________________
*** ન્યાય ઉપાર્જિત દ્રવ્યોથી ધર્મ ક૨વાથી ધર્મની પવિત્રતા જળવાઈ રહે છે. પૂર્વ કર્મના અનુસંધાનમાં જગતની વિચિત્રતાઓ હલ થઈ જાય છે. અવિદ્વાન કે અશિક્ષીત માતા-પિતાનાં સંતાનો ખૂબ વિદ્વાન થાય, સાવધાનીથી ચાલતા માણસનાં માથે ઉપ૨થી ઇંટ પડે? પૂર્વ કર્મને કારણે.
આવી યુક્તિઓ વડે પૂર્વજન્મ છે તે સિદ્ધ થઈ શકે. આ જ પ્રમાણે પુનર્જન્મ છે તે પણ યુક્તિઓથી સિદ્ધ કરી શકાય છે.
દુઃખોનો અંત જ ન આવે (એ પરિસ્થિતિ) તેવા જીવની કર્મવાદ પ્રત્યેની દૃઢ શ્રદ્ધા તેને હતાશ કરી શકતી નથી અને સત્કર્મમાં પ્રવૃત્ત રહી શકે છે. તેને મૃત્યુનો ભય સતાવતો નથી. એ મૃત્યુને દઢપણે દેહ પલટા સિવાય કંઈ જ માનતો નથી. આત્માની નિત્યતા સમજે છે એને કા૨ણે ‘બીજાનું બૂરું કરવું એ સ્વનું બુરું ક૨વા બરાબર જ છે' એવું માનનારો છે. પોતે આત્મવાદી છે. આત્મવાદી જીવ બધાને પોતા જેવો ગણે છે એટલે મૈત્રિભાવથી ગર્ભિત જીવ છે. સમભાવને પોષનારો છે, કોઈ પ્રાણી સાથે વિષમભાવ રાખતો નથી.
આત્મા, કર્મ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મોક્ષ અને પરમાત્મા. પંચકમાં સમજણ પૂર્વકની દૃઢ માન્યતા જીવને આત્મવાદી બનાવે છે.
કર્મ જડ છે પરંતુ જીવની ચેતનાનો વિશિષ્ટ સંસર્ગ એનામાં શક્તિ પેદા કરે છે. જડ કર્મ ચેતનાના સંયોગ વગર કશું જ ફળ આપવામાં સમર્થ નથી. કર્મ કરીએ અને ફળ મળે તો સારું અથવા ફળ ન મળે તો સારું એમ ઈચ્છા કરવાથી થતું નથી. ‘કર્મબંધ’ આત્મામાં ‘સંસ્કાર’ પાડે જ છે. આમ કર્મથી પ્રેરાઈ જીવને કર્મના ફળ ભોગવવા પડે છે. ઈશ્વરની પ્રેરણાથી ફળનું ભોકતૃત્વ થતું નથી. ભગવદ્ ગીતા, ૫ અધ્યાય, શ્લોક ૧૪મો પ્રમાણે પણ ઈશ્વર કર્તાપણું કરતો નથી, કરાવતો નથી કે કર્મો સર્જતો નથી. તેમજ કર્મનાં ફળ દેવા પ્રેરતો નથી.
न कतृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः न कर्मफल संयोगं स्वभावस्तु प्रवर्तते ।।
****************** 20 ******************