________________
******
***
આત્માઓને પોતાના સરખા સમજી બધા સાથે મૈત્રી અનુભવે છે. મૈત્રીના અજવાળામાં રાગ-દ્વેષની વાસના ઘટી જાય છે.
ઈશ્વરનાં અસ્તિત્ત્વમાં સંદેહ કરનારા દુઃખમાં, કઠોર વિપત્તીનાં સમયમાં ગળગળા બની જાય છે અને શરણ શોધવા લાગે છે.
આત્મા, કર્મ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મોક્ષ અને પરમાત્મા એ પંચક એવું છે કે, એમાંનાં એકને પણ માનતાં બાકીનાં બધા એની સાથે આવી જાય છે.
જીવોની અંશતઃ શુદ્ધિ પૂર્ણ શુદ્ધિની શક્યતાને પુ૨વા૨ ક૨ે છે અને જ્યારે જીવ પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે પરમાત્મ પદ પામ્યો એમ કહેવાય છે, એ જ ઈશ્વર પદ.
જીવનો દરેક જન્મ પૂર્વ જન્મની અપેક્ષાએ પુનર્જન્મ જ છે. ભૂતકાળના કોઈ જન્મને સર્વપ્રથમ જન્મ માનવાથી જીવ પૂર્વમાં અજન્મા હતો એમ માનવું પડે. એમ માનવાથી શુદ્ધ આત્માને કર્મ લાગી શકે તેમ પણ માનવું જ પડે. તો આત્માની મુક્તિનું તાત્પર્ય અને અસ્તિત્ત્વ ઊડી જાય તેમ છે. દેહધારણની પરંપરા અખંડ જ ચાલે અને દેહનો વળગાડ છૂટે તે હંમેશને માટે છૂટે છે તેમ માનવું જ સુસંગત જણાય છે.
અનીતિ અને અનાચા૨વાન સુખી દેખાય અને ધર્મી દુ:ખી દેખાય આનો ખુલાસો પૂર્વજન્મનાં સંસ્કાર મુજબ ઘડાતી વર્તમાન જિંદગી વડે જ થાય છે. વર્તમાન જિંદગી અનુસાર ભવિષ્યની જિંદગીની નિષ્પત્તિ થાય છે. ન્યાયસંપન્ન ધન ઉપાર્જન જ પ્રશસ્ત અને પુણ્યમાર્ગ છે. ધર્મ માટે ધન સારા-નરસા માર્ગે ભેગું કરવા મંડી પડવું એ શ્રેષ્કર નથી. આ ધર્મ માટે ધનની ઈચ્છા કર્યા જેવું કાર્ય,
કાદવમાં પગ નાંખી પછી ધોવા બરાબર છે. કાદવમાં પગ નાંખવો જ નહીં એ જ સારું છે. (સર્વવિરતિ જ ધર્મ છે.)
धर्मार्थ यस्य वित्तेहा वरं तस्य निरीहता । प्रक्षालनाद्धि पंकस्य दूरात् स्पर्शनं वरम् ।।
****************** 20C ******************