્ધ થાય યાદવ વેષ વિભૂષણ, શ્રી અંધક વિષ્ણુનાં ગોતમ વગેરે
૮ પુત્રો શત્રુંજય પર અંતકૃત. ૯. અનુત્તરોપાતિક દશાંગઃ (અનુસરો હવાઈ દશા) ૩ વર્ગો, ૩૩ અધ્યયનો,
જમણી ભૂજા સમાન. પ્રમાણ : ૨૩,૦૪,૦૦૦ પદો.
તસ્કંધ : મહાવીર ભગવાને પર્ષદામાં વખાણ્યા ધન્ના કાકંદી અણગાર, ૮ મહિનાના ચરિત્ર પર્યાયમાં છઠ્ઠને પારણે આયંબિલ. વર્ણન : શ્રેણિકની રાણી ધારિણનાં જાલિ વગેરે ૭ પુત્રો. ચેલ્લાણાનાં
વેહલ્લ, વેણ ૨ પુત્રો, નંદારાણીનાં સુપુત્ર અભયકુમારના ચરિત્રો. =================K ૩૬૪ -KNEF==============
Page #395
--------------------------------------------------------------------------
________________
૧૦. પ્રશ્નવ્યાકરણ (મહા વાગરણમ્) : ડાબી ભૂજા સમાન.
પ્રમાણ : ૪,૬૦,૮૦૦ પદો.
શ્રુતસ્કંધ : ૧ શ્રુતસ્કંધ છે. ૧૦ અધ્યયનો, ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો,૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાતિશયો મહાચમત્કારી વિદ્યામંત્રો.
વર્ણન : ઘણો ભાગ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. હિંસા આદિ ૫ આશ્રવોનું વર્ણન, અહિંસા આદિ ૫ સંવરો, નાગકુમાર વગે૨ે ભવનપતિ દેવો સાથેનો વાર્તાલાપ.
૧૧. વિપાક સૂત્ર (વિવાગ સુયમ) : ગરદન સમાન.
પ્રમાણ : ૯૨,૧૬,૦૦૦ પદો.
܀
શ્રુતસ્કંધ : (૧) દુ:ખ વિપાક શ્રુતસ્કંધ (૨) સુખ વિપાક શ્રુતસ્કંધ, બંનેના ૧૦-૧૦ અધ્યયનો, યુગબાહુ તીર્થંકરને દાન દીધાનો ઉલ્લેખ.
વર્ણન : મૃગાપુત્રનો અધિકાર, અસહ્ય પીડાઓથી ઘેરાય છે, ગૌતમસ્વામી જોવા જાય છે, દાન ધર્મનો મહિમા.
(૧૨) દૃષ્ટિવાદ : મસ્તક સમાન. વર્ણન : અનુપલબ્ધ છે.
૪૫ આગમમાં, ૧૨ અંગ + ૧૧ ઉપાંગ + ૧૦ પયજ્ઞા + ૬ છેદસૂત્રો + ૪ મૂળસૂત્રો + ૨ ચૂલિકાને સમાવિત કર્યા છે.
૧૦ પયજ્ઞાઓ ઃ ૧. ચઉસરણ, ૨. આતુર પ્રત્યાખ્યાન, ૩. મહાપ્રત્યાખ્યાન, ૪. ભક્ત પરિક્ષા, ૫. તંદુલ વૈચારિક, ૬. સંસારક, ૭. ગચ્છાચાર, ૮. ગણિવિદ્યા, ૯. દેવન્દ્રસ્તવ, ૧૦. મરણ સમાધિ.
૧૦ પયજ્ઞોઓમાં પ્રથમ ચઉચરણ અને બીજું આતુર પ્રત્યાખ્યાન આવે છે. તીર્થંક૨ દેવે અર્થથી જણાવેલ શ્રુતને અનુસરીને પ્રજ્ઞાવાન મુનિવરો જેની રચના કરે તેને પ્રકીર્ણક અથવા પયન્ના કહે છે. એની ઔત્પાતિકી આદિ ચતુર્વિધ બુદ્ધિવાળા મુનિવરો શ્રુતાનુસાર ગ્રંથરૂપે પ્રરૂપણા કરે.
આતુર અથવા આઉર પચ્ચક્ખાણમાં આઉ૨-રોગથી ઘેરાયેલો આત્મા, ****************** 354 ******************
Page #396
--------------------------------------------------------------------------
________________
એમાં બાળમરણ,બાલ પંડિતમરણ અને પંડિતમરણ ત્રણ મુખ્ય વિષયોની સ્પર્શના કરેલ છે. એના અંતર્ગતમાં દેશવિરતિ, ધર્મનું સ્વરૂપ, અતિચાર આલોચના, હિંસાદિ, વિરતિ, પ્રતિક્રમણ, ગહ વગેરે સમાવિષ્ટ છે. સંથારાની વિધિ પણ વર્ણવી છે.
તંદુલ વેચારિક પયગ્રાની વિગતો અચંબો પમાડે એવી પ્રજ્ઞાત્મક છે. શરીરની અશુચિ ભાવનાનો વિષય મુખ્ય લીધો છે.
મનુષ્યનો ગર્ભકાળ, ગર્ભસ્થ જીવનની ગતિ, ગર્ભગત જીવનનો વિકાસક્રમ, આહાર, અંગરચના, ગતિ, પ્રસવ વિષયક નિરૂપણ, પ્રસવકાળ, પ્રસવ વેદના, મનુષ્યની ૧૦ દશા, યુગલિક આદિનો ધર્મ, શતાયુ વર્ણવાળા જીવના આહાર અને અશુચિ ભાવના, સ્ત્રીના શરીરને આશ્રી નિર્વેદ વૈરાગ્ય ઉપદેશ વગેરે વર્ણવેલ છે.
Detailed Gynecological ekplanation is astounding and highly surprsing.
મનુષ્યના જીવનમાં કુલ કેટલા શ્વાસોચ્છવાસ છે અને કેટલા તંદુલ અર્થાત્ ચોખા પ્રમાણ આહાર કરે છે, તે મુખ્ય વિષયને વર્ણવતાં મગ, ઘી, મીઠું, વસ્ત્રો આદિના ઉપભોગનું વર્ણન કરેલ છે.
સંથારો ધારણ કરનારા મહાપુરુષો :
આર્યા પુષ્પચૂલાના ધર્માચાર્ય અર્ણિકાપુત્ર, સુકોસલ ઋષિ, ઉર્જનના અવંતિ સુકમાલ, ચાણક્ય, કાંકદી નગરીના અભયઘોષ રાજા, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ વગેરે. સંથારો કરનાર ગુરુ, શ્રમણ સંઘ, સંપૂર્ણ જીવ રાશિને ખમાવે છે.
આયરિય ઉવન્ઝાએ' સૂત્રની ત્રણ ગાથાઓ આ વિષયમાં સુપ્રસિદ્ધ છે.
=================K ૩૬૬ -KNEF==============
Page #397
--------------------------------------------------------------------------
________________
ગમમાં મોક્ષ માર્ગનો નિર્દેશ
- નમ્રમુનિ લિખિત લેખમાંથી જગતના મોટાભાગના જીવો દિશા વગરની દોટવાળા છે. સંસારમાં રહીને ગમે તેટલી ગતિ કે પ્રગતિ કરે તે ટેમ્પરરી જ હોય છે. કેમકે તે લક્ષ્ય વિહિન હોય છે.
જીવન ટેમ્પરરી છે, જીવ પરમેનન્ટ છે. આત્મા મૂળરૂપે બધાનો જ સરખો છે. આત્માની દૃષ્ટિએ બધા આત્મા સરખી ક્ષમતાવાળા છે, કોઈ ફરક નથી છતાં ઘણો ફરક છે.
ભવોભવથી આપણે જીવનને દિશા આપ્યા કરી છે, ભગવાને તે ભવમાં જીવને દિશા આપી હતી. જીવનની દિશાઓ વારંવાર બદલાયા કરે છે, મહાવીરે જીવનની દિશા નક્કી કરી એ દિશા એક જ હતી અને દશા પણ એક જ હતી.
મહાવીરની દિશા હતી : હું મને ઓળખું, હું મને મળું.
આપણે રોજ જ જેને મળીએ છીએ તે હું છે જ નહીં, જેને મારે મળવાનું છે તેને આજ સુધી હું મળ્યો જ નથી.
જે પોતાને મળે તેને બીજાને મળવાનું રહેતું નથી. જે પોતાને મળતા નથી તે જગત આખાને મળવા જાય છે. સંસારમાંથી, જગતમાંથી જે કંઈ મેળવીએ છીએ તે તો મેળવેલું હોય છે, અને મેળવેલું હંમેશાં ગુમાવવાનું હોય છે.
હું મને મળુ, મારામાંથી કંઈક મેળવું, મારા થકી મેળવું, જેનાથી આખા જગતને પ્રકાશિત કરી શકું એવો બોધ જયાંથી મળે તે ગ્રંથનું નામ છે “આગમ' આગમ અગમને એક્ટીવ કરી દે છે.
અગમ : ઈન્દ્રિયોથી જેને ગમ જ ન પડે. ૮ રૂચક પ્રદેશો.
આત્મા જ્યારે સંપૂર્ણ શુદ્ધ થઈ ગયો ત્યારે મહાવીર, ભગવાન બન્યાં. અત્યારે પણ આપણાં આત્માનાં અસંખ્ય અશુદ્ધ પાર્ટીકલ્સ વચ્ચે, શરીરના મધ્ય ભાગમાં આઠ એવા પ્રદેશો (પાર્ટીકલ્સ) છે, જે સંપૂર્ણ શુદ્ધ છે. (રૂચક પ્રદેશો) =================K ૩૬૭ -KNEF==============
Page #398
--------------------------------------------------------------------------
________________
>>>
એ સિદ્ધ ભગવાન જેવા જ રૂચક પ્રદેશો છે. અનંત શક્તિ, જ્ઞાન, દર્શનરૂપ છે. અસંખ્ય અશુદ્ધિ વચ્ચે આઠ શુદ્ધ પ્રદેશો નગણ્ય બની ગયા છે. આઠ પ્રદેશો Passive થઈ ગયા છે. એને એક્ટીવ કરે તે ગ્રંથ છે. ‘આગમ’ શુદ્ધ થવા લાગે ત્યારે સિદ્ધિ નજીક આવી જાય છે. આગમ મોક્ષ અપાવે.
આત્માતાં આઠ ભેદ
ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે કે, હે ભંતે! આત્મા કેટલા પ્રકારે? એ પ્રશ્નના ઉત્તરમાં સ્યાદ્વાદી ભગવંત મહાવીરે પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ આત્માના ૮ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે :
૧. દ્રવ્યાત્મા, ૨. કષાયાત્મા, ૩. મન-વચન-કાયાવાળા યોગાત્મા, ૪. ઉપયોગાત્મા, ૫. જ્ઞાનાત્મા, ૬. દર્શનાત્મા, ૭. ચારિત્રાત્મા, ૮. વીર્યાત્મા.
જુદા જુદા પર્યાયોને લેતો જાય અને મૂકતો જાય છે તે દ્રવ્યાત્મા અથવા કષાયાદિ પર્યાયોને ગૌણ કરે ત્યારે શુદ્ધ દ્રવ્યરૂપ પોતાના સ્વભાવને પ્રાપ્ત થયેલો આત્મા તે દ્રવ્યાત્મા છે.
દ્રવ્ય અને પર્યાય બંને તત્ત્વો પદાર્થ માત્રમાં રહેલા જ છે માટે બંને દૃષ્ટિથી જોયા વિના છૂટકો નથી. એક દૃષ્ટિ દ્રવ્યાસ્તિક નયની, બીજી પર્યાયાસ્તિક નયની. આત્મા નિત્ય એ ભાષા વ્યવહાર દ્રવ્યની દૃષ્ટિએ સત્ય છે.
આત્મા અનિત્ય છે એ ભાષા વ્યવહા૨ પર્યાયની દૃષ્ટિએ સત્ય જ છે. આમ બંને પ્રકારે કરાતો ભાષા વ્યવહાર સાપેક્ષ ભાષણ છે, જે સર્વથા સત્ય છે.
આત્મા નિત્ય જ છે કે આત્મા અનિત્ય જ છે, એ નિ૨પેક્ષ ભાષણ અસત્ય છે. ભગવાને આવા વ્યવ્હારને સર્વથા જૂઠો અને પ્રપંચી કહ્યો છે, કારણ એનાથી સંસારના કલેશો, કંકાસો, વિતંડાવાદ જન્મે છે.
દુનિયા ખૂબસુરત હૈ, હમેં જીના આયા નહીં,
હર ચીજ મેં નશા ભરા હૈ, હમે પીના આયા નહીં.
****************** 35 ******************
Page #399
--------------------------------------------------------------------------
________________
******
આઠેય આત્માઓ પરસ્પર સંબંધીત છે.
દ્રવ્યાત્મા કષાયાત્મા હોય છે અને ના પણ હોય, પરંતુ કષાયાત્મા નિયમા દ્રવ્યાત્મા હોય છે. મોહકર્મથી ઘેરાયેલો આત્મા નિયમથી કષાયાત્મા હોય છે. સિદ્ધાત્મા યોગ વિનાના હોવાથી યોગાત્મા નથી પરંતુ દ્રવ્યાત્મા છે જ. યોગાત્મા છે તે પણ નિયમથી દ્રવ્યાત્મા છે. સમ્યગ્દષ્ટિ જીવો જ્ઞાનાત્મા છે, સિદ્ધના જીવો જ્ઞાનાત્મા છે અને નિયમા દ્રવ્યાત્મા હોય જ. કેવલી જીવો ઉપયોગાત્મા છે.
>>>
૧. ચારિત્રાત્મા સૌથી ઓછા અને સંખ્યાત છે, ૨. જ્ઞાનાત્માઓ અનંત છે સિદ્ધ અને સમગ્રદૃષ્ટિની અપેક્ષાએ, ૩. તેનાથી અનંતગુણા કષાયાત્મા, ૪. તેનાથી વિશેષાધિક યોગાત્મા, અયોગીની અપેક્ષાએ વીર્યાત્મા વિશેષાધિક, ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા, દર્શનાત્માની સંખ્યા સરખી છે.
માકંદીપુત્ર અણગારના પ્રશ્નો ભગવતી સૂત્રસાર : ભાગ-૩
રાજગૃહી નગરનું ‘ગુણશિલક' નામે ચૈત્ય ઉદ્યાન હતું. ભગવાન મહાવીર નગરીમાં પધાર્યા. સમવસરણની રચના થઈ, પર્ષદાઓ ભરાણી, ધર્મોપદેશ થયો.
તે કાળે, તે સમયે, શ્રમણ મહાવીર સ્વામીના એ માકંદીપુત્ર અણગાર હતાં. સ્વભાવથી ભદ્ર પરિણામી, ઉપશાંત, ક્રોધ-માન-માયા-લોભને પાતળા ક૨ના૨ા, માર્દવ તથા આર્જવ ગુણને આત્મસાત્ કરનારા, ગુરુની આજ્ઞા પ્રમાણે સંયમ ધર્મને પાળનારા, વિનય-વિવેકપૂર્વકની પર્યુપાસના કરનારા હતાં. તે મુનિએ સમવસરણમાં આવી વંદન-નમનપૂર્વક પૂછ્યું કે,
સ્થાવર જીવો મનુષ્ય અવતાર મેળવીને મોક્ષે જાય?
શકે છે?
હે પ્રભુ, પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિક જીવો કાપોત લેશ્યામાં રહ્યું છતાં, ત્યાંથી મરણ પામી સીધે સીધા શું મનુષ્ય અવતારને પામી શકે? અંતે ઘાતીકર્મોનો નાશ કરી, કેવળજ્ઞાન મેળવી મોક્ષમાં જનારા થઈ
****************** *** ******************
Page #400
--------------------------------------------------------------------------
________________
યથાર્થવાદી ભગવંત મહાવીરે કહ્યું કે, “માકંદીપુત્ર અણગાર! તે જીવો માનવભવ સ્વીકારીને બધા કર્મોનો ક્ષય કરી નિર્વાણ પામે છે. કૃષ્ણ વેશ્યાવાળા પણ એ ત્રણ પ્રકારના જીવો મનુષ્ય અવતારમાં આવી મોક્ષ મેળવવામાં ભાગ્યશાળી થઈ શકે છે. અગ્નિકાયિક અને વાયુકાયિક જીવો એ રીતે મનુષ્યભવ મેળવી શકતા નથી.
ચરમ એટલે જેનો સર્વદા અંત થાય.
દા.ત. કેવલી ભવિતાત્મા પોતાનાં જીવનમાં શેષ રહેલા વેદનીય, ગોત્ર અને નામ ત્રણે અઘાતી કર્મોની નિર્જરા કરે અને છેલ્લે આયુષ્ય કર્મનાં છેલ્લા સમયમાં વેદન કરાતાં કર્મને “ચરમ' કહેવાય. એનો સર્વદા અંત થાય છે. ક ક્રિયાઓ પાંચ પ્રકારે છેઃ કાયિકી, અધિકરણિકી, પરિતાપનિકી, પ્રાષિકી,
પ્રાણાતિપાતિકી. જ કોઈપણ સ્થળે, વાયુકાય વિના અગ્નિકાય એકાકી રહી શકતો નથી. ગમે
તે વાયુ કે અગ્નિ હોય તે સચિત હોય છે. વાયુકાય વિના અગ્નિકાય
પ્રજવલિત રહેતો નથી. * પૃથ્વીકાય જીવો આદિ :
પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવો વિષે પૃથ્વીકાયની સાત લાખ યોનિઓ છે. બધા પૃથક પૃથક આહારવાળા, તેનું પરિણમન કરનારા, કૃષ્ણ-નીલ-કાપોત-તેજ વેશ્યા ધરાવનારા, મિથ્યાષ્ટિવાળા, મતિઅજ્ઞાન અને શ્રુત અજ્ઞાનવાળા હોય છે.
કેવળ કર્મયોગના માલિક, સાકાર ઉપયોગ (જ્ઞાન) અને નિરાકાર ઉપયોગ (દર્શન)બંને પૃથ્વીકાય જીવોને હોય છે. જ્ઞાન અસ્પષ્ટ હોય, અભાવ ના જ હોય નહીંતર જીવનું લક્ષણ ઘટે જ નહીં.
આહારમાં દ્રવ્યરૂપ સર્વાત્મ પ્રદેશોથી, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, =================K ૩૭૦ -KNEF==============
Page #401
--------------------------------------------------------------------------
________________
કાળથી જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ કાળમાં તથા ભાવથી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવંત પુગલો લે છે.
ગ્રહણ કરેલા આહારને શરીર અને ઈન્દ્રિયરૂપે પરિણામાવી શકે છે તથા આહાર કરેલાનો અસાર ભાવ મળની જેમ નાશ થાય છે. અનાભોગરૂપ આહાર કરે જ છે, તેવી જ રીતે દૃષ્ટિ કે અનિષ્ટ સ્પર્શનું વેદન અનાભોગપૂર્વક થાય પણ પોતાને સંવેદન થતું નથી.
૧૮ પાપસ્થાનો પણ પૃથ્વીકાય જીવને હોય છે. પૃથ્વીકાયિકો બીજા સ્થાનમાં રહેલા પૃથ્વીકાયિકોનું હનન કરે છે છતાં અહિંસાનું ભાન હોતું નથી. દા.ત. લાલ માટી અને કાળી માટીનું મીશ્રણ પરસ્પર ઘાતક બને છે.
પૃથ્વીકાયિક જીવોની ગતિઃ દા.ત. નરકગતિને છોડી શેષ મનુષ્ય,તિર્યંચ કે દેવગતિમાંથી નીકળી પૃથ્વીકાયત્વ પ્રાપ્ત કરે છે. નરકગતિમાંથી સીધા પૃથ્વીકાયમાં અવાતું નથી. દેવગતિમાંથી સીધા પૃથ્વીકાયમાં આવી શકે છે.
જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટથી ર૨,૦૦૦ વર્ષની સ્થિતિ કહી છે. સમુદ્દઘાત ત્રણ કહ્યાં છે. વેદના, કષાય, મારણાંતિક (સમુદ્દઘાત કરી મરે છે). પૃથ્વીકાય મરીને નરક અને દેવલોકમાં જતા નથી. પરંતુ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જાય છે. આજ પ્રમાણે અકાયના જીવોનું જાણવું.
અપૂકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭,૦૦૦ વર્ષની જાણવી. તેઉકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહો રાત્રની જાણવી. તેઉકાય મરીને તિર્યંચ ગતિમાં તથા ૩ વેશ્યાઓ જાણવી.
વાયુકાયને ૪ સમુદ્દઘાત જાણવા. વેક્રિય, વેદના, કષાય, મરણાંતિક. બાદર નિગોદ વનસ્પતિકાયનો આહાર છ દિશાનો જાણવો.
ઉપર જણાવેલ પાંચ સ્થાવરો બધા જ સૂક્ષ્મ-બાદર-પર્યાપ્ત-અપર્યાપ્ત ચાર પ્રકારે જાણવા.
Page #402
--------------------------------------------------------------------------
________________
>>>>
અવગાહના પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની સહુથી થોડી.
અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયની અવગાહના અસંખ્યાત ગુણ વધારે. અપર્યાપ્ત બાદર વાયુકાયની, પર્યાપ્ત બાદર અગ્નિકાયની, અપર્યાપ્ત બાદર અપ્લાયની, અપર્યાપ્ત બાદ૨ પૃથ્વીકાયની, અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય તથા બાદર નિગોદની અવગાહના ક્રમે ક્રમે અસંખ્યાત ગુણ વધારે છે.
પાંચ સ્થાવર જીવોમાં વનસ્પતિકાયિક જીવો સર્વથી સૂક્ષ્મ સૂક્ષ્મતર છે. બાદરની અપેક્ષાએ પણ વનસ્પતિકાય જ સહુથી વધુ બાદર, બાદતર છે. અધ્યયન, અધ્યાત્મ, શ્રુતજ્ઞાને ‘જિનાજ્ઞા’માંથી
લેખક : પ.પૂ. રત્નભાનુવિજયજી મ.
દશ વૈકાલિક નિર્યુક્તિ – ૨૧મો શ્લોક :
अज्झपस्सायणं, कम्माणं अवचओ उवचिआणं । अणुवच्चओ अनवाणं, तम्हा अज्झयणमिच्छन्ति ।।
અર્થ : (શ્રી શ્રુતજ્ઞાન) પૂર્વ સંચિત કર્મોનો હ્રાસ અને નવા કર્મ સંચયનો નિરોધ કરવા દ્વારા અધ્યાત્મનું અનાયન પ્રાપ્તિ કરાવતું હોવાથી ‘અધ્યયન' કહેવાય છે.
૫ જ્ઞાન પૈકિ, શ્રુતજ્ઞાન જ ‘બોલકું’ જ્ઞાન છે. માત્ર શ્રુતજ્ઞાનની જ લેતી કે દેતી થઈ શકે છે. મતિજ્ઞાન,અવધિજ્ઞાન,મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન ચારેય મૌન છે. ચારેય જ્ઞાનને સમજાવવા માટે શ્રુતજ્ઞાનનો જ આધાર લેવો પડે છે.
ગુરુ-શિષ્ય જ્ઞાન લેતી-દેતી માટે ફક્ત શ્રુતજ્ઞાન જ સંભવે છે. ગુરુ શિષ્યને શ્રુતજ્ઞાન આપવા દ્વારા બીજા જ્ઞાન સ્વયં મેળવી લેવાની કળા શીખવે છે. આને કા૨ણે જ નિસર્ગ સમ્યક્ત્વી કરતાં અધિગમ સમ્યક્ત્વી જીવોમાં અસંખ્ય ગુણો હોય છે. અધિગમ સમ્યક્ પ્રાપ્તિનું મૂળ ગુરુમુખે મેળવેલ શ્રુતજ્ઞાન જ છે ને ! ****************** 392 ******************
Page #403
--------------------------------------------------------------------------
________________
પ.પૂ.ભદ્રબાહુ સ્વામીજી “અધ્યયન' શબ્દની વ્યાખ્યા સહુપ્રથમ સમજાવે છે. બાપા” : અધ્યાત્મની પ્રાપ્તિ જેનાથી થાય તે અધ્યયન.
અધ્યાત્મ' એટલે ? સરળ ભાષામાં : કર્ણરજથી મલિન આત્માનું શુદ્ધ સ્વરૂપ આત્મા તરફનું પ્રયાણ એ જ અધ્યાત્મ.
અધ્યાત્મ : શુદ્ધ સ્વરૂપી આત્માની પ્રાપ્તિ જેનાથી થાય તે અધ્યાત્મ!
અધ્યાત્મ આત્મામાં વિવેક પેદા કરે છે. વિવેકી માણસ હેય, ઉપાદેહનો ભેદ જાણે છે. વિવેકી જીવ આશ્રયનો નિરોધ કરી પછી પૂર્વકૃત કર્મોને શુદ્ધ કરવાનો પ્રયત્ન શરૂ કરી દે છે. પૂર્વ સંચિત કર્મોનો ક્ષય અને નવા કર્મ સંચયનો નિરોધ. આના મૂળમાં શ્રુતજ્ઞાન જ છે.
માટે જ અધ્યાત્મ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે શ્રુતજ્ઞાનની ઉપાસના અને તત્ત્વની ભાવના અનિવાર્ય અંગ કહ્યું છે. યાદ રહે, જૈન શાસનમાં દરેક વ્યવહારમાં શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન કરતાંય વધુ પ્રમાણમાને કહ્યું છે.
આજની વાત ‘ચિત્તશુદ્ધિ પ.પૂ.આ. જયઘોષસૂરિશ્વરજી મ.ની હિતશિક્ષાનો સારાંશ જ જો ચિત્તશુદ્ધિ હોય તો બ્રાહ્ય પરિબળોય શુભ મળે અને આંતરિક પરિણતિ
પણ ઉજ્જવળ બને. શુભ નિમિત્તો, શુભ યોગો, શુભ ભાવનાઓ ચિત્તશુદ્ધિથી મળે તેમ તેમ અશુભ હોય તે બધુ અભ્યતર અને બાહ્ય બંને સ્તરે છૂટતું જાય. ચિત્ત વિશુદ્ધિથી અશુભ વિકલ્પો છૂટે જ પણ બાહ્ય ભૂમિકાએ આસનિમિતોથી
પણ આત્મા દૂર રહે. * ચિત્તશુદ્ધિ શી રીતે મળે?
શુદ્ધિઃ રચાત્ ઋતુમૂતરી – જે સરળ બને છે, જે નમ્ર બને છે તેને શુદ્ધિ મળે છે. સરળ બનવા માટે “અજ્ઞાન” અને “વક્રતા' બંને કાઢવા પડે. અજ્ઞાન સમર્પણથી જશે. અગીતાર્થ સાધુ પણ જો કોઈ ભૂલ કરે, અને એ જો ગીતાર્થને
=====
=========kk ૩૭૩ -----------------*
Page #404
--------------------------------------------------------------------------
________________
***
સમર્પિત હશે તો ગીતાર્થ દ્વા૨ા દોષની શુદ્ધિ થશે. તે દોષ અને તે વિષયક અજ્ઞાન બંને દૂ૨ થશે.
જ્ઞાનને સમર્પિત થઈ જવાથી જ્ઞાન પ્રાપ્ત થશે. શુદ્ધ જ્ઞાનથી વક્રતા સહજ રીતે દૂર થઈ જશે. આવો સરળ, ૠજુ આત્મા શુદ્ધિને યોગ્ય છે. તેને જ ચિત્તશુદ્ધિ મળી શકે છે.
અન્ય દર્શનોમાં કહેવાય છે કે, ચિત્તશુદ્ધિ, મુલાધાર ચક્રથી માંડી સહસ્ત્રાર ચક્ર સુધીના સાતે સાત ચક્રોને વેગ આપે છે. શરીરના એ ચક્રો ગતિવંત થાય કે ન થાય, તેને વેગ મળે કે ન મળે પણ ચિત્તશુદ્ધિથી મોક્ષ પ્રત્યેનાં બાહ્ય અને અત્યંતર બંને, મૂલ આધાર-શુભ અધ્યવસાયો અંગે શુભ સામગ્રી બંને વેગવંત થઈ સ્વયં આવી મળે છે.
પ્રાર્થીએ, સરળ બની ચિત્તની વિશુદ્ધિ કરી આપણો આત્મા શીઘ્ર પરમપદ પામી સિદ્ધશીલામાં સ્થાન ગ્રહણ કરે!
કેટલાતાં શરણ ગ્રહ્યાં? આગમને જાણો : સૂયગડાંગ સૂત્ર કેટલાનાં શરણ ગ્રહ્યાં, ના ગ્રહ્યું એક અરિહંતનું.
કોમી રમખાણ ફાટી નીકળ્યું છે. તમે ક્યાંક ફસાઈ ગયા. તમારી ચારે બાજુ અડધો પોણો કિલોમીટરનો રસ્તો એવો છે કે, તમને કોઈ જોઈ જાય તો બાળી નાખે, કાપી કાઢે, ખતમ કરી નાખે. બચવાની શક્યતા નથી અને એવામાં કોઈક સુજન મળે. ભલે તે એ જ જાતિનો હોય પણ તમને વિશ્વાસ થઈ આવે કે આ બચાવશે. ભાઈ, મને બચાવો. પેલાને દયા આવી ગઈ અને કહે, ચાલ આવી જા. પણ તને જો કોઈ જોઈ ગયું તો તને તો મા૨શે મને પણ ખતમ કરી નાખશે.
જો આ ભોંયરામાં ઉત્તરી જા. ઘણાં દિવસોનું અવાવરૂ એ ભોંયરૂ, ન બારી કે ન બારણું, ઘોર અંધારું. ચામાચિડીયા હોય, ભયંકર વાસ મારતી હોય, દિવસમાં એક વાર ખાવા આપી જાય એવું એ ભોયરૂં. તો પણ તમે ઉત્તરો ને ?
****************** 26* ******************
Page #405
--------------------------------------------------------------------------
________________
***
એ ભોયરૂ શરણ લાગે. જેવું છે તેવું, પણ મને બચાવે છે. જેને ભય લાગે તે શરણ સ્વીકારે.. જેને ભય નથી લાગ્યો તે શરણ ન સ્વીકારે.
܀
શાસ્ત્રોમાં ૪ શરણાં બતાવ્યા છે. પણ તમારે કેટલા શરણાં છે?
કાયદાનો પ્રોબ્લેમ આવ્યો
વકીલમ્ શરણં ગચ્છામિ
હજામમ્ શરણં ગચ્છામિ ધોબીમ્ શરણં ગચ્છામિ
ડોક્ટરમ્ શરણં ગચ્છામિ
સી.એ. શરણં ગચ્છામિ
-
વાળ વધ્યા
કપડાં મેલાં થયા?
માંદા પડયા?
ચોપડા બદલવા છે?
થાક્યા પાક્યા આવ્યા?
ઘરડા થયા?
બિમાર પડયા?
ઘરકામ આવી પડ્યું ?
આવી કોઈપણ વ્યક્તિ જયાં સુધી આધારભૂત લાગશે, શરણભૂત લાગશે ત્યાં સુધી સંસાર નહિં છૂટે. જ્ઞાની ભગવંતોએ તેને બંધન તરીકે ઓળખાવ્યું છે.
-
-
-
-
-
-
પત્નીમ્ શરણં ગચ્છામિ
પુત્રમ્ શરણં ગચ્છામિ
સ્વજનમ્ શરણં ગચ્છામિ
ઘાટીમ્ શરણં ગચ્છામિ
પૂ. ઉપાધ્યાયજીએ ‘અધ્યાત્મસાર ગ્રંથ'માં ભવસ્વરૂપ અધિકાર બતાવ્યો છે. તેમાં સંસારને સમજાવવા ૨૦-૨૦ ઉપમાઓ આપી છે. તેમાંની એક ઉપમા દરમ્યાન કહ્યું છે :
મોહે મજબૂત ગાળીઓ બનાવ્યો છે અને તમારા ગળામાં નાખ્યો છે. છેડો મોહના હાથમાં છે. બરાબર માખણ પાયેલું છે, એટલે ગળામાં સુંવાળો લાગે. જેટલું વધારે સુંવાળું લાગે તેટલી ગાંઠ વધારે મજબૂત થતી જાય ને મોત જલદી આવે.
મને વત્તા પાશ તનવનિતા સ્નેહઘટિત । : પુત્ર અને પત્નીના સ્નેહમાંથી ગૂંથાયેલું દોરડું સ્નેહના બંધનમાં ચેતનાને રુંધે. જેને બંધનથી ડ૨ લાગે, બંધનનો ડર લાગે તેને જ દેવ-ગુરુ-ધર્મનું શરણ ગમે. સંસારથી ડરીને આવેલો આગમને શરણે આવે અને એ જ આનું અધ્યયન કરવાને લાયક છે!
****************** noe ******************
Page #406
--------------------------------------------------------------------------
________________
ભગવતી સૂત્ર : આગમતું પાંચમું અંગ
૪૧ વિભાગો છે, જેને ‘શતક' કહેવાય છે. શતકનાં પેટા વિભાગને ‘ઉદ્દેશક' કહેવાય છે.
આ ‘અંગ’માં ૧૦૦ અધ્યયનો છે. ૧૦,૦૦૦ ઉદ્દેશકો, ૩૬,૦૦૦ વ્યાકરણીય પ્રશ્નો અને ૨ લાખ ૮૮ હજાર પદો હતાં.
ભગવતી સૂત્રમાં કેવળજ્ઞાનીને ગણધરે પૂછેલાં પ્રશ્નોનો સીધો સમાવેશ થાય છે. મુખ્ય પ્રશ્નકારો : ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામી), અગ્નિભૂતિ, વાયુભૂતિ, મંડિત પુત્ર, માકંદી પુત્ર, રોહક, જયંતી શ્રાવિકા તેમજ અન્ય તીર્થિકો અર્થાત્ અન્ય સંપ્રદાયિકો હતાં.
મુખ્યત્વે સૂત્ર શ્રી ગૌતમ અને ભ. મહાવીરનાં સવાલ-જવાબરૂપ જ છે. ભગવતી સૂત્રનું પારાયણ પર્યુષણના દિવસો સિવાય થાય છે.
ભગવતી સૂત્રમાં પ્રધાનતા ગણિતાનુયોગની છે. છતાં પણ તેમાં દ્રવ્યાનુયોગ, ચરિતાનુયોગ અને કથાનુયોગ પણ પૂર્ણ માત્રામાં જોવા મળે છે.
܀
ભગવાન મહાવીરે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે, લોકસ્થિતિ (સંસા૨ મર્યાદા) આઠ પ્રકારની છે. (શતક-૧, ઉદ્દેશક-૬)
* વાયુ આકાશને આધારે રહેલ છે.
ઉદધિ (સમુદ્ર) વાયુને આધારે રહેલ છે.
* પૃથ્વી ઉદધિને આધારે રહેલ છે.
* જીવો (ત્રસ-સ્થાવ૨) પૃથ્વીને આધારે રહેલા છે.
* અજીવો (જડ પ્રદાર્થો) જીવને આધારે રહેલા છે.
* અજીવોને જીવોએ સંઘરેલા છે અને
જીવોએ કર્મોને સંઘરેલા છે.
આકાશ સર્વ વસ્તુઓનો આધાર હોવાથી આધાર વિનાનું છે. આકાશી જીવો ‘ખર’ ભાગની ઉપર તિછાલોકમાં રહે છે.
****************** 30 ******************
Page #407
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિયો, મતિજ્ઞાન, છ દ્રવ્યો ઈન્દ્રિય દ્વારા જ્ઞાન આત્માને થાય છે તે ઈન્દ્રિયોને આત્માએ જ આપમેળે રચેલી છે. દેવ-દેવી ઈશ્વરે નથી રચી. ઈન્દ્રિયોનું વિષય ગ્રહણ સર્વથા નિયત હોય છે. અંધારામાં કેરીને સ્પર્શથી જાણે છે. સૂંધવાથી મીઠી કેરીનું જ્ઞાન થાય છે. અને રંગ પીળો હશે એમ ધારી લે છે. આ બધું મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય, ધારણા, ચાર પ્રકારમાં “ધારણા'ને આભારી છે. અવધાન પ્રયોગોમાં
ધારણા શક્તિની લબ્ધિ જ ચમત્કારી બને છે. * જીવ નામકર્મના ઉદયથી પ્રાણોને ગ્રહણ કરે છે ને પ્રાણ જેને નથી તે
અજીવ છે. છ દ્રવ્યો : જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. આ છએ છ દ્રવ્યો નિત્ય, અવસ્થિત અને અરૂપી છે. જ નિત્ય : પોતાના મૂળ સ્વભાવનો વ્યય ન થાય તે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહેનારું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય
કયારેય થતી નથી. જ અવસ્થિત : સંખ્યામાં હાનિ-વૃદ્ધિ કદીયે થતી નથી. પરસ્પર પરિણમન થતું નથી માટે અવસ્થિત છે. અરૂપી : પગલાસિતકાય સિવાયના બધા દ્રવ્યો અરૂપી છે. રૂપ-મૂર્ત,
ચાર ગુણોથી યુક્ત રૂપ, રસ, ગંધ, સ્પર્શ. કોઈપણ દ્રવ્ય એવું નથી જે ગુણ (સ્વભાવ) વિનાનું હોય. અર્થાત્ ગુણો દ્રવ્યને કોઈ કાળે છોડતા નથી.
ધર્મ-અધર્મ-આકાશ અખંડ અને ક્રિયા રહિત એક એક દ્રવ્ય જ છે. જીવ, પુગલ ક્રિયાવાન છે. ક્રિયાવાન-એક આકારથી બીજા આકારમાં અને એક સ્થાનેથી બીજા સ્થાનમાં જનાર દ્રવ્ય પરમાણુ આદિ વિનાનો, મધ્ય વિનાનો, =================K ૩૭૭ -KNEF==============
Page #408
--------------------------------------------------------------------------
________________
અપ્રદેશી પુગલ પરમાણુઓથી બનેલ સ્કંધ અવયવવાળો હોય છે. તેમાં છેદન ભેદન થતાં છેલ્લે રહે તે પરમાણુ. જૈન શાસન પરમાણુના છેદન ભેદનમાં માનતો નથી.
કુટસ્થ, સમ્યકત્વી જીવ, ભવાંતર જ ફૂટસ્થ : સ્થિર રહેનાર.
સમ્યકત્વી જીવનું આત્મબળ એટલું મજબૂત હોય છે કે, પોતાના શુદ્ધ અધ્યવસાયો દ્વારા આવતા ભવમાં નરકગતિ, વિકસેન્દ્રિય તથા એકેન્દ્રિય જાતિ તથા નપુંસક વેદ જેવા અત્યંત પાપને ભોગવનારા સ્થાનને મેળવી શકતો નથી. આ છે સમ્યકત્વનો ચમત્કાર. જ સમ્યકત્વી જીવ :
અનંતાનુબંધી કષાયો, વચલા ચાર સંસ્થાનો (ન્યગ્રોધ, આદિ, વામન, કુન્જ) આ પ્રમાણે ચાર સંઘયણ (ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કિલીકા) નીચ ગોત્ર, ઉદ્યોતન નામકર્મ, અશુભ વિહાયોગતિ, સ્ત્રીવેદ આદિ જે નિંદનીય અને આર્તધ્યાન કરાવનાર સ્થાનો છે તેનો પણ બંધ કરતો નથી. કારણ, આવા બંધમાં અનંતાનુબંધી કષાયો મુખ્ય કારણો હોય છે! સંકલન રૂપે : છે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ કષાયો બાંધતો નથી.
ન્યગ્રોધ આદિ, વામન, કુલ્ક વચલા ૪ સંસ્થાનો બાંધતો નથી.
ઋષભનારાજ નારાચ, અર્ધનારા, કલિકા ૪ સંઘયણ બાંધતો નથી એ નીચગોત્ર, ઉદ્યોતન નામકર્મ, અશુભ વિહાયોગતિ, સ્ત્રીવેદ બાંધતો
નથી. જ નિંદનીય અને આર્તધ્યાન કરાવનારા સ્થાનોને પણ બાંધતો નથી.
જ આ સ્થાનો અનંતાનુબંધી કષાયોને કારણે બંધાય છે, માટે બાંધતો નથી. જ ભવાંતર શા માટે? ભવાંતર કરવા માટેની મર્યાદા આ પ્રમાણે કહી છે કે,
જે આગલો ભવ પ્રાપ્ત કરવાનો હોય તે માટે તે ભવનું આયુષ્ય કર્મ પહેલા =================K ૩૭૮ -KNEF==============
Page #409
--------------------------------------------------------------------------
________________
બાંધવુ પડે છે, ત્યાર પછી તે ગતિ માટેનું નામકર્મ અને તે ગતિમાં લઈ જનાર આનુપૂર્તિ નામકર્મ ઉપાર્જવું પડે છે. શેષ સાતે કર્મોનો બંધ જીવાત્મા પ્રતિ સમયે કરે છે. કેમકે “જ્યાં ક્રિયા છે ત્યાં કર્મ છે.”
મનની વિચારધારાઓમાં અને ખાસ કરીને ભાવ મનમાં એક સમયને માટે પણ સ્થિરતા નથી. કારણ? ગત ભવોમાં ભોગવેલા પદાર્થોની સ્મૃતિ અને આ ભવમાં પદાર્થો મેળવવાની તત્પરતા. આ બે કારણોને લીધે મન સ્થિર રહેતું નથી. દ્રવ્યમનને સ્વાધીન કરવા સાલંબન ધ્યાન માટેના ઉત્તમ સાધનોનો સ્વીકાર કર્યા પછી પણ ભાવમનને સ્થિર કરવું અતિ દુર્લભ છે.
જે લેગ્યાનું ગ્રહણ કરીને જીવ મરણ પામે તે વેશ્યાવાળો થઈને બીજે ઠેકાણે જીવ ઉત્પન્ન થાય છે.
૧. પહેલાં, આગલા ભવના આયુષ્યનો બંધ. ૨. ત્યાર પછી, ગતિ માટેનું નામકર્મ બંધ. ૩. તે ગતિમાં લઈ જનાર આનુપૂર્તિ નામકર્મનો બંધ.
નિહ્નવવાદ ભગવાનનાં સિદ્ધાંતો સામે બળવો કરનારાને નિહ્નવ કહેવાય. નિનવવાદ: સ્વ કદાગ્રહને કારણે આગમ-પ્રતિપાદિત તત્ત્વોનો પરંપરાથી વિરૂદ્ધ અર્થ કરે તે નિહ્નવ કહેવાય. જેન દૃષ્ટિએ એ મિથ્યાત્વનો પ્રકાર છે. સૂત્રાર્થનો વિવાદ કરી શકાય છે પણ કદાગ્રહ રાખે ત્યારે નિહ્નવમાં
પરિણમે છે. * ૮ પ્રકાર નિતનવ મતો ? ૧. જમાલિઃ બહુરત મનનું પ્રરૂપણ કર્યું. મહાવીરનો જમાઈ તથા શિષ્ય બન્યો
હતો. મહાવીર ભગવાને કહેલ કે ક્રિયામા વૃત – કરાઈ રહેલું તે કર્યું કહેવાય. જમાલિએ તેના વિરૂદ્ધ બહુરત મત સ્થાપ્યો. વ્યવહાર ભાષાનું
ભગવાન મહાવીરનું વાક્ય “કડેમાણે કડે’ કરાતું હોય તે કર્યું કહેવાય. ખોટું =================K ૩૭૯-KNEF==============
Page #410
--------------------------------------------------------------------------
________________
લાગ્યું જમાલિને. તેણે કહ્યું, કર્યું હોય તે જ કર્યું કહેવાય. ભગવાનની વાત ખોટી છે, કહી પોતાનો મત સ્થાપ્યો. તિષ્યગુપ્ત ઃ વસુ નામનાં ૧૪ પૂર્વધર મુનિનો શિષ્ય હતો. ઋષભપુરમાં હતો. જીવ પ્રાદેશિક મતનું પ્રરૂપણ કર્યું. મહાવીર ભગવાને ગૌતમને પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે, જીવના અસંખ્યાત પ્રદેશો છે. તેમાંથી એક પ્રદેશ પણ ઓછો હોય તો તે જીવ નથી કહી શકાતો. તિષ્યગુપ્ત આનો એવો અર્થ કરી મત સ્થાપ્યો કે, જે પ્રદેશ વગર જીવ જીવ નથી કહી શકાતો તે ચરમ પ્રદેશને
જ જીવ કેમ ના માનવો? ૩. અવ્યક્ત મત : “અષાઢ” નામના આચાર્યે એવો મત ફેલાવ્યો કે, કોઈ સાધુ
છે કે દેવ એમ નક્કી કહી ના શકાય. માટે કોઈ સાધુને વંદન ના કરવું એવી
એકાંત દૃષ્ટિનો પ્રચાર કર્યો. ૪. સામુચ્છેદિક નિર્ભવઃ સમુચ્છેદ-જન્મ થતાં જ અત્યંત નાશ. “અશ્વમિત્ર' નામના
સાધુએ મત ફેલાવ્યો હતો. અનુપ્રવાદ પૂર્વનું અધ્યયન કરતી વખતે વાંચવામાં
આવ્યું કે ઉત્પન્ન થતાં જ જીવ નષ્ટ થઈ જશેની શંકામાં મતનો કદાગ્રહ. ૫. ગંગઃ ઠેય નિહ્નવ. એક સમયમાં બે ક્રિયાનો અનુભવ થઈ શકે છે. માથે
સૂર્યની ગરમી અને પગમાં નદીના પાણીની ઠંડક અનુભવી આવો મત ફેલાવ્યો.
ગુરુએ “સમય'ની સૂક્ષ્મતા સમજાવવા પ્રયત્ન કર્યો છતાં કદાગ્રહ રાખ્યો. ૬. રોહગુપ્તઃ અથવા ષડુલૂક નિહ્નવ. ત્રેરાશિક મતનું પ્રરૂપણ કર્યું. જીવ-અજીવ
અને નોજીવ. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, નામના જ
પદાર્થોનું ઉલૂક ગોત્રનો હોવાથી કરેલ પ્રરૂપણને કારણે પડુલૂક કહેવાયો. ૭. ગોષ્ઠામાહિલ : જીવ અને કર્મનો બંધ નહી પણ સ્પર્શ માત્ર હોય છે. આને
અબદ્ધિક' નિહ્નવ પણ કહે છે. ૮. બોટિકઃ શિવભૂતિ. વસ્ત્ર કષાયનું કારણ છે, પરિગ્રહરૂપ છે માટે ત્યાજય છે. =================K ૩૮૦ -KNEF==============
Page #411
--------------------------------------------------------------------------
________________
આત્માનાં સાત અદ્ભૂત વિશેષણો ૧. ચેતન્ય સ્વરૂપ સ્વરૂપ-ગુણ, સ્વરૂપી-ગુણી,
સ્વરૂપી આત્મા અને સ્વરૂપ ચૈતન્ય ગુણ બંને ભિન્ન છે. અભિન્ન પણ છે. જ સર્વથા ભિન્ન નથી અને અભિન્ન પણ નથી. કારણ? કારણ કે પદાર્થ માત્રનું
સ્વરૂપ (ગુણ) પોતાનાં સ્વરૂપીને (ગુણીને) છોડીને રહી શક્તો નથી, માટે અભિન્ન છે. વળી સ્વરૂપી એ દ્રવ્ય હોય છે, જ્યારે સ્વરૂપ ગુણ હોય છે માટે ભિન્ન છે. આત્મા પોતાની અનંત શક્તિઓના માધ્યમથી જ શરીર, ઈન્દ્રિયો તથા મનનું સંચાલન કરવા સમર્થ છે. આત્માના ઉપયોગ વગરની ઈન્દ્રિયો અકિંચિત્કર છે. માટે જ આત્મા ચૈતન્ય સ્વરૂપવાળો છે. પ્રતિ સમય
ઉપયોગવંત છે. ૨. પરિણામી આત્મા : આ આત્મા કર્મબંધના યોગે એક અવસ્થાને ત્યાગી બીજી અવસ્થા સ્વીકારે છે.
જેને પરિણામી' કહે છે. જ આત્માને ફૂટસ્થ નિત્ય (કોઈ કાળે પણ જેમાં ફેરફાર ન થાય તે) અને ક્ષણિક
ધર્મી માનનારા કર્મોનો ભોગ આત્મા કરે છે તે કઈ રીતે ઘટાવશે? માટે તે માન્યતા ખોટી છે. સુખ અને દુઃખના અનુભવ તો થાય જ નહીં. આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, પર્યાય (શરીર)ની અપેક્ષાએ અનિત્ય છે. જીવ દ્રવ્ય કામય રહે છે પણ કરેલા કર્મોને ભોગવવા માટે એક શરીર નાશ પામે છે અને બીજા શરીરનું ઉત્પાદન થાય છે. આ કારણોને લીધે
આત્મા પરિણામ ધર્મી છે. ૩. કર્તા ઃ આત્મા મિથ્યાત્વ,અવિરતિ,પ્રમાદ,કષાય અને યોગથી કરાતા કનું
કર્તુત્વ ધર્મયુક્ત છે. અને જે કર્તા છે તે ભોક્તા પણ હોય છે. આત્મા પોતાના પાપ અને પુણ્યના ફળોને ભોગવી શકે છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
****
૪.
***
સાક્ષાત્ ભોક્તા : પોતાનાં જ કરેલાં પુણ્ય તથા પાપના કર્મોને પુરુષ સાક્ષાત્ ભોગવાનારો છે. ચૈતન્યમય આત્માના પ્રયત્ન વિના કંઈ જ કાર્ય કરી શકે નહીં માટે આત્મામાં કર્તૃત્વ અને ભોકતૃત્વ પણ છે.
૫.
સ્વદેહ પરિમાણ : જૈન દર્શનનો જવાબ છે કે આત્મા શરીર વ્યાપી છે, સર્વત્ર વ્યાપી નથી. આત્માના ગુણો શરીરમાં જ દેખાય છે. આત્માનાં જ્ઞાનાદિ ગુણો, સુખ- દુઃખ પર્યાયો શરીરમાં જ જણાય છે.
આત્મામાં સંકોચ તથા વિસ્તારની શક્તિ રહેલી છે. જેથી કીડી અને હાથી જેવા શરીરમાં આબાધરૂપે રહી શકે છે. પરંતુ અન્યના દુઃખોનું સંવેદન આપણને થતું નથી. આત્મા શરીર વ્યાપી હોવાથી તેના કોઈપણ ભાગમાં થતી વેદનાનો અનુભવ આત્માને થાય જ છે.
૬. પ્રતિ શરીર ભિન્ન ઃ પૂરા બ્રહ્માંડમાં એક જ આત્મા હોઈ શકે નહિં. પણ દરેક ચેતનવંત શરીરમાં જે આત્મા વસેલો છે તે ભિન્ન ભિન્ન છે. જો આખાય સંસારમાં એક જ આત્મા માનીએ તો બધાનાં શરીર, સુખ, દુ:ખ, જ્ઞાન, ઈચ્છા, રાગ, દ્વેષ અને મોહ-માયા પણ એક સરખા હોવા જોઈએ. આવો અનુભવ થતો નથી. પ્રત્યેક શરીરમાં આત્મા જુદો જુદો માનવાથી જ સંસારનો પ્રત્યક્ષ વ્યવહા૨ સત્યરૂપે અનુભવાશે.
૭. પાગલિક અદષ્ટ : આત્મા અજર, અમર, અછેદ્ય, અભેદ્ય છે. પરંતુ કર્મના આવરણોને કારણે વર્તમાનમાં એવો જણાતો નથી. પૌદ્ગલિક અદૃષ્ટ એવા કર્મ, માયા, પ્રકૃતિ, વાસનારૂપી માટીના ભારથી આત્માનું તૂંબડું ઢંકાઈ ગયેલું છે. નવા નવા શીરોમાં વેદનાઓ ભોગવવી પડે છે, ભવાંતરમાં રખડવું પડે છે. આદિ અદૃષ્ટ પુદ્ગલનો પ્રભાવ છે.
આત્માના યથાર્થ સ્વરૂપને ન જાણનાર, વિપરિત ભાષી અથવા અલીક ભાષી આત્મા આવતા ભવોમાં મૂંગાપણું, જડબુદ્ધિ, ખોડખાંપણવાળું શરીર, જાગુપ્સિત ભાષાને બોલનારો અને દુર્ગંધ મુખને પ્રાપ્ત કરનારો થશે એમ શાસ્ત્રનું કથન કહે છે.
****************** 32 ******************
Page #413
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રકૃતિ - આઠ પ્રકારે કર્મ બંધન
– ક્ષમાશ્રમણ પ.પૂ.પૂર્ણાનંદજી મ.સા. * કર્મ પ્રકૃતિ :
મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય, ત્યારે જીવ વિર્યતાથી ઉપસ્થાન (પરલોક પ્રતિ ગમન) કરે. વીર્યતાનાં ૩ ભેદ છે. બાલવીર્યતા (અવિરતિ જીવ), પંડિતવીર્યતા (સર્વવિરતિ જીવ), બાલ પંડિતવીર્યતા (દેશવિરતિ જીવ). ઉપસ્થાન બાલવીર્યથી થાય.
મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય ત્યારે જીવ અપક્રમણ પણ કરે. (ઉત્તમ ગુણસ્થાનથી હીનતર ગુણસ્થાનકમાં જાય) તે પણ બાલવીર્યતાથી અને કદાચિત્ બાલપંડિત વીર્યતાથી.
કરેલા પાપકર્મને વેદ્યા વિના, અનુભવ્યા વિના નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના જીવનો મોક્ષ થતો નથી. કર્મના બે ભેદ બતાવ્યા છે. પ્રદેશકર્મ અને અનુભાગ કર્મ. એમાં પ્રદેશકર્મ અવશ્ય વેદવું પડે છે. અનુભાગ કર્મ કેટલુંક વેદાય અને કેટલુંક નથી
વેદાતું.
વીર્યતા એટલે પ્રાણીપણું. “બાલ'નો અર્થ : જે જીવને સમ્યમ્ અર્થનો બોધ ન હોય અને સદ્ધોધકારક વિરતિ ન હોય તે જીવ બાલ અર્થાત્ મિથ્યાષ્ટિ જીવ કહેવાય છે.
જે જીવ સર્વપાપનો ત્યાગી હોય તે પંડિત એટલે સર્વવિરતિ હોય તે પંડિત. તેવી જ રીતે અમુક અંશે વિરતિ હોવાથી પંડિત અને અમુક અંશે ન હોવાથી બાલ માટે “બાલપંડિત' અર્થાત્ દેશવિરતિ જીવ.
જીવ આઠ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે?
આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે, જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદયકાળ વર્તતો હોય ત્યારે દર્શનાવરણીય કર્મનો અનુભાવ પણ નિયમા હોય છે. આના વિપાકે દર્શનમોહનીય કર્મ (તત્ત્વને અતત્ત્વ તરીકે માનવું અને Vice versa આ મિથ્યાત્વ છે.) પણ હોય છે. ત્યારે જીવાત્મા આઠ પ્રકારે કર્મ બાંધે છે. =================K ૩૮૩ -KNEF==============
Page #414
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રીય વચન છે કે, મોહનીયકર્મના ઉદયકાળમાં તથા ઉદીકરણકાળમાં ઉત્તર કર્મો એટલે નવા કર્મો બંધાતાં જ હોય છે. જેમ બીજતત્ત્વ નાશ પામેલું ના હોય તો અંકુરો પ્રતિ સમયે ઉત્પન્ન થતાં જ રહે છે. જ જીવોના જેવા અધ્યાવસાયો તેવા જ પુદ્ગલો કર્મરૂપે પરિણામે અને પુદ્ગલોનો
જેવો ઉદય હોય છે, તેવી પરિણતિ પણ. પ્ર. ગૌતમસ્વામીએ પૂછ્યું કે, કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીય આદિ કર્મો બંધાય? જ. જવાબમાં ભગવાને ફરમાવ્યું કે, હે ગૌતમ! રાગ અને દ્વેષ આ બે કારણોથી
કર્મ બંધાય છે. ક્રોધ, માન, માયા અને લોભ આ રાગ-દ્વેષથી જુદા નથી. ચારેય કષાયોનો રાગ-દ્વેષમાં સમાવેશ થઈ જાય છે. સંગ્રહનય : ક્રોધ, માન - દ્વેષરૂપ લોભ અને માયા- રાગરૂપ સમસ્ત વસ્તુઓનું એકીકરણ છે. પૂ. અ. વા. વન. એકેન્દ્રિય જીવો છે. વ્યવહારનય : માયા, ક્રોધ, માન - દ્વેષરૂપ લોભ - રાગરૂપ
જુસૂત્રનય : વર્તમાન સ્થિતિને જ સ્વીકારે. ક્રોધ-પરના વિનય સમયે દ્વેષરૂપ ક્રોધ-પરના ક્રોધ સમયે રાગરૂપ માન-પારકાના ગુણો સમયે દ્વેષરૂપ માન-અહંકાર પુષ્ટિ સમયે રાગરૂપ માયા-પરને ઠગવા સમયે દ્વેષરૂપ માયા-પરનું ગ્રહણ સમયે રાગરૂપ લોભ-શત્રુના અસ્વીકાર સમયે દ્વેષરૂપ લોભ-રાગરૂપ.
શબ્દનયઃ શબ્દને મહત્ત્વ આપે. ક્રોધ અને લોભનો સમાવેશ માન અને માયામાં થઈ જાય છે. પરનો ઉપઘાત કરનાર લોભ હોય તો દ્વેષ અને મૂર્છારૂપ લોભ હોય તો રાગ. આ જીવાત્માનાં પ્રતિ પ્રદેશે ૪ ઘાતી કર્મોની રજ ચોંટેલી છે. તે બધાય જીવોને
તે કર્મો વેદવા જ પડે છે. (ક્ષીણઘાતી કેવળી સિવાય) - આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મો સંસારના ચરમ સમય સુધી કેવળી
ભગવંતોને પણ વેદવા પડે છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
* સીમાતીત વિષય વાસના, ભોગ વિલાસ, પરિગ્રહની મમતા. જ જીવાત્મા પ્રતિ સમય જ્ઞાન, દર્શન ઉપયોગવાળા હોવા છતાં જ્યારે સામગ્રી
વશાત્ રાગ તથા વેષની વેશ્યાઓ વૃદ્ધિ પામે છે ત્યારે કર્મોનું બંધન થાય છે.
સામાન્ય અને વિશેષ અધ્યાવસાયોથી બાંધેલા કર્મોના વિપાક (ફળ)ની પ્રાપ્તિ સમયે ઉદયમાં આવેલા, પારકાથી ઉદયમાં લાવેલા અને સ્વ તથા પર નિમિત્તને લઈને ઉદયમાં આવે છે.
દા.ત. મનુષ્ય અને તિર્યંચના અવતારમાં “નિંદ્રા' નામનું દર્શનાવરણીય કર્મ વિશેષ પ્રકારે ઉદયમાં હોય છે. જ્યારે નારકો અને દેવોને નિંદ્રાનો ઉદય અપેક્ષાએ ઘણો ઓછો હોય છે.
પરને કારણે કર્મોનો ઉદય કોઈ માણસ પત્થર ફેંકે અથવા તલવાર કે લાકડી વડે આપણા પર હુમલો કરે ત્યારે આપણને અશાતાવેદનીય કર્મ ઉદયમાં આવે છે.
કર્મનો ૧૦ પ્રકારે રસોદય હોય છે. પ દ્રવ્યન્દ્રિયો વડે અને ૫ ભાવેન્દ્રિયોથી. ઈન્દ્રિયો વિષે ઃ ઈન્દ્રિયોના બે ભેદઃ ૧. દ્રવ્યક્રિય અને ૨. ભાવેન્દ્રિય દ્રવ્યક્રિય : ઈન્દ્રિયોના આકાર રૂપે બને છે તે. (તેના બે ભેદ) ૧. નિવૃત્તિ બ્રાહ્યરૂપ ઈન્દ્રિયોનો આકાર દેખાય છે. તે નિવૃત્તિ અને અંદરનો
આકાર તે અત્યંતર નિવૃત્તિ. ૨. ઉપકરણઃ અત્યંતર નિવૃત્તિ, ઈન્દ્રિયની ગ્રહણ શક્તિ તે ઉપકરણેન્દ્રિય. ભાવેદ્રિય ઃ કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી તે તે વિષયોને ગ્રહણ કરવાની પરિણતિ વિશેષ તે ભાવેન્દ્રિય. આત્મા સાથે સંબંધ ધરાવે છે. ૧. આત્માની વિષય ગ્રહણ કરવાની શક્તિ તે લબ્ધિ ભાવેન્દ્રિય. ૨. આત્મા પોતે ઉપયોગ વાળો થઈને વિષયોને ગ્રહણ કરે તે ઉપયોગેન્દ્રિય. સીમાતીત વિષય વાસના, ભોગ વિલાસ, પરિગ્રહની મમતા તથા અતિ ઉત્કટ પાપોના કારણે જીવ એકેન્દ્રિયનો અવતાર પામે છે. આમાં પૃથ્વીકાય, અકાય,
અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવોનો સમાવેશ થાય છે. =================K ૩૮૫ -KNEF==============
Page #416
--------------------------------------------------------------------------
________________
જ પ્રદેશ અને અનુભાગઃ
પ્રદેશ એટલે કર્મના પુદ્ગલો. જીવનમાં પ્રદેશોમાં કર્મ પુદ્ગલો ઓતપ્રોત છે તે પ્રદેશકર્મ કહેવાય છે, અને તે જ કર્મપ્રદેશોનો અનુભવાતો રસ અને તપ જે કર્મ તેનું નામ અનુભાગ કર્મ. આ બેમાં પ્રદેશકર્મનું વેદવું નિશ્ચિત છે. કર્મપ્રદેશોનો વિપાક નથી અનુભવાતો છતાં કર્મપ્રદેશોનો નાશ નિયમે થાય જ છે. અનુભાગ કર્મ વેદાય પણ અને નથી પણ વેદાતું.
પુદ્ગલ ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યકાળમાં જરૂર રહેશે. પુગલોનો અર્થ બરાબર પરમાણુ કરવામાં આવ્યો છે.
ભગવાને ફરમાવ્યું કે, હે ગૌતમ! પુલ પરમાણુઓ ત્રણે કાળે શાશ્વત છે, કેમકે જે “સ હોય છે તે ક્ષેત્ર અને કાળને લઈને તિરોભાસી રૂપે અર્થાત્ રૂપાંતર અવસ્થાને પામી શકે છે. પરંતુ સર્વથા નાશ પામી શકાતું નથી. માટીમાંથી માટલું બને, પાછું ફૂટે ત્યારે ઠીકરાં રૂપ થઈ સમય જતાં માટી દ્રવ્યરૂપે પરિણમે છે. કારણ માટી દ્રવ્ય “સત્ છે. સત્ સર્વથા નાશ પામતું નથી. દીપકનો પ્રકાશ અને અંધકાર બંને, જેના દર્શનમાં પુદ્ગલ દ્રવ્યરૂપ મનાયા છે. કોઈ પણ કાળે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા જીવો સર્વથા નાશ પામતા નથી. જીવો તથા પુદ્ગલો વિનાનો સંસાર પણ નથી અને સંસાર પણ જીવ અને પુદ્ગલોથી ખાલી નથી.
પુગલોનો ચમત્કારઃ અડદની દાળ મનને લલચાવી આસક્તિ જગાવે છે. જીવ, ઈન્દ્રિયના ભોગ અને લાલસાને જીવનનું સર્વસ્વ માની બેસે ત્યારે પુદ્ગલ પદાર્થ ચમત્કાર બતાવવા તૈયાર જ હોય છે.
પુદ્ગલો છોડવાના નથી, તેમના પ્રત્યેની લાલસા છોડવાની છે. સ્ત્રી છોડવાની નથી તેમના પ્રત્યેનો દુરાચાર છોડવાનો છે. શ્રીમંતાઈ કે સતા છોડવાની નથી, તેમના પ્રત્યેની સાધ્ય ભાવના ત્યાગી સાધનભાવ પેદા કરવાનો છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
કર્મ આદિ ભગવતી સૂત્ર સાર સંગ્રહ – લેખક : સ્વ.પૂ. વિદ્યાવિજયજી મ. કર્મોનો પ્રવાહ અવિરત ચાલુ જ હોય છે. બંધાયેલા કર્મો પોતાની સ્થિતિનો ક્ષય થતાં પ્રથમ સમયથી જ ચાલવા માંડે છે.
ઉદીરણાનો અર્થ : ભવિષ્યમાં લાંબા કાળે ઉદયમાં આવનારા કર્મ દલિકો સધ્યાન, સ્વાધ્યાય તથા સાત્ત્વિક તપશ્ચર્યાનાં બળે આત્માનાં વિશિષ્ટ અધ્યાવસાયો ખેંચી, ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવાની આત્માની વિશેષ શક્તિ તે ઉદીરણા.
અશુભમજી : અશુભ/અશુદ્ધ વિચારોમાં પ્રતિ સમયે કર્મ દલિકોને આત્માનાં પ્રદેશોમાં ભેગા કરે છે. કર્મો ઉપાર્જન કરે છે.
શુભમજી: સમ્યકદર્શન, અષ્ટપ્રવચન માતાના પાલન દ્વારા રાગ-દ્વેષ, વિકથા, પ્રમાદથી દૂર રહે છે. પ્રતિક્ષણ પરમાત્માના ધ્યાનમાં લીન રહે છે. શુભ/શુદ્ધ વિચારોમાં લાંબાકાળે ઉદયમાં આવનાર કર્મો ખપાવે છે.
અતઃ બાંધેલા કર્મોના ઉદય બે પ્રકારે. ૧. કર્મો પોતાના સ્થિતિ પૂરી થયે ઉદયમાં આવે.
અનિકાચિત કર્મોને ઉદીરણાથી કર્મોનું ફળ ભોગવ્યા વિના કર્મોનાં પ્રદેશોને ખપાવી દે છે. આત્મ પ્રદેશોથી ખરી પડવાની, છૂટા પડવાની
શરૂઆત કરી દે છે. અપ્રમત્ત અવસ્થા આત્મામાં અજોડ શક્તિ પ્રગટાવે છે. દીર્ધકાળનાં કર્મોને ઓછા કાળની સ્થિતિવાળા કરી શકે છે.
અશુભ કર્મોનો તીવ્ર રસ, પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત-દુષ્કૃત્યોની વારંવાર આલોચના વડે મંદ રસવાળા કરી શકે છે. આને અપવર્તના કહે છે. જો વધુ અશુભ/અશુદ્ધ ભાવો ભાવતો રહે તો ઉદવર્તના કરણ થાય છે. મંદ રસ તીવ્ર બને છે.
તાત્પર્ય : શુભ,શુદ્ધ ભાવનામાં રહેતાં શીખો.
જ બાંધેલા અશુભ કર્મોનો રસ મંદ કરી શકાશે. આ ભાવના તીવ્ર બને તો =================K ૩૮૭ -KNEF==============
Page #418
--------------------------------------------------------------------------
________________
અશુભ કર્મોનાં મૂળીયા પણ કાપી શકાશે. શુભ ધ્યાન/શુદ્ધ ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી ઢગલા બંધ કાષ્ટસમૂહ ખાખ
થઈ જાય છે. આ જીવાત્મા જન્મના પ્રથમ સમયથી પોતાના આયુષ્ય કર્મના દલિકોને ભોગવી રહ્યો છે. કોઈ ૭૦મા વર્ષે મરણ પામે પણ આયુષ્ય કર્મના સર્વ દલિકો
એકી સાથે વર્ષે નથી ભોગવાતા. પ્રતિક્ષણ આયુષ્ય કર્મ ક્ષય પામતું હોય છે. છે પરવશતાને લીધે ઈચ્છા વિના ભૂખ-તરસ સહન કરે, બ્રહ્મચર્ય પાળે. કારણ
અનુકૂળ સંજોગો ન હોય, હાડમારી આદિ વેઠે વગર ઈચ્છાએ. આને અકામ નિર્જરાના કારણે કર્મ ક્ષય થયો કહેવાય. આ પરવશતા હોવા છતાં પચ્ચખાણ, ગુરુ ઉપદેશ આદિ શ્રદ્ધાથી અને ઈચ્છાપૂર્વક સહન કરવાથી સકામ નિર્જરાના કારણે કર્મો ક્ષય થાય છે.
કર્મની વિવિધ અવસ્થાઓ
કર્મ સાહિત્ય અને આગમિક પ્રકરણોમાંથી ૧. બંધ : ૪ પ્રકારે. પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાગ (રસબંધ). ૨. સત્તા (સંચિત) : કર્મનો ક્ષય થાય ત્યાં સુધી આત્મા સાથે વળગેલા રહે તે
અવસ્થા. ફળ આપ્યા વગર વિદ્યમાન પડ્યા રહે. ૩. ઉદય (પ્રારબ્ધ) ફળ આપવાની અવસ્થાનું નામ ઉદય. ઉદય થયા બાદ ફળ
આપી કર્મ નિર્જરા, ક્ષય પામે છે. ૪. ઉદીરણાઃ નિયત સમય પહેલા ઉદયમાં આવનારી અવસ્થા. જે કર્મનો ઉદય
ચાલતો હોય તેની સામાન્યતઃ ઉદીરણા. ૫. ઉદવર્તના (ઉત્કર્ષણ) : બદ્ધ કર્મની સ્થિતિ અને રસમાં અધ્યાવસાય. વિશેષને
કારણે વધારો થવો. ૬. અપવર્તના (અપકર્ષણ) : ખાસ કારણો (અધ્યાવસાયો) દ્વારા સ્થિતિ અને
રસમાં ઘટાડો થવો.
Page #419
--------------------------------------------------------------------------
________________
૭. સંક્રમણ (આવા પગમન) : એક પ્રકારના કર્મ પુદ્ગલોની સ્થિતિ વગેરેનું બીજા
પ્રકારના કર્મ પુગલોની સ્થિતિ આદિમાં પરિગમન થવું તે. સજાતીય
પ્રકૃતિઓમાં જ સંક્રમણ થાય છે. ૮. ઉપશમન (તબુ) : કર્મની જે અવસ્થામાં ઉદય કે ઉદીરણાનો સંભવ નથી તે
અવસ્થાને ઉપશમન કહે છે. આ અવસ્થામાં ઉદવર્તના, અપવર્તન, સંક્રમણ
થઈ શકે છે. ૯. નિધત્તિઃ જેમાં ઉદીરણા અને સંક્રમણનો સર્વથા અભાવ હોય તે અવસ્થા.
ઉદવર્તન અને અપવર્તન થઈ શકે છે. ૧૦. નિકાચના (નિયતિ)ઃ જેમાં ઉદ્વર્તના, અપવર્તના, સંક્રમણ અને ઉદીરણા એ
ચારેય અવસ્થાઓનો સંભવ નથી તે અવસ્થા. જે રૂપે કર્મ બંધાયું તે રૂપમાં
જ અનિવાર્ય પણે ભોગવવું પડે છે. ૧૧. અબાધ (અનુદય) : કર્મ બંધાયા પછી અમુક સમય સુધી કોઈ પણ પ્રકારનું
ફળ કર્મે ન આપવું એ કર્મની “અબાધ” અવસ્થા છે. કર્મના આ કાળને અબાધાકાળ કહે છે. (અનુદય કાળ) અપવાદઃ આવું કર્મની ૪ પ્રકૃતિઓમાં સંક્રમણ થતું નથી.
દર્શન મોહનીયનું ચરિત્ર મોહનીયમાં સંક્રમણ થતું નથી. દર્શનની ઘાતક, ચારિત્રની ઘાતક.
દર્શન મોહનીયનું ૩ ઉત્તર પ્રવૃતિઓમાં સંક્રમણ થતું નથી. કર્મો પોતાની સ્થિતિબંધ અનુસાર ઉદયમાં આવે છે અને ફળ દઈ આત્માથી અલગ થઈ જાય છે. આનું નામ નિર્જરા છે. જે કર્મની જેટલી સ્થિતિમાં બંધ થયો હોય તેટલી અવધિ સુધી ક્રમશઃ ઉદયમાં આવે છે.
કર્મનો પરાકાષ્ઠાનો ઉદય નિગોદમાં છે, ત્યાર પછી એકેન્દ્રિયમાં છે.
કર્મોના પ્રદેશ : જીવ પોતાની કાયિક આદિ ક્રિયાઓ દ્વારા જેટલા કર્મપ્રદેશો (કર્મ પરમાણુઓ)નું ગ્રહણ કરે છે તે કર્મપ્રદેશો વિવિધ પ્રકારના કર્મોમાં વિભક્ત થઈને આત્મા સાથે બદ્ધ થઈ જાય છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
આયુકર્મઃ સૌથી ઓછા પ્રદેશો. નામકર્મઃ એનાથી કંઈક વધુ પ્રદેશો. જ્ઞાના.-દર્શન.-અંતરાય કર્મ ઃ એનાથી પણ વધુ પ્રદેશો.
મોહનીય-વેદનીય ઃ સૌથી વધુ પ્રદેશો. કર્મોની સ્થિતિ : કર્મ
ઉત્કૃષ્ટ
જઘન્ય જ્ઞાના-દર્શના.
૩૦ કો.કો.સા. અંતઃમુહૂર્ત વેદનીય
૩૦ કો.કો.સા. ૧૨ મુહૂર્ત મોહનીય ૭૦ કો.કો.સા. અંત મુહૂર્ત આયુ
૩૩ સાગરોપમ અંતમુહૂર્ત નામ
૨૦ કો.કો.સા. ૮ મુહૂર્ત ગોત્ર
૨૦ કો.કો.સા. ૮ મુહૂર્ત અંતરાય
૩૦ કો.કો.સા. અંતમુહૂર્ત વેદના અને નિર્જરા : દ્રવ્યાનુયોગા વેદના અને નિર્જરાનું સહચર્ય વેદના માત્ર નિર્જરાપૂર્વક જ હોય અને નિર્જરા માત્ર વેદનાપૂર્વક હોય છે. કરાયેલ કર્મો વેદાય છે તેને વેદના કહે છે અને ભોગવાઈ ગયેલા કર્મો આત્મપ્રદેશથી છૂટા પડે છે તેને નિર્જરા કહે છે.
મોહવાસિત આત્મા રીબાતાં રીબાતાં, હાય પીટ કરતાં કરતાં કર્મોને ભોગવે છે. જ્યારે જ્ઞાનવાસિત આત્મા હસતે મુખે ભોગવે છે.
પ્રતિભા સંપન્ન મુનિરાજો કર્મની નિર્જરા માટે જાણી બુઝીને વધારે પડતું કષ્ટ સહન કરે છે. માટે તેમને વેદના વધારે અને નિર્જરા પણ વધારે.
એહભવિક, પારભાવક, ઉભયભવિક ઃ ભગવતી સૂત્ર ભાગ-૧, પાના. ૨૪
આ ભાવમાં પ્રાપ્ત કરેલું સમ્યગૂજ્ઞાન (કે સમ્યગદર્શન) આવતા ભવમાં સાથે ન જાય તે એહભાવ, ભવાંતરમાં પણ સાથે જાય તે પારભવિક અને ત્રણ ચાર ભવો સુધી જ્ઞાન સંસ્કારો બન્યા રહે તે ઉભયભવિક. Kakkkkkkkkkkkkkkkk ૩૯૦-kkkkkkkkkkkkkkkkkk
Page #421
--------------------------------------------------------------------------
________________
* દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર વર્તમાન ભવ પૂરતું જ હોય છે, તે ભાગ્યશાળી જીવ દેવગતિમાં જ જાય.
તપશ્ચર્યા પણ એહભાવક હોય છે. આવતા ભવે સાથે ન જાય.
ભાગ્યથી જ બધું મળે છે તથા મોક્ષ પણ ભાગ્ય વિના નથી મળવાનો. True or False ?
False : જૈનધર્મની આ માન્યતા નથી જ. અર્થ, કામ, ધર્મ, મોક્ષ, પુરુષાર્થની આરાધના માટે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાર્થની અત્યંત અને અનિવાર્ય આવશ્યકતા જૈન શાસન માને છે.
આત્માએ સ્વપણે પોતે જ વ્યવહારુ અર્થ તથા કામ મેળવવા ઉત્થાન ક૨વો પડે છે. તે માટે શારીરિક ક્રિયાઓ કરે છે, થોડું બળ વાપરે છે તથા વીર્ય ફો૨વે છે અને છેવટે પુરુષાર્થ કરે છે અને ત્યારે જ એ પદાર્થો મેળવવામાં સિદ્ધ થાય છે. ભાગ્યવાદ એકલો કામ ન આવે.
ગણધર : આ જીવ આઠ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે ?
ભ. મહાવીર : જ્યારે જ્ઞાનવરણીય કર્મનો ઉદયકાળ વર્તતો હોય છે ત્યારે દર્શનાવરણીય કર્મનો અનુભવ નિયમા હોય છે. આના વિપાકે દર્શન મોહનીય કર્મ પણ હોય છે. ત્યારે આ જીવ આઠ પ્રકારે કર્મબંધ કરે છે.
અતત્ત્વને તત્ત્વ તરીકે માનવું અને તત્ત્વને અતત્ત્વ માનવું મિથ્યાત્વ જ છે. શાસ્ત્રીય વચન છે કે, મોહનીય કર્મના ઉદયકાળમાં તથા ઉદીરણાકાળમાં ઉત્ત૨ કર્મો એટલે નવા કર્મો બંધાતાં જ હોય છે.
મિથ્યાત્વના બીજમાં અવિરતિ, કષાય, પ્રમાદ, યોગના અંકુરો પ્રતિ સમયે ઉત્પન્ન થતાં રહે છે. જીવોનાં જેવા અધ્યાવસાયો તેવા જ પુદ્ગલો કર્મથી પરિણમે અને પુદ્ગલોનો જેવો ઉદય હોય તેવી જ જીવની પરિણતિ હોય છે.
ગૌતમ : કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાય છે?
ભ. મહાવીર : હે ગૌતમ, રાગ અને દ્વેષ આ બે કારણોથી કર્મ બંધાય છે.
****************** 369 ******************
Page #422
--------------------------------------------------------------------------
________________
સંગ્રહનય પ્રમાણે ? ક્રોધ અને માન (આત્માને અપ્રિયાત્મક હોવાથી) દ્વેષરૂપ છે.
લોભ અને માયા આત્માને પ્રિયાત્મક હોવાથી) રાગરૂપ છે. આ જ કથન વ્યવહાર નય પ્રમાણે આમ વિશ્લેષણ કરે છે. માયા પર ઉપઘાત માટે પ્રયોગ કરાય છે, તે દ્વેષના અભાવમાં ન બને. ક્રોધ અને માન તો અપ્રિયાત્મક હોવાથી દ્વેષ જ છે. લોભ અર્થ પ્રત્યેની મૂછને લીધે રાગ છે.
રાગ સંગ્રહનય માયા અને લોભ
ક્રોધ, માન વ્યવહાર નય
લોભ
ક્રોધ, માન, માયા ઋજુસૂત્રનય માન માયા લોભ
દ્વેષ
ક્રોધ
અહંકારના પારકાનું
સ્વાર્થ
માન-માત્સર્યને કારણે પારકાના ઉપયોગ ગ્રહણ કરતી સાધવા ગુણો પ્રત્યે દોષ સમયે વખતે પ્રિય કરાતો માયા-પારકાને ઠગતી વખતે દ્વેષ રાગ માટે રાગ લોભ રાગ લોભ-શત્રુના દેશો, ભૂમિ જીતવા
વખતે દ્વેષ શબ્દનય : ક્રોધ અને લોભનો સમાવેશ માન અને માયામાં જ થઈ જાય છે. પારકાને હાનિ કરવા વપરાતી માયા, પોતાનું માન ક્રોધ સમાન છે. અને આ પ્રત્યેની મૂછ લોભ છે.
જે સમયે કર્મો બંધાય એ જ સમયે બંધાતા કર્મ વર્ગણાના પુગલો ગ્રહણ કરતો આ જીવ આનાભોગિક વીર્ય (આત્મિક પરિણામો) વડે જ્ઞાનાવરણીય કર્મો આદિ બધા કર્મોને જૂદા જૂદા સ્થાપન કરે છે.
જે પ્રમાણે આહાર લઈએ છીએ ત્યારે જ, તે ખાધેલા આહારમાંથી જ અમુક પુદ્ગલો લોહી માટે, માંસ માટે, હાડકાં માટે, મજ્જા માટે શુક્ર ધાતુ માટે નિર્ણાત થઈ જાય છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
***
ખાધેલાં બધા આહારનું લોહી બનતું જ નથી પણ લોહીને યોગ્ય પુદ્ગલોનું જ લોહી બને છે. બાકીનો આહાર જે રસરૂપે બનેલો છે તે વિષ્ટા, મૂત્ર, પરસેવો, નખ, વાળ, નાક, આંખનાં મેલ દ્વારા બહાર નીકળી જાય છે.
પ્રમાદનાં આઠ પ્રકાર
ક્રિયા પાંચ પ્રકારે
પ્રમાદ ઃ કષાયિકી ભાવના, વિકથા કરવાનું કુતૂહલ, આહાર સંજ્ઞાની લાલસા, સ્વપ્નશીલતા તથા વૈયિક ભાવ.
܀
-
પ્રમાદ આઠ પ્રકારે બતાવવામાં આવ્યા છે :
૧. અજ્ઞાન, ૨. સંશય, ૩. મિથ્યાજ્ઞાન, ૪. રાગ, ૫. દ્વેષ,
૬. મતિભ્રંશ, ૭. ધર્મમાં અનાદ૨, ૮. યોગો અને દુર્ધ્યાન.
જે કરાય તે ક્રિયા પાંચ પ્રકારે છે.
૧. કાયિકી : જીવ વધ કરવા માટે શરીર સંબંધી હલન-ચલન, ગમનઆગમન વગેરે. જીવનમાં રાગ-દ્વેષ-મોહ-કુતૂહલ-અનંતાનુબંધી ક્રોધમાન-માયા-લોભ અને અજ્ઞાનનું જો૨ હોય છે, ત્યારે પરાઘાત કરે છે. ૨. અધિકરણિકી : જેના વડે જીવ નીચ ગતિ તરફ જાય તે અધિકરણ. પરાઘાત માટે તી૨-બરછી-તલવાર-લાકડી-છરી. જીવોને ફસાવવા ખાડા-જાળ આદિ વડે થતી ક્રિયા.
.
૩. પ્રાદ્વેષીકિ : દ્વેષમય જીવ મારવા દુષ્ટભાવ, ધૃણાભાવ કરવો.
૪. પરિતાપનિકી : જીવને પરિતાપ કરે.
૫. પ્રાણાતિપાતિકી : જીવોના પ્રાણ હણાય તે ક્રિયા.
કાંક્ષા મોહનીય કર્મ
કાંક્ષા મોહનીય કર્મનો ઉદયકાળ થતાં જીવ માત્રને જિનેશ્વર ભગવાનના વચનો પ્રત્યે દેશથી અથવા સર્વથી શંકાઓ થાય છે. બીજા દર્શનો ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. ધાર્મિક અનુષ્ઠાનોનાં ફળમાં સંશય થાય છે.
ગીતાર્થ ગુરુઓના સમાગમમાં આવી શંકા આદિ દૂષણો ટાળવા જોઈએ.
****************** 363 ******************
Page #424
--------------------------------------------------------------------------
________________
“જે જિનેશ્વર દેવોએ કહ્યું છે એ જ સત્ય છે.” આ શ્રદ્ધાને સ્થિર કરવી જોઈએ. આનાથી આત્મ દર્શનનો લાભ અને અરિહંત દેવની ઓળખાણ સત્યરૂપે થશે.
કાંક્ષા મોહનીય કર્મ બંધાવાનું કારણ પ્રમાદ તથા યોગ છે. મુખ્ય કારણ પ્રમાદ છે. પ્રમાદ : મિથ્યાત્વ, અવિરતિ, કષાય. પ્રમાદનો ઉત્પાદક યોગ, યોગની ઉત્પત્તિ વીર્યથી છે. (વીર્ય = લેશ્યાવાળા જીવનો મન-વચન-કાયારૂપ સાધનવાળો આત્મ પ્રદેશના પરિસ્પંદન રૂપ વ્યાપાર). વીર્યનું ઉત્પાદક શરીર અને શરીરનું ઉત્પાદક જીવદળ.
હસવું સારું કે ખરાબ? સ્વાભાવિક હસવું શારીરિક દૃષ્ટિએ કદાચ સારું હોઈ શકે છે. પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તો સારું નથી. કારણો : જ સંસારના અનેક કાર્યો લાભ અને હાનિ તથા રાગ અને દ્વેષથી સંકળાયેલા છે.
લાભ થતાં જીવ ભાવુક રીતે મલકાય છે. પાંચ લાખના ફાયદામાં કેસ મારા પક્ષમાં આવ્યો તેનું “અનુમોદન” મલકાયા માટે થયું અને આવું “અનુમોદન' થઈ જ જાય છે. વ્રતમાં અતિચાર ન લાગે તોયે હાનિ કે લાભના મલકાટ યા વ્યંગ આધ્યાત્મિક જીવનમાં ચંચળતા લાવે જ છે. આપણા શત્રુ પર હુમલો થયો છે જાણી “કાંટાથી કાંટો નીકળ્યો’ એ ન્યાયે હસ્યા વગર (વ્યંગ હોય છતાં) રહેવાતું નથી. કયારેક રાગવશ તો કયારેક દૈષવશ અને કયાંય કુતૂહલવશ હસીએ છીએ
ત્યારે અધ્યાત્મ અભડાય છે. જ હસવું અનિવાર્ય કે સ્વાભાવિક હોય તો પણ ચિત્તને ડહોળે છે. વિકથા કર્યા
વિના રહેતું નથી. ( સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભકતકથા) જ હસવામાં ક્રૂરતા, વેરભાવ, વ્યંગ, મશ્કરી, નિર્દયતા, લુચ્ચાઈ, શત્રુનાશ વગેરે
માટેનો આનંદ લેશ્યાઓની ખરાબીથી થાય છે. =================K ૩૯૪ -KNEF==============
Page #425
--------------------------------------------------------------------------
________________
હસવાવાળો અને પ્રત્યેક ક્રિયાઓમાં ઉતાવળ કરનારો આઠે પ્રકારનાં કર્મો બાંધે છે. સમ્યજ્ઞાન, સમિતિ, ગુપ્તિનો ચોકકસ અભાવ હોય જ છે અને આને કારણે છદ્મસ્થતા મટી શકે નહીં.
સાધકે પદાર્થ કુતૂહલ ન કરાવી શકે તે માટે નિષ્પરિગ્રહી જ થવાનો આગ્રહ રાખવાનું કારણ પદાર્થ વેકારિક ભાવમાં તાણી ના જાય.
કેવળજ્ઞાનીને હાસ્ય કે ઉતાવળ નથી. કેવળજ્ઞાનીને સંસારની માયા વધારે પ્રત્યક્ષ હોય છે. (છદ્મસ્થા કરતાં) છતાં કોઈપણ પદાર્થ હાસ્ય કરાવી શકતો નથી. કારણ એને મોહનીય કર્મો સમૂળ નાશ થયા છે.
પૃથ્વીકાય, વાયુકાય, વનસ્પતિકાય, નિગોદ પ્ર. પૃથ્વીકાયને કેટલા શરીર હોય? લેગ્યા કેટલી હોય? સમ્યગુદૃષ્ટિ હોય? જ. પૃથ્વીકાયને ઓદારિક, તેજસ અને કાર્મણ ત્રણ શરીર હોય છે. વેશ્યા ૪ હોય. પ્ર. પૃથ્વીકાય સમ્યગ્દષ્ટિ હોય? જ. ના. નક્કી મિથ્યાદૃષ્ટિ છે. તેઓ અજ્ઞાની છે. બે અજ્ઞાન જ હોય અને કેવળ
કાયયોગી છે. (મતિઅજ્ઞાન-શ્રુતઅજ્ઞાન) પ્ર. વાયુકાયને કેટલાં શરીર? જ. ૪. દારિક, વૈક્રિય, તેજસ અને કાર્પણ. પ્ર. પૃથ્વીકાય શ્વાસોચ્યાસ કરે? જ. મહાવીર ભગવાને કહ્યું કે, પૃથ્વી, જીવો પણ બહારના ને અંદરના ઉચ્છવાસને
લે છે ને મૂકે છે. આ જીવો ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા દ્રવ્યોને બહારના ને અંદરના શ્વાસમાં લે છે. અને તેવાં જ દ્રવ્યોને નિ:શ્વાસમાં મૂકે છે. વાયુકાયના શ્વાસોચ્છવાસ :
વાયુકાયના જીવો વાયુકાયોને જ અંદરના અને બહારના શ્વાસમાં લે છે અને મૂકે છે. અનેક લાખ વાર મરીને બીજે જઈને પાછો ત્યાંજ વાયુકાય તરીકે ઉત્પન્ન થાય છે. વાયુકાયના જીવો પોતાની જાતિ કે પરજાતિના જીવો સાથે અથડાવાથી મરે =================K ૩૯૫ -KNEF==============
Page #426
--------------------------------------------------------------------------
________________
છે, અથડાયા વિના મરે નહીં. વાયુકાય જે વાયુને શ્વાસ અને નિશ્વાસ રૂપે લે છે, મૂકે છે તે નિર્જીવ છે, જડ છે.
કાયસ્થિતિ : પૃથ્વીકાય તથા વાયુકાય પોતાની કાયસ્થિતિના અસંખ્યપણાને તથા અનંતપણાને લીધે મરણ પામી પાછા પોતાની જ કાયામાં જન્મ લે છે. એકેન્દ્રિયાદિ ચાર પ્રકારના જીવોની કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીની છે. જ્યારે વનસ્પતિકાય જીવોની કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીની છે. અર્થાત્ વિષય વાસનાને વશ થયેલો જીવ જો વનસ્પતિમાં જન્મે તે અનંતકાળ સુધી પાછો ઉપર આવી શકે તેમ નથી.
બધા જીવો મુક્ત થઈ ગયા પછી સંસાર ખાલી થઈ જશે?
ના. કારણ કે, પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય (ષકાય જીવો) જીવોથી ભરેલો આ સંસાર છે.
આ સંસારમાં ત્રસકાય (બે, ત્રે, ચતુ. તથા પંચેન્દ્રિય)માં નારક, દેવ, જરાયુજ, અંડજ, પોતજ તથા તિર્યંચ જીવોની સંખ્યા ચરાચર સંસારમાં આ પ્રમાણે છે.
સૌથી થોડા ત્રસકાય, એનાથી અસંખ્યાતગણા તેજસ્કાય, એનાથી વિશેષ અધિક પૃથ્વીકાય, એનાથી વિશેષ અધિક અકાય, એનાથી વિશેષ અધિક વાયુકાય, એનાથી અનંતગણા વનસ્પતિકાય જીવો છે.
વનસ્પતિકાયના જીવો વ્યવહારિક અને અવ્યવહારિક ભેદે છે.
વ્યવહારિક : પૃથ્વીકાય આદિ જીવો. અવ્યવહારિક : નિગોદ આદિ જીવો.
નિગોદના જીવો ક્યાં રહેતા હશે? સંસારમાં અસંખ્ય ગોલકો છે. એક એક ગોલકમાં અસંખ્ય નિગોદ સ્થાનો છે. એક એક નિગોદ સ્થાનકમાં અનંતા અનંતા જીવો છે. એ અનંતાનંત જીવો એક જ જીવ સ્થાનમાં રહે છે. એવા અસંખ્ય નિગોદ સ્થાનો છે, જે એક ગોલકમાં રહે છે. ભવિતવ્યતાના પરિપાકે નિગોદનો જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર આવે છે અને વ્યવહાર રાશિમાં પ્રવેશે છે. =================K ૩૯૬ -KNEF==============
Page #427
--------------------------------------------------------------------------
________________
સંશય રહિત પદાર્થ જેનાથી જણાય તેને “પ્રમાણ” કહે છે. સમ્યકજ્ઞાન પ્રમાણ છે, વિપરીત જ્ઞાન પ્રમાણ નથી. જેમ કે પદાર્થ જે સ્વરૂપે છે તેનાથી બીજા પ્રકારનું જ્ઞાન થવું તે વિપરીત જ્ઞાન છે. જેમ કે –
આત્મા ચેતન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાત્ ભોક્તા, સ્વદેહ પરિમાણ, પ્રતિ શરીર ભિન્ન અને અપોદ્ગલિક, અદૃષ્ટવાન છે.
છતાં વિપરીત જ્ઞાનને કારણે – નૈયાયિક દર્શન : આત્માને જડ સ્વરૂપે માને છે, શરીરવ્યાપી નથી માનતા. સાંખ્ય દર્શન: સ્થિર રહેનાર (કૂટસ્થ નિત્યવાદી દર્શન) આત્માને અપરિણામી માને છે. આત્માને કર્તા તથા ભોક્તા માનતા નથી. અદેતવાદિઃ આત્માને વ્યાપાક માને છે. નૈયાયિકોઃ આત્માને અદષ્ટ અને અપીદ્ગલિક નથી માનતા.
અલ્પ અને લાંબા આયુષ્યનું કારણ અલ્પ અને લાંબા આયુષ્યનું કારણ જીવ થોડું જીવવાના કારણરૂપ ત્રણ કારણોથી કર્મ બાંધે છે. ૧. પ્રાણોને મારીને પ્રાણ ૧૦ છે. પાંચ ઈન્દ્રિયો + મનબલ + વચનબલ +
કાર્યબળ + શ્વાસોચ્છવાસ. કષાય અને પ્રમાદવશ આપણે જે જીવની હિંસા કરીએ તે મરનાર દુઃખી જીવો આપણને શ્રાપ દીધા સિવાય રહે તેમ નથી. શત્રુભાવને કારણે શ્રાપથી ભરેલા શબ્દોની અસર તળે આવતા ભવે અલ્પઆયુનો સ્વામી બને છે. ખોટું બોલીને : જૂઠ બોલનારને હિંસા સાથે ઘનિષ્ટ સંબંધ છે. તેની ભાવલેશ્યાઓ ખરાબ જ હોય છે. જૂઠને માયા અને પ્રપંચ સાથે સીધો સબંધ છે. જાતિમદ, કુલમદ, જ્ઞાનમદ, સંપ્રદાયવાદ, ક્રિયાવાદ, વિતંડાવાદ અરિહંત
પદનાં બાધક છે. સત્ય વિના ચારિત્રની આરાધના અધૂરી છે. ૩. શ્રમણ-બ્રાહ્મણને અપ્રાસુક અને અને ષણીય ખાન-પાન આપીને.
અમાસુક-સચિત્ત, અષણીય=અકલ્પનીય, જેના વડે સાધુતાને અલિત કરે. =================K ૩૯૭ -KNEF==============
Page #428
--------------------------------------------------------------------------
________________
કદી પણ શૂન્યમાંથી સર્જન થતું નથી અને સર્જનનું શૂન્યમાં વિસર્જન થતું નથી. આ ત્રિકાળબાધિત નિયમ છે.
આત્મા શાશ્વત છે તેનો પુરાવો શું?
દુનિયા આખી શાશ્વત છે. કોઈપણ વસ્તુનું અસ્તિત્ત્વ શૂન્યમાંથી છે જ નહીં એક પરમાણુને લાખ વૈજ્ઞાનિકો બાર મહિના મહેનત કરે તો પણ તેનું વિસર્જન શૂન્યમાં કરી શકે નહિં. આ અટલ-સનાતન સિદ્ધાંત છે, માટે આત્મા શાશ્વત છે.
જીવ યોનિ ફકત ૮૪ લાખ જ કહી છે. તેનાં તમામ પેટા વિભાગો લઈએ તો પણ આંકડો અસંખ્યનો જ આવશે. પરંતુ કાળ તો અનંત છે, માટે એક યોનિમાં અનંતીવાર ગયા વગર છૂટકો જ નથી.
જીવોનો આહાર નારકોનો આહાર :
આભોગ નિવર્તિત - ઈચ્છાપૂર્વકનો આહાર. અનાભોગ નિવર્તિત - ઈચ્છા વિનાનું ભોજન.
અચિત્ત આહાર કરનારાં નારકોને આભોગ નિવર્તિત આહાર અસંખ્ય સમયના અંતમુહૂર્ત પછી થાય. અનાભોગ નિવર્તિત આહાર નિરંતર હોય છે.
આ ઈચ્છા વિનાનું ભોજન મોટા ભાગે અનંતપ્રદેશ, પરમાણુવાળા, નીલા વર્ણનાં દુર્ગધમય તીખા અને કડવા રસવાળા, સ્પર્શના ભારે, કર્કશ, ઠંડા અને રૂક્ષ હોય છે.
પોતાની નજીક રહેલા યુગલોને આખા શરીરથી ખાય. જે પુગલો છે તેના અસંખ્યય ભાગે ખાય અને અનંતા ભાગનો માત્ર આસ્વાદ લે. ખાધેલા આહારને પરિણામે પાંચે ઈન્દ્રિયોમાં અનિષ્ટતા, અકાંતતા અને અમનોજ્ઞતા જ પરિણમે છે.
દેવોનાં ભોગ્ય પુદ્ગલો વર્ણમાં પીળા અને સફેદ, સુગંધી, ખાટાં તથા મધુર રસવાળા, સ્પર્શે હલકાં, કોમળ, ચીકણા અને ઉષ્ણ હોય છે.
અનાભોગ આહાર સદેવ (ઈચ્છા વગરનો આહાર). =================K ૩૯૮ -KNEF==============
Page #429
--------------------------------------------------------------------------
________________
આભોગ આહાર : ૧લો દેવલોક સૌધર્મ : (જ. ૨ થી ૯ દિવસ બાદ)થી માંડી
(ઉ. ૨ હજાર વર્ષ બાદ) ૧૨મો દેવલોક અય્યત : (જ.૨૧ હજાર વર્ષ બાદ, ઉ. રર હજાર વર્ષ બાદ). પૃથ્વીકાયના જીવો નિરંતર આહારનાં અભિલાષી છે. બેઈન્દ્રિયના જીવો અસંખ્ય સમય અંતમુહૂર્ત ઈચ્છાપૂર્વક આહાર.
છગ્રસ્થ જીવ * છબસ્થ જીવ ૧૦ પદાર્થોને જાણતો નથી.
૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. શરીર વિનાનો મુક્તજીવ, ૫. પરમાણુ પુદ્ગલ, ૬. શબ્દ, ૭. ગંધ, ૮. વાયુ, ૯. આ જીવ જિન થશે કે નહીં? ૧૦ આ જીવ બધા દુઃખોનો નાશ કરશે કે નહીં.
છવસ્થ : અવધિજ્ઞાન આદિ વિશિષ્ટ જ્ઞાનરહિત જીવ. જીવને મોક્ષ પ્રાપ્તિના ભાવ, જ્યારે માત્ર એક પુદ્ગલ પરાવર્ત કાળ બાકી રહે છે ત્યારે જાગે છે. તે કાળને ચરમ પુગલ પરાવર્તકાળ અથવા ચરમાવર્ત કાળ કહે છે.
અસંખ્ય વર્ષ : ૧ પલ્યોપમાં ૧૦ કો.કો.પલ્યોપમ : ૧ સાગરોપમ ૨૦ કો.કો.સાગરોપમ : ૧ કાળચક્ર
અનંત કાળચક્ર : ૧ પુદ્ગલ પરાવર્તકાળ. આ ચરમ પુદ્ગલ પરાવર્ત કાળમાં જીવને માર્ગાનુસાર, સમ્યગુદર્શન, શ્રાવક ધર્મ અને સાધુ ધર્મની આરાધના માટેની આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
જો જૈન ધર્મની આરાધના પ્રાપ્ત ના થાય તો ૨૦૦૦ સાગર સુધી ત્રસ યોનિમાં રહી ફરી સ્થાવર યોનિમાં જવું પડે છે.
અકામ નિર્જરાને લઈને અનંત કાળચક્રો પૂરા થયે ત્રસ યોનિમાં આવે અને સમકિત ના પામે તો વળી ૨૦૦૦ સાગરોપમ વર્ષ રખડીને સ્થાવરમાં જતો રહે છે. =================K ૩૯૯-KNEF==============
Page #430
--------------------------------------------------------------------------
________________
***
બાલવીર્ય : બાલ-મિથ્યાદ્દષ્ટિ, વીર્ય.
બાલપંડિત વીર્ય : બાલ અમુક અંશે વિરતિ એટલે બાલપંડિત (દેશવિરતિવાળો) પંડિતવીર્ય : સર્વવિરતિ જીવ.
કર્મ બંધ થતાં કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ જ સમયે નક્કી થઈ જાય છે. પ્રદેશ એટલે કર્મના પુદ્ગલો. જીવના પ્રદેશોમાં જે કર્મ પુદ્ગલો ઓતપ્રોત છે, તે પ્રદેશકર્મ કહેવાય છે. એ જ કર્મપ્રદેશોનો અનુભવાતો રસ તે અનુભાગ કર્મ.
કર્મ પ્રદેશનો વિપાક નથી અનુભવાતો છતાં કર્મ પ્રદેશોનો નાશ તો નિયમે થાય જ છે. અનુભાગ કર્મ વેદાય પણ છે અને નથી પણ વેદાતું.
છદ્મસ્થ મનુષ્ય કેવળ સંયમથી, કેવળ સંવરથી, કેવળ બ્રહ્મચર્યથી અને કેવળ પ્રવચન માતાથી સિદ્ધ-બુદ્ધ યાવત્ સર્વ દુ:ખોનો નાશ કરનારો થયો નથી, થતો નથી. કારણ, સિદ્ધ-બુદ્ધ તો જે અંતક૨ છે, અંતિમ શરીરવાળા છે, તેઓ ઉત્પન્ન જ્ઞાનદર્શનધ૨, અરિહંત, જિનકેવલી થયા પછી જ સિદ્ધ થાય છે.
'છદ્મસ્થ'નો અર્થ 'અવધિજ્ઞાન' વિનાનો જીવ સમજવો. માત્ર કેવળજ્ઞાન વગરનો તે ‘છદ્મસ્થ’ ના સમજવું. (ભગવતી સૂત્ર પાના. ૫૮)
શુભાશુભ પુદ્ગલો અને નિયાણાં
૫૨માણુ : જેનો બીજો ભાગ ન થઈ શકે તે પરમાણુ છે. Indivisible matter
is the smallest atam which can not be further divided.
આ પરમાણુમાં વર્ણ-ગંધ-૨સ એક એક અને સ્પર્શ ચાર હોય છે. સ્નિગ્ધ (ચિકણો), રૂક્ષ (લુખો), શીત અને ઉષ્ણ આ ૪ સ્પર્શ સૂક્ષ્મ પરિણામવાળા અણુમાં સ્કંધ જ હોય છે. આખાયે સંસારના નિર્માણનું મૂળ કારણ પરમાણુ છે.
ચારે સ્પર્શમાંથી સ્નિગ્ધ અને રૂક્ષ આ બે પરમાણુઓ યોગ્યતા મુજબ ભેગા થાય ત્યારે યણુક સ્કંધ બને. તેમાં બીજો પરમાણુ ભેગો થતાં ઋણુક સ્કંધ. એમ કરતાં કરતાં અનંતાનંત પરમાણુઓનો સ્કંધ સૂક્ષ્મ કે બાદર પરિણામવાળા બને છે. બાદર પરિણામવાળા સ્કંધમાં આઠ સ્પર્શ હોય છે. બાદ૨ સ્કંધ જ ચક્ષુથી ગ્રાહ્ય છે. સૂક્ષ્મ સ્કંધ ગ્રાહ્ય નથી, અચાક્ષુષ છે.
****************** 800 ******************
Page #431
--------------------------------------------------------------------------
________________
>>>>
***
૪ સ્પર્શ અને સૂક્ષ્મ પરિણામી હોય તે સૂક્ષ્મ સ્કંધ છે. ૮ સ્પર્શ તથા બાદ પરિણામી બાદ સ્કંધ છે. બાદર સ્કંધ જ ચાક્ષુષ છે.
પરમાણુ માત્ર કારણરૂપે જ હોય તેમાંથી સ્કંધ થતાં કાર્ય નીપજે. સ્કંધ કારણ અને કાર્ય બંને રૂપે હોય છે. સ્કંધ તૂટતાં પરમાણું બને છે.
પુદ્ગલોમાં પ્રતિક્ષણે પરાવર્તન થતું રહે છે. પરિવર્તન ભાવ અનાદિકાળથી અનંતકાળ સુધી થયા જ કરે છે અને થતો રહે છે. પુદ્ગલોનો પરિવર્તનભાવ અવયંભાવી હોય છે.
પુદ્ગલો જીવને આશ્રિત, જીવ કર્મોને આશ્રિત યા આધીન હોવાથી નિયાણાંને આધીન બની જીવ માત્ર પોતાને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરે છે. રાગ-દ્વેષપૂર્વક બાંધેલા કે બંધાઈ ગયેલા નિયાણાંઓને ભોગવવાનો સમય જ્યારે પરિપક્વ થાય ત્યારે તે જીવને તેવા જ પુદ્ગલોનો પરિવર્તન ભાવ નસીબમાં મળે છે.
દા.ત. એક જીવાત્માએ પહેલાના ભવમાં બીજા જીવાત્મા સાથે પ્રેમભાવથી નિયાણું બાંધ્યુ. પરિપાક થવાનો સમય થયો. સંયમી-સદાચારી-ધાર્મિક-સમતાશીલનિરોગી અવસ્થાને ભોગવાનારા માતા-પિતા છે. જે સમયે પૂર્વ ભવનો શુભાનુબંધવાળો જીવ માતાની કુક્ષિમાં આવવાનો હોય તે મસયે શુક્ર અને રજનાં પુદ્ગલોનું પરિવર્તન-પરિણમન-સંમિશ્રણ સાત્ત્વિક જ થાય છે. તામસિક કે રાજસિક થતું નથી. મૈથુન માત્રમાં ગર્ભાધાન કરાવવાની ક્ષમતાવાળા પુદ્ગલો હોય અને સાથે માતાપિતા સશક્ત, સમતા અને સાત્ત્વિક વૃત્તિવાળા હોય એનાથી મૈથુન સમય પૂરતી એ સાત્ત્વિકતા જળવાઈ રહે, તિરોભૂત ના થાય. મૈથુન કર્મમાં બળાત્કાર-ક્રોધભાવવૈરભાવ-ભયગ્રસ્તતાનો પ્રાદુર્ભાવ થતો નથી. મૈથુનકર્તા પિતાને આર્તધ્યાનનો અભાવ હોય છે, શુક્રના પરમાણુઓ સાત્ત્વિક ભાવે પરિગમન પામે છે. જીવ સ્વાભાવિક ભાવમાં ગર્ભ પ્રવેશે છે. પ્રેમભાવ તથા સાત્ત્વિક ભાવમાં બાંધેલું નિયાણું શુક્ર કે ૨જના મિશ્રણમાં સાત્ત્વિક રહે છે અને જન્મ લઈ નિયાણાંનું ફળ ભોગવે છે.
આ જ પ્રમાણે રાગ-દ્વેષપૂર્વક બાંધેલા કે બંધાઈ ગયેલા નિયાણાંઓને ભોગવવાનો સમય પરિપક્વ થતાં જીવને તેવા પુદ્ગલો પરિવર્તન ભાવમાં ભાગ્યમય ****************** 809 ******************
Page #432
--------------------------------------------------------------------------
________________
થાય છે. વૈરના નિયાણાં બાંધ્યા હોય તો મૈથુન સમય પૂરતા સમતાશીલ, સદાચારી, ધાર્મિક, નિરોગી માતા-પિતા પણ વેભાવિક ભાવમાં ઓતપ્રોત બની મૈથુનસેવી બને છે અને જીવ ગર્ભમાં આવે છે. કારણ કે, વેરભાવથી બાંધેલા નિયાણામાં જીવ ફસાયેલ હોવાથી સાત્ત્વિક શુક્ર કે રજનાં મિશ્રણમાં જન્મ લઈ શકતો નથી.
દા.ત. ત્રિપુષ્ટ વાસુદેવનો આત્મા જે પૂર્વે મહાવીર નયસારનો જ આત્મા છે તે વાસુદેવના પિતા પુરુષવેદના અતિરેકમાં વર્તતો હતો ત્યારે પોતાની જ પુત્રી સાથે સંસારની માયા માંડ્યા પછી તેની કુક્ષિમાં જન્મ ધારણ કરે છે અને તામસિક પુદ્ગલ પરાવર્તમાં જન્મ લેતા ત્રિપૃષ્ટ વાસુદેવ (મહાવીર ભગવાનનો ૧૮મો ભવ) મૃત્યુ પામી સાતમી નરકે જાય છે. ૧૬મા ભવે બાંધેલ નિયાણું રાગ-દ્વેષના ભાવમાં હોવાથી બાંધેલ અશુભ કર્મો નિયાણાંપૂર્વક ભોગવ્યા છે.
જે ખોરાક ખાઈએ તે બધાય ખોરાકમાંથી લોહી બનતું નથી. લોહી બનવા માટે જે પુદ્ગલોમાં લાયકાત હોય છે તેમાંથી જ લોહીનું નિર્માણ થાય શક્ય બને છે. પછી ભલે તે ખોરાક દૂધ, મલાઈ, મેવા, મિષ્ટાન્ન કેમ ના હોય! બાકીનો બધો ખોરાક મળ-મૂત્ર-પરસેવો-કફ-નખ-વાળ-દ્વારા બહાર ફેંકાઈ થોડા લાયક પુદ્ગલો જ રસમાં પરિણમે છે. જેમાંથી થોડાનું જ લોહી બને છે.
પુદ્ગલ પરાવર્ત ૭ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય, તેજસ, કાર્મણ, મનઃ, ભાષા અને શ્વાસોચ્છવાસ પરાવર્ત. સંપૂર્ણ જીવરાશિ ૭ પરાવર્તામાં આવી જાય છે. સૂક્ષ્મબાદર-પર્યાપ્ત-અપર્યાપ્ત-એકેન્દ્રિય જીવથી લઈને સંમૂર્છાિમ કે ગર્ભજ પંચેન્દ્રિય જીવોને ઓ. પુદ્ગલથી ઓ. શરીર પ્રાપ્ત થાય છે, દેવ-નારક આદિ જીવોને વૈક્રિય શરીર, સિદ્ધશિલામાં પ્રવેશ કરવાના એક સમય પહેલા અનંતા જીવોને તેજસ અને કાર્પણ શરીર હોય છે જે તેજસ અને કાર્મણ પુદ્ગલ પરાવર્તને કારણે હોય. પુણ્યકર્મના ભાગ્યશાળી જીવોને જ મન, વચન અને શ્વાસોચ્છવાસ પુગલોની પ્રાપ્તિ થાય છે. ગાય, હાથી, કૂતરાં, ઘોડા આદિ પંચેન્દ્રિયત્વ હોવા છતાં એક અક્ષર પણ બોલી શકતા નથી.
શુભાશુભ નિયાણાં બાંધ્યાને કારણે રાગદ્વેષના સટ્ટાબજારમાં સત્કર્મો અને પુણ્યકર્મોનો જુગાર રમનારા જીવો જન્મ-મરણના ફેરામાં ભમતા રહે છે. ===== ==========K ૪૦૨ ==================
Page #433
--------------------------------------------------------------------------
________________
>>>>
****
જયંતી શ્રાવિકાનાં પ્રશ્નો
ચતુર્વિધ સંઘ સાથે ભગવાન મહાવીર સ્વામી કૌશાંબી પધાર્યા અને ચન્દ્રાવત૨ણ ચૈત્ય ઉદ્યાનમાં સ્થાપિત સમોવસરણમાં વિરાજી ધર્મોપદેશ આપ્યો. રાજા ઉદાયને પોતાના સર્વ કુટુંબીજનોને બોલાવી, નગરી શણગારવા આજ્ઞા આપી. રાજા ઉદાયનની ફોઈ જયંતી શ્રાવિકા, ભગવંતનું આગમન પુણ્યોદય સમજી માનવ જીવન સફળ બનાવવા, ધર્મોપદેશ શ્રવણ કરવાને રથમાં પહોંચ્યાં.
ત્રણ પ્રદક્ષિણા આપી, ભગવાનની દેશનાને અંતે વિધવા, મહાવિદુષી, જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાની, જૈન સાધુ સાધ્વીજીના પરમ ઉપાસિકા જૈન, શાસનની આરાધનામાં પૂર્ણ જાગૃત, સુંદર વક્તૃત્વશાળી, ઉત્તમ વ્યક્તિત્ત્વ ધરાવનારી જયંતી શ્રાવિકાએ મહાવીર ભગવાનને પ્રશ્નો પૂછ્યા અને ભગવાને પ્રશ્નોના જવાબો આપ્યા, તેનું સંક્ષિપ્ત સંકલન :
પ્ર. જીવ ભારે શાનાથી બને છે ? પ્રભો! ક્યા કાર્યો કરવાથી જીવ ભારે બને છે? વજનદાર બને છે?
ઉ. હે જયંતી શ્રાવિકા! પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાત્વ નામના પાપ સ્થાનકોના સેવનથી, સેવન કરાવવાથી, મન, વચન, કાયાથી તેમનું અનુમોદન, પ્રશંસાદિ કરવાથી જીવ ભા૨ેકર્મી બને છે.
જેમ વજનદા૨ પદાર્થો નીચે ગતિ કરે છે તેમ ભારેકર્મી જીવ તિર્યંચગતિ, નરકગતિની અધોગતિમાં જ ગતિ કરે છે. આવા જીવો મનુષ્યગતિમાં કદાચ આવે તો પણ નીચ કુળમાં જન્મ લઈ મજૂરી કરવા છતાં દરિદ્ર અને ભૂખ્યાં પેટે ઉઠે છે અને સૂવે છે. અર્થ અને કામના સાધનો ઉપલબ્ધ થતાં નથી. આખોય દિવસ આર્તધ્યાનમાં વીતે છે.
પૂર્વ ભવમાં કદાચ પુણ્ય બાંધ્યુ હોય તો ભૌતિક સાધનો સારા પ્રમાણમાં મળવા છતાં કૌટુંબિક કલેશ, સંઘ કલેશ, હાડવેર અને અમ તથા ક્રોધમાં બળનારા બને છે. ભયંક૨ જીભાજોડીને કારણે રૌદ્રધ્યાન પણ સેવે છે. પુણ્યકર્મોના સાધનો ****************** 803 ******************
Page #434
--------------------------------------------------------------------------
________________
હોવા છતાં સુખ ભોગવી શકાતા નથી. ભોગવાતા હોય તો તેમાંથી આશીર્વાદ મેળવી શકાતા નથી.
પ્ર. હે પ્રભો! જીવોને ભવ સિદ્ધપણું સ્વાભાવિક કે પારિણામિક? ઉ.ભવસિદ્ધત્વ સ્વાભાવિક જ હોય છે. પારિણામિક હોતું નથી. જીવનું ચૈતન્ય સ્વાભાવિક છે. બાલત્વ, યૌવન, વૃદ્ધત્વ, સ્થૂળત્વ, ધૃત્વ એ બધા પારિણામિક ભાવો છે. આ બધા આવી અને સર્વથા જતાં રહે છે. ચૈતન્યમાં વૃદ્ધિ કે હ્રાસ ભલે થાય તો પણ જીવમાંથી ચૈતન્ય કયારેય જતું નથી. કોઈનાથી કે કોઈ કાળે એ જાય જ નહીં.
પત્થરમાં મૂર્તિ કે સ્તંભ આદિ પર્યાયોમાં ફેર થાય પરંતુ મૂળ કાઠિન્ય જતું નથી. પારિણામિક ભાવોમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય કે કાળ દ્રવ્યનો ચમત્કાર કામ કરે છે. નહી કે ઈશ્વરનો !
ભવસિદ્ધિ એટલે જે જીવ આજે, કાલે, બે ત્રણ પાંચ કે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ભવે પણ સિદ્ધિ મેળવશે તે ભવસિદ્ધિક જીવ કહેવાય. અભવ્યસિદ્ધિકો કોઈપણ કાળે અને કોઈની સહાયતાથી પણ મોક્ષ મેળવી શકતા જ નથી.
મોક્ષની મર્યાદામાં આવવા માટે પાપ સ્થાનકોના માર્ગ બંધ કરવા પડે. અરિહંતના સ્વ-સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો પડે. અતઃ સમ્યગ્દર્શન નિશ્ચયરૂપ હોવું ઘટે.
ભગવાન મહાવીરને કાળ લબ્ધિનો પરિપાક ન થયો એનાં કારણે સમ્યક્ત્વ પામ્યા બાદ ૨૧ ભવો સુધી મોક્ષની મર્યાદાભૂમિમાં આવી ના શક્યા. ત્રીજા મરિચિના ભવે શિષ્ય સંપતિના લોભે દર્શન મોહનીયના ચક્રાવે ચડ્યા, સંયમ ભ્રષ્ટ થયા. વચલા ૧૨ ભવ સુધી ગુમાવેલ સમ્યગ્દર્શન મેળવવા સર્મથ ના બની શક્યા. ૧૬મા ભવે ચરિત્રવંત થયા પણ મોક્ષ મર્યાદાથી દૂર. ક્રોધાવેશમાં ધૂઆં-પૂઆં થઈ નિયાણું બાંધી બેઠા. ૧૮મા ભવે નિયાણાનું ફળ ભોગવ્યું અને સાતમી નકે ગયા. ૨૦મા ભવે સિંહનો ભવ કરી ચોથી નરકે. નયસારના ભવ બાદ ૨૧મા ભવ સુધી અતિ ભયંક૨ અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ મોહનીય સબંધી કર્મો ભોગવ્યા બાદ ૨૨મા ભવે મોક્ષની મર્યાદામાં આવ્યા. આને કારણે પાપ સ્થાનકોનાં માર્ગ બંધ થયા, સંવરનાં ****************** 808 ******************
Page #435
--------------------------------------------------------------------------
________________
દ્વાર ઉઘડ્યા. સ્વ-હૃદયમાં જ બિરાજમાન અરિહંત સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શક્યા, ત્યારબાદ ઉત્તરોત્તર આગળની શ્રેણિમાં ચડતાં ચડતાં ર૭મા ભવે કાળ લબ્ધિ અને ભાવ લબ્ધિનો સમાગમ થયો. અનંત સુખોના ભોક્તા ભવસિદ્ધિક બની ગયા. યાદ રહે, જેમ ભવસિદ્ધિક સ્વાભાવિક છે તેમ અભવ્યસિદ્ધિક પણ સ્વાભાવિક છે. પ્ર. હે પ્રભો! તથા પ્રકારના સ્વભાવને કારણે ભવસિદ્ધિકો મોક્ષમાં ગયા બાદ શું
સંસાર ખાલી થશે? ઉ. હે શ્રાવિક, અનંતા અનંત જીવોથી ભરેલો આ સંસાર કોઈ કાળે પણ ખાલી થઈ શકે એમ નથી. ઉદાહરણ તરીકે ભગવાને સમજાવ્યું કે, અત્યાર સુધી આપણા માથા પરથી અનંતાનંત સમયનો ભૂતકાળ પસાર થઈ ગયો છે. એક સમય ઘટી રહ્યો છે તે ભવિષ્યકાળ પણ અનંતાનંત છે. વર્તમાનકાળ એક જ સમયનો છે. આમ ત્રણે કાળના સમય કરતાં પણ તે શ્રાવિક, જીવરાશિ અનંતાનંત ગણી વધારે છે. માટે જીવોથી કયારેય ખાલી નહીં થાય. પ્ર. સંસારનો સર્જક કોણ છે પ્રભુ? ઉ. જેની ઉત્પત્તિ હોય તેનો નાશ નિયત થાય છે. સંસાર અનાદિકાળનો અને અનંતકાળ સુધી રહેનારો હોવાથી કોઈનાથી ઉત્પાદ્ય નથી. જે સ્વયં મરણના ચક્ર ફસાયેલ હોય તે સંસારના સર્જક કેવી રીતે બની શકે? બ્રહ્મા જો સર્જક હોય, વિષ્ણુ રક્ષક અને શીવ સુખ-શાંતિદાયક હોય, તો સ્વયં જન્મ મરણના ચક્રે કેમ ચડે?
જીવ માત્રને પોતાના શુભાશુભ કર્મો ભોગવવા પડે છે. માટે જીવ જ પોતાના સંસારનો સર્જક, રક્ષક અને મારક છે. માતા-પિતાના પૂર્વના ઋણાનુબંધ પૂરા કરી નવા માતા-પિતા સાથેનો ઋણાનુબંધ ચાલુ થશે તે જ સમયે માતાની કુક્ષિમા જન્મ લેનારો જીવાત્મા, માતા-પિતાના સંભોગમાં શુક્ર અને રજ ભેગા થાય છે અને સંતાન આપ મેળે નવ મહિના કેદ થઈ જાય છે. પ્ર. હે પ્રભો! સુખ7 (ઊંઘવું) સારું કહેવાય કે જાગતા રહેવું સારું કહેવાય? ઉ. શ્રાવિકે, કેટલાક જીવો ઊંઘતા રહે એ જ સારું છે અને કેટલાક જાગતા રહે
તે સારું છે. આઠ પ્રકારના જીવો ઊંઘતા રહે તો જ સારું છે. =================K ૪૦૫ -KNEF==============
Page #436
--------------------------------------------------------------------------
________________
૧. અધર્માનુગા: અધર્મી ખાન-પાન, રહેણીકરણી અને ભાષા વ્યવહારમાં તત્પર. ૨. અધાર્મિક ઃ સમ્યકશ્રુત અને સમ્યક્રચારિત્ર વિનાનાં. ૩. અધર્મષ્ઠાઃ સમ્યકુશ્રુત અને સમ્યક્રચારિત્ર પ્રત્યે શ્રદ્ધા વિનાનાં, ધાર્મિક પ્રત્યે
તથા તેમના સનુષ્ઠાનોમાં જરાય રસ વિનાનાં. ૪. અધર્માખ્યાયી : ધર્મ અને ધર્મ પ્રસંગોને વિકૃત કરી પાપ ભાષા બોલનારા. પ. અધર્મપ્રલોકીઃ ધાર્મિક વ્યવહારનો અપલાપ કરી, હિંસા-અસત્ય-ચોરી-મૈથુન
અને પરિગ્રહરૂપ અધર્મને જ ધર્મ માનનારા. ૬. અધર્મરાગી : દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે રાગનું દેવાળુ કાઢી, પ્રપંચી, ખુશામતીયા
અને લબાડ માણસોને ચાહનારા. ૭. અધર્મસમુદાચારી : અધર્મ, આચાર-વિચારમાં જ જીવન પૂરું કરનારા. ૮. અધર્મજિવીકાઃ ભયંકર પાપ બંધાય એવા વ્યાપાર-વ્યવ્હાર કરનારા.
જેના માથે શત્રુઓ વધારે તે જીવો ભવાંતરમાં પણ મહાદુઃખી. આવા જીવો ઊંઘતા રહે તો તેઓ ઘણાં પાપોથી બચી જાય છે. અન્ય જીવો એમના હિંસક સ્વભાવથી વંચિત રહી શકે છે.
આનાથી વિરૂદ્ધ જે ભાગ્યશાળીઓ ધર્મમાં રત, ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન કરે તેવી ભાષા બોલે, અહિંસક ભાવોના માલિક છે તેઓ જાગતા સારા, અહિંસક, સત્યવાદી અને પ્રામાણિક માનવ સૌથી પહેલા ધાર્મિક છે. પ્ર. નિર્બળ સારા કે સશક્ત સારા? ઉ. જીવ માત્રની વૃત્તિઓના પૂર્ણજ્ઞાતા ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે, જીવન વ્યવહારમાં હિંસા, અસત્ય, ક્રૂર કર્મિતા અને માયા-પ્રપંચમાં રહેલા માનવ નિર્બળ સારા. તેમાં તેમનું જ કલ્યાણ છે. જે ભાગ્યશાળી અહિંસક, સત્યવાદી, પરોપકારી છે; પારકાને માટે જીવનારા છે તેઓ મન, વચન, કાયાથી શક્ત બને એ સારું છે.
જાગરણશીલતા સાથે ધાર્મિકતા, સદાચાર, પરોપકારની ભાવના રાખનારાની પ્રશંસા દેવો પણ કરશે, કિન્નરીઓ તેમનાં ગીત ગાશે અને સંસારની સ્ત્રીઓ પણ રાસ ગરબા ગાશે.
Page #437
--------------------------------------------------------------------------
________________
દક્ષતા-હોશિયારી, શિરે આવેલ કાર્યો શીઘ્રતાથી કરવા, વિના વિલંબે કાર્ય કરવાની હોશિયારી. આલસ્ય-દક્ષ નથી જે તેવી વૃત્તિ. આ જ પ્રમાણે દક્ષ કે આલસ્યમ્ય જીવો સારાનું વિવેચન ભગવાને જયંતી શ્રાવિકાના પ્રશ્ન, “દક્ષ સારા કે આળસુ?'ના ઉત્તરમાં સમજાવ્યું. સારાંશ : ઘર્ષે ચાળે સહીવારે, પુષે પવિત્રફળ |
सर्वेषां हितकार्ये च दक्षो जनः प्रशस्यते ।। जिनाज्ञा पालने चैव गुरोः ऋणाद्विमोचने ।
वैरत्यागे दयादाने दक्ष जनः प्रशस्यते ।। પ્ર. જયંતી શ્રાવિકોનો અંતિમ પ્રશ્નઃ શ્રોત્રેજિયને વશ પડેલા જીવો ક્યું કર્મ બાંધે? ઉ. હે શ્રાવિકે, તેઓ શિથિલ બાંધેલા સાતે કર્મોને દઢ બંધનવાળા કરીને અનંત
સંસારમાં પરિભ્રમણ કરનારા થાય છે.
સમ્યકજ્ઞાની લગામ અને સમ્મચારિત્રી ચાબુક વિના ઈન્દ્રિયોના થોડા મોહરૂપી મદીરાપાનથી છકીને પાગલ જેવા બની જાય છે.
સંસારનાં અનંતાનંત જીવો કરતાં કર્મેન્દ્રિય પ્રાપ્ત પંચેન્દ્રિય જીવોની સંખ્યા થોડી જ હોય છે. અગણિત પુણ્યકર્મોને લઈને જીવાત્માને કણેન્દ્રિય પ્રાપ્ત થાય છે. જેનાથી તે પંચેન્દ્રિય સંજ્ઞાથી સંક્ષિત બને છે. ઈન્દ્રિયોને વશવર્તી આત્મા કોઈપણ કાળે કષાય વિનાનો હોઈ શક્તો નથી. વિચારીએ કે : ૧. મેળવેલું આ શરીર ભાડાના મકાન જેવું છે. માટે ગમે ત્યારે બદલવું જ
પડશે. ૨. જે મારું નથી એનો મોહ શાને? ૩. આ શરીર અશુચિઓથી ભરપૂર, એને બધી રીતે સમજાવ્યા બાદ નાશ
જ પામવાનું છે. ૪. લોહીના સંબંધ ધરાવનારા માતા-પિતા હળવેરી બની શકે પરંતુ તીર્થકર
દેવો, ગણધરો, આચાર્યો, નિત્ય શ્રેયસ્કર હોય છે. =================K ૪૦૭ -KNEF==============
Page #438
--------------------------------------------------------------------------
________________
દેવો ઉ. આયુ.
܀
જીવને નીકળવાતા પાંચ રસ્તા
૧ સાગ૨ શ્વાસોચ્છવાસ અર્ધમાસે, આહાર ૧૦૦૦ વર્ષે ૨ સાગર શ્વાસોચ્છવાસ એકમાસે, આહા૨ ૨૦૦૦ વર્ષે ૩૩ સાગર શ્વાસોચ્છવાસ ૧૬૧/ આહાર ૩૩૦૦૦ વર્ષે.
મરણ : જીવને નીકળવાના ૫ રસ્તા છે :
૧. પગમાંથી નીકળે તો નરકમાં જાય.
૨. સાથળમાંથી નીકળે તો તિર્યંચગતિમાં જાય.
૩. છાતીમાંથી નીકળે તો દેવગતિમાં જાય.
૪. માથામાંથી નીકળે તો મનુષ્યગતિમાં જાય.
૪. સર્વાંગમાંથી નીકળે તો સિદ્ધગતિમાં જાય.
બે મરણ, જેમની શ્રમણ ભગવાન મહાવીરે પ્રશંસા કરી નથી, કીર્તિ કરી નથી અને અનુમતિ દીધી નથી.
૧. પરિષહથી પરાજિત થઈ વ્રતભંગ થઈ જે મરણ થાય તે.
૨. ઈન્દ્રિયને વશ થઈને થતું મરણ.
૧. નિદાન મરણ (ઋદ્ધિ આદિની ઈચ્છા કરી મરવું તે), ૨. તદ્ભવ મરણ (ફરીને એ જ ભવમાં આવવું પડે તે). ૧. ગિરિપતન, ૨. તરૂપતન ૧. જલપ્રવેશ,
૨. અગ્નિપ્રવેશ.
૧. વિષ ભક્ષણ, ૨. પોતાની મેળે શસ્ત્રનો ઘા ખાઈ મરવું.
. મરણ એવા છે જે મરવું પડે એવું જ હોય તેની અનુમતિ નથી દીધી પણ રજા આપી છે.
૧. (વૈહાયસ) ઝાડ ૫૨ લટકીને મરી જવું.
૨. ગીધ જેવા જીવોને શરીર અર્પણ કરવું.
****************** 802 ******************
Page #439
--------------------------------------------------------------------------
________________
૨.
બે મરણ એવા છે જેમની શ્રમણ ભગવાન મહાવીરે હંમેશા પ્રશંસા કરી છે અને સાધુઓને અનુમતિ પણ દીધી છે.
૧. પદપોપગમન : નિર્ધારિમ | અનિહરિમ
૨. ભક્ત પ્રત્યખ્યાન : નિર્ધારિમ | અનિહરિમ. - ચાર અંતક્રિયા કહી છે. એવું મરણ જેથી ફરીથી જન્મ-મરણ રહે નહી. ૧. અલ્પ કર્મવાળો જીવ ઘર છોડીને સંયમ સ્વીકારે, સંયમ અને સમાધિની વૃદ્ધિ
કરે તે રૂક્ષ હોય છે. સંસારને પાર કરવાની ઈચ્છાવાળો ઉપધાન કરે, દુઃખનો ક્ષય કરે, તપસ્વી હોય પણ કઠણ વેદનામાં પડતો નથી. દીર્ધકાળના દીક્ષા પર્યાય પછી જ સર્વ દુઃખનો અંત કરી મોક્ષે જાય. દા.ત. ભરત ચક્રવર્તી: પૂર્વ ભવે હળુકર્મી સર્વસિદ્ધાર્થમાં હતા. અરીસા ભુવનમાં વૈરાગ્ય, ગૃહસ્થાવસ્થામાં કેવળજ્ઞાન, પછી દીક્ષા લઈ પૂર્વ લાખ વર્ષ સુધી પ્રવજ્યા પાળી મોક્ષે ગયા. જીવ ઘણાં કર્મો લઈ મનુષ્ય ભવમાં આવ્યો હોય પછી ઘર છોડી દીક્ષા લે, યાવત્ તપસ્વી હોય, આકરી તપસ્યા, આકરી વેદના સહે, થોડા સમયમાં સર્વ
અંત કરે. દા.ત. ગજસુકુમાર. ૩. ઉપર પ્રમાણેની જ સામગ્રી. લાંબો કાળ દુઃખનો અંત કરવામાં કાઢે.
દા.ત. સનતકુમાર ચક્રવર્તી (ચોથા) ચક્રવર્તી હતા. મહાતપસ્વી હતા. ૪. અલ્પ કર્મવાળો જીવ હોય, દીક્ષા લઈ બહુ તપસ્યામાં પડે નહી, વેદના સહન
ના કરે છતાં અલ્પકાળમાં સર્વ દુઃખોનો અંત કરી મોક્ષે જાય. દા.ત. મરૂદેવી માતા. કર્મનો ઉચ્છેદ (એટલે કે કર્મના બંધનો તોડવા) કઈ રીતે? વિવેક દ્વારા કર્મનો ઉચ્છેદ થઈ શકે છે.
ખોટાને ખોટા તરીકે અને સાચાને સાચા તરીકે જાણવું તે જ્ઞાન-વિવેક. ખોટાને ખોટા તરીકે માની, સાચાને સાચા તરીકે માનવું અને જીવનમાં
તેમ અપનાવવાની તાલાવેલી તે દર્શન-વિવેક! =================K ૪૦૯-KNEF==============
Page #440
--------------------------------------------------------------------------
________________
*** * ખોટાને ખોટા તરીકે માની એનો ત્યાગ કરવો અને સાચાને સાચા તરીકે માની એને જીવનમાં આચરવું તે ચારિત્ર-વિવેક છે.
જાણો : શ્રદ્ધા કેવળો, પુરુષાર્થ કરો, પુરુષાર્થ વિવેક. વિવેક કયાંથી મેવવવો ? આપ્ત વચનોથી જ વિવેક મળે. આપ્ત એટલે જેણે સર્વાંશે સર્વથા દોષાનો ક્ષય કર્યો છે. તે આવા આપ્ત અરિહંત જ છે.
જૈન શાસનની અદ્ભૂત વ્યવસ્થા
શ્રાવક-શ્રાવિકા સંઘને માથે શ્રમણ સંઘ (સાધુઓ) શ્રમણ સંઘને માથે આચાર્ય
આચાર્યને માથે તીર્થંકર-ગણધ૨-પૂવાચાર્યોનાં શાસ્ત્રો!
શ્રી આચારાંગ સૂત્રનાં ચોથા ‘સમ્યક્તવ’ નામનાં અધ્યયનમાં જણાવ્યું છે કે : बेजेय अईया जेय पडुप्पन्ना जे य आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइक्खति ।।
“ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયા, ભવિષ્યમાં અનંત તીર્થંકરો થશે અને વર્તમાન સમયમાં જે તીર્થંકરો વિચરે છે, તે અરિહંત ભગવંતો આ મુજબ કહે છે. કહી ભગવાન મહાવીરે પણ એ જ કહ્યું છે, જે અન્ય તીર્થંકરોએ કહ્યું છે, કહેવાના છે!''
પરમાત્માની મહાનતા છત્ર-ચામર, ત્રણ ગઢ, ઈન્દ્ર, ધર્મચક્ર આદિ સંપદાઋદ્ધિથી નહિં પરંતુ યથાર્યવાદિતાને કા૨ણે જ બતાવી છે. આચાર્ય તપસ્વી છે, ઘણાં શિષ્યો છે, બહોળો ભક્ત વર્ગ છે, જ્ઞાન ને વિદ્વતા છે માટે જ મહાન નથી પરંતુ તમારી પાસે ‘શુદ્ધ પ્રરૂપણા' નામનો ગુણ છે માટે મહાન છો.
ચંદનના ભારને ઉપાડનારો ગધેડો ચંદનના ભારનો ભાગી જરૂર બન્યો પણ ચંદનને કે ચંદનથી મળતાં સુખને ના પામ્યો. પામવાની લાયકાત જ નહોતી. મિથ્યાત્વની ઘેરી છાયાને હિસાબે અવગુણ કઠતા નથી.
****************** 890 ******************
Page #441
--------------------------------------------------------------------------
________________
***
બધું કરવા દોડી ના જાવ, થોડું પણ ખંતથી કરો. દસ જગ્યાએ ખાડા ખોદીએ તો પણ પાણી ના નીકળે.
માતુષ મુનિ : રોજ સવારથી સાંજ દરેક પોરિસીમાં એક જ કામ કરતા. ૩૧ અને મા તુષ’ ગોખે, અર્થથી આત્માને ભાવિત કરે. ૧૨ વર્ષ સુધી રોજના ૫ પ્રહર આ જ ગોખતા.
‘મા
હિરાનો વેપારી હિરાઓનું સોર્ટીંગ કરે ત્યારે કેવી સ્થિરતા હોય ? નોટ ગણીએ ત્યારે કેવી સ્થિરતા હોય ? આવી જ સ્થિરતા વાચના લેતાં, શબ્દો-શબ્દોના અર્થમાં, રહસ્યમાં, ઊંડાણમાં, અંતરગ ધ્વનિમાં બધે આંતરિક જોડાણ થાય.
* સરોવરનું પાણી પીવાની બધાને છૂટ છે પણ ડહોળવાની છૂટ નથી. પ્રશ્નો વિવેકથી પૂછવા જોઈએ, સભામાં ખલેલ ના થવા દેવાય.
નમસ્કાર ત્રણ પ્રકારના હોય છે :
܀
તારક તીર્થંક૨ને કરેલા નમસ્કારનું સામર્થ્ય આપણી કલ્પના બહારનું છે.
૧. ઈચ્છાયોગનો નમસ્કાર સાતિચારી ચારિત્રીનો નમસ્કાર.*
૨. શાસ્ત્રયોગનો નમસ્કાર છઢે કે સાતમે ગુ. રહેલ નિરતિચારીને હોઈ શકે. ૩. સામર્થ્યયોગનો નમસ્કાર ક્ષપક શ્રેણિ મહાત્માઓનો નમસ્કાર.
*શ્રુત શાસ્ત્રમાં કહ્યાં મુજબ કરવાની ઈચ્છાવાળા એવા જ્ઞાનીનો પણ પ્રમાદને કારણે જે સંપૂર્ણ ધર્મયોગ હોય તેને ઈચ્છાયોગ કહેવાયો છે.
શાસ્રકાર શિરોમણિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજે ‘યોગબિંદુ’માં લખ્યું છે : મિત્ર પ્રત્યેસ્તુ યન્ત્રાવો મોક્ષે વિત્તું મને તનુઃ ।
જેણે રાગ-દ્વેષની ગ્રંથિ ભેદી હોય તેનું તન ભલે સંસારમાં હોય પણ એનું મન તો મોટે ભાગે મોક્ષમાં જ હોય.
જે ‘પ્રિયધર્મી’ છે તેને પૈસો, પરિવાર, પત્ની, સ્વજનો, સંસારની પ્રવૃત્તિ, પહેરવું-ઓઢવું, દર-દાગીના, બંગલા-બગીચા આ બધું ન ગમે. પ્રિયધર્મીની આ જ દશા હોય. તેને ધર્મ જ ગમે.
****************** 899 ******************
Page #442
--------------------------------------------------------------------------
________________
રૂપિયાની થપ્પી ગણતો હોય ત્યારે પણ એને એમ થાય કે, નવકારવાળી કયારે ગણું? આ જ રટણ હોય! એને “આરાધના” બહુ જ ગમે. અનેકવાર કર્યા પછી પણ અસંતોષ રહે અને ફરી ફરીને વધુ કરવાનું મન થાય તે “પ્રિયધર્મી'.
જેને જેમાં રસ હોય તે ગમે. પૈસામાં રસ હોય તેને મણની સંભળાવે તોય ખોટું ના લાગે. શિયાળાની મધરાતે પણ ફરે, મૂશળધાર વર્ષામાંય ફરે જો એનાથી પૈસા મળે તો.. લક્ષ્ય “પૈસા”નું છે. જો ધર્મનું લક્ષ્ય' થઈ જાય તો "ધર્મ” જ ગમે.
મહારાજ સાહેબને પૂછીએ “સ્વામી શાતા છે જી?” તો શું જવાબ આપે? દેવ-ગુરુ પસાય!” - સાધુપણા જેવી નિબંધ' અવસ્થા સંસારમાં કયાંય નથી. માટે જ ચક્રવર્તીઓ, રાજવીઓ, ધન્નાજી, શાલિભદ્રજી જેવા ગર્ભશ્રીમંતોએ સંસાર ત્યાગ્યો.
અભવીની ધર્મસાધના આનાથી ત જુદી છે. ત્યાં મોક્ષનું લક્ષ્ય જ નથી. પ્રિયધર્મી, દઢધર્મીની ચતુર્ભગી બતાવવામાં આવી છે તેમાં પ્રિયધર્મી પણ હોય અને દૃઢધર્મી પણ હોય એ ત્રીજો ભાંગો સ્વીકાર્ય ગણ્યો છે, આગમની વાંચના યોગ્યતા માટે!
| પ્રિયધર્મી પુણિયા શ્રાવકને રાજા શ્રેણિક એક સામાયિકના બદલામાં આખું મગધ રાજય આપવા તૈયાર થયા હતા. જે રાજયમાં ધન્ના અને શાલિભદ્ર વસતા હતા. એક પાસે ચિંતામણિ રત્ન હતું. તો બીજાને ત્યાં દેવતાઓ રોજ ધનની ૯૯ પેટીઓ ઉતારતા. જે નગરીમાં ૯૯ કરોડ નગદ સોનૈયોના માલિક ઋષભદત્ત શ્રેષ્ઠિ વસતા હતા. જયાં ૫૦૦-૫૦૦ પત્નીના માલિક સુબાહુકુમાર વસતા હોય તે નગરીની સમૃદ્ધિની કલ્પના જ કરવાની રહી. આવી તો કેટલીય નગરીઓ મગધ રાજયમાં હતી.
“મહારાજ! એ શક્ય નથી કે મગધના સામ્રાજયના બદલામાં હું મારા સામાયિકની સમૃદ્ધિને વહેંચી શકું.” વિવેકપૂર્વક ના કહી. તમને શું વાંધો છે? શ્રેણિકે પૂછ્યું.
મહારાજ! રાજ્ય નરાકાન્તમ્ સામાયિકમ્ તુ મોક્ષાત્તમ્ રાજયનું ફળ નરક છે જ્યારે સામાયિકનું ફળ મોક્ષ છે. હું મોક્ષને વેંચી નરકની ખરીદી કઈ રીતે કરું? ===================K ૪૧૨ >kkkkkkkkkkkkkkkkk
Page #443
--------------------------------------------------------------------------
________________
પુણિયા શ્રાવકનો સંવેગ કેટલો તીવ્ર હશે? સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક!
આ પંકિત પુણિયા શ્રાવકના જીવનમાં ધબકતી દેખાય છે! જ અયોગ્યતાને ખંખેર્યા વિના યોગ્યતા ના પ્રગટે.
અનાદિકાળનું મિથ્યાત્વ અને મિથ્યામતની વાસનાઓ કબજો જમાવીને બેઠી છે. માત્ર સાંભળ્યું કામનું નહીં, સાંભળેલું હૈયે સ્પર્શ એ જ કામનું. સુણી સુણીને ફૂટ્યાં કાન તોય ન લાધ્યું બ્રહ્મજ્ઞાન.
આ જન્મ પૂર્વે અનેકવાર સાંભળ્યું હશે, અધ્યયન પણ કર્યું હશે, અધ્યાપન પણ કર્યું હશે, આચાર્યો અને સાક્ષાત્ તીર્થકરોના પાવન મુખે પણ સાંભળ્યું હશે. છતાં મોહ ના ઓળખાયો, મિથ્યામતો ના ઓળખાયા. ચિત્તમાં ભગવાનને સ્થાપન જ ના કર્યા.
વિવેક આદિ દર્શનવાદની ચર્ચા
શ્રી સૂયગડાંગ સૂત્ર (સૂત્ર કૃતાંગ સૂત્ર) દર્શનવાદની ચર્ચા. આત્મા બંધનોથી કેમ બંધાય છે? સૂયગડાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધો : ૧. ‘ગાથા ષોડશ ૧૬ અધ્યયનો, કુલ ૨૬ ઉદેશાઓ છે. ૨. શ્રુતસ્કંધમાં ૭ અધ્યયનો છે. દ્રવ્યાનુયોગનો મુખ્ય અધિકાર સૂયગડાંગ સૂત્રમાં છે. આ મહાન આગમ ગ્રંથ સમ્યગુદર્શનની વિશુદ્ધિ કરનાર છે.
बुज्झिज्ज किट्टिज्जा, बधणं परिजाणिया ।
किमाह बंधणं वीरो किं वा जाणं किट्टई ।। સુધર્માસ્વામી : બોધ પામ! બંધનને ચારે બાજુથી જાણ! બંધનને તોડી નાખ? જંબૂસ્વામી : પ્રભુ વીરે કોને બંધન કહ્યું છે, શું જાણીને એને તોડી શકાય છે?
સૂયંગડાંગ સૂત્રનાં ગંભીર અર્થોનું પ્રકાશન ચૌદ પૂર્વધારી યુગપ્રધાન પૂ.આ. ભગવંત શ્રી ભદ્રબાહુવામીજી મહારાજે નિયુક્તિ ગ્રંથની રચના કરી છે. અને =================K ૪૧૩ -KNEF==============
Page #444
--------------------------------------------------------------------------
________________
પૂ.આ.શ્રી શીલાંકસૂરિજી મહારાજે મૂળ સૂત્ર અને નિર્યુક્તિ બંનેના અર્થોને વિસ્તારથી સમજાવવા માટે સંસ્કૃત ટીકાની રચના કરી છે.
મૂળ આગમના મહાન અર્થને પામવા ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકાનો સહારો લેવો અનિવાર્ય બને છે. આ ચાર સાથેના મૂળ ગ્રંથને પંચાગી કહેવાય છે! આપણે પંચાગીનાં આરાધક છીએ.
તીર્થકરો અને ગણધરોનો મહાન ઉપકર : શ્રી આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતધર્મકથા, ઉપાસકદશાંગ, અંતગડદશાંગ, અનુતરોવવાઈ દશાંગ, વિપાકસૂત્ર, પ્રશ્નવ્યાકરણ, દૃષ્ટિવાદ.
આલોયણા-આલોચના : શુદ્ધિકરણ માટેનું પ્રાયશ્ચિત્ત.
જમવા માટે વાનગી ખૂબ સરસ બનાવી હોય પણ થાળી એંઠવાડવાળી હોય અને પીરસો તો સામેવાળો ખાય કઈ રીતે? ચારે બાજુ એંઠવાડ પડ્યો હોય તો બેસનાર ને બેસવું પણ ન ફાવે, ખાવું પણ ન ફાવે.
આ જ રીતે આજ સુધી કરેલા પાપોનો અંતઃકરણથી પશ્ચાત્તાપ કરી, ગુરુ પાસે એકરાર કરી, ગુરુ દ્વારા અપાયેલ પ્રાયશ્ચિત્ત દ્વારા પોતાના આત્માની શુદ્ધિ કરીએ નહીં તો પરિણામ ન પામીએ.
ઈહાભિમુખ્યન ગુરુઃ આત્મદોષ પ્રકાશનમ્ આલોચના' પ્રસ્તુત વિષયમાં ગુરુની સન્મુખ પોતાના દોષોનું પ્રકાશન કરવું તે આલોચના છે.
બહાર જઈને આવીએ એટલે ઈરિયાવહિ કરવી જ જોઈએ. આલોચનાનો ભાવ હોય, એ માટેનો પ્રયત્ન પણ આરંભ્યો હોય અને આલોચના લે એ પહેલાં આયુષ્ય પૂરું થવાથી જીવ મરી જાય તો પણ તે આરાધક જ થાય છે, એમ “સંબોધ પ્રકરણ” ગ્રંથમાં જણાવ્યું છે. (પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ)
જહ બોલો જંપતો, કક્સમકક્કે ચ ઉજ્જય ભણઈ,
તે તહ આલોઈજ્જા, માયામયવિષ્પ મુક્કોય. જેમ બાળક બોલતાં બોલતાં કાર્ય-અનાર્ય બધું જ સરળતાથી કહે છે તેમ =================K ૪૧૪ -KNEF==============
Page #445
--------------------------------------------------------------------------
________________
આલોચના કરનારે માયા અને માનનો ત્યાગ કરીને જેવું બન્યું હોય તેવું ગુરુ આગળ પ્રકાશવું જોઈએ.
જે વિધિપૂર્વક આલોચના કરે છે તે નિઃશલ્ય થાય છે! (માયાશલ્ય, નિયાણુંશલ્ય, મિથ્યાત્વશલ્ય).
પ્રશસ્ત ક્ષેત્રો, તિથિઓ ક પ્રશસ્ત ૬ ક્ષેત્રો:
૧. શેરડીનું વન, ૨. ડાંગરનું વન, ૩. પદ્મ સરોવર, ૪. ખીલેલાં ફૂલોવાળો વનખંડ, ૫. ગંભીર અને અવાજ કરતા દક્ષિણાવર્ત પાણીવાળું સરોવર, ૬. જિનેશ્વર ભગવંતનું દેરાસર. આ ક્ષેત્રમાં આગમ સૂત્રોનું અધ્યયનાદિ કરી શકાય છે.
દિશા આગમનું અધ્યયન, સ્વાધ્યાય કરવાનો હોય ત્યારે પૂર્વ દિશા, ઉત્તર દિશા કે જે દિશામાં તીર્થકર ભગવંત હોય તે દિશા અને જે દિશામાં જિનેશ્વર ભગવંતનું દેરાસર હોય તે દિશા પ્રશસ્ત છે. આ દિશા સન્મુખ રહીને અધ્યયન કરવું જોઈએ.
વાંચના આપનારે દિશા સન્મુખ રહી વાચના આપવાની. વાંચના લેનાર, વાંચના આપનારની સન્મુખ રહી વાંચના લે.
જ્યારે સ્વાધ્યાય મંડલીમાં કરવાનો હોય ત્યારે સ્વાધ્યાય કરાવનાર દિશા સન્મુખ રહે અને બાકીના મંડલાકારે બેસી સ્વાધ્યાય કરે.
કાળ: દિવસનો અને રાત્રીનો પહેલો અને છેલ્લો પ્રહર અતઃ દિવસના બે અને રાત્રિના બે કુલ ૪ પ્રહરમાં ગ્રંથ કંઠસ્થ કરવાનો નિયમ છે. ચૂર્ણિકાર મહર્ષિના જણાવ્યા મુજબ દિશા તથા કાળ કહેવાયો છે.
તિથિઓ ઃ એકમ, બીજ, ત્રીજ, પાંચમ, સાતમ, દશમ, અગિયારશ, તેરસે આગમની વાંચનાનો પ્રારંભ થાય.
ચોદશ, પૂનમ, અમાસ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ, બારસની તિથિઓએ વાંચના ના અપાય.
Page #446
--------------------------------------------------------------------------
________________
ગદ્ય 1 તિથિઃ? વુિં નહિ”?
આજે કઈ તિથિ છે? આજે કલ્યાણક આદિ શું છે? “શ્રી શ્રાદ્ધવિધિ' ગ્રંથરત્નમાં જણાવ્યું છે કે, સવારે શ્રાવક આ વિચારે.
પર્વ તિથિઓનું પાલન મહાફળને આપનારું છે. કારણ કે, એથી શુભ આયુષ્યનો બંધ થવો વગેરે લાભ થાય છે.
શ્રી ગૌતમસ્વામીએ ભગવાન ને પૂછ્યું: ભગવાન! બીજ વગેરે પાંચે તિથિમાં કરેલા ધર્માનુષ્ઠાનનું ફળ શું?
હે ગૌતમ! ઘણું ફળ થાય છે. આ તિથિઓમાં જીવ પ્રાયઃ કરીને પરભવનું આયુષ્ય ઉપાર્જે છે.
પૂનમ, અમાસ પક્ષ-સંધિની અને માસ-સંધિની તિથિઓ છે. તેમજ ત્રણ ચોમાસી પૂનમ આવે છે; માટે પૂનમ ક્યારે છે તે પણ જાણવું જરૂરી છે.
પ્રભુની જે રોજ પૂજા કરતો હોય તેમણે પાંચે કલ્યાણકોની તિથિનું જ્ઞાન રાખવું જરૂરી છે. જે ગામમાં રહેતો હોય તે ગામનાં મંદિરમાં જે મૂળનાયક હોય તે ભગવાનનાં કલ્યાણકોની તિથિનું જ્ઞાન પણ જરૂરી બને છે.
પંચાગ કોને કહેવાય? તિથિ-નક્ષત્ર-કરણ-યોગ અને વાર. આ પાંચ અંગ જેમાં આવે તે પંચાંગ.
શ્રોતા પહેલા નંબરે આલોચના કરીને વિશુદ્ધ બને અને બીજા નંબરે તે વિનીત જોઈએ.
વિનીત શ્રોતા કોને કહેવાય? જેમાં નીચેની ૭ યોગ્યતા હોય.
૧. ગુરુ પ્રત્યે અનુરાગી, ૨. ગુરુ પ્રત્યે ભકિતવાળો, ૩. ગુરુનો કયારેય ત્યાગ ન કરે તેવો, ૪. ગુરુને અનુસરનારો, ૫. વિશેષજ્ઞ હોય, ૬. ઉદ્યમશીલ હોય, ૭. કયારેય કંટાળે નહી તેવો હોય.
ત્રીજા નંબરે – વાંચનાને અનુકૂળ ક્ષેત્ર હોય. ચોથા નંબરે - દિશા અનુકૂળ હોય. પાંચમા નંબરે - કાળ અનશન હોય.
Page #447
--------------------------------------------------------------------------
________________
>>>
ચરણકરણાનુયોગ : આચારાંગજી આગમ-ચારિત્ર અંગેની ક્રિયા, ચારિત્રની સાધના અને આરાધનાનું વિસ્તારથી વર્ણન.
દ્રવ્યાનુયોગ : સૂયગડાંગજી આગમમાં દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. દ્રવ્યની વ્યાખ્યા-વિશ્વનાં છ દ્રવ્યો.
અન્ય દર્શનોની એકાંત દૃષ્ટિ, ખંડન, અપૂર્ણતા, ન્યૂનતા. જૈનદર્શનની હિતકારીતા, મિથ્યાત્વને ઓગાળે છે.
ગણિતાનુયોગ : ચંદ્રજ્ઞપ્તિ, સૂર્યજ્ઞપ્તિ, જયોતિષ કદંડક ગ્રંથોમાં ગણિતની પ્રધાનતા છે.
* ધર્મકથાનુયોગ : જ્ઞાન ધર્મકથા-ઉપાસક દશાંગ ગ્રંથોમાં ધર્મકથાઓ છે. ચારેય અનુયોગોમાં શ્રદ્ધાની સ્થિરતા માટે દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. આરાધના, સાધના માટે ચરણકરણાનુયોગના આગમો ઉપયોગી છે. વિશ્વના પદાર્થોની ઓળખ માટે ગણિતાનુયોગના આગમો અને આરાધનામાં ઉત્સાહ લાવવા માટે ધર્મકથાનુયોગની આવશ્યકતા છે. ૧૨ અંગો : તીર્થંકરો અને ગણધરોનો મહાન ઉપકાર...
(૧) આચારાંગ (૨) સૂયગડાંગ (૩) ઠાણાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી સૂત્ર (૬) જ્ઞાત ધર્મકથા (૭) ઉપાસક દશાંગ (૮) અંતગડ દશાંગ (૯) અનુત્તરો વવાઈ દશાંગ (૧૦) વિપાક સૂત્ર (૧૧) પ્રશ્ન વ્યાકરણ (૧૨) દૃષ્ટિવાદ.
****************** 899 ******************
Page #448
--------------------------------------------------------------------------
________________
દિવસે તથા રાત્રે મીન'ના પચ્ચખ્ખાણ
લેવાની બુદ્ધિ મળો.. દ્રવ્યથી, ઘરમાં, ઑફિસે કે દુકાનમાં, જે સ્થાન હોય તેટલાં બધાં સ્થાનનો આરંભ-સમારંભનો આગાર (છૂટ) રાખી, “સંવર' ભાવવાથી બાકીના ૧૪ રાજલોકની થતી ક્રિયાઓની હિંસા-પાપ આદિથી અટકી જવાય છે. તે કરવાને શક્તિ પ્રાપ્ત હજો..
ક્ષેત્રથી દૃષ્ટિ પહોંચી શકે ત્યાં સુધીનો આગાર, તે સિવાયના પત્યાખ્યાન..
કાળથી પાંચ (૫) નવકાર મંત્ર ગણીને પાછું નહીં ત્યાં સુધીના પ્રત્યાખ્યાન ભાવથી ઉપયોગ સહિત પાંચ આશ્રવો
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ સેવવાનાં પ્રત્યાખ્યાન લેતાં લેતાં
તસ ભંતે પડિક્કમામિ. અપ્રાણ વોસિરામિ... અંત સમયે, હે પ્રભુ, વહેલી તકે સંસારમાંથી મુક્તિ મળે,
ચારિત્ર માર્ગનો સ્વીકાર કરું સુદેવ, સુગુરૂ, સુધર્મ, બોધિબીજની પ્રાપ્તિ થાઓ.
કર્મનો ક્ષય, ભવ નિર્વેદ અને સમાધિ મરણ પ્રાપ્ત થાય
મારા મરણ સમયે મારા થકીનાં સર્વ પુદ્ગલો વોસિરાઉં છું ત્રિવધે, ત્રિવધે
વોસિરામિ. વોસિરામિ... વોસિરામિ...
Page #449
--------------------------------------------------------------------------
________________
વિભાગ-૧૩
પરિશિષ્ટ'
શ્રદ્ધાંધ'ની અરજી સહ મનનો નિચોડ
૩ કૃતિઓ
૪૨ ૨
૪૨૬
૪૨૮ ૪૨૯ ૪૩૦
વ્યાખ્યાઓ • પરિષહો - રર ભેદ • સંયમ – ૨૭ ભેદ • સંવર પ૭ હેતુ વડે
સંવર : ૬ કારણો ધર્મ : ૧૦ અનુપ્રેક્ષા : ૧૨ ચારિત્ર : ૫ બાહ્ય-અત્યંતર તપ : ૬ શુભગતિ આરાધનાના ૧૦ અધિકારો ગુણસ્થાનો - ૧૪ આગમનાં મોતી - અસંખ્ય
૪૩૧
૪૩૩
૪૩૩
૪૪૩
=================K ૪૧૯-KNEF==============
Page #450
--------------------------------------------------------------------------
________________
>>>>
‘અરજી’
વ્હાલા સીમંધર સ્વામી, અરજી આ મારી સુણજો અંતર્યામી
ઓ મહાવિદેહનાં વાસી, માર્ગ બતાવો
કેમ કરી આવું નાસી?
વિરતિ હો કે અવિરતિ પ્રભુ, ભાવના ભાવું ભવોની જન્મ મળે અરિહંતનાં ક્ષેત્રે, ઉત્તમ જૈન કુળ યોનિ પ્રવજ્યા ગ્રહું આઠ વર્ષે, તમ નિશ્રામાં,
આત્મ ગતિ મોક્ષગામી... વ્હાલા સીમંધર સ્વામી, આશા કરજો પૂરી અંતર્યામી...
દૂર દૂર વસીયો છું ક્ષેત્રે, ના વૈભવની જ્યાં ખામી ‘ગા૨વ-ત્રિક’નાં સમરાંગણમાં, યત્ન છતાં રહું કામી ‘શ્રદ્ધાંધ’ની સુણજો અરજી, પંથ ઉજળો
ઝંખી રહ્યો શિરનામી... વ્હાલા...
‘શ્રદ્ધાંધ’
July 2008
****************** 820 ******************
Page #451
--------------------------------------------------------------------------
________________
>>>>
નિગોદ-મુક્તિ..
(રાગ: રાખનાં રમકડાં ને...)
વાસનાની વાટમાં વિચારોનાં વિકાર છે, વાતો કરીએ ડાહી ડાહી, શૂન્ય સમો આચાર છે... વિષયોની સંતાકૂકડી રમવામાં મનડું મ્હાલે, સ્નેહ, કામ, દૃષ્ટિની રાગ ત્રિકે જીવ નાચે તાલે રે...
દેહ અને આત્માનાં મિલન માથે કર્મોનાં પડળ છવાયાં (૨)
ભવો અનંતા વિત્યાં, અવિરતિનાં રંગે રંગાયા રે...
‘અરિ’
ક્યાંથી આવ્યો, ક્યાં છે જવાનો,
વાસનાની...
દસ દૃષ્ટાંતે દુર્લભ માનવ-ભવને સાર્થક કરીએ,
પદ નિર્વાણને પામી, ૠણ નિગોદ મુક્તિનું ભરીએ રે... વાસનાની...
ખબર નથી કંઈ આ જીવની
વાસનાની...
એ ય ખબર નથી હું કોણ છું ?
ચિંતા ધ૨જે એક ‘શિવ’ની. જ્ઞાની કહે છે, એકલો આવ્યો, એકલો તું છે જવાનો માનવ જન્મ છે, મમતા અને આસક્તિ અરિ હણવાનો વીતરાગ પ્રણિત બાર ભાવના, જીવની સંજીવની.
વાસનાની...
ક્યાંથી...
ક્યાંથી...
‘સવ્વ જીવા કમ્મ વસ’ના મંત્રે દ્વેષ સહુ ટળશે બાર ભાવનાનાં ચિંતનથી, રાગ બધો યે ગળશે ‘શ્રદ્ધાંધ’ ચહે અરિહંત આશિષ મળજો ‘અરિ’થી મુક્તિ. ****************** 829 ******************
ક્યાંથી...
Page #452
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાઓ
મોક્ષનું સ્વરૂપ સમજીએ : મોક્ષનું સ્વરૂપ જાણવા માટે સંસારનું સ્વરૂપ જાણવું પડે, સમજવું પડે.
અવ્યાબાધ સુખ ઃ મન, વચન, કાયાની પીડા રહિતની સ્થિતિ. ‘વ્યાબાધ' એટલે સંસારમાં જેને દુ:ખ સમજીએ છીએ તે બધા જ દુઃખો સહિતની સ્થિતિ.
મિથ્યાત્વ : જયાં ભવાભિનંદીપણું તથા કદાગ્રહ વડે મનમાં વિપરીત શ્રદ્ધા પ્રગટ થતી રહે. તત્ત્વોની અશ્રદ્ધા તે મિથ્યાત્વ.
તત્ત્વ : મોક્ષનો સહજ રુચિભાવ જેનાથી ઉદ્ભવતો રહે તે જેનું ચિંતન સકામ નિર્જરા કરાવે તે.
અપુનર્બંધક અવસ્થા :
તાત્ત્વિક વૈરાગ્ય તથા સત્ય શોધકતાના ગુણોથી પ્રગટ થતી જીવની સ્થિતિ. જે સ્થિતિ પ્રાપ્ત થતાં ‘મુક્તિનો અદ્વેષ’ ગુણ પ્રગટે તે અવસ્થા. મુક્તિ માટેની પ્રાથમિક યોગ્યતા.
મોહનીય આદિ કર્મોની ઉ. સ્થિતિ ફરી ન બાંધનારો જીવ આ અવસ્થામાં ગણાય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિવાળા કર્મબંધ મૂળમાંથી નષ્ટ પમાડનારી અવસ્થા. આ અવસ્થા વગ૨ અધ્યાત્મનો એકડોય મંડાયો ના કહેવાય. કારણ હજુ ‘મુક્તિનો દ્વેષ’ છે.
—
ચરમ યથા પ્રવૃત્તિકરણ : યથા : સહેજે, પ્રવૃત્ત : આવેલો, કરણ : અધ્યાવસાય. અપુનર્બંધક અવસ્થા પામ્યા બાદ જયારે જીવ ૧ કો.કો.સા.થી ન્યૂન કર્મબંધની યોગ્યતાએ પહોંચે અને સ્થિતિબંધની લાયકાત તોડી નાંખે તે.
ચરમ યથા પ્રવૃત્તિકરણ એટલે અપૂર્વકરણ. સંસારમાં રહી સમકિત પામે કે ના પામે પણ કદીયે ૧ કો.કો.સા.થી વધુ સ્થિતિ ના બાંધે.
ઊંચામાં ઊંચુ સંસારી સુખ, દુઃખરૂપ લાગે. ચક્રવર્તી આ જ કારણે વૈરાગી બની જાય છે.
****************** 822 ******************
Page #453
--------------------------------------------------------------------------
________________
તત્ત્વોનો દ્વેષી : ભૌતિક સુખમાં એકાંતે સુખ માનનારો જીવ. મોક્ષની ભૂમિકામાં કૃત્રિમ રાગવાળો જીવ.
લયોપશમ ભાવઃ જે ભાવ વડે આત્માના ગુણોનું સંવેદન થાય તે.
ઓદાયિક ભાવઃ જે ભાવ વડે સંસારમાં સુખોનું સંવેદન થાય છે. ઊંઘ, નશો, સ્પર્શ, રસ, વર્ણ, ગંધ, શબ્દ.
ગુણસ્થાનકઃ પુદ્ગલમાં સુખ નથી, આત્મામાં સુખ છે. - આવો અનુભવપૂર્વકનો નિર્ણય કરાવનારી અવસ્થા. - સકામ-નિર્જરા કરાવનારી અવસ્થા. - પુણ્યાનુબંધી પુણ્યનો હેતુ સાધે તે અવસ્થા.
સંપૂર્ણ અહિંસા : સિદ્ધ દશામાં રહેલા જીવની શક્તિ જે સઘળાં જીવોને અભયદાન આપે છે. કોઈપણ જડ વસ્તુ વર્તમાનમાં દેખાય છે તે ભૂતકાળના કોઈક જીવનું કલેવર છે!
સત્યઃ કુદરતના હિતકારી નીતિ-નિયમોને અનુસરવું તેનું નામ સત્ય. પુદ્ગલને પોતાના ગણવા (દહ) તે અસત્ય, વચન અને કાયાથી કેવળજ્ઞાનીને પણ હોય છે.
ચરમાવર્ત કાળઃ જે સમયમાં ગુણનો અદ્વેષ વર્તે.
પહેલું ગુણસ્થાનઃ જે દશામાં જીવનો તાત્ત્વિક પ્રવેશ થાય. અપુનબંધક અવસ્થા, યોગની પ્રથમ ભૂમિકા, મુક્તિનો અદ્વેષ આવે.
૧. અપૂર્વ પ્રાપ્તિનો આનંદ, ૨. ક્રિયા માર્ગમાં સૂક્ષ્મ આલોચના, ૩. ભવનો તીવ્ર ભય, ૪. વિધિનું તાત્ત્વિક બહુમાન.
મુક્તિની તાત્ત્વિક જિજ્ઞાસા : ચરમ યથા પ્રવૃત્તિકરણના ભાવ. મુક્તિની તાત્વિક ઈચ્છાઃ બોધિબીજની પ્રાપ્તિ, પ્રથમ યોગદષ્ટિ. તત્ત્વનું અજ્ઞાન : મોહનું શરીર જેની કરોડરજ્જુ ૧૮ પાપ સ્થાનકો છે.
તત્ત્વનું જ્ઞાનઃ ચારિત્ર ધર્મનું શરીર તત્ત્વજ્ઞાન વિના સંસારમાંથી છૂટાય નહીં ===== ==========K ૪૨૩ ----------------- *
Page #454
--------------------------------------------------------------------------
________________
*******
***
સ્થિતપ્રજ્ઞ ઃ અનુકૂળતામાં અને પ્રતિકૂળતામાં સમભાવે રહેવું તે. પ્રથમ તત્ત્વનો નિર્ણય પછી તત્ત્વનો પક્ષપાત એ જ સમ્યક્દર્શન, ત્યારબાદ હેય-ઉપાદેયનું સેવન. માધ્યસ્થ ભાવ : રાગ-દ્વેષ વિનાનો ભાવ.
ઓઘદૃષ્ટિ ઃ પરભાવ દશા, પુદ્ગલના સુખની ઘેલછા, અનંત જન્મ-મરણ. યોગદૃષ્ટિ : સ્વભાવ દશા, ગુણોના સુખની ઘેલછા, શૈલેશી અવસ્થા, મોક્ષ. મિથ્યાત્વી જીવ : મિત્રા (તૃણ), તારા (ગોયમ), બલા (કાષ્ઠ), દિપ્તા (દીપ) દૃષ્ટિવાળો જીવ.
ઔદાસિન્ય ઃ રાગ-દ્વેષ રહિતપણું, માધ્યસ્થ ભાવ.
:
સમકિતી જીવ : પાંચમી દૃષ્ટિ-સ્થિરાદૃષ્ટિ, ચોથા ગુણસ્થાનવાળો જીવ. ભૌતિક અનુકૂળતા : ઘાતી કર્મોનો ક્ષયોપશમ અને શુભ અઘાતી કર્મોનો ઉદય. ભૌતિક પ્રતિકૂળતા : ઘાતી કર્મોનો ઉદય અને અઘાતી અશુભ કર્મોનો ઉદય. નવ તત્ત્વો : : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. જૈન દર્શનના બંધારણનો મૂળ પાયો સંક્ષેપમાં સમજવા માટે નવ તત્ત્વો ઘણા
જ ઉપયોગી છે. આ સમજ્યા બાદ જીવનમાં ઉપયોગી યોગ્ય માર્ગો સમજાય છે. આ નવ તત્ત્વો જ જગતના સત્ય તત્ત્વો તરીકે, જીવનના ઉત્કર્ષ માટે ખરેખરા માર્ગદર્શક તરીકે છે. આમ, નવ તત્ત્વો બંને ગુણો ધરાવે છે.
܀
(૧) જગતનું સ્વરૂપ અને (૨) જીવન માર્ગ. માટે જ તેને તત્ત્વો કહેવામાં આવ્યા છે. નવ તત્ત્વો મહત્ત્વની વસ્તુ છે. એવી સ્પષ્ટ કે અસ્પષ્ટ સમજવાળી શ્રદ્ધાને સમ્યક્ત્વ કહ્યું. સમ્યક્ત્વના સ્પર્શ પછી જીવ કર્તવ્ય તરફ અભિમુખ થવાથી થોડા વખતમાં મોક્ષના સુખ સુધી પહોંચી જાય છે.
܀
સંવર તત્ત્વ : समइ गुत्ती परिसह, जई धम्मो भावणा चरिताणि । पण ति दुवीस दस बार-पांच भेrहिं सगवन्ना ।।
નૈધો : યતિધર્મ, પળ : પાંચ ભેદ, મેěિ : એ ભેદો વડે, સવન્ના : સત્તાવન (ભેદ).
****************** 828 ******************
Page #455
--------------------------------------------------------------------------
________________
આવતા કર્મનું રોકાણ તે સંવર.
સમ્ ઃ સમ્યક્ પ્રકારે, ઉપપોગ-યત્નપૂર્વક. ઈતિ : ગતિ, ચેષ્ટા. *ગુખતે ઃ રક્ષણ થાય તે, સંસારમાં પડતાં પ્રાણીનું રક્ષણ તે ગુપ્તિ. સહ : સહન કરવું.
પરિ : સર્વ બાજુથી સમ્યક્ પ્રકારે. ઉપસર્ગ આવે ત્યારે ચલાયમાન ના કરવી. યતિધર્મ : મોક્ષ માર્ગમાં જે યત્ન કરે તે યતિ, તેનો ધર્મ તે યતિધર્મ.
܀
܀
*
*
*
*
ભાવના : મોક્ષમાર્ગ પ્રત્યે ભાવની વૃદ્ધિ થાય તેવું ચિંતન.
ચય : આઠ કર્મનો સંચય, સંગ્રહ.
રિત્ત : રિક્ત (ખાલી) કરે તે ચારિત્ર.
સાવધ યોગ : દોષ સહિતનો વ્યાપાર.
નિર્વધ ઃ દોષ રહિતનો વ્યાપાર.
સમિતિ-ગુપ્તિ ઃ સમયક્ પ્રકારે ઉપયોગપૂર્વક જે પ્રવૃત્તિ થાય તે સમિતિ અને સમ્યક્ પ્રકારે ઉપયોગપૂર્વક જે નિવૃત્તિ તથા પ્રવૃત્તિ તે ગુપ્તિ.
* મનોગુપ્તિ : સાવદ્ય માર્ગના વિચારમાંથી રોકવું અને મનને સમ્યક્ વિચારમાં પ્રર્વતાવવું તે મનોગુપ્તિ.
આર્તધ્યાન, રૌદ્રધ્યાનમાંથી રોકવું. ધર્મધ્યાન, શુકલધ્યાનમાં પ્રવર્તાવવું. કેવલી ભગવંતને સર્વથા મનોયોગ નિરોધ થાય છે. તે યોગ નિરોધરૂપ મનોગુપ્તિ, ઉત્કૃષ્ટ પ્રકાર.
વચનગુપ્તિ ઃ ત્યાગપૂર્વક મોનપણું, મુહપત્તી રાખી બોલવું.
::
ભાષા સમિતિ અને વચનગુપ્તિમાં તફાવત :
વચનગુપ્તિ ઃ સર્વથા વચનનિરોધ રૂપ અને નિરવદ્ય વચન બોલવારૂપ એક જ પ્રકારની. ભાષા સમિતિ : નિરવદ્ય વચન બોલવારૂપ એક જ પ્રકારની. કાયગુપ્તિ : કાયાને સાવદ્ય માર્ગમાં રોકવી, નિરવદ્ય ક્રિયામાં જોડવી તથા ઉપસર્ગ આવે ત્યારે ચલાયમાન ન કરવી.
****************** 82u ******************
Page #456
--------------------------------------------------------------------------
________________
પરિષહો - ૨૨ ભેદ - પરિષહો રર પરિષદોમાં બે ધર્મનો ત્યાગ ન કરવા માટે છે. દર્શન પરિષહ (શ્રદ્ધા, સમ્યકત્વ) અને પ્રજ્ઞા પરિષહ. બાકીના ૨૦ કર્મની નિર્જરા માટે છે. ૧. સુધાઃ સર્વ અશાતા વેદનીયથી અધિક ક્ષુધા વેદનીય છે. અશુદ્ધ આહાર ગ્રહણ
ના કરવો, આર્તધ્યાન ન કરવું. ૨. પિપાસા ? તૃષા. ૩. શીત પરિષહ : અતિશય ટાઢ. ૪. ઉષ્ણ પરિષહ : અતિશય ગરમી, વસ્ત્રથી વીંઝવાનો વિચાર પણ ન કરે. ૫. દંશ પરિષહ ડાંસ, મચ્છર, જૂ, માંકડના ડંખ. ૬. અચેલ પરિષહ : વસ્ત્ર સર્વથા ના મળે અથવા જીર્ણ મળે, જીર્ણ વસ્ત્ર ધારણ
કરવું પરિગ્રહ છે એમ કહેનાર અસત્યવાદી છે કારણ સંયમના નિર્વાહ માટે
મમત્વ રહિત ધારણ કરવાથી પરિગ્રહ ન કહેવાય એ જિનેન્દ્ર વચનનું રહસ્ય છે. ૭. અરતિ પરિષહ : અરતિ, ઉદ્વેગ ભાવ. ૮. સ્ત્રી પરિષહ. ૯. ચર્યા પરિષહ : વિહાર કરવો. મુનિએ ૯ કલ્પી વિહાર કરવાનો છે.
૧. વર્ષાકાળ, ૮. શેષકાળ. ૧૦. નૈષધિક પરિષહ શૂન્ય ગૃહ, સ્મશાન, સર્પલીલ, સિંહગુફા, સ્ત્રી પશુ નપુંસક
રહિત સ્થાનમાં રહેવું. પાપ અને ગમણાગમણનો જેમા નિષેધ છે તે સ્થાન.
(નષેધિકી) ૧૧. શવ્યાઃ પ્રતિકૂળ શૈયાથી ઉગ ન કરવો. ૧૨. આક્રોશ પરિષહ : અજ્ઞાની તિરસ્કાર કરે તો મુનિ તેના પ્રત્યે દ્વેષ ન કરે તે. ૧૩. વધ પરિષહ પૂર્વભાવના કર્મોથી વધ, પ્રહાર આદિ થાય છે તેવું ભાવવું. ૧૪. યાચના પરિષહ : સાધુ કોઈપણ વસ્તુ (તૃણ, ઢેકું) માગ્યા વગર ગ્રહણ ના
કરે. લજ્જા અને માન રહિત ભિક્ષા માગવી. Kakkkkkkkkkkkkkkkk ૪૨૬ kkkkkkkkkkkkkkkkkk
Page #457
--------------------------------------------------------------------------
________________
૧૫. અલાભ પરિષહ ઃ ભિક્ષા ન મળતા લાભાંતરાય કર્મનો ઉદય સમજી તપવૃદ્ધિ
માનવી. ૧૬. રોગ પરિષહ તાવ, અતિસાર (ઝાડા) આદિ રોગને કર્મનો વિપાક ચિંતવે,
નિરવદ્ય ચિકિત્સા કરાવે. ૧૭. તૃણ સ્પર્શ : ડાભ આદિ ઘાસની રાા હાથ પ્રમાણ સંથારો અથવા વચનો
સંથારો. ૧૮. મલ પરિષહ જ્ઞાનની ઈચ્છા ન કરવી. ૧૯. સત્કાર પરિષહ : માન, સત્કારથી હર્ષ ન પામવો. ૨૦. પ્રજ્ઞા પરિષહ પોતે બહુશ્રુત જ્ઞાની હોવાથી ગર્વ ન ધરે. ૨૧. અજ્ઞાન પરિષહ : આગમ તત્ત્વ ન જાણે તે અજ્ઞાનતાનો ઉદ્વેગ ના કરવો. રર. સમ્યકત્વ પરિષહ : અનેક કષ્ટ, ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં ધર્મની શ્રદ્ધાથી
ચલાયમાન ન થવું. ક્યા કર્મના ઉદયથી ક્યો પરિગ્રહ સંભવે? પરિષહ
ક્યા ધર્મના ઉદયથી | ક્યા ગુણસ્થાન સુધી | સુધા-પીપસા-શીત-ઉષ્ણ અશાતા વેદનીય ૧ થી ૧૩ દિશ-ચર્યા-શધ્યા-મલ-વધ અશાતા વેદનીય ૧ થી ૧૩ રોગ-તૃણસ્પર્શ એ ૧૧ અશાતા વેદનીય ૧ થી ૧૨ પ્રજ્ઞા પરિષદ
જ્ઞાનાવરણીય
૧ થી ૧૨ અજ્ઞાન પરિષહ
જ્ઞાનાવરણીય
૧ થી ૧૨ સમ્યકત્વ પરિષદ
દર્શન મોહનીય ૧ થી ૯ અલાભ પરિષદ
લાભાંયરાય ૧ થી ૧૨ આક્રોશ,અરતિ,સ્ત્રી-નિષદ્યા- | ચારિત્ર મોહનીય ૧ થી ૯ અચેલ-યાચના-સત્કાર એ?
સ્ત્રી, પ્રજ્ઞા અને સત્કાર પરિષહ એ ૩ અનુકૂળ પરિષહો છે અને શેષ પ્રતિકૂળ છે. સ્ત્રી તથા સત્કાર પરિષદ બે શીતલ પરિષહ છે અને શેષ ૨૦ ઉષ્ણ છે. =================K ૪૨૭ -KNEF==============
Page #458
--------------------------------------------------------------------------
________________
*******
܀
જીવને શાંતિ ઉત્પન્ન કરનાર. જીવને અશાંતિ ઉત્પન્ન કરનાર પરિષહોની ગુણસ્થાનકોમાં વિચારણા. (તત્ત્વાર્થ)
૧૨મા ગુણસ્થાનક સુધી - ૧૪ પરિષહો સંભવે. ૧૩મા ગુણસ્થાનક સુધી - ૧૧ પરિષહો સંભવે. ૯મા ગુણસ્થાનક સુધી - ૨૨ પરિષહો સંભવે.
પરિષહ-૨૨ : સયોગી કેવલીને ૧૧ પરિષહો સંભવે છે. વિહારમાં પ્રતિકૂળતા સહન કરે. ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમંશક, ચર્યા (વિહાર), શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ. નિમિતરૂપ ૫૨ દ્રવ્યની હાજરીનું ભાન કરાવવા જ આમ કહ્યું છે. જિન અનંત પુરુષાર્થમય હોવાથી પરિષહો દુઃખમય હોતા નથી.
સંયમ
૨૭ ભેદ
જીવ હિંસાનો સર્વથા ત્યાગ.
૨.
અસત્યનો સર્વથા ત્યાગ.
૩. ચોરીનો સર્વથા ત્યાગ.
૪. મૈથુન કર્મનો સર્વથા ત્યાગ.
૫. પરિગ્રહ માત્રનો ત્યાગ.
૬. રાત્રિભોજનનો તથા રાત્રે પાણી પીવાનો સર્વથા ત્યાગ.
૭. પૃથ્વીકાય જીવોની રક્ષા.
૮. અપ્કાય જીવોની રક્ષા.
૯. અગ્નિકાય જીવોની રક્ષા.
૧.
૧૦. વાયુકાય જીવોની રક્ષા. ૧૧. વનસ્પતિના સ્પર્શનો ત્યાગ.
૧૨. ત્રસકાય જીવોની રક્ષા.
૧૩. સ્પર્શેન્દ્રિયના ભોગોથી દૂર.
-
****************** 822 ******************
Page #459
--------------------------------------------------------------------------
________________
૧૪. જિલ્વેન્દ્રિયની લોલુપતાનો સર્વદા ત્યાગ.
૧૫. ઘ્રાણેન્દ્રિયના ભોગોનો ત્યાગ.
૧૬. આંખ-ઈન્દ્રિયના ભોગોનો ત્યાગ.
૧૭. જ્ઞાનેન્દ્રિયના ભોગથી દૂર. ૧૮. લોભદશાનો નિગ્રહ. (લોભ)
૧૯. ચિત્તની નિર્મળતા. (માયા) ૨૦. વસાદિકની પ્રતિલેખના. (માન)
૨૧. અષ્ટપ્રવચન માતાનું પાલન. ૨૨. ક્ષમાને ધારણ કરવી. (ક્રોધ) ૨૩. અકુશલ મનનો ત્યાગ.
૨૪. અકુશલ વચનનો ત્યાગ.
૨૫. અકુશલ કાયાનો ત્યાગ.
૨૬. પરિષહ-ઉપસર્ગ આદિ સહન કરનાર.
૨૭. મરણાંત ઉપસર્ગને પણ સહન કરનાર.
સંવર ૫૭ હેતુઓ વડે
૩ ગુપ્તિ, ૫ સમિતિ, ૨૨ પરિષહ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૫ ચારિત્ર. ૩ ગુપ્તિ :
કાયગુપ્તિ : કાયના વ્યાપારને કાયોત્સર્ગથી રોક્યો (નિવૃત્તિ ભાવથી અષ્ટ પ્રકારી પૂજામાં પ્રવૃત્તિ કરી.)
વચનગુપ્તિ : મૌન જાળવ્યું, નિવૃત્તિ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્વાધ્યાય, ચર્ચા, સત્સંગ કાર્યો. (પ્રવૃત્તિ)
મનોગુપ્તિ : ક્રોધ આવ્યો અને રોક્યો (નિવૃત્તિ). સામાયિક લઈ મન ધર્મમાં પરોવ્યું. (પ્રવૃત્તિ)
****************** ** ******************
Page #460
--------------------------------------------------------------------------
________________
જ
૫ સમિતિ :
ઈર્યાઃ સૂર્ય પ્રકાશમાં ભૂમિ જોઈને વિહાર કર્યો. ભાષાઃ દર મહિને સ્વાધ્યાયમાં આવો, સત્સંગમાં ભાગ લો અને આત્માનું કલ્યાણ કરો. (સ્વ અને પરને હિતકારી વચન,ગુણોથી યુક્ત તે ભાષા સમિતિ) એષણા : ગુરુ મહારાજને કાળજીથી વહોરાવજો. (દોષ રહિત આહારને તપાસીને કાળજીથી ગ્રહણ કર્યો તે એષણા સમિતિ) આદાન નિક્ષેપઃ સામાયિકના કટાસણાને ભૂમિ પર મૂકતાં પહેલાં ચરવળાથી જગ્યા તપાસી, પછી સ્થાન ગ્રહણ કરજો. ઉત્સર્ગઃ આચાર્ય શિષ્યને ભૂમિ પ્રમાર્જન કરી મળ-મૂત્રાદિ પરઠવવા કહ્યું. સંવર ઃ ૬ કારણો - ધર્મ ઃ ૧૦ - અનુપ્રેક્ષા ઃ ૧૨ (૧) ૩ ગુપ્તિ, (૨) ૫ સમિતિ, (૩) ૧૦ ધર્મ, (૪) ૧૨ અનુપ્રેક્ષા, (૫) રર પરિષહ જય અને (૬) ૫ ચારિત્ર.
યોગથી બંધ થાય અને યોગથી જ સંવર-નિર્જરા થાય. આ સિદ્ધાંત આદિને જ્ઞાન-શ્રદ્ધાયુક્ત નિગ્રહ (નિવૃત્તિ) પ્રવૃત્તિ તે ગુપ્તિ.
સમિતિમાં સમ્યગૂ પ્રવૃત્તિ જ આવે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે) ઈર્યા, ભાષા, એષણા, આદાન નિક્ષેપ, ઉત્સર્ગ.
૧૦ ધર્મઃ ઉત્તમ ક્ષમા, માદેવ, આર્જવ, શૌચ (અનાસક્તિ), સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય (મમત્વનો અભાવ), બ્રહ્મચર્ય.
સંયમ ૧૭ પ્રકારઃ ૫ અવ્રતોનો ત્યાગ, ૫ ઈન્દ્રિયો પર જય, ૪ કષાય ત્યાગ, મન, વચન, કાયાથી નિવૃત્તિ (૩).
૧૨ અનુપ્રેક્ષા : અનુ : આત્માને અનુસરીને, પ્રેક્ષા : જોવું તે.
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ, ધર્મ સ્વાખ્યાત.
Page #461
--------------------------------------------------------------------------
________________
ધર્મ સ્વાખ્યાત ભાવના : સમ્યગ્દર્શન આદિ વિચારણાઓનું ચિંતન. શ્રદ્ધા ગુણ પ્રગટે, પ્રગટેલી શ્રદ્ધા વિશુદ્ધ બને, મોક્ષમાર્ગથી પડવાનો ભય દૂર થાય, ઉલ્લાસ વધે.
૧૨ ભાવનાઓનું ચિંતન એ જ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના અને સમાધિ.
ઉત્તમ ધર્મ પળાય, પરિષહોને જીતી લે.
બોધિ દુર્લભ ભાવના :
નિગોદથી મોક્ષની યાત્રાનું મંથન.
દુર્લભ એવો મનુષ્ય ભવ. દુર્લભ એવું જિનવાણી શ્રવણ.
✰✰✰
નિગોદ :
વ્યવ્હાર રાશિ
નિગોદ
અવ્યવહાર રાશિ નિગોદ
પૃથ્વીકાય આદિ
આખા બ્રહ્માંડમાં છે.
કારણ ઃ સાધારણ નામ કર્મનો ઉદય, દ્રવ્ય ઈન્દ્રિય ૧, ભાવ ઈન્દ્રિય ૫, અંતર્મુહૂર્તમાં ૬૬,૩૩૬ ભવ કરી ચૂકે.
નિત્ય નિગોદિ : હજુ બેઈન્દ્રિય થયા નથી તે.
ઈતર નિગોદિ : નિગોદમાંથી બહાર આવી ફરી નિગોદમાં જનારા જીવ.
ચારિત્ર : ૫ બાહ્ય-અત્યંતર ૫ : ૬
-
૫ ચારિત્ર : સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિષહ વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત ચારિત્ર.
બાહ્ય તપ ૬ : અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, સંલીનતા, કાયકલેશ.
****************** 839 ******************
Page #462
--------------------------------------------------------------------------
________________
>>>
અત્યંતર તપ ૬ :
પ્રાયશ્ચિત્ત (૯ ભેદ) : પ્રાયઃ
—
અપરાધ, ચિત્ત વિશુદ્ધિ.
વિનય (૪ ભેદ) : ગુણ અને ગુણીનું બહુમાન.
વય્યાવચ્ચ (૧૦ ભેદ) : સેવા.
1
સ્વાધ્યાય (પ ભેદ) : શ્રુત અભ્યાસ.
વ્યુત્સર્ગ (૨ ભેદ) : સાધનામાં બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ.
ધ્યાન (૪ ભેદ) : ચિતની એકાગ્રતા.
ધ્યાન : કોઈ એક વિષયમાં ચિતની એકાગ્રતાને ધ્યાન કહે છે. આ પ્રકારનું ધ્યાન, ઉત્તમ સંઘયણ, વજૠષભનારાચ સંઘયણવાળાને હોય છે. વૃત્તિઓને અન્ય ક્રિયાઓમાંથી ખેંચી એક જ વિષયમાં કેન્દ્રિત કરવી એ ચિંતા નિરોધ છે, ધ્યાન છે. ઉત્તમ સંઘયણ ૪ છે ઃ વજૠષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ. લગાતાર ધ્યાન અંતર્મુહૂર્ત સુધી જ રહે છે.
ધ્યાનના ૪ ભેદ : આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન.
૪ આર્તધ્યાન ઃ વેદનાનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, ઈષ્ટનો વિયોગ, ભવિષ્યમાં વિષયોની નિદાન પ્રતિ સર્વવિરતિ.
દુઃખમાંથી જન્મે, દુઃખનો અનુબંધ કરાવે. પહેલા ચાર ગુણસ્થાને દેશવિરતિ, સર્વવિરતિ, પ્રમત્તસંયત.
રોદ્ર ધ્યાન ઃ હિંસા, અસત્ય, ચોરી, વિષય સંરક્ષણ ૪ ભેદ. અવિરત અને દેશવિરત જીવોને હોઈ શકે છે. (૪-૫ ગુણસ્થાનક)
****************** 832 ******************
Page #463
--------------------------------------------------------------------------
________________
શુભગતિ આરાધનાના ૧૦ અધિકારો ૧. અતિચાર આલોયણા. ૨. વ્રત (ગુરુની સાખે). ૩. ક્ષમા (૮૪ લાખ યોનિને ખમાવતી ક્ષમા). ૪. ૧૮ પાપસ્થાનક વોસિરાવવા. ૫. ચાર શરણાનું નિત્ય અનુસરણ. ૬. દુરાચારની નિંદા - ગહ. ૭. શુભનું અનુમોદન. ૮. મનનાં શુભ અધ્યાવસાયો. ૯. અવસરે અણસણ. ૧૦. નવપદનો જાપ. - જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ અને વીર્યાચાર તણા આ ભવ અને પરભવનાં અતિચારોની આલોયણા.
ગુણસ્થાનો - ૧૪ ૧. મિથ્યાત્વઃ સર્વ દુઃખોનું મૂળ કારણ. ૨. ગુણસ્થાનનો આધાર બાહ્ય ધર્મક્રિયા પર છે? True or False ?
False. આધાર અંતરના પરિણામ પર છે. ૩. શુદ્ધ માન્યતાની શી જરૂર? તે વિના ગુણોનું સ્વરૂપ યોગ્ય રીતે સમજાતું નથી.
શુદ્ધ ઉપયોગ થતો નથી. ૪. શુદ્ધ માન્યતા એટલે શું? જીવની જડતા, પર દ્રવ્યના મોહને લીધે છે.
દા.ત. ખીસ્સામાં ૧૦૦ ડૉલર પોતાના હોય તો ગરમી રહે ને? બેંકવાળાના ૧૦ લાખ ડૉલર રોજ ગણીને ઘરે આવીએ ત્યારે મોં પર Power કેમ નહિ? પરની માલિકી ત્યાં સમજાય છે માટે.
Page #464
--------------------------------------------------------------------------
________________
*******
***
પુણ્યના ઉદયથી મળેલ સંપત્તિનો માલિક ‘ઔયિક ભાવ' છે, એમ સમજીએ તો જીવ કર્મથી લેપાય નહિં.
ધર્મ અનુષ્ઠાન ભોગ, સામગ્રીથી, આરંભ-સમારંભથી દૂર થવા માટે છે.
દા.ત. દહેરાસરમાં જઈ નિયાણું કરીએ તો આરંભ જ થાય. દાનનો આશય કરી ઈચ્છાઓ કરીએ તો આશ્રવ જ થાય. દાન, મોહની વૃત્તિ છોડવા કરવાનું છે, મોહ ઓછો એટલી જીવની જડતા ઓછી. ત્યાગના સુખમાં રસ છે.
દા.ત. વ્યસની જીવ કહે, મને કંદમૂળમાં રસ છે. સંઘરેલો સાપ પણ કામ આવે. મોહાંધ દશા છે.
જ્ઞાન દશા રૂપી દર્પણમાં જોવાથી જીવનના કચરારૂપી દોષો દેખાશે. ગાયું તો ગયું :
પ્રાપ્તિ, સંરક્ષણ અને વિયોગ ત્રણેમાં દુ:ખ. ત્યાગ વસ્તુનો નહીં, મમતાનો ક૨વાનો છે!
ગુણસ્થાન : આત્માનો ક્રમિક વિકાસ, આત્માનો ગુણ વિકાસ. યથાયોગ ક્રમશઃ ૧૪ શ્રેણિઓમાં થાય છે. પહેલી શ્રેણિ કરતાં બીજી શ્રેણિના જીવો આત્મગુણના સંપાદનમાં આગળ વધેલા હોય છે. ઉત્તરોતર આ પ્રમાણે. પ્રથમ ગુણસ્થાનથી ચોથું, ચોથા ગુણસ્થાનથી બીજું, બીજાથી ત્રીજું ગુણસ્થાનક અને ઉત્તરોત્તર વિકાસ અનુસાર ગુણસ્થાનક ચઢતું જાય.
આત્મબળ મોક્ષમહેલ ઊપર પહોંચવાની નીરસણી છે.
ખાસ, ૧૧મે ગુણસ્થાનકે, પ્રમાદથી ચેતે તે તરે. જેટલી આત્માની પરિણતી તેટલા ગુણસ્થાનો. પ્રવાહની જેમ આત્માની સ્થિતિઓ જોડાયેલી છે.
૧. મિથ્યાત્વ : (કર્તવ્ય-અકર્તવ્ય વિશે આત્મકલ્યાણના માર્ગમાં વિવેકનો અભાવ) સાચી દ્દષ્ટિ ન હોય, અજ્ઞાન, ભ્રમ, નાની કીડીથી માંડી મોટા પંડિતો, તપસ્વીઓ, રાજા સુદ્ધાં મિથ્યાત્વ શ્રેણિમાં હોઈ શકે છે.
હરિભદ્રાચાર્યના ‘યોગદ્રુષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં યોગની આઠ દૃષ્ટિઓ : મિત્રા, તારા, બલા, દિપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા દૃષ્ટિમાં ચિત્તની મૃદુતા, અદ્વેષવૃત્તિ,
Page #465
--------------------------------------------------------------------------
________________
અનુકંપા, કલ્યાણ સાધનાની સ્પૃહા જેવા પ્રાથમિક ગુણો પ્રગટે ત્યારે પહેલું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. સગુણો આવવા છતાં મિથ્યાત્વ' અવસ્થાથી ઓળખાવાય છે. કારણ, યથાર્થ સમ્યગદર્શન હોતું નથી. મંદ મિથ્યાત્વ હોવાથી મિથ્યાત્વથી ઓળખાય છે.
જે જીવોએ મિત્રા દૃષ્ટિ કેળવી નથી તેઓ સુદ્ધાં મિથ્યાત્વ ગુણસ્થાનક વડે ઓળખાય છે. કારણ, ગુણ માટેનું ઉત્થાન અહીંથી થાય છે. “મિથ્યાત્વ ગુણસ્થાનક દર્શનમોહનીય કર્મના આવરણને લીધે વેદાય છે. ૨. સાસાદન, સારવાદન ગુણસ્થાન :
સધાતુઃ શિથિલ કરવું, ઢીલું પડવું. સાદન : શિથિલ કરનાર, આ+સાદન : વધુ શિથિલ કરનાર.
સમ્યકત્વથી પડનાર જીવોની સ્થિતિ તે સાસાદન. વમન કરાતા સમ્યકત્વના આસ્વાદથી યુક્ત તે “સાસ્વાદન'.
જયારે અનંતાનુબંધી - પરમ તીવ્ર કષાયોને ઉદય થાય ત્યારે સમ્યકત્વથી પડવાનો વખત આવે છે. અજ્ઞાન, મોહમાં કે મિથ્યાત્વમાં પડવારૂપ અવસ્થા. ઉપશમ' સમકિતથી પડનાર માટે જ આ ગુણસ્થાન છે. ૩. મિશ્ર ગુણસ્થાન: આત્માના વિચિત્ર અધ્યાવસાયનું નામ જે મિથ્યાત્વ અને
સમ્યકત્વના મિશ્રણરૂપ છે.
કોઈને સત્યનું દર્શન થાય અને જૂના સંસ્કાર અને પાછળ તરફ ખેંચે, સત્યનું દર્શન આગળ તરફ ડોલાયમાન અવસ્થા. અહીં અનંતાનુબંધી કષાય હોતા નથી. પરંતુ પૂર્ણ વિવેક પ્રાપ્તિ પણ નહીં. અર્થાત્ સન્માર્ગ વિષે શ્રદ્ધા પણ નહીં અને અશ્રદ્ધા પણ નહીં. “હાલકડોલક' અવસ્થા. ૪. અવિરત સમ્યગુદૃષ્ટિ : ભવ ભ્રમણના કાળનો છેડો નિયત કરનાર આત્માની
અવસ્થા. આત્મ વિકાસની મૂળ આધારભૂમિ. અવિરત સમ્યગ્દષ્ટિ : વિરતિ વિનાની સમ્યગુદૃષ્ટિ.
સમ્યકત્વ એટલે સચ્ચાઈ અથવા નિર્મળતા, દૃષ્ટિની સચ્ચાઈ. આત્મકલ્યાણના =================K ૪૩૫ -KNEF==============
Page #466
--------------------------------------------------------------------------
________________
તત્ત્વ વિષેની દૃષ્ટિ. કલ્યાણ દૃષ્ટિને યોગે ધર્માધતા, મતદુરાગ્રહ, સંકુચિત, સાંપ્રદાયિક્તા દૂર થાય છે. કાષાયિક ભાવાવેષ ઠંડો પડે છે.
સમ્યકત્વ અથવા સમ્યગુ દર્શન એટલે સાચી શ્રદ્ધા, વિવેકપૂર્વકની શ્રદ્ધા. કર્તવ્ય, અકર્તવ્ય અથવા હેય ઉપાદેય વિષેનો વિવેક, દૃષ્ટિનું બળ જે કલ્યાણ સાધનમાં નિશ્ચલ શ્રદ્ધારૂપ, અટલ વિશ્વાસરૂપ છે.
સમ્યગદર્શન પ્રગટ થતાં થોડું પણ જ્ઞાન, અલ્પ પણ શ્રુત, સાધારણ બુદ્ધિ કે પરિમિત ભણતર સમ્યગૂજ્ઞાન” બની જાય છે. જ્ઞાનનું સમ્યપણું સમ્યક્દર્શન પર અવલંબિત છે. જ્ઞાનથી વસ્તુ જણાય છે, એમાં વિવેકદૃષ્ટિ પવિત્રતા લાવે છે. એ બંનેના આધાર પર ચારિત્ર ઘડાય છે.
માટે જ કહ્યું છે : “સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ
જ્ઞાન કે બુદ્ધિનો વિકાસ ગમે તેવો મહાન હોય પણ દૃષ્ટિનું મહાત્મય સૌથી વિશેષ છે. “દૃષ્ટિ તેવી સૃષ્ટિ' ઉચિત્ત કથન છે. * જિન ભગવાનની વાણી :
૧. પરલોક છે. સુખ દુઃખ શુભાશુભ કર્મને આધિન છે. ૨. સંસાર દુઃખરૂપ છે. સંસારનું સુખ ક્ષણિક છે. સાચું સુખ મોક્ષ અવસ્થામાં
જ છે. ૩. મોક્ષ મેળવવા પ જિનોક્ત મહાવ્રતોનો સ્વીકાર કરી ત્યાગમય જીવન જીવવું
જોઈએ. આ ત્રણેમાં અટલ શ્રદ્ધા તે સમ્યકત્વ. મિથ્યાદૃષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ વચ્ચેનો તફાવત : ધાર્મિક ભાવનાનો અભાવ. બધા આત્માઓ સાથે એકતા અનુભવવાની સવૃત્તિનો અભાવ. અન્ય સાથે સ્વાર્થ કે બદલો લેવાની વૃત્તિ. અનુચિત કર્યા બાદ પ્રશ્ચાતાપ કે ડંખનો અભાવ. પાપને પાપ ના ગણે, પુણ્ય-પાપનો ભેદ અગ્રાહ્ય છે. સ્વાર્પણનું સાત્વિક તેજ હોતું નથી. ૫. દેશવિરતિ : મર્યાદિત વિરતિ. ગૃહસ્થ ધર્મનાં વ્રતોનું રીતસર પાલન કરવું એ
દેશવિરતિ છે. અંશતઃ ચોક્કસપણે પાપયોગથી વિરત થવું તે દેશવિરતિ. ===================K ૪૩૬ -Kkkekekekekekekekekekekekek
Page #467
--------------------------------------------------------------------------
________________
શ્રાવકના ધર્મો : પાંચ અણુવ્રતો.
(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત :
પ્રાણનો અતિપાત. ૧૦ પ્રાણ : મન, વચન, કાયા, ૫ ઈન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ. પ્રમાદ કે દુર્બુદ્ધિથી પ્રાણને હણવા કે ઈજા પહોંચાડવી એ હિંસા છે. પ્રમત્ત યોજાતુ પ્રાવ્યપરોપળ હિંસા । (તત્ત્વાર્થ ૭-૮)
પ્રમાદથી અર્થાત્ રાગદ્વેષ વૃત્તિથી પ્રાણીના પ્રાણ લેવા હિંસા છે. પ્રમત્તયોગ તે ભાવ હિંસા, પ્રાણનો નાશ-દ્રવ્ય હિંસા છે. સંકલ્પથી નિરપરાધીની, આરંભથી, ઉદ્યોગથી, વિરોધીનો વધ હિંસા આમ ચાર પ્રકારની હિંસા સ્થૂલ પ્રકારની ગણાવી છે.
(૨) સ્થૂલ પૃષાવાદ વિરમણ-વિશ્વાસઘાત તથા ખોટી સલાહ આપવી મહાપાપ કહ્યું છે. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ (૪) સ્થૂલ મૈથુન વિરમણ (૫) પરિગ્રહ પરિમાણ (૬) દિવ્રત (૭) ભોગોપભોગ પરિમાણ (૮) અનર્થદંડ વિરમણ (૯) સામાયિક વ્રત (૧૦) દેશાવકાશિક વ્રત (૧૧) પૌષધવ્રત (૧૨) અતિથિસંવિભાગ. ૬. સર્વવિરતિ – પ્રમત્ત સંયત : મહાવ્રતધારી સાધુ જીવનનું આ ગુણસ્થાન છે. સર્વવિરતિ હોવા છતાં પ્રમાદ.
ઉચિત્ત ભોજન, ઉચિત્ત નિંદ્રા, મંદ કષાય પ્રમાદમાં ગણ્યા નથી. તીવ્રતા ધારણ કરે ત્યારે પ્રમાદ ગણાયો છે. ચોથું ગુણસ્થાન, ચારિત્ર મોહને નિર્બળ બનાવવો પડે છે. છઠ્ઠા ગુણસ્થાને જીવો સંસાર ત્યાગી હોય છે.
૭. અપ્રમત્ત સંયત : સાધુ જયારે અપ્રમત્ત બને છે. ત્યારે ૭ મા ગુણસ્થાને આવે છે. સ્થૂલ પ્રમાદ ૫૨ વિજય મેળવી લીધો હોય છે. સૂક્ષ્મ પ્રમાદ (વિસ્મૃતિ, અનુપયોગ વગેરે) હજુ નડતો હોય છે. તેના પર વિજય મેળવે છે અને પતન પામતાં વળી છઠ્ઠ ગુણસ્થાનકે આવે છે. આમ, ચડ-ઉત૨ થયા કરે છે. સાધુરૂપ લડવૈયા પ્રમાદ રૂપ શત્રુની સામે જય-પરાજય કરે છે.
૮. અપૂર્વકરણ : પૂર્વે ન કર્યા તેવા કરણ. અધ્યાવસાય સાવધાન રહી અધિક અપ્રમત્ત બનતાં ૮મા ગુણસ્થાને ચઢે છે. આ ગુણસ્થાને આત્મા, વિશુદ્ધ
****************** 839 ******************
Page #468
--------------------------------------------------------------------------
________________
અધ્યાવસાયોના બળે સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, સ્થિતિબંધ એ પાંચ પૂર્વે ના કર્યા હોય તેવા કરે છે. ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ યા ક્ષય અહિંથી શરૂ થાય છે. અનિવૃત્તિકરણઃ અહિંથી જીવોના બે વિભાગ પડે છે. ક્ષપક અને ઉપશમક. ૯માં ગુણસ્થાને આત્મા, સૂક્ષ્મ લોભ સિવાય મોહને ક્ષય અથવા ઉપશમ કરી નાંખે છે. આ ગુણસ્થાને એક સમયે ચઢેલા બધા જ જીવોના અધ્યાવસાયોની શુદ્ધિમાં નિવૃત્તિ-તરતમતા ન હોય, અર્થાત્ બધા જીવોના અધ્યાવસાયો સમાન હોય છે. માટે તેને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન કહ્યું. સાથે બાદર શબ્દ
જોડ્યો, સ્થૂલ કષાયોનો નિર્દેશ કરવા. ૧૦. સૂક્ષ્મ સંપરાયઃ સંપરાય : કષાય. આત્મામાં જયારે મોહનીય કર્મ ઊપશાંત
યા ક્ષીણ થાય છે, માત્ર એક લોભ (રાગ)નો સૂક્ષ્મ અંશ રહી જાય છે ત્યારે
તે સ્થિતિનું ગુણસ્થાન “સૂક્ષ્મ સંપરાય” કહેવાય છે. ૧૧. ઉપશાંત મોહ: મોહનું સંપૂર્ણ ઉપશમન. દબાયેલા શત્રુની જેમ મોહ શાંત
હોય છે. પુન: બળ મળતાં દબાયેલ મોહ આત્માને વળી પાડે છે. કાળક્ષયથી પડે તો ૭મા ગુણસ્થાને આવે. પછી ૬-૭ ગુણસ્થાન ચડ-ઉતર કરે કે તેનાથી નીચે છેક પહેલા ગુણસ્થાને પણ આવી પડે. ભવ ક્ષયથી પડે તો દેવલોકમાં
ઉત્પન્ન થવાથી ૧૧મા ગુણસ્થાનેથી સીધો ચોથા ગુણસ્થાને આવે છે. ૧૨. ક્ષણમોહ : ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થતાં આત્માની અવસ્થા આ
ગુણસ્થાને આવે છે. સમભાવ પૂર્ણ સ્થાયી છે. મોહનો તમામ પૂંજ ઉદિત થતાં અટકી જઈ આત્મપ્રદેશોમાં વળી ઉદિત થાય તે ઉપશમ અને કેવળજ્ઞાન પ્રગટે તે ક્ષય. આ ગુણસ્થાને મોહનો ક્ષય થયા પછી ફરી ઉભવ નથી. શુકલધ્યાન
સમાધિની અવસ્થા છે. ૧૦મા ગુણસ્થાનથી ૧૨મે ગુણસ્થાને ચઢે. ૧૩. સયોગી કેવલી : (શરીરઘારી યોગમુક્ત કેવલી)
ઘાતી કર્મોનો સર્વથા ક્ષય. કેવળજ્ઞાન ૧૩મા ગુણસ્થાને પ્રગટે છે. ત્રણ કાળના =================K ૪૩૮ -KNEF==============
Page #469
--------------------------------------------------------------------------
________________
સઘળા પદાર્થોનું જ્ઞાન. સયોગી કેવલી પાંચ હ્રશ્વાક્ષર પ્રમાણ બાકી રહે ત્યાં સુધી ૧૩મા ગુણસ્થાને રહે છે. મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ ચાલુ હોય છે. ઉપદેશ-વિહાર આદિ ક્રિયાઓ જારી રહે છે.
**
ગુણસ્થાન સમારોહ સંબંધી પ્રક્રિયા : ૭મું ગુણસ્થાન (અપ્રમત્ત સંયત). અહિં વીર્યવાન સાધકની આંતરિક સાધના અત્યંત સૂક્ષ્મ બની પ્રખર પ્રગતિમય બને છે. મોહનીય કર્મ સરદારી ધરાવતું કર્મ છે.
દર્શન એટલે દૃષ્ટિ મોહનીય (કલ્યાણભૂત તત્ત્વ શ્રદ્ધા)
અટકાવે તે દર્શન મોહનીય
ચારિત્ર મોહનીય
ચારિત્રને અટકાવે તે ચારિત્ર મોહનીય
જે જીવનનો અંતર્મુહૂર્તમાં દર્શન મોહનીય અર્થાત્ મિથ્યાત્વનાં પુદ્ગલોનો ઉદય એટલા વખત માટે અટકી જાય અને તે જીવનનું તે અંતર્મુહૂર્ત સમ્યક્ત્વ સંપન્ન બને છે તે સમક્તિ ‘ઉપશમ' સમક્તિ છે. એ સમ્યક્ત્વનાં અજવાળામાં જીવ એ સમ્યક્ત્વના અંતમૂહુર્ત પ્રમાણ કાળ પછી ઉદયમાં આવનારા દર્શન મોહનીય (મિથ્યાત્વ) પુદ્ગલોના સંશોધવાનું કાળ કામ કરે છે. એ કરતાં ત્રણ ગૂંજ.
શુદ્ધ પુદ્ગલોના પુંજ - સમ્યક્ત્વ મોહનીય કર્મ.
શુદ્ધ-અશુદ્ધ મિશ્ર પુંજ - મિશ્ર મોહનીય કર્મ. અશુદ્ધ પુંજ - મિથ્યાત્વ મોહનીય કર્મ.
ઉપશમ સમયનો કાળ પૂરો થતાં આ ત્રણ પુંજમાંથી જેનો ઉદય થાય તે મુજબ આત્માની પરિસ્થિતિ બની જાય છે. અર્થાત્
સમ્યક્ત્વ મોહનીય પુંજનો ઉદય થાય તો આત્મા ‘ક્ષયોપશમ’ સમકિત ધારણ કરે છે. મિશ્ર મોહનીય પુંજનો ઉદય થાય તો આત્મા હાલકડોલક સ્થિતિ ધારણ કરે છે. મિથ્યાત્વ મોહનીય પુંજનો ઉદય થાય તો આત્મા મિથ્યાત્વથી આવરાય છે.
દર્શન મોહનીયના ત્રણ પુંજ + ૪ અનુતાનુબંધી કષાયોનો ઉપશમથી પ્રગટનારું ઉપશમ સમ્યક્ત્વ ઉપશમ શ્રેણિ અવસ્થામાં જીવને મૂકે છે. ****************** 83e ******************
Page #470
--------------------------------------------------------------------------
________________
>>>>
ઉપશમ સમ્યક્ત્વ : મિથ્યાત્વનો i.e. દર્શન મોહનીયના કોઈ પુદ્ગલોનો વિપાકોદય કે પ્રદેશોદય, કોઈ ઉદય હોતો નથી. (વિપાકોદય : લપ્રદ ઉદય, પ્રદેશોદય : ઉદયથી આત્મા ૫૨ અસ૨ થતી નથી) આ શુદ્ધ આત્મ પરિણામરૂપ છે.
ક્ષયોપશમ સમ્યક્ત્વ ઃ પ્રદેશોદય ગત પુદ્ગલોનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલ એવા પુદ્ગલોનો ઉપશમ, એમ ક્ષય અને ઉપશમન બંનેવાળુ સમકિત છે. અહિં સમ્યક્ત્વ મોહનીય પુદ્ગલોનો વિપાકોદય હોય છે.
જયારે ત્રણ દર્શન મોહનીય અને ચાર અનંતાનુબંધી કષાય, એ સાતે પુદ્ગલોનો ક્ષય કરાય છે ત્યારે ક્ષાયિક સમકિત પ્રગટે છે.
ચારિત્ર મોહનીય ના ૨૫ પ્રકાર : ક્રોધ, માન, માયા, લોભ. (૪-૪) અનંતાનુબંધી : : અતિ તીવ્ર કષાયો, અનંત દુઃખરૂપ, મિથ્યાત્વના ઉદ્ભાવક. અપ્રત્યાખ્યાની : અ = અલ્પ. અલ્પ પ્રત્યાખ્યાનને રૂંધનાર કષાય, તે અપ્રત્યાખ્યાનાવરણ, દેશિવરતિને રૂંધનાર.
પ્રત્યાખ્યાની : પ્રત્યાખ્યાનને રોકનાર કષાય, સર્વવિરતિ રોકે.
સંજ્વલન : વીતરાગ ચારિત્રને રોકનાર કષાય.
૯ નોકષાય ઃ હાસ્ય, રતિ, અરિત, ભય, શોક, જુગુપ્સા (ધૃણા), સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ.
ત્રિવિધ દર્શન મો. + અનુંતાનુંબંધી ૪ કષાયનો ઉપશમ = ઉપશમ સમ્યક્ત્વ. ત્રિવિધ દર્શન મોહનીય + અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષય = ક્ષાયિક સમ્યક્ત્વ.
જીવ ૮મા, ૯મા ગુણસ્થાને બાકીની ૨૧માંથી ૨૦ મોહનીય કર્મ પ્રકૃતિઓને ઉપશમાવે છે અથવા ક્ષય કરે છે.
૧૦મા ગુણસ્થાને સૂક્ષ્મ લોભને - ઉપશમાવી ૧૧મા ગુણસ્થાને આવે. ૧૦મા ગુણસ્થાને સૂક્ષ્મ લોભને ક્ષય કરી ૧૨મા ગુણસ્થાને આવે. આત્મા જેમ જેમ વિકાસ પામે તેમ તેમ ક્રમે ક્રમે કર્મબંધ હેતુઓ ખસતા જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ.
****************** 880 ******************
-
Page #471
--------------------------------------------------------------------------
________________
૧લા ગુણસ્થાને મિથ્યાત્વ અને અવિરતિ બંને હોય. (પ્રમાદ-કષાય-યોગ હોય) ૨,૩,૪ ગુણસ્થાને અવિરતિ છે પણ મિથ્યાત્વ નથી. (પ્રમાદ-કષાય-યોગ હોય) ૫,૬ ગુણસ્થાને દેશવિરતિ અને પછી અવિરતિ નથી. (પ્રમાદ-કષાય-યોગ હોય) ૭ ગુણસ્થાને પ્રમાદ અટકે છે. (કષાય અને યોગ પણ હોય જ). ૮,૧૧,૧૨ કષાય ૧રમે અટકે, યોગ જ બાકી હોય. ૧૩,૧૪ સયોગીમાંથી અયોગી થતાં યોગ પણ ક્ષય થાય છે. યોગનો નિરોધ
એ જ યોગનો સંવર. ૧૪. અયોગી કેવલી: સર્વ વ્યાપાર રહિત, ક્રિયા રહિત, કેવલી અયોગી થતાં જ
શરીર છૂટી જાય છે અને પરમાત્મા, અમૂર્ત, અરૂપી, કેવળ જયોત સ્વરૂપ કેવલ્યધામને પ્રાપ્ત થાય. • ગુણ : આત્માની ચેતના – સમ્યકત્વ, ચારિત્ર, વીર્ય આદિ શક્તિઓ. • સ્થાન : અવસ્થાઓ. શક્તિઓની શુદ્ધતાની તરતમ ભાવવાળી સ્થિતિઓ.
ગુણસ્થાનની કલ્પના મુખ્યતયા મોહનીય કર્મની વિરલતા અને ક્ષયના આધારે કરવામાં આવી છે. મોહનીય કર્મની બે મુખ્ય શક્તિઓ : દર્શન મોહનીય : ૧. આત્માના સમ્યકત્વ ગુણને આવૃત્ત કરવાનું
(તાત્ત્વિક રુચિ કે સત્ય દર્શન ના થાય) ચારિત્ર મોહનીય : ૨. આત્માના ચારિત્ર ગુણને આવૃત્ત કરે
(સમ્યકત્વ અનુસાર પ્રવૃત્તિ કરી સ્વરૂપ લાભ ના થાય) દર્શન મોહનીયનું બળ ઘટ્યા પછી જ ચારિત્ર મોહનીય ક્રમે ક્રમે નિર્બળ થાય છે. જ્યાં સુધી મોહનીય શક્તિ તીવ્ર હોય ત્યાં સુધી બીજા આવરણો પણ તીવ્ર રહે છે. ૧. મિથ્યદૃષ્ટિ : સત્ય વિરુદ્ધની દૃષ્ટિ.
દર્શન મોહનીયની પ્રબળતાને લીધે તત્ત્વરુચિ જ પ્રગટી શકતી નથી. =================K ૪૪૧ -KNEF==============
Page #472
--------------------------------------------------------------------------
________________
૨. ૧૧મા ગુણસ્થાનથી પતન થતો આત્મા પ્રથમ ગુણસ્થાન પર જતાં વચ્ચે બહુ
જ થોડા સમય માટે તત્ત્વરુચિનો અલ્પ પણ આસ્વાદ હોવાથી સાસ્વાદન
ગુણસ્થાન કહ્યું. ૩. હીંચકામાં હીંચતા જેવી ડોલાયમાન સ્થિતિ.
સર્વથા સત્ય દર્શન નહીં, સર્વથા મિથ્યાદૃષ્ટિનહીં, સંશયાળુ સ્થિતિવાળો આત્મા. અહિં દર્શન મોહનીય કાં તો લગભગ શમી જાય છે અને કાં તો ક્ષીણ થઈ જાય. આત્મા સત્યદર્શન કરી શકે છે. ચારિત્ર મોહનીયની સતા સવિશેષ હોવાથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય પામતી નથી. આ કારણે આ અવસ્થાને “અવિરતિ
સમ્યમ્ દર્શન” કહી. ૫. દેશવિરતિ (સંસારી) : સત્યદર્શન ઉપરાંત અલ્પ અંશે પણ ત્યાગવૃત્તિનો ઉદય.
ચારિત્ર મોહનીયની સત્તા ઘટતી આવે છે. ૬. સર્વવિરતિ (સાધુ) : ત્યાગવૃત્તિ સંપૂર્ણપણે ખીલેલી હોય પરંતુ વચ્ચે પ્રમાદ
(સ્કૂલન) સંભવે છે. ૭. અપ્રમત્ત સંયત : પ્રમાદનો જરાયે સંભવ નથી તે અવસ્થા. વિસ્મૃતિ, સૂક્ષ્મ
પ્રમાદ, અનુપયોગ હોય. ૮. અપૂર્વકરણ અથવા નિવૃત્તિનાદર : પૂર્વ નહીં અનુભવેલ આત્મશુદ્ધિ. અપૂર્વ
વર્ષોલ્લાસ. ૯. અનિવૃત્તિબાદર: ચારિત્ર મોહનીય કર્મના શેષ અંશોને શમાવવાનું કામ ચાલતું
રહે છે. ૧૦. સૂક્ષ્મ સંપરાય : લોભ રૂપે જ ઉદયમાન મોહનીય કર્મનો સૂક્ષ્મ અંશ. ૧૧. ઉપશાંત મોહઃ સૂક્ષ્મ લોભ રૂપે સુદ્ધાં શમી જાય છે. મોહનીયનો સર્વાંશે ઉપશમ
અથવા દર્શન મોહનીયનો ક્ષય સંભવે પણ ચારિત્ર મોહનીયનું ઉપશમન જ
હોય છે. આને લીધે મોહનો ફરી ઉદ્રક થતાં પતન - પ્રથમ ગુણસ્થાન સુધી. ૧૨. ક્ષીણ મોહનીય : દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો સર્વથા ક્ષય. અહિંથી
પતન સંભવે નહીં સર્વજ્ઞપણું પ્રગટે છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
૧૩. સયોગી કેવલીઃ સર્વજ્ઞપણું છતાં મન, વચન, કાયાના વ્યાપારો હજુ હોય છે. ૧૪. અયોગી કેવલી : મન, વચન, કાયાની પ્રવૃત્તિઓનો અભાવ અહીં ગુણસ્થાનાતીત, વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય છે.
ગમતાં મોતી - અસંખ્ય
બા.બ્ર.પૂ.શ્રી નમ્રમુનિ મ.સા. ૧. વિનયઃ ગુરુ છપસ્થ હોય અને શિષ્ય સર્વજ્ઞ બની જાય, એક સરાગી અને
એક વીતરાગી. એક અલપજ્ઞ અને એક સર્વજ્ઞ. છતાં કેવળજ્ઞાની શિષ્ય છદ્મસ્થ
ગુરુને વંદન કરે આ વીરપ્રભુના શાસનમાં. કેવો ઉત્કૃષ્ટ વિનય! ૨. એક સોયની અણી જેટલા ક્ષેત્રમાં મન સહિતનાં પંચેન્દ્રિ જીવો અસંખ્ય સંખ્યામાં
રહી શકે ને ક્રોડ પૂર્વ સુધી પણ જીવી શકે! મહાવીરનું Microscope આવું
જોઈ શકે છે! (ભગવતી સૂત્ર : શતક-૨૪) ૩. ઝાડ નીચે બેસીને સામાયિક કરતો સિંહ મળે? હા. અસંખ્ય ગાય, સિંહ,
વાંદરાં, પક્ષીઓ માછલાઓ. વર્તમાને મળે. એક, બે નહીં અસંખ્ય અસંખ્ય
મળે. (આવશ્યક સૂત્ર) ૪. પહેલી નરકમાં નરકવાસોની સંખ્યા કેટલી? બીજી, ત્રીજી, ચોથી, પાંચમી,
છઠ્ઠી નરકની નારકીઓનો સરવાળો કરતાં જે સંખ્યા આવે તેનાથી અસંખ્ય
ગણી. (પન્નવણ સૂત્ર : પદ-૩) ૫. ૯ ગ્રેવેયક : ૯ રૈવેયકનાં કુલ ૩૧૮ વિમાન છે. દરેક વિમાન અસંખ્યાતા
યોજનના વિસ્તારવાળા છે. દરેક વિમાનમાં અસંખ્યાત દેવો હોય છે. દરેક
વિમાનમાં અસંખ્ય “અભાવી દેવો મળે. (ભગવતી સૂત્ર : શ.૧૩, ઉ.૧). ૬. આ વિશ્વમાં કેટલાક અનંતા દુર્ભાગી, કર્મભાગી જીવો છે કે, અનાદિ કાળથી
આજ સુધીના અનંત કાળમાં તેણે કદિ ન મોઢેથી ખાધું છે, ન આંખેથી જોયું છે, ન કાનેથી સાંભળ્યું છે. આવી નિગોદ અવસ્થાને સર્વજ્ઞ સિવાય કોણ જાણે? (ભગવતી સૂત્ર : શ. ૨૪).
Page #474
--------------------------------------------------------------------------
________________
૭. તીર્થકરની દેશના સાંભળી ૧૦૦૦ વ્યકિત દીક્ષા માટે તૈયાર થાય તો
૧૦૦૦ રજોહરણ અને ૧૦૦૦ પાત્રાની જોડ તૈયાર મળી રહે તેનું રહસ્ય કુત્રિકાપન.” કુ પૃથ્વી, ત્રિક: ત્રણ, આપનઃ દુકાન. ત્રણે લોકમાં ઉપલબ્ધ ગ્રાહ્ય વસ્તુ ત્યાંથી મળી રહે. Spiritual Department Store – કલ્પવૃક્ષ?
(જ્ઞાતાધર્મકથા સૂત્ર : અ.૧) ૮. જીવ એક મુહૂર્ત માત્ર જો કષાય રહિત બની જાય તો કેવળજ્ઞાન થઈ જાય
એ જીવને ! (ભગવતી સૂત્ર : શ.૬, ઉ.૪) અનંત સિદ્ધોથી અનંત ગણા જીવો એવા છે. જેણે કદિય અંતર્મુહૂર્તથી વધારે i.e. ૪૮ મિનિટથી વધુ મોટો ભવ નથી કર્યો. એક કલાક પૂરો પણ જીવવાને
પામ્યાં નથી તે નિગોદનાં જીવો! (ભગવતી સૂત્ર : શ.૨૪) ૧૦. રે મોહી.... સમજ, બસ આટલું સમજ.
એકવારનાં પ્રચંડ વેરાગી સંભૂતિમુનિ ભોગમાં લલચાતાં બ્રહ્મદત ચક્રી બન્યા. ૭૦૦ વર્ષનું આયુ ભોગવી ૭મી નરકનાં ૩૩ સા.ના દુઃખો મળ્યા. એક મિનિટના ભોગ પાછળ કરોડો પલ્યોપમનાં મહાભયંકર દુ:ખો. ધન્ના અણગારે નવ મહિના ભોગનો ત્યાગ કરી એક મિનિટના ત્યાગે અબજો પલ્યોપમનું
સર્વાર્થસિદ્ધ સુખ મેળવ્યું. (અનુત્તરોવવાઈ સૂત્ર) ૧૧. ભવ્યજીવની અંતરધારાને ભીંજવનારા ૪ પ્રકારના વાદળા સમજાવતાં પરમાત્મા
મહાવીરે જ્ઞાનની વર્ષા કરી છે. ૧. પુષ્કરાવ મેઘ : ૧ વાર વરસે,૧૦૦૦૦ વર્ષ સુધી ભૂમિને ફળદ્રુપ કરે ૨. પર્જન્ય મેઘ : ૧ વાર વરસે - ૧૦૦૦ વર્ષ સુધી પાક ઉગ્યા કરે. ૩. જીમુર્ત મેઘ : ૧ વાર વરસે - ૧૦ વર્ષ સુધી.. ૪. જિત્મ મેઘ : જેના વરસવા પર પાક ઊગે કે ન પણ ઊગે. સૌથી શ્રેષ્ઠ મહાવીર મેઘ. એમની વર્ષા આત્મધારા પર વરસે તો અનંતકાળ
સુધી આત્મગુણોનો પાક ઊગ્યા કરે. (ઠાણાંગ સૂત્ર : સ્થાન-પ) =================K ૪૪૪ -KNEF==============
Page #475
--------------------------------------------------------------------------
________________
૧૨. દેવલોકમાં પણ પુસ્તકો હોય છે. પુસ્તક રત્ન'નાં પુઠ્ઠાં-રિષ્ટ રત્નનાં, બંધન
દોરા સોનાનાં, કાગળ-અંક રત્નનાં, શાહી-રિષ્ટ રત્નની, કલમ-વજની,
અક્ષરો-રિષ્ટ રત્નનાં. પુસ્તકો શાશ્વતા હોય છે. (જીવાભિગમ સૂત્ર) ૧૩. મહાવીર ભગવાનનું કેવળજ્ઞાન : એકસ-રે થીય સૂક્ષ્મ. મનુષ્યાણીના ઉદરે
ઉત્પન્ન જીવ ગર્ભમાં વધુમાં વધુ ૨૪ વર્ષ જીવી શકે, ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત. તીર્થંચાણીના ઉદરે ઉત્પન્ન જીવ ગર્ભમાં ઉ.૧૬ વર્ષ. એક બાળકના એક ભવમાં વધુમાં વધુ પ્રત્યેક ૧૦૦ પિતા હોય શકે (લગભગ ૯૦૦) અને એક પિતાનાં
એક ભવમાં ઉત્કૃષ્ટ પ્રત્યેક લાખ પુત્રો હોઈ શકે ! (ભગવતી સૂત્ર : શ.૧) ૧૪. ચક્રવર્તી સમ્રાટ : ૬ ખંડના સ્વામી, આખા ભરત ક્ષેત્રનાં અધિપતિ દેવલોકનાં
૧૬,૦૦૦ દેવો તેમને આધીન, ૬૪,૦૦૦ રાણીઓ, ૩૨,૦૦૦ મુગુટબંધી રાજાના સ્વામી, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, સૈન્ય ૯૬ કરોડનું, ૯
નિધિ, ૧૪ રત્નોના સ્વામી, માટે એને કહેવાય નરદેવ (જબૂદ્વીપ પતિ સૂત્ર) ૧૫. ચક્રવર્તીનાં ૧૪ રત્નોનો વૈભવ : ચક્રરત્ન રથનાં પૈડા જેવું. નાભિ વજની
અને આરા લોહિવાલ રત્નના. પરિધિ-જાંબુનંદ રત્નની ૧૦૦૦ યક્ષદેવોથી અધિષ્ઠિત. ચક્રવર્તીના કુળ સિવાય અન્ય કોઈ પર પણ ફેંકાતા મસ્તક છેદન કરીને જ પાછું આવે. આકાશમાં ચાલે અને છ ખંડ સાધવાનો માર્ગ બતાવે.
(જંબૂદ્વીપ પતિ સૂત્ર) ૧૬. તીર્થંકર પરમાત્માનો જન્માભિષેક શક્રેન્દ્ર આદિ ૬૪ ઈન્દ્રો ભગવાનને ખોળામાં
બેસાડી નવડાવે-રમાડે છે. એક શક્રેન્દ્ર મહારાજ પોતાના એક ભવમાં અસંખ્ય
તીર્થકરોને જન્માભિષેક કરાવે છે! (જંબુદ્વીપ પતિ સૂત્ર) ૧૭. અચ્છેરા : મલ્લિનાથ ભગવાન સ્ત્રી તીર્થકર થયા. આવા ૧૦ અચ્છેરાઓ
ભૂતકાળમાં અનંત વાર થયા છે. સ્ત્રી તીર્થકરો પણ અનંત વાર થયા અને અનંત
જુગલીયા આયુષ્ય પૂરું કરી નરકે ગયા. (ઠાણાંગ સૂત્ર : સ્થા-૧૦) ૧૮. મનુષ્ય ઓછામાં ઓછા ૨ મહિનાના આયુષ્યવાળો જ નરકે જાય. (ભગવતી
સૂત્ર : શ. ૨૪)
Page #476
--------------------------------------------------------------------------
________________
******
૧૯. સંભિન્નશ્રોત લબ્ધિ : આ શક્તિ વડે કોઈ પણ ઈન્દ્રિય દ્વારા અન્ય ઈન્દ્રિયના વિષયોને જાણી શકાય છે. આંખથી સાંભળે, જીભથી જુએ, આંગળીથી સાંભળે. (ઉવ્વાઈ સૂત્ર)
૨૦. તંદુલિયો મચ્છ વારંવા૨ સાતમી નરકનું આયુષ્ય બાંધતો, જીવે-મરે છે. (ભગવતી સૂત્ર : શ.૨૮)
૨૧. અનંતા કાળચક્રો વીત્યા.
૧. કાળચક્રમાં ૨૦ ક્રોડ x ૧ ક્રોડ સાગરોપમ
૧ સાગરમાં ૧૦ ક્રોડ ૪ ૧ ક્રોડ પલ્યોયમ
૧ પલ્યોપમમાં અસંખ્ય ૩ ખંડના વાસુદેવ નરકમાં ચાલ્યા જાય છે.
દ૨ પલ્પોયમે, અસંખ્ય સાધુઓ, ચારિત્ર પાળી પ્રચંડ પુણ્ય ઉપાર્જન કરી, મોહ અને દ્વેષને વશ થતાં વિભાવમાં વાસુદેવ બનવાનું નિયાણું કરી બેસે છે. સામે ચાલીને અસંખ્ય કાળના નરકના અનંતા દુઃખો નોતરે છે! (ઠાણાંગ સૂત્ર) ૨૨. જીવ ૫ માર્ગે શરીરમાંથી બહાર નીકળે છે.
૧. આત્મપ્રદેશો પગમાંથી નીકળે તો નરકે જાય.
૨. આત્મપ્રદેશો છાતીના નીચેથી નીકળે તો તિર્યંચમાં જાય.
૩. આત્મપ્રદેશો છાતીના ભાગથી નીકળે તો મનુષ્યમાં જાય.
૪. આત્મપ્રદેશો ગળા ઉપરના ભાગથી નીકળે તો દેવલોકમાં જાય. ૫. આત્મપ્રદેશો આખા શરીરમાંથી નીકળે તો મોક્ષમાં જાય.
(ઠાણાંગ સૂત્ર : સ્થા.૫) ૨૩. અનુત્તર વિમાનની દેવશય્યા પર અસંખ્ય ‘લવસપ્તમ’ દેવો જેમને ૭ લવનો જ સમય ઓછો પડ્યો, શ્રમણરૂપમાં એ સમય મળ્યો હોત તો સર્વે કર્મો ક્ષય કરી શક્યા હોત. ૭ લવ : સાડા ૪ મિનિટ. ૭ લવનો સંયમ ગુમાવ્યો (આયુષ્યને કારણે), ભવ વધી ગયો ! (ભગવતી સૂત્ર, સૂયડાંગ સૂત્ર : ૬) ૨૪. અનંતકાળ તિર્યંચરૂપે, અસંખ્ય કાળ નારકીને દેવરૂપે ભૂતકાળમાં વિતાવ્યો ત્યારે વર્તમાનનો સંખ્યાતો કાળ માનવ ભવનો મળ્યો છે! ****************** ** ******************
Page #477
--------------------------------------------------------------------------
________________
દુલ્લાહે ખલુ માણસે ભવે” દુર્લભ છે ખરેખર માનવ ભવ! (ભગવતી સૂત્ર) ૨૫. એવા પણ જીવો છે કે જે ૪૮ મિનિટમાં ૧૨,૮૨૪ શરીરોને છોડે છે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાયના જીવો ૪૮ મિનિટમાં ૧૨,૮૨૪ વાર જન્મ મરણ કરે છે ! પ્રત્યેક વનસ્પતિકાય ૩૨,૦૦૦ શરીરને ધારે ને છોડે. સાધારણ વનસ્પતિકાય ૬૫,૫૩૬ શરીરો ધારે ને છોડે. અંતર્મુહૂર્તમાં છ
કાયના જીવો કેટલાં ભવ કરે છે! (ગ્રંથને આધારે) ૨૬. ૧૬,૩૮૩ હાથી પ્રમાણ શાહીથી લખી શકાય તેટલું ૧૪ પૂર્વનું જ્ઞાન, જ્ઞાની
અણગારો પોતાની પ્રાપ્ત થયેલ લબ્ધિ વડે અંતઃમુહૂર્તમાં જોઈ ફેરવી લે છે!
(ગ્રંથને આધારે) ૨૭. એક સમયમાં અસંખ્ય જીવોનાં જન્મ-મરણ થાય છે. (જીવાભિગમ સૂત્ર). ૨૮. દેવશક્તિની દિવ્યતાનાં દર્શન, નિરિક્ષણ ભવનપતિના દેવો જંબૂઢીપને ઉપાડી
મેરૂ પર્વત પર છત્રાકારે રાખી શકે તેટલી શક્તિવાળા છે. આસક્તિના પાપે
પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે! (પન્નવણા સૂત્ર) ૨૯. વાયુકુમાર ઈન્દ્ર વૈક્રિય વાયુ વિકર્વી એક ઝપાટો મારે તો આખા જંબૂદ્વીપને
પૂરી દે. સ્તનીત કુમારેન્દ્ર શબ્દોના સમ્રાટ, ગર્જના વડે બધા જંબુદ્વીપના માનવીઓને બહેરાં કરી દે. નાગકુમાર ધરણેન્દ્ર, સુવર્ણકુમારેન્દ્ર પોતાના શરીરના એક ભાગથી આખા જંબૂઢીપને રોશનીમય કરી દે. વિદ્યુતકુમારેન્દ્ર વિદ્યુતના ચમકારાથી જંબુદ્વીપને રોશનીમય કરી દે. અગ્નિકુમારેન્દ્ર અગ્નિ જવાળાથી જેબૂદીપને બાળી શકે. દ્વીપકુમારેન્દ્ર હથેળીમાં જંબૂઢીપને રાખી શકે.
ઉદધિકુમારેન્દ્ર જંબુદ્વીપને જલતરંગથી પાણી વડે ભરી દે. (પન્નવણા સૂત્ર) ૩૦. “જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ' : લાખો વર્ષો, પલ્યોપમો અને સાગરોપમો
સુધી દિવ્ય કામભોગને ભોગવનારા હોવા છતાં અતૃપ્તિ અને આસક્તિને કારણે પ્યાસા જ રહે છે. દેવલોકની સમૃદ્ધિઓ, વનો, ઉદ્યાનો, ફૂલોમાં પરોવાયેલો એ જીવ એક નાનકડાં ફૂલમાં ઉત્પન્ન થઈ જાય છે. ફૂલને ન નાક, ન કાન, ન આંખ. દેવ હવે દુઃખી દુઃખી. (પન્નવણા સૂત્ર)
Page #478
--------------------------------------------------------------------------
________________
૩૧. ગર્ભમાં રહેલ બાળક માતાના ધર્માનુરાગી સ્વભાવને લીધે ધર્મનો અનુરાગી
બને અને ગર્ભમાં જ જો આયુષ્ય પૂરું થાય તો દેવલોકે જાય છે. (ભગવતી સૂત્ર) ૩૨. બાળક, રાણીના ગર્ભમાં શત્રુરાજા લડાઈ કરવાને આવ્યા છે તેવા શબ્દો
સાંભળી, પોતે વેક્રિય લબ્ધિધારક હોવાથી શત્રુરાજાના સૈન્યને પોતાની લબ્ધિ વડે ચતુરંગી સેના વિદુર્વે. કષાય અને ક્રૂરતાને કારણે ૨-૩ માસનો એ બાળક
જો ગર્ભમાં આયુષ્ય પુરું કરે તો નરકે જાય. (ભગવતી સૂત્ર : શ.૧ ઉ.૭) ૩૩. સૌથી શ્રેષ્ઠ ભૌતિક સુખના સ્વામીની કાયા ૧ હાથની, આયુ સાગરોપમોનું
છતાં ત્યાં અનુત્તર વિમાનમાં ન વસ્ત્રો, ન આભૂષણો કે અન્ય ભૌતિક સામગ્રી.
(જીવાભિગમ સૂત્ર) ૩૪. નરકમાં જનારાને સથવારો શોધવો પડતો નથી. એક સમયમાં જંબુદ્વીપને
રાયના દાણાથી ભરી દેવામાં જેટલા દાણા જોઈએ તેનાથી વધુ જીવ નરકે
જાય છે. (ભગવતી સૂત્ર : શ.૨૦) ૩૫. ૬ વિષયો એવા છે જેમાં અનેક લબ્ધિઓનાં સ્વામી, વિશિષ્ટ શક્તિઓના ધારક
દેવો, અનંત શક્તિ ધરાવતાં અરિહંતો પણ કંઈ કરી શક્તા નથી. ૧. જીવને અજીવ ના કરી શકે. ૨. અજીવને જીવ ના કરી શકે. ૩. એક સમયે બે ભાષા ના બોલી શકે. ૪. કર્મને ઈચ્છાનુસાર ના ભોગવી શકે. પ. પરમાણુને છેદી-ભેદી ના શકે.
૬. લોકની બહાર ગમન કરી ના શકે. (ઠાણાંગ સૂત્ર : સ્થાનક-૬) ૩૬. દરેક સમયે, ૨૫૬ જીવે ૧ જીવ તો અવશ્ય આયુકર્મને બાંધે છે અને ૨૫૫
જીવો નવું આયુષ્ય કર્મ બાંધતા નથી. (પન્નવણા સૂત્ર : પદ-૩) ૩૭. પરમાધામી દેવો અસંખ્ય, પરંતુ નારકી તેનાથી અસંખ્ય ગુણા વધુ. ક્યારેક
નારકીઓ ભેગા મળી પરમાધામી દેવને એકાદ પ્રહાર કરી દે! (ભગવતી સૂત્ર : શ.૧૬, ઉ.૪)
Page #479
--------------------------------------------------------------------------
________________
>>>>
**
૩૮. એક પંચેન્દ્રિય તિર્યંચ પણ અન્ય તિર્યંચનો સત્કાર કરે, સન્માને, લેવા જાય, વળાવવા પણ જાય. બે હાથ જોડે. તિર્યંચમાં પણ આવો સભ્ય વ્યવહાર હોય ! (ભગવતી સૂત્ર : શ.૧૪, ૯.૩).
૩૯. દેવ પત્થરમાં પ્રવેશે ત્યારે પૃથ્વીકાય, અકાય યાવત્ ૨૪ દંડકના જીવોને દેવ વળગી શકે છે, ને પોતાની ઈચ્છા મુજબ પ્રવૃત્તિ કરાવી શકે છે, આને યક્ષ પ્રવેશ ઉન્માદ કહે છે. બીજો મોહનીયકર્મોનો ઉન્માદ પણ હોય છે. દેવ પૃથ્વીકાય-પત્થ૨માં પ્રવેશ કરે તો પત્થર ચાલવા-નાચવા લાગે. વનસ્પતિકાયમાં પ્રવેશે તો વનસ્પતિકાયના રંગ, આકાર બદલે છે! જાણે T.V.નો Remote control !
૪૦. કંદમૂળમાં જીવ કેટલાં ?
દરેકને એક રાઈના દાણા જેવડા મોટા કરે તો આખો લોક ભરી દે તોય ના સમાય. ૧૪ રાજલોક જ નહીં, એવા અનંતા રાજલોકમાંય ના સમાય. (જીવાભિગમ સૂત્ર)
૪૧. સિદ્ધક્ષેત્ર પામવાનો Passport ક્યો ? સમકિત.
સમ્યગ્દર્શન સિદ્ધક્ષેત્રમાં Reservation કરી આપે છે. પરંતુ પુરુષાર્થ વિના પરમાત્મા ન બનાય. પ્રચંડ પુરુષાર્થથી અંતઃમુહૂર્તમાં સિદ્ધ બને અને ઉ.કાળ અર્ધપુદ્ગલ પરાવર્તકાળ પણ થઈ જાય, જો સિદ્ધ થવાના પુરુષાર્થમાં ઢીલમ્ ઢીલ હોય. (પક્ષવણા સૂત્ર : પદ-૧૮)
૪૨. શક્રેન્દ્ર દેવરાજનો દૂત ‘હરીણગમેષી દેવ’ દેવલોકમાં ડૉકટર સમો દેવ છે. એક માતાના ગર્ભસ્થ જીવને બહાર કાઢી અન્ય માતાના ગર્ભમાં મૂકી દે. આમ ક૨વામાં પેટને ચીરે નહીં, માતાને કે ગર્ભસ્થ જીવને ખબર પણ ના પડે. અરે ! ગર્ભને માતાના નખ કે રોમમાંથી પણ બહાર કે કાઢી શકે જરાય વેદના વગર. (પક્ષવણા સૂત્ર : પદ-૧૮)
૪૩. નરક અને નારકી : અસહ્ય દુઃખો. ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના, નારકીને ૩ ****************** *** ******************
Page #480
--------------------------------------------------------------------------
________________
પ્રકારે વેદના, ક્ષેત્ર વેદના, પરમાધામીકૃત વેદના, અન્ય નારકી દ્વારા કરવામાં આવતી વેદના. ક્ષેત્ર વેદના : દુનિયાભરનું પાણી પીવડાવો તોય તરસ્યા રહે. લોક સર્વના આહાર પુદ્ગલ આપો તોય ભૂખ્યા જ રહે. છતાં આહાર મળે જ નહીં, મળે તો અલ્પ અને પાણી તો ન જ મળે. નારકીને ભઠ્ઠીમાં મૂકવામાં આવે તો એને શાંતિનો, શાતાનો, ઠંડકનો અનુભવ થાય. ક્ષણવારમાં ઊંઘી જાય. એ.સી.નો અનુભવ કરે. નરકમાં ભઠ્ઠીથી અનંતગણી ગરમી હોય છે. ૧-૩ નરકમાં ઉષ્ણ વેદના, ૪-૫ નરકમાં શીતોષ્ણ વેદના, ૬-૭ નરકમાં શીત વેદના. હિમાલયના શિખર પરની હિમશીલાથી અનંતગણી ઠંડી નરકમાં સતત ભોગવે, ૩૩ સા.
સુધી! (જીવાભિગમ સૂત્ર) ૪૪. દેવો વચ્ચે પણ યુદ્ધ થાય! અસુરકુમાર આદિ ભવનપતિ દેવો નીચા ગણાય.
વૈમાનિક દેવો ઊંચા. ક્યારેક ભવનપતિ-વૈમાનિકનું યુદ્ધ પણ થાય, ત્યારે વૈમાનિક દેવોને શસ્ત્ર બનાવવા ના પડે. વૈમાનિક દેવ જેને સ્પર્શ કરે તે શસ્ત્ર બને : પાંદડું તીણ તલવાર સમાન, શત્રુને છંદી નાખે. નાનો કાંકરો શત્રુને
મોટી શિલા પડ્યાનો અનુભવ કરાવે. (ભગવતી સૂત્ર : શ.૧૮, ઉ.૭) ૪૫. દર રપ૬ જીવે ૧૬ જીવ શાતા વેદનાવાળા, અનંતા જીવની સરેરાશ દર ૧૬
જીવે માત્ર એકને શાતાનો ઉદય. (પન્નવણા સૂત્ર : પદ-૩) ૪૬. બધા સાથે સંબંધ બાંધીને આવ્યો. વર્તમાનને મળતાં એક પણ માનવ એવાં
નથી કે જેની સાથે ભૂતકાળમાં અનંતકાળન રહ્યા હોય. (ભગવતી સૂત્ર શ.૧) ૪૭. આસક્તિ કરી વધુ, પુણ્યનો ખર્ચો એથી વધુ. જેમ નીચી કોમની વ્યક્તિ પાસે
પૈસા આવે એટલે વાપરતાં વાર ન લાગે તેમ. સમજદાર થઈને પણ જો વિવેક પૂર્વક ના વાપરે તો શું થાય? જેટલું પુણ્યધન અનુત્તર દેવ પ લાખ વર્ષે ક્ષય કરે, તેટલું પુણ્યધન યંતર દેવ ૧૦૦ વર્ષમાં ક્ષય કરી દે. (ભગવતી સૂત્ર : શ.૧૮, ઉ.૭)
Page #481
--------------------------------------------------------------------------
________________ 48. પૂર્વધારી મુનિ 1 હાથનું આહારક શરીર બનાવે. પોતાના શરીરમાંથી આત્મ પ્રદેશો બહાર કાઢીને) ક્ષણ માત્રમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીને શંકા સમાધાન માટે પહોંચે. અને અહિં બેઠાં બેઠાં શંકા-સમાધાનના જવાબ ભગવાનને દેતાં સાંભળે. (પન્નવણા સૂત્ર : પદ-૧૧) 49. પૂર્વધારીની લબ્ધિઓ : 1 ઘડામાંથી 1,000 ઘડા બનાવી શકે. 1 વસ્ત્રમાંથી 1,000 વસ્ત્ર બનાવી શકે. 1 રથમાંથી 1,000 રથ બનાવી શકે. 1 દંડમાંથી 1,000 દંડ બનાવી શકે. આ લબ્ધિને ‘ઉત્કારીકા ભેદ લબ્ધિ' કહે છે. (ભગવતી સૂત્ર : શ.૫, ઉ.૫) 50. વૈક્રિય લબ્ધિ : ક્ષણમાં વિધ વિધ રૂપા વકુર્વે. Engineer, Contractor, Architect, મજુરો કોઈની પણ સહાય વગર ખાલી મેદાનમાં ક્ષણ માત્રમાં મોટી નગરી વસાવી દે. બંધ મકાનમાં પૂરી દે. દિવાલમાંથી બહાર નીકળી શકે. આવી વૈક્રિય લબ્ધિ તમને કેટલી વાર મળી? અનંતવાર. અરે! માનવભવમાં પણ મળી હતી. (ભગવતી સૂત્ર : શ.૧૨, ઉ.૭) 51. અસંખ્ય દેવોમાં 1 દેવને માનવ ભવ મળે છે. પ્રચંડ પુણ્યોદય વિના માનવ ભવ પામવો સહેલો નથી. (ભગવતી સૂત્ર : શ.૨૦, ઉ.૧૦) પર. અઢીદ્વીપની બહાર સૂર્ય-ચંદ્ર ફરતા નથી, અનાદિ કાળથી સ્થિર છે. આથી અનંત કાળથી કેટલાક ક્ષેત્ર એવા છે જ્યાં દિવસનો કે ચાંદનીનો અનુભવ કર્યો જ નથી. (જીભાભિગમ સૂત્ર) પ૩. જંબૂદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર છે. અઢીદ્વીપમાં 132 સૂર્ય અને ૧૩ર ચંદ્ર છે. (જીવાભિગમ સૂત્ર) 54. ફકત કાયાથી કર્મ બંધ કરનારો, હજારો માછલીઓ ખાનારો મગરમચ્છ પહેલી = ==============K 451 -Kekkekek-sekekekekekekek
Page #482
--------------------------------------------------------------------------
________________ નરકે અને તંદુલીયો મત્સય મન અને કાયાથી કર્મબંધ કરે ને જાય સાતમી નરકે. (ભગવતી સૂત્ર : શ.૨૪) 55. ખબર છે કે પુદ્ગલ દ્રવ્ય સદા પરિવર્તન પામે? દરેક દારિક પુદ્ગલ અસંખ્ય કાળે અન્ય પુદ્ગલ બની જાય. વેક્રિય પુદ્ગલ અન્ય વર્ગણારૂપ બને. આ શાહીના પુગલ એકવાર કર્મરૂપે તમારા આત્માને ચોંટેલા હતા. (ભગવતી સૂત્ર : શ.૧૨) પ૬. સર્વશ્રેષ્ઠ સ્થાન સિદ્ધ ક્ષેત્ર, સર્વ અધમ ૭મી નરક અસંખ્યાત વર્ષોમાં જેટલા સિદ્ધ થાય તેથી વધુ 1 સમયમાં નરકમાં જવાવાળા મળે. (પત્રાવણા સૂત્ર) 57. શ્વાસ વિના જીવન સંભવે? અનંતા જીવોએ અનંતકાળ સુધી શ્વાસ ગ્રહણ કર્યો નથી અને મૃત્યુ પામ્યા છે. વનસ્પતિકાય જીવોમાં એવા એવા અનંતા જીવો છે જે શ્વાસ પર્યાપ્તિ બનાવતાં બનાવતાં જ મૃત્યુ પામે છે. આવું અનંતવાર અનંત ભવોમાં કરે છે. (ભગવતી સૂત્ર : શ.૨૪) 58. સાગરનું પાણી કેવું હોય? ખારૂં ને? ના. અસંખ્ય સાગરો છે. તેમાં લવણ સમુદ્ર આદિ 7 સમુદ્રોને બાદ કરતાં બાકીના સર્વ સમુદ્રોનું પાણી શેરડીના રસના સ્વાદવાળુ છે. કાલોદધિ, પુષ્કર, સ્વયં ભૂરમણ સમુદ્રોનું પાણી સાદા પાણીનાં સ્વાદવાળું છે. વારૂણી સમુદ્ર : મદીરા સમાન છે. ધૃત સમુદ્ર : ઘી સમાન છે. (જીવાભિમગ સૂત્ર) 59. અસંખ્ય નિગોદનાં શરીર જેવડી કાયા 1 વાયુ કાયની. અસંખ્ય વાયુકાય શરીર જેવડી કાયા 1 તેઉકાયની. અસંખ્ય તેઉકાય શરીર જેવડી કાયા 1 અપકાયની. અસંખ્ય અપકાય શરીર જેવડી કાયા 1 પૃથ્વીકાયની. -kkkkkkkkkkkkkkkkkk 452 ===========kkkkk
Page #483
--------------------------------------------------------------------------
________________ પૃથ્વીકાય શરીર કેવડું મોટું? એક સોયની અણી ઉપર અસંખ્ય રહે તેવડું! (ભગવતી સૂત્ર શ.૧૯). 60. આકાશ પ્રદેશો કેવડાં હોય? એક નાના ટપકાંને લખવામાં અસંખ્ય આકાશ પ્રદેશો જગ્યા આપે છે. પ્રત્યેક સમયે એ પ્રદેશો બહાર કાઢતાં અસંખ્ય વર્ષો, પલ્યોપમો, સાગરોપમો, અરે! અસંખ્ય કાળચક્રો વીતે તો પણ બધા પ્રદેશો બહાર ન આવે. (નંદી સૂત્ર) 61. 14 પૂર્વનું જ્ઞાન વિશાળ, વિપુલ, તીક્ષ્ણ, બુદ્ધિના સ્વામીને હોય. આશ્વર્ય એ છે કે 9 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરનાર બાળ અણગારને પણ હોઈ શકે. અલ્ય કાળમાં 14 પૂર્વ શીખી પણ લે. એ બાળ અણગારને 4 જ્ઞાન પ્રગટે અને આહારક શરીર પણ બનાવી શકે ! (ભગવતી સૂત્ર : શ.૨૪) જૈનમ્ જયતિ શાસનમ્
Page #484
--------------------------------------------------------------------------
________________ પરિચય' વિજય દોશી, શાર્લોટ, નોર્થ કેરોલીના, યુ.એસ.એ. ૧૯૬૭થી અમેરિકામાં structural Engineering ના અભ્યાસાર્થે ગયા બાદ ૧૯૮૩માં ભારત, કાયમી વસવાટ માટે પાછા આવવાનું થયું. દોઢેક વર્ષ બાદ યુ.એસ.એ. પાછા જવાનું થયું. નિમિત્ત બળવાન છે. શાર્લોટમાં, ૧૯૭૧થી અત્યાર સુધી જીવન વ્યતીત થઈ રહ્યું છે. જૈન ધર્મની રુચિ પહેલેથી જ હતી. ઉત્તરોત્તર વધતી ગઈ. તત્ત્વાર્થ સૂત્ર, કર્મ ગ્રંથ તથા અન્ય જૈન સિદ્ધાંતોનો સ્વાધ્યાય જીવનને અધ્યાત્મ સભર કરતો રહ્યો. આપની સમક્ષ “શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે' પુસ્તક રજૂ કરતાં એક સ્વપ્નની પૂર્તિ સમ આનંદ ઉલ્લાસની અનુભૂતિ થાય છે. જૈનમ્ જયતિ શાસનમ્. શ્રત ભીની આંખોમાં વીજ ચમકે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી હરીશભદ્ર વિજયજી મહારાજનાં શબ્દોમાં, શ્રુત- એટલે સમ્યજ્ઞાન. મોક્ષ માર્ગનો પરિચય. ભીની આંખો - જ્ઞાનનું અધ્યયન કરનારના નેત્રો, જન્મ-મરણ સુધારવા માટે ભીના થાય તે જરૂરનું જ છે. વીજ ચમકે - મેઘ-વરસાદનું આગમન, વીજળીના ચમકારાથી સમજી શકાય તેમ જ્ઞાનનાં અનુભવથી, મનન, ચિંતનથી જીવનમાં જાગૃતિ આવે અને આત્મા પરમાત્મ પદનો અધિકારી બને એ નિશ્ચિત છે. આ ભાવોનાં સંકલનરૂપ પ્રસ્તુત ગ્રંથ વાચક વર્ગનાં સર્વ જીવોને ભાનુબંધનું નિમિત્ત બને એવી અંતર અભ્યર્થના.. શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે, વીતરાગની વાણીનું ઝાંઝર ઝમકે. Printed by : Satrang Media & Publication Pvt. Ltd. Cover page by: Sardar Bejandar