________________
૫. ઉદય : નિયત કાળે ફળ આપવા તત્પર થાય તે ઉદય. ૬. ઉદીરણા તેનાં કાળ પહેલા ફળ આપવા તત્પર થાય છે તે ઉદીરણા કહેવાય.
ઉદીરણા થવા માટે : ૧. પ્રયત્ન વિશેષ જરૂરી છે. કેરીને ઘાસમાં નિયતકાળ પહેલાં પકાવીએ તેમ. ૨. અપવર્તના દ્વારા કર્મની સ્થિતિ કેમ કરવી જરૂરી છે. અપવર્તનાં
સત્ચરિત્ર, ભાવોલ્લાસના બળથી કરી શકાય છે. અકાલ મૃત્યુ, આયુષ્ય કર્મની ઉદીરણાનું કારણ છે. અમુક અપવાદ સિવાય ઉદય અને ઉદીરણા કર્મોનાં સર્વદા ચાલ્યા કરે છે. ઉદીરણા જે કર્મ ઉદયમાં હોય તેની જ થાય છે. ઉદય હોય ત્યારે પ્રાય: ઉદીરણા પણ હોય જ. ૭. સંક્રમણઃ એક કર્મ જ્યારે સજાતિય અન્ય કર્મની પ્રકૃતિરૂપ થઈ જાય ત્યારે
સંક્રમણની ક્રિયા થઈ કહેવાય. ૮ કર્મો મૂળ છે તે એકબીજા પ્રકૃતિરૂપ થતાં નથી. અવાંતર ભેદમાં સજાતિય રૂપાંતર થઈ શકે છે. દા.ત. સાતા-અસાતા વેદનીયરૂપ થઈ શકે. અપવાદ : આયુષ્ય કર્મની ૪ પ્રકૃતિઓ એકબીજામાં રૂપાંતર થતી નથી.
દર્શન મોહનીય કર્મ, ચારિત્ર મોહનીય કર્મમાં સંક્રમણ થતું નથી. ૮. ઉપશમના : ઉદિત કર્મને ઉપશાંત કરવું. ઉપશમનામાં ઉદય-ઉદીરણા ના
હોય. તેમજ સંક્રમણ, ઉદ્વર્તન, અપવર્તન, નિષ્પત્તિ-નિકાચના પણ થતાં
નથી. ૯. નિધત્તિઃ કર્મબંધની સખત અવસ્થા. અહિં ઉદીરણા કે સંક્રમણ ના થાય.
પરંતુ ઉદ્વર્તના-અપવર્તન થઈ શકે છે. ૧૦. નિકાચનાઃ કર્મબંધની સૌથી સખત અવસ્થા. અહિં અન્ય કોઈ ક્રિયા ચાલે
નહીં ઉદીરણા-સંક્રમણ-ઉદ્વર્તના-અપવર્તન વગેરે ના હોય. નિકાચિત કર્મ
ઉદયમાં આવે ત્યારે પ્રાય:અવશ્ય ભોગવવું પડે. -kkkkkkkkkkkkkkkkkk ૨૮૪ ===========kkkkkk