________________
કષાયના ઉદય સાથે તીવ્ર અશુભ પરિણામને કારણે ચારિત્ર મોહનીય કર્મ બંધાય. મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય વધ, રોદ્ર પરિણામ આદિથી નારક આયુષ્ય બંધાય. માયામય વૃત્તિના દોષે તિર્યંચનું આયુષ્ય બાંધે. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, મૃદુતા-ઋજુતાનાં ગુણોથી મનુષ્યનું આયુષ્ય બાંધે, સંયમ, મધ્યમ કક્ષાનો કે રાગયુક્ત હોય, તપસ્વીપણું બાળકક્ષાનું હોય તે પ્રમાણમાં દેવનું આયુષ્ય બાંધે. નામકર્મ : શુભ નામ કર્મ બંધાવાનાં કારણો - જુતા, મૃદુતા, સચ્ચાઈ, મૈત્રી મેળાપ કરી આપવાનો પ્રયત્ન-સૌજન્ય આદિ વડે શુભ નામકર્મ બાંધે. આનાથી વિરુદ્ધ દુર્જન્ય ધારણ કરે, કુટિલતા, શઠતા, લુચ્ચાઈ, ઠગાઈ, દગાખોરીને કારણે અશુભ નામકર્મ બાંધે. ગોત્રકર્મ : ગુણગ્રાહીપણું, નિરાભિમાનતા, વિનીતતા ઉચ્ચ ગોત્ર બાંધે. પરનિંદા, આત્મપ્રશંસા, અન્યનાં ગુણોનું આચ્છાદન, અછતા દોષોનું
ઉદ્ઘાટન, જાતિ-કુલ મદ-અભિમાનથી નીચ ગોત્રકર્મ બંધાય. * અંતરાય કર્મ : ૫ પ્રકારે દાન, ભોગ, ઉપભોગ, લાભ, વીર્ય. ૫ પ્રકારે
અડચણ નાંખવી કે ઊભી કરવાના કારણે અંતરાય કર્મનો બંધ પડે. પ્ર. જે કર્મ પ્રકૃતિનાં જે આશ્રવો છે તે અન્ય કર્મપ્રકૃતિનાં બંધક હોઈ શકે કે
નહીં? જ. પ્રકૃતિવાર ગણાવેલ આશ્રવો માત્ર તે તે પ્રકૃતિના અનુભાવ (રસ) બંધમાં
જ નિમિત્ત બને છે. શાસ્ત્ર સિદ્ધાંત પ્રમાણે સામાન્ય રીતે આયુષ્યને છોડીને સાતે કર્મ પ્રકૃતિઓનો બંધ એકી સાથે સમયે સમયે થાય છે તે પ્રદેશબંધ માટે જ છે.
આશ્રવ રસબંધને આશ્રિત છે, એ મુખ્ય વાત છે. જે પ્રવૃત્તિ કરવાથી મુખ્યતયા જે પ્રકૃતિનો “રસબંધ' કરાવે તે પ્રકૃતિનો આશ્રવ ગણાવાયો છે. આશ્રવ સેવતી =================^ ૨૭૪ -KNEF==============