________________
- જ્યારે ફળ બતાવ્યા વિના ખરી પડે ત્યારે તેને પ્રદેશોદય' કહે છે. સાધના વડે પ્રદેશોદયથી કર્મjજો નષ્ટ કરી શકાય છે. જ્યારે સર્વ કર્મ નાશ થાય છે ત્યારે મોક્ષસિદ્ધિ મળે છે. પ્ર. જે કર્મો બાંધીએ તે બધાં જ ભોગવવા જ પડે? જ. “પ્રદેશોદય’ અનુભવની અપેક્ષાએ ભોગવવા પડે, વિપાકોદયથી નહીં.
શુદ્ધ અધ્યાવસાયનાં બળે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ નરકગતિ યોગ્ય કર્મનાં બંધોને નીરસ કરી પ્રદેશોને જ વેદી કર્મોને ખેરવ્યા હતાં.
વિપાકોદયથી જ જો કર્મ ખંખેરવા પડતા હોત તો મોક્ષ પ્રાપ્તિ થઈ શકે જ નહીં. વર્તમાન ભવમાં કર્મો બાંધતો જ હોય છે અને પૂર્વ ભવોનાં કર્મોને વેદતો રહે છે. પરંપરાનો અંત વિપાકોદય વડે આવી શકે નહીં. ૧૩. પૂર્વ જન્મ-પુનર્જન્મ :
જીવનમાં જન્મોની (ભિન્ન ભિન્ન દેહો ધારણ કરવાની) પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે, એમ માનવું યુક્તિસર જણાય છે. આત્માનો પહેલો જન્મ અતઃ આત્માની આદિ જેવું માનવામાં આવી ન શકે. કારણ એ પહેલાનો આત્મા અજન્મ થાય અને શુદ્ધ અજન્મા આત્માનો જન્મ માનવો પડે. આમ સમજવાથી જીવનનું બેય જે શુદ્ધ આત્મા તરફ જવાનું છે તે “ફરી જન્મ લેવો પડશે'નાં તર્કથી કલૂષિત થઈ જાય છે. દેહ ધારણની કડી તૂટ્યા બાદ તે હંમેશને માટે તૂટેલી જ રહે છે તેવું માનવું સંગત દેખાય છે.
એક જ માતાનાં સંતાનોમાં અંતર જણાય છે, તે પૂર્વ જન્મની અસર છે એ યુક્તિને પોષે છે. અનીતિ અને અનાચારમાં વ્યસ્ત ધની એને સુખી માને છે. તેમાં પૂર્વ જન્મની જ અસર દેખાય છે. આમ છતાં પુનર્જન્મમાં એ અનીતિને કારણે જીવ દુઃખ અને અનેક અનિષ્ટોનો સંયોગ ધારણ કરવાને જાણે તેયારી કરે છે તેવું માનવામાં બાધ આવતો નથી. કમાવા માટે ન્યાય સંપન્ન થવાથી પ્રશસ્ત માર્ગમાં આવી જીવ પુણ્ય ભેગું કરે છે. છતાં ધર્મ પ્રભાવના માટે ધન ભેગું કરવાનું =================^ ૨૭૭ Kekekekekekekekekekekekekek