________________
જમીનમાં દાટ્યો, બીજો ભાગ વહાણવટાનાં ધંધામાં, ત્રીજો ભાગ ધીરધારનાં ધંધામાં.
એક દિવસ ખબર આવ્યા, બધાં વહાણ ડૂબી ગયા છે. જમીન ખોદી તો તેમાંથી કોલસા નીકળ્યા. એ જ વખતે દુકાનમાં આગ લાગી અને ધીરધારનાં બધા ચોપડા બની ગયા. પાપનાં ઉદયમાં શેઠ પાયમાલ થઈ ગયા!
પૂર્વકાળે કર્મ બાંધતી વખતે દરકાર, સાવચેતી ના રાખી. હવે કૂચ્ચે શું થાય?
પાપ ઉદયમાં હોય ત્યારે “સમતાથી ભોગવવું જોઈએ. અશુભને શુભ કરવાની તાકાત આત્મામાં જ છે. નિમિત્તને ના દંડો, આર્તધ્યાનને ખાળો, ઉગ્ર પુણ્ય કરો, લક્ષ્મીને પણ રહેવું પડશે!
કુબેર શેઠનું દષ્ટાંત ? સાત પેઢીઓથી અઢળક લક્ષ્મીધારી કુબેર શેઠ રોજ દેવીને પ્રણામ કરે અને કૃપા માંગે.
એક દિવસ રાત્રીના સમયે લક્ષ્મીજીએ શેઠને ઉઠાડ્યા અને કહ્યું, સાત પેઢીઓથી તમારી સાથે છું, હવે જવાની છું. માટે તમારી રજા લેવા આવી છું.
શેઠ ગભરાયા, હવે તો ધન દોલત જવાની. લક્ષ્મીજીને આજીજી કરી. લક્ષ્મીજી કહે, પુણ્ય પૂરું થવા આવ્યું છે, એ પૂરું થાય એટલે મારે જવું જ પડે. શેઠે કહ્યું, માત્ર ૩ દિવસ રોકાઈ જાઓ. ‘તથાસ્તુ' કહી લક્ષ્મીજી અંતર્ધાન.
કુટુંબને સવારે વાત કરી. જે કંઈ દાગીના, રોકડ બધું જ હમણાંને હમણાં મારી સામે ઢગલો કરો. થોડીવારમાં રોકડનો, દાગીનાનો મોટો ઢગ થઈ ગયો. શેઠે ૩ દિવસમાં બધું જ દાનમાં આપી દીધું. ફક્ત સૂવાની ખાટ અને એક દિવસ ચાલે તેટલું ખાવાનું રહ્યું. નિરાંતથી સૂતો.
ચોથી રાત્રે લક્ષ્મી આવી. કૂબેરને ઉઠાડ્યો, માંડ માંડ જાગ્યો. કૂબેર શેઠે દેવીજીને કહ્યું, જવા આવ્યા છો ને ખુશીથી જાઓ.
લક્ષ્મીજી કહે, હું તો રહેવા આવી છું. તમારા ઉગ્ર પુણ્ય મને અહીં જ રહેવાને મજબૂર કરી દીધી છે.