________________
* પછીના ભવનો આયુષ્યનો બંધ ચાલુ ભવમાં જ પડે છે. આવું મોહનીય
કર્મની અસર ચાલુ રહે ત્યાં સુધી બનતું જ રહે છે, જેને ભવભ્રમણ કહે છે. ૧૨. જૈન દર્શનમાં ‘કર્મ એટલે શુંની સમજણ.
કર્મ એટલે કામ કરવું એ ક્રિયા થઈ પરંતુ જેન દર્શનમાં કર્મ' એ એક દ્રવ્યભૂત વસ્તુ છે, તેની પણ સમજણ મેળવવી જરૂરી છે. મન, વચન, કાયાની ક્રિયા તે “યોગ' કહેવાય. આ ક્રિયાને કારણે કર્મનાં પુગલો આત્મા તરફ ખેંચાય, આત્માને સ્પર્શે અને કષાયના (રાગ-દ્વેષ) બળ આત્મા સાથે ચોંટી જાય. રાગ દ્વેષ અનાદિ કાળથી વાસિત હોવાથી કર્મનું આત્મા સાથે ચોંટવું “બંધ થવો એ કર્મબંધનું ચક્ર પણ અનાદિથી ચાલે છે. આ ચક્ર એ જ સંસાર – સંસારચક્ર.
કષાય મુક્તિ : હિત મુક્તિ રેવ - કષાયોથી મુક્ત થવામાં જ મુક્તિ છે.
સંસારનાં અનેક પ્રાણીઓમાં મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે. વિવેક, બુદ્ધિ અને મળેલાં છે. એનો સદુપયોગ કરે તો સદાચરણ, સન્માર્ગે ચાલતો ચાલતો વૃદ્ધિમય બને છે. વિશિષ્ટ પુરુષાર્થ વડે જૂના કર્મો ખરે અને નવા કર્મબંધો ઘટના જાય અને મોક્ષ તરફ પ્રગતિ કરે.
માનસિક ક્રિયાથી પણ કર્મબંધ થાય જ છે, પરંતુ સદાચારી જીવને એનાથી ડર હોતો નથી. તે પુણ્યકર્મનો બંધ અને ઉચ્ચ નિર્જરારૂપ પુણ્ય બાંધતો આત્મકલ્યાણને ઉપકારક થતો જાય છે. | કર્મી-કર્મનાં પુદ્ગલો જીવ પર, હવામાં ઉડતી રજ જેમ ચીકણી ભીંત પર ચોંટી જાય છે તેમ, કષાયને કારણે ચોંટે છે, બંધાય છે. જો કષાય નષ્ટ થઈ ગયો હોય તો “યોગને કારણે જીવ પર કર્સરજ આવે પણ ચોંટતા નથી. અમૂર્ત જીવ કર્મના યોગે મૂર્ત જેવો બને છે. જીવ શરીરધારક છે, સુખ દુઃખ, વાસના, ભવભ્રમણ બધા તત્ત્વો જીવનાં છે. આ સંબંધ અનાદિનો છે.
કર્મ બંધાયા પછી જેમ મદિરાથી નશો તરત જ ઉત્પન્ન નથી થતો, પછી નશો ચડે છે તેમ અમુક સમય વીત્યા બાદ કર્મબંધનું ફળ બતાવે છે. ફળ બતાવ્યા બાદ જીવ ભોગવટો કરે છે, અંતે જીવથી કર્મ ખરી જાય છે.
=================^ ૨૭૬ -KNEF==============