________________
અનુભાવ (રસ) જુદી રીતે વર્તે છે.
કષાય તીવ્ર છે, કર્મ પ્રકૃતિ અશુભ છે. અશુભ પ્રવૃત્તિનો રસ અધિક બંધાય, શુભ પ્રકૃતિનો રસ કમ બંધાય.
કષાય મંદ છે, કર્મ પ્રકૃતિ અશુભ છે. રસ કમ બંધાય. (અશુભ પ્રકૃતિનો) કષાય મંદ છે, કર્મ પ્રકૃતિ શુભ છે, રસ અધિક બંધાય. (શુભ પ્રકૃતિનો)
જીવ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરતાંની સાથે જ કર્મ પુદ્ગલોમાં એક વિચિત્ર જોશ આવી જાય છે.
જીવ કષાયરૂપ પરિણામો પામતાં તેમાં અનંતગુણો રસ પડે છે જે જીવનાં ગુણોનો ઘાત કરે છે. આ રસ જીવની ભારેમાં ભારે ઉપાધિ છે. શુભ રસથી સુખ અને અશુભ રસથી દુઃખ મળે.
એક જ પ્રકારનાં કર્મ પુદ્ગલો જુદા જુદા જીવોનાં કષાયરૂપ પરિણામોનું નિમિત્ત પામી ભિન્ન ભિન્ન રસવાળા બને છે. આને જ રસબંધ અથવા અનુભાવ બંધ કે અનુભાગ બંધ કહે છે. ઘાસ એક ખાનારા ભેંસ, ગાય, બકરી વગેરે દરેકના શરીરમાં ઘાસનું પરિણમન જુદું જુદું. ચીકણું દૂધ, પાતળુ દૂધ, મંદ પ્રકૃતિનું દૂધ જેમ થાય છે તેવું કર્મનું-સબંધનું છે.
શુમઃ પુણ્ય, કશુમ: પાપી | યોગ શુભ હોય, પુણ્યકર્મ અશુભ હોય તો પાપકર્મ બંધાય છે, પરંતુ શુભ યોગનાં સમયે પણ પાપ પ્રકૃતિ બંધાય છે અને અશુભ યોગનાં સમયે પણ પુણ્ય પ્રકૃતિ બંધાય છે એટલે કે –
શુભયોગ હોય માટે કષાય પરિણામ મંદ હોય તેથી પુણ્ય પ્રકૃતિઓનાં અનુભાવ (રસ)ની માત્રા વધુ હોય અને પાપ પ્રકૃતિઓનાં રસની માત્રા હીન હોય. અશુભ યોગ હોય માટે કષાય પરિણામ તીવ્ર હોય તેથી પાપ પ્રવૃત્તિઓના રસની માત્રા અધિક હોય અને પુણ્ય પ્રકૃતિના રસની માત્રા હીન હોય.
મુખ્યતા જે અનુભાવની હોય તેને લઈને સૂત્રનું વિધાન થાય છે.
=================^ ૨૮૨ SKkkekekekekekekekekekekek