________________
પોતાના ભાગ્યની પરીક્ષા કરવા શેઠ રાજદરબારમાં ગયા. રાજાને રાજકચેરીમાં સભા વચ્ચે થપ્પડ મારી, મુગટ પાડી નાંખ્યો. સિપાઈઓએ તલવાર ખેંચી અને શેઠની ગરદન પર પડે તે પહેલાં, રાજાએ મુગટમાં ઝેરી નાગને જોયો. રાજાએ શેઠને જીવ બચાવવા બદલ ઈનામમાં પાંચ ગામ આપવા હુકમ કર્યો.
પોતાનાં ભાગ્ય પર આવો ભરોસો કોને છે? સુપાત્ર દાન કરવાનું હોય ત્યાં સોને બદલે હજાર આપો? વિશ્વાસ છે?
પુણ્ય પર ભરોસો હોય તો આવો લાભ થાય' ભાગ્યને ઘડનાર પુરુષાર્થ છે. ફળ ભોગવવામાં ભાગ્ય અને કર્મને તોડવામાં પુરુષાર્થ પ્રધાનપણે છે. ધર્મપ્રવૃત્તિમાં પુરુષાર્થને છોડવો નહીં, કદી નહીં, તીર્થકર કથિત પ્રવૃત્તિમાં તો જોશ ક્યારેય ઢીલું ના પડે!
થોડા વખત બાદ – શેઠનું ભાગ્ય હજુય બળવાન છે! શેઠ રાજ દરબારમાં ફરી ગયા, રાજાએ માનપાન કર્યું. શેઠે રાજાના પગ પકડી નીચે પછાડ્યા એટલામાં જ સિંહાસન પાછળની ભીંતમાં ગાબડું પડ્યું અને રાજા બચી ગયા. શેઠને ૧૦,૦૦૦ રૂપિયા ઈનામમાં આપ્યા.
વસ્તુપાળ - તેજપાળ સોનાનો ચરૂ જંગલમાં દાટવા ગયા અને સામેથી બીજો ચરૂ નીકળ્યો. આ પુણ્યનું જ ફળ છે.
છ મહિના પછી શેઠ વળી જોશી પાસે ગયા. “શેઠજી! હજુ પણ ગ્રહો બળવાન છે.” શેઠ ગામના દરવાજા બહારથી ગામમાં પેસવાની તૈયારીમાં હતા અને સામેથી રાજા, નોકરો-સિપાઈ આદિ સાથે ફરવા નીકળ્યા હતાં તે મળ્યા. શેઠે રાજાને જોરથી ધક્કો માર્યો. રાજા પડી ગયા, દાંતમાંથી લોહી નીકળવા લાગ્યું. ત્યાં તરત જ પેલો જીર્ણ દરવાજો તૂટી પડ્યો અને બધા બચી ગયા.
શેઠને અડધું રાજ્ય આપ્યું. પ્રબળ પુણ્યની નિશાની નહીં તો બીજું શું? પુણ્ય પરવારી ગયું હોય તો?
શેઠ પાસે ૬૬ ક્રોડ સોનામહોરો હતી. ત્રણ સરખા ભાગ કર્યા. એક ભાગ
=================^ ૨૮૬ -KNEF==============