________________
જૂઠું બોલીએ તો એના પાપથી મૂંગાપણું, ગૂંગાપણું, મોઢાનાં રોગ થાય. દાનથી કિર્તીની કામના હોય તો દાનની મજા ઉડી જાય છે. કર્મનો નિયમ ક્રિયાપ્રતિક્રિયાનો છે. સારાનું સારું અને બૂરાનું બૂરું ફળ એ કર્મનું અબાધિત શાસન છે. એ કુદરતી નિયમ છે. સાધનો અને આવતી તકોનો સદુપયોગ કરી સંઘસેવા આજે કરો તો આવતીકાલે (ભવે) વધારે અનુકૂળ સંજોગો સાંપડે.
પરલોકની વિશિષ્ટ વિચારણા : પરલોક એટલે અન્ય લોકો આપણા સિવાયનાં અન્ય લોકો જ્યાં રહે છે.
દશ્યમાન પરલોક મનુષ્યો માટે પશુસમાજ અને પશુઓ માટે મનુષ્યસમાજ. બીજો પરલોક – મનુષ્યની સંતતિ. આમ પરલોકને સુધારવામાં સંતતિનું શ્રેય વિચારવું ઘટે. અંતમાં જીવનશક્તિના વાસ્તવિક તત્ત્વનું યથાર્થજ્ઞાન જ ઉત્તમ રોશની છે, જે મંગલમાર્ગ પર સહુને ચઢાવી શકે છે!
કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે ત્યારે પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ, અનુભાવ (રસ) ચારેય નિર્માણ થઈ જ જાય છે. • પ્રકૃતિથી સ્વભાવ બંધાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે નક્કી થાય. • સ્થિતિથી કર્મ પુદગલો જીવ સાથે ક્યાં સુધી ચોંટીને રહેવાના છે તે નક્કી થાય. • પ્રદેશથી જીવની સાથે કેટલાં કાર્મિક પુદ્ગલ સ્કંધો બંધાયા છે તે નક્કી થાય. • અનુભાવથી તીવ્ર યા મંદ પણે મીઠાં-માઠાં ફળ દેનારી શક્તિઓ બંધાય.
મોદકનાં દૃષ્ટાંત વડે ચારે બાબતો સમજી શકાય છે. પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ : “યોગને કારણે બંધાય. સ્થિતિ બંધ અને અનુભાવ બંધ : “કષાયને કારણે બંધાય.
(અનુભાગ, રસ) : તીવ્ર-શુભ અશુભ. મંદ-શુભ અશુભ. કષાયની તીવ્રતા હોય અને કર્મ પ્રવૃત્તિ શુભ કે અશુભ હોય તે સમયે સ્થિતિ અધિક બંધાય. કષાયની મંદતા હોય તો સ્થિતિ ઓછી બંધાય.
કષાય તીવ્ર (શુભ કે અશુભ) કર્મબંધની સ્થિતિ તેટલી વધુ. =================^ ૨૮૧ -KNEF==============