________________
>>>
વખતે મુખ્યપણે તે પ્રકૃતિનો અનુભાવ બંધ થાય. બાકીની પ્રકૃતિઓનો પ્રદેશબંધ
થાય.
***
પ્રદેશબંધ યોગ દ્વારા થાય છે, રસબંધ કષાય દ્વારા. આશ્રવને સમજવાથી સચરણ, દુરાચરણની સમજ આવે છે.
૧૧. આયુષ્ય : આયુષ્ય ૪ પ્રકારે – મનુષ્ય, તિર્યંચ, દેવ, નરકનું આયુષ્ય.
આયુષ્ય ચાવી આપેલી ઘડીયાળની માફક વેદાતું રહે છે. દેહ રૂપ ઘડીયાળ ઝેરી, ભય, શસ્ત્રઘાત, સંકલેશ, વેદના, આપઘાત વગેરેના કારણે નિયતકાળ પહેલાં બગડી જાય તો બંધ પડી જાય. મૃત્યુનો-અકાળ મરણનો ભોગ બને છે.
ઉદાહરણો : બળતી લાંબી દોરી કોકડું થતાં શીઘ્ર બળી જાય છે તેમ ભીનું કપડું પહોળું કરીને સુકવતાં જલદીથી સુકાય છે. ૧૦૦૦ રૂપિયાની મૂડીમાંથી રોજ ૧ રૂપિયો વાપરે તો ૧૦૦૦ દિવસ ચાલે પણ એક દિવસમાં ૧૦૦૦ રૂપિયા ખરચે તો ૧ જ દિવસ ચાલે.
આમ થવાનું કારણ એ છે કે, પૂર્વ જન્મમાં આયુષ્ય કર્મનો બંધ ઢીલો બાંધેલ હતો. નિમિત્ત મળતાં કાળ પહેલાં અકાળે પૂરું થાય છે અને ગાઢ બંધાયેલ આયુષ્ય (કર્મબંધ) અકાળે પૂરું થતું નથી. આમ બે પ્રકા૨ સમજાવ્યા છે.
܀
૧. અપવર્તનીય આયુષ્ય ઃ નિમિત્તનાં ઉપક્રમે શીઘ્ર ભોગવાય, આયુષ્યનું અપવર્તન થાય છે.
૨. અનપવર્તનીય આયુષ્ય ઃ ઉપક્રમ લાગે કે ન લાગે છતાં નિયત કાળ સુધી ભોગવાતું આયુષ્ય.
જીવ શાશ્વત સનાતન નિત્ય તત્ત્વ છે. એનો જન્મ કે નાશ થતો નથી. સકર્મક હાલતમાં કોઈપણ યોનિમાં સ્થૂલ શરીર ગ્રહણ કરી પ્રગટ થવું તે જન્મ અને સ્થૂળ શ૨ી૨નો વિયોગ તે મૃત્યુ.
જીવનું આયુષ્ય કાળની અપેક્ષાએ ઘટી શકે છે, પરંતુ વધી શકતું નથી. ****************** 204 ******************