________________
નથી. ભેગું થયેલું ધન ધર્મ પ્રભાવનામાં ખર્ચવાનું છે. નહીંતર બધી મહેનત કાદવમાં હાથ નાંખી હાથ ધોવા જેવી સ્થિતિ ગણાશે.
ઉદાહરણો ઃ અશિક્ષીત મા-બાપનાં છોકરાં વિદ્વાન થતાં જોયાં છે, તેમાં પૂર્વ જન્મનાં સંસ્કારો કારણ જણાય છે.
સાવધાનીથી ચાલતા માણસ પર ઉપરથી ઇંટ-પથ્થર પડે છે, ગંભીર ઈજા થાય છે. પૂર્વ કર્મનું અનુસંધાન કારણ જણાય છે. મૂળ વર્તમાન જન્મમાં જ નથી, પૂર્વ જન્મમાં છે તેવી જ રીતે વર્તમાન જીવન ભવિષ્યના ભવોનું મૂળ છે.
પંચકઃ આત્મા, કર્મ (પુણ્ય-પાપ), પુનર્જન્મ, મોક્ષ, પરમાત્મા. આ પંચકની શ્રદ્ધા જીવને સાચા માર્ગ પર ચઢાવે છે!
પૂર્વ જન્મ જો છે જે તે યાદ કેમ નથી આવતું? એવો પ્રશ્ન થાય પરંતુ વર્તમાન જન્મનું પણ બધું યાદ રહે છે? વિસ્મૃતિમાં આવરાઈ જાય છે, આવરાઈને રહે છે. છતાં કોઈ કોઈને ઘણું ઘણું યાદ રહે પણ છે.
માણસમાં કૃત્યોની જવાબદારી આવનારા જન્મથી જળવાય છે. ક્યારેક અપરાધ વગર રાજદંડ ભોગવવો પડે તેવુંય બને જ છે, તે વખતે પુનર્જન્મનો સિદ્ધાંત માનસિક શાંતિ અપાવે છે.
આપણા જીવનમાં થતાં અકસ્માત પણ કોનાથી-શાનાથી? એવું વિચારતાં અદૃષ્ટ કર્મના નિયમ સુધી પહોંચવું પડે છે.
કર્મનો નિયમ એક એવું ચોક્કસ અને ન્યાયમય વિશ્વશાસન છે, પ્રાણી માત્રના કાર્યને યોગ્ય જવાબ આપે છે.
જન્માંતરવાદ કાર્યમાં તત્પરતા વડે કર્તવ્યપાલન કરાવે છે, કારણ કર્તવ્ય પાલન કદી પણ નિષ્ફળ જતું નથી. સત્કર્મમાં જે પ્રવૃત્ત રહે તેને મૃત્યુનો ભય રહેતો નથી. તે આત્માને નિત્ય માને છે. મૃત્યુને દેહવિલય સિવાય અન્ય કશું જ નથી માનતો.
જે આત્માની નિત્યતા સમજે છે તે માને છે કે બીજાનું બૂરું કરવું તે પોતાનું બૂરું કરવા બરાબર છે. વેરથી વેર વધે છે. આવા આત્માવાદી જીવો બધા ===== =========kk ૨૭૮ -----------------*