________________
આત્મ તત્ત્વ વિચાર
વ્યાખ્યાતા : શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ
કર્મનાં ઉદયની અસરો ઃ માનવીના સાનભાનને ભૂલાવી દે, ભિખારી લાખોનો માલિક બને, અશુભ કર્મોનો ઉદય હોય તો વેપારમાં સરખાઈ ના આવે, તેજીમાં મંદિ આવે, દુર્બુદ્ધિ આપે. સનતકુમાર ચક્રવર્તીને રોગો વેઠવા પડ્યા, હિટલરની હાક પડી અને આખરી દશા ? આબરૂ બચાવવા ઝેર પીએ, કોર્ટે ચડે.
સનાતન નિયમ : સારાનું ફળ સારું અને ખરાબનું ફળ ખરાબ, એ નિયમ સનાતન છે. શરીર માટે કરાતાં પાપકર્મો તેના વિપાક સાથે જીવ સાથે જાય છે. શરીર અહીં રહી જાય છે. કર્મો બીજા, ત્રીજા કે આગળના ભવમાં ઉદય આવે ત્યારે ફળ બતાવે જ છે.
મૃગાપુત્ર : મૃગાવતી રાણીનો પુત્ર હતો. પૂર્વે એ જીવ ‘અક્ષાદિ રાઠોડ’ નામનો રાજા હતો. તેણે મદાંધ બની તીવ્ર પાપો કર્યા. અનાચારો સેવ્યા, લોકોને ખોટા ખોટા દંડ્યા, દેવગુરુની નિદા કરી, પરિણામે મરીને નરકે ગયો. ત્યાંથી નીકળી મૃગાપુત્ર થયો. તેને હાથ નહીં, પગ નહીં માત્ર ચિહ્નો જ. આંખનાં માત્ર કાણા, આંખ નહીં. કાનનાં માત્ર ચિહ્નો જ. માટીનાં પીંડા જેવું શરીર. આવાને ખવડાવાય શી રીતે ? પણ માતા દયાળુ હતી. પ્રવાહી ખોરાક પીંડ પર રેડતી, અંદ૨ જઈ પરૂ અને ૨સીરૂપે બહાર આવતો. મૃગાપુત્ર એ રસી અને પરૂને શરીરની ચામડીથી ચૂસી લેતો.
શરીરમાંથી એટલી દુર્ગંધ છૂટે કે નાક પાસે કપડું રાખ્યા વિના નજીક જવાતું નહીં. જોતાં અરેરાટી અને ચીતરી ચડે ! સમ્યક્દૃષ્ટિ આત્મા પણ વાત સાંભળીને કંપી ઉઠતો. આ છે પાપકર્મનાં ઉદયનું પરિણામ !
પ્રબળ પુણ્યોદય હોય તો ઊંધું કરતાં ચત્તું જ પડે !
એક શેઠ હતા. ભવિષ્ય જાણવાનું મન થયું. જોશીએ કુંડળી જોઈ. ‘“શેઠજી તમારા ગ્રહો અત્યંત સારા છે. અવળું બધું જ સવળું થઈ જશે!'' ****************** 264 ******************