________________
* કર્મની મુખ્ય ૧૦ અવસ્થાઓઃ બંધ, ઉદ્વર્તના, અપવર્તના, સત્તા, ઉદય,
ઉદીરણા, સંક્રમણ, ઉપશમન, નિધત્તિ, નિકાચના. બંધ : કર્મણ વર્ગણાનાં પુગલો જીવ સાથે ક્ષીરનીરવત્ અથવા લોહઅગ્નિની જેમ પરસ્પર એકરૂપ સંબંધ થવો તેને બંધ કહે છે. આત્માનાં સર્વ પ્રદેશો કર્મર ગ્રહણ કરે છે. પ્રત્યેક કર્મનાં અનંત સ્કંધો આત્માનાં સમગ્ર પ્રદેશોમાં બંધાય, આ કર્મની પ્રથમ અવસ્થા છે. બંધનાં ૪ ભેદો : સ્વભાવ,
સ્થિતિ, અનુભાવ, પ્રદેશ. ૨-૩. ઉદ્વર્તના, અપવર્તન :
કર્મનાં સ્થિતિ, રસ વધ્યાં - ઉદ્વર્તના થઈ કહેવાય કર્મનાં સ્થિતિ, રસ ઘટ્યાં – અપવર્તના થઈ કહેવાય. બૂરા કર્મોને; સતુચરિત્ર, ભાવોલ્લાસનાં બળથી સ્થિતિ તથા તેની કટુતા ઘટાડી શકાય છે - અપવર્તના થઈ કહેવાય.
ઘોર નરકમાં જનારા જીવો જાગી ગયા અને તપોબળથી કર્મો વિધ્વંસ થયા તેના દૃષ્ટાંતો ક્યાં નથી. અને પરમાત્મ પદને પામ્યાં છે દૃઢપ્રહારી : બ્રાહ્મણ, સ્ત્રી, ભૂણ, ગાયની હત્યા કરી છતાં તપોબળથી મુક્તિને વર્યો.
પ્રમાદ : નિદ્રામાં આત્મા સૂતેલા સિંહ જેવો છે. જ્યારે એ ખરેખર જાગે ત્યારે મોહ માતંગને પરાસ્ત કરે અને કર્મોને બાળે છે.
ઉદ્વર્તનામાં અલ્પસ્થિતિનું અશુભ કર્મ બાંધ્યા પછી વધુ બૂરાં કામ કરે, આત્મ પરિણામો વધુ કલુષિત કરે એના કર્મની સ્થિતિ તથા રસ વધતાં જ જાય છે.
અપવર્તના-ઉદ્વર્તનાનાં કારણે કોઈ કર્મ જલદીથી ફળ આપે તો કોઈ મોડું. કોઈ કર્મનું ફળ મંદ થાય તો કોઈ કર્મનું ફળ તીવ્ર મળે. ૪. સત્તાઃ કર્મ બંધાયા પછી તુરત ફળ ન આપતાં સત્તારૂપમાં કર્મ પડ્યું રહે
છે. જેટલો વખત સત્તારૂપમાં રહે તે વખતને અબાધાકાળ કહે છે. એ કાળ સ્વાભાવિક ક્રમથી યા અપવર્તના દ્વારા પૂરો થતાં કર્મ પોતાનું ફળ આપવા તત્પર થાય તે કર્મનો ઉદય.