________________
કૂબેર ત્રણ જ દિવસમાં કરેલ ઉગ્ર પુણ્યનું ફળ તુરંત જ જોઈ શક્યા. લક્ષ્મીજીએ શેઠને કહ્યું, સવારે મારા મંદિરમાં જજે, ત્યાં જોગી મળશે એને ઘરે લાવી જમાડજે, પછી જ્યારે જવા લાગે ત્યારે એને લાકડી મારજે, સોનાનો પુરુષ થઈ જશે.
જરૂર પડે ત્યારે સોનાના હાથ-પગ નક્કર સોનાનાં) કાપી ઉપયોગ કરજે. હાથ-પગ વળી પાછા આવી જશે. કુબેર ન્યાલ થઈ ગયો.
શેઠની હજામત કરવા હજામ રોજ આવે, તેમણે નજરે જોયું. એને થયું હું પણ આટલું કરું. રાજાએ શેઠનો સત્કાર કર્યો. હજામને સજા કરી પછી છોડી મૂક્યો.
યાદ રહે, લક્ષ્મી પુણ્યને આધીન છે. છે. દરેક મનુષ્ય કેમ સમાન નથી? જ. સ્થૂળ ( જે આંખે દેખાય છે) જગતમાંથી સૂક્ષ્મ જગતમાં જઈએ તો કારણ
મળી શકે. વૃક્ષનાં મૂળ અને બીજ દેખાતા નથી તેમ.
એક સોયની અણી પર લાખો જીવિત કોષો છે. જીવ રસમાં જીવ કેન્દ્ર (Nucleus) છે. જીવ કેન્દ્રમાં ગુણસૂત્ર (Chromosomes) છે. ગુણસૂત્રમાં સંસ્કાર સૂત્ર (Genes) છે. સંસ્કર સૂત્રમાં માતા પિતાનાં, અનેક પઢિઓનાં સંસ્કાર ભરેલા છે. સંસ્કારવાહક Gene ખૂબ નાનો, પરંપરાવાહક છે, ૬ લાખ સંસ્કાર ભરેલા હોય છે.
બે સગા ભાઈઓમાં પણ તફાવત કેમ? આના માટે (Gene) પણ સૂક્ષ્મ કર્મ શરીર તરફ આગળ જોવું પડે. - નાભિમાં આત્મા, તેના પરિઘમાં કષાય, કર્મ સંરચના, મોહનીય, જ્ઞાનાવરણ વગેરે કર્મોએ આત્માને ઘેર્યો છે. આત્માથી નજીક ક્ષીરનીરવત્ પૃથક એવા આત્મા અને કર્મો છે.
આત્માની શક્તિ કર્મોની પ્રકૃતિથી આવરાય છે.
Kakkkkkkkkkkkkkkkk ૨૮૮-kkkkkkkkkkkkkkkkkk